કર્મનો કાયદો ભાગ - 15 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 15

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૫

કર્મનિષ્ઠ કોણ થઈ શકે ?

કર્મથી કર્મનું ફળ જુદું નથી તેમ ન સમજાય ત્યાં સુધી કર્મનિષ્ઠાનો આવિષ્કાર થવો સંભવિત નથી અને જ્યાં સુધી કર્મો કર્મનિષ્ઠાને બદલે ફલાકાંક્ષાથી જોડાયેલા છે ત્યાં સુધી તેના કર્તાને શાંતિ નથી.

કર્મ એ જ કર્મનું ફળ બનવાનું છે તેવી પ્રતીતિ વગર માત્ર ફળની લાલસાએ જે લોકો કર્મ કરે છે તેનાથી જ પાપનો જન્મ થાય છે. તેવા લોકો માને છે કે મંદિરો, મઠો અને આશ્રમો કે ધાર્મિક કહેવાતી સંસ્થાઓમાં દાન કરવાથી પુણ્ય થશે. પછી પાપ કરો બજારમાં, ગરીબોનું શોષણ કરો સમાજમાં, ગમે તેમ પૈસા ભેગા કરો પોતાની તિજોરીમાં, મોજમજા ખાતર વ્યભિચાર કરો પોતાના ચારિત્ર્યમાં, નિર્બળ અને અસહાયને ગુલામ બનાવો તેની મજબૂરીમાં અને તેમ કરવામાં જે પાપ લાગે તેને મંદિરો, ધાર્મિક સંસ્થાઓ કે ધર્મના બાબાઓનાં ચરણે દાન આપીને ધોઈ નાખો, પરંતુ એવા લોકો નથી જાણતા કે તેમ કરીને પણ તેઓ નવું પાપ જ ભેગું કરે છે.

કર્મ અને કર્મફળ બે ભિન્ન નથી પરંતુ એક જ છે તેવી હકીકત કર્મમાર્ગની ગહનતાઓના કારણે સીધી ઓળખવી સહેલી નથી, તેમ જ જે લોકો બોધદૃષ્ટિને બદલે કર્મોમાં કામનાઓને વધુ મહત્ત્વ આપે છે અથવા તો જે મોહમાં સૂતેલા છે તેમના માટે તો લગભગ અશક્ય જેવી છે. બીજ (જીીઙ્ઘ) શું છે તેના બોધ વગર તે બીજમાંથી મનોવાંછિત ફળ મેળવવા કરેલી કામનાઓ ક્યારેય સફળ નથી થતી, તેથી કર્મના બીજને બોધથી પરખવું ભલે મુશ્કેલ હોય અથવા તો વિપરીત લાગતું હોય તોપણ બોધ જ અંતિમ ઉપાય છે.

વિદ્યાભ્યાસ, તપ, સેવા, મહેનત, પ્રામાણિકતા, પરોપકાર, આત્મસાધના, કર્તવ્યનિષ્ઠા જેવાં કર્મોનાં બીજ પ્રથમ દૃષ્ટિએ નીરસ અને વિષપ્રદ લાગે છે, પરંતુ તેવાં બીજનાં ફળ જ મીઠાં હોય છે, તે જગવિદિત છે. જ્યારે આળસ, પ્રમાદ, રાગ-રંગ અને વિષયભોગ જેવાં કર્મનાં બીજ ઉપરછલ્લી દૃષ્ટિએ રસપ્રદ અને સુખકારક લાગે છે, પરંતુ તેમનાં ફળ કડવાં અને વિષપ્રદ હોય છે. સુખાકારીનું ફળ સહુને જોઈએ છે, પણ તે માટે કયું બીજ વાવવું તે પુરાતનકાળથી અસમંજસભર્યું રહ્યું છે. સુખની વ્યાખ્યા કરતાં કૃષ્ણ કહે છે :

સ્ર્ડ્ડક્રઘ્ટક્રત્શ્વ બ્બ્ૠક્ર બ્થ્દ્ય્ક્રક્રૠક્રશ્વશ્ચૠક્રઢ્ઢભક્રશ્વૠક્રૠક્રૅ ત્ન

ભઅગળ્ધ્ ગક્રબ્ડ્ડઙ્ગેંધ્ ત્ક્રશ્વઊેંૠક્રક્રઅૠક્રખ્ક્રળ્બ્ર ત્ગક્રઘ્પૠક્રૅ ત્નત્ન

બ્સ્ર્શ્વબ્ર્ઘ્ત્સ્ર્ગિંધ્સ્ર્ક્રશ્વટક્રક્રઙ્મડ્ડક્રઘ્ટક્રત્શ્વશ્ચૠક્રઢ્ઢભક્રશ્વૠક્રૠક્રૅ ત્ન

બ્થ્દ્ય્ક્રક્રૠક્રશ્વ બ્બ્ૠક્ર ભઅગળ્ધ્ થ્ક્રપગધ્ જીૠક્રઢ્ઢભૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૮ : ૩૭-૩૮

અર્થાત્‌ જે પ્રારંભિક અવસ્થામાં આકર્ષક હોય, રસપ્રદ હોય, પરંતુ અંતે કડવાં હોય તેવાં સુખ વાસ્તવમાં કોઈ સુખ નથી, જ્યારે પ્રારંભિક અવસ્થામાં વિષતુલ્ય હોય (જેમ કે આત્મસાધના અને વિદ્યાભ્યાસ) પણ આત્મબુદ્ધિથી સંકળાયેલાં હોય તેવાં સુખો અંતમાં સુખદાયક છે. લાંબા સમય સુધી સુખ કહી શકાય તે શરૂઆતમાં કડવું હોય કે ઉપર-ઉપરથી નીરસ હોય તોપણ તે સુખ જ સાચું સુખ છે.

એક વ્યક્તિનું મરણ થયું. યમરાજ તેને લઈને ભગવાન પાસે આવ્યા. ભગવાને તેને પૂછ્યું : “બોલો, તમારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં ?” તે માણસને આશ્ચર્ય થયું કે સ્વર્ગમાં જવાનું કે નર્કમાં જવાનું એ મારે નક્કી કરવાનું છે ? “શું મારી ઇચ્છા મુજબ હું સ્વર્ગની કે નર્કની પસંદગી કરી શકું છું ?” ભગવાને કહ્યું : “બિલકુલ ! તમે ઇચ્છો ત્યાં જયઈ શકશો. બસ શરત એક કે સમયમર્યાદા પહેલાં ત્યાંથી બહાર નહીં આવી શકો, કારણ કે એક વાર શરૂ થયેલું કર્મચક્ર પોતાનું કાર્ય પૂરું ન કરે ત્યાં સુધી તે રોકાઈ નથી શકતું.” ભગવાનની વાત સાંભળીને માણસે મનોમન વિચાર્યું કે જોયા વગર કેમ નક્કી કરવું ? અંતર્યામી ભગવાને તેની મૂંઝવણ વાંચી લીધી અને યમરાજને કહ્યું : “જાઓ, આને સ્વર્ગ અને નર્કનો ડેમો આપો.”

યમરાજ પહેલાં તેને સ્વર્ગના ડેમોન્સ્ટ્રેશન હૉલમાં લઈ ગયા. ત્યાં જઈને તેણે જોયું કે ત્યાંના લોકો સ્વચ્છ, સુઘડ હતા. કોઈ તપમાં મગ્ન હતું, કોઈ સેવા અને સાધનામાં રત હતું, તો કોઈ કઠોર પરિશ્રમથી પોતાના સ્વાધ્યાયમાં મગ્ન હતું. બધા જ પ્રામાણિકતા, નિષ્ઠા અને પરસ્પર ભાઈચારાથી પોતપોતાના કામ કરતા હતા અને સ્વર્ગનું વાતાવરણ અત્યંત નિર્મળ, શાંત અને સ્વચ્છ હતું.

સ્વર્ગના ડેમો બાદ યમરાજ તેને નર્કનો ડેમો દેખાડવા લઈ ગયા. ત્યાં તેણે જોયું કે લોકો હુક્કાબાર, ડાન્સિંગ ક્લબ અને બારમાં ડિસ્કો સાથે નાચતા હતા. કોઈ જુગારની મહેફિલો જમાવીને બેઠા હતા, તો કોઈ સટ્ટાની સોદાબાજીમાં વ્યસ્ત હતા. લોકો પોતપોતાના કામના સ્વાર્થમાં એવા લાગ્યા હતા કે તેમના શોરબકોર એ ઘોંઘાટમાં કોઈ કોઈની વાત સાંભળી શકતું ન હતું. તેમના ઘોંઘાટમાં દુઃખી, ગરીબ, નબળા, વૃદ્ધો અને અસહાય પશુઓના શબ્દો સાંભળવા તો શક્ય જ ન હતા અને તે લોકો પાસે તે માટે સમય પણ ન હતો. બધા જ લોકો પોતપોતાના મોજશોખની પાછળ ઘેલછાથી લાગ્યા હતા, નશામાં ચકચૂર થઈને નાચ-ગાનમાં ઝૂમતા હતા. સાધન-સુવિધા, પદ-પ્રતિષ્ઠા અને યૌવનના મદથી તેઓ મદમાતા હતા.

માણસ તો બંનેના ડેમોસ્ટ્રેશન શો જોઈને ઘડીભર મૂંઝવણમાં પડી ગયો, પણ તેને થયું કે સ્વર્ગ કરતાં મજા નર્કમાં વધારે છે. દૂતો તેને પાછો ભગવાન પાસે લઈને આવ્યા. ભગવાને પૂછ્યું : “બોલ, હવે તારે ક્યાં જવું છે ?”

માણસે કહ્યું : “ભગવાન ! તમારું સ્વર્ગ સારું છે, પણ મારે તો નર્કમાં જવું છે.” ભગવાને કહ્યું : “તથાસ્તુ.” એટલે દૂતો તેને નર્કમાં લઈ ગયા, પરંતુ નર્કના ડેમોસ્ટ્રેશન રૂમનો જે દરવાજો સીધો ખૂલતો હતો તેના બદલે તે જ્યાં ઊભો હતો ત્યાંનો હિડન ડૉર ખૂલ્યો અને પેલો માણસ ધબાંગ કરતો નીચે પટકાયો, જ્યાં અનેક જાતની ગંદકી હતી. તે ગંદકીમાંથી માથું ચડાવી દે તેવી દુર્ગંધ ઊઠતી હતી. જ્યાં પડ્યો હતો ત્યાં અનેક જાતનાં કાદવ, કીચડ અને ગંદકીમાંથી હજારો જાતના વિચિત્ર કીડાઓ તેને કરડવા અને ખાવા દોડ્યા, તેથી પેલા માણસે રાડ પાડીને દૂતોને કહ્યું : “સાંભળો, ભાઈ ! તમે મને આ ક્યાં નાખ્યો ? આ એ નર્ક નથી જે તમે મને બતાવ્યું હતું !”

દુતોએ કહ્યું : “તું તો સ્વર્ગ અને નર્કનો ડેમો જોવા માગતો હતો, તેથી તને ડેમોન્સ્ટ્રેશન હૉલ બતાવ્યો હતો. અસલી નર્ક તો હવે આ છે કે જ્યાં તું પડ્યો છે. હવે તારી સમયમર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી તું બહાર આવી નહીં શકે.” તેમ કહીને દૂતો જતા રહ્યા.

જીવનમાં પણ આવું જ બને છે. કર્મો તેની બહારની પર્તથી જેવા દેખાય છે તેવા ભીતરથી નથી હોતા. પ્રકૃતિની રચના જ એવી છે કે માણસની ચેતના બહારની સુંદરતાના મોહમાં ન પડે, તેથી તેને અંદરથી કુરૂપ બનાવે છે અને બહારની કુરૂપતાઓને કોઈ તિરસ્કારે નહીં, તેથી તેને અંદરથી સુંદર ગુણવાળી બનાવે છે. આખરે પ્રકૃતિ ચાહે છે કે માણસ તેની ચેતનાનો ઉપયોગ કરીને જ કર્મ કરે.

સ્વાદિષ્ટ વસ્તુઓ કરતાં કડવી અને ન ભાવે તેવી વસ્તુઓ વધુ સ્વાસ્થ્યકારક હોય છે. તે કારણે જ દવાઓ લગભગ કડવી અને બેસ્વાદ હોય છે. સ્વાદિષ્ટ વસ્તુઓને તેના ઉપરી સ્વાદ ખાતર સહુ આવકારે છે, પણ માણસ તેના મોહમાં પડીને તેને વધુ પ્રમાણમાં ન ખાય તેથી પ્રકૃતિએ વધારે માત્રામાં તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી છે, જ્યારે કડવી દવાને કોઈ આવકારતું નથી, પરંતુ તેના ભીતરી ગુણો મધુર છે, તેથી કડવી ઔષધિઓનો કોઈ સદંતર તિરસ્કાર ન કરે તે માટે તેને ગુણથી સુંદર બનાવી છે.

કવિઓ અને સાહિત્યકારોએ જેને સંગેમરમરની મુરત તરીકે વર્ણવ્યું છે તેવું સુંદરમાં સુંદર સ્ત્રીનું શરીર પણ પ્રકૃતિએ અંદરથી તો માંસ અને મવાદથી જ ભરેલું છે. પછી તે ક્લિઓપેટ્રા હોય કે ઐશ્વર્યા રાય, પરંતુ શરીરની ઉપલી પર્તોની સુંદરતા પણ અંદરની કુરૂપતાઓના આધારે રહેલી છે. શંકરાચાર્ય કહે છે :

ઌક્રથ્ટ્ટજીભઌ઼ક્રથ્ઌક્રબ઼્ક્રબ્ઌશ્વઽક્રધ્ બ્ૠક્ર્રૂસ્ર્ક્રૠક્રક્રસ્ર્ક્રૠક્રક્રશ્વદ્યક્રશ્વઽક્રધ્ ત્ન

ષ્ભઌૅ ૠક્રક્રધ્ગગક્રબ્ઘ્ બ્ઙ્ગેંક્રથ્ધ્ ૠક્રઌબ્ગ બ્બ્નર્િંઅસ્ર્ ક્રથ્ધ્ક્રથ્ૠક્રૅ ત્નત્ન

દુનિયાને રચનારી પ્રકૃતિએ જ તેનાં અંદર અને બહારનાં રૂપોમાં ભેદ કર્યા છે. એડવર્ટાઈઝમેન્ટ અને રિઆલિટીમાં માણસે જ ભેદ કર્યો છે તેમ નથી, પ્રકૃતિ પણ એડવર્ટાઈઝમેન્ટ અને રિઆલિટીમાં ભેદ કરે છે. ફેર એટલો છે કે માણસો પોતાનો સ્વાર્થ સાધવા માટે કરે છે, જ્યારે પ્રકૃતિ માણસના મોહનો ભંગ કરાવવા માટે કરે છે, તેથી પ્રકૃતિનું ભ્રાંત રૂપ પણ ઉપાસ્ય છે. ભારતના ઋષિઓએ પ્રકૃતિને ભાંતરૂપ કહીને પણ તેની પ્રાર્થના કરી છે. ‘દેવીસૂક્ત’ના ઋષિ કહે છે :

સ્ર્ક્ર ઘ્શ્વટ્ટ ગષ્ટ઼ક્રઠ્ઠભશ્વળ્ ઼ક્રત્ક્રધ્બ્ભસ્શ્વદ્ય્ક્ર ગધ્બ્જીબભક્રઃ ત્ન

ઌૠક્રજીભજીસ્ર્શ્વ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રક્રશ્વ ઌૠક્રઃ ત્નત્ન

ભગવાને વિરાટ વિશ્વનું સર્જન કર્યું તેમાં સ્વર્ગ-નર્ક-સહિત ચૌદ ભુવન બનાવ્યાં અને તે સાથે દેવો, દાનવો, મનુષ્યો, નાગો, ઋષિઓ, ભૂતપ્રેત, પિશાચ, યક્ષો, કિન્નરો વગેરેનું સર્જન કર્યું. પછી પ્રશ્ન એ આવ્યો કે કયા સ્થાનમાં કોણ રહે ? તેના માટે ઝઘડો ચાલ્યો, બધા જ પરસ્પર લડવા લાગ્યા ત્યારે ઋષિઓએ કહ્યું : “હવે આ ઝઘડાનો ઉકેલ આપણે ભગવાન પાસેથી જ મેળવવો જોઈએ”, જેથી બધા સંપીને ભગવાન પાસે આવ્યા. ભગવાને તમામને તેમના ગુણધર્મો મુજબ યથાયોગ્ય સ્થાને મોકલી આપ્યા, જેમાં દેવતાઓને સ્વર્ગમાં, ઋષિઓ, સિદ્ધો અને તપસ્વીઓને તપલોક અને બ્રહ્મલોકમાં, અસુરોને પાતાળમાં, ભૂતો-પિશાચોને આકાશલોકમાં અને મનુષ્યને પૃથ્વીલોકમાં મોકલ્યા.

તેમ કરતાં બધા જ લોક ભરાઈ ગયા, પરંતુ નર્ક ખાલી રહ્યું, તેથી યમરાજે ભગવાનને કહ્યું : “પ્રભુ ! નર્ક તો બિલકુલ ખાલી છે. આવા ખાલી નર્કનો વહીવટ કે શાસન કરીને હું શું કરું ? જો તેની જરૂર ન હોય તો તેનો નાશ કરી દેવો જ ઉચિત છે.” ત્યારે ભગવાને કહ્યું : “આ બધા લોકમાં વસનારાઓને તેમનાં કર્મ પ્રમાણે એકબીજા લોકની પ્રાપ્તિ થતી રહેશે. જે કોઈ પણ લોકમાં રહેવા યોગ્ય ન હોય અને જેનાં પાપ ખૂબ ભરાઈ ગયાં હોય તેની પાપશુદ્ધિ માટે તેને નર્કમાં મોકલવાનું કામ તમારું છે, પરંતુ એક વાતનો ખ્યાલ રાખજો કે મેં વ્યક્તિને કર્મ અધિકારી બનાવી છે (‘ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્શ્વક્રબ્મઙ્ગેંક્રથ્જીભશ્વ’), તેથી કર્મ દરેકને તેની ઇચ્છા પ્રમાણે કરવા દેવાનાં છે તે વાત ન ભૂલતા.” તેમ કહીને ભગવાને યમરાજને વિદાય કર્યા.

કહેવાય છે કે વર્ષો વીતી ગયાં, પણ નર્ક ખાલીનું ખાલી જ રહ્યું, તેથી કંટાળીને યમરાજ ફરી પાછા ભગવાન પાસે આવ્યા, ફરી તેમણે ફરિયાદ કરી કે સ્વર્ગની જાહેરાત માટે તો વેદો, પુરાણો, ઉપનિષદો અને શ્રેષ્ઠ લોકોનાં શાસ્ત્રો અને સત્સંગ દ્વારા પ્રચાર-પ્રસાર થાય છે, પણ અમને એડવર્ટાઈઝમેન્ટનો કોઈ મોકો નથી મળતો, એટલે કોઈ અમારે ત્યાં આવવા જ રાજી થતું નથી. આખરે કંટાળેલા યમરાજને ભગવાને નર્કની જાહેરાત કરવાનો પરવાનો આપ્યો.

ભગવાને પરવાનો આપ્યા પછી યમરાજે પ્રકૃતિદેવીની પાસે નર્કની એવીએવી એડવર્ટાઈઝમેન્ટ બનાવી કે તે એડ જોઈ-જોઈને ગયેલા લોકોથી નર્ક ભરાઈ ગયું છે અને સ્વર્ગ સૂમસામ થઈ ગયું છે. જેમ સચિન, સલમાન અને કેટરિના પાસે પેપ્સી, કોક અને થમ્સઅપની એડ કરાવીને કોલ્ડ ડ્રિંક્સની કંપનીઓ ભારતનાં દૂધ, છાશ, લસ્સી, લીંબુપાણી વગેરે જેવાં પીણાંની માર્કેટ તોડી નાખી છે. તેમ યમરાજે પણ નર્કની એડ કરાવીને સ્વર્ગની માર્કેટ તોડી નાખી છે.

એડવર્ટાઈઝમેન્ટની ઉપલી પર્તોથી કર્મ હોય તેના કરતાં જુદાં દેખાઈ શકે, પરંતુ તેનાથી ફળભેદ નથી થઈ શકતો. ફળ તો તેવું જ મળવાનું જેવું તે કર્મ હશે. કર્મથી કર્મનું ફળ અલગ નથી.

***