Case No. 369 Satya ni Shodh - 32 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 32

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૨

અંગાર જે દિવસે મુંબઈ પાછો આવે છે. એ રાત્રે શુક્લાનાં ફોન પર અર્જુનનો ફોન આવે છે. ઉંધમાં હોવાથી શુક્લા સ્ક્રીન પરનું નામ વાંચ્યા વગર ફોન ઉપાડે છે. ફોન જ્યારે પૂરો થાય છે ત્યારે શુક્લાની ઊંધ ઊડી ગઈ હતી અને પરસેવે રેબઝેબ થયો હતો. ફરી એકવાર અર્જુનનાં નામનો ખોફ એની આંખોમાં ફરતો હતો.

કરણે એ રાત્રે અર્જુનનાં નામથી ફોન પર વાત કરી શુક્લાની ઉંધ હરામ કરી હતી. અંગાર આવ્યો એની ખુશી વ્યક્ત કરી. હવે ખરાખરીનો જંગ શરૂ થશે એમાં પહેલેથી ખેંગારની ચાપલૂસી બંધ કરવા માટે ચેતવણી આપી. આગળ કર્યું હતું એમ ડબલ ગેમ રમ્યો, તો દુનિયાનાં ગમે તે ખૂણામાં સંતાઈને બેસીસ તને શોધી જાનવરની જેમ માર મારીશ એવી ધમકી આપે છે. જો જીવ બચાવવો હોય તો થોડા મહિનાઓ માટે રાજા મૂકી વિદેશ ફરવા જવાની સલાહ આપે છે.

શુક્લા અને ખત્રી બન્નેને એકસાથે મોતનાં દર્શન થયા હતા. જો ત્યાં રહે અને ખેંગારને અર્જુનનાં ફોન અને કરણની બદલીની વાત ના કરે તો મોત હતું. જો વાત કરે તો અર્જુન અને કરણનાં હાથે તડપી-તડપી રોજ મરવાનું હતું. બન્નેમાંથી જે કરે એમાં મોત નિશ્ચિત હતું. એટલે બન્ને રાજા મૂકી વિદેશ ભાગી જવાનો નિર્ણય લે છે.

***

અંગાર એરપોર્ટ પર ઉતરે છે. બે વર્ષ જેવો સમય થવા આવ્યો પછી પાછો આવ્યો હતો એટલે વધારે ખુશ હતો. જર્મનીમાં બહુ રંગરેલીયા મનાવી હતી પણ એને મુંબઈની સુંદર છોકરીઓ સાથે મજા માળવાની ઈચ્છા થઈ હતી. પ્લેનમાં બેસી નક્કી કર્યું હતું કે આજે જ કોઈ સુંદર છોકરી સાથે રાત વિતાવવી છે.

અંગારે બ્લેક જીન્સ અને વ્હાઇટ ટીશર્ટ પહેરી હતી. શરીરનો બાંધો મજબૂત હતો. દેખાવ ચોકલેટી હીરો જેવો નહોતો પણ હેન્ડસમની વ્યાખ્યા એના માટે ફિટ બેસતી હતી. કોઈપણ છોકરી એને પહેલી વખત જોયા પછી એકવાર એના માટે વિચાર કરવા માટે મજબૂર થાય એવો દેખાવ હતો. સામાન લઈ પાર્કિંગમાં આવી એની ગાડી શોધે છે. ગાડી નથી દેખાતી એટલે એને ગુસ્સો આવે છે.

ગુસ્સામાં ગોગલ્સ કાઢી ફેંકવા જતો હતો, ત્યાં બાજુમાં એક સુંદર છોકરી સામાન લઈ આવે છે. એ છોકરી એનાથી માત્ર અડધો ફૂટ દૂર હતી. છોકરીનાં શરીરમાંથી આવતી સેંટની સુંગંધ અંગારનાં શરીરમાં ઝણઝણાટી ફેલાવે છે. એ છોકરી પણ પાર્કિંગમાં ગાડી શોધતી હોય એવું લાગે છે. અંગાર ગોગલ્સ ફરી પહેરી એને ઉપરથી નીચે જોવા લાગે છે. છોકરીની દેહરચના જોઈને અંગારનાં હાથ ગોગલ્સ પર ગુંદરની જેમ ચોંટી જાય છે.

છોકરીએ બ્લેક જીન્સનું શોર્ટ અને પિન્ક ફૂલ સ્લીવની ટી શર્ટ પહેરી હતી. મુલાયમ રેશમી સ્ટેપ કટ વાળ છૂટા રાખ્યા હતા. બ્લેક કલરનાં લેડિઝ શૂઝ પહેર્યા હતા. હાથમાં પિન્ક કલરનું બ્રેસલેટ પહેર્યું હતું. આંખો પર પિન્ક સેડવાળા ગોગલ્સ પહેર્યા હતા. પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઈ, ત્વચાનો રંગ દૂધ જેવો ઉજળો એમાં વીજળીનાં ચમકારા જેવી આંખો અંજાઈ જાય એવી ચમક. વીજળીનો ચમકારો જોયા પછી આંખ બંધ કરો તો પણ અંધારામાં એ ચમક પીછો ના છોડે. સ્કીન ટાઈટ શોર્ટમાં નિતંબ અને કમરનો આકાર સટીક દેખાતો હતો. કમર ઉપર હાથ વીંટળવવા માટે કોઈ પણ પુરુષ આતુર થાય એવી કામુક દેહ-રચના હતી.

સાઈડથી છોકરીનો ચહેરો આખો દેખાતો નહોતો પણ અંગારને ખાતરી થઈ હતી કે આ યુવતી ખૂબ સુંદર દેખાય છે. છોકરીનાં પગની ચમક જોઈ એના મોઢામાંથી લાળ ટપકવા લાગે છે. આવી જ સુંદર છોકરી સાથે મસ્તી કરવા માટે એ ઉત્સુક હતો. છોકરીનો ચહેરો જોવા માટે એની સાથે વાત કરવાનું વિચારે છે. પણ શું વાત કરવી એ ખબર પડતી નથી. એટલામાં એનો ડ્રાઈવર ગાડી લઈ આવે છે. એને વાત કરવા માટે બહાનું મળે છે. એક્સ્ક્યુઝમી કહી એની નજીક જાય છે. છોકરી પાછળ ફરે છે. ત્વરાથી પાછળ જોવાના કારણે છોકરીનાં વાળ હવામાં લહેરાય છે. હેન્ડસમ યુવાનને જોઈને છોકરી સ્માઇલ કરે છે. અંગાર ક્યારનો યુવતીનો ચહેરો જોવા માટે અધીરો થયો હતો. છોકરીનો ચહેરો અને એની સ્માઇલ જોઈને અંગારની આંખો પલક ઝપકવાનું બંધ કરે છે.

લીસા ચરબીયુક્ત લાલ ગાલ, ભરાવદાર ગુલાબની પાંદડી જેવા હોઠ, મનમોહક સ્મિત, માછલી જેવી લાંબી પાણીદાર આંખો, નકસીદાર ઘાટીલું નાક, ચમકદાર કપાળ, દાઢીની વચ્ચે નાનો ખાડો આખા ચહેરાની સુંદરતામાં વધારો કરતો હતો. ટીશર્ટને ચોંટીને રહેલા ચુસ્ત સ્તન જોઈને સ્વર્ગની અપ્સરાને જોતાં હોય એવું લાગે. સુડોળ, ટટ્ટાર, પાતળી, કમર એની દેહદ્રષ્ટિને મોહકતા પ્રદાન કરતી હતી. પેટ ઉપર ચરબીનો કોઈ અંશ નહોતો. પેટ જોઈને કોઈ પણ પુરૂષને બન્ને હાથ વચ્ચે લઈને મસળી નાંખવાની ઈચ્છા થાય. એના તમામ અંગ સંતુલિત અને સુગઠિત હતા. એનું સૌંદર્ય એક સ્ત્રીની સંપૂર્ણતાની સાક્ષી પૂરતું હતું.

અંગાર બોલે એ પહેલા પોલીસની ગાડી યુવતી પાસે આવે છે. એમાંથી એક હેન્ડસમ પોલીસ ઇન્સ્પેક્ટર ઉતરે છે. છ ફૂટની ઊંચાઈ, દેખાવ બિલકુલ ચોકલેટી હીરો જેવો, ક્લીન સેવ એને વધારે આકર્ષક બનાવતી હતી. મજબૂત અને કસાયેલું ખડતલ શરીર હતું. ચાલવાની સ્ટાઈલ જોઈ કોઈપણ છોકરી ફીદા થઈ જાય. સુંદર રીતે ઇન્શર્ટ કરી વરદી પહેરેલી હતી, એનાથી પોલીસનો ડ્રેસ વધારે શોભાયમાન થતો હતો. પોલીસની વરદી એના પર બરાબર ફિટ લગતી હતી. પોલીસ ગોગલ્સ ઉતારી શર્ટમાં ભરાવે છે. ખિસ્સામાંથી એક ગુલાબ કાઢી છોકરી પાસે આવે છે. છોકરી હજુ અંગારને જોતી હતી.

ઇન્સ્પેક્ટર ગુલાબ હાથમાં લઈ એક પગનો ઢીંચણ જમીન પર મૂકી બોલે છે: “આઈ એમ સોરી ડાર્લીંગ... મને થોડું મોડુ થઈ ગયું... પ્લીસ ફરગીવ મી...” છોકરી ઇન્સ્પેક્ટર સામે જોઈ ગુસ્સો કરે છે. ગુલાબ લઈ શૂઝ નીચે કચરે છે. ફરી અંગાર તરફ નજર કરે છે. ઇન્સ્પેક્ટર કાન પકડી બોલે છે: “સોરી ડિયર... તું તો જાણે છે પોલીસની નોકરી કેટલી ડિફિકલ્ટ છે... મારે જલ્દી આવવું હતું પણ આવી શકાયું નહીં... હું માત્ર ત્રણ મિનિટ જ લેટ છું... એની સજા તો મારૂ ગુલાબ કચરી આપી દીધી... એ ગુલાબ મારૂ હ્રદય જ તો છે...”

છોકરી હજી પણ અંગાર સામે જોતી હોય છે. છોકરીની માદક નજર જોઈ અંગાર પોતાનો હોશ ગુમાવવા લાગ્યો હતો. એમાં એક પોલીસવાળો વચ્ચે હડ્ડી બની આવ્યો હતો. અંગારને પોલીસનું ગળું દબાવવાનું મન થઈ જાય છે. ઇન્સ્પેક્ટર ઊભો થઈ છોકરીનાં બન્ને ખભા પકડે છે: “ઓકે સ્વિટહાર્ટ ત્રણ મિનિટ લેટ આવવાની બીજી શું સજા આપશો?” બોલી ઇન્સ્પેક્ટર બન્ને ઢીંચણ જમીન પર મૂકી કાન પકડે છે.

અંગારને એ વખતે પોલીસને લાત મારવાની ઈચ્છા થાય છે. એનો ડ્રાઈવર અંગારનાં ગુસ્સાને બરાબર ઓળખતો હતો. બે વર્ષે પાછો આવેલો અંગાર પોલીસ પર હાથ ઉપાડી ભૂલ કરે એ પહેલા એ એને રોકે છે. છોકરી હવે ઇન્સ્પેક્ટર સામે જોઈ મીઠું હસે છે. એની મીઠી હસી અંગારનાં શરીરમાં આગ ફેલાવે છે. છોકરી ઇન્સ્પેક્ટરનાં ખભા પકડી ઊભો કરે છે: “સજા તો તમને મળશે... જરા વિચારવા દો...” આટલું બોલી છોકરી બન્ને હાથે પોતાની કમર પર મૂકી ડોલે છે. જાણે સજા શું આપવી એ વિચાર કરે છે.

છોકરીનો અવાજ અંગારનાં કાનમાંથી આખા શરીરમાં કંપન ઊભું કરે છે. એનો મીઠો અવાજ પૂરા શરીરમાં મીઠા ગલગલિયા કરે છે. અંગાર છોકરીની હરકતો જોઈ એને બાથમાં ભરવા માટે રઘવાયો થાય છે. સુંદર અને ચબરાક છોકરી એની કમજોરી પહેલેથી હતી. એમાં આ છોકરી સામે ચાલી એની કમજોરીને બહાર લાવવા માટે ઉશ્કેરતી હતી. એ છોકરી અંગાર સામે જોઈ, પછી જે બોલે છે એ સાંભળી અંગારનો ગુસ્સો ભડકે બળે છે: “તમે જ કહો મી... મને ગભરાયેલી જોઈ તમને મારી ચિંતા થઈ હતી ને? એટલે તમે મને લિફ્ટ આપવા માટે કહેવાના હતા ને? હવે આ મારા ભાવિ પતિ મોડા આવ્યા તો મારે એમને શું સજા કરવી જોઈએ?”

ભાવિ પતિ સાંભળી અંગારને એજ ક્ષણે બંદૂક કાઢી ઇન્સ્પેક્ટરની ખોપડી ફોડવાની ઈચ્છા થાય છે. એનો ગુસ્સો વધારે બહાર આવે એ પહેલા ઇન્સ્પેક્ટર આગમાં ધી રેડે છે. ઇન્સ્પેક્ટર અંગાર સામે હાથ લંબાવે છે: “અરે થેંક્યું મી... તમે મારી નીલુંને સલામત મારા સુધી લાવવા માટે મારા પર મહેરબાની કરવાના હતા...”

જો હાથ ના મિલાવે તો છોકરી નારાજ થશે એવું વિચારી ગુસ્સાને કાબુમાં રાખી અંગાર ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવે છે. ઇન્સ્પેક્ટર હાથ છોડાવી હસી છોકરીને ભેટી બોલે છે: “અરે નીલું આ વાત તારે પહેલા કહેવી જોઈએ... મારે આ મદદગાર વ્યક્તિનો આભાર માનવો પડે...” છોકરી હજી પણ રિસાઈને ઊભી રહે છે. અંગારને એ વખતે ઇન્સ્પેક્ટરનાં બરડા પર ચપ્પુ મારવાની ઈચ્છા થાય છે પણ છોકરી એની સાથે સારી રીતે વાત નથી કરતી એ જોઈ થોડી ખુશી થાય છે.

છોકરી પણ અંગારનાં મનની વાત સાંભળી ગઈ હોય એમ વધારે ગુસ્સો કરી પોલીસને દૂર હડસેલે છે. હવે પોલીસ છોકરી પાસે આવી પ્રેમથી બોલે છે: “હું સમજી ગયો ડિયર... તને વધારે ગુસ્સો કઈ વાત પર આવ્યો છે...” એવું કહી ઇન્સ્પેક્ટર પ્રેમથી છોકરીનાં ગાલ પર કિસ કરે છે. એ કિસ અંગારનાં હ્રદય પર તીર વાગે એમ વાગે છે. એ જ સમયે એ પોલીસને ગોળી મારવા માટે બંદૂક કાઢે છે. ડ્રાઈવર એ બંદૂક સમયસર ખેંચી લે છે.

અંગાર ડ્રાઈવર પર હાથ ઉપાડવા જતો હતો ત્યાં છોકરી બોલે છે: “બાગ્ગા જેવા આ કામ તારે પહેલા કરવાનું હોય... ક્યારની તારી પ્રેમભરી કિસ માટે તરસતી હતી...” છોકરી તરત ઇન્સ્પેક્ટરનાં ગાલ પર વળતી કિસ કરે છે. એ વળતી કિસ અંગારનાં ગુસ્સામાં પેટ્રોલ છાંટે છે. એ ડ્રાઈવરનાં હાથમાંથી બંદૂક લેવા જાય છે, ત્યાં છોકરી એની પાસે આવે છે. છોકરીને એની પાસે આવેલી જોઈ એનો ગુસ્સો થોડો શાંત થાય છે.

છોકરી હાથ લાંબો કરી બોલે છે: “આપનો ખૂબ ધન્યવાદ... જો આ મારો બબૂચક સમયસર ના આવતો તો હું તમારી મદદ ચોક્કસ સ્વીકારતી...”

છોકરી સાથે હાથ મિલાવવાથી અંગારનાં શરીરમાં દરેક નસમાં ગરમાવો આવે છે. આ સ્પર્શ હવે એને કેટલી તકલીફ આપવાનો છે એ વાતથી અજાણ અંગાર એની સાથે મજા કરવાનો નિર્ણય લે છે. એ જ ક્ષણે એને પોતાનાં બાહુપાસમાં સમાવવા માટે બીજો હાથ આગળ કરે છે. પણ છોકરી હાથ છોડાવી ખૂબ ઝડપથી પોલીસની ગાડીમાં બેસે છે. અંગાર પોતાને સાંભળે એ પહેલા ગાડી સ્ટાર્ટ થાય છે. છોકરી બાયનો ઈશારો કરી ફરી મીઠું હાસ્ય કરે છે. અંગાર વિવશ થઈ એ છોકરીને જતો જોવે છે. એના ડ્રાઈવરનું ગળું પકડી બોલે છે: “જે કરવું હોય એ કર... આ છોકરી કોઈપણ હિસાબે મારે જોઈએ છે...”

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED