કેસ નંબર ૩૬૯ "સત્યની શોધ"

(4.1k)
  • 304k
  • 194
  • 158k

મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે. ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે. એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે. સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ બતાવ્યું છે. મારો સંપૂર્ણ પ્રયાસ હશે કે ખુબ રસપ્રદ અને રહસ્યથી ભરપૂર નવલકથા લખી શકું. આપનો સહયોગ પ્રાપ્ત થશે તો અવશ્ય સારી નવલકથા લખી શકીશ. આપનો અમૂલ્ય સમય ફાળવી મારી નવી નવલકથા વાંચી, અભિપ્રાય આપવા વિનંતી છે.

Full Novel

1

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 1

નમસ્કાર વ્હાલા મિત્રો. મારી પ્રથમ નવલકથા ત્રણ વિકલ્પને આપ લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે એના હું આપની ખૂબ ખૂબ આભારી છું. હવે હું તમારી સમક્ષ એક બીજી નવલકથા લઈને ઉપસ્થિત છું. આશા રાખું છું મારી નવી નવલકથા પણ આપ લોકોને પસંદ આવશે. મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે. ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે. એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે. સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ ...વધુ વાંચો

2

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 2

પ્રકરણ : ૨ કરણને ખબર નથી પડતી કે કયા અપરાધી સાથે અને કેવી રીતે વાતની શરૂઆત કરવી જોઈએ. વિચાર કરતો ઊભો હોય છે ત્યાં છેલ્લી કોટડીની અંદરના અપરાધીનો અવાજ જેલમાં ચારે બાજુ ગુંજે છે. “ગુડ મોર્નિગ કરણભાઈ... આવી ગયા તમે... હું તમારી જ રાહ જોતો હતો...” વાક્ય સાંભળી હાજર બધાને એકસાથે ઝટકો લાગે છે. કરણ તો મોઢું ફાડી કોટડીની અંદર બેઠેલા અપરાધીની પીઠ જોયા કરે છે. એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. વિચારે છે આ કયો નામચીન અપરાધી છે જે એને કરણભાઇ કહી બોલાવે છે? રીઢા ગુનેગારો કોઈ દિવસ પોલીસને માનથી બોલાવે નહીં. પોતે આવ્યો એ એને ...વધુ વાંચો

3

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 3

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૩ ખત્રી: “યસ કરણ... આ મારે લેવાનો છે. Dy.s.p. સરથી ભૂલ થઈ ગઈ હતી... કાલે જ મારે આ કેસ લેવાનો હતો... પણ એમની શરતચૂકથી આ કેસ તને અપાઈ ગયો...” સંજય અને વિશાલ તો બુતની જેમ એકબીજા સામે જોવા લાગ્યા પણ કરણ જોરથી હસવા લાગ્યો. એના હસવાનો અવાજ પોલીસ સ્ટેશનની ચારેબાજુ ગુંજવા લાગ્યો. ખત્રી: “Dy.s.p. સરે પૂછવાનું કહ્યું છે કે,તું આરોપીને મળ્યો છું?, કેસ ફાઇલ જોઈ છે?” કરણ શાંત અવાજે કહે છે: “ના હું આરોપીને મળ્યો નથી અને મેં ફાઇલ વાંચી નથી...” કેસ નંબર - ૩૬૯ જ્યારથી શરદાનગર ...વધુ વાંચો

4

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 4

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૪ “સંજય... તમે બન્નેએ કેસ અને પુરાવા જોયા હતા ને?” બન્ને હકારમાં માથું હલાવે છે. “ગુડ... હવે તમારે બન્ને એ એક નવી ફાઇલ બનાવવાની છે...” સંજય અને વિશાલને કરણ પાસે કોઈ આવા પગલાંની જ અપેક્ષા હતી. આ કેસ રહસ્યના પડદા ખોલવા માટે કાર્યરત થઈ રહ્યો હતો. કરણ અને એની ટીમને એક પછી એક એવા રહસ્યો ખોલવાના હતા જેની કલ્પના પણ એ લોકોને નહોતી. સંજય મનમાં અપરાધીની વાત યાદ કરે છે. આ કેસથી ખરેખર કરણ દૂર રહી શકશે નહીં. એ સાચું બોલ્યો હતો. જેના કિસ્મતમાં જે વખતે જે ...વધુ વાંચો

5

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 5

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૫ કરણ જાતે ત્રીજા અપરાધીનું નામ છે: “વિક્રાંત ગાંધી......” કરણ એક હાથ સંજયનાં ખભા પર અને બીજો હાથ વિશાલનાં ખભા પર મૂકે છે.: “વિક્કી... વિક્રાંત ગાંધીનું હુલામણું નામ... મારા નાનપણનાં ભેરું અર્જુન ગાંધીનો નાનો ભાઈ...” કરણ આટલું વાક્ય બોલી ભૂતકાળમાં સરવાની તૈયારીમાં હતો. ત્યાં યાદ આવે છે એને હોસ્પિટલ જવાનું છે. જ્યારે સંજય અને વિશાલને એક નવો ઝટકો લાગ્યો હતો. બન્નેને પર્વતસિંહ રાઠોડનું અચાનક બીમાર થવાનું નાટક પણ સમજાય છે. અપરાધીનો આત્મવિશ્વાસ અને કરણનું મુંજાવું પણ થોડું સમજમાં આવે છે. સંજય અને વિશાલ ખભા પર મૂકેલા કરણનાં ...વધુ વાંચો

6

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 6

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૬ સંજય અને વિશાલ કેસ નંબર ૩૬૯ના સત્યની શોધની શરૂઆત બસ થોડી ક્ષણોમાં શરૂ કરવાના હતા જેનાથી અસલી ગુનેગારો અજાણ હતા. બન્નેને આ કામ કરવાની ખુશી વધારે હતી કારણકે આજ પહેલાં એ લોકોએ ગુનેગારો વિરુધ્ધ પુરાવા શોધવા માટે કામ કર્યુ હતું. આ વખતે પહેલી વાર એવું બન્યું હતું કે એ લોકો નિર્દોષ અપરાધીઓને બચાવવા માટે કામ કરવાના હતા. જ્યારે તમને ખબર હોય કે અપરાધીએ સાચ્ચે ગુનો કર્યો છે, ત્યારે એના વિરુધ્ધ પુરાવા એની ભૂલમાંથી શોધવાના હોય છે. આ વખતે માત્ર એ લોકોને એટલી ખબર હતી કે ત્રણેય ...વધુ વાંચો

7

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 7

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૭ કરણ રેસ્ટોરન્ટમાં આવી એક ખાલી પર બેસે છે અને નર્સને ઈશારો કરી ત્યાં આવવા જણાવે છે. નર્સ એક અંજાન પોલીસને પિતાની કઈ અસલિયત જાણવી છે એની અટકળ લગાવતી કરણની બાજુમાં ખુરશી પર બેસે છે. નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. એનો ડરામણો ચહેરો ચડી ખાતો હતો કે નોકરીમાંથી હાથ ધોવાની વાત આવી એટલે એ કરણને મળવા આવી હતી. કરણ બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર હતો. અનેક ગુનેગારોને કોર્ટ અને રિમાન્ડથી બચવા બીમારીનો ઢોંગ કરતા એણે જોયા હતા. નાટક છે કે સચ્ચાઈ એ પલંગ પર સૂતેલા વ્યક્તિને જોઈ તરત કળી ...વધુ વાંચો

8

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 8

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૮ વિક્રાંત: “આપનો ખૂબ આભાર સર... પહેલી વાત અમારા પર જેટલા ચાર્જ લગાવવામાં આવ્યા છે એ બધા ખોટા છે... બીજી વાત રિમાન્ડ પર જતાં પહેલા મારે નીલિમાને હોસ્પિટલમાં જોવા જવું છે...” વિક્રાંતની બીજી વાત સાંભળી કોર્ટમાં ઊંચા અવાજે ગુસપુસ શરૂ થઈ હતી. આવું કદાચ દુનિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે અપરાધી એ જ છોકરીને હોસ્પિટલમાં મળવા જવાની વાત કરતો હતો, જેના પર ગેંગરેપ કરવાનો આરોપ હતો. સરકારી વકીલે જ્યાં સુધી ગુનેગારોના આરોપ રજૂ કર્યા ત્યાં સુધી કોર્ટમાં શાંતિ પથારીયેલી હતી. વિક્રાંતની રજૂઆત સાંભળી ટોળાંમાંથી બે-ત્રણ માણસોએ ઊંચા અવાજે ...વધુ વાંચો

9

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 9

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૯ વિશાલના ધાર્યા પ્રમાણે એના શબ્દોની થઈ હતી. એની વાત પૂરી થાય એ પહેલા શુક્લા બહાર આવ્યો હતો. વિશાલ શુક્લા સામે જોવાના બદલે ટેબલ પર બેઠેલા ઇન્સ્પેક્ટર સામે જોતો હતો. એ ઇન્સ્પેક્ટરને પણ ઝાટકો લાગ્યો હતો. વિશાલ ઇન્સ્પેક્ટરને જોતો હતો પણ શુક્લા અને ઇન્સ્પેક્ટર એકબીજા સામે જોઈ ઇશારાથી વાત કરતા હતા. વિશાલને એ વાતની ખુશી થાય છે કે દાવ બરાબર પડ્યો છે. સાથે એને કોઈ ઓળખી ના જાય તથા કોઈ ભૂલ ના થાય એના માટે સાવધ થાય છે. હજી તો એણે શાંત પાણીમાં માત્ર એક કાંકરી નાંખી ...વધુ વાંચો

10

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 10

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૦ ખત્રી વિક્રાંતને ધક્કો મારી નીલિમાનાં જવા કહે છે. વિક્રાંતની નજર ત્યારે સંજય પર હતી. સંજયને એની વાત સાંભળી આંચકો લાગ્યો હતો. સંજયનું રીએક્સન જોઈ વિક્રાંત સમજી જાય છે કે અર્જુન આ દુનિયામાં નથી એ વાતની એને ખબર પડી ગઈ છે. અર્જુન આ દુનિયામાં નથી એ જાણી સંજયને જોરદાર આંચકો લાગ્યો હતો. કરણ વિચારતો હતો કે અર્જુન એના ભાઈને મુશ્કેલીમાં છોડી ના શકે. અર્જુન ક્યાં છે? એણે વિક્રાંતને બચાવવા માટે કોઈ પગલાં કેમ લીધા નથી? એ બધી મુંજવણનો જવાબ મળ્યો હતો. જે માણસ આ દુનિયામાં હોય નહીં, ...વધુ વાંચો

11

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 11

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૧ ખેંગાર અને અંગારનું નામ સાંભળી પગ નીચેથી જમીન સરકી જાય છે. કેસ નંબર - ૩૬૯ની પાછળ આટલા ખતરનાક લોકોની સંડોવણી હશે એવી કલ્પના પણ નહોતી. કરણ સાચું કહેતો હતો આ કેસ બહુ પેચીદો છે. આપણે અસલી ગુનેગારોને પકડવા માટે જમીન-આસમાન એક કરવા પડશે. ખેંગારચંદ અને અંગારચંદ બે સગા ભાઈ હતા. એમની ઉંમરમાં ૧૦ વર્ષનું અંતર હતું. બન્નેનાં પિતા એક પણ માતા અલગ હતી. ખેંગારનાં જન્મ સમયે એની માતાનું અવસાન થયું હતું. પિતા દીકરાને અપર મા આપવા નહોતા માંગતા એટલે બીજા લગ્ન કર્યા નહીં. પરંતુ ખેંગાર થોડો ...વધુ વાંચો

12

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 12

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૨ કરણનાં whatsapp પર સંજયનો ‘call મેસેજ આવે છે. કરણ બહાર જઈ સંજયને whatsapp call કરે છે. સંજય પાસેથી અર્જુન આ દુનિયામાં નથી એ જાણી એને ઘેરો આધાત લાગે છે. એ વાત માનવા તૈયાર નથી કે અર્જુનનું મૃત્યુ થયું છે. ગમે તેવી મુસીબતમાંથી નીકળવાની આવડત અને ફિઝિકલ ફિટનેસ એની તાકાત હતા. ભલભલા ચમરબંદીઓને એણે ધૂળ ચટાડી હતી. લાચાર લોકોને મદદ કરવાનો એનો સ્વભાવ હતો. છોકરીઓને બચાવવા જતાં એણે એના જીવનું બલિદાન આપ્યું, એવું કેમ કરી શક્ય બને? એ પોતાની રક્ષા કરવા માટે ખૂબ સક્ષમ હતો. વિક્કી પણ ...વધુ વાંચો

13

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 13

પ્રિય વાચકમિત્રો, મારી નવલકથા કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”ને આપ મિત્રોનો ખૂબ સહકાર મળ્યો છે. મારા સાસુનું કારણે અચાનક મૃત્યુ તથા ઘરનાં અન્ય સભ્યોને કોરોનાની બીમારીનાં કારણે કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”નાં પ્રકરણને પબ્લીશ કરવામાં નાનકડો વિરામ આવ્યો હતો. હવે ધીરે ધીરે પરિસ્થિતી થાળે પડી રહી છે. દર સોમવાર અને ગુરુવાર નવું પ્રકરણ નિયમિત પબ્લીશ કરવાનો મારો સંપૂર્ણ પ્રયત્ન હશે. ફરીથી આપનો સ્નેહભર્યો સાથ મળશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૩ વિશાલ બેગમાંથી કાઢેલી વસ્તુઓ જોતો હતો એટલામાં હવાલદાર ફુલ સ્પીડે બાઇક ચલાવીને જતો ...વધુ વાંચો

14

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 14

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૪ શંકર અદબ વાળી બોલે છે: એક અઠવાડિયું સરને અહિયાં જ રહેવું પડશે... નહીં તો તારી સાથે એમનો જીવ પણ જોખમમાં છે... માત્ર એમનો અને તારો નહીં...” શંકર આંખો બંધ કરે છે: “એટલું જ નહીં... આગળ તું પણ સમજદાર છે...” આ સાંભળી કરણને આશ્ચર્ય થાય છે. એ એવું સમજતો હતો કે વિક્કી, પ્રતિક અને રોહિત મુશ્કેલીમાં છે. પણ અહિયાં તો એનો પૂરો પરિવાર મુશ્કેલીમાં હતો. કરણ આંખો ફાડી શંકર સામે જુએ છે: “કાકા, તો એટલે પપ્પાએ સંધ્યા અને ચિન્ટુને અમદાવાદ મૂકીને આવવા માટે જિદ્દ કરી હતી? મમ્મીને ...વધુ વાંચો

15

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 15

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૫ પંદર મિનિટની મથામણ પછી વિશાલથી નવું વાક્ય બને એ વાક્ય વાંચી વિશાલનાં ચહેરા પર ખુશી છવાઈ જાય છે. એ વાક્ય કરણને WhatsApp કરે છે. કરણ પણ વાંચી ખુશ થાય છે. એ વાક્ય હતું ‘દરેક વ્યક્તિનાં જીવનમાં ઉલ્કાપાત ક્યારેક તો દસ્તક આપે છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે અમુક ઈચ્છાઓનું મૃત્યુ થાય છે અને નવી ઇચ્છાઓનો જન્મ થાય છે. ઈશ્વરની ઈચ્છા હશે એટલે અર્જુનનો સર્વનાશ થયો છે અને વિરેનનો ઉદ્દભવ થયો છે.’ વિરેન એ અર્જુનનો નવો જન્મ છે, તે વિશાલને માન્યામાં નથી આવતું. વાક્ય પરથી તો અર્જુન જ ...વધુ વાંચો

16

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 16

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ:૧૬ ખબરી જેવો ફોન કટ કરે છે તરત એની સામે એક સ્ત્રી આવી ઊભી રહે છે. એ સ્ત્રી એની સાથે વાત કરે છે: “સર, મારે એક અર્જન્ટ કોલ કરવો છે... મારી પાસે મોબાઈલ નથી... તમે મને મદદ કરશો?” આવેલી સ્ત્રીની સુંદરતા જોઈ ખબરી દંગ રહી જાય છે. એક અતિસુંદર સ્ત્રી મુસીબતમાં મદદ માંગે તો કોઈ ના કેવી રીતે કહી શકે. પુરૂષ ગમે એટલો ચાલાક હોય એક નાજુક, ખૂબસૂરત સ્ત્રીને પહેલીવાર જુએ તો થોડીક ક્ષણો માટે હોશ ખોઈ બેસે છે. ખબરીનું પણ એવું જ થયું. સટ્ટી-બટ્ટી ગુલ થઈ ગઈ. સ્ત્રી પણ જેટલી સુંદર ...વધુ વાંચો

17

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 17

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૧૭ ડો. હિના દરજી પ્રકરણ : ૧૭ કરણ દિલ પર મૂકી બોલે છે: “અર્જુન... એ વખતે હું કશું જાણતો નહોતો... આ વખતે એવું નહીં થાય... સોમવારે તને મળવા આવું છું... આપણે બન્ને વિક્કીને બહાર લાવીશું...” કરણને પપ્પા પર બહું માન થાય છે. તમે અર્જુનને સજાથી બચાવવા જે કોઈપણ પગલાં ભર્યા તે બહુ સમજી-વિચારીને ભર્યા હશે. અર્જુનને નવું નામ આપ્યું. ખતરાથી દુર લઇ ગયા. બધું જ તમે અર્જુન માટે કર્યું. બધાની નજરોથી દૂર રાખવાનું તમારું કારણ હું સમજી શકું છું. મને ખબર પડે તો હું અર્જુનને મળ્યા વગર રહી ન શકત. અર્જુનનાં ...વધુ વાંચો

18

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 18

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્ર - ૧૮ સાધનાનાં ફોનમાંથી હોસ્પિટલની બહાર પાર્કિંગમાં ગાડીની અંદર એક સ્ત્રી અને પુરુષ આ વાતો સાંભળતા હતા. એ સ્ત્રી અને પુરુષ બીજું કોઇ નહીં પણ રાજુભાઇના ખબરી પાસે ફોન માંગ્યો હતો, તે સ્ત્રી તથા સાથે આવેલ પુરુષ હતાં. નીલિમાનો અવાજ સાંભળીને એ સ્ત્રી અને પુરુષ અત્યંત ખુશ થાય છે. સંજય ખુશખબર કરણને msg કરે છે. એ સમયે કરણ મોબાઈલમાં પર્વતસિંહ અને રાજુની વાત સાંભળતો હતો. ઓડિયો રેકોર્ડિંગ સાંભળી કરણનું પોલીસ મગજ મોટાભાગની વાત સમજી ગયું. રાજુની નજરમાં અર ...વધુ વાંચો

19

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 19

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૧૯ સંજયને થોડો અવાજ સંભળાય છે બારીની બહાર નજર કરે છે. બે માણસો બન્ને હવાલદારનાં મોઢા પર કપડું દબાવી બેભાન કરે છે. બન્ને હવાલદારને ખુરશી પર સાચવીને અવાજ ના થાય એ રીતે બેસાડે છે. સંજયને ખબર પડી જાય છે કે એ લોકો નીલિમા પર હુમલો કરવા આવ્યા છે. સંજય થેલામાંથી બંદૂક કાઢી નીલિમાનાં રૂમમાં જવા પગ ઉપાડે છે, ત્યાં ફરીથી એને બહાર થોડો અવાજ સંભળાય છે. બહારનું દ્રશ્ય જોઈ સંજયનું મોઢું ખુલ્લુ થઈ જાય છે. જે બે માણસોએ હવાલદારો પર હુમલો કર્યો હતો એ બે માણસો ઉપર ...વધુ વાંચો

20

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 20

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૨૦ અર્જુન બહુ થોડા શબ્દોમાં સંજયને સમજાવે છે. નીલિમા પર બળાત્કાર કરનાર બીજું કોઈ નહીં પણ અંગાર છે. ઉપરાંત નીલિમા અને વિક્કી પાસે અનાથાશ્રમનાં બાળકો પર ગેરકાનૂની પરીક્ષણ કરવામાં આવે છે એના પુરાવા પણ છે. સંજય બધી સ્થિતિ સમજી જાય છે. એ ખૂબ ઝડપથી મોબાઈલમાં મેસેજ ટાઈપ કરે છે. અર્જુન અને રીયા બુરખા કાઢી હંસા અને કિશોરને પહેરાવે છે. શંકર સાઈડમાં સ્ટેચર હતું એની નીચે નીલિમાને સુવાડે છે. સ્ટેચરનું કપડું ચારેબાજુથી સરખું કરે છે જેથી નીચે દેખાય નહીં. સ્ટેચર ઉપર હંસા સૂઈ જાય છે. શંકર બહાર નીકળતી ...વધુ વાંચો

21

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 21

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૧ મંગળ શુક્લાનો ખબરી છે, એ પછી મંગળ પાસેથી વાત કઢાવવા માટે કરણે રાવજીને કહ્યું હતું. કરણનાં કહ્યા પ્રમાણે રાવજીએ મંગળને ખુબ દારૂ પીવડાવ્યો અને થોડી વાત કઢાવી હતી. એ વાત કરણને કહેવા માટે રાવજી હોસ્પિટલમાં પર્વતસિંહનાં રૂમમાં આવે છે. પર્વતસિંહ સુવાનું નાટક કરતા હતા એમની હાજરીમાં રાવજી જણાવે છે કે, આજની રાત નીલિમાની અંતિમ રાત્રી બનાવવા માટે રાજુએ હોસ્પીટલમાં માણસો મોકલ્યા છે. સંજય અને શંકરકાકા હોસ્પિટલમાં નીલિમાની સુરક્ષા માટે ગયા હતા. શંકરકાકા રાજુનાં કોઈપણ માણસને નીલિમા સુધી પહોંચવા નહીં દે એવી કરણને ખાતરી હતી, પરંતુ એને ...વધુ વાંચો

22

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - 22

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૨રિયા સમય ગુમાવ્યા વગર તરત જ એમ્બ્યુલન્સની ડ્રાઈવર પર બેસે છે. નવા આવેલા ચાર માણસો એમ્બ્યુલન્સને રોકવા માટે રસ્તા વચ્ચે ઊભા રહે છે. રિયા એક માણસને હડફેટ મારી ગાડી બહાર નીકળવાનાં ઢાળ પર લઈ લે છે.એમ્બ્યુલન્સ દેખાતી બંધ થાય છે એટલે સંજયને થોડી હાશ થાય છે પણ એ હાશકારો માત્ર બે ક્ષણ માટે હોય છે. રાજુનાં માણસોની ગાડી બેઝમેંટમાં નહોતી. નવા આવેલા ચાર માણસોમાંથી એક સંજય સાથે લડી રહેલા માણસોની મદદે જાય છે. બીજા ત્રણ માણસો ઝડપથી ગ્રાઉંડ ફ્લોર પર મૂકેલી ગાડી પાસે જાય છે. હવે સંજયને ચાર માણસોથી બચવાનું હતું. ...વધુ વાંચો

23

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 23

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૩અર્જુન અને રિયા બધાને લઈ સલામત સ્થળે પહોંચી હતા. શંકરનાં અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઈ હતી. સંજયનાં પગનું ઓપરેશન થઈ ગયું હતું. રાજુ, ખેંગાર અને અંગાર જેલમાં વિક્રાંત અને એના મિત્રો પર શુક્લા દ્વારા ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. એમણે ઠેકઠેકાણે નીલિમા અને અર્જુનને શોધવા માટે માણસો દોડાવ્યા હતા. પર્વતસિંહનાં હ્રદયમાં શંકરનાં મોતનો બદલો લેવા માટે આગ લાગી હતી. બધા પોતાની રીતે એકબીજાને હરાવવા અને હંફાવવા માટે તત્પર હતા. પર્વતસિંહ અને સુધા સલિમનાં ગેરેજ પાછળ સુરક્ષિત જગ્યા પર હતા તથા પત્ની અને પુત્ર પહેલેથી સુરક્ષિત હતા, એની કરણને શાંતિ હતી. હવે ...વધુ વાંચો

24

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 24

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૪ અર્જુન: "કરણ, કદાચ તારા આવતા હું ખેંગારનાં માણસોનાં સંકજામાં આવી જઇશ... શંકરકાકાનાં અંતિમ સંસ્કારથી પાછો ફર્યો ત્યારથી એના માણસ મારો પીછો કરતા હતા... ખબર નહીં એ લોકોએ મને કેવી રીતે ઓળખી લીધો? એ લોકો મને તાકાતથી હરાવી શકે એમ નહોતા એટલે મારી ગાડીને ટ્રક સાથે અઠડાવી છે..." અર્જુનનો અવાજ સાંભળી કરણ ખુશીથી પાગલ થયો હતો. પણ એ ખુશી થોડીક ક્ષણોની નીકળી. અર્જુનની ગાડીનો એક્સિડન્ટ થયો છે, આ સાંભળી ખુશીની જ્ગ્યા ચિંતાએ લીધી. મનમાં વિચાર આવ્યો કે અત્યારે જઈ રાજુ, ખેંગાર અને અંગારની છાતીમાં એકસાથે બંદૂકની ...વધુ વાંચો

25

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 25

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૫ વિશાલ: “સર... આજે સિંદે, અને શુક્લા બધાએ વિક્કી, પ્રતિક અને રોહિતને કોર્ટમાં લઈ જતી વખતે એન્કાઉન્ટર કરવાનો પ્લાન બનાવ્યો છે...” આ સાંભળી કરણ પૂરો હોશ ખોઈ બેસે છે. હાથમાં અર્જુનની લાશ હતી. માતા-પિતા સાથે વાત થઈ નહોતી. એ લોકો ખતરામાં હતા કે સલામત હતા તે ખબર નહોતી. ઉપરથી બીજા સમાચાર એ મળ્યા કે વિક્કીનું એન્કાઉન્ટર થવાનું છે. એકસાથે બધી મુસીબત આવી હતી. અર્જુનનાં મોતનો શોક મનાવવો? એના અંતિમ સંસ્કાર કરવા કે એને આપેલા વચન પ્રમાણે વિક્કીની રક્ષા કરવી? વિક્કીને બચાવવા જાય તો માતા-પિતાને શોધવા ક્યારે જાય? ...વધુ વાંચો

