Cable Cut books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૪

પ્રકરણ - ૪

ખાન સાહેબ ફુલ ટન અને હાફ ટન ની સાથે ચા પીવા માટે અને આગળની વાત જાણવા માટે ભેગા થાય છે. હાફ ટન ચા, ગરમા ગરમ પફ, ગ્રીલ સેન્ડવીચ ના ઓર્ડર આપવામાં વ્યસ્ત છે ત્યારે ખાન ફુલ ટન ને આગળની વાત ઝડપથી જણાવવા કહે છે.

ખાન સાહેબ ની આતુરતા ને જોઈ તરત ફુલ ટન આગળની વાત કહેવાનું શરુ કરે છે, “ ખાન સાહેબ તે છોકરા ને મારી વાતમાં ફાયદો લાગતા તે ઉભો રહ્યો. મેં તેને આ સ્પીકર ની સાથે બીજું સ્પીકર પણ મળી જાય તો જોડી બની જાય તેવી વાત કરી તેને વધુ લાલચમાં લાવવા પ્રયત્ન કર્યો અને તે લાલચમાં આવી પણ ગયો. મે તે છોકરાને સ્પીકર ક્યાંથી લાયો તે પૂછ્યું તો તેણે એ જવાબ આપવાની વાત ના પાડી ત્યારે મને ખાત્રી થઇ ગઈ કે આ ચોરીનો જ માલ છે. મેં તેને બીજું સ્પીકર ક્યારે મળી શકે ની વાત કરી ત્યારે તરત જ બોલી ઉઠ્યો કે તમે અહીજ થોડીવાર ઉભા રહો હું તમને લાવી આપું છું. છોકરો તરત જ સાયકલ લઈને નેળીયામાંથી થઈ ખેતરોને પાર કરી હાઈવે પરથી નજીકમાં જ સામેની સાઈડમાં નદી કિનારે ના ખેતર માં અંધારામાં જતાં મે જોયો. અંધારું વધુ ન હોવાથી તે છોકરો ક્યાં ગયો તે મેં જાણી લીધું. થોડીવાર માં એ નદી કિનારે ના ખેતરમાંથી હાઇવે પર આવી છોકરો મારી તરફ આવતાં જોઈ હું પાછો બાઈક ની પાસે નેળીય માં પહોંચી ગયો. મને એજ જગ્યા પર જોઈ છોકરો ખુશ લાગતો હતો અને સાયકલ ના પાછળના કેરિયરમાં બીજું સ્પીકર લાવી તેણે સ્પીકરોની પેર બનાવી દીધી. હવે તેણે સ્પીકરની સોદાબાજી શરુ કરી અને મે પણ બાર્ગેનીગ ચાલુ કરી ટાઈમ પાસ શરુ કર્યો. છોકરો થોડી માથાકૂટ પછી ભાવતાલ માં માની ગયો પણ મેં એટલી રકમ મારી પાસે હાલ નથી તો કાલ સુધી રોકાઈ જવાની વાત પર રાજી કર્યો. મેં તેને મારો મોબાઈલ નંબર આપ્યો અને તેનો મોબાઈલ નંબર મેં લઇ કાલે પૈસાની સગવડ થતાં જ તરત આવી જઈશ ની વાત કરી હું ત્યાંથી નીકળી ગયો. હું ત્યાંથી નીકળી થોડે આગળ જઈ રોકાયો અને છોકરાને દુર જતાં જોઈ પાછો હું, છોકરો જ્યાંથી કારનું સ્પીકર લાવ્યો હતો તે નદી કિનારા નું ખેતર તરફ જવા રોકાયો. રોડથી ખેતર તરફ રસ્તો ન હતો અને અંધારું ઘણું હતું એટલે માંડ માંડ અંદર જવાય તેવું હતું. હું બાઈક રોડ પર ઉભું રાખી અંદર ચાલતાં ચાલતાં અંદર ગયો તો મને ગાડી દેખાઈ એટલે મોબાઈલ ની બેટરી કરી વધુ નજીક પહોંચ્યો. કારની અંદર બેટરી થી જોઈ હું ડઘાઈ ગયો. મને ગાડીની અંદર કોકની લાશ નજરે પડી. મેં ગાડીની બહારથી અંદર બેટરીથી તપાસ કરી, મેં ગાડીની ફરતે ફરી તપાસ કરી પણ મને ગાડીમાં કોણ બેભાન કે લાશ છે તેની ઓળખ થઇ શકતી ન હતી. અંધારમાં પુરાવાનો નાશ થવાના ડરે હું સાઇડમાં ઉભો રહી વિચારી રહ્યો હતો. મેં વહેલી સવારે મોટો બેટરી અને કાર ખોલવાની માસ્ટર કી લઇ આવવાનું વિચાર્યું.

” માસ્ટર કી ની વાત સાંભળી તરત ખાન સાહેબ બોલી ઉઠ્યા,” વાહ ! તું ગાડીની માસ્ટર કી પણ રાખતો થઇ ગયો એમ ને પણ તેનો સદાય સદુપયોગ જ કરજે નહિતર તારી વારી લેતાં હું રાહ પણ નહિ જોવું “અરે સાહેબ તમે વિશ્વાસ રાખો તમારો ફુલ ટન ક્યારેય ખોટું નહિ કરે “ ફુલટને ખાન સાહેબ ની વાત પુરી થતાં જ બોલી ઉઠ્યો. “ ફુલટને વાત નો દોર આગળ લંબાવ્યો અને બોલ્યો, “ સર હું વહેલી સવારે મોટી બેટરી અને કાર ની માસ્ટર કી લઈને પાછો ઘટના સ્થળે પહોંચી ગયો. મેં કાર ખોલીને અંદર ચેક કર્યું ત્યારે સાહેબ તમે મોકલેલ બબલુના ફોટા જેવું જ લાગ્યું અને મેં તરત ગાડીની બહાર આવી જવાનું યોગ્ય લાગ્યું. મેં ગાડી બહારથી ફરી મારા મોબાઈલ માં બબલુની તમે મોકલેલ ઇન્ફોર્મેશન સાથે ચેક કર્યું એટલે મને ખાત્રી થઇ ગઈ કે આ કાર અને લાશ બબલુ પાંડે ની જ છે. મેં તરત જ આપને મોબાઈલ પર ઘટના અને ઘટના સ્થળ ની જાણકારી આપી અને આગળની તો વાત સાહેબ તમને ખ્યાલ જ છે.” ખાન સાહેબ ને પુરી વાત સાંભળી નિરાંત સ્વરે બોલી ઉઠ્યા, “ સરસ ફુલ ટન સરસ, તેં ઘણી મહેનત કરી તે બદલ તારો દિલથી આભાર અને તને આ તપાસ માટે મારા તરફથી યોગ્ય ઇનામ પણ મળશે.“

ખાન સાહેબ ને ફુલ ટન ચા પીતા પીતા વાતો કરતાં હતાં અને હાફ ટન સેન્ડવીચ અને પફ ની મજા લેવામાં વ્યસ્ત હતો તેવામાં જ ફુલ ટન ના મોબાઈલ પર ફોન આવે છે અને ફુલ ટન વાત કરે છે,” હલ્લો કોણ ? “ સામેથી પેલા ચોર છોકરાનો અવાજ સાંભળી ફુલ ટન ઇશારાથી ખાન સાહેબ ને સમજાવે છે કે ફોન કોનો છે. ખાને પણ વાત લંબાવી છોકરાને અહી બોલાવા ઇશારાથી કહ્યું. “ સાહેબ આપણ ને બબલુ ની કાર અહી કેવી રીતે આવી તે કદાચ આ છોકરો જ જણાવી શકશે “ ફુલ ટન ની વાત ખાન સાંભળી રહ્યા હતાં. ખાન સાહેબ ના મોબાઈલ પર પાછો ઘટના સ્થળે થી ફોન આવતાં તે હોટલમાંથી નીકળતા નીકળતા ફુલ ટન ને છોકરાને મળી તેના ઘર સુધી જઈ જરૂરી માહિતી ભેગી કરવા સુચના આપી.

ખાન સાહેબ ઘટના સ્થળ પર પહોંચતા ક્રાઈમ બ્રાંચ ના પોલીસ ઈન્સ્પેકટરે રીપોર્ટ આપ્યો, “ખાન સાહેબ ગાડીમાંથી બે સ્પીકર ની ચોરી થઇ છે અને કારની સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ જોડે છેડછાડ કરીને કાર અનલોક કરવાનું ફોરેન્સિક એક્ષ્પર્ટ ના રીપોર્ટમાં આવ્યું છે તથા કાર બનાવનાર કંપનીનો લોગો પણ ચોરી થયો છે. કંપની નો લોગો અને સ્પીકર અહી ચોરી થયા છે કે અન્ય સ્થળે તેની ચોરી થઇ છે તેની તપાસ ચાલુ છે.” ખાન સાહેબ ને સ્પીકર ચોરીની વાત ફુલ ટન પાસેથી જાણવા મળી હતી એટલે અચરજ ન થયું પણ કાર પર લગાવેલ લોગોની ચોરી ની વાત થોડી અચુક્તી લાગતા સાઈડમાં જઈ ને ફુલ ટન ને મોબાઈલ પર વાત કરી,” ફુલ ટન કારમાંથી સ્પીકરની સાથે કંપની લોગો પણ ગાયબ છે, છોકરાની પાસે તપાસ કર લોગો કાઢવાની કારીગરી તેણે કરી છે કે કોઈ અન્યએ “

મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીને ખાન સાહેબ ને રીપોર્ટ આપ્યો,” સાહેબ બબલુ નો મોબાઈલ ચાર્જ ન થવાથી ઓટોમેટીક બંધ થઇ ગયો હોવાનું માલુમ થાય છે,બબલુની કાર ચાર્જર ચાલુ જ છે પણ બબલુ એ કદાચ તેનો મોબાઈલ ચાર્જ કરવા ઉપયોગ કર્યો નહી હોય તેવું જણાય છે. બબલુના મોબાઈલમાં સવાર ના ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ઘણાબધા કોલ મીસ થયા છે અને મોબાઈલમાંથી બબલુ એ સવારથી કોઈને પણ ફોન કર્યો કે રીસીવ કર્યો નો ડેટા મળેલ નથી. બબલુ ની મોબાઈલ લોકેશન અમદાવાદ સીટી અંદર અને ત્યાંથી એસ જી હાઇવે, રીંગ રોડ સર્કલ, ઇસ્કોન સર્કલ, અડાલજ અને અંતે અહી તારાપુર બતાવે છે. મોબાઈલમાં વોટસઅપ ના મેસેજ કે અન્ય મેસેજ પણ ચેક થયા નથી એટલે એવું તારણ કાઢી શકાય કે સવારથી જ મોબાઈલ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને મોબાઈલ એની જાતે સ્વીચ ઓફ થયો હશે.”

પ્રકરણ ૪ પુર્ણ

વધુ માટે પ્રકરણ ૫ ની થોડીક રાહ જુઓ..

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED