કર્મનો કાયદો ભાગ - 24 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 24

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૪

કર્મની સિદ્ધિ અને શ્રદ્ધા

શરીરથી એવરેસ્ટ શિખર લાંઘી જનારો માણસ ક્યારેક ઘરના દાદરાનું પગથિયું પડવા સક્ષમ નથી હોતો. વાણીથી હજારોને પ્રભાવિત કરનારો માણસ ક્યારેક પોતાની જ વાણીથી પોતાની જાતને પણ દિલાસો દેવા સમર્થ નથી થતો. મનથી ઇચ્છેલી કામનાઓ ક્યારેક વગર પ્રયાસે મળી જાય છે, તો ક્યારેક અથાગ પ્રયત્નો છતાં સફળ નથી થતી. કર્મ જ્યાં સુધી સિદ્ધિ ન પામે ત્યાં સુધી કર્મની સિદ્ધિ એક અગમ્ય રહસ્ય રહે છે.

બુદ્ધના એક શિષ્ય મહાકાશ્યપે એક વખત બુદ્ધને પ્રશ્ન કર્યો : “પ્રભુ ! જ્યારે આપ પરમ સિદ્ધિની શોધમાં વનવન ભટકતા હતા, અનેક જ્ઞાનીઓ, મુનિઓ અને ગુરુઓએ બતાવેલા રસ્તે પ્રયાસો કરતા હતા તે સમયે આપના તે પુરૂષાર્થો ક્યાં અને ક્યારે સફળ થવાના છે તે આપને જ્ઞાત હતું ?”

બુદ્ધે કહ્યું : “કાશ્યપ ! તે સમયના પુરુષાર્થ વખતે તો હું નહોતો જાણતો કે તેવા પુરુષાર્થ સફળ થશે કે કેમ, તેમ જ મારો અનુભવ કહે છે કે મારા મોટા ભાગના પુરૂષાર્થો એળે ગયા છે. હું સિદ્ધિ માટે કોઈએ ચીંધ્યા પ્રમાણે તપ કરતો, મહિનાઓ સુધી સતત ધ્યાનમાં બેસતો, ક્યારેક કોઈના કહ્યા મુજબ લાખો મંત્રોના જપ જપતો, પરંતુ મારા તે પુરુષાર્થોથી મને તે સિદ્ધિ મળી ન હતી. આખર એક દિવસ થાકીને જ્યારે હું એક વૃક્ષની છાયામાં વગર પુરુષાર્થે બેઠો હતો ત્યારે તે સિદ્ધિ અચાનક જ મને મળી.”

કાશ્યપે કહ્યું : “પ્રભુ ! જો તેમ જ હોય તો તમે શા માટે કહો છો કે ભાગ્યનું નિર્માણ પુરુષાર્થ કરે છે ?” બુદ્ધે કહ્યું : “કાશ્યપ ! મારા હાથમાં તો પુરૂષાર્થ સિવાય કાંઈ ન હતું, તેથી હું પુરૂષાર્થ સિવાય બીજા શાને શ્રેય આપુ ં ?” કાશ્યપ બહુ બુદ્ધિમાન હતો. કાશ્યપે કહ્યું : “પ્રભુ ! એક વાત સદા આપની સાથે હતી અને આપના તમામ પ્રયાસો પણ તેને જ આધીન હતા.” બુદ્ધે કહ્યું : “એવું શું મારા હાથમાં હતું ?” ત્યારે કાશ્યપે કહ્યું : “શ્રદ્ધા, આપના તમામ પ્રયાસો પાછળ આપની શ્રદ્ધા હતી. આપના પુરૂષાર્થો જ્યારે એળે જતા હતા ત્યારે પણ આપની શ્રદ્ધા એળે જતી ન હતી, તેથી આપ ફરીફરીને નવા પુરૂષાર્થોમાં જોડાતા હતા. આપને વારંવાર નિષ્ફળતાઓ આપનાર પુરૂષાર્થોનો તાંતણો આપની જે શ્રદ્ધાથી બંધાયેલો હતો તે શ્રદ્ધા જ આપને સિદ્ધિ સુધી દોરી ગઈહતી.”

કાશ્યપની એ સૂઝબૂઝ અને અંતરમાં દૃષ્ટિ કરવાની ક્ષમતા જોઈને બુદ્ધ હસ્યા અને કહ્યું : “કાશ્યપ ! હું વનવન ભટકવાના કઠોર પુરૂષાર્થને શ્રેય આપું છું કે તેણે મારા સિદ્ધિરૂપી ભાગ્યનું નિર્માણ કર્યું, પરંતુ શ્રદ્ધા તો એ વસ્તુ છે જે સ્વયં ભાગ્યરૂપ બની ગઈ.” બુદ્ધે કહ્યું : “કાશ્યપ ! ભાગ્ય અને શ્રદ્ધામાં કોઈ અંતર નથી. જ્યારે શ્રદ્ધા તેની આસપાસ વળગેલા સંશય અને સંદેહોને પુરૂષાર્થથી પાર કરીને શુદ્ધ થાય છે ત્યારે તે શ્રદ્ધા જ સ્વયં સિદ્ધિનું રૂપ ધારણ કરે છે, તેથી જ સ્મૃતિ કહે છે : જેવી શ્રદ્ધા તેવી જ સિદ્ધિ.”

રસ્ર્ક્રઘ્ઢ્ઢઽક્રટ્ટ ઊંક્રરક્ર઼ક્રષ્ટબ્ભ બ્ગબ્ર઼ક્રષ્ટબ્ભ ભક્રઘ્ઢ્ઢઽક્રટ્ટ ત્ન’

કર્મની સિદ્ધિ માટે પ્રયાસ કરનારા અથાગ પ્રયત્નશીલોમાં વૈજ્ઞાનિકો મોખરે છે. વૈજ્ઞાનિકો એવા કર્મની સિદ્ધિ માટે પ્રયાસ કરે છે કે જે પ્રયાસ તેમને ક્યારે સિદ્ધિ તરફ દોરી જશે તે નિશ્ચિત નથી હોતું. થોમસ આલ્વા એડિસને તેના જીવનમાં લગભગ એક હજાર વૈજ્ઞાનિક સંશોધન કર્યાં છે. તેનાં એ સંશોધનોનું શ્રેય તેની અગમ્ય શ્રદ્ધાશક્તિને આભારી છે.

કહેવાય છે કે વીજળીના બલ્બની શોધ માટે એડિસને કરેલા નાના-મોટા નવસો નવ્વાણું પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેની સાથે કામ કરનારા ઘણા તેને ગાંડો માનીને તેનો સાથ છોડી ચૂક્યા હતા. ફક્ત એક સાથીદાર સાથે રહ્યો હતો. એક દિવસ એડિસને તેના એ સાથીદારની હાજરીમાં એક પ્રયોગ કર્યો અને તે રોજબરોજની જેમ નિષ્ફળ રહ્યો. એડિસને તેના એ સાથીદારને કહ્યું : “લગભગ તમામ સાથી વૈજ્ઞાનિકો મને છોડીને જતા રહ્યા છે, પરંતુ તું કેમ જતો નથી ?” ત્યારે એ સાથીદારે કહ્યું : “જવા તો હું પણ માગું છું, પરંતુ પ્રયોગોની નિષ્ફળતાના અંતે જ્યારે હું તમારી આંખોમાં જોઉં છું ત્યારે મને તેમાં એક અગમ્ય શ્રદ્ધાનાં દર્શન થાય છે, જે કહે છે કે કંઈ વાંધો નહીં, ભલે આજે નિષ્ફળ છીએ, પરંતુ આગળ સિદ્ધિ અવશ્ય છે ! તેથી તમારી આંખોમાં દેખાતી એ શ્રદ્ધાને છોડીને જવાની હું હિંમત કરી શકતો નથી.”

શ્રદ્ધા એક એવી શક્તિ છે જે કર્મની સિદ્ધિનાં દ્વાર ખોલી આપે છે. શ્રીકૃષ્ણ તો શ્રદ્ધા માટે ત્યાં સુધી કહે છે કે વ્યક્તિ જે કાંઈ છે તે તેની શ્રદ્ધાનું જ એક રૂપ છે.

ઊંક્રરક્રૠક્રસ્ર્ક્રશ્વશ્ચસ્ર્ધ્ ળ્ન્ક્રશ્વ સ્ર્ક્રશ્વ નહૃન્દ્વરઃ ગ ષ્ ગઃ

ટક્રટ્ટભક્ર : ૧૭-૩

કર્મમાર્ગનું સારતત્ત્વ શ્રદ્ધામાં છુપાયેલું છે. તે કારણથી જ શ્રીકૃષ્ણે ‘ભગવદ્‌ગીતા’ના ૧૮મા અધ્યાયમાં શ્રદ્ધાનું સમગ્ર વિજ્ઞાન દર્શાવ્યું છે. શ્રીકૃષ્ણનું આ વિજ્ઞાન કર્મો કઈ રીતે તેની સિદ્ધિ-અવસ્થાને પામે છે તે તરફ અંગુલિનિર્દેશ કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે કર્મો યોગ્ય શ્રદ્ધા વગર કરવામાં આવેલાં હોય તેવાં કર્મોનો કોઈ અર્થ નથી સરતો, પછી ભલે તેવાં કર્મો કહેવાતા યજ્ઞ, તપ કે દાનસ્વરૂપ હોય, પરંતુ જો તેમાં શ્રદ્ધા ન રહી હોય તો તે કર્મ અસિદ્ધ જ રહે છે.

ત્ત્ઊંક્રરસ્ર્ક્ર દ્યળ્ભધ્ ઘ્ડ્ડક્રધ્ ભજીભતભધ્ ઙ્ગેંઢ્ઢભધ્ ન સ્ર્ભૅ ત્ન

ત્ત્ગબ્ઘ્અસ્ર્ળ્હૃસ્ર્ભશ્વ ક્રબષ્ટ ઌ ન ભઅત્શ્વઅસ્ર્ ઌક્રશ્વ શ્નદ્ય ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૭-૨૮

ઘણા લોકો આ શ્લોકનો અર્થ કરતાં કહે છે કે શ્રદ્ધા વગર કરવામાં આવેલાં કર્મોનો આ લોકમાં કે પરલોકમાં કોઈ અર્થ રહેતો નથી. તેમની આ વાતમાં લોક અને પરલોક ભૂગોળનો વિષય બને છે. આપણે ત્યાં મોટા ભાગે કહેવાતા ધાર્મિક લોકોએ ભગવાનને પણ ભૂગોળનો વિષય બનાવીને રાખ્યા છે. ભગવાન અહીં નથી, ભગવાન વૈકુંઠમાં છે, સાકેતમાં છે, અક્ષરધામમાં છે તેમ કહીને અહીં ઘટઘટમાં રહેલા ભગવાનથી માણસને વિમુખ બનાવવાનું કામ કર્યું છે. શ્રીકૃષ્ણ ‘ભગવદ્‌ગીતા’માં અધ્યાત્મની વાત કરે છે - એવી વાત કરે છે કે જે મનુષ્યની આંતરચેતનાથી સંબંધિત હોય, જેથી શ્રીકૃષ્ણ સામાન્ય ભૂગોળની વાત કરીને તેમની વાતને છીછરી બનાવે છે તેવું માની ન શકાય.

જ્યારે શ્રીકૃષ્ણ કહે છે : ત્યારે ત્યાં પણ નહીં અને અહીં પણ નહીં એવા શબ્દોનું પ્રયોજન થાય છે. ત્યાંનો મતલબ છે મનુષ્યનો અંતરઘટ અને અહીંનો મતલબ છે આ બાહ્ય જગત, માણસ જે કર્મ કરે છે તે બે પ્રકારે સિદ્ધ થાય છે : એક તેના અંતરમાં અને એક બહારના જગતમાં.

ઘણી વાર માણસ બહારના જગતમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને પણ અંતરઘટમાં અધૂરો રહી જાય છે અને ઘણી વખત બહારના જગતમાં હારીને પણ અંતરઘટમાં વિજયનો આસ્વાદ માણતો હોય છે. બહારના જગતમાં જે દર્દથી ઓળખાય છે તે અંતરઘટમાં આનંદરૂપ પણ હોઈ શકે. બહારનાં લાખો દર્દ ઉઠાવવા પણ માણસ તૈયાર થાય છે, જ્યારે અંતરના આનંદની કોઈ ઝલક મળે છે.

તેરે દર્દ મેરા દરમાં, તેરા ગમ મેરી ખુશી હૈ,

મુઝે પ્યાર કરનેવાલે તેરી બંદાપરવરી હૈ.

જ્યાં શ્રદ્ધાનો સાથ નથી ત્યાં માણસ સફળ થઈને પણ સફળ થતો નથી, તેથી શ્રદ્ધા વગરનાં કર્મો અસત્‌ અને વ્યર્થ કર્મો છે.

***