26

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 26

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૬ રાવજી સામે આંખ મારી કરણ છે: “રાવજી, કોઈ એકાંત વાળી જ્ગ્યા પર લઈ લે... ખત્રી સાથે થોડી વાતો કરવી છે...” બન્ને બાઇક પર ફરી સવાર થાય છે. જયારે વિડીયો જોઈ ખત્રીની આંખો પહોળી થઈ જાય છે. આખા શરીર પર પરસેવો અને ધબકારાની સંખ્યા વધે છે. એના ગળામાં શોસ પડે છે. બોલવાની કોશિશ કરે છે પણ જીભ સ્થિર થઈ જાય છે. સહેજ પણ અવાજ નીકળતો નથી. સવારનાં ઠંડા વાતાવરણમાં ખત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે. ધબકારાની ગતિ તેજ થઈ. હ્રદયમાં જોરથી દુ:ખાવો શરૂ થયો. ...વધુ વાંચો

27

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 27

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૭ શુક્લા: “ના ભાઈ... એવું કરીશ... તું કહે એમ તારો ભાઈ તારા સુધી આવી જશે... પણ પછી ખેંગારને હું શું કહીશ?” કરણ: “તું પહેલા મારો પ્લાન સાંભળ... પછી ખેંગારને તારે જે કહેવું હોય એ કહેજે... અત્યારે આઠ વાગવામાં થોડી મિનિટો બાકી છે... બરાબર સાડા આઠે સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે એક ગાડીમાં ત્રણેય છોકરાઓને બેસાડવાના છે... જો સાડા આઠથી ઉપર એક મિનિટ પણ થઈ તો હું આ વિડીયો સૌથી પહેલા પોલીસ કમિશ્નરને મોકલીશ... પછી તરત ઇન્ટરનેટ પર અને દરેક ન્યુઝ ચેનલ પર અપલોડ કરીશ...” શુક્લા: “નહીં... નહીં... બરાબર ...વધુ વાંચો

28

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 28

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૮ ગણતરીની સેકન્ડમાં ત્રણેય મિત્રો ગાડીમાં છે. કરણ ફોન કરી શુક્લાને ત્યાંથી નીકળી જવા કહે છે અને ફરી વિડીયોની ધમકી આપે છે. શુક્લા ગાડી લઇ જાય છે એટલે કરણ ઝડપથી ગાડી લઈ નીકળે છે. રાવજીને પાછળ કોઇ ગાડી આવે છે કે નહીં એ જોવા માટે ત્યાં રાખે છે. કરણનાં ગયા પછી પાંચ મિનિટ સુધી કોઇ શંકાસ્પદ વાહન દેખાતું નથી. ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી કરણ ત્યાંથી વિશાલ બીજી ગાડી સાથે જ્યાં રાહ જોતો હોય છે ત્યાં પહોંચે છે. ગાડીમાં બે-ત્રણ વાર વિક્કી કહી બોલાવે છે પણ વિક્રાંત બેભાન ...વધુ વાંચો

29

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 29

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૯ નીલિમા: "વિક્કી તું મારું નામ ભૂલી ગયો... હવે તારી સામે ઉભેલી આ નીલિમા ડરપોક અને ગભરું નથી રહી... મારા પર જે અત્યાચાર થયો એનો બદલો અંગાર સાથે હું જાતે લઈશ... મારે બહું પહેલા તારી વાત માની રિયાદીદીની જેમ કરાટે અને કસરત ચાલુ કરવાની જરૂર હતી... અંગારે જ્યારે મારા શરીર સાથે રમત રમવાની શરૂ કરી ત્યારે હું માનસિક અને શારિરીક રીતે એનો સામનો કરવા માટે સક્ષમ નહોતી... હવે માનસિક રીતે તૈયાર છું... શારિરીક રીતે રિયાદીદી અને બચુકાકા સાથે કાલથી ટ્રેનિંગ શરૂ કરૂ છું..." નીલિમાને આ રીતે આત્મવિશ્વાસથી ...વધુ વાંચો

30

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 30

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૩૦ ગાડી ચાલુ કરી કરણ ફોન છે. ફોન પર્વતસિંહ ઉપાડે છે. અર્જુને એકઠો કરેલો સામાન મળી ગયો છે, એ જાણી પર્વતસિંહ કરણને સુરત આવવાનું કહે છે. કરણ ગાડી સીધી સુરત તરફ દોડાવે છે. હાથમાં આવેલા પુરાવા ખેંગાર, અંગાર અને રાજુને સજા અપાવવા માટે પૂરતા હતા. કરણને બધા પાસે પહોંચી ખેંગાર વિરુદ્ધ પગલાં લેવા માટેની રણનીતિ તૈયાર કરવી હતી. સુરત જતા પહેલા કરણ જંગનું એલાન કરવા માંગતો હતો. દુશ્મનોને અર્જુન જીવતો હોવાની ખબર આપવા માંગતો હતો. ગાડી ઊભી રાખી અર્જુનનાં ફોનમાંથી ખેંગારને ફોન કરે છે. ખેંગાર ફોન પર ...વધુ વાંચો

31

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 31

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૩૧ રીયા: “હા ડોક્ટર... મને નથી... પણ તમે જે પ્રમાણે પૂછો છો... એના પરથી મને લાગે છે હું મા બનવાની છું...” રીયાનાં શબ્દો સાંભળી ઘરમાં સન્નાટો થઈ જાય છે. જો વાત સાચી હોય તો ખુશી મનાવવી કે દુ:ખ કરવું એમ બધા વિચારે છે. ડોક્ટર: “તમારું અનુમાન સાચું છે... તમે પ્રેગ્નેટ છો... અને તમારે વધારે ટેન્શન લેવાનું નથી... આરામ કરવાનો છે... બચુભાઈ તમે મારા ક્લિનિક પર રીયાને લઈ આવો... એક-બે ટેસ્ટ કર્યા પછી એમની દવા શરૂ કરવી પડશે...” બચુ અને ડોક્ટર બહાર જાય છે. સાધના આંખો લુછતી રીયા ...વધુ વાંચો

32

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 32

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૨ અંગાર જે દિવસે મુંબઈ પાછો છે. એ રાત્રે શુક્લાનાં ફોન પર અર્જુનનો ફોન આવે છે. ઉંધમાં હોવાથી શુક્લા સ્ક્રીન પરનું નામ વાંચ્યા વગર ફોન ઉપાડે છે. ફોન જ્યારે પૂરો થાય છે ત્યારે શુક્લાની ઊંધ ઊડી ગઈ હતી અને પરસેવે રેબઝેબ થયો હતો. ફરી એકવાર અર્જુનનાં નામનો ખોફ એની આંખોમાં ફરતો હતો. કરણે એ રાત્રે અર્જુનનાં નામથી ફોન પર વાત કરી શુક્લાની ઉંધ હરામ કરી હતી. અંગાર આવ્યો એની ખુશી વ્યક્ત કરી. હવે ખરાખરીનો જંગ શરૂ થશે એમાં પહેલેથી ખેંગારની ચાપલૂસી બંધ કરવા માટે ચેતવણી આપી. આગળ ...વધુ વાંચો

33

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 33

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૩ અંગાર પોતાને સંભાળે એ પહેલા સ્ટાર્ટ થાય છે. છોકરી બાયનો ઈશારો કરી ફરી મીઠું હાસ્ય કરે છે. અંગાર વિવશ થઈ એ છોકરીને જતો જોવે છે. એના ડ્રાઈવરનું ગળું પકડી બોલે છે: “જે કરવું હોય એ કર... આ છોકરી કોઈપણ હિસાબે મારે જોઈએ છે...” અંગાર ગુસ્સામાં આપો ખોઈ બેસે એ પહેલા ડ્રાઈવર એને ગાડીમાં બેસાડી ત્યાંથી નીકળે છે. આ બધો બનેલો બનાવ અને અંગારનું વર્તન દૂર એક ગાડીમાં બેસી રોહિત શૂટ કરતો હતો. અંગારની ગાડી દેખાતી બંધ થાય છે એટલે શૂટ કરેલો વિડીયો મોબાઈલમાં સેન્ડ કરે છે. ...વધુ વાંચો

34

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૪

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૪ રોહિત પાસે લોક નંબર હતો. ખૂબ ઝડપથી અંગારનાં મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરે છે. બે મિનિટ જેવા સમયમાં એપ ડાઉનલોડ થઈ જાય છે એટલે અંગારનાં ફોનમાં એ એપ હિડન કરે છે. અંગારનાં ફોનનો બધો ડેટા રોહિતનાં ફોનમાં ઓપન થાય છે. રોહિત સમય ગુમાવ્યા વગર અંગાર નો ફોન પાછો ટેબલ પર મૂકી બહાર નીકળે છે. રોહિત બહાર આવી નીલિમાને ફોન કરે છે. નીલિમાને ખબર પડે છે કે કામ થઈ ગયું. અંગારને વધારે હેરાન કરવા માટે વિક્કીનો ફોન છે એમ કહી ફોન ઉપાડે છે. અંગારની હાજરીમાં વિક્કી સાથે ...વધુ વાંચો

35

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૫

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૫ રોહિત જે જાણતો તરત કરણ વિક્કીને જણાવતો. રોહિત એ રાત્રે એક નાના છોકરા પર દવાનું પરીક્ષણ થવાનું છે તે કરણને જણાવે છે. આ માહિતી મેળવી કરણ નવી બનાવેલી લેબનો ખુલાસો દુનિયા સામે લાવવાનો દિવસ નક્કી કરે છે. કરણ ફોન કરી સંજયને ફરી એકવાર પત્રકાર બનવા અને પત્રકારોને એ જગ્યા પર ગમે તે પ્રકારે લઈ જવાની કામગીરી સોંપે છે. સંજયને મનપસંદ કામ કરવાનો મોકો ફરી મળ્યો એનાથી એ ખૂબ ખુશ હતો. બે વર્ષનાં સમયમાં કરણે બધાને અલગ અલગ કામમાં પારંગત થવા માટે કહ્યું હતું. દરેક યુધ્ધની તૈયારી ...વધુ વાંચો

36

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૬

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૬ કરણ અને વિક્કીનાં મગજમાં બીજી આકાર આપવાની વાત ફરવા લાગી હતી. લેબ પકડાઈ જવાથી એ લોકોને નુકશાન ઘણું થયું હતું એ વાતથી કરણ અને વિક્કીને સંતોષ હતો. એ બન્ને દુશ્મનોને બધી રીતે ખુલ્લા પાડી પછી જેલમાં લઈ જવા માંગતા હતા. ખેંગાર અને અંગારને ખબર પડતી નથી કે લેબ બાબતે વિક્કીને કેવી રીતે ખબર પડી? ખેંગાર, અંગાર, શુક્લા, ખત્રી અને રોહિત પાંચેય બેસી આ બાબતે ચર્ચા કરતાં હતા. ખેંગારનાં ફોન પર રીંગ આવે છે. એ નામ વાંચી ખેંગાર પોતાનો ફોન બધાને બતાવે છે. સ્ક્રીન પર અર્જુન નામ ...વધુ વાંચો

37

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૭

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૭ કરણ અને વિક્કી મુંબઈમાં બાળકોનાં હત્યાનું કાવતરું ખુલ્લુ પડે ત્યારે, એ જ દિવસે પ્રતિક રાજુનાં કારનામાંને જગજાહેર કરે એવી યોજના બધાએ બનાવી હતી. એક જ દિવસે મુંબઈ અને અમદાવાદ બન્ને અનાથાશ્રમની કાળી કરતૂત બહાર આવે તો ખેંગાર, અંગાર અને રાજુ માટે મહા મુસીબત આવી પડે એમ હતું. રીયા પૂરી તૈયારી સાથે રાજુનાં અનાથાશ્રમમાં આવે છે. રાજુનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. એ તૈયાર થઈ નીકળતો હતો. બહાર થોડો ઘોંઘાટ થાય છે. જવાની ઉતાવળ હતી એમાં કોઈ કચકચ થાય એ પસંદ નહોતું. શું થાય છે એ જાણવા ...વધુ વાંચો

38

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૮

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૮ અંગાર ટેબલ પર બેસી વ્હીસ્કીનો આપે છે. નીલિમા એને જુએ છે પણ બોલાવતી નથી. અંગાર હાય બોલે છે તો એને જવાબ આપતી નથી. અંગાર ફરી બોલાવે છે તો નીલિમા રડમસ ચહેરો કરે છે: “મારે આજે કોઈની સાથે વાત નથી કરવી... હું બહુ ઉદાસ છું...” નખરાં સાથે બોલી નીલિમા આખો પટપટાવે છે. એની આંખો જોઈ અંગારનો ગુસ્સો શાંત થઈ જાય છે. અંગાર એનાં હાથ પર હાથ મૂકે છે: “કેમ? વાત ના કરવાથી ઉદાસી દૂર થઈ જશે?” નીલિમા બીજો હાથ અંગારનાં હાથ પર મૂકે છે: “તમે મને માત્ર ...વધુ વાંચો

39

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૯

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૯ રાજુ ગ્લાસ હાથમાં લઈ નોકરને ઓફિસમાં લાવવાનું કહે છે. રાજુ ઓફિસમાં આવી પોતાની ખુરશી પર આવી બેસી રીયાને સામે બેસવાનું કહે છે: “તમે મારૂ શૂટિંગ આજે કરી લો... મને કોઈ વાંધો નથી...” રીયાનાં ચહેરા પર હાસ્ય અને આંખોમાં ચમક આવે છે. રીયા અને પ્રતિક ઓફિસમાં આવી રાજુ સામે બેસી શરબત પીવે છે. બચુકાકા બહાર શરબત પીવાથી ઘેનમાં આવેલા બોડિગાર્ડને ખુરશી પર સુવાડે છે. બચુકાકાએ ગ્લાસમાં ઊંઘની દવા ભેળવી હતી. એ દવાની અસર માત્ર અડધો કલાક રહેવાની હતી. માણસ ખૂબ થાકી ગયો છે એને કોઈ પરેશાન ના ...વધુ વાંચો

40

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૦

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૦ રાજુ આઘાતમાંથી બહાર આવે એ એના ફોન પર ખેંગારનો ફોન આવે છે. ખેંગારનો ફોન લેવા માટે રાજુ અચકાતો હતો. જે મુસીબત મુંબઇમાં આવી હતી એને દૂર કરવા માટે ત્યાં જવાનાં બદલે પોતે અહીંયા મુસીબતને નોતરું આપી બેઠો હતો. આ વાત ખેંગારને કેવી રીતે કહેવી એ વિચારતો એ ફોન જોયા કરે છે. આખી રીંગ પૂરી થઈ જાય છે, પણ રાજુ ફોન ઉપાડવાની હિમંત કરી શકતો નથી. રાજુ ફોન ઉપાડતો નથી એટલે ખેંગાર ગુસ્સે થયો હતો. ખેંગાર હવે આશ્રમનાં લેન્ડલાઇન નંબર પર ફોન કરે છે. રાજુને ખબર પડી ...વધુ વાંચો

41

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૧

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૧ પરંતુ કરણ અને વિક્કીનાં મગજમાં એક વાત ફરતી હતી. જે છોકરીઓ સાથે કોલ ગર્લનું કામ બળજબરીથી કરાવવામાં આવતું હતું એ છોકરીઓને કેવી રીતે બચાવવી. કારણકે કોઇને એ છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે એની ખબર નહોતી. જીત ખૂબ નજીક આવી હાથતાળી આપી પાછી ફરી હતી. અંગાર અને ખેંગાર બહુ ચાલાકીથી છટકયા હતા. એ લોકો આટલી સરળ રીતે આંખમાં ધૂળ નાંખી પલાયન થઈ જશે એવો કરણ અને વિક્કીને કોઈ અંદાજ નહોતો. ગાંડો થયેલો હાથી તારાજી સર્જે છે એવી રીતે અંગાર હવે કેવો વિનાશ કરશે એનું કોઈ અનુમાન નહોતું. ...વધુ વાંચો

42

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૨

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૨ એ દિવસે અમદાવાદમાં રાજુને બોડીગાર્ડ જાય છે અને મુંબઈમાં નીલિમાને અંગાર ઉઠાવી જાય છે. એક દિવસમાં બે બનાવ બને છે જેની કોઈએ કલ્પના કરી નહોતી. અમદાવાદ અને મુંબઈમાં સન્નાટો થઈ ગયો હતો. રાજુ છટકી ગયો એ હકીકત સહન થઈ નહોતી ત્યાં નીલિમાનાં અપહરણની વાત જાહેર થઈ હતી. જે બધાના માટે અસહ્ય હતો. રાજુ બદલો લેવા શું કરશે એ શક્યતા વિષે ધ્યાનપૂર્વક ચર્ચા થતી હતી. પ્રતિકને જલ્દી સાજો કરવા માટે કેવી ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ નક્કી થાય એ પહેલા મુંબઈમાં નીલિમા સાથે અંગાર શું કરશે એ ચિંતાનો ...વધુ વાંચો

43

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૩

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૩નીલિમા ઊભી થઈ એને પકડી પલંગ પર સુવાડે દસ સેકન્ડની અંદર અંગાર બેભાન થઈ જાય છે. નીલિમા સમય ગુમાવ્યા વગર અંગરનો ફોન હાથમાં લે છે. અંગારે એના મિત્રની મદદથી નવો ફોન લીધો હતો. નીલિમા એ ફોનમાં વિક્કીનો નંબર ડાયલ કરે છે.વિક્કી અને કરણ આગળનો પ્લાન બનાવતા હતા. કોઈ ભૂલચૂક ના થાય એની ચોકસાઇ રાખવા માટે દરેક પાસા વિચારતા હતા. ત્યારે વિક્કીનાં ફોન પર રીંગ આવે છે. ટ્રુકોલર પર અંગારનાં મિત્રનું નામ જોઈ વિક્કીનાં ચહેરા પર હાસ્ય આવે છે. તે કરણને ફોન બતાવે છે: “કરણભાઈ આ અંગારનાં મિત્રનો ફોન છે... અને સો ...વધુ વાંચો

44

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૪

કેસ નંબર - ૩૬૯, "સત્યની શોધ"ડો. હિના દરજી પ્રકરણ - ૪૪નીલિમા બરાબર વચ્ચેની દીવાલને વળગી બેસી જાય છે. જળવાયા પછી એક બાજુ બન્ને પગ કરી એક બાલ્કની પર જંપ કરે છે.નીલિમા જે વખતે નીચેનાં ફ્લેટની બાલ્કની પર કૂદે છે, એ વખતે વિક્કી તે ફ્લેટની નીચે આવી ગયો હતો. એ અને રાકેશ ઉપર ચોથા માળે જવાની તૈયારી કરતાં હતા. ઉપર કેટલા માણસ છે એ ખબર નહોતી એટલે કેટલા માણસને લઈ જવા એ નક્કી કરવું વધારે જરૂરી હતું. અંગાર બહુ ખતરનાક માણસ હતો. એની પાસે કેટલાય તાકાતવાળા માણસો હતા. નીલિમાને કીડનેપ કરવા માટે એણે કોઈનો કોન્ટેક્ટ કર્યો નહોતો. આટલું મોટું રિસ્ક પોતે ...વધુ વાંચો

45

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૫

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૫ફરી ફોન આવે એ પહેલા સ્વીચ ઓફ કરવા શુક્લા મોબાઇલ હાથમાં લે છે. એ જ ક્ષણે અર્જુનનો ફોન ફરી આવે છે. શુક્લાનાં હાથમાંથી મોબાઇલ છટકી ટેબલ પર પડે છે. શુક્લાની ધડકન ફરી તેજ થઈ જાય છે.ફોન નહીં ઉપાડે તો પણ મુસીબત આવશે અને ઉપાડશે તો પણ મુસીબત આવશે. ફોન ઉપાડવાથી અર્જુન કહે એ પ્રમાણે કરવાથી કદાચ ઓછી તકલીફ ભોગવવી પડશે. પણ ફોન પર વાત કર્યા પછી કોઈ અટપટું કામ કરવાનું કહેશે અને નહીં કરી શકે તો શું થશે? શુક્લા બરાબર ગભરાયો હતો. એ ગભરામણમાં એનું મગજ બરાબર કામ કરવા લાગ્યું ...વધુ વાંચો

46

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૬

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૬મુંબઈમાં અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે એ રાજુ જાણતો નહોતો. રાજુએ અમદાવાદમાં પ્રતિક અને રીયા પર અને મુંબઈમાં કરણ અને એના પરિવાર પર એક સાથે હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો એ વાતથી અજાણ બધા પોતાનાં કામમાં વ્યસ્ત હતા. કોઈ દિવસ સ્ત્રીઓ પાછળ સમય ના બગાડનાર રાજુ પોતાની એક ભૂલ પર પસ્તાતો હતો. કોઈ સ્ત્રી પર ભરોસો ના કરનાર રાજુ કેવીરીતે સુંદર રીયાનો મોહમાં આવી ગયો એ ખબર ના પડી. રીયાએ પ્રેમજાળ પાથરી એને બરબાદ કરી નાંખ્યો તે ભૂલી શકતો નહોતો. કોઈપણ હિસાબે એ રીયાને પાઠ ભણાવવા માંગતો હતો. બોડીગાર્ડની હિમંતના ...વધુ વાંચો

47

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૭

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૭કરણ બંદૂકથી ઈશારો કરી રાજુને સોફા પર બેસવાનું છે. સંજય અને વિશાલ એના માણસોને પકડી પોલીસચોકી લઈ જાય છે. રાજુ વિરોધ કરવાનું ટાળી સોફા પર બેસી જાય છે એટલે કરણ બંદૂક પેન્ટમાં મૂકે છે. રાજુ સમજી શકતો નથી કરણને કેવી રીતે ખબર પડી કે પોતે આવવાનો છે. એક મિનિટની અંદર એનો ગુસ્સો, બદલાની આગ, ભાઈને છોડાવવાની તાલાવેલી બધા પર પાણી ફરી વર્યું હતું.રાજુ, અંગાર અને ખેંગાર ત્રણેય પોલીસ કસ્ટડીમાં કોઈ પ્રકારની મારામારી વગર આવ્યા હતા. બધાને આ વાત સપના જેવી લાગતી હતી. હમેંશા દસ-દસ માણસ સુરક્ષા માટે સાથે રાખતા ત્રણ ...વધુ વાંચો

48

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૮

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૮પાણી અને ખોરાક ના મળવાથી શરીરમાં કેટલી કમજોરી છે, એ કોઈ દિવસ અંગારને ખબર નહોતી. પાણી માંગે ત્યાં ખેંગાર દૂધ હાજર કરતો હતો. નાના માસૂમ બાળકોને અંગાર ઘણીવાર આ રીતે ભૂખ્યા તરસ્યા રાખતો હતો. એ બાળકોની કેટલી ખરાબ હાલત થતી હતી એની નાની ઝલક એને કરણે દેખાડી હતી. જીવનમાં પહેલી વખત એને પાણી અને ખોરાકનું મહત્વ સમજાયું હતું.આખી રાત અંગારને પાણી અને ખોરાક વગર રાખવામાં આવ્યો. ભૂખ અને તરસનાં કારણે કમજોરી વધારે આવી હતી. સવારે પાંચ વાગ્યા સુધી ભૂખને કારણે એને ઉંધ ના આવી. સવાર પડે એની આંખ મીંચાઇ હતી. ...વધુ વાંચો

49

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૯

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૯અંગાર બધા ગુનાઓ કબૂલ કરી નીલિમા સામે જોઈ મારે છે. અંગારનાં મગજમાં કોઈ પ્લાન હતો એ વિક્કીને શક જાય છે. શું પ્લાન હોય શકે એ વિચારે તે પહેલા અંગાર ચક્કર ખાઈ નીચે પડે છે. કોર્ટનાં કઠેરામાં અંગાર બેભાન થઈ જાય છે. કોર્ટમાં સન્નાટો છવાઈ જાય છે.અંગારને બેભાન જોઈ રાજુ એનું માથું ખોળામાં લે છે: “જજ સાહેબ મારા ભાઈને આ પોલીસવાળાએ શું કર્યું? ખેંગારે એને બહુ લાડકોડથો ઉછેર્યો છે... પોલીસે એના પર જુલમ કર્યો છે... એને દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરાવો...”વિક્કીને ખબર હતી અંગાર નાટક કરે છે. નીલિમા સામે જુએ છે. ...વધુ વાંચો

50

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૫૦ (અંતિમ પ્રકરણ)

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૫૦ (અંતિમ પ્રકરણ)હોસ્પિટલમાંથી કોઈ તકલીફ વગર છટકી જવાશે અંગાર વિચારતો હતો. બેભાન થવાનું નાટક કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સુવાડયો ત્યાં સુધી એ ભાનમાં હતો. કોઈને શક ના થાય એટલે હાથપગ હલાવ્યા વગર સ્ટેચર પર સૂતો હતો. વિક્કીએ પહેલેથી એમ્બ્યુલન્સ બોલાવી રાખી હતી. શું કરવાનું છે નર્સ સાથે પહેલેથી વાત થઈ ગઈ હતી. વિક્કી ઈશારો કરે છે એટલે નર્સ સાચે બેભાન થવાનું ઇન્જેકશન અંગારને લગાવે છે. અંગારને ઇન્જેકશન લગાવ્યું એ ખબર પડી પણ એ વખતે તે કશું કરી શક્યો નહીં.હોસ્પિટલનાં પાંચમાં માળે અંગારને રાખવામાં આવે છે. અંગારનાં રૂમની બહાર બે પોલીસને બેસાડે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો