અ - પૂર્ણતા - ભાગ 39 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

  • લવ યુ યાર - ભાગ 65

    સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પ...

  • બુદ્ધિ વગરનું અનુકરણ

      એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવા...

  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 39

વિકીની માહિતી મેળવવા માટે અશ્વિનભાઈએ જે વ્યક્તિને કૉલ કર્યો હતો તેણે પોતાનું કામ ખૂબ જ જલ્દી કરી લીધું. સાંજ સુધીમાં તો અશ્વિનભાઈ પાસે વિકીની બધી જ માહિતી આવી ગઈ હતી. વિકિના પિતા બળવંત મહેરાએ થોડા સમય પહેલા જ કાપડની એક નાની એવી ફેક્ટરી ચાલુ કરી હતી. જેના માટે એમણે લોન લીધેલી હતી. સાથે થોડા ઘણાં પૈસા વ્યાજે પણ લીધા હતા. ઘર પણ ભાડે હતું અને આર્થિક પરિસ્થિતિ ઠીક કહી શકાય એવી હતી. બસ હવે એક જ કામ હતું કે વિકીને કઈ રીતે પોતાના તરફ કરવો એ અશ્વિનભાઈ વિચારી રહ્યાં. 
          બીજે દિવસે સવારે અશ્વિનભાઈ જોગિંગ કરવા નીકળ્યા હતાં. એ હમેશા જોગિંગ કરતા કરતા બિઝનેસના ફોન કોલ પતાવી લેતાં. આજે પણ એમનો ફોન તો ચાલુ જ હતો. અચાનક જ પાછળથી એક બાઈક વાળો ફૂલ સ્પીડમાં આવતો હતો. તેણે હોર્ન માર્યો પણ અશ્વિનભાઈએ હોર્ન સાંભળ્યો ત્યાં મોડું થઈ ગયું હતું. એ બાઈક વાળાની ટક્કર લાગી અને અશ્વિનભાઈ પડ્યાં. માથામાં થોડું વાગ્યું હતું. લોકો ભેગા થઈ ગયાં અને અશ્વિનભાઈને ઊભા થવામાં મદદ કરી. એમાં વિકી પણ હાજર હતો. મિશાના પપ્પાનો ફોટો ઘણી વાર તેણે જોયો હતો આથી તે તરત જ અશ્વિનભાઈની મદદે આવ્યો. 
            "અંકલ તમે ઠીક છો ને?"
             "હા બેટા, બસ માથામાં થોડું વાગ્યું છે."
              "તમે મિશાના જ પપ્પા છો ને?" વિકીએ કન્ફર્મેશન માટે પૂછ્યું.
            "હા, પણ તું મિશાને..."
            "મિશા અને હું એક જ કોલેજમાં છીએ. અમે સારા મિત્રો પણ છીએ. મારું નામ વિક્રાંત મહેરા છે. ચાલો હું તમને ઘરે મૂકી જાવ."
           અશ્વિનભાઈ જેની મુલાકાત ઈચ્છતા હતા એ સામે ચાલીને તેને મળી ગયો. આ તો ભાવતું હતું અને વૈદ્યે કીધુ જેવો ઘાટ થયો.
          "ના બેટા, એવી તકલીફ ના લે. હું જતો રહીશ. એટલું બધું પણ વાગ્યું નથી કઈ."
          "અરે,એમાં શેની તકલીફ અંકલ. મિશા મારી ફ્રેન્ડ છે. એના પપ્પા માટે હું આટલું તો કરી જ શકું. તમને બાઈક પર ફાવશે ને?" 
          અશ્વિનભાઈ માથું હલાવી વિકી પાછળ બાઇકમાં બેસી ગયા અને વિકીએ અશ્વિનભાઈના સૂચન મુજબ એમના ઘર તરફ બાઈક દોડાવી. 
          એરપોર્ટ રોડના સુભાષ નગર એરિયાની પાછળ મોટા મોટા બંગલો હતાં. જેમાંનો એક બંગલો અશ્વિનભાઈનો હતો. વિકિની બાઈક તેમના બંગલાના ગેટ આગળ આવીને ઊભી રહી. વોચમેને આવીને દરવાજો ખોલ્યો અને વિકીએ બાઈક અંદર લીધી. 
          ગેટની અંદર જતા સીધો રસ્તો હતો અને બન્ને બાજુ મસ્ત જુદા જુદા ફૂલો વાવેલા હતાં. ફૂલોની ક્યારી છેક બંગલાના મુખ્ય દરવાજા સુધી હતી. આખો બંગલો વ્હાઇટ કલરથી રંગેલો હતો. વચોવચ બંગલો અને આજુબાજુ સરસ બગીચો હતો. એક બાજુ નાનો એવો સ્વિમિંગ પુલ પણ હતો. બંગલામાં એન્ટર થતાં જ મોટો હોલ હતો. હોલમાં ગ્રીન કલરની કાર્પેટ બિછાવેલી હતી અને યુ આકારમાં સોફા ગોઠવેલા હતાં. વચ્ચે એક લાકડાની મોટી ટિપાઈ ગોઠવેલી હતી જેના પર એક નાની ફૂલદાનીમાં તાજા ગુલાબના ફૂલો ગોઠવેલા હતાં.
          ડાબી બાજુથી એક સીડી ઉપર જતી હતી. હોલમાં જમણી બાજુની દીવાલ પર અશ્વિનભાઈ, અવન્તિકાબહેન અને મિશાનો એક મોટો ફેમિલી ફોટો હતો. બાકીની દીવાલ પર જુદા જુદા પેઇન્ટિંગ ગોઠવેલા હતાં. સાથે સાથે મિશાના બાળપણના ફોટા પણ હતાં.  
          વિકી તો બંગલો જોતો જ રહી ગયો. અશ્વિનભાઈએ અંદર આવી બૂમ પાડી, "અવની, મિશા..."
          તેમની બૂમ સાંભળી મિશા ઉપરથી નીચે આવી અને અવન્તિકાબહેન રસોડામાંથી બહાર આવ્યાં. અશ્વિનભાઈના માથે વાગેલું જોઈ બન્ને મા દીકરી દોડ્યા.
          "આ શું થયું અશ્વિન? કેવી રીતે વાગ્યું?"
          "પપ્પા, એક્સિડન્ટ થયું?" મિશા પણ ચિંતા કરતા બોલી. હજુ પણ તેની નજર અશ્વિનભાઈની પાછળ ઉભેલા વિકી પર પડી ન હતી.
         "અરે, કંઈ ખાસ વાગ્યું નથી. એમજ એક નાનકડી ટક્કર થઈ ગઈ. આ યંગમેન મળી ગયો ને મને ઘરે પહોંચાડી ગયો." 
          હવે મિશાની નજર પાછળ ગઈ. "ઓહ વિકી, તે મારા પપ્પાને હેલ્પ કરી? રીયલી થેનક્યું." 
          "અરે મિશા, દોસ્તીમાં થોડો આભાર માનવાનો હોય."
          "હા, પણ છતાંય, અરે તું અંદર તો આવ. હું પપ્પા માટે બેંડેડ લઈને આવું છું. તું બેસ." મિશા ફટાફટ અંદર ગઈ અને પાછી આવી ત્યાં સુધીમાં અવન્તિકાબહેન બધા માટે પાણી લઈ આવ્યા. મિશાએ અશ્વિનભાઈના માથે પટ્ટી લગાવી દીધી.
         "સો યંગમેન, શું  પસંદ કરીશ તું? ચા કે કોફી?"
          "અરે, કશું જ નહિ. હું હવે નીકળું. તમે ધ્યાન રાખજો." આમ કહી વિકી ઉભો થયો તો અશ્વિનભાઈએ તેને હાથ પકડી બેસાડી દીધો.
           "સવારનો ચા નાસ્તો કર્યા વિના થોડું જવાય. અવની, ચા નાસ્તાની વ્યવસ્થા કર." અવંતિકાબહેને મહારાજને બૂમ પાડી ચા નાસ્તાનું કહ્યું.
          "હા તો વિકી, હવે તો કોલેજ પણ પતી ગઈ છે તો આગળ શું કરવાનું વિચાર્યું છે?"
          "અંકલ, મારે બિઝનેસ કરવો છે. મારા પપ્પાની ફેક્ટરીને મોટી બનાવવી છે પણ એ પહેલા અનુભવ લેવા માટે થોડો ટાઈમ જોબ કરવી છે." વિકી બોલ્યો.
         "અરે વાહ, એ તો ખૂબ સારી વાત કહેવાય. જો તારે જોબ જ કરવી હોય તો મારી ઓફિસમાં પણ એકાઉન્ટન્ટની પોસ્ટ ખાલી જ છે. તને અનુભવ પણ મળશે અને મારી સાથે ઘણું શીખવા પણ મળશે."
         "આભાર અંકલ, પણ હું મારી મહેનતથી જોબ લેવા માંગુ છું. ફેવર લઈને નહિ." વિકી બોલ્યો.
         "એવું જરાય ન માન કે તું મિશાનો દોસ્ત છે એટલે હું તને જોબ ઓફર કરી છું. આજે તે જે રીતે મારી મદદ કરીને એ જ દેખાડે છે કે તું એક સારો અને કાબિલ માણસ છે. મારે એમ પણ વિશ્વાસુ માણસની જરૂર છે. જો તને ઠીક લાગે તો. માર્કેટના હિસાબે જ સેલરી પણ મળશે. તે કરેલી આજની મદદ નું ઋણ પણ ચૂકવાઈ જશે."
          "અંકલ , પણ..."
           "અરે વિકી, મારા પપ્પા સામેથી તક આપે છે તો લઈ લે ને. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય." મિશા બોલી. 
           "ઠીક છે અંકલ, પણ જો હું સારી રીતે કામ ન કરું તો મને કોઈ પણ સંકોચ વિના તમે છૂટો પણ કરી દેજો." 
          "બેટા, હું એક પાકો બિઝનેસમેન છું. કોઈ પણ કામ ફાયદા વિના નથી કરતો." 
          એટલામાં જ મહારાજ ચા નાસ્તો મૂકી જાય છે. ચા પીતા પીતા વિકિના ઘર અને ફેમિલી વિશે સામાન્ય વાતો થાય છે. ત્યારબાદ વિકી ઘરે જવા નીકળી જાય છે.
          વિકિના જતાં જ અશ્વિનભાઈ મિશાને જોઈને કહે છે, "મિશું, પસંદ તો તારી સારી છે હો. બસ, હવે હું વિચારું એમ બધું પાર ઉતરી જાય તો વિકી આ ઘરનો જમાઈ બની જાય."
         મિશા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. "પપ્પા, તમે વિકીને જોબ આપીને ખૂબ સારું કર્યું."
         "બેટા, મે પહેલા જ કીધેલું કે હું એક બિઝનેસ મેન છું. એમજ કોઈ કામ નથી કરતો. વિકીને જોબ આપીને પણ મે આપણો જ ફાયદો વિચાર્યો છે. તું આગળનું બધું વિચારવાનું મારા પર છોડી દે અને જલસા કર. થશે એ જ જે મે ઇચ્છુ છે. તને આપેલું પ્રોમિસ હું પાળીશ જ. વિકી ફક્ત તારો થશે, બસ." અશ્વિનભાઈના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવી ગયું.
                                      ( ક્રમશઃ)
શું કરશે અશ્વિનભાઈ?
શું વિકી એમની જાળમાં ફસાઈ જશે?