કર્મનો કાયદો ભાગ - 4 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 4

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

પ્રતિક્ષણ સર્જન પ્રતિક્ષણ વિસર્જન

સ્ટીફન હોકિંગ્સની બિગ બૅંગ થિઅરીમાં બિગ બૅંગ એક જ વખત થયો છે, પણ ભારતના ઋષિઓનું દર્શન કહે છે કે પ્રત્યેક ક્ષણે નવો બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. બધાં પદાર્થો, પ્રાણીઓ, મનુષ્યો, ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને નિહારિકાઓ વગેરેનો નિત્ય-નૂતન બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. જેથી પ્રત્યેક ક્ષણ એક નવું સર્જન છે અને પ્રત્યેક ક્ષણ એક નવું વિસર્જન.

પહેલાંના વિજ્ઞાનની એ ધારણા હતી કે બ્રહ્માંડ એક સ્ફોટ સાથે એક વખત ઉત્પન્ન થઈ ગયું અને પછી તે તેની સીમાઓમાં સ્થિર છે, પરંતુ હવેનું વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડ એક એકસ્પાન્ડિંગ યુનિવર્સ, એટલે કે પ્રતિક્ષણ વિકસતું બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને નિહારિકાઓ નિત્ય-નૂતન ઉત્પન્ન થતાં રહે છે અને તેનો ગતિપૂર્વક વિકાસ થઈ રહ્યો છે. આજનું બ્રહ્માંડ પણ ક્ષણે-ક્ષણે વિકસી રહ્યું છે. આ હકીકત ભારતે વર્ષો પહેલાં કહેતાં દુનિયાને ‘જગત’ તરીકે ઓળખવી છે. જગત એટલે જે સતત ગતિ કરી રહ્યું છે તે.

આપણી ગૅલેક્સી કે જેમાં આપણા સૂર્યમંડળ સહિત ચાર અબજ તારાઓ હોવાનું અનુમાન છે તેનો વ્યાસ (ઙ્ઘૈટ્ઠદ્બીિંી) ચાર લાખ પ્રકાશવર્ષનો છે. વિજ્ઞાનના એક અંદાજ પ્રમાણે આપણું મંદાકિની વિશ્વ (ગૅલેક્સી) સેકન્ડના તેર માઇલની ઝડપે ગતિ કરી રહેલ છે. પ્રકાશ કે જે એક સેકન્ડના ૧,૮૬,૦૦૦/- કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તે પ્રકાશને પણ આપણા મંદાકિની વિશ્વમાં એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે ચાર લાખ પ્રકાશવર્ષની જરૂર છે.

વળી વિજ્ઞાન એમ પણ કહે છે કે બ્રહ્માંડમાં આવી દસ કરોડથી વધારે ગૅલેક્સી છે, જે પ્રતિ સેકન્ડે ૧૦૦ માઇલની ઝડપે ગતિ સાથે પરિભ્રમણ કરતી એકબીજાથી દૂર જઈ રહી છે, જેમાં નવા ગ્રહો અને નવી નિહારિકાઓ ઉત્પન્ન અને વિસર્જિત થતાં રહે છે. બ્રહ્માંડમાં પ્રતિક્ષણ સર્જન અને વિસર્જન ચાલી રહ્યું છે. કોઈ ખરતા તારાનું વિસર્જન છે, તો સાથે જ કોઈ નવાનું સર્જન પણ છે.

યુગોયુગોથી લાખો વિદ્વાનો આ બ્રહ્માંડના કર્મરહસ્યને ઉકેલવાના પ્રયાસોમાં લાગ્યા છે, પણ કર્મની ગાથાનો અંત કોઈએ જાણ્યો કે જોયો નથી. ઊલટું કર્મોની નવી-નવી શાખાઓ અને દિશાઓએ કર્મમાર્ગનાં નવાં રહસ્યોનાં દ્વાર ખોલ્યાં છે. વિજ્ઞાન રોજબરોજ નવાનવા ગ્રહો અને તારાઓની શોધ કરી રહ્યું છે. આજના ભૌતિકવિજ્ઞાનના એક અનુમાન મુજબ બ્રહ્માંડમાં અંદાજે પંદર હજાર પૃથ્વી જેવા ગ્રહો છે, જ્યાં જીવન સંભવિત છે : તેથી જ તો મંગળ અને શનિ સુધી અંતરીક્ષયાન મોકલીને અરબો રૂપિયા ખર્ચવામાં આવે છે. નવા ગ્રહો, નવા તારાઓ, નવાં સૂર્યમંડળો, નવી નિહારિકાઓ, નવી પૃથ્વીઓ, નવાં જીવનો અને નવાં બ્રહ્માંડોની ચર્ચા તો અર્વાચીન વિજ્ઞાનનો પણ વિષય છે, ત્યારે કર્મની આ ગાથાના અંત માટે કોઈ શું કહી શકે ?

સિતારોં કે આગે જહાં ઔર ભી હૈં

અભી ઇશ્ક કે ઇન્તહાં ઔર ભી હૈં

કનાત ન કર આલમે રંગ ઔર બૂ પર

ચમન ઔર ભી હૈં આશિયાં ઔર ભી હૈં

અગર ખો ગયા એક નશે મન તો ક્યા ગમ હૈ ?

મકામાતે આહ ઔર ફુગા ઔર ભી હૈ

તહી જિંદગી સે કહી યે ફિઝાયેં

યહાં સેંકડોં કારવાં ઔર ભી હૈં

તૂ શાહિન હૈ પરવાઝ હૈ કામ તેરા

તેરે સામને આસમાં ઔર ભી હૈં

ઈસી રોઝ ઔ શબ મેં ઉલઝ કર ન રહ જા

તેરે જહાં ઔર મુકામ ઔર ભી હૈં.

સૃષ્ટિનાં આ કર્મોનો કોઈ અંત નથી. કર્મોની નવી-નવી શાખાઓ અને દિશાઓ પણ પ્રતિક્ષણ વિકસી રહી છે. જે જૂની વસ્તુઓ છે તે પણ વિવિધતાના રંગોમાં રંગાઈને નિત્ય-નૂતન બનતી રહે છે. એક જ પ્રકૃતિ અહીં હજારો રંગથી લહેરાતી જોવા મળે છે.

એક હી ઉમ્મીદ કહીં રંગ સે લહરાઈ હૈ,

દિલ મેં આઈ હૈ તો દુનિયામેં બહાર આઈ હૈ.

હજારો વર્ષથી સ્ત્રીઓ જે સાડી પહેરતી આવી છે તે પણ જૂની નથી થઈ, કારણ કે તેમાં રોજબરોજ હજારો નવી પૅટર્ન, નવી ડિઝાઈન અને નવી સ્ટાઈલનો ઉમેરો થાય છે.

કોઈ પણ વસ્તુ લઈ લો, તે વસ્તુના વિકાસની સીમાઓ પણ અનંત છે. ઉપનિષદો કહે છે : ‘ત્ત્ઌધ્ભૠક્રહ્મૠક્રઌક્રશ્વર્ભિંક્રધ્ બ્ઈશ્વઘ્શ્વક્રઃ ત્ત્ઌધ્ભૠક્રૅ ત્ન’ અર્થાત્‌ મન અનંત છે, તેને રચનારી શક્તિ અનંત છે, તેનો અધિષ્ઠાતા વિશ્વદેવ અનંત છે.

રોટી, કપડાં અને મકાન માણસની મુખ્ય જરૂરિયાતના વિષયો ગણાય છે, પણ રોટી કે ખાવાની પણ કેટલી વેરાઈટીઓ ! એક હિસાબે આજની દુનિયામાં અંદાજે દસ લાખથી વધારે ફૂડ રેસિપીઝ ઉપલબ્ધ છે. વળી તે દસ લાખ જ રહેશે તેવું પણ નથી. આવતા દિવસોમાં તે અગિયાર લાખ પણ થઈ શકે. કપડાં પણ લાખો જાતનાં. મકાનો પણ લાખો ડિઝાઈનનાં. કોઈ કર્મ અંત પામતું હોય તેવું સ્વીકારી શકાય તેમ નથી.

જો સરકાર કોઈ કાયદો બનાવીને કહી દે કે તમારાં કપડાંનો રંગ, કાપડ અને ડિઝાઈનનો હવે અંત આવી ગયો છે. લોકોએ એક જ પ્રકારનાં કપડાં પહેરવાનાં છે. તો એ દિવસથી કાપડના વેપારીઓ, ડિઝાઈનરો અને દરજીના ધંધાના વિકાસની ગતિ અવરુદ્ધ થઈ જશે. કર્મમાર્ગ નિત્ય-નૂતન અને રહસ્યોથી ભરેલો છે અને તેનાથી જ આ દુનિયા રંગરંગીલી સુંદર છે, અન્યથા માણસ ક્યારનો ઉબાઈ ચૂક્યો હોત.

એક અંગ્રેજ લેખકે બહુ સરસ લખ્યું છે : “છ દ્બટ્ઠહ ષ્ઠટ્ઠહર્હં જીં ટ્ઠખ્તટ્ઠૈહ ૈહ ંરી જટ્ઠદ્બી િૈદૃીિ.” અર્થાત્‌ કોઈ એક માણસ એક જ નદીમાં બીજી વાર નથી ઊતરી શકતો, કારણ કે નદીના વહેતા પ્રવાહમાં પાણી બદલાઈ ચૂક્યું હોય છે. ન તે પાણી છે, ન તે હવા અને ન તે સમય.

ખરેખર તો એકના એક માણસને પણ બીજી વાર મળવું શક્ય નથી. આજે જે માણસને મળ્યા એ જ માણસને કાલે મળી ન શકાય, કારણ કે ત્યાં સુધીમાં તેની એક દિવસની ઉંમર વધી ગઈ હોય છે. તેના વિચારો, તેનો મૂડ, તેની અવસ્થા - બધું જ તો બદલાઈ જાય છે. ્‌રૈજ ૈજ ટ્ઠહ ીટટ્ઠહઙ્ઘૈહખ્ત ટ્ઠહઙ્ઘ ષ્ઠરટ્ઠહખ્તૈહખ્ત ેહૈદૃીજિી.

એક ગુજ્જુને પાંચ લાખની લૉટરી લાગી. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેણે બીજા દિવસે પાર્ટી રાખી દીધી. પત્નીને કહ્યું : “લે, આ ચાર લાખ ને નેવું હજાર. સાચવીને તિજોરીમાં મૂકી દે. દસ હજાર મિત્રોને પાર્ટી આપવા કાઢ્યા છે. બાકી હવે આપણે તો ‘અચ્છે દિન’ આ ગયે.”

બીજા દિવસે સાંજે આપેલ ટાઈમ મુજબ મિત્રો ગુજ્જુના ઘરે પહોંચ્યા, પણ ગુજ્જુ બિચારો નિરાશ વદને, પાર્ટીની કોઈ તૈયારી વગર ગુમસૂમ બેઠો હતો. મિત્રોએ પૂછ્યું : “ગુજ્જુ ! શું થયું ? પાર્ટી જેવું કેમ નથી દેખાતું ?”

બિચારા ગુજ્જુએ કહ્યું : “શું કહું ? પૈસા પત્નીને તિજોરીમાં મૂકવા આપ્યા હતા. પણ પત્ની જ વહેલી સવારે પૈસા લઈને પાડોશી જોડે ભાગી ગઈ. પાર્ટી માટે દસ હજાર કાઢ્યા હતા તે દસ હજાર સવાર પડતાંની સાથે શૉપિંગ મૉલવાળો બિલ પેટે લઈ ગયો. શૉપિંગ કરીને મૉલવાળાને પણ કહેતી ગઈ કે તમારા ભાઈને ફાલતુ ખર્ચની બહુ જ ટેવ છે. હાલ પૈસા આવ્યા છે, એટલે સવાર પડતાં જ લઈ જજો, નહીંતર તમારા ભાઈ ઉડાડી નાખશે, તો તમને તેજીનું ચિત્ર બદલાઈ જશે.”

સતત બદલતી દુનિયામાં ન કોઈને ફરી વાર એકનો એક માણસ મળે છે, ન એકનો એક સમય અને ન તે સમયનો માહોલ, કારણ કે અહીં પ્રત્યેક ક્ષણ એક સર્જન છે અને પ્રત્યેક ક્ષણ વિસર્જન.

***