મહર્ષિ પરાશર અને સત્યવતીના પુત્ર એવા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસે મૂળરૂપે એક જ વેદ ઋગ્વેદને ચાર ભાગોમાં વહેંચી દીધો. તે ચાર વેદોને નામ આપ્યાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને તેમને પોતાના શિષ્યો અનુક્રમે પૈલ, જૈમીન. વૈશમ્પાયન અને સુમન્તુમુનિને ભણાવ્યા. વેદોના પ્રચારપ્રસાર આ ચાર શિષ્યોએ કર્યો. વેદોની અંદર રહેલ જ્ઞાન અત્યંત ગુઢ અને શુષ્ક હોવાને લીધે મહર્ષિ વેદ વ્યાસે પાંચમાં વેદ રૂપે અઢાર પુરાણોની રચના કરી. તે પુરાણોનું જ્ઞાન તેમના શિષ્ય રોમહર્ષણને આપ્યું જેમને આપણે મહામુનિ સૂત નામથી પણ ઓળખીએ છીએ. તે અઢાર પુરાણોનાં નામ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ (કેટલાક મત મુજબ વાયુ પુરાણ), ભાગવત પુરાણ (કેટલાક મત મુજબ દેવી ભાગવત), નારદ પુરાણ, માર્કન્ડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ અઢાર પુરાણોમાં જુદી જુદી કથાઓ દ્વારા વેદોમાં રહેલું ગુઢ જ્ઞાન કહેવામાં આવ્યું છે.

1

નારદ પુરાણ - ભાગ 1

મહર્ષિ પરાશર અને સત્યવતીના પુત્ર એવા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસે મૂળરૂપે એક જ વેદ ઋગ્વેદને ચાર ભાગોમાં વહેંચી દીધો. ચાર વેદોને નામ આપ્યાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને તેમને પોતાના શિષ્યો અનુક્રમે પૈલ, જૈમીન. વૈશમ્પાયન અને સુમન્તુમુનિને ભણાવ્યા. વેદોના પ્રચારપ્રસાર આ ચાર શિષ્યોએ કર્યો. વેદોની અંદર રહેલ જ્ઞાન અત્યંત ગુઢ અને શુષ્ક હોવાને લીધે મહર્ષિ વેદ વ્યાસે પાંચમાં વેદ રૂપે અઢાર પુરાણોની રચના કરી. તે પુરાણોનું જ્ઞાન તેમના શિષ્ય રોમહર્ષણને આપ્યું જેમને આપણે મહામુનિ સૂત નામથી પણ ઓળખીએ છીએ. તે અઢાર પુરાણોનાં નામ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ (કેટલાક મત મુજબ વાયુ પુરાણ), ભાગવત પુરાણ ...વધુ વાંચો

2

નારદ પુરાણ - ભાગ 2

નારદે કહ્યું, “આપ હજી વિસ્તારથી કહો.” સનકે નારદને આગળ કહ્યું, “વિષ્ણુ પરમશ્રેષ્ઠ, અવિનાશી, પરમપદ છે, તે અક્ષર, નિર્ગુણ, શુદ્ધ, અને સનાતન છે. વિષ્ણુને કેવળ જ્ઞાનથી જ જાણી શકાય છે. જે લોકો તેમને દેહી માને છે તે તેમની અંદર રહેલ અજ્ઞાન છે. પરમદેવ વિષ્ણુ જ સત્વ આદિ ત્રણેય ગુણોથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ રૂપો પ્રાપ્ત કરીને સૃષ્ટિ, સ્થિતિ અને અંતનું કારણ બને છે. વિષ્ણુથી પ્રગટ થયેલ બ્રહ્માએ પંચભૂતોની રચના પછી તિર્યક યોનિનાં પશુ, પક્ષી, મૃગ આદિ તામસ પ્રાણીઓનું સર્જન કર્યું, પણ તેમને સૃષ્ટિકાર્યનાં યોગ્ય સાધક ન હોવાનું માનીને દેવતાઓની સૃષ્ટિ રચી અને ત્યારબાદ બ્રહ્માએ સનાતન પુરુષને મળતી આવતી ...વધુ વાંચો

3

નારદ પુરાણ - ભાગ 3

ત્યારબાદ સનક બોલ્યા, “હે દેવર્ષિ, હવે હું આપને કાલગણના વિસ્તારથી કહું છું તે સાવધાન થઈને સંભાળજો. બે અયનનું એક થાય, જે દેવતાઓનો એક દિવસ અથવા એક અહોરાત્ર છે. ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયન એ તેમની રાત્રી છે. મનુષ્યોના એક દિવસ અને પિતૃઓનો એક દિવસ સમાન હોય છે, તેથી સૂર્ય અને ચંદ્રમાના સંયોગમાં અર્થાત અમાવસ્યાનાના દિવસે ઉત્તમ પિતૃકલ્પ જાણવો. બાર હજાર દિવ્યવર્ષોનો એક દૈવત યુગ થાય છે. બે હજાર દૈવત યુગ બરાબર બ્રહ્માની એક અહોરાત્ર (દિવસ +રાત્રી) થાય છે. તે મનુષ્યો માટે સૃષ્ટિ અને પ્રલય બંને મળીને બ્રહ્માનો દિનરાત રૂપ એક કલ્પ છે. એકોતેર દિવ્ય ચાર યુગનો ...વધુ વાંચો

4

નારદ પુરાણ - ભાગ 4

નારદજીનો પ્રશ્ન સાંભળીને સનક રાજી થયા અને તેમણે કહ્યું, “હે નારદ, આપ મારી વાત ધ્યાનથી સાંભળો. ઉત્તમ ક્ષેત્રનું વર્ણન ફળ આપનારું છે. ગંગા અને યમુનાના સંગમને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે એવું જણાવે છે. ગંગાને પરમ પવિત્ર નદી માનવી જોઈએ કારણ કે તે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલ છે. એવી જ રીતે યમુના પણ સાક્ષાત સૂર્યનાં પુત્રી છે. તે બંનેનો સમાગમ કલ્યાણકારી છે. ગંગા સૌથી પવિત્ર નદી છે અને તેનું સ્મરણ અથવા તેના નામનું ઉચ્ચારણ સુદ્ધાં પાપોને હરી લે છે. તેનું સ્નાન મહાપુણ્યદાયક અને ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું હોય છે. ભગવાન વિષ્ણુના ચરણકમળોથી પ્રગટ ...વધુ વાંચો

5

નારદ પુરાણ - ભાગ 5

સનક બોલ્યા, “હે મુનીશ્વર, આ પ્રમાણે રાજા બાહુની બંને રાણીઓ ઔર્વ મુનિના આશ્રમમાં રહીને પ્રતિદિન તેમની સેવા કરતી હતી. પ્રમાણે છ મહિના વીતી ગયા પછી મોટી રાણીના મનમાં શોક્યની સમૃદ્ધિ જોઇને પાપી વિચાર ઉત્પન્ન થયો. તેથી તેણે નાની રાણીને ઝેર આપ્યું; પરંતુ નાની રાણી પ્રતિદિન આશ્રમની ભૂમિને લીંપવા અને મુનિની સેવા કરતી હોવાથી, તેથી તેની ઉપર ઝેરની કોઈ અસર ન થઇ. બીજા ત્રણ મહિના થયે નાની રાણીએ શુભ સમયે ઝેર સાથે જ એક પુત્રને જન્મ આપ્યો. તેજસ્વી મુનિ ઔર્વે વિષના ગર સાથે ઉત્પન્ન થયેલા રાજા બાહુના પુત્રને જોઇને તેનો જાતકર્મ સંસ્કાર કર્યો અને તેની નામ સગર રાખ્યું. માતાના ...વધુ વાંચો

6

નારદ પુરાણ - ભાગ 6

નારદે પૂછ્યું, “શ્રેષ્ઠ રાજા સૌદાસને વસિષ્ઠે શા માટે શાપ આપ્યો અને તે રાજા ગંગાજળના બિંદુઓના અભિષેકથી કેવી રીતે શુદ્ધ સનકે કહ્યું, “સુદાસનો પુત્ર મિત્રસહ સર્વ ધર્મોને જાણનારો, સર્વજ્ઞ, ગુણવાન અને પવિત્ર હતો. તેના પુરોગામીઓની જેમ તે પણ સાત સમુદ્રોવાળી પૃથ્વીનું પાલન કરતો હતો. એક દિવસ તે વનમાં મૃગયા કરવા ગયો. એવામાં તૃષાતુર થતાં રાજા મિત્રસહ રેવા નદીના તટ ઉપર પહોંચ્યો. ત્યાં તેણે સ્નાનસંધ્યાદિ કરી મંત્રીઓ સાથે ભોજન કર્યો. બીજે દિવસે તે ફરતાં ફરતાં પોતાના સાથીઓથી વિખુટો પડી ગયો. એવામાં તેણે કૃષ્ણસાર મૃગ જોયું અને ધનુષ્યબાણ લઈને તેની પાછળ દોડ્યો. અશ્વ ઉપર આરૂઢ તે રાજાએ એક ગુફામાં વ્યાઘ્રદંપતિને ...વધુ વાંચો

7

નારદ પુરાણ - ભાગ 7

નારદે કહ્યું, “હે સનક, જો હું આપની કૃપાને પાત્ર હોઉં તો ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી ઉત્પન્ન થયેલી ગંગાની ઉત્પત્તિની મને કહો.” સનકે કહ્યું, “હે નિષ્પાપ નારદ! આપને જે કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કશ્યપ નામના એક પ્રસિદ્ધ ઋષિ થઇ ગયા. તેઓ જ ઇન્દ્ર આદિ દેવતાઓના જનક છે. દક્ષની પુત્રીઓ દિતિ અને અદિતિ-આ બંને તેમની પત્નીઓ છે. અદિતિ દેવતાઓની માતા છે અને દિતિ દૈત્યોની જનની છે. તેઓ હંમેશાં એકબીજાને જીતવાની ઈચ્છા રાખે છે. દિતિનો પુત્ર આદિદૈત્ય હિરણ્યકશિપુ મહાબળવાન હતો. તેમનો પુત્ર પ્રહલાદ હતો. દૈત્યોમાં તે એક મહાન સંત હતા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. તે બ્રાહ્મણોનો ભક્ત હતો. વિરોચનનો ...વધુ વાંચો

8

નારદ પુરાણ - ભાગ 8

સનકે કહ્યું, “હે નારદ! આપ ધ્યાન દઈને સાંભળો. ત્રણ પગલાં ભૂમિ આપવાનું વચન બલિએ આપી દીધું. ત્યારબાદ મહાવિષ્ણુ વિશ્વાત્મા લાગ્યા. તેમનું માથું બ્રહ્મલોક સુધી પહોંચી ગયું. અત્યંત તેજસ્વી શ્રીહરિએ પોતાના બે પગથી આખી પૃથ્વી માપી લીધી. તે સમયે બીજો પગ બ્રહ્માંડકટાહ (શિખર)ને અડી ગયો અને અંગુઠાના અગ્રભાગના આઘાતથી ભાંગી જઈને તેના બે ભાગ થઇ ગયા. તે છિદ્ર દ્વારા બ્રહ્માંડની બહારનું જળ અનેક ધારાઓમાં વહીને આવવા લાગ્યું. ભગવાન વિષ્ણુનાં ચરણોને ધોઈને નીકળેલું તે નિર્મળ ગંગાજળ સર્વ લોકોને પવિત્ર કરનારું હતું. બ્રહ્માંડની બહાર જેનું ઉદ્ગમસ્થાન છે, તે શ્રેષ્ઠ તેમ જ પવિત્ર ગંગાજળ ધારારૂપે વહેવા લાગ્યું અને બ્રહ્મા આદિ દેવતાઓને તેણે પવિત્ર ...વધુ વાંચો

9

નારદ પુરાણ - ભાગ 9

શ્રી સનકે કહ્યું, “સગરના કુળમાં ભગીરથ નામનો રાજા થઇ ગયો/ જે સાતે દ્વીપો અને સમુદ્રો સહિત આ પૃથ્વી ઉપર કરતો હતો. તે ધર્મમાં તત્પર. સત્ય વચન બોલનાર, પ્રતાપી, કામદેવ જેવો સુંદર, અતિ પરાક્રમી, દયાળુ અને સદગુણોનો ભંડાર હતો. તેની ખ્યાતી સાંભળી એક દિવસ સાક્ષાત ધર્મરાજ તેનાં દર્શન કરવા માટે આવ્યા. રાજા ભગીરથે ધર્મરાજનું શાસ્ત્રીય વિધિથી પૂજન કર્યું, તેથી પ્રસન્ન થઈને ધર્મરાજે ભગીરથનાં વખાણ કર્યાં. વિનમ્ર ભગીરથે હાથ જોડીને કહ્યું, “હે ભગવન, આપ સર્વ ધર્મોના જ્ઞાતા છો. આપ સમદર્શી પણ છો. તેથી આપ મને કૃપા કરીને કહો કે કેટલા પ્રકારના ધર્મ કહેવામાં આવ્યા છે? ધર્માત્મા પુરુષોના કયા લોક ...વધુ વાંચો

10

નારદ પુરાણ - ભાગ 10

ધર્મરાજ બોલ્યા, “રાજા ભગીરથ, હવે હું પાપોના ભેદ અને સ્થૂળ યાતનાઓનું વર્ણન કરીશ. તમે ધૈર્ય ધારણ કરીને સાંભળો.” પાપી જીવોને જે નરકાગ્નિઓમાં પકાવવામાં આવે છે, તે અગણિત છે, છતાં કેટલાંક નામો હું વર્ણવું છું. તપન, વાલુકા, રૌરવ, મહારૌરવ, કુંભ, કુંભીપાક, નિરુચ્છ્વાસ, કાલસૂત્ર, પ્રમર્દન, અસિપત્રવન, લાલાભક્ષ, હિમોત્કટ, મૂષાવસ્થા, વસાકૂપ, વૈતરણી નદી, શ્વભક્ષ્ય, મૂત્રપાન, તપ્તશૂલ, તપ્તશીલા, શાલ્મલીવૃક્ષ, શોણિતકૂપ, શોણિતભોજન, વહ્નીજ્વાલાનિવેશન, શિલાવૃષ્ટિ, શસ્ત્રવૃષ્ટિ, અગ્નિવૃષ્ટિ, ક્ષારોદક, ઉષ્ણતોય, તપ્તાય:પિંડભક્ષણ, અધ:શિર:શોષણ, મરુપ્રતપન, પાષાણવર્ષા, કૃમિભોજન, ક્ષારોદપાન, ભ્રમણ, ક્ર્કચદારણ, પુરીષલેપન, પુરીષભોજન, મહાઘોરરેત:પાન, સર્વસંધિદાહન, ધૂમપાન, પાશબંધ, નાનાશૂલાનુલેપન, અંગારશયન, મુસલમર્દન, વિવિધકાષ્ઠયંત્ર, કર્ષણ, છેદન, પતનોત્પતન, ગદાદંડાદિપીડન, ગજદંતપ્રહરણ, નાનાસર્પદંશન, લવણભક્ષણ, માંસભોજન, વૃક્ષાગ્રપાતન, શ્લેષ્મભોજન, મહિષપીડન, દશનશીર્ણન, તપ્તાય:શયન અને આયોભારબંધન.” “હે ...વધુ વાંચો

11

નારદ પુરાણ - ભાગ 11

રાજા ભગીરથે ધર્મરાજ સામે હાથ જોડીને કહ્યું, “આપ જે કહી રહ્યા છો તે વિશિષ્ઠ છે. આપ પાપોમાંથી મુક્ત થવાનો બતાવો.” ધર્મરાજે કહ્યું, “હે રાજા ભગીરથ, ભગવાન વિષ્ણુને અર્પણ કરેલાં કર્મ નિશ્ચયપૂર્વક સફળ થાય છે. નૈમિત્તિક, કામ્ય તેમ જ મોક્ષના સાધનભૂત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત થવાથી સાત્વિક અને સફળ થાય છે. દશ પ્રકારની ભક્તિ પાપરૂપી વનને બાળી નાખે છે. તેમાં જે ભેદ છે તે કહું છું. બીજાનો વિનાશ કરવા માટે કરવામાં આવતું ભગવાનનું ભજન તેની અંદર રહેલા દૃષ્ટ ભાવને લીધે ‘અધમાં તામસી’ ભક્તિ ગણાય છે. વ્યભિચારીણી સ્ત્રી મનમાં કપટ રાખીને જેમ પતિની સેવા કરે છે, તેમ મનમાં કપટબુદ્ધિ ...વધુ વાંચો

12

નારદ પુરાણ - ભાગ 12

ઋષીઓ બોલ્યા, “હે મહાભાગ્યશાળી સૂત, આપનું કલ્યાણ થાઓ. ગંગાનું મહાત્મ્ય સાંભળ્યા બાદ દેવર્ષિ નારદે સનક મુનિને કયો પ્રશ્ન કર્યો?” કહ્યું, “દેવર્ષિ નારદે કયો પ્રશ્ન પૂછ્યો તે વિષે વિસ્તારથી કહું છું.” નારદે કહ્યું, “હે મુને, ભગવાન વિષ્ણુ કયા વ્રતોથી પ્રસન્ન થાય છે, તેનું વર્ણન આપ કહો. જે માણસો વ્રત, પૂજન અને ધ્યાનમાં તત્પર થઈને શ્રીધર ભગવાનનું ભજન કરે છે તેને ભગવાન વિષ્ણુ મુક્તિ તો અનાયાસે જ આપી દે છે, પરંતુ તેઓ જલ્દીથી કોઈને ભક્તિયોગ આપતા નથી. પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરનારું છે તે કહો.” શ્રી સનકે કહ્યું, “બહુ જ સરસ વાત પૂછી. ભગવાન શ્રીહરિ જેમનાથી ...વધુ વાંચો

13

નારદ પુરાણ - ભાગ 13

સનક ઋષીએ આગળ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું તે સાંભળો. તે સર્વ પાપોનો કરે છે અને સર્વની મનોવાંછિત કામનાઓ સફળ કરનારું છે. માર્ગશીર્ષ માસના શુક્લપક્ષની પૂર્ણિમાની તિથીએ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રીય આચાર અનુસાર દંતધાવન કરી સ્નાનાદિથી શુદ્ધ થઇ ભગવાન નારાયણનું સ્મરણ કરવું. સંકલ્પપૂર્વક ભક્તિભાવથી તેમનું પૂજન કરવું. વ્રત કરનારે ‘નમો નારાયણાય’ આ મંત્રથી આવાહન, આસન તથા ગંધ-પુષ્પ આદિ ઉપચારો દ્વારા ભક્તિયુક્ત થઈને ભગવાનની અર્ચના કરવી, ભગવાનની આગળ ચતુષ્કોણ વેદી બનાવવી. એની લંબાઈ- પહોળાઈ આશરે એક હાથ રાખવી. ગૃહ્યસૂત્રમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે અગ્નિની સ્થાપના કરવી અને તેમાં પુરુષસૂક્તના મંત્રો દ્વારા ચરુ, તલ તથા ...વધુ વાંચો

14

નારદ પુરાણ - ભાગ 14

શ્રી સનક બોલ્યા, “હે નારદ હવે હું બીજા વ્રતનું વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. આ વ્રત હરિપંચકનામથીપ્રસિદ્ધ અને દુર્લભ છે. હે મુનિવર, સ્ત્રીઓ અને પુરુષોનાં સર્વ દુઃખો આ વ્રત કરવાથી દૂર થાય છે તથા આ વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. માર્ગશીર્ષ માસના શુક્લપક્ષની દશમી તિથીએ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને સ્નાન આદિ કર્મ કરીને માણસે નિત્યકર્મ કરવું. ત્યારબાદ દેવપૂજન તથા તથા પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને તે દિવસે નિયમમાં રહી કેવલ એક સમય ભોજન કરવું. બીજે દિવસે એકાદશીએ સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પંચામૃત વડે વિધિપૂર્વક શ્રીહરિને સ્નાન કરાવવું. ...વધુ વાંચો

15

નારદ પુરાણ - ભાગ 15

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, શ્રી સનક પાસેથી વ્રતોનું માહાત્મ્ય સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને ત્યારબાદ તેમણે કહ્યું, “હે આપે ભગવાનની ભક્તિ આપનારા વ્રતનું ઉત્તમ વર્ણન કર્યું. હવે હું ચારે વર્ણોના આચારની વિધિ અને સર્વ આશ્રમોના આચાર તથા પ્રાયશ્ચિત્તની વિધિ સાંભળવા ચાહું છું.” સનકે કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જે વર્ણન કર્યું છે, તે સર્વ આપણે વિધિપૂર્વક કહી સંભાળવું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-આ ચારને જ વર્ણ કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-આ ત્રણને દ્વિજ કહેવામાં આવેલ છે. પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે. આ બે કારણોને ...વધુ વાંચો

16

નારદ પુરાણ - ભાગ 16

સનક બોલ્યા, “વેદશાસ્ત્રો અને વેદાંગોનું અધ્યયન કરી રહ્યા પછી ગુરુને દક્ષિણા આપી પોતાના ઘરે જવું. ત્યાં ગયા પછી ઉત્તમ ઉત્પન્ન થયેલ, રૂપ-લાવણ્યથી યુક્ત, સદ્ગુણી તેમ જ સુશીલ અને ધર્મપરાયણ કન્યાની સાથે લગ્ન કરવું. જે કન્યા કોઈ રોગમાં સપડાયેલી હોય અથવા જેના કુળમાં કોઈ વારસાગત રોગ ચાલ્યો આવતો હોય, જેના શરીર ઉપર ઝાઝા વાળ હોય અથવા તો તદ્દન ઓછા વાળ હોય કે વાળ વિનાની હોય, વાચાળ હોય તેની સાથે પરણવું નહિ. ક્રોધી સ્વભાવની હોય, ઠીંગણી હોય, ઘણી ઊંચી હિય, સ્થૂળ કાયાવાળી હોય, કદરૂપી હોય, ચાડિયણ હોય, ખૂંધી અને ખંધી હોય એવી કન્યા સાથે લગ્ન ન કરવું. જે કજિયાખોર હોય, ...વધુ વાંચો

17

નારદ પુરાણ - ભાગ 17

સનકે આગળ કહ્યું, “હે નારદ પ્રણવ, સાત વ્યાહૃતિઓ, ત્રિપદા, ગાયત્રી તથા શિર:શિખા મંત્ર- આ સર્વ ઉચ્ચારણ કરતા રહીને ક્રમશ: કુંભક અને રેચક ક્રિયા કરવી. પ્રાણાયામમાં ડાબી નાસિકાના છિદ્રથી વાયુ ધીરે ધીરે પોતાનાં ફેફસામાં ભરવો. પછી ક્રમશ: કુંભક કરી વિરેચન દ્વારા બહાર કાઢવો. (પ્રાણાયામનો મંત્ર અને તેની વિધિ નીચે પ્રમાણે છે: પ્રાણાયામ મંત્ર : ૐ ભૂ: ૐ ભુવ: ૐ સ્વ: ૐ મહ: ૐ જન: ૐ તપ: ૐ સત્યમ ૐ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત, ૐ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ. પહેલાં જમણા હાથના અંગૂઠાથી જમણી બાજુનું નસકોરું દબાવી ડાબા નસકોરાથી વાયુ અંદર ખેંચવો. એ ...વધુ વાંચો

18

નારદ પુરાણ - ભાગ 18

સનકે કહ્યું, “હવે હું શ્રાદ્ધની વિધિનું વર્ણન કરું છે, તે સાંભળો. પિતાની મરણતિથિના આગલા દિવસે એક વખત જમવું, ભોંય સૂવું. બ્રહ્મચર્યનું પાલન કરવું ને રાત્રે બ્રાહ્મણોને નિમંત્રણ આપવું. શ્રાદ્ધ કરનારાએ દંતધાવન, તાંબૂલભક્ષણ, તૈલાભ્યંગ, સુગંધી દ્રવ્યોનું વિલેપન, મૈથુન, ઔષધસેવન અને પરાન્નભક્ષણનો અવશ્ય ત્યાગ કરવો. માર્ગક્રમણ, પરગ્રામગમન, કલહ, ક્રોધ, ભારવાહન, દિશાશયન- આ સર્વ પ્રવૃત્તિઓ શ્રાદ્ધકર્તા અને શ્રાદ્ધભોક્તાએ છોડી દેવા જોઈએ. શ્રાદ્ધમાં વેદને જાણનારા એવા વૈષ્ણવ બ્રાહ્મણને નિયુક્ત કરવો જોઈએ. પોતાના વર્ણાશ્રમ ધર્મને પાળવામાં તત્પર, પરમ શાંત, ઉત્તમ કુળમાં ઉત્પન્ન, રાગ દ્વેષ રહિત, પુરાણોના અર્થને જાણવામાં નિપુણ, પ્રાણી માત્ર પર દયા રાખનારો, દેવપૂજા પરાયણ, સ્મૃતિઓનું તત્ત્વ જાણવામાં કુશળ, વેદાન્તના તત્વોનો જ્ઞાતા, ...વધુ વાંચો

19

નારદ પુરાણ - ભાગ 19

સનક બોલ્યા, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું તિથિઓના નિર્ણય અને પ્રાયશ્ચિતની વિધિ કહું છું તે સાંભળો. એનાથી બધાં કાર્યો સિદ્ધ છે. હે નારદ, શ્રુતિ અને સ્મૃતિઓમાં કહેલાં વ્રત, દાન અને અન્ય વૈદિક કર્મ જો અનિશ્ચિત તિથિઓમાં કરવામાં આવે તો તેમનું કશું જ ફળ મળતું નથી. એકાદશી, અષ્ટમી, છઠ, પૂર્ણિમા, ચતુર્દશી, અમોવાસ્યા અને તૃતીયા આ તિથિઓ પર-તિથિઓથી વિદ્ધ (સંયુક્ત-જોડાયેલી) હોય તો ઉપવાસ અને વ્રતમાં શ્રેષ્ઠ મનાય છે. પૂર્વની અર્થાત એના પહેલાંની તિથિઓની સાથે સંયુક્ત હોય તો વ્રત આદિમાં આ તિથિઓ લેવાતી નથી. કેટલાક આચાર્યો કૃષ્ણ પક્ષમાં સપ્તમી, ચતુર્દશી, તૃતીયા અને નવમીને પૂર્વતિથિ દ્વારા વિદ્ધ હોય તો પણ શ્રેષ્ઠ કહે ...વધુ વાંચો

20

નારદ પુરાણ - ભાગ 20

સનકે કહ્યું, “હે નારદ, હવે હું ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર માણસો માટે પ્રાયશ્ચિત કહું છું, તે ધ્યાનથી સાંભળો. જનેતા કે સાવકી માતા સાથે વ્યભિચાર કરનારે પોતાનાં પાપોની ઘોષણા કરતાં રહીને ઊંચા સ્થાનેથી પડતું મૂકવું. પોતાના વર્ણની કે પોતાનાથી ઉચ્ચ વર્ણની પારકી સ્ત્રી સાથે વ્યભિચારના પ્રાયશ્ચિતરૂપે બાર વર્ષ સુધી બ્રહ્મહત્યા-વ્રત કરવું. અનેકવાર આવું કરનાર સળગતાં છાણાંના અગ્નિમાં બળી મર્યા પછી જ શુદ્ધ થાય છે. કામથી વિહ્વળ થઈને જો કોઈ માણસ પોતાની માસી, ફોઈ, ગુરુપત્ની, સાસુ, કાકી, મામી અને દીકરી સાથે વ્યભિચાર કરે તો તેણે વિધિપૂર્વક બ્રહ્મહત્યાનું વ્રત કરવું. ત્રણ વખત સંભોગ કરે તો તે વ્યભિચારી પુરુષે આગમાં બળી ...વધુ વાંચો

21

નારદ પુરાણ - ભાગ 21

સનક બોલ્યા, “આ પ્રમાણે કર્મના પાશમાં બંધાયેલા જીવો સ્વર્ગ આદિ પુણ્યસ્થાનોમાં પુણ્ય કર્મોનું ફળ ભોગવીને તથા નરકની યાતાનાઓમાં પાપોનું દુઃખમય ફળભોગ વીત્યા પછી ક્ષીણ થયેલાં કર્મોના અવશેષ ભાગથી આ લોકમાં આવીને સ્થાવર આદિ યોનિઓમાં જન્મ લે છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી અને પર્વત તથા તૃણ આ બધાં સ્થાવર નામથી વિખ્યાત છે. સ્થાવર જીવો મહામોહથી ઢંકાયેલા હોય છે. સ્થાવર યોનિઓમાં તેમનું જીવન આ પ્રમાણે હોય છે. તેમને પ્રથમ બીજરૂપે વાવવામાં આવે છે. ત્યારબાદ જળ સિંચાયા પછી તેઓ મૂળ ભાવને પ્રાપ્ત થાય છે. મૂળમાંથી અંકુર ઉત્પન્ન થાય છે, અંકુરમાંથી પાંદડાં, થડ, પાતળી ડાળીઓ ફૂટે છે. શાખાઓમાંથી કળી અને કળીમાંથી ફૂલ પ્રકટે ...વધુ વાંચો

22

નારદ પુરાણ - ભાગ 22

નારદ બોલ્યા, “હે ભગવન, આપ વિદ્વાન છો તેથી મેં આપને જે કંઈ પૂછ્યું તે સર્વ આપે કહ્યું અને સંસારના બંધાયેલાઓનાં ઘણાં બધાં દુઃખોનું વર્ણન કર્યું. કર્મને લીધે દેહ પ્રાપ્ત થાય છે, દેહધારી જીવ કામનાઓથી બંધાય છે, કામને લીધે તે લોભમાં ફસાય છે અને લોભથી ક્રોધના તડાકામાં સપડાય છે. ક્રોધથી ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થવાથી બુદ્ધિ બગડે છે અને જેની બુદ્ધિ નાશ પામે છે, તે મનુષ્ય ફરીથી પાપ કરવા માંડે છે. એટલા માટે દેહ એ જ પાપનું મૂળ છે. મનુષ્ય આ દેહના ભ્રમનો ત્યાગ કરીને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે તેનો ઉપાય બતાવો.” સનકે કહ્યું, “હે ...વધુ વાંચો

23

નારદ પુરાણ - ભાગ 23

સનકે કહ્યું, “યમ અને નિયમો દ્વારા બુદ્ધિ સ્થિર કરીને જિતેન્દ્રિય પુરુષે યોગસાધનાને અનુકુળ ઉત્તમ આસનોનો વિધિપૂર્વક અભ્યાસ કરવો. સ્વાસ્તિકાસન, પીઠાસન, સિંહાસન, કુકકુટાસન, કુંજરાસન, કૂર્માસન, વજ્રાસન, વારાહાસન, મૃગાસન, ચૈલિકાસન, ક્રૌંચાસન, નાલિકાસન, સર્વતોભદ્રાસન, વૃષભાસન, નાગાસન, મત્સ્યાસન, વ્યાઘ્રાસન, અર્ધચંદ્રાસન, દંડવાતાસન, શૈલાસન, ખડ્ગાસન, મુદ્ગરાસન, મકરાસન, ત્રિપથાસન, કાષ્ઠાસન, સ્થાણુ-આસન, વૈકર્ણિકાસન, ભૌમાસન અને વીરાસન- આ સર્વ યોગસાધનનાં હેતુ છે. મુનીશ્વરોએ આ ત્રીસ આસનો કહ્યાં છે. સાધક પુરુષે શીત-ઉષ્ણ આદિ દ્વંદોથી પૃથક થઈને ઈર્ષ્યા-દ્વેષ આદિનો ત્યાગ કરી ગુરુદેવનાં ચરણોમાં ભક્તિ રાખી ઉપર કહેલાં આસનોમાંથી ગમે તે એક સિદ્ધ કરીને પ્રાણોને જીતવાનો અભ્યાસ કરવો. જ્યાં કોઈ પ્રકારનો ઘોંઘાટ ન થતો હોય એવા એકાંત સ્થાનમાં પૂર્વ, ...વધુ વાંચો

24

નારદ પુરાણ - ભાગ 24

સનક બોલ્યા, “હે નારદ, જેમણે યોગ દ્વારા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સરરૂપી છ શત્રુઓને જીતી લીધા છે જેઓ અહંકારશૂન્ય અને શાંત હોય છે એવા જ્ઞાની મહાત્માઓ જ્ઞાનસ્વરૂપ અવિનાશી શ્રીહરિનું જ્ઞાનયોગ દ્વારા યજન કરે છે. શ્રીહરિના ચરણારવિંદોની સેવા કરનારા તથા સંપૂર્ણ જગત પર અનુગ્રહ ધરાવનારા તો કોઈ વિરલ મહાત્મા જ દૈવયોગે જ ઉત્પન્ન થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઉદાહરણ આપવામાં આવે છે તે હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. હે નારદ, પ્રાચીન કાળની વાત છે. રૈવત મન્વંતરમાં વેદમાલી નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ થઇ ગયા છે, જે વેદ અને વેદાંગોના પારદર્શી વિદ્વાન હતા. સર્વ પ્રાણીઓ પ્રત્યે ...વધુ વાંચો

25

નારદ પુરાણ - ભાગ 25

શ્રી સનક બોલ્યા, “હે વિપ્રવર, ભગવાન વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન ફરીથી સાંભળો. વિષયભોગમાં પડેલા માણસો તથા મમતાથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા સઘળાં પાપોનો નાશ ભગવાનના એક જ નામસ્મરણથી થાય છે. ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહીને જેઓ સર્વ મનુષ્યો ઉપર અનુગ્રહ રાખે છે ને ધર્મકાર્યમાં સદા તત્પર રહેતા હોય છે, તેમને સાક્ષાત વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના ચરણના ઉદકનું એક ટીપું પણ પી લે છે, તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે. આ વિષયમાં પણ જ્ઞાની પુરુષો આ પ્રાચીન ઈતિહાસ કહેતા હોય છે. ગુલિક નામનો એક પ્રસિદ્ધ વ્યાધ હતો. તે પારકી સ્ત્રી અને પારકું ધન હરી લેવા ...વધુ વાંચો

26

નારદ પુરાણ - ભાગ 26

શ્રી સનક બોલ્યા, “હે મુને, હવે પછી હું ભગવાન વિષ્ણુની વિભૂતિસ્વરૂપ મનુ અને ઇન્દ્ર આદિનું વર્ણન કરીશ. આ વૈષ્ણવી શ્રાવણ અથવા કીર્તન કરનારા પુરુષોનાં પાપ તત્કાળ નાશ પામે છે. એક સમયે વૈવસ્વત મન્વંતરમાં જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસસ્થાને ગયા. હે દેવર્ષિ, બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈ સુધર્મે આદરપૂર્વક તેમનું યથાયોગ્ય પૂજન કર્યું. પૂજાયા પછી ઇન્દ્રે વિનયપૂર્વક કહ્યું, “હે વિદ્વન, તમે ગત બ્રહ્મકલ્પનો વૃત્તાંત જાણતા હો તો કહો.” ઇન્દ્રના આ કથન પછી સુધર્મે કલ્પની દરેક વાતનું વિધિપૂર્વક વર્ણન શરૂ કર્યું, “હે દેવરાજ, એક હજાર ચાર યુગોનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના ...વધુ વાંચો

27

નારદ પુરાણ - ભાગ 27

નારદ બોલ્યા, “મુને, આપે સંક્ષેપમાં જ યુગધર્મનું વર્ણન કર્યું છે, કૃપા કરીને કલિયુગનું વિસ્તારપૂર્વક કરો, કારણ કે આપ શ્રેષ્ઠ છો અને કલિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનાં ખાનપાન અને આચાર-વ્યવહાર કેવા હશે તે પણ જણાવો.” સનક બોલ્યા, “સર્વ લોકોનો ઉપકાર કરનાર હે મુનિશ્રેષ્ઠ, હું કલિના ધર્મોનું વિસ્તારપૂર્વક વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. કલિ બહુ ભયંકર યુગ છે. તેમાં પાપો ભેગાં થાય છે; અર્થાત પાપોની અધિકતા હોવાને લીધે એક પાપ સાથે બીજું પાપ ભેગું થઇ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઇ જાય છે. ઘોર કલિયુગ આવતાં જ બધાં દ્વિજ વેદોનો અભ્યાસ કરવાનું છોડી દે ...વધુ વાંચો

28

નારદ પુરાણ - ભાગ 28

નારદ બોલ્યા, “હે સનંદન, આ સ્થાવરજંગમરૂપ જગતની ઉત્પત્તિ કોનાથી થઇ અને પ્રલય સમયે એ કોનામાં લીન થાય છે, તે મને કહો. સમુદ્ર, આકાશ, પર્વત, મેઘ, પૃથ્વી, અગ્નિ અને પવન સહિત આ લોકોનું નિર્માણ કોણે કર્યું છે? પ્રાણીઓની રચના તથા તેમના વર્ણના વિભાગો કેવી રીતે કરવામાં આવ્યા છે? તેમનાં શૌચ અને અશૌચ કેવા પ્રકારનાં છે? તેમના ફ્હાર્મ અને અધર્મનો વિધિ શો છે? પ્રાણીઓના જીવની સ્થિતિ કેવી છે? મરણ પામેલા માણસો આ લોક્માંથો પરલોકમાં ક્યાં જાય છે? તે સર્વ આપ મને કહો.” સનંદને કહ્યું, “હે નારદ, ભરદ્વાજે પૂછવાથી ભ્રુગુએ કહેલા શાસ્ત્ર અને પ્રાચીન ઈતિહાસ હું તમને કહું છે. દિવ્ય પ્રભાવવાળા ...વધુ વાંચો

29

નારદ પુરાણ - ભાગ 29

મહર્ષિ ભ્રુગુએ જગતની ઉત્પત્તિ વિશેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “સર્વ જંગમ પૃથ્વીમય શરીરોમાં ત્વચા, માંસ, હાડકાં, મજ્જા અને પાંચ ધાતુઓ રહેલી છે અને તે શરીરને ગતિમાન રાખે છે. અગ્નિતત્વથી ઉત્પન્ન થયેલાં તેજ, અગ્નિ, ક્રોધ, ચક્ષુ અને ઉષ્મા આ પાંચ અગ્નિઓ શરીરધારીઓમાં રહેલા છે, તેથી તેઓ પંચાગ્નેય છે. આકાશ તત્વને લીધે શ્રોત્ર, નાસિકા, મુખ, હૃદય અને ઉદર-આ પાંચ તત્વો શરીરને ધારણ કરીને રહેલાં છે. શ્લેષમા, પિત્ત, સ્વેદ (પરસેવો), વસા અને શોણિત-આ પાંચ જલીય તત્વો પ્રાણીઓના દેહમાં સદા રહે છે. પ્રાણવાયુને લીધે પ્રાણી આનંદિત રહે છે. વ્યાનને લીધે વૃદ્ધિ પામે છે, અપાનવાયુ અધોભાગથી ગતિ કરે છે; ઉદાનને લીધે ...વધુ વાંચો

30

નારદ પુરાણ - ભાગ 30

ભૃગુ આગળ બોલ્યા, “ઇન્દ્રિયોથી ગ્રહણ થતી સર્વ વસ્તુઓ વ્યક્ત છે. વ્યક્તની આ જ પરિભાષા છે. અનુમાન દ્વારા જેનો સહેજ-સાજ થાય તે ઇન્દ્રિયાતીત વસ્તુને અવ્યક્ત જાણવી. જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસશ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞેયસ્વરૂપ પરમાત્માનું મનન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મનને તેમાં જોડવું અર્થાત તેનું ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ દ્વાર મનને વશમાં કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું. હે બ્રહ્મન, સત્ય એ જ વ્રત, તપ તથા પવિત્રતા છે, સત્ય જ પ્રજાનું સૃજન કરે છે, સત્યથી જ આ લોક ધારણ કરાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અસત્ય ...વધુ વાંચો

31

નારદ પુરાણ - ભાગ 31

ભરદ્વાજ બોલ્યા, “આ લોક કરતાં ઉત્તમ એક બીજો લોક અર્થાત પ્રદેશ છે, એમ સંભળાય છે, પણ તે જાણવામાં આવ્યો તો આપ કૃપા કરીને તે વિષયમાં કહો.” ભૃગુએ કહ્યું, “ઉત્તરમાં હિમાલય પાસે સર્વગુણસંપન્ન પુણ્યમય પ્રદેશ છે. તેને જ ઉત્તમ લોક કહેવામાં આવે છે. ત્યાંના મનુષ્યો પાપકર્મથી રહિત, પવિત્ર, અત્યંત નિર્મળ, લોભ-મોહથી શૂન્ય તથા ઉપદ્રવરહિત છે. ત્યાં સાત્વિક શુભ ગુણ હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં યોગ્ય સમયે જ મૃત્યુ થાય છે (અકાળે મૃત્યુ થતું નથી). ત્યાંના મનુષ્યોને રોગ સ્પર્શતો નથી. ત્યાં કોઈના મનમાં પારકી સ્ત્રી માટે લોભ હોતો નથી. તે દેશમાં ધન માટે બીજાંઓનો વધ કરવામાં આવતો નથી. ત્યાં કરેલા ...વધુ વાંચો

32

નારદ પુરાણ - ભાગ 32

સૂત બોલ્યા, “હે બ્રાહ્મણો, સનંદનનું મોક્ષધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદે ફરીથી અધ્યાત્મવિષયને લગતી ઉત્તમ વાત પૂછી.” નારદ “હે મહાભાગ, મેં આપે જણાવેલું અધ્યાત્મ અને ધ્યાનવિષયક મોક્ષશાસ્ત્ર સાંભળ્યું. એ વારંવાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી. હે મુને, અવિદ્યાબંધનથી જીવ જે રીતે મુક્ત થાય છે, તે ઉપાય મને બતાવો. સાધુપુરુષોએ જેનો આશ્રય લીધેલો છે, તે મોક્ષધર્મનું ફરીથી વર્ણન કરો.” સનંદન બોલ્યા, “હે નારદ, આ વિષયમાં વિદ્વાન પુરુષો પ્રાચીન ઈતિહાસનું ઉદાહરણ આપતા હોય છે. મિથિલામાં જનકવંશના રાજા જનદેવનું રાજ્ય હતું તે સમયને આ વાત છે. તેઓ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું જ ચિંતન કરતાં હતા. તેમના દરબારમાં એકસો ...વધુ વાંચો

33

નારદ પુરાણ - ભાગ 33

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, ઉત્તમ અધ્યાત્મજ્ઞાન સાંભળીને નારદ ઘણા પ્રસન્ન થયા. તેમણે ફરીથી પ્રશ્ન કર્યો.” નારદ બોલ્યા, “હે મનુષ્યને આધ્યાત્મિક આદિ ત્રણે તાપોનો અનુભવ થાય, તેવો ઉપાય જણાવો.” સનંદન બોલ્યા, “વિદ્વન, ગર્ભમાં, જન્મકાળમાં અને વૃદ્ધત્વ આદિ અવસ્થાઓમાં પ્રકટ થનારા ત્રણ પ્રકારના દુઃખસમુદાયની એકમાત્ર અમોઘ તેમજ અનિવાર્ય ઔષધી ભગવાનની પ્રાપ્તિ જ માનવામાં આવી છે. ભગવત્પ્રાપ્તી થતી વેળાએ આવા લોકોત્તર આનંદની અભિવ્યક્તિ થાય છે, જેના કરતાં વધારે સુખ અને આહલાદ ક્યાંય છે જ નહિ. હે મહામુને, ભગવત્પ્રાપ્તી માટે જ્ઞાન અને નિષ્કામ કર્મ-આ બે જ ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્ઞાન પણ બે પ્રકારનું છે: એમાંનું એક તો શાસ્ત્રના અધ્યયન અને ...વધુ વાંચો

34

નારદ પુરાણ - ભાગ 34

કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી અને જે મોહરૂપી અંધકારથી ઘેરાયેલો છે, તે દેહાભિમાની જીવ આ પંચભૌતિક શરીરમાં ‘હું’ અને ‘મારા’ પણાની દૃષ્ટ ભાવના કરી લે છે. પરંતુ આત્મા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આદિથી સર્વથા પૃથક છે, તેથી બુદ્ધિમાન પુરુષે શરીરમાં આત્મબુદ્ધિ કરવી ન જોઈએ. આ શરીર અનાત્મા હોવાથી એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા પુત્ર, પૌત્ર આદિમાં મમત્વ ન રાખવું જોઈએ. મનુષ્ય સર્વ કર્મો શરીરના ઉપભોગ માટે જ કરે છે; પરંતુ જયારે આ દેહ પુરુષથી ભિન્ન ...વધુ વાંચો

35

નારદ પુરાણ - ભાગ 35

નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આધ્યાત્મિક આદિ ત્રણે તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો તોપણ મારા મનનો ભ્રમ હજી દૂર થયો મન સ્થિર થતું નથી. આપ બીજાઓને માન આપો છો, પણ મને જણાવો કે દૃષ્ટ મનુષ્યો કોઈના મનથી વિરુદ્ધ વર્તન કરે તો મનુષ્ય કેવી રીતે સહન કરી શકે?” સૂત બોલ્યા, “નારદજીની આ વાત સાંભળીને બ્રહ્માના પુત્ર સનંદનને ભારે હર્ષ થયો અને કહેવા લાગ્યા.” સનંદને કહ્યું, “નારદ, આ વિષયમાં એક પ્રાચીન ઈતિહાસ કહું છું, જે સાંભળીને આપનું ચિત્ત સ્થિર થશે. પ્રાચીન કાળમાં ભરત નામના એક રાજા થઇ ગયા. તેઓ ઋષભદેવના પુત્ર હતા અને એમના નામ પરથી દેશને ‘ભારતવર્ષ’ કહેવામાં આવે ...વધુ વાંચો

36

નારદ પુરાણ - ભાગ 36

નારદે કહ્યું, “હે સનંદન, સૌવીરરાજા અને જડભરત વચ્ચે શો સંવાદ થયો તે કૃપા કરીને જણાવો.” સનંદન બોલ્યા, “રાજાએ ‘હું કોણ છું’ તે વિષે વધુ વાત કરવા કહી ત્યારે બ્રાહ્મણ બોલ્યા, “રાજન, ‘અહં’ શબ્દનું ઉચ્ચારણ જીભ, દાંત, હોઠ અને તાલુ જ કરતાં હોય છે, પરંતુ એ બધાં ‘અહં’ નથી; કારણ કે એ બધાં તે શબ્દના ઉચ્ચારણમાં જ હેતુ છે. તો પછી શું આ જિવ્હા આદિ કારણો દ્વારા આ વાણી જ પોતે પોતાને ‘અહં’ કહે છે? ના, તેથી આવી સ્થિતિમાં તું તગડો છે આમ બોલવું કદાપિ ઉચિત નથી. રાજન, માથું અને હાથ-પગ આદિ લક્ષણોવાળું આ શરીર આત્માથી પૃથક જ ...વધુ વાંચો

37

નારદ પુરાણ - ભાગ 37

જડભરત સૌવીરનરેશને એક પ્રાચીન ઈતિહાસ જણાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “જે સમયે મહર્ષિ ઋભુ નગરમાં આવ્યા તે સમયે તેમણે નગરની બહાર ઊભો દીઠો. ત્યાંનો રાજા વિશાળ સેના સાથે દમામથી નગરમાં પ્રવેશી રહ્યો હતો અને નિદાઘ મનુષ્યોની ભીડથી દૂર જઈને ઊભા હતા. નીદાઘને જોઇને ઋભુ તેમની પાસે ગયા અને અભિવાદન કરીને બોલ્યા “અહો! તમે અહીં એકાંતમાં શાથી ઊભા છો?” નિદાઘ બોલ્યા, “વિપ્રવર, આજે આ રમણીય નગરમાં અહીંના રાજા પ્રવેશ કરવા ઈચ્છે છે, તેથી અહીં મનુષ્યોની ભારે ઠઠ જામી છે, એટલે હું અહીં ઊભો છું.” ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, આપ અહીંની વાતો જાણો છો તો મને કહો કે એમાં રાજા ...વધુ વાંચો

38

નારદ પુરાણ - ભાગ 38

સનંદને આગળ કહ્યું, “હે નારદ, ગાનની ગુણવૃત્તિ દશ પ્રકારની છે; રક્ત, પૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકૃષ્ટ, શ્લક્ષ્ણ, સમ, સુકુમાર મધુર. વેણુ, વીણા અને પુરુષના સ્વર જ્યાં એકમેકમાં ભળી જઈને અભિન્ન પ્રતીત થવાને લીધે જે રંજન થાય છે, તેનું નામ રક્ત છે. સ્વર તથા શ્રુતિની પૂર્તિ કરવાથી તથા છંદ તેમ જ પાદાક્ષરોના સંયોગથી જે ગુણ પ્રકટ થાય છે, તેને ‘પૂર્ણ’ કહે છે. પ્રથમ સ્થાનમાં રહેલા સ્વરને નીચે કરીને હૃદયમાં સ્થાપિત કરવો અને ઊંચે ચઢાવીને મસ્તકમાં લઇ જવો એ ‘અલંકૃત’ કહેવાય છે. જેમાં કંઠનો ગદગદ ભાવ નીકળી ગયો હોય, તે ‘પ્રસન્ન’ નામનો ગુણ છે. જેમાં પદ, પદાર્થ, પ્રકૃતિ, વિકાર, આગમ, ...વધુ વાંચો

39

નારદ પુરાણ - ભાગ 39

(નોંધ : વેદાંગોનું જેમાં વર્ણન છે એવા કેટલાક અધ્યાયો છોડીને આગળ વધુ છું, જેમાં કલ્પ, વ્યાકરણ, ગણિત, છંદશાસ્ત્ર અને વિસ્તૃત વર્ણન છે. યોગ્ય સમયે હું તેમને લખીશ.) નારદ બોલ્યા, “વેદના સર્વ અંગોનું વિભાગવાર સંક્ષિપ્ત વર્ણન સાંભળીને તૃપ્ત થયો. હે મહામતે, હવે શુકદેવજીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે કથા મને કહો.” સનંદન બોલ્યા, “મેરુ પર્વતના શિખર ઉપર આવેલા કર્ણિકાર વનમાં યોગધર્મપરાયણ પ્રભુ કૃષ્ણ દ્વૈપાયન યોગમુક્ત થઈને દિવ્ય તપ કરતા હતા. અગ્નિ, ભૂમિ, વાયુ તથા અંતરિક્ષ જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય તે હેતુ માટે તપ કરી રહ્યા હતા. તે પ્રખ્યાત વનમાં બ્રહ્મર્ષિઓ, બધા દેવર્ષિઓ, લોકપાલો, આઠ વસુઓ સહિત સાધ્યો, ...વધુ વાંચો

40

નારદ પુરાણ - ભાગ 40

સનંદન બોલ્યા, “હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારબાદ મંત્રીઓ સહિત રાજા જનક પુરોહિત અને અંત:પુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક ઉપર અર્ઘ્યપાત્ર લઇ શુકદેવજી પાસે ગયા. તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત સિંહાસન શુકદેવજીને અર્પિત કર્યું. વ્યાસપુત્ર શુક આસન ઉપર વિરાજમાન થયા પછી રાજાએ પહેલાં તેમને પાદ્ય અર્પણ કર્યું. ત્યારબાદ અર્ઘ્ય સહિત ગાય નિવેદન કરી. મહાતેજસ્વી દ્વિજોત્તમ શુકે મંત્રોચ્ચારણપૂર્વક કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર કરીને રાજાને કુશળ-મંગળ સમાચાર પૂછ્યા. તેમણે પણ ગુરુપુત્રને કુશળ-મંગળ વૃત્તાંત જણાવી તેમની આજ્ઞા લઇ ભૂમિ પર બેઠા. પછી શુકદેવજીને રાજાએ પ્રશ્ન કર્યો, “બ્રહ્મન, શા હેતુથી આપનું અહીં શુભ આગમન થયું છે?” શુકદેવજીએ કહ્યું, “રાજન, આપનું કલ્યાણ થાઓ ! પિતાજીએ મને ...વધુ વાંચો

41

નારદ પુરાણ - ભાગ 41

સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊતરી ગયા પછી પરમ બુદ્ધિમાન ભગવાન વ્યાસ પુત્ર સહિત મૌન ભાવથી ધ્યાનસ્થ થયા. તે સમયે આકાશવાણી થઇ, ‘વસિષ્ઠકુળમાં ઉત્પન્ન મહર્ષિ વ્યાસ, આ સમયે વેદધ્વનિ શાથી થતો નથી? તમે એકલા કંઈક ચિંતન કરતા હો તેમ ચૂપચાપ બેઠા છો.ધ્યાન લગાવીને શાથી બેઠા છો? વેદોચ્ચારણ ધ્વનિથી રહિત થઈને આ પર્વત શોભતો નથી; તેથી હે ભગવન, આપના વેદજ્ઞ પુત્ર સાથે પરમ પ્રસન્ન ચિત્ત થઈને સદા વેદોનું સ્વાધ્યાય કરો.’ આકાશવાણી દ્વારા બોલાયેલ શબ્દો સાંભળીને વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજી સાથે વેદોના સ્વાધ્યાયનો આરંભ કરી દીધો. તે બંને પિતાપુત્ર દીર્ઘકાળ સુધી વેદોનું પારાયણ કરતા ...વધુ વાંચો

42

નારદ પુરાણ - ભાગ 42

સનત્કુમાર બોલ્યા, “શુકદેવ, શાસ્ત્ર શોકને દૂર કરે છે; તે શાંતિકારક તથા કલ્યાણમય છે. પોતાના શોકનો નાશ કરવા માટે શાસ્ત્રનું કરવાથી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થવાથી મનુષ્ય સુખી તથા અભ્યુદયશીલ થાય છે. શોક અને ભય પ્રતિદિન મૂઢ માણસો પર પોતાનો પ્રભાવ પાડે છે, વિદ્વાન પુરુષો આગળ તેમનું જોર ચાલતું નથી. અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો જ અપ્રિય વસ્તુનો સંયોગ અને પ્રિય વસ્તુનો વિયોગ થવાથી મનમાં ને મનમાં દુઃખી થાય છે. જે વસ્તુ ભૂતકાળના ગર્ભમાં છુપાઈને નષ્ટ થઇ ગઈ હોય તેના ગુણોનું સ્મરણ ન કરવું જોઈએ કારણ કે જે આદરપૂર્વક તેના ગુણોનું ચિંતન કરે છે, તે તેની આસક્તિના બંધનથી મુક્ત ...વધુ વાંચો

43

નારદ પુરાણ - ભાગ 43

સૂત બોલ્યા, “દેવર્ષિ નારદ આ વાત સાંભળીને શુકદેવજીના પ્રસ્થાન વિષે ફરી તે મુનિ સનંદનને પૂછવા લાગ્યા.” નારદ બોલ્યા, ભગવન, આપે અત્યંત કરુણાથી સર્વ કંઈ કહ્યું અને તે સાંભળીને મારું મન શાંતિ પામ્યું. હે મહામુને, મને મોક્ષશાસ્ત્ર વિષે ફરીથી કહો; કારણ કે કૃષ્ણના અનંત ગુણો સાંભળીને મારી તૃષા પૂર્ણ થતી નથી. સંસારમાંથી મુક્ત થઈને મોક્ષશાસ્ત્રમાં મગ્ન થયેલા ક્યાં નિવાસ કરે છે? મારા મનમાં ઊભો થયેલો સંશય દૂર કરો.” સનંદન બોલ્યા, “હે દેવર્ષે, કૈલાસ પર્વત પર ગયા પછી, સૂર્યોદય થતાં વિદ્વાન શુકદેવજી હાથ પગ ઉચિત રીતે ગોઠવી વિનમ્ર ભાવથી પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા અને યોગમાં નિમગ્ન થયા. ...વધુ વાંચો

44

નારદ પુરાણ - ભાગ 44

તૃતીય પાદ શૌનક બોલ્યા, “હે સાધુ સૂત, આપ સર્વ શાસ્ત્રોના પંડિત છો. હે વિદ્વન, આપે અમને શ્રીકૃષ્ણ અમૃતનું પાન કરાવ્યું છે. ભગવાન પ્રેમી ભક્ત દેવર્ષિ નારદે સનંદનના મુખેથી મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને તે પછી શું પૂછ્યું?” સૂત બોલ્યા, “હે ભૃગુશ્રેષ્ઠ, સનંદને પ્રતિપાદિત કરેલા સનાતન મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને નારદે ફરીથી તે મુનિઓને પૂછ્યું. નારદ બોલ્યા, “હે મુનીશ્વરો, કયા મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. શ્રી વિષ્ણુનાં ચરણોનું શરણ લેનારા ભક્તજનોએ કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ. હે વિપ્રવરો, ભાગવતતંત્રનું તથા ગુરુ અને શિષ્યના સંબંધને સ્થાપિત કરી તેમને પોતપોતાના કર્તવ્યના પાલનની પ્રેરણા આપનારી દીક્ષાનું વર્ણન કરો, તેમ જ સાધકોએ ...વધુ વાંચો

45

નારદ પુરાણ - ભાગ 45

સનત્કુમારે આગળ કહ્યું, “ત્યારબાદ કળા દૃઢ વજ્રલેપ સમાન રાગને ઉત્પન્ન કરે છે, જેથી તે વજ્રલેપ-રાગયુક્ત પુરુષમાં ભોગ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી એનું નામ રાગ છે. આ સર્વ તત્વો દ્વારા જ્યારે આ આત્માને ભોકતૃત્વ દશે પહોંચાડવામાં આવે છે ત્યારે તે ‘પુરુષ’ આવું નામ ધારણ કરે છે. ત્યારબાદ કળા જ અવ્યક્ત પ્રકૃતિને જન્મ આપે છે, જે પુરુષ માટે ભોગ ઉપસ્થિત કરે છે. અવ્યક્ત જ ગુણમય સપ્તગ્રંથી (કલા, કાલ, નિયતિ, વિદ્યા, રાગ, પ્રકૃતિ અને ગુણ એ સાત ગ્રંથીઓ છે અને એમને જ આંતરિક ભોગ-સાધન કહેવામાં આવે છે.) વિધાનનું કારણ છે. ગુણ ત્રણ જ છે, અવ્યક્તમાંથી જ તેમનું પ્રાકટ્ય ...વધુ વાંચો

46

નારદ પુરાણ - ભાગ 46

સનત્કુમાર બોલ્યા, “હવે હું જીવોના પાશસમુદાયનો ઉચ્છેદ કરવા માટે અભીષ્ટ સિદ્ધિપ્રદાન કરનારી દીક્ષાવિધિનું વર્ણન કરીશ કે જે મંત્રોને શક્તિ કરનારી છે. દીક્ષા દિવ્યત્વ આપે છે અને પાપોનો ક્ષય કરે છે, એટલા માટે જ સર્વ આગમોના વિદ્વાનોએ તેને દીક્ષા કહેલ છે. મનન એટલે સર્વજ્ઞતા અને ત્રાણ એટલે સંસારી જીવ ઉપર અનુગ્રહ કરવો. આ મનન અને ત્રાણ ધર્મથી યુક્ત હોવાને લીધે મંત્રનું ‘મંત્ર’ નામ સાર્થક થાય છે. મંત્ર ત્રણ પ્રકારના હોય છે-સ્ત્રી, પુરુષ અને નપુંસક. જેના અંતમાં બે ‘ઠ’ અર્થાત ‘સ્વાહા’ લાગેલ હોય તે સ્ત્રીમંત્રો છે. જેના અંતમાં ‘હુમ્’ અને ‘ફટ્’ હોય છે તેને પુરુષ મંત્ર કહે છે. જેના અંતમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો