“અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી. “એ હેડ્યા... જાય છે. આગળ હાલ... બુન ઝટ પગ ઉપાડ મારી માવડી....” “હાલ્ય.... હાલ્ય...” કહેતાં રૂખી તેની પડોશી રામી સાથે સેઢે જવા રવાના થઈ. તે મહેસાણા જિલ્લાનું નાનું ગામ હતું. ઉનાવા લગભગ ચાર સો ખોરડાનું ગામ.
Full Novel
ખોફનાક ગેમ - 1 - 1
“અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી. “એ હેડ્યા... જાય છે. આગળ હાલ... બુન ઝટ પગ ઉપાડ મારી માવડી....” “હાલ્ય.... હાલ્ય...” કહેતાં રૂખી તેની પડોશી રામી સાથે સેઢે જવા રવાના થઈ. તે મહેસાણા જિલ્લાનું નાનું ગામ હતું. ઉનાવા લગભગ ચાર સો ખોરડાનું ગામ. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 1 - 2
‘તમે સરપંચને જાણ કરી તે સમય અને બેભાન પડેલા આ લોકોના દેહ તમને મળ્યા તે વચ્ચે કેટલા સમયનું અંતર અને આ ચારમાંથી પહેલાં ભાનમાં કોણ આવ્યું, કેટલીવારમાં આવ્યું ?’ વિચારવશ હાલતમાં જમાદારે પૂછ્યું. ‘સાહેબ...અમે લાખા, ભચા, રૂખી અને રામીને બેભાન હાલતમાં જોયા કે તરત જ સરપંચ સાહેબને જાણ કરવા બે જણને દોડાવ્યા હતા અને લગભગ વીસ મિનિટમાં તો સરપંચ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તે ચારમાંથી લોખો જ ભાનમાં આવ્યો હતો. બાકી ભચો, રૂખી અને રામી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ભાનમાં આવ્યા હતાં.’ ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 1 - 3
પગલાંની છાપ જોઈને વ્રજલાલભાઈ તથા પટેલભાઈ દંગ રહી ગયા. ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા કેટલાંય વર્ષો થઈ ગયાં હતાં, ક્યારેય આટલાં મોટાં પગલાં તેઓએ જોયાં ન હતાં. કાંટાની વાડ એક તરફથી દૂર કરી તેઓ પગલાની નજદીક પહોંચ્યા, રાત્રીના થયેલ વરસાદથી પગલાંની અંદરના સળ થોડા ઝાંખા પડી ગયા હતા, પણ દિવસના સૂર્યના તાપને લીધે પગલાની છાપવાળી પટ્ટી સુકાઈ ગઈ હતી. તેથી પગલાં સ્પષ્ટ દેખાતાં હતાં. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 2 - 1
ગંગામૈયાની આરતીના ઝનકાર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય અને પ્રફુલ્લિત બનેલું હતું. મેજર સોમદત્ત તથા કદમ ગંગામૈયાની આરતીનો લાભ લેવા માટે પૈડી પર સ્થિત ગંગામાતાનાં પાવન ચરણોમાં તેના મંદિરમાં ઉપસ્થિત થયા હતા. ગંગામૈયાની આરતીની પ્રાગટ્યે ઉજ્જવલ અગ્નિની જ્વાળાના પ્રકાશથી મેજર સોમદત્તનો ચહેરો લાલ રતુંબડો અને સૌમ્ય લાગતો હતો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 2 - 2
‘‘સર...ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વ્રજલાલભાઇ એબોટીની વાત પરથી તે ખરેખર સાચી ઘટના બની હતી. તેઓએ તથા તેમના આસિસ્ટટં ફિઝિક્સ એનાલાયસિસ પટેલભાઇએ તે પગલાંનું બરાબર નિરક્ષણ કર્યું હતુ. તે પગલાની છાપ સાચી હતી, માનવ સર્જિત ન હતી પણ મારા મગજમાં તે વાત બેસતી નથી. કેમ કે ધરતીના આવરણ ઉપરથી કોઇ વસ્તુ નીચે આવે, તો તે એટલા પ્રેસરથી આવે છે કે ઘર્ષણની ક્રિયાને લીધે તે બળીને ખાખ થઇ જાય છે. નહીં તો સર...સૌર મંડળમાં એટલા બધા ઉલ્કાપાત થતા હોય છે. તે જો ધરતી પર ટકરાતા હોય તો ધરતીનો ક્યારેક વિનાશ થઇ ગયો હોત. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 2 - 3
લગભગ સાત ફૂટની ઊંચાઇ, પાડા જેવુ શરીર અને શરીર પર રીંછ જેવી ઘટ અને કાળા બાલની રૂવાંટી, હાથના પંજા જેવા પણ રાક્ષસી તીક્ષ્ણ નહોરવાળા અને મોં કોઇ પ્રેતાત્મા જેવું લાગતું હતુ. ચહેરા પર ઘટાદાર રૂવાંટી હતી અને વરુ જેવા તીક્ષ્ણ દાંત બહાર દેખાતા હતા. મેજર સોમદત્તે કે કદમે પોતાની જિંદગીમાં આટલું ભયાનક પ્રાણી કે કોઇ પ્રેતાત્મા ક્યારેય જોયો ન હતો. મેજર સોમદત્તનો રિર્વોલ્વર પકડેલો હાથ ઊંચો થયો અને પછી ‘‘ધડામ...’’ ભયાનક શોર મચાવતી એક ગોળી છૂટી. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 3 - 1
નાગર કોટ...નેપાળનું ખૂબ સુંદર હિલ સ્ટેશન. લગભગ સો ખોરડાની વસ્તી ત્યાં છૂટા-છવાયા પર્વતો પર વસેલી છે. એક તરફ ઉત્તર ગીચ જંગલ ફેલાયેલું છે. તો બીજી તરફ મોટી ઝીલ આવેલી છે. કાઠમંડુથી તે 32 કિલોમીટરના અંતરે આવેલુ છે. ભારતથી તિબેટ જવાના રસ્તા પર નાગરકોટ આવે, તેની ઊંચાઇ 2300 મીટર દરિયાની સપાટીથી આવેલી છે. બૌદ્ધ સાધુ મંજુશ્રી પ્રથમ ત્યાં ગયેલા.કહેવાય છે કે નાગરકોટનો પૂરો એરિયા પહેલા મોટી ઝીલ હતી. પણ ભૂતકાળમાં આવેલા કોઇ ભૂકંપની અસરથી તે પર્વતોનો ભાગ ઉપર આવી જતા નાગરકોટ બન્યું.વિશ્વના ટુરિસ્ટો નેપાળ ફરવા માટે આવે છે. અને તે સૌ નાગરકોટની અચૂક મુલાકાત લે છે. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 3 - 2
હજારો વર્ષ નીકળી ગયાં. એક વખત એક ગોવાળ ગાયોને ચરાવતાં તે જગ્યા પાસે આવ્યો ત્યારે ચમત્કાર થયો અને ગાયોના દૂધની ધારાઓ વહેવા લાગી. તે ચમત્કારોથી ગોવાળ આશ્ચર્ય પામ્યો અને ત્યાંના તે વખતના રાજા પાસે દોડી ગયો અને રાજાને વાત કરી. રાજા તરત તે જગ્યાએ દોડી આવ્યો. રાજા પણ તે ર્દશ્ય જોઇને આચરજ પામી ગયો અને પછી પોતાના સિપાઇઓને તે જગ્યા પર સંશોધન કરવાનું કહ્યું અને ત્યારે શોધ કરતાં તે શિવના બળદ સ્વરૂપનું કપાયેલું શિંગ મળી આવ્યું અને તે મળી આવેલ શિંગની સ્થાપના કરી. રાજાએ ભગવાન શિવના ભવ્ય મંદિરની સ્થાપના કરી, તે પશુપતિનાથનું મંદિર. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 3 - 3
હવેલીની બાઉન્ડ્રી પાસે એક વડનું મોટું વૃક્ષ તેની નજરે ચડ્યું અને તે વૃક્ષની મોટી ડાળીઓ અને વડવાઇઓ હવેલીની બાઉન્ડ્રીની ફેલાયેલી હતી. આદિત્ય તરત તે વડના વૃક્ષ ઉપર ચડી ગયો. ઉપર ચડી ગયા બાદ થોડીવાર તે વૃક્ષ પર બેસી રહ્યો અને હવેલીની બાઉન્ડ્રી અંદરની હિલચાલ જોવાનો પ્રયન્ત કરવા લાગ્યો. અંદરના તે પ્રાંગણમાં કોઇ જ ન હતું. હવેલીની ઇમારતની બહાર અને બાઉન્ડ્રીની અંદરના તે પ્રાંગણમાં ચારે જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. તે સિવાય મોટાં મોટાં વૃક્ષો ઊગેલાં હતાં. અંદર બનાવેલો બગીચો માવજત વગર સુકાઇ ગયો હતો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 3 - 4
ધમ્મ...તેના કૂદી પડવાનો ધીમો અવાજ થયો. થયેલા અવાજની શું પ્રતિક્રિયા થાય છે, તે જાણવા માટે તે થોડી વાર સુધી કાન સરવા કરીને બેસી રહ્યો. પરંતુ ક્યાંય કોઇ હિલચાલ થઇ નહીં, એટલે તે ચાર પગે (બે હાથ, બે પગ) જાનવરની જેમ ચૂપચાપ ચાલતો-ચાલતો હવેલીના મકાન તરફ આગળ વધ્યો. હવેલીનું પાછળનું પ્રાંગણ એકદમ વેરાન હતું. ચારે તરફ વૃક્ષોનાં સૂકાં પાંદડાઓના ઢગલા પડયા હતા અને ઘૂંટણ સુધી ઊંચાઇનું જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું. ઘાસની વચ્ચે થઇને તે હવેલીના પાછળના એક કમરાની બારી પાસે આવ્યો. પછી તે ચૂપચાપ ઊભો થયો અને એમ ને એમ બે ચાર પળો ઊભો રહ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 4 - 1
મન મક્કમ કરીને હેમા ગેલેરીમાં આગળ વધી રહી હતી. હેમા થોડા વખતથી કિશનની હવેલીમાં રહેવા આવી ગઇ હતી. કિશને તેને અલાયદો કમરો કાઢી આપ્યો હતો. રાત્રીનો સન્નાટો ચારે તરફ પ્રસરેલો હતો. સન્નાટામાં તમરાંનો તીણો અવાજ વાતાવરણમાં ભય પેદા કરતો હતો. કાળાં ડિબાંગ બાદળોથી છવાયેલા આકાશમાં થોડી થોડી વારે વીજળીનો ચમકારો થતો હતો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 4 - 2
‘કિશન...તું જલદી તારી મોટર સાઇકલ લઇને ચૂપચાપ અહીંથી સરકી જા અને પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને મદદ માટે કહે અને પાર્ટીને લઇને જલદી પાછો આવ...’ ‘પણ હેમા પોલીસ મારી વાત માનશે...?’ ‘ગમે તેમ કરી તું થાણાના ઇન્સ્પેક્ટરને સમજાવીને લઇ આવ, કિશન આપણી પાસે સમય નથી...’ હેમા બોલી, તેના ચહેરા પર વ્યાકુળતા દેખાઇ રહી હતી. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 4 - 3
‘‘છોકરી...કોણ છે તું અને અહીં શું કરી રહી છો...? ચાલ તારી રિર્વોલ્વર મને આપી દે...’’ બેમાંથી એક શખ્સ હાથ આગળ આવતાં બોલ્યો. ‘‘ધાંય-ધાંય...હેમાની રિર્વોલ્વરે આગ ઓકી. આગના લિસોટા વચ્ચે પસાર થતી ગોળીઓ બંનેના એક-એક પગનું હાડકું તોડતી નીકળી ગઇ. ચીસો પાડતાં બંને શખ્સ નીચે પગ પકડીને બેસી ગયા. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 4 - 4
થોડીવાર પછી કિંગફિશરનું તે પ્લેન આકાશમાં ઊડતું ભારત તરફ જવા પ્રયાણ કર્યું. કિશન ઊડતા પ્લેનને જોઇ રહ્યો. પ્લેન ધીરે આકાશમાં વાદળોની આગોશમાં અર્દશ્ય થઇ ગયું. કિશને રડતી આંખો બંધ કરી. તેની આંખોમાંથી બે બૂંદો ખરીને ધરતી પર પટકાયાં. આ તેના પ્રણયનો છેલ્લો ધબકારો હતો. માથાને બે-ત્રણ ઝાટકા આપી તેણે હેમાના વિચારોને ખંખેર્યા પછી એરપોર્ટના બહારની તરફ જવા લાગ્યો. ‘ચાલો ત્યારે...’ તે મનમાં બબડ્યો...’ અરે પણ કિશન...હવે ક્યાં જઇશ...? તારું તો બધું જ નષ્ટ થઇ ગયું છે. દિલના ખૂણામાંથી એક અવાજ ઊઠ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 5 - 1
વાદળોના ધુમ્મસ વચ્ચેથી પસાર થતું પ્લેન પૃથ્વીના ગોળાને અર્ધગોળ રાઉન્ડ લગાવીને આફ્રિકાની ધરતી તરફ ઊડી રહ્યું હતું. યાત્રીઓને સૂચના આપવામાં છે...પ્લીઝ સીટોના બેલ્ટ બાંધી લ્યો...આપણું પ્લેન થોડીવારમાં જ આફ્રિકાના દારેસલામ શહેરના ‘જુલીયસ નાયરેરે ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર ઉતરાણ કરશે...પ્લીઝ.’ થોડી...થોડી વારે પ્લેનમાં એનાઉન્સ થવા લાગ્યું. ‘કદમ...એય ઉંઘણશી ઊઠ હવે...’દારેસલામ,’ આવી ગયું. કદમના માથા પર વ્હાલથી હાથ ફેરવતા પ્રલય બોલ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 5 - 2
‘મિ.મેક...અમારે મારા મિત્રને શોધવો છે. ખૂબ જ મહત્ત્વનું છે અને તેથી જ તે ગુમનામ ટાપુ પર કોઇપણ સંજોગમાં પહોંચવું જેમ બને તેમ જલ્દી માહિતી મળે તે જરૂરી છે. મારા મિત્રની જિંદગી જોખમમાં છે.’ નિરાશ મને કદમ બોલ્યો. ‘મિ.કદમ...આપ ચિંતા મારા પર છોડી દ્યો, હુ ગમે તેમ કરીને આપને તે ગુમનામ ટાપુ વિશે માહિતી મેળવી આપીશ. આપનો મિત્ર તે મારો મિત્ર સમજો...’ ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 5 - 3
‘‘તનો સંપર્ક...’ વિનય બોલતો હતો પણ પગ દબાવી ઇશારાથી તેને બોલતો અટકાવી ઝડપથી પ્રલય બોલ્યો. મિં. ડેનિયલ તેનો અમારી બે દિવસ પહેલાં સંપર્ક થયો હતો, ત્યારબાદ કદાચ તેના મોબાઇલની બેટરી ઊતરી ગઇ હશે અથવા નેટવર્ક ન મળવાથી સંપર્ક થતો નથી.’’ પ્રલયની વાત સાંભળી ડેનિયલના ચહેરા પર ક્રૂર હાસ્ય છવાઇ ગયું. પછી તે ઝડપથી એક સિગારેટ સળગાવી પીવા લાગ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 5 - 4
ખુરશી પર બેઠેલો ટકલુ પહેલવાન ફર્શ પર પછડાયો તે જ સમયે પલંગ પર બેઠેલા બંને પહેલવાનો ઝડપથી ઊભા થયા. પહેલવાન જેના હાથમાં મોટર સાયકલની ચેન હતી, તે પ્રલય તરફ દોડ્યો. નીચે પટકાયેલ ટકલુ પહેલવાનના પેટમાં કદમે ખૂબ જ જોરથી લાત લગાવી દીધી. તે પહેલવાન કદમની લાતના ભીષણ પ્રહારની બેવડો વળી ગયો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 6 - 1
હિંદ મહાસાગરની અફાટ જળરાશિમાં એક મોટર બોટ ગતિ સાથે તેની દિશામાં દોડી રહી હતી. ચારે તરફ હિંદ મહાસાગરનાં પાણી સાથે ઊછળી રહ્યાં હતાં. મોટાં-મોટાં મોજાંઓ આકાશને ચૂમવા માટે ઉપર ઉછળતા અને પછી જોશ સાથે નીચે પછડાતા. સવારનો સમય હતો. ભગવાન સૂર્યનારાયણ મોટા ઋષિમુનિ જેમ ભગવાં કપડાં પહેરીને પૃથ્વીની પ્રદક્ષિણા પર નીકળ્યા હોય તેવા લાલ-કેસરી રંગના દેખાતા હતા. દરિયાની જળરાશિમાંથી સીધા જ સ્નાન કરી ધરતી પર આવી રહ્યા હોય તેમ સૂર્યનો મોટો લાલ ગોળો દરિયાના પાણીમાંથી બહાર આવી રહ્યો હતો. મંદ મંદ ઠંડો આહ્લાદક પવનનો વાયરો વાઇ રહ્યો હતો. ક્વિક ક્વિક કરતા દરિયાઇ પક્ષીઓ કિલ્લોલ કરતાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં, ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 6 - 2
‘‘મોગલો, બોટને ઊભી રાખવા કેટલું ઊંડાણ હશે તો ચાલશે...?’’ વિનયે પૂછ્યું. ‘‘લગભગ બારથી પંદર ફૂટ હોય તો ચાલે...’’ ‘‘ઠીક છે. તમે અહીં જ થંભાવો હું પાણીમાં ઊતરી આગળ તપાસ કરી આવું છું...’’ ઊભા થઇ પહેરેલ પેન્ટ અને શર્ટને ઉતારતાં વિનય બોલ્યો. શર્ટ ઉતારતાં જ વિનયનું સશકત શરીર સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યું. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 6 - 3
છેલ્લે નક્કી થયા મુજબ પ્રલય તથા વિનય સમુદ્રના તળિયે જવા માટે તૈયાર થયા. બંનેએ મરજીવાનો પોષાક પહેર્યો. તેઓના શરીર તે પોષાક બરાબર ફિટ થઈ ગયો પછી કદમે કાળજીપૂર્વક ઉપરનો હેલ્મેટવાળો ભાગ બરાબર ગોઠવ્યો અને નીચેના લોક ગળા ઉપરના કાંઠલા પર ફિટ કર્યા. ત્યારબાદ તેના ઓક્સિજન માસ્ક તથા ફેઇસપ્લેટ ગોઠવી. અંદર વાયરલેસ સેટને બરાબર ફિટ કરી પછી ઓક્સિજન સિલિન્ડરનો વાલ્વ ખોલ્યો અને તેને મીટર પર ચારના આંકડા પર ફિક્સ કર્યો. ત્યારબાદ વાયરલેસના ઈયરફોનને પોતાના કાન પર ગોઠવ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 6 - 4
પ્રલયે નીચે નજર ફેરવી. તે ચમકી ગયો. કદમા પગ પાસે કાંઈ સાપ જેવું જળચર ચોંટેલું હતું અને કદમના પગ વીંટોળા લેતું પગના ઉપરના ભાગ તરફ આગળ વધી રહ્યું હતું. “પ્રલય... પ્રલય... આ શું છે...?” કોઈ વસ્તુ મારા બંને પગને જકડી રહી છે. નીચા નમી હાથ-પગ પાસે લઈ જઈ દહેશતથી ધ્રૂજતા અવાજે કદમ બોલ્યો.” બેબાકળો બનેલ કદમ કાંઈ કરે તે પહેલાં તે ફર્શ પર ઊથલી પડ્યો. તેના પગ પર જકડાયેલ તે જળચરનો પંજો તેના પગને વીંટાળતો તેના કમર સુધી પહોંચી ગયો હતો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 7 - 1
કોઈ નાનકડાં ગામના પાદરેથી તળાવમાંથી પાણી ભરીને આવતી નાચતી, કૂદતી, ઊછળતી, અલ્લડ કન્યાની જેમ આકાશમાં નાની-નાની પાણી ભરેલી વાદળીઓ રહી હતી. સમુદ્રની લહેરોનો અહ્લાદક સ્પર્શ પામી આનંદમય બનેલો મધુર ઠંડો પવન વ્હાઇટ રહ્યો હતો. ધરતીમાતાને ખુશ જોઈ આનંદથી થનગનતો સૂર્ય સોળે કળાએ ખીલી રહ્યો હતો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 7 - 2
“અરે વાત કરોને યાર...હું આજ સૌને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવું...” ઊભા થતાં વિનય બોલ્યો અને પછી બોટમાં બનાવેલ કિચન ચાલવા લાગ્યો. “ચાલ હુ પણ તને મદદ કરાવું...” સિગારેટનો એક ઊંડો કશ લઇ ઊભા થતાં, કદમ બોલ્યો. પ્રલય પણ ઊભા થઇ બોટના એન્જિનરૂમમાં મોગલો પાસે જવા લાગ્યો. ડેનિયલ બેઠો-બેઠો વાઇન પી રહ્યો હતો. તેના હાથમાં સિગારેટ સળગતી હતી. ઘૂઘવાતો સમંદર ધીરે ધીરે શાંત પડતો જતો હતો ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 7 - 3
બોટ કિનારા સાથે અથડાઇ એ જ સેકન્ડ પ્રલય, કદમ સૌએ જમ્પ મારી હતી. જમ્પ મારતાં સૌ અધ્ધર ઊછળ્યા હતા પછી ટાપુની ધરતી પર ફેંકાયા. તેઓની ચેતના લુપ્ત થઇ ગઇ. નીચે ધરતી પર પછડાવાથી ગંભીર ઇજાઓ પણ થઇ હતી. શરીરમાં છોલાવાથી ચારે તરફ લોહી નીકળી રહ્યું હતું. ડેનિયલનું માથું ફાટી ગયું હતું. ડેનિયલનું સોનું પણ દરિયામાં અને ટાપુની ધરતી પર વિખરાઇ ગયું. કોણ જીવિત છે, કોણ ગંભીર ઘાયલ છે, કોઇને કાંઇ જ ખબર ન હતી. સૌ બેભાન હાલતમાં પડ્યા હતા. ભયાનક મોતનું તાંડવ જોવા માટે તે ભયાનક ટાવુ પર કોઇ જ હાજર ન હતું. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 8 - 1
ખાધા-પીધા વગર “બંધનગ્રસ્ત” અવસ્થામાં આંખો બંધ કરીને કદમ પડ્યો હતો. આથમતા સૂર્યનો લાલ પ્રકાશ ઝૂંપડામાં ફેલયેલો હતો. જે તેના પર પડોત હતો. કદમને ખૂબ જ તરસ લાગી હતી. પણ આખા દિવસમાં કોઈ તેની પૃછ્છી કરવા આવ્યું ન હતું. આખો દિવસ ઘાસના બિછાનામાં બંધનગ્રસ્ત હાલતમાં પડ્યા-પડ્યાં અકળાઈ ગયો હતો. અહીંથી કેમ છૂટકે તેના વિચાર કરતો તે પડ્યો રહ્. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 8 - 2
અચાનક વિચિત્ર કદાવર દેહવાળા આદમીને જોઇ જંગલીઓ અચંબામાં પડી ગયા. પ્રલયના સશક્ત દેહ, લપકારા મારતી આગના પ્રકાશમાં રક્તવર્ણે ચમકી હતો. તેના માંસલ ભર્યા બાવડા હાથીના પગ જેવા મજબૂત દેખાતાં હતાં. જાણે આકાશમાંથી કોઇ દેવ સાક્ષાત ધરતી પર ઊતરી આવ્યા હોય તેવા દેખાઇ રહ્યા હતા. કબીલાના સરદારની આંખો ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ તેનો કાળો ત્રાંબાવર્ણો ચહેરો ક્રોધથી તમતમતો હતો. તેમણે પ્રલય તરફ આંગળી ચીંધી જોરથી ચીસ નાખી. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 8 - 3
સૂર્ય આથમી જતાં જ ટાપુ પર ઘોર-અંધકારનું સામ્રાજ્ય છવાઇ ગયું. ધુમ્મસે આખા ટાપુ પર કબજો જમાવી દીધો. રાત્રીના ચિર ખોફનાક વાતાવરણમાં નિશાચર પ્રાણીઓની ત્રાડો ગુંજવા લાગી. જંગલ ધીરે-ધીરે જાગી રહ્યું હોય તેમ વાતાવરણ ભયાનક બનતું જતું હતું. ગુફા અંદરથી ઊંડી અને પહોંળી હતી. જંગલીઓ આસપાસથી સૂકાં લાકડાં શોધી લાવ્યા અને ચકમક પથ્થરથી ગુફાના મોં પાસે તાપણું સળગાવ્યું. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 8 - 4
વિનયે સ્ફૂર્તિથી રિર્વોલ્વરને ખિસ્સામાંથી બહાર કાઢી આ બંને હાથમાં મજબૂતાઇથી પકડી. ભયાનક વેગ સાથે ધસી આવતા ગેંડાએ ત્રાડ નાખી અને વિનય ઊભો હતો. ત્યાં માથું નમાવીને હુમલો કર્યો. વિનય ખૂબ જ ઝડપથી ઝાડની એક તરફી ફરી ગયો. ‘ધડામ...’ અવાજ સાથે વિશાળકાય ભયાનક ગતિથી તે મોટા ઝાડ સાથે અથડાયો. કડડડ...ભૂસ...ના અવાજ સાથે એ ઝાડ ગેંડાની ભયાનક તાકાતથી તૂટ્યું અને વિનય તરફ નમીને પડ્યું વિનયે છલાંગ લગાવી અને નીચે તૂટી પડતા ઝાડથી તે માંડ-માંડ બચ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 9 - 1
વિનય પોતાની રિર્વોલ્વરને તે જાનવર સામે તાકી ઊભો રહ્યો. પ્રલય, વિનય અને કદમની ધડકનો તેજ થઇ ગઇ. “મારી જિંદગીમાં આવું જાનવર માણસનું કોમ્બાઇનિંગ જોયું નથી...સાલ્લુ માણસ છે, તેવું વિચારીએ તો જાનવર લાગે છે, અને જાનવર વિચારીએ તો માણસ લાગે છે...” આશ્ચર્ય સાથે કદમ તે પ્રાણીને જોઇ જ રહ્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 9 - 2
જાનવરોને કાપકૂપ કરીને માનવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું દેખાતું હતું. જાનવરોના આગળનાં બંને પગને માનવીના હાથ જેવા આવ્યા હતા. પાછળનાં પગને સીધા કરીને ઊભા રહી શકે તેવી કાપકૂપ કરેલી હતી. રીતસર હાથના પંજા બનાવેલા હતા. કમરની સ્પાઈનલ કોડને પણ તે જાનવરો ટટ્ટાર ઊભા રહી શકે તેવી રીતે ઓપરેશનથી કાપકૂપ કરેલ હતી. તા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરી માનવને મળતો ચહેરો બનાવવાની કોશિશ કરેલી હતી. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 9 - 3
કદમની વાત સાંભળીને તેનો ગોરો ચટ્ટો ચહેરો ગુસ્સાથી તમતમીને લાલ થઇ ગયો. તેની આંખો ક્રોધથી સળગી ઊઠી બે-ચાર પળમાં તે નોર્મલ થઇ ગયો. મોં પર સ્મિત રેલાવતાં તે બોલ્યો. “મિ.કદમ...તમારી મઝાકથી મને માઠું નહીં લાગે...” પણ જો ખરેખર તમે મને સાથ આપે તો તમને દુનિયા આખાના લશ્કરના વડા બનાવવાનું હું વચન આપું છું.’’ ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 9 - 4
થોડીવાર પછી કદમને ઓપરેશન થિયેટરમાં સુવડાવવામાં આવ્યો હતો. અત્યારે ત્યાં બાંધેલો ચિત્તો ન હતો અને ઓપરેશન થિયેટર પણ સાફ-સુથરો કદાચ તે ચિત્તાને બીજા રૂમમાં ખસેડી નાખવામાં આવ્યો હતો. કદમ પર હેડલાઇટનો તીવ્ર પ્રકાશ પડતો હતો. મોરારીબાબુ અને તેનો આસિસ્ટંટ ઓપરેશન કરવાની તૈયારી કરતા હતા. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 9 - 5
“હેન્ડઝ અપ...” કદમે રાડ નાખી. બંનેએ પોતાની રાયફલ નીચે મૂકી દઇને હાથ ઉપર ઉઠાવ્યાં. થિયેટરવાળા ખંડમાં બંધ કરેલા કદમને પોતાની જોતા તેઓને આશ્ચર્ચ થયું. “આમ બાઘાની જેમ મારી સામે જોઇ રહ્યા છો...? જીવવા માંગતા હોવ તો ચૂપા-ચૂપ હું કહું તેમ કરો, નહીંતર આ રિર્વોલ્વર તમારી સગી નહીં થાય...” કદમે ચેતવણીભર્યા સ્વરે કહ્યું. “મિ....તમે અહીંથી છટકી નહીં શકો...મુરારીબાબુ હમણાં જ આવી પહોંચશે...પછી તમારી ખૈર નથી...” એક સિપાઇ ગજર્યો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 10 - 1
નોકરની વાત સાંભળીને મુરારીબાબુ સન્નાટામાં આવી ગયાં. પ્રલય, કદમ, વિનય પણ ચોંકી ઊઠ્યા. “શું થવા બેઠું છે, જ સમજાતું નથી. કરતા મુરારીબાબુ પ્રયોગશાળાની બિલ્ડિંગમાંતી ગુફાવાળા રસ્તે ઝડપથી બહાર આવ્યા. તેમની પાછળ લગભગ દોડતા-દોડતા પ્રલય સાથે સૌ બહાર આવ્યા. ગુફાના મુખની સામે તરફ ફેલાયેલી ટેકરીઓ પર આવેલાં વૃક્ષો માટેના એક ઝાડ પર તે સિપાઇઓની લાશો ઊંઘા મોંએ લટકી રહી હતી. નોકરની મદદથી કદમે લાશોને નીચે ઉતરાવી. લાશોને ગુફાના મુખ પાસે આવેલી સપાટ ધરતી પર સુવડાવી, ત્યારબાદ લાશ પાસે ઘૂંટણિયા બેસી કદમ તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. પ્રલય અને વિનય પણ તેની પાસે ઊભા હતા. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 10 - 2
સ્નેકબોનની ચીસોના અવાજથી હોલ ગુંજી ઊઠ્યો. મુરારીબાબુ ક્રોધથી પાગલ થઇને સ્નેકબોનને હન્ટરથી મારતા જ રહ્યા. સ્નેકબોનના કપડાં ચિરાઇ ગયાં કપાયેલી ચામડીમાંથી લોહીની ટસરો ફૂટી થોડીવારમાં જ તે લોહી-લુહાણ થઇ ગયો. “મુરારીબાબુ તેને છોડી દ્યો, પ્લીઝ...આપણી પાસે સમય ઓછો છે. જલદી આપણે અહીંથી નીકળી જવાનું છે...” પ્રલય ચિલ્લાયો અને મુરારીબાબુના હાથ અટકી ગયા. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 11 - 1
એ સાંકડી, અજગરની જમે વાંકી-ચૂકી ચાલી જતી પગદંડી પર તેઓ ચાલ્યા જતા હતાં.પગદંડી ક્યારેય પથ્થરો વચ્ચે તો ક્યારેક ઊંચી-સીઘી, દીવાલોની વચ્ચે તો ક્યારેક એકદમ ટેકરીઓની ટોચ પર થઇને ચાલી જતી હતી. ટોચની બંને તરફ ભયાનક ઊંડાણવાળી ખીણો હતી. ચાલતા-ચાલતાં તેઓ થાકથી અધમૂવા થઇ ગયા હતા. તેઓનો ગોરો ચટ્ટો રંગ શ્યામવર્ણો થઇ ગયો હતો. હોઠ પર સુકાઇને પોપડી જામી ગઇ હતી. પર્વતની ટોચો પર નીકળતી અગ્નિના તાપથી ચામડી તરડાઇ જતી હતી. તેઓ રાત આખી જાગતા બેસી રહ્યા હતા. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 11 - 2
“વિનય...આદિત્ય મળી જાય એટલે જહન્નુમમાં ગયો મોરીસ અને આ મોતનું ટાપુ.” કંટાળાભર્યા ચહેરે કદમ બોલ્યો. “તું ખરેખર કંટાળી ગયો છે. જલદી તાનીયા પાસે લઇ જવો પડશે...” ફિક્કુ હસતાં પ્રલય બોલ્યો. તાનીયાની યાદથી કદમના હ્રદયનના ઊંડાણમાં ટીશ ઉપડી. “કોણ જાણે હવે તાનીયાને મળી શકશે કે કેમ...” વિચારતા તે તાનીયામાં ખોવાઇ ગયો. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 11 - 3
“મિ. ડેનિયલ...તમે પણ તે બોટ પર અમારી સાથે જ હતા. તમે પણ અમારી સાથે ટાપુના કરંટમાં ફસાઇને મરી શકો હતા. બીજું કે અમે તમારી લાશ તે ટાપુના કિનારે જોઇ હતી. તે કોની હતી અને ટાપુના કિનારા પર સોનું તો દરિયામાં વેરાઇ ગયું હશે...” વિનય એકી શ્વાસે બોલી ગયો. તેના સ્વરમાં જાણવાની ઉત્સુકતા અને ઇન્તજારી સ્પષ્ટ દેખાતી હતી. ...વધુ વાંચો
ખોફનાક ગેમ - 11 - 4
આદિત્યની બાજુમાં બેઠેલો કદમ ઝડપથી ઊભો થયો અને કમરમાં ખોસેલી રિર્વોલ્વરન ખેંચી કાઢી. ધાંય...ધાંય...ગોળીઓનો અવાજ પડઘા પાડતા ગુંજી ઊઠ્યો બાકોરા જેવા ભાગમાંથી નીકળતા બે મહાકાય કરોળિયા ત્યાં જ ઢગલા થઇ ગયા. પ્રલય અને ગોરીલા-માનવ ભયાનક ઝનૂન સાથે લડી રહ્યા હતા. બીજા બે ગોરીલા-માનવ પ્રલય તરફ આગળ વધી રહ્યા હતાં. આગળ વધી રહેલા ગોરીલા-માનવ તરફ નિશાન તાકી કદમે ગોળીબાર કર્યો. ગોળીઓ ગોરીલા-માનવના કપાળમાં ઘૂસી ગઇ. બે-ચાર ક્ષણ તો તે બંને આગળ વધતા રહ્યા પછી અચાનક લથડ્યા અને પાછળની તરફ ઊથલી પડ્યા. ...વધુ વાંચો