Khel book and story is written by Vicky Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khel is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખેલ - નવલકથા
Vicky Trivedi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા ! એ બધું વેઠી લીધા પછી આજે મારા સુખના દિવસનો સૂરજ ઉગવાનો છે ! કેટલો મોહક છે એ સૂરજ ! જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી..... અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ
Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા માંગતા હતા ! એ બધું વેઠી લીધા પછી આજે મારા ...વધુ વાંચોદિવસનો સૂરજ ઉગવાનો છે ! કેટલો મોહક છે એ સૂરજ ! જયશ્રી એના મનમાં ભૂતકાળના દુઃખોને ભૂલીને આવનાર સુખોને ભેટી પડવા જઇ રહી હતી..... અર્જુન..... અર્જુન એના જીવનમાં આવ્યો ત્યારથી જ એ ખુશ હતી. જીવન એટલે શું ? સુખ કોને ખેવવાય ? પ્રેમ એટલે શું ? કોઈ પોતાનું હોય જે પોતાની પસંદ નાપસંદ જાણતું હોય ત્યારે કેવો આનંદ મળે એ
રાજીવ દીક્ષિત એક ખ્યાતનામ વકીલ હતા. શહેરના મોટા મોટા ઉધોગપતિઓ એની સલાહ લેવા આવતા. સાથે સાથે બ્લેક મનીવાળા માફિયાઓ પણ એની જોડે જ સલાહ લેવા આવતા. મુંબઈના માફિયાઓમાં એક નામ બલભદ્ર નાયકનું હતું. બલભદ્ર નાયક માત્ર નામ પૂરતો જ ...વધુ વાંચોહતો બાકી તો એના કર્મ ખલનાયકને શરમાવી નાખે એવા હતા. જે જે કાનમાં તેના નામના અક્ષરો પડ્યા હતા એ કાન તેનું નામ ભાગ્યે જ બીજીવાર સાંભળવા ઇચ્છતા. બલભદ્ર કમાતો ઘણું પણ બધું અનૈતિક રીતે છતાં તે વાપરવામાં ક્યારેય પાછો ન પડતો. તે અવારનવાર રાજીવ દીક્ષિતની ઓફિસે આવતો. એના બ્લેકમની વ્હાઇટ કરવા માટેના આઈડિયા લેતો અને અઢળક રૂપિયા વેરીને જતો. આખી ઓફિસને
રવિવારની સવારે લાલચાલીના સસ્તા મકાનોની હારમાં ચહલપહલ શરૂ થઈ. મુંબઈમાં સૂરજ કરતા મોડા ઉઠવું એ પણ ભાગ્યે જ ચાન્સ મળે તેવી બાબત છે! રોજ કરતા મોડા ઉઠીને જાણે એક દિવસ માટે આઝાદી મળી હોય એવી નિરાંત બધાને હતી. ગરીબ ...વધુ વાંચોમધ્યમવર્ગના લોકો એ ચાલીમાં રહેતા. ચાલીમાં એક મકાનમાં ભાડુઆત તરીકે અર્જુન પણ રહેતો. એક રુમ અને રસોડાનું મકાન. રૂમમાં એક છ બાય ત્રણની શેટી, રૂમની મધ્યમાં કઈ નવું કહી શકાય એવી એક ટીપોઈ, મકાન માલીકે જ ઘરમાં એક ખૂણામાં મુકેલ લાકડાનું કબાટ, જેમાં અર્જુનના કપડાં અને પુસ્તકો રહેતા. તેને પુસ્તકો વાંચવાનો શોખ પણ હતો અને પુસ્તકો સિવાય તેને કોઈ મિત્રો પણ
અર્જુન ચહેરા ઉપર સ્મિત રેલાવી ચાલ્યો જતો હતો. એને પોતાને જ જાણે સમજાઈ નહોતું રહ્યું કે એ કેમ હસી રહ્યો હતો હા કદાચ એ રડી રહ્યો હોય ત્યારે કોઈએ એને પૂછ્યું હોય કે કેમ રડે છે? તો એનો એક ...વધુ વાંચોજવાબ હોય અને એની જાણ અર્જુનને બરાબર રહેતી. પણ હસવા માટેનું કારણ શોધવા એને ફાફા મારવા પડે તેમ હતું. ખાસ્સું ચાલી લીધા પછી લોહી ગરમ થયું, ઠંડી ઓછી લાગવા લાગી એટલે સ્વેટર ઉતારી હાથમાં લઈ લીધું. પુરા સાતસો રૂપિયા આપી તિબેટીયન રેફ્યુજી લોકો ગરમ કપડા વેચવા આવે એમની પાસેથી લીધું હતું એટલે એ સ્વેટરને એક કોટ જેટલું માન આપવામાં કોઈ
સોમવારની સવારે શ્રી વહેલી ઓફિસે પહોંચી ગઈ હોત. વહેલી પહોચી ગઈ હોત એનું કારણ એ હતું કે પોતે હોસ્ટેલ છોડીને નજીકમાં જ એક રુમ રાખી લીધી હતી. રૂમ મેળવવામાં એને ખાસ કોઈ તકલીફ નહોતી પડી. આમ તો શહેરોમાં આસાનીથી ...વધુ વાંચોભાડે નથી મળતા પેલી કહેવત છે ને કે મુંબઈમાં રોટલો આપનાર મળી રહે છે પણ ઓટલો આપનાર નથી મળતું પણ હોસ્ટેલના દીદી એ જ વિસ્તારમાં રહેતા હતા એટલે એમની ઓળખાણને લીધે હંસરાજ મેહતાની ખાલી ઓરડી તેને મળી રહી. પણ એ દિવસે એને મોડું પહોચવું સમય આધીન હોય તેમ તેના રસ્તામાં આંદોલન કારીઓની ભીડ એને નડી હતી. હજારો ગુસ્સાથી ભરાયેલા રોષ ઠાલવવા