Karma no kaydo books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો ભાગ - 26

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૬

ત્રણ પ્રકારની શ્રદ્ધા

શ્રીકૃષ્ણના મતે શ્રદ્ધા એ પ્રકૃતિનું તત્ત્વ છે, જેથી ત્રિગુણાત્મક પ્રકૃતિમાં શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની જોવા મળે છે. આપણા ઋષિઓએ પ્રકૃતિની ઉપાસના કરતાં કહ્યું છે :

સ્ર્ક્ર ઘ્શ્વટ્ટ ગષ્ટ઼ક્રઠ્ઠભશ્વળ્ ઊંક્રરક્રસ્શ્વદ્ય્ક્ર ગધ્બ્જીબભક્ર ત્ન

ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રક્રશ્વ ઌૠક્રઃ ત્નત્ન

પ્રત્યેક વ્યક્તિમાં શ્રદ્ધાનું તત્ત્વ રહેલું છે. જે વ્યક્તિ જેવી પ્રકૃતિવાળી હોય તે તેવી શ્રદ્ધાવાળી અવશ્ય હોય છે. શ્રદ્ધા જ વ્યક્તિની સાચી ઓળખ છે. કર્મો શ્રદ્ધાનું સ્થૂળ રૂપ છે. અને શ્રદ્ધા કર્મોનું સૂક્ષ્મ રૂપ છે. શ્રીકૃષ્ણ કહે છે : સ્ર્ક્રશ્વ સ્ર્હૃન્દ્વરઃ ગ ષ્ ગઃ’, અર્થાત્‌ જે જેવી શ્રદ્ધાવાળો છે તે એ જ છે. કર્મો તો તેની શ્રદ્ધાના અનુચર છે. કર્મોથી થતી વ્યક્તિની ઓળખાણ તો છેલ્લા ક્રમે છે. કોઈ માણસ ચોરી, બળાત્કાર કે ક્રૂરતા આચરે ત્યારે તેને ચોર, બળાત્કારી કે ક્રૂર તરીકે ઓળખવો તે તો છેલ્લા ક્રમની પરીક્ષા છે. જે લોકો બુદ્ધિમાન છે તે તેને શ્રદ્ધાથી જ ઓળખી લે છે. જેથી ખરેખર વ્યક્તિની કર્મપરીક્ષા નહીં, પણ શ્રદ્ધા- પરીક્ષા હોવી જોઈએ.

‘રામાયણ’નો પ્રસંગ છે. ભરતની ગેરહાજરીમાં રામને વનવાસ મળે છે અને રામ વનમાં જઈ ચિત્રકૂટમાં નિવાસ કરે છે. પછી ભરત આવે છે અને રામના વનગમનની વાતથી ખૂબ દુઃખી થાય છે. આખર ભરત સમગ્ર રાજ્યસંપત્તિ અને ચતુરંગિણી સેના રામનાં ચરણે સમર્પિત કરવાનો નિશ્ચય કરી રામને મળવા વન તરફ પ્રયાણ કરે છે. તે સમયે રામના એક સેવક નિષાદને ખબર પડે છે કે ભરત ચતુરંગિણી સેના લઈને રામ પાસે જઈ રહ્યા છે. નિષાદ જંગલનો રાજા હતો અને સામાન્યપણે તેની શ્રદ્ધા રાજસી હતી, તેથી નિષાદને પહેલો વિચાર એ આવ્યો કે ભરત રામને મારીને પોતાના રાજ્યને નિષ્કંટક કરવા માટે જઈ રહ્યા છે, જેથી નિષાદ તો ભરતની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો.

તે સમયે એક બુદ્ધિમાન વ્યક્તિએ કહ્યું : “નિષાદ ! ભરત અયોધ્યાના નવનિયુક્ત રાજા છે. પૂછપરછમાં તો રાજકીય વ્યક્તિઓ સાચું બોલે તેમ માનવું પણ ભૂલભરેલું છે. ભરતના બહારથી દેખાતા કર્મને ઓળખીને તેની પરીક્ષા કરવામાં તો ભૂલ થઈ જશે. ભૂલ પણ એવી થશે કે તેમાં પસ્તાવા સિવાય કાંઈ હાથ નહીં લાગે. તેથી ભરત શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે અને શું કરવાના છે તે હકીકતોની પરીક્ષા લેવા માટે તેની શ્રદ્ધાની પરીક્ષા લેવી આવશ્યક છે.

કહેવાય છે કે તે વયોવૃદ્ધ બુદ્ધિમાન વ્યક્તિના કહેવા પ્રમાણે ભરતની શ્રદ્ધાની પરીક્ષા લેવા માટે નિષાદ તેના અમુક સેવકો સાથે ફળફૂલ, મૃગમાંસ, વિવિધ પક્ષીઓનું માંસ અને સૂકવેલી માછલીઓથી ભરેલા અલગ-અલગ કરંડિયાઓ લઈને ભરતને ભેટ ધરવા જાય છે. જો ભરત માંસ વગેરે પસંદ કરે તો સમજવું કે તે યુદ્ધ માટે જાય છે અને જો ફળફૂલ પસંદ કરે તો સમજવું કે કોઈ સારા કામ માટે જાય છે. નિષાદની ભેટમાંથી ભરત ફક્ત ફળફૂલને પસંદ કરે છે, જેના ઉપરની નિષાદનો સમુદાય એ નક્કી કરે છે કે ભરતના મનમાં યુદ્ધનો વિચાર નથી. ભરતના મનમાં સત્ત્વગુણ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ભરત વનવાસી રામ ઉપર ચડાઈ કરી શકે નહીં. આમ, શ્રદ્ધાની પરીક્ષાએ એક ઘોર યુદ્ધ થતું અટકાવ્યું હતું.

માણસ જેવો તેની શ્રદ્ધાથી ઓળખાય છે તેવો અન્ય રીતે નથી ઓળખાતો. અહીં માણસો તરેહ-તરેહના નકાબ પહેરીને ફરી રહ્યા છે ત્યારે કર્મોની ઉપરી પર્તોથી કરવામાં આવતી ઓળખ કોઈ કામની નથી.

મેં સાંભળ્યું છે કે એક વ્યક્તિ એક ખાનગી કંપનીની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો. તેણે ઇન્ટરવ્યુ આપ્યો, પણ ઇન્ટરવ્યૂમાં તેના અભ્યાસકાલીન માર્કસ, સર્ટિફિકેટ અને વાતચીતથી ઇન્ટરવ્યૂ લેનાર કંપનીના માલિકને સંતોષ ન થયો, તેથી તેણે તેને નોકરીએ રાખવાની ના પાડીને રજા આપી દીધી. નિરાશ વદને એ બેકાર યુવક બહાર નીકળ્યો. કંપનીનો માલિક તેના સી.સી.ટી.વી. કૅમેરાથી તેના કમ્પ્યૂટરના સ્ક્રીન ઉપર યુવકને બહાર જતો જોઈ રહ્યો હતો. તે દરમિયાન યુવક નીચે ઝૂક્યો અને રસ્તામાં પડેલ કોઈ ચીજ લઈને તેણે ડસ્ટબિનમાં ફેંકી. આ હકીકત જોઈને કંપનીના માલિકે તેને પાછો બોલાવ્યો અને પૂછ્યું : “તેં રસ્તા ઉપરથી શું લઈને ડસ્ટબિનમાં ફેંક્યું ?” ત્યારે યુવકે જવાબ આપ્યો : “રસ્તામાં એક ટાંચણી પડી હતી, જે કોઈના પગમાં ન આવે તે માટે એ ટાંચણી લઈને મેં ડસ્ટબિનમાં ફેંકી.”

યુવકની વાત સાંભળીને કંપનીના માલિકને તેને સાચી શ્રદ્ધાની પરીક્ષા થઈ. તેણે યુવકને કહ્યું : “તને તો કંપનીમાં નોકરી આપી નથી અને તારે તો ફરીને અહીં આવવાનું નથી, પછી જે કંપનીએ તને નોકરી પણ આપી નથી, તેની રસ્તામાં પડેલી ટાંચણીની ફિકર શા માટે ?” ત્યારે યુવકે કહ્યું : “દરેક કામ નોકરી કે સ્વાર્થ માટે નથી થતું. કોઈ ખુલ્લા પગે ચાલનારા મજૂર કે બાળકના પગમાં અકારણ ટાંચણી ન વાગે, તેથી મેં ટાંચણી ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી છે.” યુવકના જવાબથી કંપનીનો માલિક ખુશ થયો અને તેને નોકરી ઉપર રાખી લીધો.

શ્રદ્ધાનો વિભાગ સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે :

બ્શ્ક્રબ્મક્ર ઼ક્રબ્ભ ઊંક્રરક્ર ઘ્શ્વબ્દ્યઌક્રધ્ ગક્ર જી઼ક્રક્રપક્ર ત્ન

ગક્રબ્ડ્ડઙ્ગેંટ્ટ થ્ક્રપગટ્ટ નહ્મ ભક્રૠક્રગટ્ટ નશ્વબ્ભ ભક્રધ્ ઽક્રઢ્ઢદ્ય્ક્રળ્ ત્નત્ન

ગડ્ડક્રઌળ્સ્ક્ર ગષ્ટજીસ્ર્ ઊંક્રરક્ર ઼ક્રબ્ભ ઼ક્રક્રથ્ભ ત્ન

ઊંક્રરક્રૠક્રસ્ર્ક્રશ્વશ્ચસ્ર્ધ્ ળ્ન્ક્રશ્વ સ્ર્ક્રશ્વ સ્ર્હૃન્દ્વરઃ ગ ષ્ ગઃ ત્નત્ન

સ્ર્પર્ભિંશ્વ ગક્રબ્ડ્ડઙ્ગેંક્ર ઘ્શ્વક્રર્સ્ર્દ્રિંક્રથ્દ્રક્રક્રધ્બ્ગ થ્ક્રપગક્રઃ ત્ન

ત્શ્વભક્રર઼્િંક્રઠ્ઠભટક્રદ્ય્ક્રક્રધ્ક્રર્સ્ર્શ્વિં સ્ર્પર્ભિંશ્વ ભક્રૠક્રગક્ર પઌક્રઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૭ : ૨-૩-૪

પ્રાકૃતિક સ્વભાવ મુજબ દરેક દેહધારીમાં સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે. સાત્ત્વિક શ્રદ્ધાવાળો દેવોને, રાજસી શ્રદ્ધાવાળો યક્ષોને અને તામસી શ્રદ્ધાવાળો ભૂત અને પ્રેતના સમુદાયની ઉપાસનાના ભાવવાળો હોય છે.

સામાન્ય રીતે લોકો એવો અર્થ કરતા હોય છે કે દેવમાં શ્રદ્ધાવાળો એટલે જે મંદિરે જતો હોય, મૂર્તિમંત દેવી-દેવતાની પૂજા-આરાધના કરતો હોય તેવો માણસ, પરંતુ તેમ નથી. શ્રીકૃષ્ણની વાત મંદિરોમાં દેવી-દેવતાઓની કરવામાં આવતી પૂજા ઉપર પૂરી થઈ જાય તેવી છીછરી નથી. ‘ભગવદ્‌ગીતા’ના ત્રીજા અધ્યાયમાં દેવોસંબંધી વાત કરતાં-કરતાં શ્રીકૃષ્ણે જે કાંઈ કહ્યું છે તેને લક્ષમાં લેવામાં આવે તો દેવ-દેવીઓ એટલે આપણને મળતું ઇષ્ટ દેવાવાળાં છે તે દેવ, દેવીઓ છે. જે ઇષ્ટ દઈ શકે તે દેવ.

ઘ્શ્વક્રર઼્િંક્રક્રસ્ર્ભક્રઌશ્વઌ ભશ્વ ઘ્શ્વક્ર ઼ક્રક્રસ્ર્ર્ભિંળ્ : ત્ન

થ્જીથ્ધ્ ઼ક્રક્રસ્ર્ર્ભિંઃ ઊંક્રશ્વસ્ર્ઃ થ્ૠક્રક્રતજીસ્ર્બ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૧૧

પૃથ્વી દેવી છે. જળ દેવ છે, મેઘનો અધિપતિ ઇન્દ્ર દેવ છે, અગ્નિ દેવ છે, વાયુ દેવ છે, સમુદ્ર દેવ છે, પર્વતોમાં અમુક પર્વતોને દેવ માનવામાં આવ્યા છે. જેમ કે હિમાલય દેવ છે. ભારતીય સંસ્કૃતિએ નદીઓને પણ દેવી માની છે, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી વગેરે નદીઓની દેવીરૂપે પૂજા થાય છે. સૂર્ય અને ચંદ્ર પણ દેવ છે. પૃથ્વી ઉપરનું જીવન ટકાવી રાખવા માટે જેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા વસુઓ અને દિક્પાલોને પણ દૈવસ્વરૂપ માનવામાં આવ્યા છે.

બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી ત્રિકાળસંધ્યામાં સૂર્ય, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ વગેરે સાથે પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. જેનાથી સમગ્ર માનવજાતનું જીવન ચાલી રહ્યું છે તેવા તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા એ સાત્ત્વિક શ્રદ્ધા છે. જો સૂર્ય ન હોય તો માનવજાત એક દિવસ પણ જીવી ન શકે. જો ચંદ્ર ન હોત તો વનસ્પતિ અને ધાન્યો રસવિહીન થઈ જાત. પૃથ્વી, જળ, વાયુ વગેરે તમામ માનવજાત માટે એટલાં મહત્ત્વનાં છે કે તેમના વગરના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી, તેથી માનવના જીવન ઉપર જાણ્યે-અજાણ્યે તેઓનું ઋણ છે, જે ઋણ અદા કરવા માટેની ભાવના એ સાત્ત્વિક ભાવના છે. સાત્ત્વિક શ્રદ્ધાવાળી વ્યક્તિ તેવા દેવોની ઉપાસના કરવા ઇચ્છે છે. રાજસી અને તામસી શ્રદ્ધાવાળા લોકો સૂર્યનમસ્કાર નહીં કરી શકે. તેના માટે સાત્ત્વિક શ્રદ્ધાવાળું અંતઃકરણ જોઈએ.

મનુષ્યને માતા-પિતા તરફથી દેહની પ્રાપ્તિ થઈ છે અને બાલ્યાવસ્થામાં તેનું પોષણ થયું છે, તેથી ભારતીય વિચારધારા માતાપિતાને પણ દેવ માને છે. જ્ઞાનની દૃષ્ટિ વગર જીવન આંધળું છે, તેથી જેની પાસેથી જ્ઞાન મળે છે તેવા ગુરુજનો પણ દેવ છે. જેમનું જીવન બીજા માટે આદર્શ ઉપદેશનું કામ કરે છે તેવાઆચાર્યો પણ દેવ છે, જેથી ભારતની વિચારધારામાં ‘ૠક્રક્રભઢ્ઢઘ્શ્વક્રશ્વ ઼ક્ર, બ્ભઢ્ઢઘ્શ્વક્રશ્વ ઼ક્ર, ત્ત્ક્રનક્રસ્ર્ષ્ટઘ્શ્વક્રશ્વ ઼ક્ર ત્ન’ જેવાં સૂત્રો ગુંજી શક્યાં છે. જેમની પાસેથી કાંઈ મેળવ્યું છે તેનાથી શ્રેષ્ઠ તેમને પરત કરવાની શ્રદ્ધા, બીજાને ઇષ્ટ દેવાની શ્રદ્ધા એ સાત્ત્વિક શ્રદ્ધા છે.

રાજસી શ્રદ્ધા માટે કૃષ્ણ ‘સ્ર્દ્રક્રથ્દ્રક્રક્રધ્બ્ગ થ્ક્રપગક્ર’ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. યક્ષો અને રાક્ષસો અભિમાન અને ધનસંપત્તિની ઉપાસનાનાં પ્રતીક છે. ‘ભગવદ્‌ગીતા’ના ૧૦મા અધ્યાયમાં ‘બ્ડ્ડક્રશ્વઽક્રક્રશ્વ સ્ર્દ્રક્રથ્દ્રક્રગક્રૠક્રૅ’ કહી યક્ષો અને રાક્ષસોમાં કુબેરને ભગવાને પોતાની વિભૂતિ કહ્યા છે. ‘બ્ખ્ક્રડ્ડક્રશ્વઽક્રક્રશ્વ’ શબ્દ જ બતાવે છે કે યક્ષો અને રાક્ષસોને ધન-સંપત્તિમાં જ રસ છે.

જે વ્યક્તિના જીવનમાં બધાં જ સરવાળા અને બાદબાકી પદ, પ્રતિષ્ઠા અને ધન-સંપત્તિ માટે થતાં હોય, જે લોકોનો આદર, પ્રેમ, સ્નેહ અને સન્માન પણ પદ અને પ્રતિષ્ઠા ખાતર હોય તેવા લોકો રાજસી શ્રદ્ધાવાળા છે. રાજસી શ્રદ્ધા ધન અને અભિમાનની પૂજક છે.

કોઈ નેતા હોદ્દા ઉપર હોય ત્યાં સુધી તેમની આસપાસ ચમચાઓની ફોજ જામેલી રહે છે. નેતાને થૂંકવું હોય તો ખોબો ધરીને ઊભા રહે તેવા ચમચાઓ પણ હોય છે, પણ ત્યાં સુધી જ કે જ્યાં સુધી નેતા ધનવાન અને પ્રતિષ્ઠાવાન હોય, જ્યારે તે નેતાની પ્રતિષ્ઠા ખરડાય કે પદચ્યુત થઈને કોઈ વિપત્તિમાં મુકાય ત્યારે તેવા ચમચાઓ ગોત્યા હાથ નથી આવતા. નેતા ફોન કરે તો ફોન કાપી નાખે. જે રસ્તેથી નીકળે એ રસ્તો બદલી નાખે. કામથી ઘરે જાય તો ઘરે નથી તેવા બારોબાર જવાબ મળે, કારણ કે મોટા ભાગે ચમચાઓ રાજસી શ્રદ્ધાવાળી વ્યક્તિઓ હોય છે. કપરા કાળમાં જે કામ આવે તે સાત્ત્વિક શ્રદ્ધાવાળા જ આવી શકે.

લગભગ રાજકીય પક્ષોનો ઈતિહાસ તપાસીએ તો આ હકીકતને બરાબર સમજી શકાય છે. ભારતની આઝાદી પહેલાં જે લોકો કોંગ્રેસમાં સામેલ થયા તે જુદી શ્રદ્ધાવાળા હતા અને આઝાદી પછી સત્તા કોંગ્રેસના હાથમાં આવ્યા બાદ ગાંધીટોપી પહેરીને જેઓ કોંગ્રેસમાં જોડાયા તેમની શ્રદ્ધા પણ જુદી હતી. શ્યામાપ્રસાદ મુખરજી અને અટલબિહારી વાજપેયીના જનસંઘ અને ભાજપની સ્થાપના સમયના લોકો જુદી શ્રદ્ધાવાળા હતા અને આજે ભાજપના જે કોરોડ સભ્ય થયા તે જુદી શ્રદ્ધાવાળા છે. આ કરોડો પૈકીના લાખ પણ સાત્ત્વિક શ્રદ્ધાવાળા હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

તામસી શ્રદ્ધા માટે શ્રીકૃષ્ણ ‘ત્શ્વભક્રર઼્િંક્રઠ્ઠભટક્રદ્ય્ક્રક્રધ્ક્રર્સ્ર્શ્વિં’ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. તેનો અર્થ એવો નથી કે કાળીચૌદશે કે અન્ય દિવસે સ્મશાનમાં જઈને ભૂત-પ્રેતની ઉપાસના કરે છે તેવા લોકો તામસી શ્રદ્ધાવાળા છે, જે માટે શ્રીકૃષ્ણના શબ્દોને યથાર્થપણે સમજવાની જરૂર છે. શ્રીકૃષ્ણ ‘ત્શ્વભક્રર઼્િંક્રઠ્ઠભટક્રદ્ય્ક્રક્ર’ શબ્દોનો પ્રયોગ કરે છે, જેમાં પ્રેત એ મૃતક વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે અને ભૂત એ પંચમહાભૂતના શરીર માટે વપરાતો શબ્દ છે, જ્યારે ગણ એ સમુદાય માટે વપરાતો શબ્દ છે, જેથી મૃતક અને જીવિત પંચમહાભૂતના સમુદાયમાં જેની શ્રદ્ધા રહેલી છે તેવી વ્યક્તિને તામસી શ્રદ્ધાવાળી વ્યક્તિ સમજવી જોઈએ.

સમગ્ર અધ્યાત્મદર્શનનો નિચોડ એ છે કે સ્થૂળ આંખે દેખાતી પંચમહાભૂતની દુનિયાથી પર એક ચૈતન્ય રહેલું છે, જે ચૈતન્ય ઉપર પંચમહાભૂતના થતા ફેરફાર કોઈ અસર કરી શકતા નથી. તે ચૈતન્યતત્ત્વનો ન કોઈ જન્મ છે, ન મૃત્યુ, ન તેને કોઈ સુખ છે ન દુઃખ. જે સદાકાળ એકરસ અને આનંદમય છે તે જ ચૈતન્ય છે.

ઌ પક્રસ્ર્ભશ્વ બ્ૠક્રત્સ્ર્ભશ્વ ક્ર ઙ્ગેંઘ્ક્રબ્નપ્તક્રક્રસ્ર્ધ્ ઼ક્રઠ્ઠઅક્ર ઼ક્રબ્ભક્ર ક્ર ઌ ઼ક્રઠ્ઠસ્ર્ઃ ત્ન

ત્ત્પક્રશ્વ બ્ઌઅસ્ર્ઃ ઽક્રક્રઈભક્રશ્વશ્ચસ્ર્ધ્ ળ્થ્ક્રદ્ય્ક્રક્રશ્વ ઌ દ્યર્સ્ર્ભિંશ્વ દ્યર્સ્ર્િંૠક્રક્રઌશ્વ ઽક્રથ્ટ્ટથ્શ્વ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૨-૨૦

આવા સત્ય છતાં જે વ્યક્તિ માત્ર મરેલા અને જીવતા ભૂતસમુદાયની શ્રદ્ધાવાળી છે તે તામસી શ્રદ્ધાવાળી કહેવાય છે. વ્યક્તિની શ્રદ્ધા જ્યારે તમોગુણપ્રધાન હોય છે ત્યારે તેવી વ્યક્તિ જડ પંચમહાભૂતોથી પર દૃષ્ટિ કરવા સક્ષમ નથી રહેતી, જેથી એક અર્થમાં તે આંધળો છે, જેથી તામસી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી શ્રદ્ધાને હોશની આંખો નથી હોતી. અંધશ્રદ્ધાળુ લોકો પોતાની આંધળી માન્યતાઓમાં અંધ બનીને ઘણી વાર સેતાનને પણ શરમાવે તેવાં ઘાતક કૃૃત્યો કરી નાખે છે.

આખર સાત્ત્વિક, રાજસી કે તામસી, જેવી હોય તેવી, પણ તે શ્રદ્ધા જ તેના કર્તાના તમામ પુરૂષાર્થોનું સાચું બળ છે. જેની જેવી શ્રદ્ધા તેનો તેવો પુરુષાર્થ, જેનો જેવો પુરૂષાર્થ તેનું તેવું કર્મ. જેનું જેવું કર્મ તેનું તેવું ફળ. જે કર્મોનાં સારાં ફળ મેળવવા માગે છે તેણે પહેલાં તેની શ્રદ્ધાને યોગ્ય બનાવવી જોઈએ. જો શ્રદ્ધા યોગ્ય નહીં હોય તો સારાં કર્મો પણ સારું ફળ નહીં આપી શકે. વળી કર્મ ઉપરથી ગમે તે હશે, પણ તેની શ્રદ્ધા યોગ્ય દિશામાં હશે તો ફળ સારું જ રહેશે. બહાર દેખાતાં કર્મો તો ફળની છાલ જેવાં છે. શ્રદ્ધા તો ફળનો ગર્ભ છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED