આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૩
હીરાલાલે તપાસમાં જતાં પહેલા ખાન સાહેબને મળવા જવાનું વિચાર્યુ પણ તેમની ઓફિસ બંધ હોવાથી તપાસ કરતાં તેમને કાલ રાતથી તેઓ તપાસમાં હોવાની વાતની જાણ થઇ અને હાલ તેઓ થોડો આરામ કરવા ઘરે ગયા છે તે જાણવા મળ્યું.
હાફ ટન અને ફુલ ટન આવી જતાં હીરાલાલ
ખાન સાહેબે વિમલના હાથમાં રીપોર્ટ આપતાં કહ્યું "લે વિમલ વાંચ, બબલુની મોત શેનાથી થયો તેનો રીપોર્ટ છે."
વિમલે ધ્રુજતા હાથે રિપોર્ટ હાથમાં લીધો ને પડી ગયો. ઇન્સપેક્ટર અર્જુને તેમના હાથમાં રાખી વિમલને વાંચવા ઇશારો કર્યો. વિમલે મજબુરીમાં ડરતા ડરતા રીપોર્ટ વાંચ્યો.
ખાન સાહેબ હસતા હસતા બોલ્યા, "બ્રેકિંગ ન્યુઝ છે ને વિમલ આ રીપોર્ટ. તું મીડીયામાં લીક કરીને રુપીયા કમાઇ લે."
વિમલ હાથ જોડીને ઉભો રહ્યો અને કંઇ બોલી ના શક્યો. તેને ડુમો ભરાઇ આવ્યો હતો. તે ડરી ડરીને તેની સાથે શું થઇ રહ્યું છે તે વિચારતો હતો.
ખાન સાહેબ કડકાઇથી બોલ્યા, "રીપોર્ટમાં શું લખ્યું છે તે વાંચીને મને જણાવ, જલદીથી."
વિમલ ધ્રુજતા સ્વરે બોલ્યો, "પોટેશિયમ ક્લોરાઈડના ઇન્જેક્શનથી બબલુનું મોત થવાનો રીપોર્ટ છે."
"અને આ પોટેશિયમ ક્લોરાઈડનું ઇન્જેક્શન બબલુને તેની પત્નીના આશિક રીપોર્ટર વિમલે માર્યુ છે. વિમલ દેશી દારુના કેમિકલ અને પોટેશિયમ ક્લોરાઈડના ઇન્જેક્શનનો વેપાર કરે છે તેવા પુરાવા મળ્યા છે." ખાન સાહેબ વિમલ સામે જોઇને એકીશ્વાસે બોલી ગયાં.
વિમલ આ સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડયો. ખાન સાહેબ ઇન્સપેક્ટર અર્જુન સામે ઇશારો કરી હસતા હસતા બોલ્યા, "લો બબલુ મર્ડર કેસ પુરો, આરોપી પકડાઇ ગયો અને આપણું કામ પુરું."
વિમલ ખાન સાહેબના પગમાં પડીને રોવે છે. તેની આંખોના પોપચાં રોઇ રોઇને સુઝી ગયા હતાં. તે આજીજી કરતા બોલ્યો, " મોટા સાહેબ, મેં બબલુનું મર્ડર નથી કર્યું .મને આમ ના ફસાવો. મને બચાવો. મારો ગુનો માત્ર દારુ પીવાનો જ છે સાહેબ. અને .."
"અને આગળ બોલ. અને પછી શું." ખાન સાહેબે તેને બોચીમાંથી પકડી જમીન પરથી ઉભો કરતાં બોલ્યા.
"મેં ..મેં સુજાતાને બ્લેકમેલ કરી છે. બીજુ કંઇ નહીં." વિમલ ધ્રુજતા સ્વરે બોલ્યો.
"મીડીયામાં ન્યુઝ લીક કરવાની અને બુટલેગરોને ડરાવી હપ્તા ઉઘરાવાની સજા કોણ ભોગવશે? " ખાન સાહેબે વિમલની આંખોમાં આંખ પરોવીને ગુસ્સામાં પુછ્યું
"ભુલ થઇ ગઇ સાહેબ, હવે નહિં કરુ. મને જવા દો. મને માફ કરો."
"તને માફ નહીં પણ સાફ કરવાનો છે."
ઘણા દિવસે ખાન સાહેબના મગજ પર ગુસ્સો હાવી થઇ ગયો હતો તે ઇન્સપેક્ટર નાયક જોઇ રહ્યા હતાં. ખાન સાહેબે ગુસ્સામાં ને ગુસ્સામાં વિમલને બે ત્રણ ઝાપટ મારી દીધી.
"આની પર બને તેટલા સાચા કે ખોટા મોટા ગુના લગાવી મેજીસ્ટ્રેટ સાહેબ સામે હાજર કરી વધુમાં વધુ રીમાન્ડ માંગો." ઇન્સપેક્ટર નાયકની સામે જોઇને ખાન સાહેબ બોલ્યા.
સાહેબ માફ કરો, માફ કરો ની બુમો પાડતો વિમલ ધ્રુસકે ને ધ્રુસકે રોતો હતો. વિમલને રોતો જોઇ ખાન સાહેબ બોલ્યા, "તે અને તારા જેવા બોગસ રીપોટરોએ પોલીસને યોગ્ય રીતે કામ કરવા નથી દીધું. સતત તમે લોકોએ પોલીસ પર પ્રેશર બનાવી રાખી મજા લીધી છે, હવે તેની સજા ભોગવવા તૈયાર થઇ જા. તે ન કરેલા ગુનાની સજા તું ભોગવ અને અમારુ કામ પુરુ ને કેસ પણ પુરો. "
ખાન સાહેબ રોતા વિમલને ડરાવીને પ્રેસ કોન્ફરન્સ રુમ તરફ જવા નીકળ્યા. આજે ઘણા દિવસે તેઓ મનમાં સારુ ફિલ કરતા હતાં. મીડીયા સાથે વાત કરવામાં કંટાળો અનુભવનાર ખાન સાહેબ આજે મીડીયા સાથે વાત કરવા ઉત્સાહી હતાં.
પ્રકરણ ૨૩ પુર્ણ
પ્રકરણ ૨૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.