કેબલ કટ , પ્રકરણ ૩ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેબલ કટ , પ્રકરણ ૩

પ્રકરણ 3

ફોરેન્સિક લેબોરેટરી ની ટીમ ને બબલુ ની બોડી પરથી કોઈ ઘા કે અન્ય કોઇ ચિન્હો મળ્યા ન હોવાથી કેસ વધુ ને વધુ ગુંચવાયો હતો. બબલુના શરીર ની અંદર કોઈ ઘા કે અન્ય અસર માટે ખાન સાહેબે ખાસ ફોરેન્સિક ટીમ ને ઊંડાણમાં તપાસ કરીને રીપોર્ટ આપવા ઓર્ડર કર્યો. બબલુના કોમ્પ્લીકેટેડ કેસ માટે ફોરેન્સિક લેબોરેટરી ની ટીમે ખાસ એક એક્સપર્ટ બોલાવ્યા હતાં અને એ એક્સપર્ટ સાથે મળીને ખાન સાહેબ ને રીપોર્ટ ફાઈલ કરવામાં આવે છે. બબલુ નું મોત બહારના હુમલા કે આંતરિક હુમલા થી નથી થયું પણ કદાચ બબલુ નું મોત આત્મહત્યા હોઈ શકે એવું તારણ ફોરેન્સિક ટીમ અને એક્સપર્ટ ની ટીમ ને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું. આ તારણ ના રીપોર્ટ થી ખાને ટીમ એક્સપર્ટ ને કહ્યું, “બબલુ એ આત્મહત્યા કરી તો શું પી ને કે ખાઈ ને કરી તેની તપાસ કરી મને રીપોર્ટ કરો.” ખાને શાંત મને શરૂથી આખો કેસ સ્ટડી કર્યો અને ફોરેન્સિક ટીમ ને ઓર્ડર કર્યો, “ મને તાત્કાલિક બબલુ નું મોત કે આત્મહત્યા ક્યા ડ્રગ્સ કે દવા થી થયું અને તે શરીરમાં કેવી રીતે ગયું તેની જાણકારીનો રીપોર્ટ આપો.” ટીમે ખાન સાહેબ ને જવાબ માં જણાવ્યું , “બબલુના શરીર ની અંદરની ઊંડાણથી તપાસ ચાલુ જ છે અને તાત્કાલિક તેની જાણકારી આપને મોકલી આપીશું.”

ઘટના સ્થળ પર તપાસની કાર્યવાહી બપોર સુધી ચાલી અને ખાનને તેમના ખબરીઓ ની યાદ આવતાં તરત મોબાઈલ પર કોલ કરે છે. ખાન હાફ ટન અને ફુલ ટન ને હાઇવે નજીકના ગાર્ડન રેસ્ટોરેન્ટમાં જમવા માટે બોલવે છે. ખાને પોતે મેળવેલા અને જાણેલા પુરાવા તથા ફોરેન્સિક ટીમે મેળવેલા પુરાવા લઈને એકલાં પોતાની પર્સનલ કારમાં ગાર્ડન રેસ્ટોરેન્ટમાં જમવા અને ખબરીઓને મળવા પહોંચી જાય છે. ખાન સાહેબ યુનિફોર્મ માં ન હોવાથી ગાર્ડન રેસ્ટોરન્ટમાં કોઈને તેમના અને ખબરીઓ વિશે જાણ થતી નથી.

ખાન સાહેબ ફુલ ટન ને હંમેશાની જેમ સાચી અને જલ્દી ખબર આપવા માટે શાબાશી આપી પુછે છે, “ તને આ જગ્યાની અને લાશ અંગે જાણ કઈ રીતે થઇ?” ફુલ ટન હસતાં હસતાં બોલ્યો, “ તમારી સાથે રહીને સાહેબ હવે અમારી સામાન્ય નજર પણ ખાસ બની ગઈ છે અને બધાને શક ની નજરે જોવે છે.” ખાન સાહેબ પણ થોડા હળવા મુડમાં આવી બોલી ઉઠ્યાં, “ ભઈ તું સસ્પેન્સ મુવી ની જેમ વધુ સસ્પનેસ ઉભું કરવા કરતાં સીધી રીતે જાણકારી આપીશ તો મને ગમશે અને હાફ ટન ને પણ વાત સમજાશે.”

હાફ ટન પણ ખાન સાહેબ હળવા મુડમાંથી ગંભીર મુડમાં આવે તે પહેલા વાત શરુ કરી, “ સાહેબ કાલે સાંજે હું આ હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મને અકે સાયકલ પર સામાન્ય પણ ચોર હોઈ શકે એવી શંકા ના આધારે એક છોકરો નજરે ચડ્યો. એ છોકરાને જોઈ મે પણ બાઈકની સ્પીડ ધીમે કરી તો તે છોકરા એ ગભરાઈ ને સાયકલની સ્પીડ વધારી એટલે મારો શક નો કીડો સરવર થવા લાગ્યો. સાહેબ તે છોકરાને અને સાયકલ ને શકની નજરે જોતાં મને તેની સાયકલના કેરિયરમાં કારની ઓડિયો સિસ્ટમનું સાઉન્ડ સ્પીકર બાંધેલું નજરે પડ્યું. હવે મને ખાત્રી થઇ ગઈ કે આ છોકરો સામાન્ય નહિ પણ ચોર જ હશે અને સાયકલ ના કેરિયર માં બાંધેલું સ્પીકર પણ ચોરીનું જ હશે. મેં તે છોકરાને જબરજસ્તીથી ઉભો રાખી સાયકલ પરથી નીચે ઉતાર્યો અને હું પણ બાઈક પરથી નીચે ઉતર્યો. સાહેબ મેં તે છોકરાને મારે આ સ્પીકર પૈસા થી ખરીદવું છે એમ કહી પટાવાનો પ્રયત્ન કર્યો અને પૈસાની વાત આવતાં જ છોકરો પટી ગયો અને મારી વાત ફાયદાની લાગતાં ઉભો રહી વિચારવા લાગ્યો. ખાન સાહેબ અને હાફ ટન ફુલ ટન ની વાત શાંતિ થી સાંભળી રહ્યા હતાં. “ સાહેબ, મે આવા કેટલાંય ચોરો સાથે સત્સંગ કર્યો હોવાથી હવે હું તેઓની નસેનસથી પારખું થઇ ગયો છું.” હાફ ટન પુરા કોન્ફિડન્સ થી બોલી ઉઠ્યો. ખાન સાહેબ પણ હસતાં સ્વરે બોલી ઉઠ્યા, “ હા ભાઈ તું હવે એક્સપર્ટ બની ગયો છું.” વાતો વાતો માં જમવાનું ક્યાં પૂરું થઇ ગયું તેનો ત્રણેમાંથી એકેનેય ખયાલ ન રહ્યો. એવામાં જ ઘટના સ્થળેથી ફોરેન્સિક ટીમ નો ખાન સાહેબ પર ફોન આવે છે અને સ્થળ પર આવવા જણાવે છે. ખાને ફુલ ટન ને જણાવ્યું ,” આગળની સ્ટોરી જાણવાની મને ઘણી ઉત્સુકતા અને જરૂર છે તો સ્થળ પર જવું પણ એટલું જ જરૂરી છે એટલે તમે બે આસપાસ જ રહેજો અને આપણે રાતે જમવા માટે અથવા એ પહેલા મળીએ છીએ. “

ખાન ઘટના સ્થળ પર જાય ત્યારે ફોરેન્સિક ટીમ એક્ષ્પર્ટ જણાવે છે, સર બબલુ ની ગાડીમાંથી પીન્ટોના જણાવ્યા મુજબ બધી ચીજ વસ્તુઓ મળી તેમાં પરફ્યુમ , માઉથ ફ્રેસ્નર્સ , પાન મસાલા ગુટખાનો ડબ્બો, , પેન ડ્રાઈવ, ઉઘરાણીની સમરી બુક, વીઝીટીંગ કાર્ડનું બોક્ષ, રેબનના સનગ્લાસ, સ્વીચ ઓફ થયેલો મોબાઈલ, પાણીનો જગ, મોબાઈલ ચાર્જર બાઈટીંગનો સામાન, ગ્લાસ તથા કાર ની ડેકીમાંથી ગુપ્તી, હોકી સ્ટીક, કોન્ડોમના પેકેટ મળ્યા તથા સોફ્ટડ્રીંક્સ ની ૧ લીટર ની બોટલ પણ તેમાંથી લગભગ ૨ ગ્લાસ પીધા હશે, સોફ્ટડ્રીંક્સ પીધા ના બે ગ્લાસ છે.” “ ખાન સાહેબ ગાડીમાંથી બબલુ ની સીટ નીચેથી લોડેડ રિવોલ્વર પણ સહી સલામત મળી આવી છે અને તેના કારતુસ ડેકીમાંથી મળી આવેલ છે તે પણ વિચારવા જેવી બાબત છે.” ફોરેન્સિક એક્ષ્પર્ટે ધીમા સ્વરે કહ્યું.

ખાન ની નજર ગાડીમાં બબલુ નો સ્વીચ ઓફ થયેલ મોબાઈલ અને મોબાઈલ કાર ચાર્જર પર પડી અને તે મુજવણમાં પડ્યા ને મનમાં પ્રશ્નો ઉભાં થયા કે ,” કાર ચાર્જર હોવા છતાં મોબાઈલ કેમ ચાર્જ કરવામાં નહી આવ્યો હોય ?, બબલુ એ પોતે યા બીજાએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હશે ?, મોબાઈલ બેટરી લો થવાથી સ્વીચ ઓફ થયો હશે ?. ખાને આ બધા પ્રશ્નો ના જવાબ માટે મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીન ને ફોન કરીને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા. મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીન ઘટના સ્થળ પર આવતાં જ ખાન સાહેબે તેમને ઉદભવેલા પ્રશ્નો ના જવાબ માટે તપાસ કરી તાત્કલિક રીપોર્ટ આપવા જણાવ્યું. મોબાઈલ અને સાયબર એક્ષ્પર્ટ સૌરીને ખાન સાહેબ ના ઓર્ડર મળતાં જ તપાસ ચાલુ કરી અને બબલુ નો મોબાઈલ અને કાર ચાર્જર ની તપાસ શરુ કરી દીધી. તપાસમાં કાર ચાર્જર ચાલુ હાલતમાં મળ્યું અને તે ચાર્જર માં સ્વીચ ઓફ થયેલો બબલુ નો ફોન ચાર્જ થવા પણ માંડ્યો.

બપોરના ત્રણેક વાગી ગયા હતાં અને ખાન સાહેબ નું મગજ બબલુ ની તપાસ માં ચકરવા માંડ્યું હતું. ખાન સાહેબ ને ચા પીવાની ઈચ્છા થઇ અને હાફ ટન ની અધુરી વાત સાંભળવાની અધીરાઈ હતી તથા તેમાંથી તપાસ માટે કશુંક ઉપયોગી જાણવા મળે તે માટે હાફ ટન અને ફુલ ટન ને ફોન કરી બપોરે લંચ લીધો હતો તે હોટલ પર ચા પીવા બોલાવે છે.

પ્રકરણ 3 પુર્ણ

વધુ માટે પ્રકરણ ૪ ની થોડીક રાહ જુઓ..