Case No. 369 Satya ni Shodh - 33 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 33

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૩

અંગાર પોતાને સંભાળે એ પહેલા ગાડી સ્ટાર્ટ થાય છે. છોકરી બાયનો ઈશારો કરી ફરી મીઠું હાસ્ય કરે છે. અંગાર વિવશ થઈ એ છોકરીને જતો જોવે છે. એના ડ્રાઈવરનું ગળું પકડી બોલે છે: “જે કરવું હોય એ કર... આ છોકરી કોઈપણ હિસાબે મારે જોઈએ છે...”

અંગાર ગુસ્સામાં આપો ખોઈ બેસે એ પહેલા ડ્રાઈવર એને ગાડીમાં બેસાડી ત્યાંથી નીકળે છે. આ બધો બનેલો બનાવ અને અંગારનું વર્તન દૂર એક ગાડીમાં બેસી રોહિત શૂટ કરતો હતો. અંગારની ગાડી દેખાતી બંધ થાય છે એટલે શૂટ કરેલો વિડીયો મોબાઈલમાં સેન્ડ કરે છે. એ વિડીયો ગ્રુપનાં દરેક સભ્ય જુએ છે. રોહિત મોબાઈલથી એક ફોન કરે છે. એ ફોન નંબર પેલી છોકરી સાથે આવેલા ઇન્સ્પેક્ટરનો હતો: “દોસ્ત નીલિમાએ કમાલ કરી દીધી... તેં અને નીલિમાએ અંગારનાં દિલમાં અંગાર ફૂંકી દીધો... આજે દિલમાં ઉપજેલા એ અંગારા નરાધમ અંગારને સુવા નહીં દે...”

જે છોકરીએ અંગારનાં દિલમાં આગ લગાવી એ બીજી કોઈ નહીં નીલિમા હતી અને વિક્કી ઇન્સ્પેક્ટર હતો. અંગાર નીલિમાનાં સોંદર્યમાં એવો ખોવાયો એને ખબર પડી નહીં કે એના પર બે વર્ષ પહેલાં એકવાર નહીં અનેકવાર બળાત્કાર કરી ચૂક્યો છે. જે છોકરીનાં લીધે બે વર્ષ જર્મની જવું પડ્યું એ જ છોકરી પાછળ એ પાગલ થયો હતો. એમાં અંગારની કોઈ ભૂલ નહોતી થઈ. નીલિમા અને વિક્કીએ પોતાનો દેખાવ બહુ કારીગરીથી બદલ્યો હતો. કોઈપણ માણસ બન્નેને ઓળખી શકે એમ નહોતું. વિક્કી જ્યારે કેસ નંબર - ૩૬૯નાં ગુનામાં જેલમાં હતો ત્યારે દાઢી બહુ વધેલી અને વાળ લાંબા હતા. અત્યારે વિક્કી ક્લીન સેવ અને ટૂંકા વાળમાં આવ્યો હતો. એના શરીરનો રંગ પણ થોડો બદલાયો હતો.

જ્યારે નીલિમાને બંધક બનાવી અત્યાચાર કરવામાં આવ્યો એ વખતનાં અને અત્યારનાં નીલિમાનાં દેખાવ અને કપડાંમાં આસમાન-જમીનનો ફર્ક હતો. નીલિમા કોઈ દિવસ વેસ્ટર્ન કપડાં પહેરતી નહોતી. લાંબા વાળ સાદગીથી બાંધેલા રાખતી. એની ત્વચા એટલી સુંદર હતી કોઈ દિવસ એને મેકઅપ કરવાની જરૂર રહેતી નહીં. સાદા પહેરવેશમાં પણ એ ખૂબ સુંદર દેખાતી હતી. જ્યારે સાડી પહેરી થોડો મેકઅપ કરે ત્યારે સ્વર્ગમાંથી અપ્સરા નીચે આવી હોય એવી લાગતી.

દીકરી આટલી સુંદર હતી એટલે હંસા અને કિશોરને હમેંશા એની ચિંતા થતી. દીકરીને કોઈ દિવસ ક્યાંય એકલી મોકલતા નહીં. કિશોર ઘણીવાર હંસાને કહેતો નીલિમાને પોતાની રક્ષા કરવા માટે કરાટે શીખવાની જરૂર છે. પણ હંસા કહેતી આપણે દીકરીને કોઈ દિવસ એકલી મૂકીશું નહીં. દીકરી બહુ નાજુક છે. એને કસરત કરતાં કશું ઊંચું-નીચું થઈ જાય તો ખોડખાંપણ રહી જાય. જમવામાં પણ ગરમ વસ્તુ મોઢામાં મૂકે તો જીભ પર છાલા પડતાં. નીલિમાનાં શરીર પર ખંજવાળ આવે તો હંસા મુલાયમ કપડાથી એ ભાગ પર પંપાળે. જો નખ વાગી જાય તો શરીર પર એનાં લીસોટા ઘણા દિવસ સુધી દેખાય. નીલિમાનાં શરીરની સુંદરતા એનાં માટે શ્રાપ બની હતી.

વિક્રાંત અને નીલિમા કોલેજમાં સાથે ભણતા હતા તથા પાડોશી પણ હતા. હંસા અને સાધનાને બહુ સારું બનતું હતું. વિક્રાંત બહુ વર્ષોથી નીલિમાને પસંદ કરતો હતો. હંસા અને સાધનાને આ વાતની જાણ થઈ એટલે નીલિમાનાં દિલની વાત જાણવા એની સાથે વાત કરી. ત્યારે બધાને ખબર પડી કે નીલિમા પણ વિક્કીને પસંદ કરે છે. વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખાતા હોવાથી બધા આ સંબંધ માટે રાજી થઈ ગયા. હંસા અને કિશોરનાં માથાનો ભાર હળવો થયો હતો. પછી તો ક્યાંય બહાર કે કોલેજ જવાનું હોય વિક્કી અને નીલિમા સાથે જવા લાગ્યા. બન્ને એકબીજા સાથે જેમ સમય વિતાવતા ગયા એમ પ્રેમ વધતો હતો. બન્નેની જોડી રાધા-ક્રિશ્ન જેવી લાગતી. બન્ને એકબીજાનાં દિલની વાત બોલ્યા વગર સમજવા લાગ્યા હતા.

વિક્કી ફોન મૂકી નીલિમા સામે જુએ છે. નીલિમાનું ધ્યાન વાત પર નહોતું. એ આંખો બંધ કરી ભૂતકાળમાં સરી હતી. વિક્કી એના માથા પર હાથ ફેરવી બોલે છે: “નીલું, ભૂતકાળને હજું પણ ભૂલી નથી શકતી? પણ હવે આગળ ધ્યાન આપ... અંગાર તને ઓળખી શક્યો નથી... તારી પાછળ ગાંડો થયો છે... હવે એ તને મેળવવા માટે બહાવરો બનશે... અને કોઈ ભૂલ કરશે...”

નીલિમા હળવું સ્મિત કરે છે: “હા વિક્કી... સુંદર છોકરી એની કમજોરી છે... મારી હાજરીમાં એણે બે સુંદર છોકરીઓ સાથે અનૈતિક કૃત્ય કર્યું હતું... એની વાસના બે-ત્રણ છોકરીઓથી શાંત નથી પડતી... એકબાજુ મારા પર બળાત્કાર ચાલુ રાખતો... જ્યારે બીજીબાજુ અન્ય છોકરીઓ સાથે પણ એ જ કામ કર્યા કરતો... ખબર નથી કઈ માટીનો બનેલો છે? દિવસ-રાત એના મગજમાં છોકરીઓ સાથે શું કરવાથી સંતોષ મળે એ જ વિચાર ફરતા હોય છે...”

વિક્કી ગાડી એક ફેલ્ટનાં પાર્કિંગમાં ઊભી રાખે છે. ફેલ્ટનાં પાંચમાં મળે લિફ્ટથી જાય છે. ફ્લેટ બહાર વિક્કી અને નીલું નામની નેમપ્લેટ લટકતી હતી. એ ફ્લેટ નીલિમા અને વિક્કીને રહેવા માટે ભાડે રાખવામા આવ્યો હતો. વિક્કી જાણતો હતો એની ગાડી પાછળ અંગારનાં કુતરાઓ આવશ્ય આવશે. એનું અનુમાન સાચું હતું. અંગારે એના માણસો કામે લગાડ્યા હતા. એ છોકરી ક્યાં રહે છે અને શું કરે છે, એ બધી વિગતો મેળવવા માટે કામ શરૂ થયું હતું.

જો કોઈ અનહદ સુંદર છોકરી અંગારને ગમી જાય તો એને સંકજામાં લેવા માટે અનેક પેંતરા અજમાવવામાં આવતા. કોઈ મુસીબત ના આવે એના માટે છોકરીનું બેકગ્રાઉંડ જાણવું અગત્યનું હતું. અંગાર વધારે પડતું એવી છોકરીઓ પસંદ કરતો જેનો પરિવાર બહુ નાનો હોય અને પોલીસકેસ કોઈ કરે નહીં. જો પોલીસકેસ થાય તો આસાનીથી છટકી શકાય એવી ગોઠવણ કરવામાં આવતી.

જ્યારથી એ એરપોર્ટ પરથી ઘરે આવ્યો ત્યારથી ગુસ્સામાં પોતાના રૂમમાં આંટા મારતો હતો. બે વર્ષ પછી આવ્યો છતાં ભાઈ ખેંગાર અને ભાભીને મળવા નહોતો ગયો. ખેંગારને ખબર પડી કે એક છોકરી પાછળ એ પોતાનો કાબૂ ખોઈ બેઠો છે તો અંગારનાં રૂમમાં આવી એને છોકરી કોઈપણ હિસાબે તને મળશે એવું વચન આપે છે.

બીજી બાજુ વિક્કી અને કરણ સામેચાલીને નીલિમાને અંગાર સામે લાવવાની યોજના બનાવતા હતા. કરણ અને વિક્કી બન્ને નક્કી કરે છે કે, આવતીકાલનાં સમાચારમાં ધડાકો કરવાનો છે. અર્જુન ઘણાં પુરાવા મૂકી ગયો હતો. પરંતુ ખેંગારે એ બધી જગ્યા પર ચાલતા ગેરકાનૂની કામ બંધ કર્યા હતા અથવા જગ્યા બદલી હતી. કરણ પૂના ગયો અને વિક્કીની ટ્રેનીંગ ચાલતી હતી એટલે એ લોકોએ બધી કામગીરી બંધ કરી હતી. ફરી એકવાર એ જગ્યા પર નવા પુરાવા એકઠા કરવાનું કામ કરવાનું હતું.

સાવચેતી માટે કરણ અને વિક્કીએ માત્ર ફોન પર વાત કરવાનું નક્કી કર્યું હતું. કોઈ દિવસ ખેંગાર અને અંગારની નજરમાં બન્ને સાથે નહીં આવે એનું ધ્યાન રખવાનું હતું. ખેંગાર અને અંગાર બન્ને પોતાનાં મોબાઈલમાં સંકટ હોસ્પિટલમાં ક્યારે છોકરાઓ પર નવી દવાઓનું પરીક્ષણ કરવાનું તથા માસૂમ અનાથાશ્રમમાં ક્યારે નવા બાળકો અને છોકરીઓને લાવવાનાં બધી માહિતી સેવ કરી રાખતા હતા. કોઈનાં હાથમાં કાગળ આવે અને વાત બહાર ફેલાય તો હકીકત બહાર આવવાનો ખતરો રહેતો. એટલે કોઈ કાગળ પર માહિતી લખવાના બદલે મોબાઈલમાં બધો ડેટા રાખવામાં આવતો. આ બધી વાત અર્જુનનાં એકઠા કરેલા પુરાવા પરથી ખબર પડી હતી.

કરણ અને વિક્કી સૌપ્રથમ અંગારનાં મોબાઈલમાંથી ડેટા મેળવવાનો પ્લાન બનાવે છે. એના માટે નીલિમાને અંગાર પાસે જવાનું હતું. અંગાર રોજ સરગમ ડિસ્કો બારમાં જતો હતો. એની સાથે બે માણસ એની સુરક્ષા માટે કાયમ હાજર રહેતા. આજે સરગમ ડિસ્કો બારમાં નીલિમાની બીજી પરીક્ષા હતી. જ્યારે અંગારની પડતી શરૂ થવાની હતી. કરણ અને વિક્કી બધો પ્લાન નીલિમાને સમજાવે છે.

અંગારનાં આવતા પહેલા નીલિમા અને રોહિત બારમાં જાય છે. નીલિમાનાં ટેબલની સામેનાં ટેબલ પર પીઠ ફેરવી રોહિત બેસે છે. અંગારનાં આવવાનો સમય એ લોકો જાણતા હતા. નીલિમાને થોડો ડાઉટ હતો કે કદાચ આજે અંગાર નહીં આવે, કારણકે દિવસે જે આગ પોતે લગાવી હતી તે આગ બીજી કોઈ છોકરીથી શાંત પડવાની નહોતી. જ્યારે વિક્કીને પૂરો વિશ્વાસ હતો કે આજે અંગાર આવશે અને બારમાં આવતા પહેલાં પૂરો નસામાં ખોવાયેલો હશે.

વિક્કીનું અનુમાન સાચું પડયું. અંગાર આવે છે ત્યારે પહેલેથી નસામાં ચકચૂર હોય છે. આવી સીધો વેઇટર પાસેનાં ટેબલ પર જઈ વ્હીસ્કી માંગે છે. એના બન્ને માણસો દૂર દરવાજા પાસે ઊભા રહે છે. રોહિત અને નીલિમા આંખોથી એકબીજાને ઇશારા કરે છે. જ્યાં અંગાર બેઠો હતો ત્યાંથી સાઈડમાં નીલિમા બિલકુલ નજીક બેઠી હતી. નીલિમાએ પહેલેથી રમનો ઓર્ડર કરેલો હતો. એ રમનો ગ્લાસ ટેબલ નીચે ઢોળી ખાલી કરે છે. અંગાર ફૂલ નસામાં હતો છતાં એક પેગ પી જાય છે અને બીજો પેગ મંગાવે છે.

બરાબર એ જ સમયે નીલિમા વેઇટર કરી બૂમ પાડે છે. પોતાને નસો થયો નથી એવું બતાવવા બીજો પેગ મંગાવે છે. એ જ વખતે અંગારની નજર એના પર પડે છે. અંગારને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. એના માણસોએ કહ્યું હતું કે એ છોકરી અને પોલીસ થોડા દિવસોમાં લગ્ન કરવાના છે. પોલીસની થનારી પત્નીને ઉઠાવવી હોય તો પહેલાં બચાવ માટેના પગલાં ભરવા જરૂરી છે. માટે થોડા દિવસ રાહ જોવી પડશે. ખેંગારે મહા મહેનતે અંગારને થોડા દિવસ શાંતિ રાખવા માટે મનાવ્યો હતો. એના ગુસ્સામાં ઘરેથી ત્રણ પેગ પીધા પછી પણ બારમાં પીવા આવ્યો હતો. જે છોકરીને પામવા માટે થોડા દિવસની રાહ જોવી પડશે, એ છોકરી આંખો સામે હોય તો કેવી રીતે ઈચ્છાઓ પર કાબૂ રાખી શકાય. અંગારની નસોમાં પણ એ વખતે નીલિમાને પામવા માટે લીહી ઉછાળા મારવા લાગે છે.

અંગાર એક ઝટકામાં નીલિમાનાં ટેબલ પાસે આવી બીજી ખુરશી પર બેસે છે. એના માણસો તરત એની નજીક આવે છે. અંગાર એ લોકોને ઈશારો કરી ત્યાં ઊભા રહેવાનું કહે છે. નીલિમા એની આંગળી પકડી હાથ નીચે કરે છે: "ઓ હાય... તમે અહિયાં! મને નહોતી ખબર એક જ દિવસમાં તમે મને બીજીવાર મળશો?"

નીલિમાએ અંગારનો હાથ પકડી રાખી બોલવાનું શરૂ કર્યું હતું. પહેલેથી એના શરીરમાં આગ લાગી હતી ઉપરથી નીલિમાનાં સ્પર્શે એમાં ભડકો કર્યો હતો. નીલિમા સમજી ગઈ હતી કે અંગાર વધારે સમય પોતાના પર કાબૂ રાખી શકશે નહીં.

નીલિમા હાથ છોડી વેઇટરને ફરી રમ અને વ્હીસ્કીનો ઓર્ડર કરે છે. અંગાર ત્રીજો પેગ ગટગટાવી જાય છે. એના શરીરમાં છ પેગ જતાં રહ્યા હતા છતાં એ ઘણો ભાનમાં હતો. નીલિમા વાતોમાં પરોવવાની કોશિસ કરે છે ત્યારે ખેંગારનો ફોન આવે છે. અંગાર ભાઈ સાથે વાત કરે છે.

નીલિમા સહજ ભાવે બોલે છે: "અરે આપણે બન્ને એ ફોન નંબર પણ નથી લીધો... મને લાગે છે મારે તમે નંબર આપવો જોઈએ..." અંગાર પોતાનો ફોન કાઢી ૧૧૧૧ પ્રેસ કરી લોક ખોલે છે. રોહિત અને નીલિમા બન્ને સાથે એના ફોનનું લોક નંબર જોવે છે. એટલામાં વેઇટર બીજા ગ્લાસમાં વ્હીસ્કી લઈ આવે છે. એ જોઈ અંગારનો એક માણસ આવી વધારે ડ્રિંક ના લેવા માટે કહે છે. અંગારનો ગુસ્સો વધે છે એ ફોન ટેબલ પર મૂકી ઊભો થઈ એના માણસ પર હાથ ઉપાડે છે. રોહિત એ તકનો લાભ લઈ અંગારનો મોબાઈલ લઈ લે છે.

નીલિમા એ વખતે અંગારનો હાથ પકડી એણે શાંત રહેવા સમજાવે છે: "અરે તમે આમ ગુસ્સો ના કરો... અહિયાં ઘોંઘાટ થોડો વધી ગયો છે... આપણે બહાર ગાર્ડનની ખુલ્લી હવામાં થોડી વાતો કરીએ..."

અંગારને એનો ફોન યાદ આવે એ પહેલાં નીલિમા એને લઈ બહાર જાય છે. એક મોટા હિંચકો જોઈ નીલિમા એમાં બેસે છે અને અંગારને બેસવા કહે છે. અંગાર કોઈ વિરોધ કર્યા વગર એની પાસે બેસી જાય છે. પછી અંગાર કશું બીજું વિચારી ના શકે એટલા માટે નીલિમા એને હિંચકો બહુ પસંદ છે એની વાતો કરવા લાગે છે.

રોહિત પાસે લોક નંબર હતો. એ ખૂબ ઝડપથી અંગારનાં મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરે છે. બે મિનિટ જેવા સમયમાં એપ ડાઉનલોડ થઈ જાય છે એટલે અંગારનાં ફોનમાં એ એપ હિડન કરે છે. અંગારનાં ફોનનો બધો ડેટા રોહિતનાં ફોનમાં ઓપન થાય છે. રોહિત સમય ગુમાવ્યા વગર અંગારનો ફોન પાછો ટેબલ પર મૂકી બહાર નીકળે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED