કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન અને તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણવા મળશે.

Full Novel

1

કેબલ કટ , પ્રકરણ ૧

કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણવા મળશે. ...વધુ વાંચો

2

કેબલ કટ , પ્રકરણ ૨

બબલુ ની જાણકારી ખાનને કેવી રીતે મળી જાય છે , બબલુ ની હાલત કેવી છે અને બબલુ ક્યાં છે ખાન અને તેમની ટીમ આગળ શું કરે છે અને બીજું ઘણું રોચક તમને જાણવા મળશે પ્રકરણ ૨ માં ... ...વધુ વાંચો

3

કેબલ કટ , પ્રકરણ ૩

બબલુ ની બોડી પરથી , કારમાંથી શું તપાસમાં શું વસ્તુઓ મળે છે તેની રસપ્રદ વાર્તા જાણો અને ફુલ ટન ની કાર સુધી કેવી રીતે પહોંચે છે તે જાણવા મળશે આ પ્રકરણ માં ...વધુ વાંચો

4

કેબલ કટ, પ્રકરણ ૪

ફુલ ટન ખાન સાહેબ ને કાર કેવી રીતે મળી ની શું વાત કરે તે જાણો .ખાન સાહેબ ને ગાડીમાંથી શું મળે છે અને બબલુના મોબાઈલની લોકેશન તેમજ મોબાઈલ સ્વીચ ઓફ થવાના કારણો વિશે ની વાત આ પ્રકરણ માં જાણો. ...વધુ વાંચો

5

કેબલ કટ, પ્રકરણ ૫

ફુલ ટન ખાનની સુચનાથી પેલા છોકરીને મળીને શું જાણકારીઓ મેળવે છે, તે છોકરાનું નામ શું છે અને હાફ ટન, ટન પેલા છોકરાને કેવી રીતે ફસાવાના પ્યાસ કરે તે આ પ્રકરણ માં જાણો ને માણો. આ નવલકથામાં ઘટનાઓ, પાત્રો કાલ્પનિક છે. ...વધુ વાંચો

6

કેબલ કટ , પ્રકરણ ૬

હાફ ટન અને ફુલ ટન લાખાની જોડે કેવી રીતે ભાઇબંધી કરે છે અને ભાઇબંધી કરી તેની પાસેથી શું જાણકારીઓ છે, ખાન સાહેબ ને ફોરેન્સિક એક્ષપર્ટ શું રીપોર્ટ આપે છે. ખાન સાહેબ લાખા પાસેથી શું જાણવા માટે ફુલ ટનને કહે છે અને લાખો પુછપરછ થી બચવા શું કરે છે તે જાણવા ને માણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

7

કેબલ કટ , પ્રકરણ ૭

લાખો હાફ ટન અને ફુલ ટન થી બચવા શું કરે છે અને તેની સાથે શું થાય છે તે જાણવા લાખો કયાં અને કેવી રીતે પહોંચી જાય છે તે જાણવા લાખો કેવી રીતે બાતમી આપવા તૈયાર થઇ જાય છે અને ખાન સાહેબ લાખા પાસેથી માહિતી કઢાવવા શું કરે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

8

કેબલ કટ , પ્રકરણ ૮

ખાન સાહેબ ક્રાઇમ બ્રાંચની ઓફિસે આવી કોને મળે છે તે જાણવા, લાખો આખરે કેમ અને કેવી રીતે માહિતીઓ આપવા થાય છે તે જાણવા , લાખા સાથે ક્રાઇમ બ્રાંચની ઓફિસે કેવી કાર્યવાહી થાય છે અને લાખો કઇ ઉપયોગી માહિતીઓ ખાન સાહેબને આપે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

9

કેબલ કટ , પ્રકરણ ૯

ખાન સાહેબ ને લાખા પાસેથી કઇ નવી વાત જાણવા મળે લાખાના અગાઉના વર્ષોની કઇ માહિતી પોલીસને મળે છે, સાહેબ કેમ ફરીથી રાતે ઘટના સ્થળે જાય છે, લાખાની કહેલી કઇ વાતો પર ખાન સાહેબ વિચારે છે, બબલુના સાગરીતને બોલાવી ખાન સાહેબ શું કહે છે તે બધુ જાણવા વાંચો આ પ્રકરણ ... ...વધુ વાંચો

10

કેબલ કટ , પ્રકરણ ૧૦

ખાન સાહેબે વહેલી સવારે તેમના ઘરેથી ચા નાસ્તો કરતાં કરતાં ક્રાઈમ બ્રાંચ ફોન કરી આજે ૧૧ વાગે લાખાની જુબાની હોવાથી લાખાને, ફોરેન્સિક ટીમને, સ્થાનિક પોલીસને, આરટીઓ ઈન્સ્પેક્ટરને, પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડા, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત તથા કાલની આખી ટીમને પોતપોતના રીપોર્ટ સાથે હાજર રહેવા સુચના આપે છે. ખાન સાહેબ ક્રાઈમ બ્રાંચની ઓફીસ પહોંચીને હાફ ટન અને ફુલ ટનને પોતાની ઓફિસમાં બોલાવી લાખા અંગેની ચર્ચા કરે છે અને તમને મળેલી માહિતી જાણે છે. હાફ ટન કહે છે, “ સાહેબ આ લાખો નાનો મોટો ચોર નહિ પણ .... વધુ જાણવા વાંચો આ પ્રકરણ ...વધુ વાંચો

11

કેબલ કટ, પ્રકરણ ૧૧

ક્રાઇમ બ્રાંચના ઓફિસર લાખાને મેજિસ્ટ્રેટ સાહેબ સામે રજુ કરી કેટલા દિવસના રીમાન્ડ માંગે છે. બબલુની અંતિમવિધિ માં શુ થાય અને કોણ કોણ આવે છે. હાફટન અંતિમવિધી ના સ્થળેથી શું જાણકારીઓ મેળવે છે. ખાનસાહેબને બબલુની પત્ની કેમ ફોન કરે છે અને શું જણાવે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

12

કેબલ કટ, પ્રકરણ ૧૨

સુજાતા ખાનસાહેબ ને એકલા શા માટે મળવા માંગે છે, ખાનસાહેબ સુજાતા અને બબલુના મોબાઇલની કોલ ડીટેઈલ કેમ કઢાવે છે તેમાં શું આવે છે, ખાનસાહેબ હાફટન અને ફુલટન ને કયાં અને કેમ મોકલે છે, ખાનસાહેબ શકમંદોની તપાસ કરવા ક્રાઇમ બ્રાંચની ટીમને શું ઓર્ડર આપે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

13

કેબલ કટ, પ્રકરણ ૧૩

ગફુર કોણ છે, ગફુર અને ખાનસાહેબ વચ્ચે શું ચર્ચા ચાલે છે, ગફુર વિશે હાફટન અને ફુલટન વચ્ચે શું ચર્ચા છે, અડધી રાતે મીડીયામાં શું બ્રેકિંગ ન્યુઝ શરુ થાય છે, આ બ્રેકિંગ ન્યુઝ કોણે લીક કર્યા, ખાનસાહેબ ગફુર ને શું ઇન્ફોર્મેશન આપે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

14

કેબલ કટ, પ્રકરણ ૧૪

ન્યુઝ ચેનલ, ન્યુઝ પેપરમાં કયા બ્રેકિંગ ન્યુઝની ચર્ચા ચાલુ થઇ છે, ખાનસાહેબ સાહેબ મીટીંગ બોલાવી શું ચર્ચા કરે છે, કેમ ખાનસાહેબ ને યાદ કરે છે, ખાનસાહેબ તેને મળીને શું વાત કરે છે, ખાનસાહેબ લાખાને શેની ખાતરી આપે છે, હાફટન અને ફુલટન પાસેથી ડોકટરની કલીનીકની કઇ માહિતી મળે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

15

કેબલ કટ, પ્રકરણ ૧૫

સાયબર એક્ષપર્ટ સૈકામાં ખાનસાહેબ ને શું ઇન્ફર્મેશન આપે છે, સુજાતા કોના સંપર્કમાં છે, ખાનસાહેબ ના કહેવાથી ગફુર કોને મળે શું ખાનસાહેબ અને સુજાતા વચ્ચે ડોકટરની કલિનીક પર મુલાકત થાય છે કે નહિં તે જાણવા મળશે આ પ્રકરણમાં .. ...વધુ વાંચો

16

કેબલ કટ, પ્રકરણ ૧૬

સુજાતા ક્રાઇમ બ્રાંચ જવા તૈયાર થાય છે કે કેમ, તે વિમલ ને કેમ કોન્ટેક કરે છે, વિમલ જોડે તેને વાત થાય છે, ગફુર કોને મળે છે, ખાનસાહેબ અમે ગફુર વચ્ચે મોબાઇલ પર શું મેસેજ આપ લે થાય છે, ખાનસાહેબ શું વિચારે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

17

કેબલ કટ, પ્રકરણ ૧૭

સુજાતા ઇન્સપેક્ટર મેવાડાને કેમ પ્રશ્નોના સીધા જવાબ આપતી નથી, સુજાતા ખાનસાહેબ વચ્ચે શું વાતચીત થાય છે, સુજાતાએ બબલુની કઇ વાત કરી તેનાથી ખાનસાહેબ પણ ચોંકી ગયા, પિંન્ટોની પાસેથી શું જાણકારી મળે છે અને ખાનસાહેબ કયા પ્રશ્નોના જવાબ ના આપવા બદલ ધરપકડ કરવાની વાત કરે છે, ખાનસાહેબને ફોરેન્સિક એક્સપર્ટ શું કહે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

18

કેબલ કટ, પ્રકરણ ૧૮

પિંટો પુછપરછમાં ખાનસાહેબને બબલુની કઇ ખાનગી વાત જણાવે છે, સુજાતા કઇ વાત કહેતા કહેતાં રડી પડે છે, કોના વિરુદ્ધ ફરીયાદ નોંધાવે છે, ફોરેન્સિક એક્સપર્ટ ના રીપોર્ટ માં શું આવે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં. ...વધુ વાંચો

19

કેબલ કટ, પ્રકરણ ૧૯

પિંટો ખાન સાહેબ અને ઇન્સપેક્ટર નાયકને કઇ માહિતી આપે છે, ઇન્સપેક્ટર નાયક અને પિંટો કયા કયા સ્થળે તપાસ માટે છે અને ત્યાં શું થાય છે, ઇન્સપેકટર તપાસમાં મદદ કરવા કોને બોલાવા ખાનસાહેબ ને કહે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

20

કેબલ કટ, પ્રકરણ ૨૦

ખાનસાહેબ બબલુ મર્ડર કેસની ખાનગી તપાસ માટે કોને લાવે છે, ખાનગી તપાસ માટે કોણ કોણ ની ટીમ બને અને શું પ્લાન બને છે, મીડીયામાં શું ચર્ચાઓ ચાલી રહી હોય છે, ખાનસાહેબ અને ગફુર ભેગા મળીને શું પ્લાન બનાવે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

21

કેબલ કટ, પ્રકરણ ૨૧

મીડીયા સાથેની મીટીંગ પુરી થતાં ખાનસાહેબ શું કરે છે, ખાનસાહેબ અને ઇન્સપેક્ટર નાયક વચ્ચે શું ચર્ચા થાય છે, ખાન અને હીરાલાલ કયાં જવા નીકળે છે, ખાનસાહેબ ના મોબાઇલ પર કોનો કોલ આવે છે અને શું વાત થાય છે, ખાન સાહેબ કેમ ગુસ્સે થાય છે અને ક્રાઇમ બ્રાંચ પરત કેમ આવે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. હીરાલાલ ...વધુ વાંચો

22

કેબલ કટ, પ્રકરણ ૨૨

અડધી રાતે ક્રાઇમ બ્રાંચની ઓફિસ કોણ કોણ અને કેમ ભેગા થયા છે, ખાનસાહેબ શું પ્લાનિંગ કરે છે, ઇન્સ્પેક્ટર અર્જુન સાથે અને કયાં જવા નીકળે છે, તે બે ત્યાં જઇ શું કરે છે , મીડીયામાં વહેલી સવારે કયા ન્યુઝ બ્રેકીંગ થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

23

કેબલ કટ, પ્રકરણ ૨૩

હાફટન, ફુલટન અને હીરાલાલ કોની તપાસ કરવા કયાં જાય છે, ત્યાં પહોંચીને હીરાલાલ શું કરે છે, હીરાલાલને શું માહિતી છે, ક્રાઇમ બ્રાંચ પર મીડીયાની ટીમ કેમ પહોંચી હોય છે, ખાન સાહેબ વિમલ પાસે જઇને શું કહે છે અને આગળ શું થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

24

કેબલ કટ, પ્રકરણ ૨૪

ખાનસાહેબે પ્રેસ કોન્ફરન્સમાં શું માહિતી આપી, હીરાલાલ તપાસમાં શું માહિતી લઇ આવે છે અને ક્રાઇમ બ્રાંચનું કેવું વાતાવરણ છે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

25

કેબલ કટ, પ્રકરણ ૨૫

ધનંજય કેવી રીતે ક્રાઇમ બ્રાંચ પહોંચે છે, તેની પુછપરછમાં શું માહિતી નીકળે છે, હીરાલાલ કોની તપાસમાં જાય છે, ઇન્સપેક્ટર કોની ધરપકડ કરી લાવે છે અને તેની પાસેથી શું માહિતી મળે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

26

કેબલ કટ, પ્રકરણ ૨૬

ખાનસાહેબ વિષ્ણુ પાસેથી કઇ માહિતી મેળવે છે, વિષ્ણુની કઇ વાત સુજાતા જોડે કન્ફર્મ કરે છે, હીરાલાલ અવન્તિકાની કઇ માહિતી છે, બૈજુ શેઠ બબલુની કઇ વાત કરે છે આ જાણવા મળશે આ પ્રકરણમાં ...વધુ વાંચો

27

કેબલ કટ, પ્રકરણ ૨૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૭ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડા માથુ ખંજાવાળતા વિમલની સામે એકીટસે જ રહ્યા પણ તે કંઇ બોલ્યો જ નહીં પણ કંઇ વિચારતો હોય એવી મુદ્રામાં ઉભો રહ્યો.ખાન સાહેબે થોડા અકળાઇને વિમલને કહ્યું, "આટલું બધુ શું વિચારે છે? "વિમલે વિચાર મુદ્રામાંથી બહાર આવીને કહ્યું, "મને યાદ નથી આવતું પણ હું વધુ વિચારીશ તો યાદ આવી જશે. તમે મને સમય આપો તો .."વિમલની વાત સાંભળી અને નાટકબાજી જોઇ ઇન્સપેક્ટર મેવાડાને ગુસ્સો આવી ગયો પણ ખાન સાહેબે ઇશારો કરી શાંત રહેવા કહ્યું.ખાન સાહેબે વિમલના ખભે હાથ મુકીને કહ્યું, "જો દોસ્ત, તું જેટલી જલ્દી અમને ...વધુ વાંચો

28

કેબલ કટ, પ્રકરણ ૨૮

સુજાતાએ સ્વસ્થ થઇ બોલવાનું શરુ કર્યું, સર, મારી અને ગુલાબદાસની ઓળખાણ વિમલે કરાવી હતી. વિમલ અને ગુલાબ દાસ હોવાથી વિમલે એકવાર દારુના નશામાં અમારા બંનેના ગેરસંબંધોની વાત તેને કરી હતી. તે દિવસથી ગુલાબ દાસ પણ મારી જોડે ગેરસંબંધ રાખવા મને ફોન પર વાતો કરતો હતો અને મને બ્લેકમેલ કરવાની ધમકી આપતો હતો. પણ બબલુની બીકથી હું તેને ફરી કયારેય રુબરુ મળી નહોતી. મેં વિમલને પણ આ વાત કરી ગુલાબ દાસને સમજાવવા કહ્યુ હતું. પણ ગુલાબ દાસ મને ફોન પર સતત હેરાન કરતો હતો અને હું વાત બગડે એના ડરથી બબલુને કહેતી ન હતી. છેલ્લે કયારે ગુલાબ દાસે તમને ફોન કર્યો હતો? ...વધુ વાંચો

29

કેબલ કટ - પ્રકરણ ૨૯

ખાન સાહેબે ઇન્સપેક્ટર નાયકને હાબિદની ડીટેલ અને બબલુના કેસની ફાઇલ લઇને કમિશ્નર ઓફિસ તાબડતોડ પહોંચવા કહ્યું. ખાન સાહેબ પણ તૈયાર થઇ કમિશ્નર ઓફિસ પહોંચે છે. કમિશ્નર ઓફિસ પહોંચી તેમણે ઇન્સપેક્ટર નાયક પાસેથી ફાઇલ લઇ મીટીંગ રુમમાં પહોંચે છે. એટીએસની ટીમના સ્પેશિયલ ઓફિસર ડીવાયએસપી કુંપાવત આવી પહોંચે છે અને તેમને જોઇને ખાનસાહેબ કંઇક વિચારતા હોય છે. કમિશ્નર સાહેબને ગુડ મોર્નિંગ કહી ડીવાયએસપી કુંપાવત બોલે છે, કેમ છો એમ એમ ખાનસાહેબ? ગુડ મોર્નિંગ સર. કહી ખાન સાહેબે તેમની સાથે હાથ મિલાવ્યો. કમિશ્નર સાહેબ એમ એમ ખાન અને ડીવાયએસપી કુંપાવતને જોઇ રહ્યા હતા ત્યારે ખાન સાહેબ તેમની સામે જોઇને બોલ્યા, સર, અમે થોડા વર્ષ પહેલા એક રાયોટીંગના કેસમાં સાથે રહીને તપાસ કરીને કેસ સોલ્વ કર્યો હતો. ...વધુ વાંચો

30

કેબલ કટ, પ્રકરણ ૩૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦"સાહેબ, અમે પહેલાં તો હાબિદનો ખાસ માણસ જાયમલને શોધવાના છીએ તેની સાથે હીરાલાલની ડ્રગ્સની મોટી ડીલ કરાવવાના બહાને હાબિદ સુધી પહોંચીશું."ખેંગારે ધીમા સ્વરે તેમનો પ્લાન શોર્ટમાં કહ્યો"સાહેબ, હાબિદ અને તેના આકાઓ દરિયાઇ માર્ગ કરાચી અને દુબઇથી દરિયા માર્ગે શસ્ત્રો અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડે છે. તેનો લિગ્નાઇટનો પણ બિઝનેસ છે. હાબિદ કચ્છની બોર્ડર પર કે રાજસ્થાનની બોર્ડર પર જ કયાંક મળી જશે પણ તેની પરફેક્ટ લોકેશન તેના ખાસ પંટર જાયમલને જ ખબર હોય છે." ગફુર કુંપાવત સાહેબની સામે જોઇને બોલ્યો."અને જાયમલ કયાં .."કુંપાવત સાહેબ બોલ્યા"તે તો અમદાવાદમાં જ શોધે મળી ...વધુ વાંચો

31

કેબલ કટ, પ્રકરણ ૩૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૧હીરાલાલ કાર અને પૈસાનો થેલો લઇ ફાર્મ હાઉસ પહોંચે છે. જાયમલ, ગફુર અને ખેંગાર રાહ જોઇ રહ્યા હતાં."આવો ડી એમ" જાયમલ ઉત્સાહી સ્વરે બોલ્યો"લો આ પૈસા ભરેલો થેલો અને આ કારની ચાવી, મારુ કામ કયારે થશે ?" ડી એમ બોલ્યા"કામ....તો ..હાલ જ અને હમણાં જ ચાલુ થઇ જશે." જાયમલે ઉભા થઇને પૈસા ભરેલો થેલો અને કારની ચાવી હાથમાં લઇને કહ્યું."જાયમલ, હવે પછીનો તારો પ્લાન શું છે ?" ગફુરે પુછ્યું."મારો પ્લાન તો હું કયારેય કોઇને નથી જણાવતો પણ એટલું કહુ કે હું અત્યારે જ માલની શોધમાં નીકળી જઉ છુ અને માલ ...વધુ વાંચો

32

કેબલ કટ, પ્રકરણ ૩૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૨હાબિદને લઇને ટીમ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબ કુંપાવત ઇન્સપેક્ટર સિંઘ અને ક્રાઇમ બ્રાંચની ટીમનું હાબિદને પકડવા માટે અભિવાદન કરતા હતાં ત્યાં ગફુરનો ફોન આવે છે."બોલ ગફુર, તું કયાં છે. તે આખરે કામ કરી બતાવ્યું .."ખાન સાહેબની વાત અટકાવી ગફુર બોલ્યો, "સાહેબ, બધી વાતો પછી કરીએ. પહેલાં હાબિદને ક્રાઇમ બ્રાંચથી ખસેડી ખાનગી જગ્યા પર લઇ જઇ પુછપરછ કરો. જો મીડીયામાં તેની ધરપકડની વાત લીક થઇ તો તમારે તેને મેજીસ્ટ્રેટ સામે રજુ ...""હા હા. તારી વાત સાચી, અમે આ વિશે વિચાર્યું જ નથી પણ હાબિદને ઉપલક જ રાખવાનો છે. અને ...વધુ વાંચો

33

કેબલ કટ, પ્રકરણ ૩૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩ખાન સાહેબે ટીમની સામે મીટીંગ શરુ કરતા લાખાને કહ્યું, "તે રાતે બબલુની કાર પાસે જોયેલા પેલા બે એકટીવા સવાર લોકોની વાત કરી હતી તે યાદ છે ને? ""હા સર. મને તે ઘટના અને તે લોકો પણ બરોબર યાદ છે. મેં તેમના સ્કેચ પણ બનાવામાં મદદ કરી છે." લાખો હાથ જોડીને બોલ્યો.ખાન સાહેબે સુજાતા સામે જોઇને કહ્યું, "અમને ઘણાબધા પુરાવા મળ્યા છે, શકમંદ આસપાસ જ છે અને કદાચ પરિચિત જ હશે પણ મજબુત પુરાવો ન મળતા ધરપકડ થઇ શકતી નથી. મારે તમારી અને પિન્ટોની મદદ જોઇએ છે.""કેવી મદદ અને અમારી મદદથી ...વધુ વાંચો

34

કેબલ કટ, પ્રકરણ ૩૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૪મેઘા બોલવાનું શરુ કરવાની જ હતી ત્યાં ખાન સાહેબ તેને પુછે છે, "તારી સાથે બીજુ કોણ હતું? ""મારી સાથે કોઇ નથી. મારે તમને જે કહેવું છે તે તમે મને બોલવા દો."મેઘાની વાતની શરુઆત જ થઇ હતી ત્યાં મીટીંગની અંદર મેસેજ મળે છે કે સુજાતા તેના સિનિયર એડવોકેટને લઇને ક્રાઇમ બ્રાંચ આવી છે. ખાન સાહેબ મેઘાને થોડીવાર માટે બોલતા અટકાવી મીટીંગ રુમમાંથી બહાર આવી સુજાતા અને તેના એડવોકેટ સાથે વાત કરે છે. તે બધાની વચ્ચે ગરમાગરમી થાય છે અને વાતાવરણ ઉગ્ર બનવાની તૈયારીમાં જ હતું ત્યાં એડવોકેટના પ્રશ્નોના જવાબ ટાળવા માટે ...વધુ વાંચો

