સનત્કુમાર બોલ્યા, “હવે સામરૂપ સૂર્યના મંત્રોનું વિધાન જણાવું છું. જેની આરાધનાથી પૃથ્વી પરના સર્વ ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે.
‘ॐ ह्रीं नमो भगवते जितवैश्वानरजातवेदसे’ આ સૂર્યમંત્ર ભોગ અને મુક્તિને આપનારો છે. આ મંત્રના દેવભાગ મુનિ છે, ગાયત્રી છંદ છે, રવિ દેવતા છે, માયા બીજ છે, રમા શક્તિ છે, દૃષ્ટ અને અદૃષ્ટમાં આનો વિનિયોગ થાય છે, મંત્રસાધકે તે પછી ૐ હૃદયે સત્યાય નમ:, ૐ બ્રહ્મણે શિરસે સ્વાહા, ૐ વિષ્ણવે શિખાયૈ વષટ્, ૐ રુદ્રાય કવચાય હુમ્, ૐ અગ્નયે નેત્રત્રયાય વૌષટ્, ૐ શર્વાય અસ્ત્રાય ફટ્-આ પ્રમાણે સત્યાદિ ન્યાસ કરવા. ત્યારબાદ કરન્યાસ કરવા. જેમ કે ૐ ह्रां અંગુષ્ઠાભ્યામ્ નમ:, ૐ હ્રીં તર્જનીભ્યામ્ નમ:, ૐ હ્રૂં મધ્યમાભ્યામ્ નમ:, ૐ ह्रैं અનામિકાભ્યામ્ નમ:, ૐ ह्रौं કનિષ્ઠિકાભ્યામ્ નમ:, ૐ ह्रः કરતલકર પૃષ્ઠાભ્યામ્ નમ:.
કરન્યાસ કર્યા પછી ફરીથી આ છ વર્ણોથી અંગન્યાસ કરવા. ૐ ह्रां હૃદયાય નમ:, ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ ह्रः અસ્ત્રાય ફટ્, તે પછી આદિત્યાદિ પાંચ ન્યાસ આ પ્રમાણે કરવા. ૐ મૂર્ધ્નિ આદિત્યાય નમ:, ૐ વદને રવયે નમ:, ૐ હૃદિ ભાનવે નમ:, ૐ ગુહ્યે ભાસ્કરાય નમ:, ૐ પાદયો: સૂર્યાય નમ:.
ત્યારબાદ અષ્ટાક્ષર ન્યાસ કરવો. જેમ કે ૐ હ્રીં મૂર્ઘ્ને નમ:, ૐ શ્રીં આસ્યાય નમ:, ૐ ગાં કંઠાય નમ:, ૐ ગીં હૃદે નમ:, ૐ ગૂં કુક્ષ્યૈ નમ:, ૐ ગૈં નાભ્યૈ નમ:, ૐ ગૌ લિંગાય નમ:, ૐ ગ: ગુદે નમ:
આ પછી મંડળન્યાસ કરવા: જેમ કે ‘ૐ અં, આં, ઇં, ઈં, ઉં, ઊં, ઋ, લૃ, એં, ઐ, ઓં, ઔ, અં, અ: (અ: સિવાયના બધા અક્ષરો અનુસ્વાર સાથે બોલવા.) શીતાંશુ મંડલાય નમ:’ આ પ્રમાણે બોલીને ,મસ્તકથી કંઠ પર્યંત વ્યાપ્ત મંડળન્યાસ કરવો.
પછી ‘ૐ કં, ખં, ગં, ઘં, ઙં, ચં, છં, જં, ઝં, ઞં, ટં, ઠં, ડં, ઢં, ણં, તં, થં, દં, ધં, નં, પં, ફં, બં, ભં, મં ભાસ્કરમંડાળાય નમ:’ બોલીને પ્રદ્યોતનનું હૃદયમાં ધ્યાન કરીને કંઠથી નાભિ પર્યંત વ્યાપક મંડળન્યાસ કરવો. તે પછી યં, રં, લં, વં, શં, ષં, સં, હં, ળં, ક્ષં વહ્ની મંડલાય નમ:’- બોલી વહ્નીનું સ્મરણ કરતા રહીને નાભિથી પગ સુધી વ્યાપક મંડળન્યાસ કરવો. આ મંડળન્યાસ મહાતેજ આપનારા છે.
પછી નવ ગ્રહના ન્યાસ કરવો. જેમ કે ૐ આધારે આદિત્યાય નમ:, ૐ લિંગે સોમાય નમ:, ૐ નાભૌ ભૌમાય નમ:, ૐ હૃદિ બુધાય નમ:, ૐ કંઠે ગુરવે નમ:, ૐ મુખાન્તરે શુક્રાય નમ:, ૐ ભ્રુમધ્યે સૌરયે નમ:, ૐ ભાલે રાહવે નમ:, ૐ બ્રહ્મરન્ધ્રે કેતવે નમ:
આ પ્રમાણે ન્યાસવિધિ કર્યા પછી હૃદયકમળમાં સૂર્યનું ધ્યાન કરવું. ‘દાન અને અભયરૂપ બે કમળને હાથમાં ધારણ કરીને રહેલા રવિ ઋગ્યજુ:સામ સ્વરૂપ છે. તેમણે કુંડળ, અંગદ, કેયૂર અને હાર પરિધાન કરેલાં છે.’ આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રસાધકે ‘ૐ હ્રીં નમો ભગવતે સૂર્યાય સ્વાહા’ -આ મંત્રના એક લાખ જપ કરવા અને દશાંશથી લાલ કમળ અને તલથી અગ્નિમાં વિધિપૂર્વક આહુતિ આપી હોમ કરવો.
પછી પીઠસ્થ દેવતાઓનું પૂજન કરવું; પીઠ શક્તિઓનું પૂજન કરવું. તેમનાં નામ આ પ્રમાણે છે: દીપ્તા, સૂક્ષ્મા, જયા, ભદ્રા, વિભૂતિ, વિમલા, અમોઘા, વિદ્યુતા, સર્વતોમુખી- આ પીઠશક્તિઓ છે. પીઠની મધ્યમાં સૂર્યમંડળ બનાવી તેમાં આદિત્ય, રવિ, ભાનુ, ભાસ્કર અને સૂર્ય-આ નામોથી સૂર્યની પૂજા કરવી. એ પીઠસ્થાન ઉપર નવગ્રહોનું સ્થાપન કરી તેમનું પણ પૂજન કરવું.
પૂર્વ આદિ દિશાઓમાં અનુક્રમે ઇન્દ્ર, દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તર દિશામાં કુબેરનું પૂજન કરવું. આ પ્રમાણે વિધિપૂર્વક સૂર્યનું પૂજન કરીને પ્રતિદિન તેને અર્ઘ્ય આપવો, પૂજન કરતા પહેલાં પ્રાણાયામ કરવો તથા અગાઉ જણાવ્યા પ્રમાણે ન્યાસ કરવા. સૂર્યનું ધ્યાન કરવું; પછી દિવ્ય ઉપચારોથી યજન કરવું, એક પ્રસ્થ (૬૪ તોલા) જળ ભરી શકાય એવું તાંબાનું એક સુંદર વાસણ લેવું. તે રક્તચંદન વગેરેથી આલેખેલા સૂર્યના મંડળમાં મૂકવું અને વિલોમ માતૃકા ક્ષં, ળં, હં, સં, ષં, શં, વં, લં, રં, યં, મં, ભં, બ, ફં, પં, નં, ધં, દં, થં, તં, ણં, ઢં, ડં, ઠં, ટં, ઞં, ઝં, જં, છં, ચં, ઙં, ઘં, ગં, ખં, કં, અઃ, ઔ, ઓ, ઐ, લૃ, ઋ, ઊ, ઉ, ઈ, ઇ, આ, અ ( અ: સિવાયના સ્વરોને અનુસ્વાર સાથે ઉચ્ચારવા) બોલી તેમાં શુદ્ધ જળ પૂરવું.
પાત્રમાં જળ પૂર્યા પછી તેમાં કેસર, ગોરોચન, રાઈ, ચંદન, રક્તચંદન, કરવીર, જપા, ડાંગર, કુશ, સામો, તલ, વાંસના બીજ-આ પદાર્થો નાખવા. તેમાં અંગ અને આવરણ સહિત સૂર્યનું આવાહન કરી પૂજન કરવું અને વિધિપૂર્વક ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય વગેરે તેમને અર્પણ કરવાં. ત્રણ પ્રાણાયામ તથા પાછળ પ્રમાણે અંગન્યાસ કરવા. પછી ‘हरितहयरथं दिवाकरं घृणि:’ આ બીજમંત્ર નાગરવેલના પાન ઉપર ચંદનથી લખવો. આ પાન જમણા હાથમાં લઈ અર્ઘ્યપાત્ર પર તે ઢાંકવું. તે પછી ‘ॐ नमो भगवते सूर्याय स्वाहा’ આ મંત્ર એકસો આઠવાર ભણવો અને રવિનું પૂજન કરી બંને ઢીંચણ જમીન પર ટેકવી ‘ॐ नमो भगवते सूर्याय स्वाहा’ આ મંત્ર મનમાં બોલતાં રહીને અર્ઘ્યપાત્ર માથા સુધી ઊંચું કરી તેમાંના જળથી સૂર્યને અર્ઘ્ય આપવો.
પછી પુષ્પાંજલિ આપવી અને ફરીથી એકસો આઠવાર ઉપર લખેલા મંત્રનો સાધકે જપ કરવો. આ પ્રમાણે હંમેશાં સૂર્યને અર્ઘ્ય આપવાથી ધન-ધાન્ય યશ અને સુખની પ્રાપ્તિ થાય છે. પુત્ર-પૌત્રાદિ કુળમાં અભિવૃદ્ધિ થાય છે. અભીષ્ટ સર્વ કંઈ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સૂર્યને આપવામાં આવેલ અર્ઘ્યને આયુ અને આરોગ્યને વધારનાર તથા ધનધાન્ય, પશુ, ક્ષેત્ર, મિત્ર, સ્ત્રી, તેજ, વીર્ય (પરાક્રમ), યશ, કીર્તિ, વિદ્યા, વિભવ અને અનેક પ્રકારના ભોગોને આપનાર કહેલ છે.
સંધ્યાવંદન તથા ગાયત્રીની આરાધના કરનાર વિપ્ર, આ મંત્રનો જપ કરવાથી ક્યારેય દુઃખ પામતો નથી. આ પ્રમાણે સૂર્યનું પૂજન કર્યા પછી ‘ॐ ह्रीं सोमाय नम:’ આ મંત્રથી ચંદ્રની આરાધના કરવી. આ મંત્રના ભૃગુ ઋષિ છે, પંક્તિ છંદ છે, સોમ દેવતા છે. આદ્ય બીજ છે અને નમ: શક્તિ છે. સર્વ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. પછી ‘ૐ ह्रां સોમાય હૃદયાય નમ:, ૐ હ્રીં સોમાય શિરસે સ્વાહા:, ૐ હ્રૂં સોમાય વષટ્, ૐ ह्रैं સોમાય કવચાય હુમ્, ૐ ह्रौं સોમાય નેત્રત્રયાય વૌષટ્, ૐ ह्रः સોમાય અસ્ત્રાય ફટ્-‘ આ પ્રમાણે છ અંગન્યાસ કરવા. પછી સ્ફટિક જેવી કાંતિવાળા, કુમુદ-શ્વેત કમળને ધારણ કરનારા, મોતીઓની માળાને પરિધાન કરનારા ચંદ્રનું ધ્યાન કરવું. છ લાખ મંત્ર ‘ૐ હ્રીં સોમાય નમ:’ નો જપ કરવો. તેના દશાંશનો ઘૃત સહિત ખીરથી હોમ કરવો.
પૂર્વોક્ત પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને મંત્રના સાધકે તે મૂર્તિમાં ચંદ્રનું આવાહન કરીને પૂજન કરવું. કમળના કેસરા પર અંગોની પૂજા કરીને શ્વેતા, રોહિણી, કૃતિકા, રેવતી, ભરણી, રાત્રિ, આદ્રા, જ્યોત્સના અને કલા-આ શક્તિઓનું પીઠા પર કમળપત્રમાં પૂજન કરવું. અષ્ટદળ કમળના અગ્રભાગમાં અનુક્રમે આદિત્ય, મંગળ, બુધ, શનિ, ગુરૂ, રાહુ, શુક્ર અને કેતુનું રક્ત, અરુણ, શ્વેત, નીલ, પીત, ધૂમ્રવર્ણ, સીટ અને અસિત વર્ણના પુષ્પોથી પૂજન કરવી. મંડળના બાહ્ય ભાગમાં લોકપાલોની તેમનાં આયુધો સહિત પૂજા કરવી. આ પ્રમાણેના અનુષ્ઠાનથી સાધવામાં આવેલ મંત્ર સાધકને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે.
પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરીને ચંદ્રનો ઉદય થાય ત્યારે તેને અર્ઘ્ય આપવો. પ્રથમ એક ચાંદીનું પાત્ર લઈ તેને ગાયના દૂધથી ભરવું. તેને હાથ અડાડી રાખીને ‘ॐ ह्रीं सोमाय नम:’ આ મંત્ર એકસો આઠવાર જપીને સર્વ અભીષ્ટ સિદ્ધિ થવા માટે ચંદ્રને તેનો અર્ઘ્ય આપવો. આ પ્રમાણે પ્રતિમાસે આળસરહિત થઈને વિધિપૂર્વક ચંદ્રનું પૂજન કરીને અર્ઘ્ય આપવાથી મનુષ્ય એક વર્ષમાં સર્વ ઇષ્ટ વસ્તુઓને મેળવી લે છે.”
ક્રમશ: