Karma no Kaydo book and story is written by Sanjay C. Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Karma no Kaydo is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨ કર્મનો ઉદ્ભવ વિરાટ વિશ્વમાં કર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો ? તે કઈ શક્તિથી ચાલી રહ્યું છે અને ક્યારે તેનો અંત થાય છે ? - તેવા સહજ પ્રશ્નો આજનું વિજ્ઞાન પણ વિચારી રહ્યું છે. જગતનાં ...વધુ વાંચોરહસ્યોને ઉકેલવા માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન અને રશિયા જેવા દેશોનાં બજેટમાં પ્રતિવર્ષ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં રશિયાના એક અરબપતિ યુરી મિલનરે બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સને વિશ્વમાં પૃથ્વી જેવા અન્ય ગ્રહ અને નવા જીવનની શોધના કામ માટે દસ કરોડ ડૉલર (અંદાજે છસો પચાસ કરોડ)નું ડોનેશન આપ્યું છે. સ્પેસ અને કૉસ્મૉસ રિસર્ચ માટે અમેરિકાની ‘નાસા’નું બજેટ ૧૯૬૫થી અત્યાર
કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩ પ્રત્યેક અભિવ્યક્તિ એક નવો ‘બિગ બૅંગ’ ગણતરી કરનારાઓએ દુનિયામાં ચોર્યાસી લાખ યોનિઓ બતાવી છે અને તેમાં જન્મ પામનારા જીવો બતાવ્યા છે. જે શરીરરચનાથી અલગ-અલગ છે, તેમ જ તે પ્રત્યેક પોતપોતાનાં સ્વભાવગત કર્મોથી પણ ...વધુ વાંચોછે. સિંહનો સ્વભાવ જુદો અને વાઘનો સ્વભાવ પણ જુદો. કૂતરાનો સ્વભાવ જુદો, તો હાથીનો સ્વભાવ પણ જુદો, મગરનો સ્વભાવ જુદો અને માછલીનો સ્વભાવ જુદો. એ રીતે શરીરરચના મુજબના સ્વભાવગત ભેદ તો છે જ, જેની સાથે જાતિ મુજબના સ્વભાવ પણ અલગ હોય છે. માછલીમાં શાર્ક જાતિની માછલીના સ્વભાવથી ડોલ્ફિન જાતિની માછલીનો સ્વભાવ સદંતર અલગ છે. પ્રાણીઓ મોટા ભાગે શરીરના સ્તર ઉપર
કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૪ પ્રતિક્ષણ સર્જન પ્રતિક્ષણ વિસર્જન સ્ટીફન હોકિંગ્સની બિગ બૅંગ થિઅરીમાં બિગ બૅંગ એક જ વખત થયો છે, પણ ભારતના ઋષિઓનું દર્શન કહે છે કે પ્રત્યેક ક્ષણે નવો બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. બધાં પદાર્થો, ...વધુ વાંચોમનુષ્યો, ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને નિહારિકાઓ વગેરેનો નિત્ય-નૂતન બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. જેથી પ્રત્યેક ક્ષણ એક નવું સર્જન છે અને પ્રત્યેક ક્ષણ એક નવું વિસર્જન. પહેલાંના વિજ્ઞાનની એ ધારણા હતી કે બ્રહ્માંડ એક સ્ફોટ સાથે એક વખત ઉત્પન્ન થઈ ગયું અને પછી તે તેની સીમાઓમાં સ્થિર છે, પરંતુ હવેનું વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડ એક એકસ્પાન્ડિંગ યુનિવર્સ, એટલે
કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૫ બધાં કર્મો પ્રકૃતિના નિયંત્રણમાં આપણે નથી કહી શકતા કે આપણે હૃદયને ધડકાવીએ છીએ, નથી કહી શકતા કે આપણે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવીએ છીએ, તેમ જ નથી કહી શકતા કે આપણે શ્વાસોચ્છ્વાસ ચલાવીએ છીએ. ...વધુ વાંચોબધું તો આપમેળે પ્રકૃતિની નિયતિ મુજબ જ ચાલી રહ્યું છે. હૃદયની ધડકન, લોહીની ગતિ અને શ્વાસોચ્છ્વાસ તો જીવનનો પર્યાય છે. જો આવાં મહત્ત્વનાં કાર્યો વ્યક્તિના હાથમાં ન હોય તો પછી બીજું કયું મહત્ત્વનું કામ વ્યક્તિના હાથમાં હોઈ શકે ? કૃષ્ણ એક અતિ મહત્ત્વનું રહસ્ય ખોલતાં જણાવે છે : ‘ત્ઙ્ગેંઢ્ઢભશ્વ બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રશ્વઃ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન’ અર્થાત્ બધાં કર્મો અને તેમની ક્રિયાઓ