A - Purnata book and story is written by Mamta Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A - Purnata is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અ - પૂર્ણતા - નવલકથા
Mamta Pandya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી મીરા શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન હતી પણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી. એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ્દીથી પહોંચવાની સૂચના ફોન કરીને તેણે આપી દીધી.
એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી મીરા શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન ...વધુ વાંચોપણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી. એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ
" મિસિસ દેવિકા વિક્રાંત મેહરા." મીરાએ એક નજર દેવિકા પર ફેંકી. અત્યારે વિખરાયેલા વાળ, ચહેરો થોડો આંસુ વડે ખરડાયેલો, આંખમાં ગુસ્સો, દુબળી ન કહી શકાય એવી, માપસરનું શરીર ધરાવતી દેવિકા રૂપાળી તો ન હતી. છતાંય એની ઘઉંવર્ણી ત્વચામાં નમણાશ ...વધુ વાંચોરેડ કુર્તી અને વ્હાઇટ બ્લેક ડિઝાઇનના પ્લાઝોમાં એ અત્યારે પણ સુંદર લાગી રહી હતી. " મિસિસ દેવિકા, પતિ તમારા છે તો તમને ખબર હોવી જોઈએને કે આ ઘરમાં તેમની સાથે શું થયું એમ. આમ મારી પર રાડો પાડવાનો કોઈ મતલબ નથી." મીરાએ થોડા કડક અવાજમાં કહ્યું. " હું કાલે આખી રાત મારી ફ્રેન્ડના ઘરે હતી તો મને કેવી રીતે ખબર
રેના જે કેટલાય સમયથી વૈભવની રાહ જોઈ રહી હતી પણ જ્યારે વૈભવ આવ્યો ત્યારે જાણે કેમ વાવાઝોડું લઈને આવ્યો હોય એવી પ્રતીતિ થઈ રેનાને. વૈભવએ રેનાને બાવડેથી પકડી અને ગુસ્સામાં હલબલાવી, "સમજવા માટે બાકી જ શું રહ્યું છે રેના? ...વધુ વાંચોકાળા કરતૂતના પુરાવા છે મારી પાસે. તે ખૂબ છેતરી લીધો મને, પણ હવે નહિ. આ વૈભવ શાહ દગો કરનારને ક્યારેય માફ નથી કરતો. લે આ ડિવોર્સ પેપર. મારી જિંદગીમાં તારા દિવસો અહી જ પૂરા. મારા પરિવાર અને મારી પરીને હું સાચવી લઈશ." વૈભવ ડિવોર્સ પેપર રેનાના મોં પર ફેંકીને ત્યાંથી જતો રહ્યો. રેના તેની પાછળ દોડી, "વૈભવ , પ્લીઝ સાંભળ....તું
મીરાએ દેવિકા પાસે સીસીટીવી ફૂટેજ માંગી અને દેવિકાએ તે આપી. ફૂટેજમાં સૌથી છેલ્લી જે વ્યક્તિ વિક્રાંતને મળવા આવી હતી તે એક સ્ત્રી હતી. મીરાએ ફૂટેજ દેવિકને બતાવી અને પૂછ્યું, "આ સ્ત્રીને તમે ઓળખો છો?" દેવિકા ફૂટેજ જોઈ સ્તબ્ધ થઈ ...વધુ વાંચોતેના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો,"આ તો...આ તો...વિક્રાંતની ફ્રેન્ડ છે...પણ આ રાતે અહી...એટલે કે..." દેવિકાને શું બોલવું ખબર ન પડી. પોતાના પતિને રાતે કોઈ સ્ત્રી મળવા આવે એનો શું મતલબ થાય એટલું તો દેવિકા અને મીરા બેય સમજતાં હતાં. જો કે હમેશા જે દેખાય એ જ સત્ય હોય એવું જરૂરી નથી. મીરાએ દેવિકાને પાણીનો ગ્લાસ આપ્યો. "રિલેક્સ મિસિસ મેહરા. પહેલા પાણી
વૈભવ તેના પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. આ તેમના ઘરનો વણલખ્યો નિયમ હતો કે સવારનો નાસ્તો અને રાતનું જમવાનું બધાએ સાથે જ કરવું. વૈભવના ફોનમાં એક મેસેજ આવ્યો જે જોઈ તેના ચહેરાના હાવભાવ ફરી ગયા. પરંતુ મમ્મી પપ્પા ...વધુ વાંચોવધુ વખત મોબાઈલ હાથમાં નહિ રાખી શકાય એ વિચારી તેણે નાસ્તામાં ધ્યાન પરોવ્યું. ફટાફટ નાસ્તો પતાવીને તે બેડરૂમમાં જતો રહ્યો. સામાન્ય સંજોગોમાં રવિવારે બેય બાપ દીકરો સાથે બેસીને ટીવી જોતાં કે પછી વાતો કરતાં. આજે મનહરભાઈને થોડી નવાઈ લાગી કે વૈભવ કેમ બેડરૂમમાં જતો રહ્યો. પછી મન મનાવ્યું કે કઈક કામ યાદ આવી ગયું હશે એમ વિચારી તે ટીવીનું રિમોટ