કર્મનો કાયદો
શ્રી સંજય ઠાકર
૧૭
ભાગ્યનું નિર્માણ
ભાગ્ય કર્મક્ષેત્રનું અત્યંત પ્રબળ તત્ત્વ છે. ભાગ્યની આંધી ઊઠે ત્યારે કર્મના પ્રયાસો વામણા લાગે છે. તેવા ભાગ્યનું નિર્માણ કોણ કરે છે ? કયા કારણે અને શાનાથી કરે છે ? આ સામાન્ય માનવીની જ નહીં, તત્ત્વજ્ઞાનીઓની ચર્ચાનો પણ ગહન મુદ્દો રહ્યો છે. સદીઓ-સદીઓની ચર્ચાના અંતે પણ કોઈ એક નિષ્કર્ષ આપી શક્યું નથી, છતાં વિદ્ધાનોએ પોતપોતાની બુદ્ધિથી શ્રેષ્ઠ મત આપવા કોશિશ કરેલી છે.
મોટા ભાગના લોકો ઈશ્વરને ભાગ્યવિધાતા માને છે. સામાન્યતઃ લોકો એવી ધારણા કરતા જોવા મળે છે કે કોઈ ઈશ્વર ઉપર બેઠો છે, જે ગગનગોખે અદૃશ્ય રહીને સર્વનું ભાગ્ય લખે છે. ઈશ્વરે જેનું જેવું ભાગ્ય લખ્યું છે તે તેવું ભાગ્ય ભોગવવા મજબૂર છે. કોઈને અપંગ, કોઈને આંધળો, કોઈને બીમાર તો કોઈને ગરીબ કે શ્રીમંત બનાવનાર પણ તે ભાગ્યવિધાતા ઈશ્વર જ છે.
ભાગ્યવિધાતા તરીકે ઈશ્વરને સ્વીકાર્યા પછી એક બીજો પ્રશ્ન તરત ઉપસ્થિત થાય છે કે તે શાના આધારે ભાગ્યની રચના કરે છે ? શું ઈશ્વર તેના મનના તુક્કા અને તરંગો મુજબ કોઈનાં ભાગ્ય બનાવી નાખે છે કે પછી કોઈ અન્ય કારણ છે ?
દુનિયાના તમામ ધર્મો ઈશ્વરને કૃપાળુ અને દયાળુ કહે છે. પરંતુ કોઈના ભાગ્યમાં અંધાપો, ગરીબાઈ, વિયોગ અને દુઃખ દેખાય ત્યારે ભાગ્યવિધાતાને દયાળુ કે કરુણાનિધાન કહેવાનું કપરું લાગે છે. કોઈના ભાગ્યના સુખ માટે તો ઈશ્વર દયાળુ હોવાની વાતને સ્વીકારી શકાય, પણ ઘોર દુઃખમાં દુઃખી થનારી વ્યક્તિ કેમ સ્વીકારી શકે કે તેના ભાગ્યને લખનારો ઈશ્વર દયાળુ છે ? જો ઈશ્વર ભાગ્ય લખનાર હોય તો ભાગ્યમાં દુઃખ શા માટે લખે છે ?
‘ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ આ બાબતે સરસ વાત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે : “જ્યારે બ્રહ્માએ માણસ બનાવ્યો ત્યારે તેના માટે માત્ર સુખની રચના જ કરી હતી. સર્વપ્રથમ ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે તેના ભાગ્યમાં કોઈ દુઃખની રચના કરી જ ન હતી. સો વર્ષના આયુષ્ય સાથે માણસને સર્વ પ્રકારે સુખી બનાવ્યો હતો. સ્વર્ગ સિવાય નર્કની કોઈ રચના ન હતી અને કલ્પના પણ ન હતી. બ્રહ્માએ માણસને ફક્ત એટલું કહ્યું કે તમે પરસ્પર પ્રેમથી રહો અને મજા કરો.
‘ગદ્યસ્ર્જ્ઞ્ક્રક્રઃ ત્પક્રઃ ગઢ્ઢઝ્રૅક્ર ળ્થ્ક્રશ્વક્રન ત્પક્રબ્ભઃ ત્ન
ત્ત્ઌશ્વઌ ત્ગબ્ષ્ઠસ્ર્ર્િૠક્રશ્વ ક્રશ્વશ્ચબ્જીઅઝ્રઙ્ગેંક્રૠક્રમળ્ઙ્ગેૅં ત્નત્ન
ટક્રટ્ટભક્ર : ૩-૧૦
ભાગ્યવિધાતાએ કોઈના ભાગ્યમાં દુઃખ નહોતું રચ્યું, પરંતુ કર્મનો અધિકાર ધરાવતો માણસ તેનાં કર્મોથી જ્યારે વિવિધ પાપ કરવા લાગ્યો ત્યારે કર્મોની વ્યવસ્થાને સાચવવા ઈશ્વરને જ દુઃખની રચના કરવી પડી.
આપણા કાયદાઓ પણ કંઈક આવું જ કરે છે. આપણી સંસદે બંધારણથી નાગરિકને હ્લેહઙ્ઘટ્ઠદ્બીહંટ્ઠઙ્મ ઇૈખ્તરંજ અંતર્ગત વાણીસ્વાતંત્ર્ય, ધર્મસ્વાતંત્ર્ય વગેરે અધિકારો આપેલા છે. પાછા તે જ અધિકારોને કાયદાથી બાંધીને દંડ ડઢઅને સજાની જોગવાઈ પણ કરવી પડી છે કર્મની વ્યવસ્થા ખાતર આમ કર્યા વગર કોઈ છૂટકો નથી.
લંડનમાં પ્રવચન આપતી વેળાએ સ્વામી રામતીર્થને કોઈએ પૂછ્યું : “જ્યારે માણસ પાપ કરે છે, સમાજમાં અંધાધૂંધી અને આક્રંદ ફેલાવે છે ત્યારે ઈશ્વર શું કરે છે ? તે કોઈને અટકાવતો કેમ નથી ?” રામતીર્થે ટૂંકો જવાબ આપતાં કહ્યું : “ર્ય્ઙ્ઘ ૈજ હ્વેજઅ ર્ં ષ્ઠિીટ્ઠીં રીઙ્મઙ્મ ર્કિ ંર્રજી ર્ીઙ્મી ટ્ઠં ંરટ્ઠં ૈંદ્બી.” (ત્યારે ઈશ્વર તેવા લોકો માટે નર્ક બનાવવામાં બિઝી હોય છે.)
સ્વામી રામતીર્થનો જવાબ ખૂબ જ માર્મિક છે. ભગવાને માણસને કર્માધિકાર આપ્યો છે, ફલાધિકાર નથી આપ્યો. કર્મ જેને જે કરવું હોય તે કરે. ઈશ્વર તે કર્મનું ફળ આપનારો છે. એક તરફ માણસ કર્મ કરે છે, બીજી તરફ ઈશ્વર તેના ફળનું નિર્માણ શરૂ કરે છે. શ્રીકૃષ્ણ પોતાનો મત આપતાં કહે છે :
‘સ્ર્શ્વ સ્ર્બક્ર ૠક્રક્રૠક્રૅ ત્ઙ્મર્ભિંશ્વ ભક્રધ્જીભબહ્મ ઼ક્રપક્રૠસ્ર્દ્યૠક્રૅ ત્ન
ૠક્રૠક્ર અૠક્રષ્ટૠક્રક્રઌળ્ભષ્ટર્ભિંશ્વ ૠક્રઌળ્ષ્ઠસ્ર્ક્રઃ ક્રબષ્ટ ગષ્ટઽક્રઃ ત્નત્ન
ટક્રટ્ટભક્ર : ૪-૧૧
અર્થાત્ જે મને જેવી રીતે ભજે છે તેને હું તેવી જ રીતે ભજું છું. બીજા શબ્દોમાં કહીએ તો જે જેવું કર્મ કરે છે, તેને તેવું જ ફળ મળે છે. વળી હું બ્રહ્મરૂપે સર્વત્ર રહેલો હોવાથી મનુષ્ય જે કાંઈ કરે છે તે મારાથી પર નથી. તેથી જે-તે ઈશ્વરને જેવી રીતે ભજે છે તે ઈશ્વર પણ તેને તેવી જ રીતે ભજે છે.
શ્રીકૃષ્ણના મત ઉપર ધ્યાન આપતાં સ્પષ્ટ સમજાય છે કે ઈશ્વર ભાગ્યવિધાતા હોવા છતાં તેને ભાગ્યનો કર્તા કહી શકાય તેમ નથી, કારણ કે તે જે ભાગ્ય બનાવે છે તે ‘સ્ર્શ્વ સ્ર્બક્ર ૠક્રક્રૠક્રૅ ત્ઙ્મર્ભિંશ્વ’ એટલે કે કર્તાનાં કર્મોને આધીન છે. જે જેવું કરે છે તેને તેવું જ ફળ આપવાની ઈશ્વરની દૃઢ પ્રતિજ્ઞા છે. જ્યારે ઈશ્વર કર્મ-આધારિત ફળ આપતો હોય ત્યારે તે ભાગ્યનો કર્તા હોવા છતાં ભાગ્યનો કર્તા નથી.
જેમ એક ન્યાયાધીશ કાયદા મુજબનો ન્યાય કરે છે અને કોઈને સજા તો કોઈને નિર્દોષ છોડી મૂકે છે, તેથી ન્યાયાધીશને તે સજાના હુકમનો કે નિર્દોષ છોડી મૂકવાના હુકમનો કર્તા કહી શકાય તેમ નથી, કારણ કે તેણે જે કાંઈ કર્યું છે તે કાયદાએ સૂચવ્યા મુજબનું છે, તેમ ઈશ્વરને ભાગ્યનો કર્તા ઠરાવી શકાય તેમ નથી, કારણ કે તે પણ પ્રકૃતિએ રચેલા કાયદાનું પાલન કરાવનારો ન્યાયાધીશ છે. તુલસીદાસજી પણ એવો જ મત વ્યક્ત કરે છે :
‘ઙ્ગેંૠક્રષ્ટત્મક્રઌ બ્ઈ ઙ્ગેંથ્ટ્ટ થ્ક્રક્ર, પક્રશ્વ પગ ઙ્ગેંથ્શ્નષ્ટ ગક્રશ્વ ભગ દ્મેંૐ નક્રક્ર ત્ન’
ભળ્ૐગટ્ટઙ્ગેંઢ્ઢભ થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ
ઈશ્વર ઉપર બેસીને પક્ષપાતપૂર્વક કોઈને સુખ અને કોઈને દુઃખ આપતો હોય કે કોઈને ગરીબ અને કોઈને અમીર બનાવતો હોય તેમ નથી, પરંતુ વ્યક્તિએ પોતે કરેલાં કર્મો જ તેના ભાગ્યનું નિર્માણ કરે છે. બુદ્ધ કહેતા કે પુરુષાર્થ જ પ્રારબ્ધનું નિર્માણ કરે છે. શ્રીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો -
‘ઌક્રઘ્ડ્ડક્રશ્વ ઙ્ગેંજીસ્ર્બ્નભૅ ક્રૠક્રૅ ઌ નહ્મ ગળ્ઙ્ગેંઢ્ઢભધ્ બ઼્ક્રળ્ઃ ત્ન
ત્ત્જ્ઞ્ક્રક્રઌશ્વઌક્રઢ્ઢભૠક્રૅ જ્ઞ્ક્રક્રઌધ્ ભશ્વઌ ૠક્રળ્જબ્ર્ભિં પર્ભિંઃ ત્નત્ન
ટક્રટ્ટભક્ર : ૫-૧૫
આ જ હકીકત તુલસીદાસજી કહે છે :
ઙ્ગેંક્રદ્યળ્ ઌ ઙ્ગેંક્રશ્વશ્નષ્ટ ગળ્ ઘ્ળ્ઃ ઙ્ગેંથ્ ઘ્ક્રભક્ર,
બ્ઌપઙ્ગેંઢ્ઢભ ઙ્ગેંૠક્રષ્ટ ઼ક્રક્રશ્વટક્ર ગખ્ક્ર ઼ક્રત્ક્રભક્ર ત્નત્ન
થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ
અર્થાત્ કોઈ કોઈને સુખ આપનાર કે દુઃખ આપનાર નથી, પરંતુ અહીં તો સહુ પોતપોતાનાં કર્માનુસાર જ સુખ-દુઃખના ભોગી બને છે. ‘હિતોપદેશ’નો બ્રાહ્મણ પણ કંઈક આવાં જ વચનો કહે છે :
સ્ર્બક્રૠક્રઢ્ઢબ્અદ્ય્ભ્ભઃ ઙ્ગેંભક્રષ્ટ ઙ્ગેંળ્સ્ભશ્વ સ્ર્બ્ઘ્હૃન્બ્ભ ત્ન
ષ્ૠક્રક્રઅૠક્રઙ્ગેંઢ્ઢભધ્ ઙ્ગેંૠક્રષ્ટ ૠક્રક્રઌઃ ત્બ્ભઙ્મભશ્વ ત્નત્ન
અર્થાત્ જેમ કુંભાર માટીના ઘડાને તેની ઇચ્છાનુસાર વિવિધ રૂપો આપે છે. તેવી રીતે પોતાનાં કર્મો અનુસાર જ માનવ પોતાને ઘાટ ઘડે છે.
તેનો અર્થ એ થયો કે ભાગ્ય પણ કર્મોનું જ રૂપ છે. એવું કર્મ કે જે કાળના ગર્ભમાં જમા થાય છે અને પરિપક્વ થતાં તેનું ફળ આપે છે. કોઈ વૃક્ષ વાવતાંની સાથે જ ફળ નથી આપી દેતું, પરંતુ ફળ આપતાં સમય લાગે છે. કર્મોને ફળનું રૂપ આપવામાં સમય લાગે છે, ટાઈમ કન્ઝમ્પશન થાય છે. પ્રકૃતિની આ પ્રક્રિયા જ ભાગ્યનું નિર્માણ કરે છે.
કોઈ વ્યક્તિ આજે બૅન્કમાં પૈસા જમા કરાવે અને આજે ને આજે ઉપાડી લે તો કોઈ વિશેષ ફળ નથી મળતું. જે હતા તે જ પૈસા બૅન્ક પાછા આપે છે, તેમ જ કોઈ નિશ્ચિત અવધિ વગર ગમે ત્યારે પૈસા મૂકો અને ઉપાડો તેવા કરન્ટ એકાઉન્ટ માટે પણ કોઈ વ્યાજ નથી મળતું, પરંતુ લાંબા સમય માટેની ટર્મ ડિપોઝીટ ઉપર બૅન્કો વધુ વ્યાજ આપે છે, કારણ કે લોંગ ટર્મ ડિપોઝિટ માટે બૅન્ક તેની પરિપક્વતા નક્કી કરી શકે છે અને તે પરિપક્વતા અનુસાર પાકતી મુદતે વિશેષ લાભ મળે છે.
તેવી રીતે કાળના ગર્ભમાં જમા થયેલાં કર્મો પરિપક્વ થઈને એક ફળ તૈયાર કરે છે, જે સામાન્ય કરતાં વિશેષ હોય છે. સામાન્યતઃ જે વૃક્ષોમાં જલદી ફળ આવે છે તેના કરતાં વધુ સમયે ફળ આપનારાં વૃક્ષો વિશેષ હોય છે. આંબો ૮ થી ૧૦ વર્ષે ફળ આપે છે. આંબાનાં ફળ જેવાં મીઠાં ફળ જોઈતાં હોય તો તાત્કાલિક નથી મળતાં, મહેનત અને સમયનો ભોગ આપવો પડે છે.
જેણે લાંબા સમયની મહેનત કરી છે અને સારાં કર્મો કર્યાં છે તેનાં તે કર્મો જ જમા થઈને સારા ભાગ્યનું નિર્માણ કરે છે, તેવી જ રીતે લાંબા ગાળાનાં કુપથ્યો અને પાપકર્મો જમા થઈને નબળા ભાગ્યનું નિર્માણ કરે છે. કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતું, પછી તે સારું હોય કે ખરાબ હોય, પણ કર્મ ફળ આપીને જ શાંત થાય છે તેમ આપણાં પુરાણો કહે છે.
એક દર્દીએ ડૉક્ટરને ફરિયાદ કરતાં કહ્યું : “ડૉક્ટર સાહેબ ! હું છેલ્લા ત્રણ મહિનાથી તમારી દવા લઉં છું અને મનેે આવતી ઉધરસમાં સારું નથી થતું, જ્યારે મારી પત્નીને તમે ઉધરસની દવા આપતાં એક અઠવાડિયામાં જ સંપૂર્ણપણે મટી ગઈ છે. આવું કેમ ?” ત્યારે ડૉક્ટરે કહ્યું : “તમારી ઉધરસ વર્ષો-જૂની થઈ ચૂકી છે. તમે લાંબા સમય સુધી જે કુપથ્યોનું આચરણ કર્યું છે તે કારણે તમારી ઉધરસ સંપૂર્ણપણે મટતાં લાંબો સમય થશે, જ્યારે તમારી પત્નીને જે ઉધરસ હતી તે ટૂંકા સમયના કુપથ્યથી થઈ હતી, તેથી તે ટૂંકા ગાળામાં મટી ગઈ છે.”
કર્મ ફળ આપીને જ શાંત થાય તે સિદ્ધાંત આપણા વ્યવહારમાં અને કાયદામાં વ્યક્તિ મરી જાય એટલે પૂરો થઈ જાય. મરેલી વ્યક્તિઓ સામેની કાયદાની તમામ કાર્યવાહીઓનો આપોઆપ અંત આવે, પરંતુ કુદરતના કાયદામાં તેવો અંત નથી. કુદરતનો કાયદો તો મર્યા પછી પણ લાગુ પડે છે. કરેલાં કર્મોનું પોટલું જન્મોજન્મ ઊંચકવું પડે છે. મૃત્યુને કર્મનો હિસાબ બરાબર કરવાનો હક્ક નથી.
‘ગીતા’ના ઉપદેશ-સમયે અર્જુને પણ એક પ્રશ્ન કર્યો હતો. ‘ભગવદ્ગીતા’માં છઠ્ઠા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન ઉઠાવે છે કે જે વ્યક્તિ સારાં કર્મો કરે, પણ કોઈ કારણે જો તે માર્ગભ્રષ્ટ થાય તો કરેલાં સારાં કર્મોનું શું થાય ? તેમ જ સારાં કર્મો કરનારા અને ખરાબ કર્મો કરનારા બધા જ એક ને એક દિવસ મૃત્યુ તો પામવાના જ છે. શું મૃત્યુ સારા- નરસાનો હિસાબ બરાબર કરી નાખવા શક્તિમાન છે ? અર્જુનના પ્રશ્નનો જવાબ આપતાં કૃષ્ણ જણાવે છે :
ઌ બ્દ્ય ઙ્ગેંદસ્ર્ક્રદ્ય્ક્રઙ્ગેંઢ્ઢભૅ ઙ્ગેંબ્ભૅ ઘ્ળ્ટક્રષ્ટબ્ભૠક્રૅ ભક્રભ ટક્રહૃન્બ્ભ ત્ન
અર્થાત્ જે વ્યક્તિએ સારાં કર્મ કર્યાં છે તે કર્મો ફળ આપ્યા વગર શાંત નથી જ થતાં. પુણ્યકાર્ય કરનારી વ્યક્તિ તે પુણ્યરૂપ કર્મોનાં ફળ અવશ્ય ભોગવે જ છે. મૃત્યુ ફક્ત શરીરનું થાય છે. મન અને બુદ્ધિને કોઈએ મરતાં નથી જોયાં. જેણે પોતાનાં મન-બુદ્ધિને જેવા સંસ્કારો આપ્યા છે તે સંસ્કારો બીજા જન્મમાં પણ સાથે રહે છે. વ્યક્તિનાં જન્મ-જન્માંતરનાં કોઈ સાચાં સાથી હોય તો તેનાં કર્મો જ છે, અન્ય કોઈ નહીં. ‘ભગવદ્ગીતા’ના પંદરમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે : ‘ટક્રઢ્ઢબ્દ્યઅશ્વભક્રબ્ઌ ગધ્સ્ર્ક્રબ્ભ ક્રસ્ર્ળ્ટક્રષ્ટમક્રબ્ઌ ક્રઽક્રસ્ર્ક્રભૅ ત્ન’ અર્થાત્ જેમ વાયુ જેવી ગંધના સંપર્કમાં આવે તેવી ગંધને લઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, તે રીતે જુવાત્મા તેનાં કર્મોને લઈને એકથી બીજી યોનિમાં જાય છે. જેમ ગર્ભ પરિપક્વ થયા પછી જ પ્રસવ થાય છે, તેમ પ્રકૃતિના ગર્ભમાં કર્મ પરિપક્વ થયા પછી ફળ આપે છે. ક્યારેક આ જન્મે તો ક્યારેક બીજા જાન્મે, પણ જે ઘટે છે તે કર્મો થકી જ ઘટે છે.
વરસાદના ટીપેટીપે જમા થયેલા જળથી જે સરોવર ભરાય છે. જે ક્ષમતા સરોવરની છે તે વરસાદના પાણીમાં નથી, પરંતુ વરસાદના ટીપેટીપાની અવગણના કરીને કોઈ સરોવર નિર્મિત નથી થતું. વરસાદના બુંદ-બુંદને જેણે પોતાના ઉદરમાં સમાવવાનો સહારો આપ્યો છે તે જ સરોવર બની શકે છે.
મ્યુનિસિપાલિટીની લાઈટના અજવાળે વાંચીને પોતાની સ્કૂલ-ફી ભરવા માટે દિવસે રામેશ્વરમની સડકો ઉપર છાપાં વેચનારો યુવાન તેના કઠોર પરિશ્રમરૂપી કર્મના ફળરૂપે આ દેશનો મહાન સાયન્ટિસ્ટ અને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ બની શકે છે.
ખભા ઉપર ઢએક બગલથેલો લઈને ૩૦-૩૫ વર્ષ સુધી આર.એસ.એસ.ના કાર્યકરરૂપે એક ઉચ્ચ ચિંતન-મનન સાથે પરિભ્રમણ કરનારો એક સામાન્ય કાર્યકર કે જેના રોટલા અને ઓટલાનું પણ નિશ્ચિત ઠેકાણું ન હતું તે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની શકે છે.
મહુવાના તલગાજરડા ગામથી ચાલીને મહુવા નિશાળે જતો એક નિમ્બાર્ક સાધુનો બાળક તેના દાદાએ શિખવાડેલી ‘રામચરિતમાનસ’ની પાંચ-પાંચ ચોપાઈઓ કંઠસ્થ કરીને વિશ્વવિખ્યાત કથાકાર મોરારિબાપુ બની શકે છે.
પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરનારો નોકર ધીરુભાઈ અંબાણી તેના કઠોર પરિશ્રમથી રિલાયન્સ જેવી મોટી પેટ્રોકેમિકલ્સ કંપનીનો માલિક બની શકે છે, તો મહારાષ્ટ્રના જલગાંવ ડિસ્ટ્રિક્ટના એક ગામડામાં ધંધો ચલાવનાર મુસ્લિમનો દીકરો અઝીમ પ્રેમજી ભારતની મોટી ગણાતી કંપનીઓ પૈકીની એક એવી ‘વિપ્રો’ કંપનીનો માલિક થઈ શકે છે.
એક સામાન્ય ખેડૂતનો દીકરો અને બી.એસસી. (કૅમેસ્ટ્રી) થયેલો યુવક જે જાતે વૉશિંગ પાઉડર બનાવીને અમદાવાદની ગલીગલીમાં સાઇકલસવાર ફેરિયો બનીને વેચાણ કરતો હતો તે નિરમા વૉશિંગ પાઉડર કંપનીનો માલિક કરશનભાઈ પટેલ થઈ શકે. કોઈ હેન્રી ફોર્ડ, રોકફેલર, અબ્રાહમ લિંકન કે કોઈ બિલ ગેટ્સ જેવા સેંકડો લોકોની કર્મગાથાઓ બતાવે છે કે કર્મોની યથાયોગ્ય પૂજા કરનાર જ સારા ભવિષ્યનું નિર્માણ કરે છે.
કોઈ આ જન્મમાં જ ફળ મેળવતા દેખાય છે, તો કોઈ બીજા જન્મે ફળ મેળવે છે. આખર કર્મો જ જમા થઈને ભાગ્યરૂપ બને છે. માણસ આજે જે છે, કાલે જે હતો અને આવતી કાલે જેવો હશે તે તેના કર્મનું જ એક રૂપ છે. શ્રીકૃષ્ણ તો ત્યાં સુધી કહે છે.
ભજીૠક્રક્રભૅ ગૠક્રઠ્ઠપસ્ર્શ્વભૅ ઙ્ગેંૠક્રષ્ટ જી઼ક્રક્રજીબ જીઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢભૅ ત્ન
ત્ત્ટપગક્ર સ્ર્શ્વઌ ભશ્વષ્ટભ ભઘ્શ્વક્રજીસ્ર્ બ્દ્ય ઘ્શ્વભૠક્રૅ ત્નત્ન
ઊંક્રટ્ટૠક્રઘ્ૅ ઼ક્રક્રટક્રભ
અર્થાત્ માણસે તેનાં કર્મો જ યથાયોગ્ય કરવાં જોઈએ, કારણ કે મનુષ્યનું ભાગ્ય પણ તેનાં કર્મોને જ અનુસરે છે.
***