નારદ પુરાણ - ભાગ 52 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 52

સનત્કુમાર બોલ્યા, “હવે હું આગળ જે મંત્રો અને વિધિ કહું છું તે ધ્યાનથી સાંભળો. ઈષ્ટદેવને પાદ્ય સમર્પિત કરતી વખતે આ પ્રમાણે મંત્ર બોલવો

यद्भक्तिलेशसम्पर्कात् परमानन्द सम्भव:। 

तस्मै ते चरणाब्जाय पाद्यं शुद्धाय कल्प्यते।।  

અર્થાત જેમની લેશમાત્ર ભક્તિનો સંપર્ક હોવાથી પરમ આનંદનો સાગર ઉછાળા મારે છે એવા આપનાતે શુદ્ધ ચરણકમળો માટે પાદ્ય રજુ કરવામાં આવે છે.

ત્યારબાદ અર્ઘ્ય આપવું.

तापत्रयहरं दिव्यं परमानन्दलक्षणम्।

तापत्रयविनिर्मुक्त्यै तवार्घ्यं कल्पयाम्यहम्।। 

અર્થાત હે દેવ, હું ત્રણ પ્રકારના તાપથી છુટકારો મેળવવા માટે આપની સેવામાં ત્રણે તાપને હરણ કરનાર પરમાનંદસ્વરૂપ દિવ્ય અર્ઘ્ય અર્પણ કરું છું.

આચમન કરાવવું.

वेदानामपि वेदाय देवानां देवात्मने।

आचामं कल्पयामीश शुद्धानां शुद्धिहेतवे।।

ભગવન, આપ વેદોના પણ વેદ અને દેવતાઓના પણ દેવ છો. શુદ્ધ પુરુષોનાં પણ પરમ શુદ્ધિના હેતુ છો. હું આપના માટે આચમનીય જળ અર્પું છું.

મધુપર્ક અર્પણ કરવું.

सर्वकालुष्यहीनाय परिपूर्णसुखात्मने। 

मधुपर्कमिदं देव कल्पयामि प्रसीद मे।।

આપ સંપૂર્ણ કલુષતાથી રહિત તથા પરિપૂર્ણ સુખસ્વરૂપ છો. હે દેવ, હું આપના માટે મધુપર્ક અર્પણ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ.

ત્યારબાદ ફરી આચમન કરાવવું.

उच्छिष्टोऽप्यशुचिर्वापि यस्य स्मरणमात्रत:।

शुद्धिमाप्नोति तस्मै ते पुनराचमनीयकम्।।

જેમનું સ્મરણ કરવા માત્રથી ઉચ્છિષ્ટ કે અપવિત્ર મનુષ્ય પણ શુદ્ધિ પ્રાપ્ત કરી લે છે. તે જ આપ પરમેશ્વર માટે ફરી આચમન માટે જળ અર્પણ કરું છું.

સ્નેહ (તૈલ)

स्नेहं गृहाण  स्नेहेन लोकनाथ महाशय।

सर्वलोकेषु शुद्धात्मन ददामि स्नेहमुत्तमम्।। 

હે જગદીશ્વર, આપનું અંત:કરણ વિશાળ છે. સંપૂર્ણ લોકોમાં આપ જ શુદ્ધબુદ્ધ આત્મા છો. હું આપને આ ઉત્તમ સ્નેહ (તૈલ) અર્પણ કરું છું. આપ આ સ્નેહને સ્નેહપૂર્વક ગ્રહણ કરો.

ત્યારબાદ સ્નાન કરાવવું.

परमानन्द बोदाब्धिनिमग्ननिजमूर्तये। 

साङ्गोपाङ्गमिदं स्नानं कल्पयाम्यहमिश ते।।

હે ઈશ, આપનું નિજસ્વરૂપ તો નિરંતર પરમાનંદમય જ્ઞાનના અગાધ મહાસાગરમાં નિમગ્ન રહે છે, તોપણ હું આપના માટે આ સાંગોપાંગ સ્નાનની વ્યવસ્થા કરું છું.

અભિષેક

सहस्रं वा शतं वापि यथाशक्त्यादरेण च।

गन्धपुष्पादिकैरीश मनुना चाभिषिञ्चये।। 

હે ઈશ, હું આદરપૂર્વક યથાશક્તિ ગંધ પુષ્પ આદિથી તથા મંત્ર દ્વારા સહસ્ર વાર આપનો અભિષેક કરું છું.

પછી વસ્ત્ર અર્પણ કરવાં.

मायाचित्रपटच्छन्ननिगुह्योरुतेजसे।

निरावरणविज्ञान वासस्ते कल्पयाम्यहम्।।      

નિરાવૃત વિજ્ઞાનસ્વરૂપ પરમેશ્વર, આપે માયારૂપ વિચિત્રપટ દ્વારા આપના મહાન તેજને છુપાવી રાખ્યું છે; હું આપના માટે વસ્ત્ર અર્પણ કરું છું.

ઉત્તરીય

यमाश्रित्य महामाया जगत्संमोहिनी सदा।

तस्मै ते परमेशाय कल्पयाम्युत्तरियकम्।।

જેમને આશ્રિત રહીને ભગવતી મહામાયા સદા સંપૂર્ણ જગતને મોહિત કર્યા કરે છે, તે જ આપ પરમેશ્વર માટે હું ઉત્તરીય વસ્ત્ર અર્પણ કરું છું.

        દુર્ગાદેવી, ભગવાન સૂર્ય તથા ગણેશને લાલ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પીળું વસ્ત્ર તથા ભગવાન શિવને શ્વેત વસ્ત્ર ચડાવવું જોઈએ. તેલ વગેરેથી ખરડાયેલું, જૂનું, ફાટેલું કે મેલું વસ્ત્ર ચડાવવું નહીં.

યજ્ઞોપવીત

यस्य शक्तित्रयेणेदं संप्रितमखिलं जगत्।

यज्ञसूत्राय तस्मै ते यज्ञसूत्रं प्रकल्पये।। 

જેમની ત્રિવિધ શક્તિઓથી આ સંપૂર્ણ જગત સદા તૃપ્ત રહે છે, જે સ્વયં યજ્ઞસૂત્ર છે, તે જ આપ પ્રભુને હું યજ્ઞસૂત્ર અર્પણ કરું છું.

ભૂષણ

स्वभाव सुन्दराङ्गाय नानाशक्त्याश्रयाय ते।

भूषणानि विचित्राणि कल्पयाम्यमरार्चित।। 

દેવપૂજિત પ્રભો, આપનાં શ્રી અંગ સ્વભાવથી જ પરમ સુંદર છે. આપ નાના શક્તિઓના આશ્રય છો, હું આપનેઆ વિચિત્ર આભૂષણ અર્પણ કરું છું.

ગંધ

परमानन्द सौरभ्यपरिपूर्णदिगन्तरम्।

गृहाण परमं गन्धं कृपया परमेश्वर।। 

જેણે પરમ આનંદ આપનારી પોતાની સુગંધથી દિશાઓને ભરી દીધી છે, તે પરમ ઉત્તમ દિવ્ય ગંધનો આપ કૃપા કરીને સ્વીકાર કરો.

ત્યારબાદ પુષ્પ અર્પણ કરવાં.

तुरियवनसम्भूतं नानागुणमनोहरम्।

अमन्दसौरभं पुष्पं गृह्यतामिदमुत्तमम्।।  

હે પ્રભો, ત્રણેય અવસ્થાઓથી પર તુરીયરૂપ વનમાં પ્રકટ થયેલા આ પરમ ઉત્તમ દિવ્ય પુષ્પને આપ ગ્રહણ કરો. આ અનેક પ્રકારના ગુણોના કારણે અત્યંત મનોહર છે. આની સુગંધ કયારેય મંદ થતી નથી.

        કેતકી, કુટજ, કુન્દ, બંધૂક, નાગકેસર, જપા તથા માલતી-આ ફૂલ ભગવાન શિવને ક્યારેય ચડાવવાં ન જોઈએ. માતુલિંગ (બિજોરું) અને તગર આ સૂર્યને ચડાવવાં નહીં, દૂર્વા, આકડો અને મંદાર-દુર્ગાને અર્પણ ન કરવાં તથા ગણેશપૂજનમાં તુલસીનો સર્વથા ત્યાગ કરવો. કમળ, મરવો, કુશ, વિષ્ણુક્રાંતા, પાન, દૂર્વા, અપામાર્ગ, દાડમ, આંબળાં અને અગથિયાનાં પત્રોથી દેવોનું પૂજન કરવું જોઈએ. કેળાં, બોરમ આમળાં, આંબલી, બિજોરું, કેરી, દાડમ, મોસંબી, જાંબુ, ફણસ-આ ફળોથી વિદ્વાન પુરુષે દેવની પૂજા કરવી જોઈએ.

        સૂકાં અને કરમાઈ ગયેલાં કે વીણેલાં પાંદડાં, ફૂલ અને ફળથી દેવોનું પૂજન ન કરવું. હે મુને, આંબળાં, ખેર, બિલ્વ, અને તમાલનાં પત્ર છિન્નભિન્ન પણ હોય તોય વિદ્વાન પુરુષો તેમને દુષિત કહેતા નથી. કમળ અને આંબળાં ત્રણ દિવસ સુધી શુદ્ધ રહે છે. તુલસીદલ અને બિલ્વપત્ર સદા શુદ્ધ હોય છે. પલાશ (ખાખરો) અને કાસનાં ફૂલોથી તથા તમાલ, તુલસી, આંબળાં અને દૂર્વાથી જગદંબાની પૂજા ન કરવી. ફૂલ, ફળ અને પાંદડાં દેવ પર ક્યારેય અધોમુખ (ઊંધાં) કરીને ન ચડાવવાં. બ્રહ્મન, પત્ર, પુષ્પ આદિ જે રૂપમાં ઉત્પન્ન થયાં હોય તે જ રૂપમાં તે દેવ પણ ચડાવવાં જોઈએ.

ધૂપ

वनस्पतिरसं दिव्यं गन्धाढ्यं सुमनोहरम्।

आघ्रेयं देवदेवेश धूपं भक्त्या गृहाण मे।। 

દેવદેવેશ્વર, આ સૂંઘવા યોગ્ય ધૂપ ભક્તિપૂર્વક આપની સેવામાં અર્પિત છે. આને ગ્રહણ કરો. આ વનસ્પતિનો સુગંધયુક્ત પરમ મનોહર દિવ્ય રસ છે.

દીપ

सुप्रकाशं महादिपं सर्वदा तिमिरापहम्।

धृतवर्तिसमायुक्तं गृहाण मम सत्कृतं।। 

ભગવન, આ ઘીની વાટથી યુક્ત મહાદીપ સત્કારપૂર્વક આપની સેવામાં સમર્પિત છે. આ ઉત્તમ પ્રકાશથી યુક્ત અને સદા અંધકાર દૂર કરનારો છે. આપ આનો સ્વીકાર કરો.

નૈવેદ્ય

अन्नं चतुर्विघं स्वादु रसै: षड्भि: समन्वितम्।

भक्त्या गृहाण मे देव नैवेद्यं तुष्टिदं सदा।।  

દેવ, આ છ રસોથી સંયુક્ત ચાર પ્રકારનાં સ્વાદિષ્ટ અન્નનું ભક્તિપૂર્વક નૈવેદ્યના રૂપમાં સમર્પણ કરું છું. આ સદા સંતોષ આપનારું છે. આપ આને ગ્રહણ કરો.

તામ્બૂલ

नागवल्लिदलं श्रेष्ठं पूगखादिरचूर्णयुक्त।

कर्पूरादिसुगन्धाढ्यं यद्दतं तद् गृहाण मे।।

પ્રભો, આ ઉત્તમ પાન સોપારી, કાથો અને ચૂનાથી સંયુક્ત છે. આમાં કપૂર આદિ સુગંધી વસ્તુઓ નાખવામાં આવી છે. આ આપની સેવામાં અર્પિત છે. મારી પાસેથી ગ્રહણ કરો.

 

        તે પછી પુષ્પાંજલિ આપીને આવરણ પૂજા કરવી. જે દિશા ભણી મોઢું રાખી પૂજન કરાય તેને જ પૂર્વ દિશા સમજવી અને તેનાથી ભિન્ન દસે દિશાઓ નક્કી કરવી. કમળના કેશરોમાં અગ્નિકોણ આદિથી આરંભ કરીને હૃદય આદિ અંગોની પૂજા કરવી. પોતાની આગળ નેત્રની અને સર્વ દિશાઓમાં અસ્ત્રની અંગ-મંત્રો દ્વારા ક્રમશ: પૂજા કરવી. ક્રમશ: શુક્લ, શ્વેત, સિત, શ્યામ, કૃષ્ણ તથા રક્ત વર્ણવાળી અંગશક્તિઓનું પોતપોતાની દિશાઓમાં ધ્યાન કરવું જોઈએ. તે સર્વના હાથમાં વર અને અભયની મુદ્રા સુશોભિત છે. ‘અમુક આવરણના અંતર્વર્તી દેવતાઓની પૂજા કરું છું’ આમ કહેવું.

        તે પછી અલંકાર, અંગ, પરિચારક, વાહન તથા આયુધો સહિત સમસ્ત દેવતાઓની પૂજા કરીને, ‘ઉપર કહેવા સર્વ દેવો પૂજિત તથા તૃપ્ત થઈને વર આપનારા થાઓ’-આમ બોલવું. મૂળ મંત્રના અંતમાં નીચે લખેલા મંત્રનું ઉચ્ચારણ કરીને ઇષ્ટદેવને પૂજા અર્પણ કરવી.

अभिष्टसिद्धिं मे देहि शरणागतवत्सल।

भक्त्या समर्पये तुभ्यममुकावरणार्चनम्।।

હે શરણાગતવત્સલ, મને અભીષ્ટ સિદ્ધિ પ્રદાન કરો. હું આપને ભક્તિપૂર્વક અમુક આવરણની પૂજા સમર્પિત કરું છું.  (અમુક શબ્દના સ્થાન પર ‘પ્રથમ’ કે ‘દ્વિતીય’ આદિ પદ બોલવું.)

        આ પ્રમાણે બોલીને ઇષ્ટદેવના મસ્તક પર પુષ્પ ચડાવી દેવાં. તે પછી કલ્પમાં કહ્યા પ્રમાણે આવરણોની ક્રમશ: પૂજા કરવી જોઈએ. આયુધ અને વાહનો સહિત ઇન્દ્ર આદિ જ આવરણ દેવો છે. તેમનું પોતપોતાની દિશાઓમાં પૂજન કરવું. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરુણ, વાયુ, સોમ, ઈશાન, બ્રહ્મા તથા નાગરાજ અનંત-આ દસ દેવતા તથા દિક્પાલ પ્રથમ આવરણના દેવતાઓ છે. ઐરાવત, ઘેટું, પાડો, પ્રેત, તિમિ (મગર), મૃગ, અશ્વ, વૃષભ, હંસ અને કાચબો-આ ઈન્દ્રાદિ દેવતાઓનાં વાહન માનવામાં આવ્યાં છે, જે દ્વિતીય આવરણમાં પૂજાય છે.

વજ્ર, શક્તિ, દંડ, ખડગ, પાશ, અંકુશ, ગદા, ત્રિશૂળ, કમળ અને ચક્ર-આ ક્રમશ: ઈન્દ્રાદિનાં આયુધ છે, જે તૃતીય આવરણમાં પૂજાય છે. આ પ્રમાણે આવરણપૂજા સમાપ્ત કરીને ભગવાનની આરતી ઉતારવી.”

ક્રમશ: