નારદ પુરાણ - ભાગ 56 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 56

સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે ધન અને પુત્રસંતતિ આપનારા અંગારક મંત્ર વિષે જણાવું છું. ‘ॐ मंगलाय नम:’ આ છ અક્ષરનો મંત્ર સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર છે. આ મંત્રના વિરૂપાક્ષ મુનિ છે, ગાયત્રી છંદ છે, કુજ દેવતા છે, મંગળના આવાહનમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. પ્રથમ અંગન્યાસ કરવો. ૐ ह्रां હૃદયાય નમ:, ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ ह्रः અસ્ત્રાય ફટ્.

        ન્યાસ કર્યા પછી મંગળનું ધ્યાન કરવું. લાલ વસ્ત્ર તથા માળાને ધારણ કરનાર; શક્તિ, શૂળ તથા ગદા ધારણ કરનાર, ઈશાનના સ્વેદથી ઉત્પન્ન થયેલા ઘેટાના વાહનવાળા છે, ભૂમિપુત્રનું હું ધ્યાન કરું છું. ‘मेषस्थं रक्तवस्त्राङ्गं शूलशक्तिगदावरान्। करैर्बिभ्राणमिशानस्वेदजं भूसुतं स्मरेत्।।‘ આ મંત્ર બોલીને ધ્યાન કરવું તથા આવાહન અને પૂજન કરવું. પછી ‘ॐ मंगलाय नम:’  આ મંત્રનો છ લાખ વાર જપ કરવો અને દશાંશને ખદિરની સમિધા વડે અગ્નિમાં હોમ કરવો.  પછી એકવીસ નામ મંત્રો વડે મંગળ યંત્રના કોઠામાં અંગોની પૂજા કરવી.

        ‘મંગલાય નમ: પાદૌ પૂજયામિ’ આ મંત્રથી પગની પૂજા કરવી. ‘ભૂમિપુત્રાય નમ:’ થી ઘૂંટીની, ‘ઋણહત્રે નમ:’ થી જંઘાની, ‘ધનપ્રદાય નમ:’ થી ઘૂંટણની; ‘સ્થિરાસનાય નમ:’ થી સાથળની, ‘મહાકાયાય નમ:’ થી કમરની, ‘સર્વકર્માવરોધકાય નમ:’ થી નાભિની, ‘લોહિતાય નમ:’ થી પેટની, ‘લોહિતાક્ષાય નમ:’ થી હૃદયની, ‘સામગાનાંકૃપાકરાય નમ:’ થી હાથની, ‘ધરાત્મજાય નમ:’ થી બાહુની, ‘કુજાય નમ:’ થી ખભાની, ‘ભૌમાય નમ:’ થી કંઠની, ‘ભૂમિદાય નમ:’ થી હડપચીની, ‘ભૂમિનંદનાય નમ:’ થી મુખની, ‘અંગારકાય નમ:’ થી નાકની, ‘મહીસૂનવે નમ:’ થી કાનની, ‘સર્વરોગાપહારકાય નમ:’ થી નેત્રની, ‘વૃષ્ટિકર્ત્રે નમ:’ થી લલાટની, ‘વૃષ્ટિહર્ત્રે નમ:’ થી મસ્તકની તથા ‘સર્વકામ ફલપ્રદાય નમ: શિખાં પૂજયામિ’ આ મંત્ર ભણી શિખાની પૂજા કરવી.

