કર્મનો કાયદો - 7 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો - 7

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

‘ગહના કર્મણો ગતિઃ’

કર્મ અને તેના ઉદ્‌ભવ સંબંધે સત્યની શોધમાં ગયેલા સત્યદ્રષ્ટાની નજરથી તો કર્મની ગહન ગતિ તરફ મીટ માંડી શકાય છે. અપાર અને અસીમ સૃષ્ટિમાં કર્મોની ગહનતાનો આભાસ કોઈ વિરલ બુદ્ધિમાન પુરુષો જ કરે છે. જ્યાં સુધી જીવન અજ્ઞાનતાના આવરણથી ઘેરાયેલું છે ત્યાં સુધી તો કર્મની ગહન ગતિનો આભાસ પણ થતો નથી.

આંખ બરાબર જોવાનું કામ કરે છે ત્યાં સુધી આંખની ગહનતાનો વ્યક્તિને કોઈ પરિચય નથી. આંખમાં કેટલા સ્નાયુઓ છે, નેત્રપટલ શું કામ કરે છે, કઈ શક્તિથી આંખ જોવાનું કાર્ય કરે છે, કઈ શક્તિથી તે રંગ પારખે છે એ હકીકતોની તો ત્યારે ખબર પડે છે જ્યારે ખરાબ થયેલી આંખ લઈને ડૉક્ટર પાસે બતાવવા જવું પડે છે, ત્યારે આંખનાં કર્મોની ગહનતાનો પરિચય થાય છે.

હૃદય બરાબર કામ કરે છે અને નિયમિત ધડકે છે ત્યાં સુધી હૃદયના હોવાની પણ ખબર નથી પડતી. કોઈ બાળકને પૂછીએ કે હૃદય ક્યાં છે ? તો બાળક જવાબ નથી આપી શકતું, પરંતુ એ જ હૃદય જ્યારે અનિયમિત ધડકતું થાય અને કોઈ ડૉક્ટરને બતાવતાં તે કહે કે તમારી કોઈ વેઈન બ્લૉક થયેલી છે, ત્યારે હૃદયની ગહનતાનો પરિચય થાય છે.

માણસનું સમગ્ર શરીર એક જટિલ રચના છે, જેમાં હજારો નાડીઓ, લાખો જ્ઞાનતંતુઓ, કરોડો કોષો, હાડકાં અને કૂર્ચાઓ, ધાતુઓ, આશયો, ગ્રંથિઓ વગેરેની એક જટિલ મશીનરી કામ કરી રહી છે. જ્યાં સુધી તે બરાબર કામ કરે છે ત્યાં સુધી તો તેની જટિલતાનો કોઈ ખ્યાલ માણસને નથી આવતો, પણ એ જ શરીરની કોઈ વસ્તુ બગડે અને તેના સત્યને શોધવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેની ગહનતાનો સાચો આભાસ થાય છે.

અજ્ઞાનના આવરણની વચ્ચે જેની દૃષ્ટિ કુંઠિત થયેલી છે તેવા લોકોને કર્મની ગહનતાનો કોઈ બોધ નથી હોતો. તેમ જ જેઓ મૂર્ખ, આળસુ અને મિથ્યા કલ્પનાઓમાં રાચવાવાળાઓ છે તેઓ તો વગર પ્રયાસે, વગર જોયે-જાણ્યે જ કર્મની ગહન ગતિની વાતો કરતા દેખાય છે, તેમની વાતો પણ અર્થહીન હોય છે, કારણ કે છીછરા અને ઉપરછલ્લા પ્રયાસોમાં કોઈ ગહનતા કેમ હોઈ શકે ? અસલી ગહનતાનો આભાસ તો તેવા લોકો કરે છે, જેઓ બોધપૂર્વક કર્મની ગહનતાને જાણવાનો પ્રયાસ કરે છે.

શરીર દરેક વ્યક્તિની પાસે છે, પણ તે શરીરની ગહનતાથી દરેક વ્યક્તિ પરિચિત નથી. પરિચિત તો કોઈ ત્યારે થાય છે, જ્યારે વર્ષો સુધી તેની ગહનતાને પામવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયાસો છતાં તેની ગહનતાનો પાર પામી જવાની કોઈની તાકાત નથી, તેમ છતાં જે બોધપૂર્વક પ્રયાસમાં લાગ્યો છે તે કોઈ માર્ગ આપવાનો હક્કદાર બને છે, બીજા નહીં. કોઈ બીમાર બને ત્યારે એવી જ વ્યક્તિ કામમાં આવે છે. જે વર્ષો સુધી બોધપૂર્વક શરીરને જાણીને મેડિકલ-ક્ષેત્રે ભણીગણીને હોશિયાર થઈ હોય, કારણ કે કર્મોની ગહનતાનો પાર પામવાનો એકમાત્ર માર્ગ બોધ છે.

કર્મોના વ્યાવહારિક ઉપયોગમાં જેમ બોધ કર્મની ગહનતાનો પાર પામવાનો માર્ગ છે, તેમ આધ્યાત્મિક માર્ગે પણ બોધ જ કર્મની ગહનતાને પાર કરવાનો એકમાત્ર માર્ગ છે, જે માટે ભારતીય દર્શન કહે છે : ‘ઌક્રર્સ્ર્િં ર્બિંક્ર બ્ઙ્મભશ્વ ત્ન’ જે બોધહીન છે તે ગહનતાનો અનુભવ પણ કેમ કરી શકે ? આખર ગહનતા પણ બોધની નજરે જ દેખાય છે. કૃષ્ણ પણ કર્મોની ગહન ગતિને બોધપૂર્વક જાણવા ઉપર ભાર મૂકે છે.

ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્રશ્વ જબ્ ખ્ક્રક્રશ્વરપ્સ્ર્ધ્ ખ્ક્રક્રશ્વરપ્સ્ર્ધ્ ન બ્ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રઃ ત્ન

ત્ત્ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રઈ ખ્ક્રક્રશ્વરપ્સ્ર્ધ્ ટક્રદ્યઌક્ર ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્રશ્વ ટક્રબ્ભઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૪-૧૭

શ્રી કૃષ્ણ કહે છે : જે વ્યક્તિ બુદ્ધિમાન છે, જે હોશપૂર્વક કર્મની વિવિધ ગતિનો બોધ મેળવવા પ્રયાસ કરે છે, તેવી વ્યક્તિ કર્મની ગહન ગતિનો અનુભવ કરે છે.

જાણનારા વિદ્વાનો કહે છે કે કર્મોની ગતિ અત્યંત ગહન છે. પ્રકૃતિના હાથે બધું સંતુલિત ચાલી રહ્યું છે, તેમ છતાં મૂળ શક્તિ તો પ્રકૃતિના જ હાથમાં છે, તેથી રોજબરોજ નિયમિત અને સંતુલિતપણે ચાલતાં કર્મો પણ ક્યારેક રસ્તો બદલે છે અને તેની સાથે જ જિંદગીનો ઢંગ પણ બદલાય છે.

મૈંને યહાં જિંદગી કો ઢંગ બદલતે દેખા હૈ

જમાને કો ભી અપને અંદાજ બદલતે દેખા હૈ

વો ચલતે થે તો શેર કે ચલને કા હોતા થા ગુમાન

ઉન્હેં પાંવ ઉઠાને કે સહારે કો તરસતે દેખા હૈ.

જિનકી નજરોં કી ચમક દેખ સહમ જાતે થે લોગ

ઉન્હીં આંખોં કો બૂંદ-બૂંદ રોતે હુએ દેખા હૈ

જિન હાથોં કે ઇશારોં સે ટૂટ જાતે થે પથ્થર

ઉન્હીં હાથોં કો પત્તોં કી તરહ કાંપતે હુએ દેખા હૈ.

જિનકી આવાજ સે કભી બિજલી કડકને કા હોતા થા ભરમ

ઉનકે સીલે હોઠોં પે ચુપ્પી કા તાલા લગા દેખા હૈ

યે જવાની વે તાકત યે દોલત તો ખુદા કી દી ઇનાયત હૈ

ઉનકે રહતે ભી ઇન્સાન કો બેજાન હોતે દેખા હૈ.

મંદ-મંદ લહેરો સાથે વહેતો પવન પણ ક્યારેક વંટોળ બનીને વિનાશ સર્જે છે. ઝરમર વરસતા મેહુલા પણ ઘીંગી ધારે વરસીને ધરતી ધમરોળે છે, તો પ્રલય સર્જે છે. ધાત્રી બનીને સહુનું ધારણ-પોષણ કરવાવાળી પૃથ્વી પણ ઘોર ગર્જના સાથેનો ભૂકંપ સર્જે છે. પ્રકૃતિનું એ વિનાશક રૂપ માનવીના મનને ક્ષુબ્ધ કરી નાખે છે.

બાગના છોડવા ઉપર આવેલી કળીઓ ફૂલ બનીને મૂરઝાય તેવો કુદરતી ક્રમ તો સમજણમાં આવી શકે, પણ કળીઓ જ કરમાઈ જાય ત્યારે મનને માઠપ સિવાય કાંઈ સમજણમાં આવતું નથી. ઘરડે-ઘડપણ આવતું મોત તો કુદરતનો નિયમિત ઘટનાક્રમ છે, પણ યુવા વયનાં મોત હૈયાની હામ વિખેરતા વિનાશક તોફાન બરાબર છે.

કોઈ ગરીબના ઝૂંપડામાં ફૂલની કળી જેવાં બાળકો ભૂખ્યાં સૂતાં હોય અને અમીરોનાં મોંઘાં અન્ન એઠવાડરૂપે ગટરમાં ઠલવાતાં જોવા મળે ત્યારે કર્મની દશા વિચિત્ર ભાસે છે.

કોઈ મહેનતનું ફળ મેળવે એ સમજી શકાય, પણ વગર મહેનતે કૌભાંડો સર્જીને લાખો લૂંટનારા મહેલોમાં રાચતા હોય તેવી કર્મની સ્થિતિને સમજવી અઘરી થઈ જાય છે.

જ્યારે ઢોંગી, ધુતારા અને વ્યભિચારમાં રાચનારાઓ સજ્જન-સાધુનું સન્માન મેળવતા નજરે ચડે છે અને સાચા સેવાભાવી સજ્જનોની કોઈ કદર ન થાય ત્યારે કર્મની ગતિનો વિરોધાભાસ પચાવવો અઘરો થઈ પડે છે. કવિ ‘બેફામ’ લખે છે :

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,

જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ છે કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,

તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

અહીં ગરીબ દૂર સુધી ચાલે છે ખાવાનું મેળવવા માટે અને અમીર દૂર સુધી ચાલે છે ખાધેલું પચાવવા.

કોઈની પાસે ખાવા માટે બે ટંકનો રોટલો નથી, તો કોઈની પાસે ખાવા માટે બે ઘડીનો સમય નથી.

કોઈ રોટી માટે પોતાનાંને છોડી દે છે, તો કોઈ પોતાનાં માટે રોટીને છોડી દે છે.

કોઈ લાચાર છે એટલે બીમાર છે, તો કોઈ બીમાર છે એટલે લાચાર છે.

જેની આ દુનિયાને કોઈ જરૂર નથી, જે પૃથ્વીને ભારરૂપ છે તેવા લોકોનાં જીવન લાંબાં અને શંકરાચાર્ય, વિવેકાનંદ, રામાનુજન જેવાનાં જીવન ટૂંકાં.

સમાજનું લોહી પીનારા નરાધમો હૃષ્ટપુષ્ટ અને રામકૃષ્ણ તથા રમણ મહર્ષિ જેવા પરમહંસોને કૅન્સર જેવા મોટા રોગો.

કર્મોના આ ઊટપટાંગ ઢંગમાં કોઈ ચોક્કસ સિદ્ધાંતો કામ કરે છે તેવું જોઈ શકવું સહેલું નથી. જીવનનાં કર્મો ગહન ગતિએ ચાલે છે : ‘ટક્રદ્યઌક્ર ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્રશ્વ ટક્રબ્ભઃ ત્ન

વિરાટ વિશ્વના કર્મપ્રવાહમાં માનવી તો નદીમાં વહેતા કોઈ તણખલા સમાન છે. કર્મની આ અટપટી પ્રચંડ ધારા તેને ક્યારે ક્યાં વહાવે તે તો સદાકાળ એક અગમ્ય રહસ્ય જ છે. માનવી તો આ વિરાટ કર્મોની વિચિત્રતાને વર્ણવવા સિવાય વધારે કાંઈ કરી શકે તેમ નથી.

દુનિયા, ઓ દુનિયા, તેરા જવાબ નહીં,

તેરી જફાઓં કા બસ, કોઈ હિસાબ નહીં.

તેરી જુબાં પે હૈ જિક સિતારોં કા,

તેરે લબોં પે હૈ નામ બહારોં કા,

પર તેરે દામન મેં કાંટે હૈં, સિર્ફ ગુલાબ નહીં.

કર્મની આવી વિચિત્ર ગતિઓ મનને ક્ષુબ્ધ કરી દે તેવી દેખાય છે, તેથી જ કૃષ્ણ કહે છે : વિદ્યાવાન પુરુષોને પણ મોહ પમાડે તેવી ગહન કર્મગતિ વચ્ચે બુદ્ધિની સ્થિરતાને ધારણ કરીને જીવવું એ કોઈ સહેલી વાત નથી.

આવા પ્રસંગોએ તો ‘જૈસી કરની વૈસી ભરની’ અને ‘પક્રશ્વ પગ ઙ્ગેંથ્શ્નષ્ટ ગક્રશ્વ ભગ દ્મેંૐ નક્રક્ર’ની પ્રસિદ્ધ ઉક્તિઓ પણ ખોટી હોય તેવી પ્રતીત થાય છે. ક્યારેક અપરાધ કોઈ કરે અને ફળ કોઈ મેળવે તેવું પણ દેખાય છે.

મા-બાપની ભૂલો તેમનાં બાળકો ભોગવે છે. દેશના નેતાઓનાં પાપ નાગરિકો ભોગવે છે. ભ્રષ્ટ અધિકારીઓની કરણી નિર્દોષ પ્રજા ભોગવે છે. જરૂરી નથી કે જે કર્મ કરે તે જ તેને ભોગવે. રામનો વનવાસ સાંભળીને ભરતે એક જ ઉદ્‌ગાર કર્યો હતો :

ત્ત્ક્રહ્મથ્ ઙ્ગેંથ્શ્વ ત્ત્થ્ક્રમળ્ ઙ્ગેંક્રશ્વશ્ર, ત્ત્ક્રહ્મથ્ ક્ર દ્મેંૐળ્ ઼ક્રક્રશ્વટક્રળ્ ત્ન

ત્ત્બ્ભ બ્ખ્ક્રબ્નશ્ક્ર ઼ક્રટક્રધ્ભ ટક્રબ્ભ, ઙ્ગેંક્રશ્વ પટક્ર પક્રઌશ્વશ્ર પક્રશ્વટક્રળ્ ત્નત્ન

થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ : ત્ત્સ્ર્ક્રશ્વર્સ્ર્ક્રિઙ્ગેંક્રધ્ભ્ : ઘ્ક્રશ્વ. ૭૭

કર્મો કોઈ સિદ્ધાંતને અનુસરતાં હોય તેવું નથી, પણ સિદ્ધાંતોથી પાર જવાની ક્ષમતા પણ ધરાવે છે. સિદ્ધાંતો તો કર્મમય છે. જે કર્મમય હોય, એટલે કે જે કર્મોની અંતર્ગત હોય તે સિદ્ધાંતો કર્મને પોતાનામાં કેમ સમાવી શકે ?

કર્મ બ્રહ્મમાંથી ઉદ્‌ભવ્યાં છે, તેથી બ્રહ્મ કરતાં અધિક નથી, પરંતુ સિદ્ધાંતો અને શાસ્ત્રોથી નથી જન્મેલા. સિદ્ધાંતો અને શાસ્ત્રો તો કર્મથી જન્મેલાં છે. કર્મની ગતિ જાણતા-વિચારતા મામસે સિદ્ધાંતોની રચના કરી છે.

કર્મોની નાનીનાની શાખા-પ્રશાખાઓ માટે સિદ્ધાંતો અને નિયમો બનાવીને કામ થઈ શકે, પરંતુ કર્મોને તેમની સમગ્રતામાં કોઈ સિદ્ધાંતથી બાંધી શકાય તેમ નથી. કર્મ તો એક અગમ્ય રહસ્ય છે, તેમ છતાં માનવીએ કર્મોને સિદ્ધાંતોની કેદમાં કેદ કરવાના પ્રયાસો કરેલ છે, પરંતુ તેવા પ્રયાસોથી કર્મો સિદ્ધાંતોમાં બંધ થઈ શકતા નથી. પ્રયાસ કરનારાઓએ પોતપોતાની રીતે આશ્વાસન મેળવ્યાં છે, પણ કર્મને સિદ્ધાંતોની જંજીરમાં કેદ કરવાની તેમની દરેક જંજીર આખરે ટૂંકી પડી છે, કારણ કે માણસના હાથે બનેલા સિદ્ધાંતો પણ કર્મના કાયદાથી પર નથી. કર્મમાં કાયદાને સમજવો સહેલો નથી.

મેં સાંભળ્યું છે કે એક કવિ પોતાના ઘરના બેઠકખંડમાં બેઠા હતા. ચોમાસાની સીઝન અને રાત્રિનો સમય હતો. ટ્યૂબલાઈટના અજવાળે છાપું વાંચી રહેલા કવિને અચાનક ટ્યૂબલાઈટનું અજવાળું જોઈને આવેલું એક પતંગિયું દેખાયું. તેઓ રસપૂર્વક તે પતંગિયાના સુંદર રંગો અને ડિઝાઈનને જોઈને ભાવવિભોર થઈ ગયા અને તેમના મુખેથી એક કવિતાસભર પંક્તિ નીકળી : તારી કરામતોને શું વખાણું, ઓ ગોકુળના માવા ! હજી આ પંક્તિનો કોઈ બીજો પ્રાસ મેળવે તે પહેલાં જ એક ગરોળીએ ઝડપભેર આવીને પતંગિયાને સ્વાહા કરી લીધું. કવિ હતા તેથી તેમનું મન ગરોળી દ્વારા પતંગિયાના વધથી વ્યથિત થયું અને તેમણે એક નાની સરખી કવિતા રચી નાખી અને અગાઉ રચેલી રચનાને પૂરી કરી. તેમણે લખ્યું :

તારી કરામતોને શું વખાણું, ઓ ગોકુળના માવા !

કે પતંગાને તેં દીધાં રૂપો ગરોળીને ગળી જાવા ?

કવિએ તો પ્રશ્નાર્થ સાથે આ કવિતા રચીને મૂકી દીધી. કહેવાય છે કે થોડા સમય બાદ તે કવિતા એક બીજા કવિના હાથમાં આવી. તેમણે કવિના પ્રશ્ન ઉપર વિચાર કરીને ઉત્તર આપતાં લખ્યું :

કીડીને કણ ને હાથીને મણ દે છે પ્રભુ આરોગવા,

દીપમોહ જલતો પતંગ, જો ન દેત ગરોળી પેટ ભરવા.

કહેવાય છે કે થોડા સમય બાદ આ બંને કવિની પંક્તિઓ એક ત્રીજા કવિના હાથમાં આવી. તેમણે એક કવિના પ્રશ્નના ઉત્તરમાં અપાયેલા ઉત્તરનો પણ ઉત્તર આપતાં લખ્યું :

જીવ જીવને ખાઈ નભે તેવા જીવો જ શાને રચવા ?

હે પ્રભુ ! તવ સમય ફાળવ ક્યાંક નેટ ચૅટિંગ કરવા.

કર્મનાં રહસ્યો તો રહસ્ય જ છે. તેમને ઉકેલવા મથતા લાખો વિદ્વાનો પણ તેમાં સફળ નથી થયા. કર્મના રહસ્યને સિદ્ધાંતોની બેડીઓ પહેરાવી શકાય તેમ નથી. આજે જે સૂરજ ઊગ્યો છે તે સાંજે આથમશે અને કાલે પાછો ઊગશે તેમ કહેવું સંપૂર્ણ સત્ય નથી, કારણ કે એક દિવસ એવો પણ હશે જ્યારે સૂર્ય સદાને માટે ડૂબી જશે. તે કયો દિવસ હશે તે કોઈ કહી શકે તેમ નથી.

આપણે કોઈને કહીએ છીએ કે હું આવતી કાલે કે પરમ દિવસે તમને મળીશ, પરંતુ તેમ કહેવું એ પણ સંપૂર્ણ સત્ય નથી. કોણ જાણે છે કે જે બે વ્યક્તિઓએ પરસ્પર મળવાનું નક્કી કર્યું છે તેમાંથી કોઈ એક આવતી કાલે કે પરમ દિવસે હોય કે ન હોય, તેમનો જીવનદીપ પણ એક દિવસ બુઝાવાનો છે. તે દિવસ કયો હશે, આવતી કાલ પણ હોઈ શકે અને પરમ દિવસ પણ હોઈ શકે. આજે જે દુનિયા દેખાય છે તે આવતી કાલે હશે કે કેમ તે એક રહસ્ય છે. આ રહસ્યની વચ્ચે કાલે કે પરમ દિવસે મળવાના થતા વાયદા તો કામચલાઉ છે. તેવા વાયદાઓ અને તેવા સિદ્ધાંતો વ્યાવહારિક રીતે ઉપયોગી છે, તેથી તે આપણી વચ્ચે છે, પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી.

કહેવાય છે કે પાંડવો વનવાસમાં હતા તે દરમિયાન સવારના ઊગતા સૂરજટાણે એક ભિખારી પાંડવોની ઝૂંપડીએ આવ્યો અને તેણે ખાવાનું માગ્યું, પરંતુ ઝૂંપડીમાં કાંઈ હતું નહીં. એક વખતના સમ્રાટે ચપટી ધાન્ય માટે ભિખારીને દરવાજેથી પાછો ઠેલવો એ કાંઈ દેવાની ના કહેવી તે યુધિષ્ઠિર માટે સહજ ન હતું, તેથી યુધિષ્ઠિરે ભિખારીને સહજભાવે કહ્યું : “તું કાલે આવજે. હું તને કાલે ખાવાનું આપીશ.” ભીમ બાજુમાં જ બેઠો હતો. તે એકદમ ઊભો થઈને જોરજોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો : “મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે કાળ અને કર્મની ગતિ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે ! યુધિષ્ઠિર ક્યારેય જૂઠું બોલતા નથી, તેઓ જે કહે છે તે સત્ય જ હોય છે !”

યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું : “ભીમ ! તને કોણે કહ્યું મેં કાળ અને કર્મની ગતિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે ?” ભીમે કહ્યું : “મોટા ભાઈ ! તમે જ તો ભિખારીને કહ્યું કે આવતી કાલે આવજે, હું કાલે તને ખાવાનું આપીશ. તમે કહ્યું છે તેથી ખોટું તો હોઈ જ ન શકે, જેથી કાલે આ ભિખારી પણ હશે, તમે પણ હશો અને ભિખારીની તે જ ભિખારી સ્થિતિ હશે અને કાલે તમારી પાસે ખાવાનું પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હશે. એ તો જ સંભવિત બને, જો તમે કર્મની અકળ ગતિ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હોય.”

યુધિષ્ઠિરે હસતાં-હસતાં કહ્યું : “ભીમ ! કર્મની અકળ ગતિ તો સદા રહસ્યમય છે. કોને ખબર છે કે કાલે ભિખારી દ્વાર ઉપર આવે અને તેને ભિક્ષા આપવા હું હોઉં કે ન હોઉં ? કોને ખબર છે કે કાલે હું હોઉ અને મારી પાસે ભિક્ષા આપવા પર્યાપ્ત ધાન્ય પણ ઉપલબ્ધ હોય, પરંતુ આ ભિખારી હોય કે ન હોય ? વળી કાલે હું પણ હોઉં, ભિખારી પણ હોય અને મારી પાસે ભિખારીને આપવા પર્યાપ્ત ધાન્ય પણ હોય, પરંતુ આ ભિખારીની ભીખ માગવાની મજબૂરી હોય કે ન હોય ?”

યુધિષ્ઠિરે ભીમને આગળ કહ્યું : “ભીમ ! મેં જે કહ્યું તે સંપૂર્ણ સત્ય નથી. મેં જે કહ્યું તે મારી ઇચ્છા અને ભાવનાને વ્યક્ત કરવા માટેનું માત્ર વ્યવહારગત સત્ય છે. કર્મની રહસ્યમય ગતિને પૂર્ણ રૂપે જાણવા અને જોવાની અહીં કોની તાકાત છે ? કર્મનાં રહસ્યો તો સદાકાળ રહસ્ય જ રહે છે.”

જે બોધપૂર્વક કર્મનાં રહસ્યોની પ્રતીતિ કરવા પ્રયાસ કરે છે તેવા લોકો કર્મ એક રહસ્ય છે તેમ જાણવાના સાચા હક્કદાર બને છે, જેનો ફાયદો એ છે કે ગહન કર્મરહસ્યોનાં ઘૂંટાતાં વલયોથી માનવની બુદ્ધિ જ્યારે વલોવાય છે ત્યારે એક નવા રહસ્યનાં દ્વાર ખૂલે છે.

માનો પ્રકૃતિનાં સુંદર કર્મો દૂધ સમાન છે અને તે કર્મોની વિપરીતતા ખટાશ સમાન. જ્યારે દૂધમાં ખટાશ પડે છે ત્યારે દૂધ સ્તબ્ધ થઈ જાય છે અને જામીને દહીં બને છે. તેવા દહીંમાં પણ પ્રશ્નોનું વલોણું લઈને બુદ્ધિને મથતી વ્યક્તિને માખણ મળે છે અને માખણની જેમ કોમળ અને નિર્મળ થયેલ બુદ્ધિને કોઈ અંતરજ્યોતિના અંતરાગ્નિથી તપાવે તો ઘી મેળવવાનો અધિકારી બની શકે છે, જે ઘી અંતરદીપને ઉજ્જવલિત રાખી શકે છે.

***