કર્મનો કાયદો
શ્રી સંજય ઠાકર
૧૬
ભાગ્ય એટલે શું ?
ભાગ્ય એક એવો શબ્દ છે, જેનો દુનિયાની દરેક ભાષામાં ઉપયોગ થયો છે. ભારતની પ્રચલિત ભાષાઓમાં ભાગ્યને પ્રાબ્ધ, દૈવ, ભાવિ, નિયતિ જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે, જ્યારે અરબી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં કિસ્મત, તકદીર, ફૉર્ચ્યુન અને લક (ઙ્મેષ્ઠા) જેવા શબ્દોથી ભાગ્યને ઓળખવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે વિશ્વના લગભગ તમામ દેશોમાં ભાગ્ય વિશેના વિચારો છે, જે તેના અસ્તિત્ત્વ સંબંધે પુરાવો આપે છે.
ભાગ્ય શબ્દ અતિ મહત્ત્વનો છે. ભાગ્યનો અર્થ થાય છે કે જેને ભોગવવું જ પડે તેનું નામ ભાગ્ય. તે સારું હોય કે ખરાબ હોય, પરંતુ જેને ભોગવ્યા વગર છૂટકો નથી તે ભાગ્ય છે, કર્મમાર્ગનું સૌથી પ્રબળ કોઈ તત્ત્વ હોય તો તે ભાગ્ય છે. નરસિંહ મહેતા જેના માટે લખે છે : “જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.”
ભાગ્યથી પહેલાં અને ભાગ્યની બાદ કોઈને કાંઈ મળી શકતું નથી. અહીં માણસ લાખ ઉમ્મીદો જોડીને બેસે, પરંતુ ભાગ્ય સિવાય તે ઉમ્મીદોનો કોઈ સહારો નથી.
શ્રૠૠક્રટ્ટઘ્ક્રશ્વધ્ ઙ્ગેંટ્ટ ઘ્ળ્બ્ઌસ્ર્ક્ર દ્યથ્ શ્નર્ગિંક્રધ્ ખ્ક્રગક્રભક્ર દ્યહ્મ,
ૐશ્વબ્ઙ્ગેંઌ ક્રભક્ર દ્યહ્મ ક્રશ્વ દ્યટ્ટ પક્રશ્વ ભઙ્ગેંઘ્ટ્ટથ્ ૐક્રભક્ર દ્યહ્મ !
‘રામચરિતમાનસ’ના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી પણ આવા શબ્દો સાથે જ ભાગ્યનો સ્વીકાર કરે છે :
‘ગઙ્ગેંૐ ઘ્ક્રથ્બ દ્યહ્મ પટક્ર ૠક્રક્રધ્બ્દ્ય, ઼ક્રક્રટસ્ર્ બ્ખ્ક્રઌક્ર ઌથ્ ક્રભ ઌક્રઉંદ્ય ત્ન
અર્થાત્ આ દુનિયામાં શું નથી ? બધું જ છે, પરંતુ વ્યક્તિને મળે છે એ જ, જે તેના ભાગ્યમાં હોય છે. કૃષ્ણ પણ ‘ગીતા’ના અંતિમ - ૧૮માં અધ્યાયમાં ‘ઘ્હ્મધ્ નશ્વક્રૠક્ર ધ્નૠક્રૠક્રૅ’ કહીને કર્મના પાંચ હેતુઓ પૈકીનું એક દૈવ એટલે કે ભાગ્યને ગણાવેલું છે.
ભાગ્ય એ કર્મની એવી પ્રબળ ઘટના છે કે કર્મમાર્ગમાં ભાગ્યની બાદબાકી કરીને ચાલવું સંભવિત નથી. વ્યક્તિ ગમે તેટલું કરે, ગમે તેમ કરે તોપણ તેનાં કર્મો ભાગ્યની પ્રચંડ ધારાને ઉથલાવવા શક્તિમાન નથી.
ત્ત્ઽસ્ર્ધ્ ઼ક્રક્રબ્ઌક્રશ્વ ઼ક્રક્રક્ર ઼ક્રબ્ર્ભિં ૠક્રદ્યભક્રૠક્રબ્ ત્ન
ઌટઌઅધ્ ઌટ્ટૐઙ્ગેંદ્ય્દ્દજીસ્ર્ ૠક્રદ્યક્રત્ત્બ્દ્યઽક્રસ્ર્ઌધ્ દ્યથ્શ્વઃ ત્નત્ન
બ્દ્યભક્રશ્વઘ્શ્વઽક્ર : ૨૮
ભાવિ એટલું પ્રબળ છે કે ગમે તેવી મોટી વ્યક્તિઓને પણ તે ભોગવ્યા વગર છૂટકો નથી. શિવનું નગ્નપણું અને ઝેરથી નીલકંઠપણું તથા શ્રીહરિ વિષ્ણુનું મહાઅહિ એટલે કે શેષનાગ પરનું શયન તેઓ મહાન હોવા છતાં ટાળી શક્યા નથી.
‘શ્રીમદ્ ભાગવત’નો પ્રસંગ છે કે દ્વારિકામાં વસતા એક બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થાય અને જન્મતાંની સાથે જ તે મરી જાય. તે બ્રાહ્મણ તેના મરેલા પુત્રને લઇને શ્રીકૃષ્ણના મહેલ પર આવે અને શ્રીકૃષ્ણ અને બલરામ સહિત તમામ યાદવોને ગાળો આપી કલ્પાંત કરી, તેનો મરેલો પુત્ર રાજમહેલનાં પગથિયાં પાસે જ મૂકીને ચાલતો થાય છે. બ્રાહ્મણ એવો આક્ષેપ કરતો કે શ્રીકૃષ્ણ જેવા પ્રબળ અને પ્રતાપી પુરુષ કે જેમને ભારતવર્ષના જ્ઞાનીઓ પણ ઈશ્વરનો અવતાર માને છે, તેમના રહેવા છતાં તેમની જ નગરીમાં મારા પુત્રની જો આવી દુર્દશા થતી હોય તો એ શ્રીકૃષ્ણ નપુંસક છે, નિર્બળ છે અને પોતાને ભગવાનનો અવતાર કહેવડાવનાર ઢોંગી છે. શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણની સૂચનાથી તમામ યાદવો તે બ્રાહ્મણના આવા ગાળોભર્યા આક્ષેપોને સહન કર્યે જતા અને ચૂપચાપ રહેતા.
એક વખત એવું બન્યું કે અર્જુન દ્વારિકામાં શ્રીકૃષ્ણના મહેલમાં મહેમાન હતો અને બરાબર તે સમયે જ બ્રાહ્મણપત્નીને પુત્રનો જન્મ થયો અને જન્મતાંની સાથે જ તે મરી ગયો, તેથી દરેક વખતની જેમ ફરી તે બ્રાહ્મણ તેના મરેલા પુત્રને લઈ શ્રીકૃષ્ણના મહેલ ઉપર આવ્યો અને બેફામ ગાળો બોલીને તેના મરેલા પુત્રને મૂકીને જતો રહ્યો.
શ્રીકૃષ્ણ તો દરેક વખતની જેમ આ ઘટનાને નત મસ્તકે ચૂપચાપ સહન કરી ગયા, પણ અર્જુનથી ન રહેવાયું, તેથી અર્જુને તે બ્રાહ્મણપુત્રને જીવતો રાખવાના સોગંદ ખાધા અને પ્રતિજ્ઞા લીધી : “જો હું હવે પછી જન્મનારા બ્રાહ્મણના બાળકને જીવતો ન રાખી શકું તો હું અગ્નિસમાધિ લઈ લઈશ.” શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું : “અર્જુન ! તે બ્રાહ્મણનું ભાગ્ય જ એવું છે, જેથી એમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી.” અર્જુને કહ્યું : “હું તેના ભાગ્યને બદલી નાખીશ, પણ બ્રાહ્મણના બાળકને મરવા નહીં દઉં.”
પ્રતિજ્ઞા અર્જુને લીધી અને ચિંતા શ્રીકૃષ્ણની વધી, કારણ કે અર્જુન ભાગ્યના લેખોને ઉકેલવામાં આંધળો હતો. એ તો શ્રીકૃષ્ણ જ હતા કે ‘શ્વઘ્ક્રદ્યધ્ ગૠક્રબ્ભભક્રઌટ્ટ ભષ્ટૠક્રક્રઌક્રબ્ઌ નક્રપળ્ષ્ટઌ, ઼ક્રબ્ષ્ઠસ્ર્ક્રબ્દ્ય્ક્ર ન ઼ક્રઠ્ઠભક્રબ્ઌ ૠક્રક્રૠક્રભળ્શ્વઘ્ ઌ ઙ્ગેંઌ ત્ન’ જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળને એકસાથે જોઈ શકતા હતી.
સમય વીત્યો, બ્રાહ્મણની પત્નીને ગર્ભ રહ્યો અને પુત્રજન્મની ઘડીઓ ગણાવા લાગી. બ્રાહ્મણના પુત્રની રક્ષા કરવા માટે અર્જુન હાજર થઈ ગયો અને તેનાં અલૌકિક અને અભેદ્ય બાણોથી બ્રાહ્મણના ઘરની ફરતો કિલ્લો બનાવીને બ્રાહ્મણપુત્રની રક્ષા કરવા ઊભો રહી ગયો.
બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ તો થયો, પણ હર સમયની જેમ જન્મતાંની સાથે તે પણ મરી ગયો. બ્રાહ્મણના તે બાળકને બચાવી નહીં શકવાથી પ્રતિજ્ઞા મુજબ અર્જુન સમાધિ લેવા તૈયાર થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણે તેને રોક્યો અને બ્રાહ્મણના મરેલા પુત્રહને પુનર્જીવિત કરવા માટે ભાગ્યવિધાતાની યાત્રા કરવા તૈયાર કર્યો.
કથા છે કે શ્રીકૃષ્ણ અને અર્જુન તે બ્રાહ્મણના મરેલા પુત્રને પરત લેવા માટે ભગવાન નારાયણ પાસે જાય છે. જ્યાં અશ્વ જોડેલા રથો ન ચાલી શકે તેવા દુર્ગમ પંથ ઉપર યાત્રા કરાવીને શ્રીકૃષ્ણ અર્જુનને ભગવાન નારાયણ પાસે લઈ જાય છે.
કથા એવી અદ્ભુત છે કે શ્રીકૃષ્ણ અને અર્જુનને જોતાં જ નારાયણ તેમને કહે છે : “તમે બંને મારાં જ સ્વરૂપ છો અને મારા અંશથી જ પૃથ્વી પર જન્મેલા છો અને આજે તમે બંને જે મારી પાસે આવ્યા છો તે પણ મેં જ પૂર્વનિર્ધારિત કરેલું છે. તમારું બંનેનું અવતારકાર્ય સફળ થયું છે, જેથી હું તમને બંનેને પુનઃ મારા સ્વરૂપમાં જોડવા આતુર છું, તેથી જ મેં તમને અહીં બોલાવ્યા છે.”
નારાયણની આવી વાત સાંભળીને અર્જુનને ખૂબ આશ્ચર્ય થાય છે અને તે શ્રીકૃષ્ણને પૂછે છે : “કોઈ વાત આટલી હદે પૂર્વનિર્ધારિત કેમ હોઈ શકે ? એક તો બ્રાહ્મણના બાળકનું જન્મતાંની સાથે દરેક વખતે મરવું તે પણ કોઈનું પૂર્વનિર્ધારિત હોય તેમ માન્યામાં નથી આવતું. વળી તેવામાં સ્વયં નારાયણ તો તેમને નારાયણ સુધી પહોંચવાનું પણ પૂર્વનિર્ધારિત બતાવે છે. વળી મારો અને તમારો જન્મ પણ પૂર્વનિર્ધારિત બતાવે છે.”
શ્રીકૃષ્ણ જવાબ આપતાં કહે છે : “અર્જુન ! સમગ્ર દુનિયા પરમાત્માએ પૂર્વનિર્ધારણ સાથે બનાવી છે. તેના આદિ, મધ્ય અને અંત પણ તેમણે જ નક્કી કરેલા છે. જન્મ અને મૃત્યુ સાથે દરેક વસ્તુ તેના પૂર્વનિર્ધારણથી જ અસ્તિત્વમાં આવે છે.”
‘ત્ત્ક્રસ્ર્ળ્ઃ ઙ્ગેંૠક્રષ્ટ ન બ્ડ્ડક્રધ્ ન બ્ઙ્મક્રબ્ઌમઌૠક્રશ્વ ન ત્ન
ધ્નશ્વભક્રર્સ્ર્બ્િં ગઢ્ઢપર્સ્ર્ભિંશ્વ ટક્ર઼ક્રષ્ટજીબજીસ્ર્હ્મ ઘ્શ્વબ્દ્યઌઃ ત્નત્ન
બ્દ્યભક્રશ્વઘ્શ્વઽક્ર : ૨૭
કહેવાય છે કે બાળક ગર્ભમાં આવે ત્યારે જ તેનું આયુ એટલે કે જીવનની અવધિ, કર્મ એટલે કે તેના જીવન દરમિયાનની વિવિધ ચેષ્ટા અને પ્રયાસો, વિત્ત એટલે કે નાણાં, વિદ્યા કે અભ્યાસ અને નિધન એટલે કે મૃત્યુ એ પાંચેય પહેલેથી જ નક્કી થયેલાં હોય છે.
કોઈ મકાન અસ્તિત્વમાં આવે તે પહેલાં તેનો પ્લાન અસ્તિત્વમાં આવે છે. કોઈ ચિત્રકારનું સુંદર ચિત્ર અસ્તિત્વમાં આવે તે પહેલાં તે તેના મનમાં આકાર લઈ ચૂક્યું હોય છે. મૂર્તિકાર મૂર્તિ ઘડે તે પહેલાં એક મૂર્તિ તેના મનમાં ઘડાઈ ચૂકી હોય છે. એવી જ રીતે કર્મો તેમના સ્થૂળ રૂપમાં સામે આવે તે પહેલાં તે પ્રકૃતિના ગર્ભમાં સૂક્ષ્મ કર્મોને રચે છે. ‘ૠક્રૠક્ર સ્ર્ક્રશ્વબ્ઌૠક્રષ્ટદ્યઘ્ૅ ખ્ક્રત્ક્રિ ભજીૠક્રઌટક્ર઼ક્રષ્ટ ઘ્મક્રૠસ્ર્દ્યૠક્રૅ’ અર્થાત્ પ્રકૃતિમાં ગર્ભને સ્થાપનાર સ્વયં પરમાત્મા છે.
શ્રીકૃષ્ણ કહે છે : ‘ૠક્રધસ્ર્હ્મશ્વભશ્વ બ્ઌબ્દ્યભક્ર ઠ્ઠષ્ટૠક્રશ્વ ત્ન’ અર્થાત્ મેં જ પૂર્વનિર્ધારિત કરેલું આજે થઈ રહ્યું છે. તેનો અર્થ એ થયો કે જે કાંઈ ઘટના ઘટે છે તે પૂર્વનિર્ધારિત કર્યા મુજબ જ ઘટે છે. વિરાટ વિશ્વના નિયંતાએ રચેલી નિયતિના હાથે કર્મો નિર્ધારિત થતાં જાય છે તે પૂર્વનિર્ધારણનું નામ જ ભાગ્ય છે. એક વખત જે ભાગ્ય નિર્મિત થઈ જાય છે તે ભાગ્યને ફેરવવા કોઈ સમર્થ નથી. ખુદ ભગવાન પણ એ ભાગ્ય ભોગવે છે.
ભાગ્યનો અર્થ થાય ‘ત્ત્ઽસ્ર્ધ્ ઼ક્રક્રશ્વટસ્ર્બ્ભ શ્નબ્ભ ઼ક્રક્રટસ્ર્ઃ’ - જેને અવશ્ય ભોગવવું જ પડે તે ભાગ્ય. અથવા તો ‘ત્ત્ઽક્રધ્ ઼ક્રક્રશ્વટસ્ર્બ્ભ શ્નબ્ભ ઼ક્રક્રટસ્ર્ઃ’ - જે અવશ થઈને પણ ભોગવવું પડે તેનું નામ ભાગ્ય. અથવા તો ‘ત્ત્ઽસ્ર્ધ઼્ક્રક્રબ્ઌૅ શ્નબ્ભ ઼ક્રક્રટસ્ર્ઃ’ - જે અવશ્ય ઘટે છે તેનું નામ ભાગ્ય. કોઈ તે વિધિના લેખ જાણી લ્યે તોપણ તેમાં કોઈ ફેરફાર કરી શકતો નથી.
એક સાધુ ગામમાં ભિક્ષા માગતા ફરતા અને એક શબ્દ ખાસ બોલતા ‘દ્યક્રશ્વભઌ ઙ્ગેંટ્ટ ખ્ક્રક્રભ દ્યક્રશ્વભ દ્યહ્મ’. ભિક્ષા માગતાં-માગતાં તે સાધુ એક સોનીના ઘરે આવ્યા. સવારનો સમય હતો. સોની પણ ઘરે હતો. સાધુએ તેની ટેવ મુજબ ‘દ્યક્રશ્વભઌ ઙ્ગેંટ્ટ ખ્ક્રક્રભ દ્યક્રશ્વભ દ્યહ્મ’ કહીને સોનીના ઘરે ભિક્ષા માગી. સોની મોટો વેપારી અને પૈસાપાત્ર હતો, વળી તે ધનમદાંધ અને કંજૂસ હતો.
ભિક્ષા માગતા સાધુને પોતાના આંગણેથી કાઢી મૂકતાં સોનીએ કહ્યું “આ બાવાઓ કાંઈ કામકાજ કરતા નથી અને મફતનું ખાય છે. જાઓ અને કાંઈ મહેનત-મજૂરી કરો.” સોનીના અપમાનજનક શબ્દો સાંભળીને સાધુએ કહ્યું : “ભાઈ ! અમારા ભાગ્યમાં મફતનું ખાવાનું લખ્યું છે. તેથી ખાઈએ છીએ, પણ તારા ભાગ્યમાં પણ આજથી તેરમાં દિવસે અમારા જેવા લોકોને મફતનું ખવડાવવાનું લખ્યું છે.”
સોનીએ કહ્યું : “હું ક્યારેય કોઈને ખવડાવતો નથી, પછી તમારા જેવાઓને ભેગા કરીને ખવડાવવું તો શક્ય જ નથી.” સાધુએ કહ્યું : “હું ગુરુકૃપાએ એટલું જોઈ શકું છું કે તારો એકનો એક દીકરો જે હાલ બહારગામ ગયો છે તેનું આજે અકસ્માત્ મરણ થવાનું છે અને આજથી તેરમાં દિવસે મારા જેવા સાધુઓને ભેગા કરીને તું તારા જ હાથે ખવડાવવાનો છે.” આટલું કહીને સાધુ તો તેમના રસ્તે નીકળી ગયા.
સોનીને ચિંતા થવા લાગી કે તેનો દીકરો બહારગામ ગયો છે અને ક્યાંક અકસ્માત ન કરી બેસે ! પરંતુ તેણે મનમાં વિચાર કર્યો કે મારા દીકરાને ફોન કરીને અત્યારે જ કહી દઉં કે આજે ક્યાંય બહાર જ ન નીકળે, જેથી અકસ્માત થવાનો કોઈ પ્રશ્ન ન રહે. તેણે તેના દીકરાને મોબાઇલ લગાડ્યો તે સમયે તેનો દીકરો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. તેણે મોબાઈલમાં જોયું તો પિતાનો કોલ હતો. સોનીનો દીકરો મનોમન વિચારવા લાગ્યો : મારા પિતાજી મને આટલી સવારમાં કોઈ દિવસ ફોન ન કરે, પણ આજે જરૂર કોઈ અગત્યનું કામ લાગે છે, તેથી જ મને ફોન કર્યો હશે. આમ વિચારીને ચાલુ કારે તેણે ફોન ઉપાડ્યો અને તે ડ્રાઈવિંગમાં બેધ્યાન થયો, તેવામાં પુરપાટ ઝડપે સામેથી આવતા ટ્રકે તેની કારને ચગદી નાખી અને તેનો દીકરો મરણ પામ્યો. મોબાઇલમાં ધડાકાભેર અવાજ સાંભળીને સોની તો અચંબિત જ રહી ગયો. થોડી વારમાં જ સમાચાર આવ્યા કે તમારા દીકરાનું સુરત પાસે માર્ગ-અકસ્માતમાં મોત નીપજ્યું છે.
સોની તો ઘેરા શોકમાં ડૂબી ગયો, પણ સાથોસાથ તેને ભિક્ષા માગવા આવેલા સાધુના શબ્દો યાદ આવ્યા અને ‘દ્યક્રશ્વભઌ ઙ્ગેંટ્ટ ખ્ક્રક્રભ દ્યક્રશ્વભ દ્યહ્મ’ નો સાધુ જે નારો લગાવતો હતો તે પણ તેના મનમાં ગુંજારવ કરવા લાગ્યો. તેણે તેના સ્નેહીસંબંધીઓને કહ્યું : “હમણાં-હમણાં જે સાધુ ભિક્ષા માગવા આવ્યો હતો તેને ગમે ત્યાંથી ગોતીને માનભેર અહીં લઈ આવો.” સોનીના સગાઓ સાધુને ગામમાંથી શોધીને માનભેર લઈ આવ્યા હતા તો મને થોડું વહેલું કહી દીધું હોત તો હું સમયસર મારા દીકરાને ફોન કરીને બહાર ન જવા સમજાવી શક્યો હોત.”
સાધુએ કહ્યું : “ભાઈ ! વિધિના લેખને કોઈ પલટાવી શકતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે. મારા ગુરુએ મને ‘દ્યક્રશ્વભઌ ઙ્ગેંટ્ટ ખ્ક્રક્રભ દ્યક્રશ્વભ દ્યહ્મ’ એમ સમજાવીને ભાગ્યને ભોગવી લેવા કહેલ છે.” પરંતુ સાધુના જવાબથી સોનીના મનની શાંતિ ન થઈ. તેણે સાધુને કહ્યું : “જો તમે અર્ધા કલાક પહેલાં મને કહી દીધું હોત તો મારો દીકરો તેની કાર લઈને રોડ ઉપર ચડે તે પહેલાં જ હું તેને કહી દેત.”
સાધુએ કહ્યું : “જો, ભાઈ ! હું તને વધારે તો કાંઈ નથી કહેતો, પણ આજથી એક મહિના બાદ તારું પણ માર્ગ-અકસ્માતમાં જ મૃત્યુ થવાનું છે. જો તારાથી રોકી શકાતું હોય તો રોકી લે.” સોનીએ કહ્યું : “અવશ્ય ! હું એક મહિના સુધી કોઈ માર્ગ-અકસ્માત થાય તેવા માર્ગે જ નહીં જઉં અને જે વાહનો અકસ્માત નોતરે છે તેવાં મોટરકાર, મોટરસાઇકલ, બસ કે અન્ય કોઈ વાહનમાં બેસીશ જ નહીં, પછી મારો અકસ્માત થવાનો પ્રશ્ન જ નહીં બને, સોની, સોનીના ઘરનાં અને તેનાં સગાં-સ્નેહીઓ બધાં જ હાજર હતાં. બધાંની હાજરીમાં સાધુએ બસ એટલું કહ્યું : “મને જે દેખાય છે તે હું તને કહું છું. હવે જો તું ફેરફાર કરી શકતો હોય તો કરી લે.”
સાધુના કહેવા પ્રમાણે સોનીને તેના દીકરાનું તેરમું કરીને બધાને જમાડવા પડ્યા. સાધુની વાત સાચી પડી હતી અને સોનીને તેના ઉપર વિશ્વાસ થઈ ચૂક્યો હતો એટલે તે સાધુને પણ સોનીએ પગે પડીને રોકી રાખ્યા હતા અને તેમને પણ તેના દીકરાના તેરમા નિમિત્તે જમાડ્યા. વળી સાધુએ જે એક મહિનાની વાત કરી હતી તેના કારણે સોની તે જોવા માગતો હતો કે સાધુ કહે છે તેમાં મારે ફેરફાર કરી દેખાડવો. ભલે હું મરું, પણ માર્ગ-અકસ્માતે તો ન જ મરું.
દિવસો પસાર થયા અને સાધુએ કહ્યું હતું તે પ્રમાણે મહિનો પૂરો થવા આવ્યો કે રાતના સમયે સોનીને છાતીમાં દુખાવો શરૂ થયો. ડૉક્ટરોને બોલાવ્યા. સ્થાનિક ડૉક્ટરોએ કહ્યું : “આ બીમારી હાર્ટએટૅક જેવી લાગે છે, જેથી તાત્કાલિક આમને કોઈ મોટી હૉસ્પિટલમાં રિફર કરો.” દુખાવાને લીધે સોની કાંઈ બોલી શકતો ન હતો, પરંતુ કહેવા માગતો હતો કે મને કોઈ વાહનમાં બેસાડીને ન લઈ જાઓ. પરંતુ ઘરનાં સભ્યો લાચાર હતાં. બીમારીની તે અવસ્થામાં તેને સ્થાનિક ડૉક્ટરોએ કહ્યું તે મુજબ શહેરની મોટી હૉસ્પિટલે ન લઈ જાય અને મરણ પામે તો લોકોની બદનામીનો પણ ડર હતો કે તેમણે ડૉક્ટરોએ કહેવા છતાં પણ છેલ્લી સેવા ન કરી.
અંતે સોની તેમને ઇશારાઓથી ના પાડતો રહ્યો અને ઘરના લોકોએ જ ઊંચકીને તેને કારમાં બેસાડ્યો. કારને વહેલી તકે મોટી હૉસ્પિટલ પહોંચાડવા માટે ઘરના લોકોએ જ ડ્રાઇવરને ઉતાવળે કાર ભગાવવાનું કહ્યું. જેવા ગામથી બહાર નીકળ્યા કે તે કારને પણ એક પુરઝડપે આવી રહેલો ટ્રક ભટકાયો અને કારમાં બેઠેલાને નાનીમોટી ઈજા થઈ, જ્યારે સોનીને માથામાં, છાતીમાં અને પેટમાં ગંભીર ઈજા થઈ. સોનીના પ્રાણ નીકળવાની તૈયાર કરતા હતા તેવામાં સાધુ ત્યાં આવ્યા અને કહ્યું : “કાં, ભાઈ ! તું તો વાહનમાં બેસવાનો જ ન હતો, છતાં જે થવાનું હતું તે તો થઈને જ રહ્યું - ‘દ્યક્રશ્વભઌ ઙ્ગેંટ્ટ ખ્ક્રક્રભ દ્યક્રશ્વભ દ્યહ્મ !” આવું સાધુનું વચન સાંભળતાંની સાથે જ સોનીનું પ્રાણપંખેરું ઊડી ગયું.
આ ઘટના સત્ય હોય કે કલ્પિત, પરંતુ ઘટનાની એક વાત તો નિઃશંક સત્ય છે કે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે અને તેમાં માણસનાં કર્મોની કોઈ કારી ફાવતી નથી. જે કર્મો વ્યક્તિનું ભાગ્ય બની ચૂક્યાં હોય તેમને ઉથલાવવાં શક્ય નથી. તે તો ભોગવીને જ છૂટકો થાય છે. જ્યારે કર્મો વ્યક્તિના સામર્થ્ય બહારનાં પ્રતીત થાય ત્યારે તેવાં કર્મોમાં પોતાના ભાગ્યનું દર્શન કરવું જ વિદ્વાનોએ શ્રેષ્ઠ માન્યું છે.
‘સ્ર્ઘ્ૅ ઼ક્રક્રબ્ ઌ ભઘ્ૅ ઼ક્રક્રબ્ ઼ક્રક્રબ્ નશ્વપ્તક્ર ભઘ્ર્સ્ર્સ્ર્ક્રિં ત્ન
શ્નબ્ભ બ્નર્ભિંક્રબ્ઝઌક્રશ્વ ત્ત્સ્ર્ૠક્રટક્રઘ્ઃ ઉંઙ્ગેં ઌ ટ્ટસ્ર્ભશ્વ ત્નત્ન
બ્દ્યભક્રશ્વઘ્શ્વઽક્ર
જે ભાવિ છે તે થવાનું જ છે અને તેનાથી અન્ય બનવાનું નથી તેવું ચિંતારૂપી વિષને ઉતારવાનું ઔષધ શા માટે ન પીવું ?
‘રામાયણ’ પણ કહે છે :
‘દ્યક્રશ્વશ્નષ્ટ ગક્રશ્વશ્નષ્ટ પક્રશ્વ થ્ક્રૠક્ર થ્નટ્ટ થ્ક્રક્ર, ઙ્ગેંક્રશ્વ ઙ્ગેંથ્ટ્ટ ભઙ્ગેંષ્ટ ખ્ક્રઋક્રશ્નષ્ટ ઽક્રક્ર ત્ન
તે જ થવાનું છે જે નિયંતાની નિયતિએ રચીને રાખ્યું છે, પછી ખોટા તર્ક કરીને શો લાભ છે ? પિતાનું મૃત્યુ, રામનો વનવાસ અને પોતાની માતાનો મતિભ્રમ જોઈને ખેદ કરતાં ભરતને ગુરુ વસિષ્ઠે કહ્યું હતું : “કોઈ પણ કર્મોનાં હાનિ, લાભ જીવન, મરણ, યશ અને અપયશ સદાયે ભાગ્યના વશમાં હોય છે, તેથી તે બાબતોમાં ભાગ્યાશ્રય કરવો જ યોગ્ય છે.”
ગળ્ઌદ્યળ્ધ્ ઼ક્રથ્ભ ઼ક્રક્રબ્ ત્ખ્ક્રૐ બ્ખ્ક્રૐટ્ટ ઙ્ગેંદ્યશ્વ ૠક્રળ્બ્ઌઌક્રબ ત્ન
દ્યક્રબ્ઌ ૐક્ર઼ક્ર પટ્ટઌ ૠક્રથ્ઌ પગ ત્ત્પગ બ્ખ્ક્રમટ્ટ દ્યક્રબ ત્નત્ન
સિકંદરે પોતાની ટ્રીટમેન્ટ માટે દુનિયાના શ્રેષ્ઠ ડૉક્ટરોની ટીમ એકઠી કરી હતી. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો ત્યારે ડૉક્ટરોએ કહ્યું : “હવે તમે એક-બે દિવસથી વધારે નહીં જીવો.” ડૉક્ટરોની વાત સાંભળી સિકંદરે કહ્યું : “તમે તો દુનિયાના શ્રેષ્ઠ ડૉક્ટરો છો. ગમે તેમ કરો. પરંતુ મને જિવાડો. હું મારી તમામ સંપત્તિ તમને આપી દઉં ! તમે કહો તે કરું !” ડૉક્ટરોએ કહ્યું : “સિકંદર ! અમને તમારું જે ભાવિ દેખાય છે તેમાં તો તમારું મૃત્યુ જ છે અને તેને બદલવા અમે શક્તિમાન નથી.”
સિકંદરે મરતાં-મરતાં છેલ્લી ત્રણ ઇચ્છાઓ વ્યક્ત કરી, જે પૈકીની એક ઇચ્છા એ હતી કે મારા જનાજાને મારી ટ્રીટમેન્ટ કરનારા ડૉક્ટરો જ ઉપાડે, તેમની ચતુરાઇ પણ મારે કામ નથી આવી અને મારા મૃત્યુરૂપી ભાવિને તેઓ પણ બદલી શક્યા નથી એ વાતનો દુનિયાને બોધ આપવા મારે તેમના ખભે જ મરઘટ સુધી જવું છે. જે થવાનું છે તે થઈને જ રહે છે. એક વાર વિધિના હાથે જે લેખ લખાય છે તેને બદલવા બે હાથવાળા માનવીનું કોઈ ગજું નથી.
ઙ્ગેંક્રશ્વશ્નષ્ટ ૐક્ર ઙ્ગેંથ્શ્વ નભળ્થ્ક્રશ્નષ્ટ, ઙ્ગેંથ્ૠક્ર ઙ્ગેંક્ર ૐશ્વ બ્ૠક્રઞ્શ્વ ઌક્ર થ્શ્વ ઼ક્રક્રશ્નષ્ટ !
***