        મંત્રના સાધકે આ પ્રમાણે પોતપોતાના સ્થાનમાં રહેલા મંગળ વગેરેની એકવીસ કોઠામાં ક્રમથી પૂજા કરવી. ઈન્દ્રાદિ દિક્પાલોની પણ તેમનાં વજ્ર આદિ આયુધો સહિત પૂર્વાદિ દિશાઓમાં પૂજા કરવી; આથી મંત્રસિદ્ધિ થાય છે. પુત્રપ્રાપ્તિની કામનાવાળી સ્ત્રીએ ભૌમનું વ્રત કરવું. આ વ્રત માર્ગશીર્ષ માસ અથવા વૈશાખ માસમાં આરંભ કરાય છે અને તે પ્રશસ્ય ગણાય છે. વ્રત કરનારે પ્રભાતમાં ઊઠીને શૌચાદિ ક્રિયાથી નિવૃત્ત થઈને મૌન ધારણ કરી અઘેડાના દાતણથી દંતશુદ્ધિ કરવી. તે પછી સ્નાન કરી રક્તવસ્ત્ર અને રક્તમાળા ધારણ કરવાં અને રક્તચંદનનું વિલેપન કરવું. સર્વ પૂજાસામગ્રી રક્તવર્ણની  ઉપયોગમાં લઈ નૈવેદ્ય પણ તૈયાર રાખવું.

        પછી સુયોગ્ય બ્રાહ્મણને પૂજન કરાવવા માટે બોલાવી તેની આજ્ઞા પ્રમાણે મંગળનું પૂજન કરવું. રાતી ગાયના છાણથી લીંપેલી જમીન પર રક્ત આસન પર બેસવું. આચમન કરીને દેશકાલનું સ્મરણ કરી કામ્ય વ્રતનો સંકલ્પ કરવો. મંગલ આદિ નામો વડે સાધ્વી સ્ત્રીએ પોતાનાં અંગોમાં તેમનો ન્યાસ કરવો. ‘સામગાનાંકૃપાકરાય’ નો મુખમાં ન્યાસ કરવો, ‘ધરાત્મજ’ નો નસકોરાંમાં ન્યાસ કરવો. ‘કુજ’ નો આંખોમાં, ‘ભૌમ’ નો લલાટમાં, ‘ભૂમિદ’ નો ભવાંની મધ્યમાં, ‘ભૂમિનંદન’ નો મસ્તકમાં, ‘અંગારક’ નો શિખામાં અને ‘મહીસુત’ નો બધાં અંગોમાં ન્યાસ કરવો. ‘સર્વરોગાપહારક’ નો બે બાહુઓમાં, ‘વૃષ્ટિકર્તા’ નો માથાથી પગ સુધીનાં અંગોમાં ન્યાસ કરવો. ‘વૃષ્ટિહર્તા’ નો પગથી મૂર્ધા-માથા સુધીનાં અંગોમાં તથા ‘સર્વકાર્યાર્થ સિદ્ધિદ’ નો દિશાઓમાં ન્યાસ કરવો. નાભિ, હૃદય અને શિરમાં ‘આર’ નો, મુખમાં ‘ભૂમિજ’ નો ન્યાસ કરવો. આ પ્રમાણે પોતાના દેહમાં ન્યાસ કરી ધરાત્મજ-મંગળનું ધ્યાન કરવું.

માનસ ઉપચારોથી તેનું પૂજન કરીને અર્ઘ્ય આપવો. તે માટે ત્રિકોણમાં એકવીસ કોઠાઓ આલેખેલું તાંબાનું એક પાત્ર લેવું. તેમાં અંગારકની આવાહન કરી રક્ત પુષ્પ વગેરેથી તેનું પૂજન કરવું. પ્રથમ તેનાં અંગોની આરાધના કરી મંગળ આદિનું પૂજન કરવું; ત્રિકોણના એકવીસ કોથાઓમાં ચક્ર, આર અને ભૂમિજનું પૂજન કરીને એ ત્રિકોણની બહાર અષ્ટમાતૃકાઓનું પૂજન કરવું, પછી વજ્ર આદિ આયુધો સહિત ઈન્દ્રાદિ દિક્પાલોનું પૂજન કરવું. ધૂપ, દીપ અર્પણ કરીને ઘઉંમાંથી બનાવેલ નૈવેદ્ય તેમને નિવેદન કરવું.  પછી તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરવું. તેમાં રક્ત ચંદન, રક્ત પુષ્પ, અક્ષત, જુદી જુદી જાતનાં ફળ નાખી મંગળને અર્ઘ્ય આપવા માટે સાધકે આ બે મંત્રો બોલવા.

भूमिपुत्र महातेज: स्वेदोद्भव पिनाकिन:। 

सुतार्थिनी प्रपन्ना त्वां गृहाणार्घ्यं नमोऽस्तु ते।।

रक्तप्रवालसंकाश जपाकुसुम सन्निभ।

महीसुत महाभाग गृहाणार्घ्य नमोऽस्तु ते।।

‘હે ભૂમિપુત્ર, હે મહાતેજ, પિનાક નામના ધનુષને ધારણ કરનારા મહાદેવના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા હે મંગળ, હું પુત્રને પ્રાપ્ત કરવાની કામનાવાળી તમારા શરણે આવી છું. આ અર્ઘ્ય હું તમને અર્પણ કરું છું; તે તમે ગ્રહણ કરો. તમને નમસ્કાર છે.

પરવાળાં જેવા રક્તવર્ણવાળા, જાસૂદનાં ફૂલ જેવી કાંતિવાળા, હે મહીસૂત, હે મહાભાગ્યશાળી મંગળ, હું આ અર્ઘ્ય તમને અર્પણ કરું છું, તે ગ્રહણ કરો, તમને નમસ્કાર છે.’

આ બે મંત્ર બોલીને અર્ઘ્ય આપવો. તે પછી ઉપર જણાવેલાં એકવીસ નામોના અંતમાં ચતુર્થી વિભક્તિ લગાડી, તેમના અંતમાં ‘નમ:’ પદનું તથા આદિમાં ‘ૐ’ની યોજના કરી-‘ धरणीगर्भसंभूतं विध्युत्कान्तिसमप्रभम्।  कुमारं शक्तिहस्तं च मंगलं प्रनमाम्यहम्।।‘ – પૃથ્વીના ગર્ભમાં ઉત્પન્ન થયેલા, વીજળીના જેવી કાંતિવાળા, હાથમાં શક્તિને ધારણ કરનારા કુમાર એવા મંગળને હું પ્રણામ કરું છું.’- આ મંત્ર બોલીને મંગળને પ્રણામ કરવા અને એટલી જ વાર અર્થાત એકવીસ વાર પ્રદક્ષિણા કરવી.

પછી ખેરના કોલસાથી પૃથ્વી પર ત્રણ રેખા કરવી અને નીચે લખેલા બે મંત્રો બોલીને ડાબા પગથી તેમને ભૂંસી નાખવી.

दु:खदौर्भाग्यनाशाय पुत्रसन्तानहेतवे।

कृतरेखात्रयं वामपादेनैतत्प्रमाजर्म्यहम्।।

ऋणदु:खविनाशाय मनोभिष्टार्थसिद्धये।

मार्जयाम्यसिता रेखास्तिस्रो जन्मत्रयोद्भवा।।

        ‘દુઃખ અને દુર્ભાગ્યનો નાશ કરવા માટે, પુત્રસંતાનની પ્રાપ્તિ હેતુ માટે આ કરવામાં આવેલી ત્રણ રેખાઓને હું ડાબા પગથી ભૂંસી નાખું છું. ઋણ અને દુઃખના વિનાશ માટે, મારા મનનું અભીષ્ટ સિદ્ધ થવા માટે, ત્રણ જન્મથી ઉત્પન્ન થયેલી આ કાળી ત્રણ રેખાઓને હું ભૂંસી નાખું છું.’

        તે પછી અંગ સહિત કરેલી પૂજા સફળ થવા માટે મંગળનાં ચરણકમળનું ધ્યાન ધરીને હાથ જોડી નીચેના મંત્રો બોલીને પ્રાર્થના કરવી.

ऋणहर्त्रे नमस्तुभ्यं दु:खदारिद्र्यनाशिने।

सौभाग्यसुखदो नित्यं भव मे धरणीसुत।।

तप्त्काञ्चनसङ्काश तरुणार्क समप्रभ।

सुखसौभाग्यधनद ऋणदारिद्र्यनाशक।

ग्रहराज नमस्तेऽस्तु सर्वकल्याणकारक।

प्रसादं कुरु देवेश सर्वकल्याणभाजन।।

देवदानवगन्धर्वयक्षराक्षसपन्नगा:।

आप्नुवन्ति शिवं सर्वे सदा पूर्णमनोरथा:।।

अचिरादेव लोकेऽस्मिन्यस्या राधनतो जना:।

प्राप्नुवन्ति सुखं तस्मै नमो धरणिसूनवे।।

यो वक्रगतिमापन्नो नृणां दु:खं प्रयच्छति।

पूजित: सुखसौभग्यं तस्मै क्ष्मासूनवे नम:।।

नभसि द्योतमानाय सर्वकल्याणहेतवे।

मङ्गलाय नमस्तुभ्यं धनसन्तानहेतवे।।

प्रसादं कुरु मे भौम मङ्गलप्रद मङ्गल।

मेषवाहन रुद्रात्मन्देहि पुत्रान्धनं यश:।।   

 

‘હે ધરણીસુત, આપને નમસ્કાર છે. આપ ઋણ, દુઃખ અને દારિદ્રયનો નાશ કરનારા છો તેથી આપ મને હંમેશાં સૌભાગ્ય અને સુખ આપનારા થાઓ.’

‘આપનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવો છે, આપની કાંતિ મધ્યાહન સમયના સૂર્ય જેવી છે. આપ સુખ અને સૌભાગ્ય આપનારા તથા ઋણ અને દરિદ્રતાનો નાશ કરનારા છો. સર્વનું કલ્યાણ કરનારા હે ગ્રહરાજ, આપને નમસ્કાર છે. સર્વ પ્રકારના કલ્યાણના આધારરૂપ હે દેવેશ, આપ પ્રસન્ન થાઓ. દેવતાઓ, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો, સર્પો વગેરે બધાના મનોરથો આપની કૃપાથી પૂર્ણ થાય છે તથા તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે. આપની આરાધના કરવાથી માણસો આ લોકમાં ઘણી શીઘ્રતાથી સુખ પામે છે; ભૂમિપુત્ર આપને નમસ્કાર છે. જે મંગળ વક્રગતિને પ્રાપ્ત થતાં-રુષ્ટ થવાથી માણસોને દુઃખ આપે છે અને તેની પૂજા કરવાથી પ્રસન્ન થતાં સુખ અને સૌભાગ્ય આપે છે, એવા ક્ષમાસૂન- મંગળને નમસ્કાર છે. ધન, સંતાન અને સર્વકલ્યાણના હેતુરૂપ, આકાશમાં પ્રકાશતા હે મંગલ, આપને નમસ્કાર છે. હે ભૌમ, મંગલ કરનારા હે મંગળ, ઘેટાના વાહનવાળા હે અંગારક, હે રુદ્રના આત્મારૂપ, મને પુત્ર, ધન અને યશ આપવા કૃપા કરો.’

આ પ્રમાણે ધરણીસુત મંગળની સ્તુતિ કરી અને તેને પ્રણામ કર તેમનું વિસર્જન કરવું અને બ્રાહ્મણોને ધન આપીને તેમના આશીર્વાદ લેવા. ગુરુને દક્ષિણા આપી દેવને અર્પિત નૈવેદ્ય પ્રસાદરૂપે ભક્ષણ કરવું.

આ પ્રમાણે એક વર્ષ પર્યંત પ્રત્યેક મંગળવારે મંગળનું પૂજન-અર્ચન કરવું. તલથી હોમ કરીને પચાસ બ્રાહ્મણોને ભોજન કરાવવું. મંગળની સુવર્ણની મૂર્તિ આચાર્યની આપવી.

આ પ્રમાણે વ્રત અને પૂજન કરનારી સ્ત્રી સૌભાગ્ય અને ભાગ્યશાળી પુત્રોને પ્રાપ્ત કરે છે. કરજનો નાશ થવા માટે તેમ જ ધનપ્રાપ્તિ માટે પુરુષે પણ મંગળનું વ્રત કરવું.

મંગળના પૂજનની સિદ્ધિ માટેનો અંગારક ગાયત્રી મંત્ર છે ‘अङ्गारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो भौम: प्रचोदयात्।‘

ભૌમની આ ગાયત્રીનો જપ કરનારને સર્વ ઇષ્ટ સિદ્ધિઓ મળે છે. આને ભૌમની ઉપાસના કહી છે. હવે હું બુધનો મંત્ર જણાવું છું. “ૐ હ્રીં બુધાય નમ:’ આ બુધનો મંત્ર છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, પંક્તિ છંદ છે, મનુષ્યોને સર્વ ઇષ્ટ વસ્તુઓ આપનાર બુધ દેવતા છે, આદ્ય બીજ છે, નમ: શક્તિ છે, સર્વ વસ્તુઓની પ્રાપ્તિમાં આનો વિનિયોગ કરવામાં આવે છે.  પછી બુધનું ધ્યાન કરવું. બુધ પીળા વસ્ત્રથી વિભૂષિત છે, ડાબો હાથ ડાબા ઢીંચણ ઉપર મૂકેલો છે, જમણો હાથ અભયમુદ્રા દર્શાવે છે; આવા બુધને હું વંદન કરું છું.’ આ પ્રમાણે બુધનું ધ્યાન કર્યા પછી તેનું આવાહન-પૂજન કરવું અને જિતેન્દ્રિય થઈને એક હજાર વાર મંત્રનો જપ કરવો. દશાંશનો ઘીથી હોમ કરવો. આગળ જણાવ્યા પ્રમાણે પીઠસ્થાપનપૂર્વક અંગપૂજા, માતૃકાપૂજન તથા દિક્પાલપૂજન સહિત બુધની પૂજા કરવી. આ પ્રમાણે કરવાથી મંત્રસિદ્ધિ થાય છે અને સકલ મનોરથ સિદ્ધ થાય છે. દસ દિવસ સુધી દરરોજ એક હજાર મંત્રનો જપ કરવાથી ગ્રહપીડા શીઘ્ર નાશ પામે છે.

હવે ગુરુની આરાધન વિધિ વિષે જણાવું છું, તે ધ્યાનથી સાંભળો.

“ૐ હ્રીં બૃહસ્પતયે નમ:’ આ ગુરુનો મંત્ર છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે, સુરાચાર્ય દેવતા છે, આદિ બીજ છે અને નમ: શક્તિ છે. સર્વ શુભ કાર્યોમાં આનો વિનિયોગ થાય છે. ‘ ‘બૃહસ્પતિ સર્વ વિદ્યાઓના નિધિ છે, દેવતાઓના ગુરુ છે, સુવર્ણ જેવી એમની કાંતિ છે.’ આ પ્રમાણે તેમનું ધ્યાન, આવાહન તથા પૂજન કરવું. મંત્રનો એક લાખ વાર જપ કરવો. દશાંશ હોમ ઘૃત અથવા અન્નથી કરવો. વિષ, રોગ, આદિથી પીડા થતાં તથા કુટુંબમાં કલેશ ઉત્પન્ન થયા પીપળાના સમિધથી હોમ કરવાથી તેનું નિવારણ થાય છે. ઘીમાં ઝબોળેલા સફેદ કમળનાં પુષ્પોથી હવન કરવાથી આયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

હવે શુક્રની પૂજાવિધિ સાંભળો. ‘ॐ ह्रीं वस्त्रं मे देहि शुक्राय नम:’ આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, વિરાટ છંદ છે, દૈત્યેજ્ય દેવતા છે, હ્રીં બીજ છે અને નમ: શક્તિ છે. સર્વ શુભ કામોમાં આનો વિનિયોગ થાય છે. આ મંત્રનો દસ હજાર વાર જપ કરવો અને સુગંધી શ્વેત કમળથી ઘીનો દશાંશ હોમ કરવો.

આ મંત્રો ગુપ્ત રાખવા. ગમે તે માણસને આ મંત્રોનો ઉપદેશ આપવો નહીં. ભક્તિયુક્ત ચિત્તવાળા પોતાના શિષ્યને અથવા પુત્રને આ મંત્રોનો ઉપદેશ આપવો.”

 

ક્રમશ: