આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૧
પ્રેસ કોન્ફરન્સ પુરી થતાં ખાન સાહેબ હળવાશ અનુભવતા હતાં. મીડીયાથી હંમેશા તેઓ દુરી રાખતા હતાં અને મીડીયાના પ્રશ્નોના જવાબ આપવા તેમને માટે કંટાળાજનક હતું. તેમનું માનવું હતું કે માણસને નહિં પણ તેના કામને બોલવા દો.
હીરાલાલ તેમના ફાઇનલ આઇડીયા સાથે ખાન સાહેબ પાસે આવીને બોલે છે, "સાહેબ બધુ પ્લાનિંગ થઇ ગયું છે અને તાત્કાલિક કાર્યવાહીની પણ તૈયારી કરી લીધી છે."
ખાન સાહેબ હીરાલાલની વાત સાંભળી હસવા લાગ્યા એટલે હીરાલાલ થોડીવાર માટે ભોંઠા પડી ગયા. ખાન સાહેબે તરત હીરાલાલના ખભે હાથ મુક્યો અને કહ્યું, "અરે હિરાલાલ ! આમ ભોંઠા ના પડશો. તમને એકશન મોડમાં જોઇ મને ગમ્યું અને હું ખુશ થઇને હસ્યો છું. "
"ઓહ ! એમ વાત છે, હું તો કંઇક .."
"તમે બીજુ કંઇપણ ના વિચારો અને તપાસમાં લાગી જાવ." ખાન સાહેબ હીરાલાલનો ખભો થપથપાવતા બોલ્યાં.
હીરાલાલને પણ ઘણા સમય પછી આમ ખાન સાહેબ સાથે વાત કરી ગમ્યું. કામ કરવા માટે નવી ઉર્જાનો તેમને અંદરથી અનુભવ થતો હતો.
ખાન સાહેબે કહ્યું, "હીરાલાલ, એમ કરો આજની કાર્યવાહી હમણાં પુરી કરો અને ઘરે જાવ. કાલથી તમારે મોટી કાર્યવાહીમાં જોડાવાનું છે. તમે એમ કરો, મારી સાથે જ ચાલો. હું પણ ઘરે જવું છું તમને રસ્તામાં ડ્રોપ કરી દઇશ."
"હા સાહેબ, હું ઇન્સપેક્ટર નાયકને કાલ માટે જાણ કરી તમને બહાર પાર્કિંગમાં મળું."
ખાન સાહેબ પાર્કિંગમાં કારમાં હીરાલાલની રાહ જોતા હતાં. હીરાલાલ આવી જતાં તેઓ ઘર તરફ જવા નીકળ્યા.
ખાનસાહેબે હીરાલાલને તેમના પરિવારના સભ્યોના ખબર અંતર પુછ્યા અને એકબીજાના પરિવારની અંગત વાતો કરી.
હીરાલાલ ભાવુક થઇને બોલ્યા, "સાહેબ તમારો આભાર માનું એટલો ઓછો છે..."
"શેના માટે હીરાલાલ તમારે આમ મારો આભાર માનવો છે." હીરાલાલના હાથ પર હાથ મુકી ખાન સાહેબ બોલ્યા.
"સાહેબ, તમે મને આ ઉંમરે તપાસ માટે લાયક ગણી મને સ્પેશિયલ યાદ કરી બોલાવ્યો. નહિંતર હું તો ઉંમરના બહાને હાલ જવાબદારી વગરના કામકાજ વગરનો સરકારી માણસ બની ગયો હતો. હું તો સાહેબ મારા રીટાયર્ડ થવાના અને પેન્શનના કયારે આવશે તેના દિવસો ગણતો હતો."
"અરે ! તમે જવાબદાર પોલીસ કોન્સટેબલ છો. તમારી ઉંમરના કારણે તમને હળવા કામ માટે થઇને અન્ય ડિપાર્ટમેન્ટમાં મુકવામાં આવ્યા હતાં પણ તમને સાઇડ લાઇન કયારેય નહોતા કર્યા. તમારી ડિપાર્ટમેન્ટને જરુર પડી એટલે તમને યાદ કર્યા અને આ તપાસ હાલના ટુંકા સમયમાં તમારી સિવાય કોઇ કરી શકે તેમ નથી. તમે મારો આભાર ના માનશો. તમારે અને મારે ડિપાર્ટમેન્ટ માટે કામ કરવા સદાય તૈયાર રહેવાનું જ છે. "
"હા સાહેબ. "
"અને હા હીરાલાલ, તમે તપાસમાં જાવ ત્યારે ગન સાથે લઇ જજો. તમારી પાસે જે ગન હતી તે .."
"અરે સાહેબ! એ તમે અપાવેલી ગન મેં ડીપાર્ટમેન્ટને જમા કરાવી દીધી હતી. મને તેની જરુર ન હતી એટલે અને મારે ગન નથી જોઇતી. " હીરાલાલ બોલ્યા.
"તમે પેલી પોકેટમારવાળી ઘટના ભુલી ગયા લાગો છો, હિરાલાલ. " હળવા હાસ્ય સાથે ખાન સાહેબ બોલ્યા.
" ના સાહેબ, મને પોકેટમાર અને એ દિવસે મને પડેલો તબિયતનો માર પણ યાદ છે."
શહેરમાં પોકેટમાર ગેંગનો આતંક વધી ગયો હતો અને રોજેરોજ રસ્તા પર, ટ્રેનોમાં, બસોમાં, રીક્ષામાં પોકેટ ચોરીની ઘટનાઓ વધી ગઇ હતી. એકપણ પોકેટમાર પકડાતો ન હતો. તે સમયે પણ ખાન સાહેબે પોકેટમાર ગેંગને પકડવા એક ટીમ બનાવી હતી અને તે ટીમમાં હીરાલાલ પણ હતાં. ટીમે પોકેટમારોને પકડવા ઘણી મહેનત કરી હતી.
આખરે એક દિવસ હીરાલાલ બાતમીના આધારે એક એસ ટી બસમાં વેશ બદલી પોકેટમારને પકડવા અમદાવાદથી ચઢ્યા હતાં. બસમાં એક પોકેટમાર તેમની સામે જ હતો અને પોકેટમાર પણ વેશ બદલેલ પોલીસને ઓળખી ગયો હતો. હીરાલાલ તે ચોરને પકડે તે પહેલા બસમાં બીજા પોકેટમારે બુમાબુમ કરી હીરાલાલ પર હુમલો કર્યો. હુમલામાં હીરાલાલને બસમાં સવાર પેસેન્જરોએ પણ માર્યા અને બસ સાઇડમાં ઉભી
પ્રકરણ ૨૧ પુર્ણ
પ્રકરણ ૨૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.