કર્મનો કાયદો
શ્રી સંજય ઠાકર
૧૨
કર્મનો અહંકાર જ દોષ છે
જ્યાં કર્મનો બોજ અહંકાર ઉઠાવે છે ત્યાં પાપનો દોષ અવશ્ય લાગે છે તેવો ‘ભગવદ્ગીતા’નો મત છે. કર્મ તો પ્રકૃતિનાં છે અને પ્રકૃતિ જ તેનું નિયમન કરે છે, તેમ છતાં અહંકાર કર્મોનો કર્તા બનવાની કોશિશ કરે છે ત્યારે તે અહંકાર મિથ્યા છે. જે મિથ્યા છે તેની પાસે પોતાનું કોઈ સત્ય હોતું નથી. કર્મક્ષેત્રમાં પોતાના પગ પર ઊભા રહી શકે તેવી અહંકારમાં કોઈ તાકાત નથી, જેથી અહંકાર કર્મોમાં ઇરાદાના રૂપે વ્યક્ત થાય છે. જ્યારે કર્મ અહંકારના ઇરાદાવાળું બને ત્યારે તેમાંથી પાપ અવશ્ય ફેલાય છે. જ્યારે કર્મો હોશપૂર્વક ન થાય ત્યારે કર્મોમાં ભૂલ થાય છે, પરંતુ પાપ અહંકારના ભળ્યા પછી જ થાય છે.
આ હકીકતને સામાન્ય વ્યવહારગત પરિભાષામાં સમજવાની કોશિશ કરીએ કે કોઈ વ્યક્તિ વાહન ચલાવતાં કોઈ ભૂલ કરે અને અકસ્માત સર્જી કોઈનું મૃત્યુ નિપજાવે તો તેને હત્યાના ગુના માટે દોષિત ઠરાવી શકાતી નથી. મૃત્યુ હત્યામાં પણ થાય છે અને અકસ્માતમાં પણ થાય છે, પરંતુ કોઈ ઇરાદા વગર ફક્ત અકસ્માતે મોત નિપજાવનારને બેદરકારીની ભૂલ બદલ આઈ.પી.સી.ની કલમ-૨૭૯ અને ‘૩૦૪/એ’ના ગુનાની સજા કરવામાં આવે છે. પરંતુ તેવો અકસ્માત તેણે ઇરાદાપૂર્વક કર્યો હોય એ કોઈનું મોત નિપજાવ્યું હોય તો તે પાપ કરે છે અને તેને હત્યાના ગુના માટે આઈ.પી.સી. ૩૦૨ હેઠળ મોત સુધીની આકરી સજા થઈ શકે છે તેવી આપણી કાનૂની જોગવાઈ છે.
અહંકાર ઇરાદો સેવે છે તેથી તેને પાપ લાગે છે, પણ જ્યાં અહંકાર ન હોય ત્યાં ઇરાદો કોણ સેવે ? તેથી કાયદાને પણ ‘ઇરાદો’ (દ્બીહજ - િીટ્ઠ) શોધવો અનિવાર્ય છે. વાસ્તવિકપણે પાપ ક્યાં છે તે નક્કી કરવા માટેનું કોઈ સાધન હોય તો તે અહંકારજનિત ઇરાદો છે. ભારત, ઇંગ્લૅન્ડ અને અમેરિકા સહિતના મોટા ભાગના દેશોએ કાયદાથી આ હકીકતનો સ્વીકાર કરવો પડ્યો છે. અહંકારજનિત ઇરાદો જ પાપયુક્ત હોય છે, પછી ભલે તેવી વ્યક્તિ સીધી રીતે હત્યામાં સામેલ થઈ હોય કે ન હોય. તે માઇલો દૂર બેઠી હોય તોપણ આઈ.પી.સી.ની કલમ-૧૨૦/બી હેઠળ સાંકળીને તેને હત્યાના ગુના માટે જવાબદાર ઠેરવી શકાય.
કાયદો માને છે કે બાળકો કોઈ અપરાધ કરી શકે નહીં, કારણ કે બાળક જે કાંઈ કરે છે તેમાં તે યા તો પ્રકૃતિથી ઇન્સ્પાયર્ડ હોય છે યા કોઈ અન્યથી, તેથી આપણા કાયદામાં બાળક કે સગીરોને સજાની જોગવાઈ નથી. જૂવનાઈલ જસ્ટિસ મુજબ જે શિક્ષા કરવામાં આવે તે દંડનીય સજા નથી હોતી, પણ સુધારક સજા હોય છે, કારણ કે બાળક ભૂલ કરી શકે, પણ પાપભર્યો અપરાધ ન કરી શકે. દિલ્હીના નિર્ભયા કેસના બાળ આરોપીને સુપ્રિમ કોર્ટે પણ તેની સુધારક શિક્ષાથી વધારે સજા કરવાની ના કહેવી પડી છે. કેટલી ઉંમરે કોઈ બાળક પુખ્ત કહેવાય તે દેશની સંસદે વિચારવા યોગ્ય પ્રશ્ન છે, પરંતુ અત્યાર સુધીની જોગવાઈઓ મુજબ નિર્ભયા કેસમાં જ્યાં અન્ય આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી છે ત્યાં તે બાળ આરોપીને સુધારક સજા કરીને છોડવો પડ્યો છે. કારણ કે બાળક જે કરે છે તેમાં તેનો અહંકારજન્ય ઇરાદો નથી હોતો.
સાવ નાનું બાળક નગ્ન રહે કે તેની માતાના ખોળામાં કે અન્ય કોઈ ઉપર સુસુ કરે તોપણ તે અપરાધિક ગંદું નથી લાગતું, પરંતુ તે જ બાળક મોટું થાય અને તેનો કર્તાભાવ વિકસિત થઈ ગયા પછી તેની નગ્નતા અને તેનું સુસુ બીજા તો ઠીક, પણ તેની માતા પણ સહન કરી શકતી નથી.
આ વાતને ઝીણવટપૂર્વક સમજવામાં આવે તો તેમાં પણ કર્તાભાવનો જ દોષ છે. કોઈ મહાવીર કે શુકદેવ જેવી વ્યક્તિઓને નગ્નતાનો દોષ નથી લાગ્યો. કથા છે કે વ્યાસજીના મુખેથી બ્રહ્મજ્ઞાનની કથાઓ સાંભળીને નિર્લેપ થયેલા શુકદેવજી જ્યારે દિગંબર અવસ્થામાં જ ઘર છોડીને જવા લાગ્યા ત્યારે વ્યાસજી તેમની પાછળ-પાછળ ‘ઊભો રહે, પુત્ર ! ઊભો રહે, પુત્ર !’ કહેતા ગયા.
નગ્ન શુકદેવને જોઈને રસ્તામાં સરોવરમાં સ્નાન કરતી સ્ત્રીઓને કોઈ ક્ષોભ ન થયો, પરંતુ જ્યારે વ્યાસજીને જોયા ત્યારે તે સ્ત્રીઓ શરમાઈને ક્ષોભ પામી, વ્યાસે તેનું કારણ તે સ્ત્રીઓને પૂછ્યું : “તમે યુવાન શુકદેવને નગ્ન હાલતમાં જોયો, છતાં ન શરમાઈ કે ન ક્ષોભિત થઈ, પછી મારા જેવા વૃદ્ધને વસ્ત્રમર્યાદા સાથે જોઈને તમે કેમ ક્ષોભિત થઈ ?” ત્યારે તે સ્ત્રીઓએ બહુ સારો જવાબ આપ્યો : “વ્યાસજી ! તમારા આ પુત્રમાં કોઈ અહંકાર જ નથી. તે તો બ્રહ્મસ્વરૂપે જ વિચરણ કરે છે. જ્યારે તમે ‘હે પુત્ર ! હે પુત્ર !’ એવા રટણ સાથે પિતાના કર્તાભાવે જઈ રહ્યા હતા. તમારા તે અહંકારનો જ અમને ક્ષોભ થયો.”
જ્યારે શ્રીકૃષ્ણ ‘સ્ર્જીસ્ર્ ઌક્રદ્યૠક્રૅ ઙ્ગેંઢ્ઢભક્રશ્વ઼ક્રક્રક્રશ્વ’ની વાત કરે છે ત્યારે શ્રીકૃષ્ણે તે વાત જે સમયે કરી છે તેની પૃષ્ઠભૂમિને પણ સમજી લેવી જરૂરી છે. આ એ જ શ્રીકૃષ્ણ છે જેમણે યુદ્ધને રોકવાના હરસંભવ પ્રયાસો કર્યા છે. સંધિદૂત બન્યા. અપમાન સહન કરીને પણ પાંડવો માટે ફક્ત પાંચ ગામ માગી યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો. જો દુર્યોધને ‘સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું’ તેવી વાત ન કરી હોત તો સંભવ છે, પાંડવો વતી એક ગામ માગીને પણ શ્રીકૃષ્ણ યુદ્ધને રોકી શક્યા હોત, પરંતુ દુર્યોધનને સારી રીતે ખ્યાલ હતો કે શ્રીકૃષ્ણ એક ગામથી પણ પાંડવોને સંતુષ્ટ કરીને યુદ્ધ થવા નહીં દે, તેથી જ નાનપણથી જ પાંડવોની હત્યાના અહંકારથી ભરાયેલા દુર્યોધને સંધિપ્રસ્તાવના તમામ દરવાજા ઉપર તાળાં મારી દેતાં સોયની અણી જેટલી પણ જમીન આપવાની ના પાડી હતી. તેના જ પરિણામે યુદ્ધ થયું.
વળી ‘સ્ર્જીસ્ર્ ઌક્રદ્યૠક્રૅ ઙ્ગેંઢ્ઢભક્રશ્વ઼ક્રક્રક્રશ્વ’ એ શ્રીકૃષ્ણનું અર્ધું સૂત્ર છે. તે કહ્યા પછી શ્રીકૃષ્ણ તરત ‘ખ્ક્રળ્બ્રસ્ર્ષ્ટજીસ્ર્ ઌ બ્ૐતસ્ર્ભશ્વ’ કહે છે. તે પણ સમજવું અત્યંત જરૂરી છે. ઘણી વખત ગાંડપણ, અજ્ઞાન કે નશાની હાલતમાં કરેલાં કર્મોમાં અહંભાવ નથી હોતો, તેમ છતાં તે કર્મમાં દોષ તો હોય જ છે, કારણ કે બોધભાવનો અભાવ હોય છે.
એક વખત અકબર હાથી ઉપર બેસીને નગરયાત્રાએ નીકળ્યો ત્યારે એક માણસે તેના ઘરની છત ઉપર ચડીને અકબરને ખૂબ ગાળો દીધી. અકબરના માણસો તેને પકડીને લઈ આવ્યા અને જોયું તો તે નશાની હાલતમાં હતો. તેને રાત્રે જેલમાં બંધ કરી દીધો અને બીજા દિવસે દરબારમાં હાજર કર્યો. તેને પૂછવામાં આવ્યું : “તેં શા માટે બાદશાહને જાહેરમાં ગાળો આપી ?” ત્યારે તે માણસે કહ્યું : “જહાંપનાહ ! હું તો તમારો પ્રશંસક છું. તમારી બહાદુરીની અનેક કવિતા મેં લખી છે.” તેણે બે-ચાર કવિતાઓ બોલી પણ બતાવી. અકબરે કહ્યું : “તો પછી ગાળો શા માટે ?” ત્યારે તે વ્યક્તિએ કહ્યું : “બું ભાનમાં ન હતો. મને નશાના કારણે કોઈ બોધ ન હતો. અબોધ અને અભાન અવસ્થામાં મારાથી જે કાંઈ થયું છે તેની તમે માફી આપો.”
અકબરે બિરબલ સામે જોયું અને શું કરવું જોઈએ તે વાતનો ઉત્તર માગ્યો. બિરબલે કહ્યું : “જહાંપનાહ ! આ વ્યક્તિએ નશાની હાલતમાં કરેલા કર્મમાં અહંનો દોષ નથી, જેથી કર્તાભાવરહિત કર્મને કોઈ દંડ આપી શકાય તેમ નથી, પરંતુ પોતાની બુદ્ધિ નષ્ટ થાય તેટલી હદે નશો કરવા બદલ તે અવશ્ય સજાને પાત્ર છે.” અકબરે તેને એક વર્ષ માટે કારાવાસની સજા કરી.
કર્મમાં કર્તાભાવ ન રહે તે વાતની સાથે જ શ્રીકૃષ્ણ કર્મ બોધયુક્ત રહેવું જોઈએ એમ તરત કહે છે. બોધ પણ હોય અને અહંકાર ન હોય તેવી સ્થિતિ જ કર્મના કર્તાભાવથી મુક્ત થવાની સાચી સ્થિતિ છે.
જે અહંકાર કર્મમાં અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનના કારણે કર્તાભાવ પામેલો હતો તે અહંકાર બોધપૂર્વક સાક્ષીભાવને ઉપલબ્ધ થઈ જાય ત્યારે અહંકાર તો રહે છે, પણ તે માત્ર સાક્ષીસ્વરૂપ છે, તેથી તે સાક્ષીરૂપ અહંકારને કર્મના કોઈ દોષ રહેતા નથી.
મજા એ છે કે સાક્ષીભૂત બનેલા અહંકારનો બોધસ્વરૂપ પ્રકાશ કર્મોના અંધકાર ભરેલા પથને ઉજ્જવલિત કરે છે, તેથી કર્મો તે બોધના પ્રકાશમાં થાય છે અને અહંકાર કર્તાભાવથી શૂન્ય રહે છે. તેવી અવસ્થામાં કોઈ પાપ ક્યારેય જન્મ લઈ શકતાં નથી.
જેમ અંધકારભરેલા કમરામાં કોઈ વસ્તુઓ દેખાતી નથી અને જાણ્યે-અજાણ્યે પડવું, પછડાવું અને વસ્તુઓના તૂટવાનો ભય રહે છે, પણ તે જ કમરામાં કોઈ લાઈટ થાય અને તેનો પ્રકાશ ફેલાય તો તે પ્રકાશની હાજરીમાં વ્યક્તિને પડવા, પછડાવાના કે કોઈ વસ્તુઓના તૂટવાનો ભય રહેતો નથી. પ્રકાશ કાંઈ કરતો નથી, ફક્ત તેની મોજૂદગી હોય છે. ન પ્રકાશ કોઈ વસ્તુઓને શોધી આપે છે. ન પ્રકાશ ચાલે છે કે દોડે છે, તેમ છતાં પ્રકાશથી ઉજ્જવલિત કમરામાં કાંઈ અયોગ્ય થવાનો ભય રહેતો નથી, પરંતુ માણસ કર્તાભાવને છોડે નહીં અને યોગ્ય બોધ મેળવે નહીં ત્યારે અકારણ દુઃખી થાય છે.
બેકારીથી કંટાળીને ચંગુએ તેના કંજૂસ શેઠ લક્ષ્મીદાસના ઘરમાં જ ચોરી કરવાનો નિર્ણય કર્યો. કોઈ પકડી ન શકે તેવાં કારણોથી લાઈટ કનેકશન પહેલાં જ કાપી નાખ્યું. પછી ચોરીનો આરંભ કર્યો. અંધારા કમરામાં ઘણાં ફાંફાં મારવા છતાં કાંઈ હાથ તો ન લાગ્યું, પણ વસ્તુના પડવા-પછડાવાના અવાજથી શેઠ જાગી ગયા. શેઠ કમરાનું બારણું ખોલીને તેને પકડી લેશે તેવા ભયથી ચંગુએ બારીમાંથી નીચે ઊતરી જવાનો વિચાર કર્યો અને બારી સાથે લટકીને નીચે ઊતરવાનો આધાર શોધી રહ્યો હતો, તેવામાં શેઠ બારી નજીક પહોંચ્યા, ચંગુ ચૂપચાપ બારી સાથે લટકી રહ્યો.
શેઠે બારી ખુલ્લી જોઈને બારી બંધ કરવાનો પ્રયાસ કર્યો, પણ ચંગુનો હાથ આડે હોવાથી બારી બંધ થતી નહોતી, તેથી શેઠ અંધારામાં વધારે ને વધારે પ્રયાસથી બારી બંધ કરવા લાગ્યા. બારીએ લટકેલા ચંગુનાં આંગળાં ચેપાઈ જવાથી ચંગુને ભયંકર પીડા થવા લાગી અને લોહી નીકળવા લાગ્યું, પરંતુ બારી છોડી દેવાથી નીચે પટકાઈ પડશે અને હાડકાં ભાંગી જશે તેવા ભયથી તે બારીને બળપૂર્વક ચીપકી રહ્યો. બારી બંધ ન થતી હોવાથી છેલ્લે શેઠે શેઠાણીને અવાજ કરીને કહ્યું : “અરે, મંજુલા ! આ બારી બંધ થતી નથી. જરા તમે આવીને મદદ કરો.” મોટી શેઠાણી આવીને જો બારીને ધક્કો મારશે તો મારાં તો આંગળાંનો છૂંદો જ થઈ જશે તેમ વિચારીને ચંગુએ હિંમત કરી બારી છોડી દીધી. બારી છોડતાં જ ચંગુ નીચે આરામથી ઊભો રહી ગયો, કારણ કે ચિંગુ જે બારીને લટકી રહ્યો હતો ત્યાંથી અરધા ફૂટે જ નીચે મકાનના એલિવેશન છજું હતું, પરંતુ ચંગુએ જે લાઈટ કનેકશન કાપ્યું હતું તેના અંધારાના કારણે તે ચંગુને દેખાણું ન હતું અને નીચે પટકાવાના ભયથી આંગળાં તોડાવ્યાં તે હાંસલમાં. મોટા ભાગે માણસ પોતાના અંતરબોધ (સેલ્ફ કૉન્શ્યસનેસ)ને કાપીને જે અંધારું ફેલાવે છે ત્યારે પોતાની ભૂલે પોતાના જ હાથ તોડે છે.
કર્મ પ્રકૃતિનાં છે, તેનું નિયંત્રણ પણ પ્રકૃતિનું છે, તેથી કર્મમાં અહંભાવ મિથ્યા છે, પરંતુ કર્મોનું મૂળ ઉદ્ભવસ્થાન અહંકાર છે, તેથી કર્મો નહીં હોય ત્યારે પણ અહંકાર રહેવાનો છે, પણ તે અહંકારમાં કોઈ કર્તાભાવ નહીં હોય, તે સાક્ષીમાત્ર હશે, બોધમાત્ર હશે. તે બોધસ્વરૂપને જ ઋષિઓએ આત્મતત્ત્વ કહ્યું છે, જે સૃષ્ટિની પહેલાં પણ હતું અને પછી પણ હશે. ગાલિબે સરસ કહ્યું છે :
ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા,
ડુબોયા મુજકો હોનેને, ન હોતા ‘મૈં’ તો ખુદા હોતા.
મિથ્યા અહંકારના અંધકારને બોધપૂર્વક કર્મોથી હટાવીને સાક્ષીભાવમાં આરોપિત કરી શકે તેવી વ્યક્તિને સાક્ષીનો બોધસ્વરૂપ પ્રકાશ તો મળે જ છે, તે સાથે કર્તાભાવની ઉપાધિઓથી છૂટવાનો અવસર પણ મળે છે. શ્રીકૃષ્ણે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં કર્તાભાવથી છૂટવાનો જે માર્ગ બતાવ્યો છે તે તમામ વેદ, પુરાણ અને ઉપનિષદોના નિચોડરૂપ અમૃત સમાન છે. ‘ગષ્ટ શ્રબ્ઌઘ્ક્રશ્વ ટક્રક્રક્રશ્વ ઘ્ક્રશ્વટમક્ર ટક્રક્રશ્વક્રૐઌધ્ઘ્ઌ ત્ન’
***