35

કેબલ કટ - પ્રકરણ ૩૫

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૫સાયબર એક્ષપર્ટ ખાન સાહેબને મેઘાના મોબાઇલ નંબર પરથી ડેટા મેળવી આપે છે અને ટીમની સામે તેની પર ચર્ચા કરે છે.સાયબર એક્ષપર્ટ સૌરીન ટીમની સામે રીપોર્ટ આપતા કહે છે, "બબલુના મર્ડરના સ્પોટ પાસે મેઘા અને તેના મિત્રના મોબાઇલ લોકેશન મળી આવ્યા છે. મેઘાના નંબર પર બબલુના ફોનનો કોઇ ડેટા નથી પણ બબલુના મર્ડરના દિવસે ઘણી બધી વખત મેઘા અને તેના મિત્ર વચ્ચે વાતચીત અને મેસેજ શેરીંગ થયા છે.""પણ ..તેનો એ મિત્ર છે કોણ ? " ખાન સાહેબ ઉતાવળા સ્વરે પુછે છે."તે ખરેખર કોણ છે એ ખબર નથી પણ મોબાઇલ નંબર ટ્રેસ ...વધુ વાંચો

36

કેબલ કટ, પ્રકરણ ૩૬

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૬મેઘા રડતા રડતા બોલી "સર, હું બધુ કહુ છું. હું જુઠ્ઠુ નહીં બોલું."ઇન્સપેક્ટર વીણાએ પાણીનો ગ્લાસ મેઘાને પીવા માટે આપ્યો અને ધીમા સ્વરે કહ્યું, "શાંત થઇજા પછી આખી વાત શાંતીથી જણાવ અમને."મેઘા પાણી પીને થોડી સ્વસ્થ થઇ મોહિતની સામે જોઇને ધીમેથી હાથ જોડીને બોલી, "સર, મોહિત નિર્દોષ છે. તેણે કોઇ ગુનો નથી કર્યો. સર, મેં જે કંઇ કર્યુ તે ભલે કાયદાની રીતે ગુનો હોય પણ મેં એક નરાધમ વ્યકતિને તેના કુકર્મોની સજા આપી છે. મેં મારી બહેન અને બીજી ઘણી સ્ત્રીઓની જીંદગી ખરાબ થતાં અટકાવી છે. મેં મારી જાનના જોખમે ...વધુ વાંચો

37

કેબલ કટ, પ્રકરણ ૩૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૭ખાન સાહેબના મોબાઇલ પર સતત સુજાતાના ફોન આવતા હતા એટલે મેઘાની પુછપરછ અટકાવીને કહ્યું, "થોડીવાર મેઘા અને મોહીત તમે પાણી પીને સ્વસ્થ થઇ જાઓ. પુછપરછ થોડીવાર પછી શરૂ કરીએ છીએ."ઇન્સપેક્ટર વીણાને તે બંને પર નજર રાખવાનું કહી ખાન સાહેબ ફોન પર વાત કરવા રીમાન્ડ રુમની બહાર આવે છે, બહાર આવીને જોયુ તો સુજાતા, પિન્ટો અને મેઘાના પરિચિત લોકો ત્યાં આવી પહોંચ્યા હતાં. તે લોકો મેઘાની ધરપકડનો વિરોધ કરતા હતાં અને મેઘા અને મોહિતને છોડાવી જવાની જીદ કરતા હતાં.ખાન સાહેબે ઇશારો કરતા ઇન્સપેક્ટર નાયકે બધાને કડક શબ્દોમાં સમજાવ્યા અને પુછપરછમાં અડચણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો