Case No. 369 Satya ni Shodh - 26 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 26

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૬

રાવજી સામે આંખ મારી કરણ બોલે છે: “રાવજી, કોઈ એકાંત વાળી જ્ગ્યા પર લઈ લે... ખત્રી સાથે થોડી વાતો કરવી છે...”

બન્ને બાઇક પર ફરી સવાર થાય છે. જયારે વિડીયો જોઈ ખત્રીની આંખો પહોળી થઈ જાય છે. આખા શરીર પર પરસેવો અને ધબકારાની સંખ્યા વધે છે. એના ગળામાં શોસ પડે છે. બોલવાની કોશિશ કરે છે પણ જીભ સ્થિર થઈ જાય છે. સહેજ પણ અવાજ નીકળતો નથી.

સવારનાં ઠંડા વાતાવરણમાં ખત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે. ધબકારાની ગતિ તેજ થઈ. હ્રદયમાં જોરથી દુ:ખાવો શરૂ થયો. આંખો આઘાતથી પહોળી થઈ. આંખોની નસોમાં લાલ રંગની રેખા ઉપસી હતી. સમય જોયા વગર શુક્લાને વિડીયો સેન્ડ કરે છે. જલ્દી ઓફિસમાં મળવાનું લખે છે.

***

શંકર અને અર્જુનના મૃત્યુથી કરણ બહુ હતાશ થયો હતો. વર્ષો પછી મળેલા મિત્ર સાથે દસ મિનિટની વાત થઈ શકી નહોતી. એક જ શહેરમાં હોવા છતાં કેટલા દૂર હતા. થોડા વહેલા મળ્યો હોત તો વાત જુદી હોત. અચાનક દોસ્ત મુસીબતમાં હોવાની જાણ મળે છે. મદદ માટે સમયસર પહોંચી ના શકવાનો રંજ હતો. શંકરકાકાની અંતિમ વિધિ વખતે અર્જુનને શોધી શક્યો નહીં એનો અફસોસ હતો. વિક્કીને કેવી રીતે બચાવી શકાય એ મોટી સમસ્યા હતી. ખેંગારે બહુ મોટો દાવ રમ્યો હતો. ચોવીસ કલાકની અંદર બધાને ગમે તે પ્રકારે મોત આપી આબાદ બચી જવા માટે પેતરો રચ્યો હતો.

અંધકારમાં ઘેરાયેલા કરણને અર્જુનનાં ફોનમાંથી ખત્રીનો વિડીયો આશાની કિરણ સમાન મળ્યો હતો. હવે બધું સારું થઈ જશે એવો વિશ્વાસ આવ્યો હતો. બાઇકની સ્પીડ કરતાં પણ વધારે સ્પીડથી એના મગજમાં વિચારો પસાર થતા હતા. મનમાં બોલે છે. ‘પપ્પા, તમે મને ધમકી મારા માટે જ આપી છે એ હું સમજુ છું... કારણકે તમે જાણો છો વિક્કીને કશું થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું... હવે વિક્કીનો વાળ પણ વાંકો નહીં થાય... જે લોકોને મારવા માટે ખેંગારે લાંચ આપી છે... એ લોકો જ એનો જીવ બચાવશે... હવે હું શુક્લા અને ખત્રીને મારા કહ્યા પ્રમાણે કરવા માટે મજબૂર કરીશ... મારા દોસ્ત તારા દુશ્મનોને મારા આ હાથે સજા આપવીશ... ત્યાં સુધી તારું અસ્થિ વિસર્જન નહીં કરું... તારા દુશ્મનોને બળથી નહીં કળથી મારીશ... એ લોકો મારી સામે હાથ જોડશે... પણ માફીતો તારી પાસે ઉપર આવીને માંગશે...’

રાવજી અને કરણ નાનકડા ગાર્ડન આગળ આવીને ઊભા રહે છે. સવારનાં ખુશનુમા વાતાવરણમાં થોડા માણસો જોગિંગ, યોગા અને કસરત કરવામાં વ્યસ્ત હતા. ગાર્ડનનાં ચિલ્ડ્રન પ્લે એરિયાની નજીક એક બાંકડા પર કરણ અને રાવજી બેસે છે. કરણનાં શર્ટ પર અર્જુનનાં લોહીનાં બે-ત્રણ દાગ પડ્યા હતા. રાવજી દાગ તરફ કરણનું ધ્યાન દોરે છે. ચિલ્ડ્રન પ્લે એરિયાની બાજુમાં પાણીનો નળ હતો. નળની આજુબાજુ નાનકડા ખાડામાં થોડો માટીનો કીચડ થયો હતો. એ ખાડામાંથી માટી લઈ કરણ શર્ટ પર લોહીનાં ડાઘ હતા ત્યાં લગાવી લોહીનાં ડાઘ સંતાડે છે.

કરણ: “રાવજી, ખત્રીને વિડીયો મોકલે કેટલો સમય થયો?”

રાવજી: “પંદર મિનિટ જેવું થયું હશે...” કરણ ખત્રીને ફોન કરતા પહેલા વિશાલને ફોન કરે છે.

વિશાલ: “સર ગુડ મોર્નિંગ... બસ હવે શુક્લા સાહેબને ચા પીવડાવવા જઈ રહ્યો છું...”

કરણ મૂછમાં હસે છે: “એટલે તેં ચા વાળાની લારી પર નોકરી શરૂ કરી છે!”

વિશાલ પણ મલકાતા બોલે છે: “શું કરું? મારા ઘરની બહાર રાજુનો કુતરો મીટ માંડીને બેઠો છે... હવે તો પાછળનાં રસ્તા પર પણ એ લોકોની વોચ ગોઠવાઈ ગઈ છે... એ લોકોએ શોધી નાખ્યું છે કે હું અને સંજય ક્યાંથી આવતા અને જતા હતા... સંજય તો હોસ્પિટલમાં છે... એટલે મેં એ લોકોનાં હાથમાં આવવા કરતાં શુક્લાની સેવા કરવાનું વિચાર્યું... ચાની લારી પર કાલથી નોકરી શરૂ કરી છે... બે દિવસથી અહીંયા આંટાફેરા મારીને એટલી તો ખબર પડી ગઈ કે શુક્લાને દર બે કલાકે ચા પીવા જોઈએ છે... હવે એનો આવવાનો સમય થયો છે... ખત્રી હમણાં આવ્યો છે... એકદમ પરસેવે રેબઝેબ... દોડતો પોતાનું બાઇક રસ્તા પર ફેંકીને અંદર ગયો છે...”

કરણ: “એટલે એ બીકણ આવી ગયો... હવે શુક્લા પણ પરસેવે રેબઝેબ આવશે... તેં શું પ્લાન બનાવ્યો છે?”

વિશાળ: “સર, મને લાગે છે! તમે કોઈ કરામત કરી છે... હવે એ લોકોનાં વળતાં પાણી શરૂ થવાનાં છે!”

કરણ: “હા વિશાલ, હવે રાજુ, ખેંગાર અને અંગારની ઊંઘ હરામ કરતા પહેલા એના કુતરાઓની દશા બગાડવાની છે... શુકલાની ઓફિસમાં તેં કોઈ માઈક્રોફોન સંતાડયો છે?”

વિશાલ: “આજે એ જ કામ પહેલા કરવાનો છું... શુકલાની ઓફિસમાં ક્યાં માઈક્રોફોન ફિટ કરવાનો છે એ જગ્યા મેં શોધી રાખી છે... બસ શુક્લા બોલાવે એટલી વાર છે...” વાત ચાલતી હતી એટલામાં શુકલાની ગાડી આવે છે અને કરણનાં ધાર્યા પ્રમાણે શુક્લા ગભરાયેલી હાલતમાં એની ઓફિસમાં જાય છે. “સર શુક્લા આવી ગયો... બસ ચા મંગાવે એટલી વાર...”

કરણ: “નહીં વિશાલ... શુક્લા જેવા મોટા પોલીસ ઓફિસરને ચા માટે રાહ જોવડાવવાની ના હોય... તું તાબડતોબ જા...”

‘ઓકે સર’ બોલી વિશાલ એના કામે લાગે છે. શુક્લાની ઓફિસમાં જાય છે ત્યારે ખત્રી ત્યાં આવી ગયો હતો. પરસેવો લૂછતો બોલે છે: “સર, ખબર નહીં એ વિડીયો એના હાથમાં ક્યાં આવ્યો?”

ચા વાળાને જોઈ શુક્લા ગુસ્સામાં મોઢા પર આંગળી મૂકી ખત્રીને ચૂપ રહેવા કહે છે. વિશાલની આંખો એ ઈશારો જોવે છે. સહેજ દયામણો ચહેરો કરી ચા ટેબલ પર મૂકે છે. જાણીજોઇ થોડી ચા ટેબલ પર ઢોળે છે. શુક્લા ગુસ્સે થઈ આંખો કાઢે છે.

વિશાલ ગભરાતો હોય એમ શુક્લાનાં પગ પકડે છે: સોરી સર… હું ટેબલ ફટાફટ સાફ કરું છું...” શુક્લાનાં પગ પકડવાનું નાટક કરી ટેબલનાં ડ્રોવરની નીચે એક માઈક્રોફોન ખૂબ આસાનીથી ચોંટાડે છે. ફરી વાર સોરી સર કહી બહાર આવે છે. ચોકીનો પૂરો સ્ટાફ આવ્યો નહોતો. બે હવાલદાર જોકા ખાતા હતા અને એક ઇન્સ્પેક્ટર મોબાઈલ જોવામાં વ્યસ્ત હતો. ખત્રી અને સિંદેનાં ટેબલ નીચે પણ વિશાલ માઈક્રોફોન મૂકે છે. ચોકીની બહાર આવી તરત કરણને ફોન કરે છે: “સર નાનું બચ્ચું વધારે ડરી ગયું છે... અને બુલડોગ ધૂવાંપૂવાં થયો છે... મારૂ કામ હવે શાંતિવળી જ્ગ્યા પર જઈ એ લોકોનો વાર્તાલાપ સાંભળવાનું છે... તમને જલ્દી વાત કરું છું...” વિશાલ બહાર આવી હોટેલનાં ખૂણામાં બેસી સ્પીકર ચાલુ કરે છે.

ખત્રી: “સર, આ ના નંબર અર્જુનનો છે... આ વિક્કી અને એનો ભાઈ ક્યાં થી મુસીબત લઈ આવે છે એ ખબર પડતી નથી? જ્યારથી આ ખેંગાર અને રાજુનાં ચક્કરમાં આવ્યા છે ત્યારથી જીવવું હરામ થઈ ગયું છે...”

શુક્લા: “સાલા બળદ જેવા... આ વિડીયો આપણાં પોલીસ સ્ટેશનમાં ઉતરેલો છે... ડોબા તારી આંખો સામે તારો ખેંગાર જોડેથી પૈસા લેતો વિડીયો ઉતાર્યો... તને ખબર પણ પડી નથી... સાલા તું શું કરતો હતો તો તને ખબર ના પડી...”

ખત્રી: “સર એ વિડીયોમાં છેલ્લે તમે પણ દેખાવ છો... તમે પણ ખેંગાર જોડેથી રૂપિયા લેતા ઝડપાયા છો...”

શુક્લા: “સાલા ડોબા, ક્યારનો તને એ જ કહું છું... હું અને તું બન્ને એ વિડીયોમાં દેખાઈએ છીએ તો તને ખબર પણ ના પડી કે કોઈ વિડીયો ઉતારે છે? નક્કી આપણી ચોકીમાં અર્જુનનો કોઈ માણસ આવ્યો હશે!”

ખત્રી: “સર હવે આગળ શું કરવું છે... નવ વાગે વિક્કી, પ્રતિક અને રોહિતને અંગાર પાસે લઈ જવાના છે... એ લોકો એમનાં હાથે મારવા માંગે છે... અને આપણે ત્રણેય છોકરાઓ ભાગવાની કોશિશ કરતાં હતા એટલે એન્કાઉન્ટર કરવું પડ્યું એવો પ્લાન બનાવ્યો છે... સર, આ બે ભાઈઓ આટલા બિધ્દ્ધિશાળી છે... હજી તો કરણ મેદાનમાં ઉતાર્યો નથી... ત્રણેય ભેગા થશે ત્યારે શું થશે?”

શુક્લા: “સાલું ખબર નથી પડતી? કાલે ખેંગારનાં માણસોને અર્જુન મળી ગયો હતો... એની ગાડીનો ખોફનાક અકસ્માત કરાવ્યો... તો પણ એ બચી ગયો હોય એવું લાગે છે... હવે અર્જુન આ વિડીયો જો કોઈ ન્યૂઝમાં કે ઓનલાઇન અપલોડ કરે તો આપણે ઘરે બેસવાનો વારો આવશે... તું વાત કર અર્જુન સાથે... વિડીયોનાં બદલામાં એ શું માંગે છે?”

ખત્રી: “સર મારી હિંમત નથી થતી વાત કરવાની... તમે કારોને...”

શુક્લા ગુસ્સે થઈ ઊંચા અવાજે બોલે છે: “સાલા તને પોલીસ કયા મુરખે બનાવ્યો? જ્યાં ત્યાં બગાડે છે અને મારે બધુ સાફ કરવાનું?” શુક્લા ફોન લગાવે છે પણ સ્વિચ ઓફ આવે છે: “સાલો ફોન બંધ કરી બેઠો છે... એના ફોનની રાહ જોવાની હવે! નવ વાગ્યા સુધી ફોન ના આવ્યો તો મુસીબત થવાની છે...”

વિશાલ આ બધી વાત બહુ ટૂંકાણમાં કરણને જણાવે છે. કરણ આ સાંભળી વિડીયો ફરી ચાલુ કરી ધ્યાનથી જોવે છે. છેલ્લે શુક્લા પણ ખેંગાર જોડેથી પૈસા લેતો દેખાયો હતો. કરણને તો જાણે ફ્રી હિટ મળી. એ વિડીયોમાં ખત્રી અને શ્ક્લા બન્ને પૈસા લેતા દેખાતા હતા. કરણનું ધ્યાન શુક્લા દેખાય છે એના પર ગયું નહોતું. પણ વિડીયોમાં બન્ને સાફ પૈસા લેતા દેખાતા હતા. અને તે પણ ખેંગારનાં હાથે પૈસા લેતા દેખાતા હતા. આ કરણ અને વિક્કી માટે ખૂબ ફાયદાકારક વાત બનવાની હતી. કરણે એ વાતનો ફાયદો ઉઠાવી એક પ્લાન વિચાર્યો. એ પ્લાન પર કામ કરવા માટે ખત્રીને ફોન લગાવે છે. ખત્રી અને શુક્લા ફોનની રાહ જ જોતાં હતા. ખત્રી ફોન શુકલાને આપી દે છે.

શુક્લા: “હલો... અર્જુન તારે વિડીયોનાં બદલામાં શું જોઈએ છે?”

કરણ અવાજ બદલી બોલે છે જેથી શુક્લાને ખબર નાં પડે: “અરે શુક્લા! તારો કૂતરોતો બહુ બીકણ છે... સીધો તને ફોન આપી દીધો...”

શુક્લા: “તું કામની વાત કર... અને અમારી ચોકીમાં આવી વિડીયો કેવી રીતે ઉતાર્યો?”

કરણ: “તારા માણસોને મારી પાસે ટ્રેનીંગમાં મોકલજે... અને તું પણ ટ્રેનીંગ લેવા આવજે... બધાને શીખવાડીશ... સાલા કૂતરા અત્યારે એ વાત કરવાની છે? હવે સંભાળ હું કહું એમ વિક્કી, પ્રતિક અને રોહિતને સહી સલામત મારી પાસે પહોંચાડી દે... નહિતો કાલે પેપરમાં અને આજે દસ વાગે બધી ન્યૂઝ ચેનલમાં તમારા બન્નેનાં વખાણ થશે...”

શુક્લા: “ના ભાઈ એવું ના કરીશ... તું કહે એમ તારો ભાઈ તારી સુધી આવી જશે... પણ પછી ખેંગારને હું શું કહીશ?”

કરણ: “તું પહેલા મારો પ્લાન સાંભળ... પછી ખેંગારને તારે જે કહેવું હોય એ કહેજે...”

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED