Cable Cut - 13 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૧૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧3

ખાન સાહેબ તરત ફોન ઉપાડી બોલે છે, “ગફુર, બોલ ગફુર. અરે ! બહુ દિવસે યાદ આવી તને મારી.”

“હા સાહેબ. મળવું છે તમને.”

“હા હા જરૂર મળીએ. મારે પણ તારું કામ છે.”

“તો ઓફીસ સિવાય ક્યાં મળીએ ?”

“અરે ! ટાઇમ હોય તો આજે રાતે મળીએ મારા ઘરે. સાથે જમીશું અને વાતો કરીશું. ઘણાં દિવસની વાતો બાકી છે. પુરી કરી નાંખીએ.”

“હા સાહેબ. ચોક્કસ પણ.. પેલા બે જણા પણ ..”

“હા. એ બે ફુલટન અને હાફટન તો ત્યાં હશે જ ને. એમના વગર આપણા માટે જમવાનું કોણ બનાવશે ? આપણને ડીસ્ટર્બ નહી કરે તે બે. આપણે બધા સાથે જમીશું પછી તેમને રવાના કરી દઈશ અને તને વાંધો હોય તો...”

“ના ના સાહેબ. મને તેમનાથી જરાય પણ વાંધો નથી.”

“તો રાતે મળીએ.”

ગફુર મીડિયા અને પોલીસ ડીપાર્ટમેન્ટ વચ્ચે ગુપ્ત કડી હતી. મીડિયામાં જે કંઈ પોલીસ, સરકાર વિરુદ્ધ રંધાતું હોય તેની જાણકારી પોલીસ સુધી પહોંચાડવી અને સરકાર, પોલીસ તરફથી મીડીયામાં કંઈક લીક કરવું, બ્રેકીંગ ન્યુઝ બનાવી પહોંચાડવાનું કામ ગફુર મારફતે થતું. ગફુર એમ એમ ખાનનો જુનો અને માનીતો ઈનફોર્મર હતો. ગફુરે ઘણા બધા કેસમાં ખાન સાહેબને મદદ કરી હતી. ખાન સાહેબ ને ગફુર જોડે અંગત અને જુની મિત્રતા પણ હતી.

ખાન સાહેબે ફોન કરીને હાફ ટન અને ફુલ ટનને રાતે ખાસ સ્પેશ્યલ ગેસ્ટ તેમના ઘરે આવવાના છે એટલે તે બંનેને ઘરે વહેલા પહોંચીને તમને ગમે તે રસોઈ બનાવવા કહ્યું અને સાથે જમીશું ની વાત કરી.

ખાન સાહેબ પણ સમયસર ઓફિસથી ઘરે પહોંચી જાય છે અને ફ્રેશ થઈને ગફુરની રાહ જોતાં હોય છે. ગફુર આવી પહોંચતા ખાન સાહેબ તેનું ઉમળકાભેર સ્વાગત કરે છે. ગફુરને જોઇને હાફ ટન અને ફુલ ટનને કોણ સ્પેશ્યલ ગેસ્ટ હશે તેનું સસ્પેન્સ પુરું થાય છે. ગફુર હાફ ટન અને ફુલ ટન સાથે પણ ઘણા સમયે ગળે મળીને મળ્યો. બધાએ જુની પુરાણી અને અવનવી વાતો કરી. બધા સાથે જમ્યા અને પછી ખાન સાહેબે ઘડિયાળમાં ટાઈમ જોઇને ઈશારો કરીને ફુલ ટન અને હાફ ટનને અહીંથી રવાના થવાનો ઈશારો કર્યો. ઈશારો થતાં જ તે બે જણા ઉભા થઇ ખાન સાહેબના ઘર બહાર નીકળી ગયા.

ઘરે જતાં તે બંનેના દિમાગમાં એક જ પ્રશ્ન ઉભો થયો હતો કે, ”ગફુર આટલા દિવસે ક્યાં કામથી ખાન સાહેબને મળવા આવ્યો હશે ? સાહેબે ગફુરને બોલાવ્યો હશે કે ગફુર પોતાનાં કામથી આવ્યો હશે ?”

આખરે બંને જણાએ એકબીજના સામે જોયું અને સ્મિત કરી મગજમાં ઉઠેલા સસ્પેન્સ પર પૂર્ણવિરામ મુકી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.

હવે ખાન સાહેબે ધીમા સ્વરે ગફુરને પુછ્યું, “બોલ ગફુર, શું વાત હતી ?”

“સર વાતમાં એવું છે, મીડિયામાં બબલુ મર્ડર કેસની અવનવી સ્ટોરી બની રહી છે. પોલીસ તરફથી કોઈ ઇન્ફોર્મેશન મીડિયાને ન મળતાં મીડીયાકર્મીમાં ગુસ્સો છે અને નારાજગી પણ. તમે મીડિયાથી કેસને લગતી ઇન્ફોર્મેશન છુપાવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે એટલે સાહેબ, તમારે કેસની કંઇક માહિતી તો આપવી જ પડશે મીડિયાને.”

“હા તારી વાત સાચી છે. આ જ કેસ માટે થઈને મારે તને મળવું હતું. પણ સાચું કહું હજુ અમને આ કેસમાં કોઈ મોટી સફળતા નથી મળી. હજુ અમે શંકાના આધારે જ તપાસ કરી રહ્યા છીએ. આ કેસ માટે થઈને કેટલાંક મીડિયાના મિત્રોનો ફોન હતો મારી પર પણ મેં વાત કરવાનું ટાળ્યું હતું.”

“સાહેબ, પેલા લાખાનું શું થયું ?”

“લાખાના ૧૫ દિવસના રિમાન્ડ પુરા થવામાં છે અને નવી કોઈ ઇન્ફોર્મેશન આ કેસમાં તેના તરફથી નથી મળતી.”

“સાહેબ, લાખાને તમે ઉપલક રાખ્યો ત્યારે તો કંઈ જાણવા મળ્યું હશે ને ?”

ખાન સાહેબ હસતાં હસતાં બોલે છે, “ તારી પાસે ઉપલક રાખ્યાની ઇન્ફોર્મેશન પણ છે એમ ને. બહુ ધ્યાન રાખે છે તું.”

“અરે સાહેબ ! આ બધું તમારી પાસેથી જ શીખ્યો છું અને ઈનફોર્મર છું એટલે ઇન્ફોર્મેશન તો રાખવી જ પડે ને.”

“હા સાચી વાત છે. લાખાએ એક સ્ટોરી કહી છે પણ તે મને યોગ્ય લાગતી નથી અને મને તેના પર વિશ્વાસ નથી બેસતો. છતાં પણ તે તરફ વિચારવું પડશે અને તપાસ પણ કરવી પડશે એવું લાગે છે. હાલ તો લાખાને ડફેર ગેંગના કેસમાં ધરપકડ કરી આગળ રિમાન્ડ ચાલુ છે.”

ખાન સાહેબ લાખાએ કહેલ એકટીવા ચાલકની સ્ટોરી ગફુરને ડીટેલમાં જણાવે છે અને અત્યાર સુધી થયેલ તપાસની માહિતી પણ આપે છે. બબલુના સાગરીત પીન્ટો એ આપેલ શકમંદ લોકોની માહિતી પણ આપે છે. ખાન સાહેબ માટે ગફુર વિશ્વસનીય હોવાથી તેને કહેલ માહિતી સેફ રહેવાની ગેરંટી હતી.

ગફુરે બધી વાત સાંભળી ખાન સાહેબને બોલતાં અટકાવીને કહ્યું, “સાહેબ, આટલી બધી માહિતી તમારી પાસે છે. તમારે આમાંથી કઇંક તો માહિતી મીડિયામાં પહોંચાડવી પડશે. નહીંતર મીડિયા પોત પોતાની સ્ટોરી ચલાવશે તો નુકશાન તમને જ થશે, તે તમે સમજો જ છો.”

“કઈ માહિતી પહોંચાડવી તેના માટે જ તને મળવાનું યાદ આવ્યું હતું. મેં કમિશ્નર સાહેબ સાથે વાત કરી લીધી છે અમારે કાયદેસરની પ્રેસ રીલીઝ નથી આપવી પણ તારા થકી ઇન્ફોર્મેશન પહોંચાડવી છે.”

“તો આપણે બ્રેકીંગ સ્ટોરી ફાયનલ કરીએ.”

“મેં તને અત્યાર સુધીની ઇન્ફોર્મેશન કહી, હવે આગળનું વિચારવાનું કામ તારું.”

“હા. હું કોઈ રફ સ્ટોરી માઈન્ડમાં બનાવું.”

“આપણી પાસે સમય ઓછો છે. એટલે ..”

“હા. એ પણ મારા ધ્યાનમાં જ છે.”

“ઓકે. પણ ગફુર ! મીડિયા રિપોટર્ પણ આ કેસમાં ઇન્ફોર્મેશન ભેગી કરતાં હશે ને ?”

“હા મીડિયાના લોકો પણ સ્ટોરી બનાવા મથે છે અને તેમની પાસે પણ ઇન્ફોર્મેશન હશે જ.”

“તો તે જાણવા ક્યારે મળશે ?”

“સાહેબ, ટેક એન્ડ ગીવ પોલીસી પણ હોય ને.” હસીને ગફુર બોલ્યો.

“એમ વાત છે.”

“હા. આપણે કંઇક લીક કરીએ તો સામેથી કંઈ જાણવા મળે. અને ના મળે તો હું મીડિયાનો ડેટા હેક કરીને પણ જાણી લઈશ.”

“એ તો મને ખબર છે. તારા કામ પર મને વિશ્વાસ છે.”

“સાહેબ, મારા દિમાગમાં સ્ટોરી આવી છે.”

“જલ્દી કહે મને.”

“સાહેબ મીડિયાના બ્રેકીંગ ન્યુઝ હશે, “બબલુ મર્ડર કેસમાં શંકાના આધારે ધરપકડ કરેલ લાખા પાસેથી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી. પોલીસ હજુ શંકાના આધારે જ તપાસ કરી રહી છે.”

“હા બરોબર છે પણ. .આટલી જ સ્ટોરી.”

“સાહેબ. મીડિયા પાસે મરી મસાલો ઉમેરી ઈન્ટરેસ્ટીંગ બ્રેન્કીંગ સ્ટોરી બનાવવા સ્ક્રીપ્ટ રાઈટર્સ છે. તે આ બે લાઈનમાંથી આખો દિવસ, આખુ વીક, આખો મહિનો સ્ટોરી ચલાવી શકશે.”

“હા, મને ખબર છે.”

“કેટલો સમય આ ન્યુઝ ચલાવવા છે યા ક્યારે બંધ કરવા છે તે પણ કહેજો. મીડિયાનું રીમોર્ટ પણ આપણી પાસે છે.”

“ઓહો ! મીડિયા પર તારી પક્કડ મજબુત થતી જાય છે એમ ને.”

“ના સર. પક્કડ નહી, મીડિયામાં પણ તમારા જેવા મિત્રો સાથે મજબુત સંબંધો બન્યા છે.”

“સરસ વાત છે.”

“સાહેબ, બીજી એક વાત. તમને આ બ્રેકીંગ ન્યુઝના લીધે લાખાના વધુ રિમાન્ડ મેળવવામાં સરળતા રહેશે અને મીડિયા બ્રેન્કીંગ ન્યુઝ અને પબ્લિક વાતોમાં લાગી જશે. તમે તમારું કામ કરતાં રહેજો.”

“અરે વાહ ! લાખાના વધુ રિમાન્ડ વિશે તો મેં વિચાર્યું જ નહોતું. લાખા ને તો પોલીસ કસ્ટડીમાં જ રાખવો છે, ગમે ત્યારે તે કામમાં આવી શકે તેમ છે. લાખો હાલ કામનો માણસ છે.”

“તો સાહેબ આ બ્રેકીંગ ન્યુઝ ફાયનલ ને.”

“હા ફાયનલ.”

“તો હાલ જ મીડિયામાં લીક કરું છું.”

ખાન સાહેબ હસીને કહે છે, “હા તું ન્યુઝ બ્રેક કર અને હું કમિશ્નર સાહેબ ને રીપોર્ટ આપી દઉં.”

ગફુર ફોન પર તેના માનીતા મીડીયા એડિટરને બબલુ કેસના બ્રેકીંગ ન્યુઝ આપે છે. અને કાલે તેમને આ કેસ માટે વધુ ઇન્ફોર્મેશન આપ લે માટે મળવાની વાત પણ કરે છે.

ખાન સાહેબ કમિશ્નર સાહેબને ફોન કરે છે અને રીપોર્ટ આપે છે, “નમસ્કાર સર, આપણે બબલુના કેસની વાત થઇ હતી તે મુજબ મીડિયામાં બ્રેકીંગ ન્યુઝ આપવા પડે તેમ હતાં, એટલે ન્યુઝ લીક કર્યા છે. આપની જાણ ખાતર તમને કોલ કરીને આટલી મોડી રાતે ડીસ્ટર્બ કર્યા.”

“અરે ખાન ! એમાં શેનું ડીસ્ટર્બ થવાનું. ચોવીસ કલાક આપણે પબ્લિકનું, દેશનું કામ કરવાનું છે. તમે પણ આટલી રાત સુધી આ કેસ માટે જાગો જ છો ને. સરસ કર્યું.”

“હા સર.”

“એક મીનીટ, હું ટીવી પર ચેનલ બદલું છું. અરે ! દરેક ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી પણ ગયા. તમારો ઈનફોર્મર બહુ ફાસ્ટ છે. ખાન તેનું કામ ગમ્યું મને.”

“હા સર. હવે મીડિયા આપણને તંગ નહી કરે અને કાલે મીડિયાને જવાબ આપવા તૈયારી કરું છું.”

“અરે ખાન ! તમે સુઈ જાઓ. કાલે હું મીડિયા ને જવાબ આપવા સ્ક્રીપ્ટ તૈયારી કરું છું અને તમારા ઈનફોર્મર ને પણ થેન્ક્સ કહીને રીલીઝ કરજો.”

ખાન સાહેબ હસી પડ્યા અને બોલ્યા, ”હા સર. ઈનફોર્મર પણ બહુ મહેનત કરે છે. ગુડ નાઈટ.”

“ગુડ નાઈટ.”

ગફુર ખાન સાહેબ અને કમિશ્નર સાહેબની વાતમાં ઈનફોર્મરનું નામ આવતાં ચોંકી જાય છે અને વિચારતો હોય છે. ગફુરને વિચારતો જોઈ ખાન સાહેબ તેના ખભે હાથ મુકીને કહે છે, “ કમિશ્નર સાહેબ ઈનફોર્મરને અત્યારે રીલીઝ કરવાની વાત કરતાં હતાં અને આટલી જલ્દી ન્યુઝબ્રેક કરવા માટે વખાણ કરતાં હતાં. તને ખાસ થેન્ક્સ કહ્યું છે.”

“ઓહો સાહેબ. મારા કામની નોંધ કમિશ્નર સાહેબે લીધી.”

“ગફુર તારું કામ જ નોંધ લેવા જેવું છે. ચલ ટીવી ચાલુ કરી આપણે પણ બ્રેકીંગ ન્યુઝ જોઈએ.”

ફુલ ટન અને હાફ ટન એકબીજાને ફોન કરીને ન્યુઝ ચેનલ પર અડધી રાતે શરુ થયેલા બ્રેકીંગ ન્યુઝની ચર્ચા કરતાં હતાં અને આ ન્યુઝ ક્યાંથી, કોણે લીક કર્યા તે પણ મનોમન સમજી ગયા હતાં. ગફુર અને ખાન સાહેબની મીટીંગનું સસ્પેન્સ પણ સમજાઈ ગયું હતું.

મીડિયામાં બ્રેકીંગ ન્યુઝ રીલીઝ થતાં ખાન સાહેબ અને ગફુરના મોબાઈલ પર મીડિયાના લોકોના ફોન આવવા શરુ થઇ ગયા હતાં.

ખાન સાહેબે ગફુરને એક વાત યાદ આવતાં કહ્યું, “ગફુર એક વાત તો તને કહેવાની ભુલાઈ જ ગઈ.”

“કઈ વાત સાહેબ ?”

“અરે ! કાલે મારે બબલુની પત્ની સુજાતાને ખાનગીમાં મળવાનું છે.”

“કેમ ખાનગીમાં ?”

“સુજાતાની રીક્વેસ્ટ છે અને આઈડીયા પણ તેનો છે. ક્યાં અને કેવી રીતે મળવું.”

“તો તમે મળવાના ?”

“હા. હું મળવાનો છું પણ તું પણ કાલે મારી સાથે રહેજે. આ અનોફીસ્યલી મીટીંગ છે.”

“સુજાતાને ગમશે ?”

“અરે એ મારે જોવાનું છે. તેના તરફથી તેના ડોક્ટર સાથે રહેવાના છે તો મારે પણ એક આસીસ્ટન્ટ રાખવો પડે ને.”

“સાહેબ, જેમ તમને યોગ્ય લાગે તેમ.”

“તેની પાસેથી કેસ રીલેટેડ કંઇક તો જાણવા મળશે જ આવી મને આશા છે.”

“હા સાહેબ. અત્યારે બહુ મોડું થઇ ગયું છે. કાલે સવારે મને ક્યાં અને કેટલા વાગે મળવાનું છે તે જાણ કરજો. હું હાજર થઇ જઈશ.”

“ઓકે. હું કોલ કરીશ કાલે. ગુડ નાઈટ.”

“ગુડ નાઈટ.”

કાલે સુજાતાને સાથે મળવાની વાત કહીને ગફુર અને ખાન સાહેબ છુટા પડે છે.

પ્રકરણ ૧3 પૂર્ણ

પ્રકરણ ૧૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED