કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ

(799)
  • 102
  • 0
  • 84k

કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો. બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી હતી. ફોટામાં આર્મી યુનિફોર્મ માં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી ચહેરો સ્મિત કરી રહ્યો હતો— મેજર રઘુવીર સિંહ જે હતા આરવ ના પિતા. આરવે ધીમે થી એ ફોટા ને હાથ માં લીધો. પિતા ના સ્મિત પાછળ છુપાયેલી એક અદ્રશ્ય જવાબદારી (દેશ ની રક્ષા) આરવ પોતાની છાતીમાં અનુભવી રહ્યો હતો. વર્ષો પહેલાંની એ કાળી રાત આરવ ના મન માં આજે પણ એટલી જ જીવંત હતી. પિતા છેલ્લી વાર મિશન પર જઈ રહ્યા હતાં. નાનકડા આરવે પપ્પા નો હાથ પકડી ને વ્હાલ થી પૂછ્યું હતું, “પપ્પા, તમે પાછા ક્યારે આવશો?”

1

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1

ભાગ ૧: કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો. બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી હતી. ફોટામાં આર્મી યુનિફોર્મ માં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી ચહેરો સ્મિત કરી રહ્યો હતો— મેજર રઘુવીર સિંહ જે હતા આરવ ના પિતા. આરવે ધીમે થી એ ફોટા ને હાથ માં લીધો. પિતા ના સ્મિત પાછળ છુપાયેલી એક અદ્રશ્ય જવાબદારી (દેશ ની રક્ષા) આરવ પોતાની છાતીમાં અનુભવી રહ્યો હતો. વર્ષો પહેલાંની એ કાળી રાત આરવ ના મન માં આજે પણ એટલી જ જીવંત હતી. પિતા છેલ્લી વાર ...વધુ વાંચો

2

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 2

ભાગ ૨: એક નવી શરૂઆત દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારનો ઓફિસર્સ ક્વાર્ટર. રૂમની વચ્ચોવચ એક ખુલ્લી બેગ પડી હતી. કેપ્ટન આરવ પોતાના આર્મીના ઓલિવ ગ્રીન યુનિફોર્મને અત્યંત સન્માનપૂર્વક ગડી વાળીને કબાટમાં મૂકી રહ્યો હતો. યુનિફોર્મ પર લાગેલી મેડલ્સની ચમક એની વીરતાની સાથે સાથે અસંખ્ય સફળ ઓપરેશન્સની સાક્ષી પૂરતી હતી. પણ અત્યારે આરવની આંખોમાં કોઈ ગર્વ નહોતો. ત્યાં હતો માત્ર એક શૂન્યાવકાશ. કબાટના એક છેવાડાના ખૂણામાં એક નાનકડું લાકડાનું બોક્સ પડ્યું હતું. આરવે ધીમેથી ધ્રૂજતા હાથે એ બોક્સ બહાર કાઢ્યું અને ખોલ્યું. અંદર એક રંગ ઉડી ગયેલું, સૂકાયેલું ગુલાબ અને એક જૂનું સ્ટેથોસ્કોપ અત્યંત જતનથી સાચવીને મૂકેલું હતું. ગ્રીષ્માનું સ્ટેથોસ્કોપ. એ સ્ટેથોસ્કોપ ...વધુ વાંચો

3

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 3

ભાગ ૩: રેગિંગ અને એક ભયાનક ખામોશી હોસ્ટેલના રૂમ નંબર 404 માં હવાનો પ્રવાહ જાણે અચાનક થંભી ગયો હતો. પર ઊભેલા ત્રણ સિનિયર્સમાંથી જે સૌથી કદાવર અને રૂઆબદાર લાગતો હતો, એનું નામ વિક્રમ હતું. ફાઇનલ યરનો સ્ટુડન્ટ અને હોસ્ટેલનો સ્વઘોષિત દાદા. એની પાછળ ઊભેલા બે સાગરીતોના ચહેરા પર એક વિકૃત મજાકનો ભાવ હતો. રેગિંગ... મેડિકલ હોસ્ટેલની એ કાળી પરંપરા જેણે અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને તોડીને ભુક્કો કરી નાખ્યો હતો. કેતન (કેતિયો) ડરના માર્યા દીવાલ સાથે ચોંટી ગયો હતો. એના હાથમાંથી કુરકુરેનું પેકેટ ક્યારે નીચે પડી ગયું એની એને ખુદને ખબર નહોતી. જિગ્નેશે પોતાની 'રોબિન્સ પેથોલોજી' ની જાડી ચોપડી છાતી ...વધુ વાંચો

4

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 4

ભાગ ૪: એક ટકરાવ, આધ્યા અને અદ્રશ્ય ખેલ સવારનો કૂણો તડકો સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના વિશાળ કેમ્પસ પર પથરાઈ હતો. હોસ્ટેલના રૂમ નંબર 404 માં કેતન અને જિગ્નેશ હજુ ઘોર નિંદ્રામાં હતા, પણ આરવની સવાર તો ક્યારનીય પડી ચૂકી હતી. આર્મીની ટ્રેનિંગ મુજબ વહેલા ઊઠીને, વોર્મ-અપ એક્સરસાઇઝ કર્યા પછી એ હવે લેક્ચર માટે તૈયાર હતો. આજે એનો સેકંડ યર MBBS સ્ટુડન્ટ તરીકે પહેલો દિવસ હતો. કોલેજની મુખ્ય ઇમારતની લોબીમાં વિદ્યાર્થીઓની ભારે ચહલપહલ હતી. સફેદ એપ્રોન પહેરેલા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસ તરફ ઉતાવળે જઈ રહ્યા હતા. આરવની નજર સામાન્ય વિદ્યાર્થીની જેમ આમ-તેમ નહોતી ભટકતી. એની તેજ નજરો કોલેજના સીસીટીવી (CCTV) કેમેરાના ...વધુ વાંચો

5

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 5

ભાગ ૫: આકર્ષણનું બીજ લેક્ચર હોલમાં છવાયેલી પિન-ડ્રોપ શાંતિ વચ્ચે ડૉ. શશાંક વ્યાસનો અહંકાર સહેજ ઘવાયો હતો. છેલ્લી બેન્ચ બેઠેલા આ નવા વિદ્યાર્થી—આરવ શર્મા—ની આંખોમાં રહેલી બેફિકરાઈ અને એક અજીબ પ્રકારનો આત્મવિશ્વાસ ડૉ. વ્યાસને અંદરો અંદર બેચેન કરી રહ્યો હતો. કોલેજનો કોઈ પણ વિદ્યાર્થી એમની આંખમાં આંખ નાખવાની હિંમત નહોતો કરતો. એમણે નક્કી કર્યું કે આ ફ્રેશરને આખા ક્લાસ સામે અપમાનિત કરીને એની સાચી જગ્યા બતાવી દેવી જોઈએ. વ્યાસે બ્લેકબોર્ડ પરથી નજર ફેરવી અને પોતાનું લાકડું પોઇન્ટર સીધું આરવ તરફ તાક્યું. "મિસ્ટર આરવ શર્મા... તમે હમણાં જ ટ્રાન્સફર લઈને આપણી કોલેજમાં આવ્યા છો. મને જાણવામાં રસ છે કે તમારું ...વધુ વાંચો

6

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 6

ભાગ ૬: 'ફેલ્કન' ની એન્ટ્રી રાતના અઢી વાગ્યા હતા. અમદાવાદના વાતાવરણમાં એક અજીબ બફારો હતો, પણ બોય્ઝ હોસ્ટેલના થર્ડ પર રૂમ નંબર 404 માં એક અલગ જ દુનિયા શ્વાસ લઈ રહી હતી. રૂમની એકમાત્ર ટ્યુબલાઈટ બંધ હતી અને માત્ર લેપટોપની સ્ક્રીનનો આછો ભૂરો પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. પેથોલોજીનો મજનુ જિગ્નેશ (જીગો) ટેબલ પર ચોપડીનું ઓશિકું બનાવીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અને ગોળમટોળ કેતન (કેતિયો) પોતાના પલંગ નીચે છુપાવેલા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ પર ચોરીછૂપીથી મેગી બનાવી રહ્યો હતો. હોસ્ટેલમાં રાત્રે સ્ટવ વાપરવાની સખત મનાઈ હતી. "ઓય આરવ..." કેતને મેગીમાં મસાલો નાખતા ધીમા પણ ઉત્સાહી અવાજે પૂછ્યું, "ખાશે થોડી? ભાઈ, રાતની ...વધુ વાંચો

7

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 7

ભાગ ૭: આરવને સમજવાનો આધ્યાનો પ્રયાસ સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજની સેન્ટ્રલ લાઈબ્રેરી. બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. લાઈબ્રેરીના મોટા એક ગંભીર અને એકાગ્રતાભરી શાંતિ છવાયેલી હતી. માત્ર એસીનો ધીમો અવાજ અને ક્યારેક કોઈ પુસ્તકનું પાનું ફેરવવાનો અવાજ આ શાંતિને તોડતો હતો. લાઈબ્રેરીના સૌથી છેલ્લા અને ખૂણાના ટેબલ પર આરવ બેઠો હતો. એની સામે 'એડવાન્સ્ડ ટોક્સિકોલોજી એન્ડ સિન્થેટિક આલ્કલોઇડ્સ' ની એક જાડી, રેફરન્સ બુક ખુલ્લી હતી. સામાન્ય રીતે સેકન્ડ યરનો કોઈ વિદ્યાર્થી આટલા ડીપ લેવલનું પુસ્તક વાંચવાની હિંમત ના કરે, પણ આરવ માટે આ મેડિકલનો અભ્યાસ નહોતો, આ એના મિશનનો એક ભાગ હતો. ડૉ. વ્યાસ જે પ્રકારના સિન્થેટિક ડ્રગ્સનું નેટવર્ક ...વધુ વાંચો

8

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 8

ભાગ ૮: આધ્યાની જીદ લાઈબ્રેરીના પાછલા ભાગનો સાંકડો અને અડધો અંધારો કોરિડોર. પેલો કાળા શર્ટવાળો જાસૂસ હજુ તો આરવ આધ્યા જ્યાં બેઠા હતા એ ટેબલ તરફ જઈ રહ્યો હતો, ત્યાં જ અચાનક અંધારામાંથી એક મજબૂત હાથ બહાર આવ્યો. એ પહેલાં કે પેલો કંઈ સમજે, આરવે એની ગરદન પાછળથી પકડીને એને દીવાલ સાથે એવો જોરથી પછાડ્યો કે એના હાથમાંથી ચોપડી નીચે પડી ગઈ. કોઈ જ અવાજ નહીં, કોઈ જ બૂમાબૂમ નહીં. માત્ર એક સૈનિકની ચોકસાઈભરી, જીવલેણ પકડ. આરવનો જમણો હાથ પેલાની શ્વાસનળી પર દબાયેલો હતો. પેલાની આંખો ફાટી ગઈ અને શ્વાસ રૂંધાવા લાગ્યો. "ભાઉરાવને મારો આ સંદેશો આપી દેજે..." આરવે ...વધુ વાંચો

9

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 9

ભાગ ૯: મિડનાઇટ ઇન્ટેલિજન્સ: ફેલ્કનનો પહેલો કેમ્પસ રિપોર્ટ સાંજના સાત વાગ્યા હતા. હોસ્ટેલનો રૂમ નંબર 404. રૂમનો દરવાજો અંદરથી હતો અને બારીના જૂના પડદા ખેંચેલા હતા. ઓરડાના ઝાંખા અંધારામાં આરવે પોતાના ડાબા કાંડા પર બાંધેલી સ્માર્ટવોચનું સિક્રેટ બટન દબાવ્યું. ઘડિયાળના ડાયલમાંથી એક ભૂરા રંગનો પ્રકાશ નીકળ્યો અને હવામાં એક નાનકડો 3D હોલોગ્રામ ઉપસી આવ્યો—મેડિકલ કોલેજ કેમ્પસનો ડિજિટલ નકશો. "ફેલ્કન, ગીવ મી ધ રિપોર્ટ." આરવે કાંડા પાસે મોં રાખીને અત્યંત ધીમા, પણ કડક અવાજે આદેશ આપ્યો. "કેપ્ટન, આ મારો પહેલો ડીટેઈલ્ડ કેમ્પસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે," ઇયરપીસમાં ફેલ્કનનો રોબોટિક અને ગંભીર અવાજ ગુંજ્યો. "ડૉ. વ્યાસનું નેટવર્ક આપણે વિચારીએ છીએ એના કરતા ...વધુ વાંચો

10

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 10

ભાગ ૧૦: કોલેજ કેન્ટીનની મસ્તી અને આધ્યા રાતના ત્રણ વાગ્યા હતા. ફ્રેશર્સ પાર્ટી ક્યારની પૂરી થઈ ચૂકી હતી, પણ દિમાગમાં વિચારોનું ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું. વેઈટરના શબ્દો—“રૂમ નંબર 404 ની ચાવીવાળો સ્ટુડન્ટ”—એના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. આરવે અત્યંત ધીમા પગલે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. રૂમમાં ઘોર અંધકાર હતો. જિગ્નેશના ધીમા નસકોરાંનો અવાજ આવી રહ્યો હતો, જ્યારે કેતન પોતાના પલંગ પર આડો-તેડો થઈને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આરવ અંધારામાં બંનેના ચહેરા તરફ તાકી રહ્યો. શું આ બેમાંથી કોઈ એક ડૉ. વ્યાસનો ખતરનાક જાસૂસ 'શેડો' હોઈ શકે? શું આ નિર્દોષતા માત્ર એક મહોરું હતું? આરવની આર્મી ટ્રેનિંગ કહેતી ...વધુ વાંચો

11

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 11

ભાગ ૧૧: આરવનો ભૂતકાળ રૂમ નંબર 404 ની છત પર જૂનો પંખો કચૂડ-કચૂડ અવાજ કરતો ફરી રહ્યો હતો. બારીની બપોરનો આકરો તડકો હતો, પણ આરવના શરીર પર ઓઢાડેલી બે જાડી બ્લેન્કેટ હોવા છતાં એ થરથર કાંપી રહ્યો હતો. પાર્ટીની એ ભયાનક રાત પછીના સતત માનસિક તણાવ, ઊંઘનો અભાવ અને સતત હાઈ-એલર્ટ રહેવાને કારણે આરવના મજબૂત શરીર પર અંતે થાક અને તાવ હાવી થઈ ગયા હતા. "અલા ભાઈ જીગા, આ આરવનું શરીર તો ભઠ્ઠીની જેમ તપે છે!" કેતને આરવના કપાળ પર પોતાનો જાડો હાથ મૂકતા ચિંતાથી કહ્યું. પછી તરત જ એણે પોતાના પલંગ નીચેથી ઇન્ડક્શન સ્ટવ ખેંચી કાઢ્યો. "ઊભો રે, ...વધુ વાંચો

12

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 12

ભાગ ૧૨: ગ્રીષ્મા નો સંદેશ રૂમ નંબર 404 માં પંખાના કચૂડ-કચૂડ અવાજ સિવાય એક ભયાનક, થીજવી દે તેવી નીરવ છવાયેલી હતી. આરવની ગ્લોક પિસ્તોલનું ઠંડુ બેરલ સીધું બંધ દરવાજા તરફ તાકેલું હતું. દરવાજાની નીચેની તિરાડમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કોઈક બહાર બિલકુલ શાંતિથી ઊભું છે. 'શેડો'. આરવની આંગળી ટ્રિગર પર કસાવા લાગી. એના શરીરમાં ટેટ્રોડોટોક્સિનનું ઝેર ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું, આંખોમાં ધૂંધળાશ છવાઈ રહી હતી, પણ એક કમાન્ડોની ડીફેન્સ મિકેનિઝમ હજુ પણ સક્રિય હતી. ત્યાં જ, અચાનક પાછળથી બાથરૂમના દરવાજાનો લોક ખૂલવાનો અવાજ આવ્યો. આ અવાજ સાંભળતા જ પેલો બહાર ઊભેલો કાળો પડછાયો અચાનક સળવળ્યો અને પગલાંનો ...વધુ વાંચો

13

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 13

ભાગ ૧૩: આરવનો નવો સૂર્યોદય આરવના હાથમાં રહેલો એ નાનકડો કાગળનો ટુકડો જાણે કોઈ જીવતો બોમ્બ હતો. "કેપ્ટન આરવ આ ત્રણ શબ્દોએ આરવના પગ તળેથી જમીન ખેંચી લીધી હતી. કોલેજમાં કોઈને તો શું, ખુદ ગુજરાત પોલીસને પણ એ ખબર નહોતી કે આરવ શર્મા અસલમાં કોણ છે. તો પછી ડૉ. વ્યાસના આ જાસૂસ 'શેડો' સુધી આ માહિતી પહોંચી કઈ રીતે? આરવે તરત જ કાગળ ખિસ્સામાં મૂક્યો અને રૂમનો દરવાજો લોક કર્યો. એણે પોતાની સ્માર્ટવોચ પર બે વાર ટેપ કર્યું. "ફેલ્કન... ઈટ્સ કોડ બ્લેક." આરવનો અવાજ અત્યંત ભારી અને ખતરનાક હતો. "શું થયું કેપ્ટન? તમારો અવાજ..." "મારી આઇડેન્ટિટી કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકી ...વધુ વાંચો

14

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 14

ભાગ ૧૪: કોફી શોપમાં પહેલી ડેટ સાડા ત્રણ વાગ્યા હતા. ફાર્માકોલોજી લેબમાં બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ટેબલ પર ગોઠવાઈ ગયા ડૉ. શશાંક વ્યાસ લેબના મુખ્ય ટેબલ પાસે હાથ પાછળ બાંધીને ઊભા હતા. એમની નજર સતત લેબના દરવાજા અને આધ્યા પર ફરી રહી હતી. આધ્યા પોતાની જગ્યા પર ઊભી હતી. એના ટેબલ પર એક બર્નર અને બે કાચના બીકર હતા. "આજે આપણે એક સિમ્પલ હીટ-રિએક્શન જોઈશું," ડૉ. વ્યાસે ધીમા અને ક્રૂર અવાજે ક્લાસને સંબોધતા કહ્યું. "દરેક વિદ્યાર્થી પોતાના બીકરમાં રહેલા કેમિકલને ધીમા તાપે ગરમ કરશે." આધ્યાએ પોતાના બીકર તરફ જોયું. એમાં એક આછા પીળા રંગનું પ્રવાહી હતું. એણે બર્નરની સ્વિચ ચાલુ ...વધુ વાંચો

15

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 15

ભાગ ૧૫: ધીમા પગલે પાંગરતો પ્રેમ: રોજિંદી રોમેન્ટિક ક્ષણો કેફે મોચાના એ ખૂણાના ટેબલ પાસે આરવના શ્વાસ જાણે એક માટે થંભી ગયા. એણે એક જ ઝાટકે પેલા યુવાનના ચહેરા પરથી મેનુ-કાર્ડ ખેંચી લીધું હતું. પણ મેનુ-કાર્ડ પાછળનો ચહેરો જોતાં જ આરવ સ્તબ્ધ થઈ ગયો! સામે કોઈ ખતરનાક જાસૂસ 'શેડો' નહોતો. ત્યાં એક અત્યંત ગભરાયેલો, પંદર-સોળ વર્ષનો ગરીબ છોકરો બેઠો હતો, જેણે કદાચ પહેલીવાર આટલા મોટા કેફેમાં પગ મૂક્યો હતો. એના હાથમાં એક મોંઘો સ્માર્ટફોન હતો, જેમાંથી સિગ્નલ બ્રોડકાસ્ટ થઈ રહ્યું હતું. "તું કોણ છે? અને આ ફોન તારી પાસે ક્યાંથી આવ્યો?" આરવે એ છોકરાનો હાથ પકડીને અત્યંત ધીમા પણ ...વધુ વાંચો

16

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 16

ભાગ ૧૬: પ્રેમ અને લેબ આરવના હાથમાં રહેલો એ લાલ લેસરવાળો ફોટો જાણે ધગધગતા અંગારા જેવો થઈ ગયો હતો. સાંજે કોઈ સ્નાઈપર આધ્યાના માથા પર નિશાન લગાવીને બેઠો હતો અને આરવને ખબર પણ નહોતી પડી! એક બાહોશ RAW એજન્ટ તરીકે આ એની બહુ મોટી નિષ્ફળતા હતી. આરવે એ ફોટો ધીમેથી લાઈટરથી સળગાવી દીધો. એના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, પણ એની આંખોમાં એક ભયાનક, શાંત જ્વાળામુખી સળગી રહ્યો હતો. 'શેડો' એ આરવની નબળાઈ પર હાથ મૂકવાની ભૂલ કરી હતી. હવે આ શિકાર અને શિકારીની રમત બહુ જલ્દી રક્તરંજિત થવાની હતી. બીજા દિવસની સવાર. હોસ્ટેલ રૂમ નંબર ૪૦૪. રૂમમાં સવારના ...વધુ વાંચો

17

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 17

ભાગ ૧૭: ફેલ્કનનું વોર્નિંગ સિગ્નલ સાંજ ઓગળીને રાતમાં પ્રવર્તિત થઈ ચૂકી હતી. કોલેજ કેમ્પસની સ્ટ્રીટ લાઈટ્સનો પીળો પ્રકાશ રસ્તા પથરાયેલો હતો. આરવ હોસ્ટેલની બાલ્કનીમાં એકલો ઊભો હતો. એની આંખો સામે અંધકાર હતો અને દિમાગમાં ડૉ. વ્યાસના ષડયંત્રનું ભયાનક જાળું ગૂંથાઈ રહ્યું હતું. ફેલ્કને આપેલી માહિતી અને આધ્યાની રોસ્ટર ડ્યુટી—આ બંને કોઈ સંયોગ નહોતો. ડૉ. વ્યાસે અત્યંત ચાલાકીથી આધ્યાની ડ્યુટી વોર્ડ નંબર ૭ માં મુકાવી હતી, કારણ કે એ વોર્ડની બરાબર પાછળની દીવાલ જૂના એનાટોમી હોલને સ્પર્શીને આવેલી હતી. આવતીકાલે રાત્રે જ્યારે ભાઉરાવના ગુંડાઓ ડ્રગ્સની ડિલિવરી લેવા આવશે, ત્યારે જો આરવ એમને રોકવા જશે, તો ડૉ. વ્યાસ આધ્યા પર હુમલો ...વધુ વાંચો

18

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 18

ભાગ ૧૮: રાતની લોંગ ડ્રાઈવ રાતનો કાળમીંઢ અંધકાર સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ અને આસપાસના વિસ્તારોમાં આચ્છાદિત થઈ ચૂક્યો હતો. ચાંદ કાળા વાદળોની પાછળ સંતાકૂકડી રમી રહ્યો હતો. વાતાવરણમાં એક અજીબ, શ્વાસ રૂંધી નાખે તેવી નીરવ શાંતિ હતી. રાતનો ૧૦:૪૫ વાગ્યાનો સમય ...... ડૉ. વ્યાસના પ્લાન મુજબ બરાબર ૧૨ વાગ્યે વોર્ડ નંબર ૭ ના AC ડક્ટમાંથી સાયનાઇડ ગેસ છૂટવાનો હતો. પણ એક RAW એજન્ટ ક્યારેય દુશ્મનના ટાઈમ-ટેબલ પ્રમાણે નથી રમતો. આરવ હાથમાં એક નાનકડું વાયર-કટર લઈને વોર્ડ નંબર ૭ ની પાછળ આવેલી મેઈન ઇલેક્ટ્રિક પેનલ પાસે છુપાયેલો ઊભો હતો. એની ટ્રેઇન્ડ આંખોએ ગણતરીની સેકન્ડોમાં સેન્ટ્રલ AC ની મેઈન પાવર કેબલ ...વધુ વાંચો

19

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 19

ભાગ ૧૯: કેમ્પસમાં ભય હાઇવે પર ૧૦૦ ની સ્પીડે દોડતી કારની બ્રેકનો ચિત્કાર હજુ હવામાં ગુંજી રહ્યો હતો. રસ્તા ટાયર ઘસાવાની કાળી લાઈનો પડી ગઈ હતી. આરવનો ચહેરો હવે કોઈ પ્રેમીનો નહોતો રહ્યો. એની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ હતી અને આંખોમાં એક ખૂંખાર, રક્તપીપાસુ જ્વાળામુખી સળગી ઊઠ્યો હતો. રોમાન્સની એ મખમલી ક્ષણોને સેકન્ડના હજારમા ભાગમાં મોત અને લોહીના ખેલએ બાનમાં લઈ લીધી હતી. ડૉ. વ્યાસે આરવના નિર્દોષ મિત્રો પર હાથ નાખવાની જીવલેણ ભૂલ કરી દીધી હતી. "આરવ... શું થયું?" આધ્યા ગભરાઈને સીટ પર જકડાઈ ગઈ. એણે આરવનું આટલું ભયાનક સ્વરૂપ ક્યારેય નહોતું જોયું. આરવની આંખોમાં ક્રોધ અને ચિંતાની ...વધુ વાંચો

20

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 20

ભાગ ૨૦: આરવનો ક્રોધ રૂમ નંબર ૪૦૪ માં મોતનો સન્નાટો આચ્છાદિત થઈ ગયો હતો. ભાઉરાવના ફોનની સ્ક્રીન પર દેખાઈ સળગતા લાઈટરની પેલી ભૂરી જ્યોત, આરવની આંખોમાં એક ભયાનક લાચારી બનીને પ્રતિબિંબિત થઈ રહી હતી. એક બાજુ જમીન પર લોહીલુહાણ પડેલા એના બે નિર્દોષ મિત્રો કેતન અને જિગ્નેશ હતા, અને બીજી બાજુ, હોસ્ટેલની નીચે પાર્ક કરેલી કારમાં ફસાયેલી આધ્યા! કારની ચારે તરફ પેટ્રોલ છંટાઈ ચૂક્યું હતું. ભાઉરાવના ચહેરા પર એક વિકૃત, વિજયી હાસ્ય પથરાઈ ગયું. "તારી એક ગોળી મારા મગજને વીંધી નાખશે કેપ્ટન, એ મને ખબર છે... પણ ગોળી છૂટતા પહેલાં જ મારા માણસના હાથમાંથી આ લાઈટર કાર પર પડશે. ...વધુ વાંચો

21

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 21

ભાગ ૨૧: અંધારાનો રક્ષક: ભાઉરાવના ગુંડાઓની ધોલાઈ રૂમની ટ્યુબલાઈટ અચાનક ઝબૂકવા લાગી હતી. આરવે પોતાના હાથમાં રહેલો લોખંડનો સળિયો તાકાતથી હવામાં ફંગોળ્યો. છન્ન્ન્ન્ક! સળિયો સીધો ટ્યુબલાઈટ પર વાગ્યો અને કાચના ટુકડાઓ સાથે રૂમ નંબર ૪૦૪ માં ઘોર અંધકાર છવાઈ ગયો. હવે આ અંધકાર કોઈ ડરપોક વિદ્યાર્થીનો રૂમ નહોતો, આ એક ટ્રેઇન્ડ RAW કમાન્ડોનું યુદ્ધનું મેદાન હતું. ભાઉરાવના માણસો અંધારામાં ડઘાઈ ગયા. એમને કશું જ દેખાતું નહોતું, પણ આરવની આર્મી ટ્રેનિંગ એને અંધારામાં પણ અવાજ અને શ્વાસ પરથી દુશ્મનની સ્થિતિ (પોઝિશન) પારખતા શીખવાડી ચૂકી હતી. અંધારામાં માત્ર હાડકાં તૂટવાના ભયાનક અવાજો અને ગુંડાઓની ચીસો ગુંજવા લાગી. કોઈ બોલીવુડ હીરોની જેમ ...વધુ વાંચો

22

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 22

ભાગ ૨૨: મેડિકલ ઇમરજન્સી: ગોલ્ડન અવરમાં આરવનો ચમત્કાર કેતનનો પેલો ફાટી ગયેલો અવાજ રાતના એ અંધકારમાં કોઈ કાળમીંઢ પથ્થરની આરવ અને આધ્યાના કાન પર ટકરાયો. "જીગો મરી જશે!" આ શબ્દો સાંભળતા જ આરવે સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર સીધી હોસ્ટેલના દાદરા તરફ દોટ મૂકી. આધ્યા પણ પોતાનો ડ્રેસ સાચવતી, હાંફતી હાંફતી એની પાછળ દોડી. ત્રીજા માળના રૂમ નંબર ૪૦૪ નો નજારો હ્રદય કંપાવી દે તેવો હતો. અંધારામાં મોબાઇલની ફ્લેશલાઈટના અજવાળામાં જિગ્નેશ જમીન પર તરફડી રહ્યો હતો. એની જમણી બાજુની છાતીમાંથી લોહીનો ફુવારો છૂટી રહ્યો હતો. પેલા ગુંડાએ અંધારામાં છરો સીધો એની પાંસળીઓની વચ્ચે ઉતારી દીધો હતો. કેતન પોતાના લોહીવાળા ...વધુ વાંચો

23

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 23

ભાગ ૨૩: ડૉક્ટર્સ આશ્ચર્યમાં: "આ જીવ કોણે બચાવ્યો?" ઇમરજન્સી વોર્ડની બહાર ફિનાઈલ અને દવાની તીવ્ર ગંધ હવામાં તરતી હતી. ઠંડી, સફેદ ટ્યુબલાઈટના પ્રકાશમાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી. કેતન હજુ પણ પોતાના લોહીવાળા કપડે ભોંયતળિયે બેસીને એકીટસે ઓપરેશન થિયેટરની લાલ લાઈટ સામે તાકી રહ્યો હતો. આરવ એક થાંભલા પાસે દીવાલને અડીને ઊભો હતો. એની નજર પોતાના ખિસ્સામાં પડેલી પેલી નીલમ જડેલી ચાંદીની વીંટી પર હતી. આધ્યા ધીમા પગલે આરવની પાસે આવી અને કોઈ પણ શબ્દ બોલ્યા વગર એણે પોતાનું માથું આરવના ખભા પર ટેકવી દીધું. આ એક એવી રાત હતી જેણે એમને ઉંમર કરતા વધુ મેચ્યોર બનાવી દીધા હતા. ...વધુ વાંચો

24

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 24

ભાગ ૨૪: આધ્યાની નજરમાં આરવ માટે અનહદ પ્રેમ હોસ્પિટલના એ શાંત કોરિડોરમાં ડૉ. મિહિરના ચહેરા પરનો રંગ સંપૂર્ણપણે ઊડી હતો. આરવની એ કાતિલ, અર્થસભર ચેતવણી મિહિરની કરોડરજ્જુમાં બરફની જેમ ઉતરી ગઈ હતી. આરવે બહુ જ શાંતિથી મિહિરના ખભા પરથી પોતાનો હાથ હટાવી લીધો. અત્યારે આ ભીડવાળી હોસ્પિટલમાં મિહિરને મારવાનો કોઈ જ અર્થ નહોતો. એક ટ્રેઇન્ડ RAW એજન્ટ ક્યારેય નાની માછલી માટે તળાવ ડહોળતો નથી, એ સીધો મગરમચ્છ (ડૉ. વ્યાસ) ના ગળા પર જ હાથ નાખે છે. "ધ્યાન રાખજો મિહિર સર," આરવે ધીમેથી હસતા હસતા કહ્યું, જાણે કોઈ સામાન્ય વાત કરી રહ્યો હોય. "અંધારામાં શિકાર કરવામાં ક્યારેક શિકારી પોતે જ ...વધુ વાંચો

25

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 25

ભાગ ૨૫: બે ધબકતા હ્રદયનું મિલન આકાશમાંથી કડાકાભેર ત્રાટકેલી વીજળીએ કેમ્પસના એ સુમસામ બગીચાને સેકન્ડના હજારમા ભાગ માટે અજવાળી મેઈન રોડ પર બ્રેક મારીને ઊભી રહેલી બે કાળા રંગની સ્કોર્પિયો કારના દરવાજા ખૂલ્યા, અને એમાંથી અસોલ્ટ રાઇફલ્સ (Assault Rifles) લઈને પાંચ શૂટર્સ બહાર નીકળ્યા. ડૉ. વ્યાસની હિટ-સ્ક્વોડ આરવ અને આધ્યાનું કાયમ માટે કાસળ કાઢવા આવી ચૂકી હતી. આરવે વીજળીની ઝડપે આધ્યાનો હાથ પકડ્યો. "આધ્યા, મારી પાછળ રહેજે!" આરવે કોઈ જ ગભરામણ વગર પોતાની ગ્લોક પિસ્તોલ કાઢી, પણ એને ખબર હતી કે ૯ એમએમની પિસ્તોલથી અસોલ્ટ રાઇફલ્સનો સામનો કરવો એટલે ખુલ્લી છાતીએ મોતને આમંત્રણ આપવું. વળી, અત્યારે એની પાસે માત્ર ...વધુ વાંચો

26

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 26

ભાગ ૨૬: ડ્રગ્સ કનેક્શન: ફેલ્કન દ્વારા મળેલા નવા પુરાવા જૂની સાયન્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં છવાયેલી એ રોમેન્ટિક અને નીરવ શાંતિ એક ભયાનક અવાજથી તૂટી ગઈ. ધડાડ્ડ! ધડાડ્ડ! બેઝમેન્ટના ભારે લોખંડી દરવાજા પર બહારથી જોરદાર પ્રહારો થવા લાગ્યા. ડૉ. વ્યાસના શૂટર્સ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરવાજાના મિજાગરા (Hinges) ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા. આધ્યાના હ્રદયના ધબકારા વધી ગયા, પણ હવે એની આંખોમાં ડર નહોતો. જ્યારે કોઈ સ્ત્રીને ખબર પડે કે એનો પ્રેમ એના માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી શકે છે, ત્યારે એ સ્ત્રીની હિંમત બમણી થઈ જાય છે. આધ્યાએ આરવનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. શહીદ મેજર ...વધુ વાંચો

27

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 27

ભાગ ૨૭: આરવની ઉદારતા હોસ્પિટલના જનરલ વોર્ડની બારીમાંથી સવારનો સોનેરી તડકો અંદર પ્રવેશી રહ્યો હતો, પણ રૂમ નંબર ૧૨ એક મધ્યમવર્ગીય લાચારીનો અંધકાર છવાયેલો હતો. જિગ્નેશ હવે હોશમાં હતો. એની છાતી પર પાટા બંધાયેલા હતા અને એના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાતી હતી. એની બાજુમાં પ્લાસ્ટિકની ખુરશી પર કેતન બેઠો હતો. કેતનના હાથમાં હોસ્પિટલના ફાર્મસીનું લાંબુ બિલ અને ખિસ્સામાંથી કાઢેલી અમુક ચોળાયેલી, જૂની નોટો હતી. "અલા જીગા..." કેતને અત્યંત ધીમા, રડમસ અવાજે કહ્યું, જેથી આસપાસના દર્દીઓ સાંભળી ના જાય, "દવાઓનું બિલ ૪૫૦૦ રૂપિયા થયું છે. અને મારી પાસે માત્ર ૧૨૦૦ રૂપિયા જ પડ્યા છે. તારા એટીએમમાં કંઈ છે?" જિગ્નેશે ...વધુ વાંચો

28

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 28

ભાગ ૨૮: ડૉ. વ્યાસની કેબિનમાં મધરાતે ઘૂસણખોરી રાતના અઢી વાગ્યા હતા. વરસાદ રોકાઈ ગયો હતો, પણ આખા સ્વામી વિવેકાનંદ કોલેજ કેમ્પસ પર ભેજવાળો, શ્વાસ રૂંધી નાખે એવો એક ભેંકાર સન્નાટો પથરાયેલો હતો. એડમિનિસ્ટ્રેટિવ બ્લોક અને ડીપાર્ટમેન્ટ બિલ્ડીંગની આસપાસ માત્ર બે સિક્યુરિટી ગાર્ડ્સ આંટા મારી રહ્યા હતા, અને સીસીટીવી કેમેરાની લાલ લાઈટો અંધારામાં ઝબૂકી રહી હતી. એક સામાન્ય માણસ માટે આ બિલ્ડીંગમાં ઘૂસવું અશક્ય હતું, પણ આરવ કોઈ સામાન્ય માણસ નહોતો. એણે સંપૂર્ણ કાળાં કપડાં પહેર્યા હતા. ગાર્ડ્સ જ્યારે બીજી તરફ વળ્યા, બરાબર એ જ સેકન્ડે આરવ અંધારામાંથી બહાર આવ્યો અને કોઈ ચિત્તાની જેમ દીવાલની પાઇપ પકડીને સડસડાટ ત્રીજા માળે ...વધુ વાંચો

29

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 29

ભાગ ૨૯: માઇક્રો-બગ્સ અને લાઈવ ઓડિયો ટ્રેકિંગ ડૉ. વ્યાસની કેબિનમાં સન્નાટો એવો હતો કે આરવ પોતાના ધબકારા પણ સાંભળી હતો. ટેબલની બિલકુલ સામે ખૂણે રહેલો દરવાજો ખૂલ્યો. અંદર પ્રવેશનાર વ્યક્તિના બૂટનો અવાજ કાર્પેટ પર દબાયેલો હતો, પણ આરવની RAW ટ્રેઈન્ડ ઇન્દ્રિયો માટે એ અવાજ કોઈ તોપના ગોળા જેવો હતો. ડૉ. વ્યાસના પગલાં ટેબલની પાસે આવીને અટક્યા. એણે પોતાની ખુરશી પાછળ કરી અને આરામથી બેઠો. ખુરશીની ઘર્ષણનો અવાજ આરવના માથા ઉપરથી પસાર થયો. જો ડૉ. વ્યાસે સહેજ પણ પગ લંબાવ્યો હોત, તો આરવનો બૂટ એમની નજરમાં આવી ગયો હોત! ડૉ. વ્યાસે ટેબલ પર રહેલા લેન્ડલાઈન ફોનનો રિસીવર ઉપાડ્યો. "હા... બધું ...વધુ વાંચો

30

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 30

ભાગ ૩૦: કોલેજ ફેસ્ટિવલ ડૉ. વ્યાસ ખુરશી પરથી નીચે ઝૂકી રહ્યા હતા. આરવનો લોખંડી હાથ ગ્લોક પિસ્તોલના ટ્રિગર પર જો વ્યાસની નજર આરવ પર પડી, તો આરવ પાસે એના માથામાં ગોળી ધરબી દેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહોતો. સેકન્ડો હથોડાની જેમ મગજ પર વાગી રહી હતી. બરાબર એ જ સેકન્ડે... ટ્રીન... ટ્રીન... ટ્રીન! ડૉ. વ્યાસના ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન અચાનક મોટેથી રણકી ઉઠ્યો! ફેલ્કન સર મેઈન સર્વર પરથી બધું લાઈવ સાંભળી રહ્યા હતા અને એમણે સમયસૂચકતા વાપરીને કોલેજના જ ઈન્ટરકોમ સિસ્ટમમાંથી ફેક-કોલ જનરેટ કર્યો હતો. ડૉ. વ્યાસનું ધ્યાન અચાનક ભટક્યું. એમણે ઝૂકવાનું માંડીવાળ્યું અને અકળાઈને ફોનનું રિસીવર ...વધુ વાંચો

31

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 31

ભાગ ૩૧: સાડીમાં સજ્જ આધ્યા કેમ્પસના એ અર્ધ-અંધારા ખૂણામાં, જૂના વડલાના ઝાડ નીચે ઊભેલો આરવ એકીટસે આધ્યાને આવતી જોઈ હતો. એક એવો માણસ જેણે ગોળીઓના અવાજ અને બર્ફીલી સરહદો વચ્ચે જિંદગી વિતાવી હતી, જેણે ભલભલા આતંકવાદીઓની આંખોમાં આંખો નાખીને એમને ડરાવ્યા હતા... એ શહીદ મેજર રઘુવીરસિંહનો ખડતલ દીકરો આજે આ ઘેરા લાલ રંગની સાડીમાં સજ્જ આધ્યાને જોઈને ખરેખર અંજાઈ ગયો હતો. આરવની ટ્રેઈન્ડ નજરો, જે હંમેશા આસપાસના ખતરાઓ અને દુશ્મનના હથિયારો શોધવા માટે ટેવાયેલી હતી, એ આજે આધ્યાના ચહેરા પરના નૂર, એના કપાળના કાળા ચાંદલા અને પવનમાં ઊડતા એના ખુલ્લા રેશમી વાળમાં અટવાઈ ગઈ હતી. આધ્યા ધીમા પગલે આરવની ...વધુ વાંચો

32

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 32

ભાગ ૩૨: ડબલ લાઈફનું ટેન્શન સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું વિશાળ ગ્રાઉન્ડ આજે હજારો વિદ્યાર્થીઓના કોલાહલ, ડીજે (DJ) ના કાન નાખતા બાસ (Bass) અને ઝગમગતી લેસર લાઈટ્સથી ધમધમી રહ્યું હતું. સ્ટેજ પરથી કોઈ પ્રખ્યાત સિંગર બોલિવૂડનું રોમેન્ટિક ગીત ગાઈ રહ્યો હતો. આધ્યા અને આરવ ભીડની બિલકુલ વચ્ચે ઊભા હતા. લાલ સાડીમાં સજ્જ આધ્યાનો ચહેરો લેસર લાઈટ્સના પ્રકાશમાં કોઈ પેઇન્ટિંગ જેવો સુંદર લાગી રહ્યો હતો. એણે પોતાનો હાથ આરવના હાથમાં પરોવી રાખ્યો હતો અને એની નજરો માત્ર આરવ પર જ જડાયેલી હતી. દુનિયાની નજરમાં આ એક અત્યંત રોમેન્ટિક કપલ હતું, જે પોતાના પ્રેમની દુનિયામાં ખોવાયેલું હતું. પણ... આરવની દુનિયા અત્યારે બિલકુલ ...વધુ વાંચો

33

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 33

ભાગ ૩૩: શૅડોનો પર્દાફાશ જૂની એનાટોમી લેબની લાંબી, અંધારી પરસાળમાં આરવ અને આધ્યા પ્રવેશી ચૂક્યા હતા. બહાર વાગતા ડીજેનો અહીં એકદમ ધીમો થઈ ગયો હતો. ફોર્મેલીન (Formalin) ની આછી ગંધ હવામાં તરી રહી હતી. આરવ અચાનક રોકાઈ ગયો. એની RAW ટ્રેઈન્ડ ઈન્દ્રિયોએ પાછળ આવી રહેલા પગલાંઓનો અવાજ પારખી લીધો હતો. "આધ્યા..." આરવે અત્યંત શાંતિથી આધ્યાના ચહેરા પર આવતી લટ સરખી કરતા કહ્યું, "તું બે મિનિટ માટે આ લેબની અંદર જઈને દરવાજો બંધ કરી દે. મારે એક 'જૂના મિત્ર' સાથે થોડી વાત કરવી છે." આધ્યાને આરવની આંખોમાં રહેલી ગંભીરતા સમજાઈ ગઈ. એણે કોઈ દલીલ કર્યા વગર ચૂપચાપ અંદર જઈને દરવાજો ...વધુ વાંચો

34

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 34

ભાગ ૩૪: આરવનું રોદ્ર સ્વરૂપ બોય્ઝ હોસ્ટેલની લોબીમાં મચેલા હાહાકાર વચ્ચે આરવ કોઈ મશીનની જેમ કામ કરી રહ્યો હતો. ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું, જ્યારે આરવ અત્યંત કુશળતાથી વિદ્યાર્થીઓને સીપીઆર (CPR) આપીને એમના શ્વાસ પાછા લાવી રહ્યો હતો. થોડી જ મિનિટોમાં જે વિદ્યાર્થીઓ મોતની નજીક હતા, એમના શરીરમાં હલનચલન દેખાયું. આધ્યા અને આરવની આ ટીમવર્ક જોઈને આખી કોલેજ સ્તબ્ધ હતી. પણ આરવનું મન અહીં નહોતું. એનું મન એ ટ્રકો પર હતું જે કોલેજના પાછલા ગેટથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નીકળવાની હતી. આરવે પોતાની સ્માર્ટવોચ પર જોયું. ફેલ્કનનો મેસેજ હતો: "ટ્રક હજુ ગેટ પર જ છે, કેપ્ટન. ડ્રાઈવર દસ્તાવેજ ચેક ...વધુ વાંચો

35

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 35

ભાગ ૩૫: સાયકોલોજીકલ વોરફેર રાતના ત્રણ વાગ્યા હતા. કોલેજના ગ્રાઉન્ડમાં ડીજેનો ઘોંઘાટ હવે શાંત થઈ ગયો હતો અને આખા એક ભેંકાર, કાળમીંઢ સન્નાટો પથરાયેલો હતો. એચઓડી (HOD) ની એસી કેબિનમાં ડૉ. વ્યાસ પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠા હતા. એમના હાથમાં મોંઘી સ્કોચ વ્હિસ્કીનો ગ્લાસ હતો. એમના ચહેરા પર એક ક્રૂર, વિજયી સ્મિત હતું. એમની ગણતરી મુજબ, અત્યાર સુધીમાં ડ્રગ્સની બંને ટ્રક હાઈવે ક્રોસ કરી ચૂકી હશે અને આધ્યા... આધ્યા કદાચ હોસ્ટેલના કોઈ ખૂણે હંમેશા માટે શાંત થઈ ગઈ હશે. ડૉ. વ્યાસે ઘડિયાળમાં જોયું. ડૉ. મિહિરનો કે સપ્લાયર્સનો હજુ સુધી કોઈ રિપોર્ટ કેમ નહોતો આવ્યો? એમની અંદર એક અજીબ પ્રકારની ...વધુ વાંચો

36

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 36

ભાગ ૩૬: પરીક્ષાનો તણાવ યુથ ફેસ્ટિવલની એ ભયાનક રાતને વીત્યે હવે ત્રણ અઠવાડિયાં થઈ ચૂક્યા હતા. ડૉ. વ્યાસની હાલત પાંજરામાં પૂરાયેલા અને નખ કપાઈ ગયેલા કોઈ વૃદ્ધ વાઘ જેવી થઈ ગઈ હતી. એમની કેબિનમાં હવે કોઈ ષડયંત્રો નહોતા ઘડાતા, પણ આરવનો અદ્રશ્ય ડર એમને રાત-દિવસ કોરી રહ્યો હતો. કેમ્પસમાં શાંતિ હતી, અને ડ્રગ્સનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. પણ... મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવો અને સૌથી મોટો 'ડર' દરવાજે ટકોરા મારી રહ્યો હતો— સેકન્ડ યર યુનિવર્સિટી એક્ઝામ્સ! (દ્વિતીય વર્ષની વાર્ષિક પરીક્ષાઓ). બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ નું દ્રશ્ય કોઈ યુદ્ધ પછીના મેદાનની તબાહી જેવુ હતું. પથારી પર ...વધુ વાંચો

37

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 37

ભાગ ૩૭: યુનિવર્સિટી ટોપર સેકન્ડ યર MBBS ની યુનિવર્સિટી પરીક્ષાઓ પૂરી થયાને બે મહિના વીતી ચૂક્યા હતા. આજે સ્વામી મેડિકલ કોલેજના મુખ્ય નોટિસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓનું મોટું ટોળું જમા થયું હતું. આજે પરિણામનો દિવસ હતો! વિદ્યાર્થીઓના ધબકારા તેજ હતા. કોઈ પોતાના ભગવાનને યાદ કરી રહ્યું હતું, તો કોઈ આંગળીઓના નખ કરડી રહ્યું હતું. ભીડ ચીરીને કેતન અને જિગ્નેશ નોટિસ બોર્ડ સુધી પહોંચ્યા. બંનેની આંખો રિઝલ્ટ શીટ પર પોતાના રોલ નંબર શોધી રહી હતી. અચાનક જિગ્નેશ મોટેથી કૂદી પડ્યો! "અલા કેતિયા! હું પાસ! હું ફાર્માકોલોજી અને માઇક્રોબાયોલોજી... બધામાં પાસ થઈ ગયો!" જિગ્નેશની આંખોમાં હરખના આંસુ આવી ગયા. કેતને પણ પોતાનો ...વધુ વાંચો

38

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 38

ભાગ ૩૮: આધ્યાના પિતા સાથે આરવની પહેલી મુલાકાત સાંજના સાડા છ વાગ્યા હતા. સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજમાં ઓગળી રહ્યો અને કેમ્પસના બગીચામાં સોનેરી આછો તડકો પથરાયેલો હતો. કોલેજના વીઆઈપી ગેસ્ટ હાઉસના ગાર્ડનમાં એક અત્યંત પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિત્વ ધરાવતા પ્રૌઢ વ્યક્તિ ઊભા હતા. સફેદ શર્ટ, ગ્રે પેન્ટ અને ચહેરા પર એક કડક, શિસ્તબદ્ધ પિતાનો રૂઆબ. એ હતા આધ્યાના પિતા— શ્રી દુષ્યંત દેસાઈ. આધ્યા ધીમા પગલે બગીચામાં પ્રવેશી, અને એની પાછળ પાછળ બે ડગલાં અંતર રાખીને આરવ આવી રહ્યો હતો. જે આરવ દુશ્મનોની બંદૂકો સામે આંખનું મટકું માર્યા વગર ઊભો રહી શકતો હતો, એ આરવના હ્રદયના ધબકારા આજે પહેલીવાર એક ...વધુ વાંચો

39

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 39

ભાગ ૩૯: ફેલ્કનનો ડેટા બ્રિચ રાતના બે વાગ્યા હતા. બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ માં જિગ્નેશ અને કેતન ઘોર હતા. પરીક્ષાના પરિણામની ખુશી અને સાંજે કેન્ટીનની પાર્ટીના થાકને લીધે બંનેના નસકોરાં કોઈ લયબદ્ધ સંગીતની જેમ ગુંજી રહ્યા હતા. પણ રૂમની અગાસી પર, ચાંદની રાતના આછા પ્રકાશમાં આરવની આંખો માં ઊંઘ નહોતી. આરવના હાથમાં એક અત્યાધુનિક, મિલિટરી ગ્રેડનું એન્ક્રિપ્ટેડ ટેબ્લેટ હતું. એની આંખો સ્ક્રીન પર દોડી રહી હતી. એણે ટેબ્લેટને પોતાની સ્માર્ટવોચ સાથે સિંક કર્યું. સ્ક્રીન પર ધીમેથી એક ગ્રીન લાઈટ ઝબૂકી અને અવાજ આવ્યો: "કનેક્શન સિક્યોર્ડ, કેપ્ટન." સામે છેડે દિલ્હી હેડક્વાર્ટરના ગુપ્ત રૂમમાંથી ફેલ્કન સર લાઈવ હતા. "જય હિન્દ, ...વધુ વાંચો

40

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 40

ભાગ ૪૦: શહીદ એજન્ટની છેલ્લી ચિઠ્ઠી સવારના ચાર વાગ્યા હતા. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું કેમ્પસ હજુ ગાઢ નિદ્રામાં હતું. ગુલાબી ઠંડી અને વહેલી સવારના ધુમ્મસ વચ્ચે, ફાર્માકોલોજી વિભાગની જૂની રિસર્ચ લેબ તરફ એક પડછાયો અત્યંત સાવચેતીથી સરકી રહ્યો હતો. આરવ! આ એ જ રિસર્ચ લેબ હતી, જ્યાં આઠ મહિના પહેલાં RAW ની બાહોશ એજન્ટ ડૉ. નૈના જોશીએ પોતાનું અન્ડરકવર મિશન ચલાવ્યું હતું. પોલીસના ચોપડે નૈનાએ આ જ રૂમમાં 'આત્મહત્યા' કરી હતી, પણ આરવ જાણતો હતો કે અહીં માતૃભૂમિ માટે એક શહીદી વહોરવામાં આવી હતી. લેબના દરવાજા પર જૂનું તાળું લટકી રહ્યું હતું. આરવે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો સ્ટીલનો વાયર ...વધુ વાંચો

41

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 41

ભાગ ૪૧: આધ્યા પર હુમલો પરોઢના સાડા ચાર વાગ્યા હતા. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનું કેમ્પસ અત્યારે ગાઢ ધુમ્મસની ચાદરમાં હતું. વિઝિબિલિટી (દ્રશ્યમાનતા) બિલકુલ નહિવત હતી. સ્ટ્રીટ લાઈટ્સનો આછો પીળો પ્રકાશ ધુમ્મસમાં એક અજીબ પ્રકારનો ભેંકાર માહોલ ઊભો કરી રહ્યો હતો. આધ્યા હમણાં જ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની નાઈટ-ડ્યુટી પૂરી કરીને ગર્લ્સ હોસ્ટેલ તરફ એકલી પાછી ફરી રહી હતી. એના ખભા પર સ્ટેથોસ્કોપ હતું અને ચહેરા પર ઉજાગરાનો થાક હતો, પણ મનમાં આરવના વિચારોને કારણે એક હળવું સ્મિત રમી રહ્યું હતું. પણ એ અજાણ હતી કે ધુમ્મસની આડમાં મોત એનો પીછો કરી રહ્યું હતું! બોટનિકલ ગાર્ડનના જૂના વડલા પાછળ બે ...વધુ વાંચો

42

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 42

ભાગ ૪૨: ભાઉરાવના મેઈન અડ્ડા પર આરવની રેડ અમદાવાદ શહેરની બહાર, નારોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો છેવાડાનો વિસ્તાર. અહીં એક જૂની, બંધ પડેલી ટેક્સટાઈલ મિલ હતી. બહારથી આ જગ્યા ખંડેર લાગતી હતી, પણ અંદરથી આ અંડરવર્લ્ડ ડોન ભાઉરાવનો મેઈન અડ્ડો હતો. મિલની ચારે બાજુ દસ-દસ ફૂટ ઊંચી દીવાલો હતી, જેના પર કાચના ટુકડા અને કાંટાળી તાર લગાવેલી હતી. મેઈન ગેટ પર એકે-૪૭ (AK-47) લઈને બે પહેરેદારો ઊભા હતા અને આખા કમ્પાઉન્ડમાં હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા ફરતા હતા. અહીં કોઈ પોલીસ કે તપાસ એજન્સી પણ ડાયરેક્ટ રેડ પાડતા પહેલા સો વાર વિચાર કરે! પણ મિલની પાછળની અંધારી ગલીમાં, એક કાળો પડછાયો શિકાર માટે ...વધુ વાંચો

43

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 43

ભાગ ૪૩:ભાઉરાવની શરણાગતિ ગોડાઉનના એ પીળા અને ઝાંખા પ્રકાશમાં સમય જાણે થંભી ગયો હતો. "શૂટ હિમ! મારી નાખો આને!" પોતાની ખુરશી પાછળ લપાતા, ડરથી ફાટેલા અવાજે બૂમ પાડી. પાંચેય ગુંડાઓએ પોતાની પિસ્તોલના ટ્રિગર દબાવ્યા. ધાડ્ડ! ધાડ્ડ! પણ ગોળીઓ જ્યાં વાગી, ત્યાં આરવ હતો જ નહિ! ગોળી છૂટવાની માઇક્રો-સેકન્ડ પહેલાં જ આરવના પગના સ્નાયુઓ સ્પ્રિંગની જેમ ખૂલ્યા હતા અને એણે જમીન પર એક અત્યંત ઝડપી ટેક્ટિકલ રોલ (Tactical Roll) ખાઈને ફાયરિંગ લાઈન (Line of Fire) ખાલી કરી દીધી હતી. હવે આરવ ગુંડાઓની બિલકુલ વચ્ચે હતો. ક્લોઝ-ક્વાર્ટર કોમ્બેટ (Close-Quarter Combat - CQC) માં RAW કમાન્ડોનો સામનો કરવો એ મોતને ભેટવા બરાબર ...વધુ વાંચો

44

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 44

ભાગ ૪૪: ડૉ. વ્યાસનો પર્દાફાશ અને કોલેજમાં ડરનો અંત સવારના છ વાગ્યા હતા. સૂર્યનાં પ્રથમ કિરણો હજુ કેમ્પસ પર તૈયારીમાં હતા. એચઓડી (HOD) ક્વાર્ટર્સમાં ડૉ. વ્યાસની હાલત અત્યારે કોઈ પાગલ માણસ જેવી થઈ ગઈ હતી. એમના માથા પર પરસેવો વળી ગયો હતો અને હાથ ધ્રૂજી રહ્યા હતા. રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. એમણે પોતાની બ્લેક લેધરની બ્રીફકેસમાં થોકબંધ રોકડ રકમ, અમુક પેન-ડ્રાઈવ્સ અને એક ફેક (નકલી) પાસપોર્ટ ઠાંસી-ઠાંસીને ભર્યા. છેલ્લા એક કલાકથી ભાઉરાવનો ફોન સ્વીચ-ઓફ આવી રહ્યો હતો, જેનો સીધો અર્થ ડૉ. વ્યાસ સમજી ગયા હતા કે ભાઉરાવનો અડ્ડો પકડાઈ ચૂક્યો છે. હવે જો પોતે એક કલાક પણ શહેરમાં ...વધુ વાંચો

45

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 45

ભાગ ૪૫: RAW ના ગુપ્ત સેલને ગુનેગારોની સોંપણી અમદાવાદ શહેરની બહાર, એસ.જી. હાઈવેથી દૂર એક અવાવરું લાગતી ઇમારતના ભોંયરામાં અત્યંત હાઈ-ટેક, ગુપ્ત 'બ્લેક-ઓપ્સ' (Black-Ops) ઇન્ટ્રોગેશન સેલ આવેલો હતો. અહીંના નિયમો કાયદાના ચોપડાથી નહિ, પણ રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોટોકોલથી ચાલતા હતા. ખુરશીઓ પર બે માણસોના હાથ-પગ લોખંડની સાંકળોથી બાંધેલા હતા અને એમના માથા પર કાળું કપડું પહેરવેલું હતું. અચાનક એ કાળું કપડું હટયું ને ડૉ. વ્યાસ અને ભાઉરાવની આંખો અંજાઈ ગઈ. સામે દીવાલ પર એક મોટો લોગો હતો— R&AW (Research and Analysis Wing). લોગો જોતાં જ ડૉ. વ્યાસના હોશ ઉડી ગયા. એમના ગળાનું થૂંક સુકાઈ ગયું. જેમને તેઓ સામાન્ય પોલીસ કે ...વધુ વાંચો

46

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 47

ભાગ ૪૭: ગ્રેજ્યુએશન ડે: મેડલ્સ, સ્ટેથોસ્કોપ અને ગર્વ સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજનો ભવ્ય કન્વોકેશન હોલ (Convocation Hall) આજે કોઈ ઉત્સવના મેદાન જેવો લાગી રહ્યો હતો. વિશાળ ઝુમ્મરોની રોશનીથી આખો હોલ ઝગમગી રહ્યો હતો. આજે એ દિવસ હતો, જેનું સપનું દરેક મેડિકલ વિદ્યાર્થી સાડા પાંચ વર્ષની આકરી તપસ્યા પછી જોતો હોય છે. કાળા રંગના એકેડેમિક ગાઉન (Gown) અને માથા પર સ્ક્વેર કેપ પહેરેલા સેંકડો યુવાનોના ચહેરા પર એક અદભુત તેજ હતું. હોલની એક બાજુએ, જિગ્નેશના પિતા, જેઓ ખાસ ગામડેથી આ પ્રસંગ માટે આવ્યા હતા, એમના આંખમાંથી હરખના આંસુ વહી રહ્યા હતા. એમણે માથા પરનો પાઘડીનો છેડો આંખે લૂછતાં કેતનના પિતાને ...વધુ વાંચો

47

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 46

ભાગ ૪૬: આઝાદીનો શ્વાસ: ડ્રગ-ફ્રી કેમ્પસ અને વીતતાં વર્ષો સમય કોઈની રાહ જોતો નથી. સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના કેમ્પસમાં બદલાતી ગઈ. શિયાળાનું ધુમ્મસ, ઉનાળાની બળબળતી બપોર અને ચોમાસામાં વરસાદથી ભીંજાતા કોલેજના રસ્તાઓ... સમયના રથના પૈડાં ફરતા રહ્યા. સમય રેત ની માફક સરી રહ્યો હતો. એક... બે... અને જોતજોતામાં ત્રણ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો! ડૉ. વ્યાસની ધરપકડ પછી કેમ્પસમાં જે આઝાદીનો પવન ફૂંકાયો હતો, એણે કોલેજની આખી રોનક બદલી નાખી હતી. ડ્રગ્સના એ કાળા ઓછાયા કાયમ માટે ભૂંસાઈ ગયા હતા. હવે રાત્રે હોસ્ટેલની અગાસીઓ પર છૂપી ડીલિંગ્સ નહોતી થતી, પણ સિનિયર્સ અને જુનિયર્સ મળીને પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. આ ...વધુ વાંચો

48

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 48

ભાગ ૪૮: લગ્નની શરણાઈઓ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયાને બે મહિના વીતી ચૂક્યા હતા. પીડિયાટ્રિક રેસિડેન્સી શરૂ થવામાં હજુ થોડો બાકી હતો, અને આ સમયગાળાને બંને પરિવારોએ એક પવિત્ર બંધનમાં ફેરવી નાખવાનો નિર્ણય લીધો હતો. આધ્યાના પિતા, શ્રી દુષ્યંત દેસાઈના આલીશાન બંગલાને આજે નવવધૂની જેમ શણગારવામાં આવ્યો હતો. આખા ઘરમાં ગલગોટાના પીળા ફૂલોની મહેક અને ઝગમગતી સિરીઝની રોશની પથરાયેલી હતી. ઘરમાં સગા-સંબંધીઓની ચહલ-પહલ, સ્ત્રીઓના મધુર અવાજમાં ગવાતા લગ્નગીતો અને શરણાઈના ધીમા સૂરોએ વાતાવરણને એક અદભુત દિવ્યતા અર્પી દીધી હતી. આજે આધ્યાની મેંદીની રસમ હતી. ડ્રોઇંગ રૂમમાં, આછા લીલા રંગના લહેંગામાં સજ્જ આધ્યા સોફા પર બેઠી હતી. એના હાથ અને પગમાં ...વધુ વાંચો

49

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 49

ભાગ ૪૯: સાત ફેરા અને એક કાયમી બંધન અમદાવાદની ગુલાબી ઠંડીવાળી સાંજ ધીમે ધીમે એક સુંદર અને તારાઓથી ભરેલી ફેરવાઈ રહી હતી. શહેરના એક અત્યંત ભવ્ય અને શાહી રિસોર્ટમાં લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો હતો. આખા રિસોર્ટને રજવાડી થીમ પર શણગારવામાં આવ્યો હતો. ચોમેરથી આવતી ગુલાબ અને મોગરાની સુગંધ, અને બેકગ્રાઉન્ડમાં વાગતા ધીમા શરણાઈના સૂરોએ વાતાવરણને એકદમ દિવ્ય બનાવી દીધું હતું. ગ્રીન રૂમમાં, અરીસા સામે ડૉ. આરવ શર્મા ઊભો હતો. આજે એણે કોઈ સાદો શર્ટ કે એપ્રન નહોતું પહેર્યું. એના શરીર પર ક્રીમ અને ગોલ્ડન રંગની અત્યંત આકર્ષક રજવાડી શેરવાની હતી, માથા પર મરૂન રંગનો સાફો હતો અને કમર પર ...વધુ વાંચો

50

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 50

ભાગ ૫૦: રિસેપ્શનમાં ફેલ્કનનો ગુપ્ત મેસેજ લગ્નના પવિત્ર સાત ફેરા ફર્યા પછીની સાંજ. અમદાવાદની ફાઈવ-સ્ટાર હોટેલ 'ધ ગ્રાન્ડ ભગવતી' વિશાળ બેન્ક્વેટ હોલ આજે કોઈ હોલીવુડ ફિલ્મના સેટ જેવો લાગી રહ્યો હતો. ધીમું પિયાનો મ્યુઝિક, ક્રિસ્ટલના ઝુમ્મરો અને હજારો ઓર્કિડ ફૂલોની સજાવટ. આજે ડૉ. આરવ અને ડૉ. આધ્યાનું વેડિંગ રિસેપ્શન હતું. સ્ટેજ પર ઉભેલું આ નવદંપતી કોઈ રાજકુમાર અને રાજકુમારીથી ઓછું નહોતું લાગી રહ્યું. આરવે આજે અત્યંત શાર્પ, બ્લેક કલરનો ઇટાલિયન ટક્સીડો (Tuxedo) પહેર્યો હતો. એના પહોળા ખભા અને ફિટ બોડી પર આ સૂટ અદભુત લાગતો હતો. જ્યારે આધ્યાએ પીચ (Peach) અને સિલ્વર કલરનું અત્યંત આકર્ષક ઇવનિંગ ગાઉન પહેર્યું હતું. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો