Cable Cut - 5 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૫

પ્રકરણ - ૫

ફુલ ટન ખાન સાહેબે ફોન પર આપેલ કાર લોગોની વાત જાણવા પેલા છોકરાને તેના ગામની બહાર મળવા બોલાવે છે અને તેને કાર લોગો જોઈએ છે તેવી વાત કરી અને કહ્યું,” યાર મારી સ્પીકર લેવાવાળી પાર્ટી ને કારનો લોગો પણ જોઈએ છે, તારી પાસે અથવા તારી નજરમાં કે જાણમાં કોઈ લોગો હોય તો કહે જે. મારું નામ જીતુ છે અને તારું નામ ? “ ફુલ ટને પોતાનું ખોટું નામ આપી છોકરાનું નામ જાણવાનો અને તેની પાસે લોગો છે કે કેમ તે જાણવા તુક્કો લગાવ્યો. ફુલ ટન ને ખબર હતી જ કે છોકરો લાલચુ છે એટલે તે અત્યારે નહી તો પછી પણ લોગો માટે હા પાડશે જ. થોડું વિચારીને છોકરો બોલ્યો, “ જીતુ ભાઈ, મારું નામ લાખો. તમે તમારી પાર્ટીની કારનું મોડલ કહેજો, આપણે લોગો ગમે ત્યાંથી લાવી આપશું.”

ફુલ ટન ના લગાવેલ તુક્કા અને જાળમાં લાખો ફસાતો જોઈ ફુલ ટન ખુશ થયો અને તરત બબલુની કારનું મોડલ નું નામ આપી લોગો ની વાત કરે છે,” ભાઈ લાખા મારી પાર્ટીની લકઝરી કારનો લોગો કોઈ કારીગર કારીગરી કરી કાઢી ગયો છે, તાત્કલિક તેમને જોઈએ છે. તારી પાસે હોય તો મને તેનો ભાવ કહી દે એટલે હું ફોન પર પૂછી સોદો ફાયનલ કરી દઉં ને શક્ય હોય પેમેન્ટ પણ કરી દઉં.” લાખા માટે તો સામે ચાલીને લક્ષ્મી ચાંલ્લો કરવા આવ્યા જેવો ઘાટ હતો એટલે લાલચુ લાખા એ હા પાડી કહ્યું,” લોગો તો હમણાં મળી જશે પણ કાર મોંઘી છે તો લોગો સસ્તામાં નહી મળે. મારી પાસે આ મોડલનો લોગો છે આપ પાર્ટી જોડે ફાયનલ કરી કહો એટલે હું તમને લોગો આપી દઉં. આપ પેમેન્ટ પછી કરજો મને તમારી પર વિશ્વાસ છે.”

લાખાની વાત સાંભળી ફુલ ટન હસ્યો અને લાખાએ કહેલી લોગોની કિંમત ફાયનલ કરવા ના બહાને ખાન સાહેબ ને ફોન કરે છે,” અરે શેઠ, તમે જે લોગો ની વાત કરી હતી તે મારા મિત્ર પાસેથી મળી ગયો છે અને હાજરમાં જ મળી જશે.” ફુલ ટન ની વાત પરથી ખાન સમજી જાય છે અને કહે છે,” તેને માંગેલી કીમતે ફાયનલ કરી લોગો લઇ લે અને પેમેન્ટ માટે ફરી મળવાની વાત કરી તેને વિશ્વાસ માં લઇ લે. હું તને ફોન કરું પછી આપણે મળીએ.” ફુલ ટને ફોન કટ કરી લાખાને સોદો પાકો કહી હાથ મિલાવ્યો અને કહ્યું કાલે પેમેન્ટ મળી જશે. લાખા એ થોડી વાર અહીજ ઉભા રહો હું કારનો લોગો હમણાંજ લાવી આપું કહી ઝડપથી સાયકલ લઇ ઘર તરફ નીકળી ગયો. ફુલ ટન પણ શક્ય હોય એટલી નજર લાંબી કરી લાખાની સાયકલ કઈ તરફ જાય છે તે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે અને થોડીક જ વાર માં લાખો કારનો લોગો લઇ હાજર થઇ જાય છે. લાખો કારનો લોગો આપી અંધારું થવામાં છે અને તેના ધંધાનો ટાઇમ થઈ ગયો તે વાત કહી હસતાં હસતાં ફરી મળીશું કહી નીકળી ગયો. ફુલ ટન પણ લાખા ને જતો જોઈ રહ્યો અને ખાન સાહેબના ફોનની રાહ જોતો ત્યાંજ ઉભો રહી ગયો.

ઘટના સ્થળ પર અંધારું થતાં પુરાવા સાથે કોઈ છેડછાડ ના થાય તે માટે સ્થાનિક પોલીસ ને ખાન સાહેબ લાઈટ ની વ્યવસ્થા કરવા અને ઘટના સ્થળ પર ધ્યાન રાખવા ઓર્ડર કરે છે. ખાન ક્રાઈમ બ્રાંચના ઓફિસર ને નવી કંઈપણ જાણકારી મળે તો તાત્કાલિક જાણ કરજો અને કાલે સવારે વહેલા અહી જ મળીએ એમ કહી ઘટના સ્થળ પરથી નીકળી જાય છે. ખાન સાહેબ બહાર આવી પોતાની કારમાં બેસતા પહેલા ફુલ ટન ને ફોન કરે છે, ”તમે બેય મારા ઘરે પહોંચો અને તમારી પસંદનું જમવાનું બનાવો,આપણે ઘરે સાથે જમીશું અને લાખાની વાત પણ કરીશું. હું ક્રાઈમ બ્રાંચ ની ઓફીસ જઈ આજનો રીપોર્ટ ફાઈલ કરી ઘરે આવું છું “ ફુલ ટન હાફ ટન ને લઈને ખાન સાહેબ ના ઘરે પહોંચી જાય છે. ખાન સાહેબ આ શહેરમાં એકલાં જ રહેતા હતાં અને ખાન સાહેબના ઘરની એક ચાવી હાફ ટન પાસે રહેતી. ખાન સાહેબ ના ઘરની નાની મોટી સાળ સંભાળ ની જવાબદારી હાફ ટન ના શિરે હતી.

ફુલ ટન અને હાફ ટન જાતે રસોઈ બનાવી ખાન સાહેબના આવવાની રાહ જોતા હતાં અને તેમનો મુડ કેવો હશે તેની ચર્ચા કરતાં હતાં તેવામાં જ ખાન સાહેબ આવી જાય છે. “ અલ્યા શેની ગંભીર ચર્ચા ચાલી રહી છે કે પાછો તમારે કોઈ ઝગડો થયો “ ખાન સાહેબ હસતાં હસતાં બોલી ઉઠ્યા. ખાન સાહેબ ને હસતાં જોઈ અને સારા મુડમાં જાણી ફુલ ટન અને હાફ ટન પણ ઉત્સાહમાં આવી જાય છે અને કંઈ વાત નહિ એમ કહી વાત બદલી નાંખે છે. સાહેબ કપડાં બદલી ફ્રેશ થઇ જમવા માટે ગોઠવાઈ જાય છે અને જમવાના વખાણ કરતાં કરતાં અને હાફ ટન જોડે ગપ્પા મારતાં મારતાં જમવાનું પૂરું કરે છે.

જમીને ઉભા થઇ ખાન સાહેબ થોડા ગંભીર બની ફુલ ટન ને પુછે છે, ”લાખા પાસેથી કારનો લોગો મળ્યો અને બીજું કંઈ જાણવા મળ્યું. શું તેની પાસે આ ઘટના વિશે કોઈ જાણકારી મળી શકે તેમ છે ? “ ખાન સાહેબ ના પ્રશ્નો ના જવાબમાં ફુલ ટન કહે છે,” જુઓ ખાન સાહેબ, આ રહ્યો લોગો, લાખાએ જ સ્પીકરની સાથે બબલુ ની કાર નો લોગો ચોર્યો હશે. લાખો કારની એસેસરીઝ ની ચોરીનો માસ્ટર છે. સાહેબ તેની પાસે બબલુના કારની માહિતી પણ મળી શકે તેમ છે, તે ઘટના સ્થળ ની આસપાસના રોડ પર કાર ની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખતો હોય છે અને તેને આ કાર વિશે પણ બીજી જાણકારી હશે જ.” “કાલે સવારે કારના લોગોનું પેમેન્ટ આપવાના બહાને લાખાને મળી કાર વિશે અને બબલુના મર્ડર વિશે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર અને જરૂર પડે સ્થાનિક પોલીસ ની મદદ પણ લઇ જાણકારી મેળવ “ ફુલ ટન ને ખાને કહ્યું. ખાન સાહેબ ની વાત સાંભળી કાલ સવારના પ્લાનીગ ની ચર્ચા કરતાં કરતાં ખાન સાહેબ ને ગુડ નાઈટ કહી ફુલ ટન અને હાફ ટન પોતાના ઘર તરફ જવા નીકળે છે.

સવાર પડતાં જ ફુલ ટન લાખા ને ફોન કરી લાખના ગામ પાસેની હોટલ પર જ પેમેન્ટ આપવાના બહાને બોલાવે છે. આજે ફુલ ટન ની સાથે હાફ ટન પણ હોટલ પર પહોંચે છે. ફુલ ટન પાસે હાફ ટન ને જોઇને લાખા ને અટવાતો જોઈ તરત જ ફુલ ટન હાફ ટન નો પોતાનો ખાસ મિત્ર હોવાનો તથા ખોટું નામ આપી પરિચય કરાવે છે. ફુલ ટન અને લાખો વાતો શરુ કરે ત્યારે હાફ ટન ચા મંગાવે છે,” લે ભાઈ લાખા આ તારું પેમેન્ટ, મારી પાર્ટીની કારમાં લોગો સેટ ના થયો પણ મેં તે લોગો મારી પાસે રાખી લીધો છે. આજ નહી તો કાલે તેનો ગરાગ મળી જ જશે પણ તારી પાસે આ મોડલનો બીજો કોઈ લોગો આવે તો મને જાણ કરજે, આપણી જોડે પાર્ટી રેડી જ છે. ” લાખો ફુલ ટન નો વ્યવહાર જોઈ અને વાતો સાંભળી ભોળવાઈ જાય છે. ફુલ ટન પણ લાખાના ચહેરાના બદલાતા ભાવ નોધી સમજવા પ્રયત્ન કરતો હતો. લાખો ચા પતાવે તરત જ ફુલ ટન ઈશારો કરતાં જ હાફ ટન નાસ્તોનો ઓર્ડર ની બુમ પાડતા પાડતા ટેબલ પરથી ઉભો થાય છે. ફુલ ટન નાસ્તાના બહાને લાખાને રોકવાનો પ્રયત્ન કરે છે અને મનોમન વિચારે છે કે આ રીઢા ચોર જોડેથી કઈ રીતે વાત કઢાવી શકાય. હાફ ટન નાસ્તાના કાઉન્ટર પાસે જઈ ભલે વાર લાગે અને પૈસા વધુ થાય તો પણ સ્પેશ્યલ પાપડી બનાવાનો ઓર્ડર આપે છે.

પ્રકરણ ૫ પુર્ણ

પ્રકરણ ૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED