Khoufnak Game - 6 - 3 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 6 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ખજાનાવાળો ટાપુ

ભાગ - 3

છેલ્લે નક્કી થયા મુજબ પ્રલય તથા વિનય સમુદ્રના તળિયે જવા માટે તૈયાર થયા. બંનેએ મરજીવાનો પોષાક પહેર્યો. તેઓના શરીર પર તે પોષાક બરાબર ફિટ થઈ ગયો પછી કદમે કાળજીપૂર્વક ઉપરનો હેલ્મેટવાળો ભાગ બરાબર ગોઠવ્યો અને નીચેના લોક ગળા ઉપરના કાંઠલા પર ફિટ કર્યા. ત્યારબાદ તેના ઓક્સિજન માસ્ક તથા ફેઇસપ્લેટ ગોઠવી. અંદર વાયરલેસ સેટને બરાબર ફિટ કરી પછી ઓક્સિજન સિલિન્ડરનો વાલ્વ ખોલ્યો અને તેને મીટર પર ચારના આંકડા પર ફિક્સ કર્યો. ત્યારબાદ વાયરલેસના ઈયરફોનને પોતાના કાન પર ગોઠવ્યો.

“હલ્લો... હલ્લો... પ્રલય, વિનય... તમને મારો અવાજ બરાબર સંભળાય છે....?” વાયરલેસ સેટને ઓન કરતાં કદમ બોલ્યો.

“યસ... યસ... અમારો સંદેશો તમે બરાબર ઝીલી શકો છો...?” ઈયરફોનમાં કદમને પ્રલય અને વિનયનો અવાજ સંભળાયો.

“હા... બંનેનો અવાજ સંભળાય છે. કદમ બોલ્યો, પછી બંનેને ડેકની રેલિંગના પાછળ કદમે બેસાડ્યા. ત્યારબાદ કદમે બંનેના પગમાં મોટા પંજાવાળા શીશાની પ્લેટવાળા બૂટ પહેરાવ્યા.”

“કદમ... મારી ચેસ્ટનો બેલ્ટ જરા ટાઈટ કર, તે થોડો લુઝ છે...” વાયરલેસ પર પ્રલયનો અવાજ સંભળાયો. કદમે તરત પ્રલયનો ચેસ્ટ બેલ્ટ ટાઈટ કર્યો.

“નાઉ, ઓ.કે... ?”

“યસ... અમે તૈયારી છીએ...” પોતાના પગના બેલ્ટમાં પાણીની અંદર વાર કરી શક તેવી સ્પેશ્યલ રિવેલ્વરને ખોસતાં પ્રલય બોલ્યો.

“મિ. પ્રલય... મારી ધારણા મુજબ ગ્રેટ એલિઝા ત્યાં પડ્યું હશે...” એક તરફ આંગળી ચીંધી બતાવતાં વાયરલેસ સેટ મોં આગળ લઈ જઈ ડેનિયલ બોલ્યો.

“ઓ.કે. મિ. ડેનિયલ... અમે તમારા જહાજને શોધી લઈશું.” ફેઈસપ્લેટની અંરથી તરફ નજર કરતાં પ્રલય બોલ્યો. આજે સાચો-સાચ તેની કસોટી હતી. મિશનનો પૂરો આધાર હતો.

સૌ તરફ અંગૂઠો ધરી ઓ.કે. કહી પહેલાં પ્રલયે ત્યારબાદ વિનયે પાણીમાં ઊંધી ગુલાંટ મારી. બંને થોડીવાર પાણી પર ચતા સૂતાં-સૂતાં તરવા લાગ્યા. ત્યારબાદ ડૂબકી મારી ધીરે ધીરે પાણીમાં ઊતરતા ગયા.

શીશાના વજનદાર બૂટ તમે નીચે ઊતરવામાં મદદ કરતા હતા. બંને પંજા હલાવતા ધીરે ધીરે નીચે ઊતરતા ગયા. લગભગ પંદર ફૂટની ઉડાઈ પર ગયા. બાદ બંને સ્થિર થયા અને નીચે દરિયાની ઊંડાઈમાં નજર કરી નીચેનું પાણી આછું લીલું, બ્લુ અને દૃશ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું.

મોટર બોટની ડેક પર કદમ, મોગલો ડેનિયલ આતુરતાપૂર્વક તેઓને નીચે ઊતરતા જોઈ રહ્યા હતા. જેમ જેમ તેઓ નીચે ઊતરતા જતા હતા, તેમ તેમ તેઓની તસવીર ધૂંધળી થતી જતી હતી. પણ શ્વાસો-શ્વાસને લીધે નીચેથી ઉપર પાણીની સપાટી પર પાણીના પેદા થતા પરપોટા સ્પષ્ટ દેખાતા હતા.

લગભગ દસ મિનિટના વિરામ પછી ફરીથી તેઓ નીચે ઊતરવાનું ચાલુ કર્યું. પ્રકાશ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. હરપળે સૃષ્ટિ અંધકારમય બનતી જતી હતી. લગભગ ચાલીસ ફૂટની ઊંડાઈએ ગયા પછી ફરીથી પ્રલયે વિનયે થોભવાનો સંકેત કર્યો.

ધીરે ધીરે બહંને પર પાણીનું વજન વધતું જતું હતું. ચાલીસ ફૂટના અંતરે દસ મિનિટ રોકાયા પછી પ્રલેય પોતાના હેલ્મેટ પર લાગેલી ફોકસ લાઈટ ચાલુ કરી અને વિનયને પણ લાઈટ ચાલુ કરવા કહ્યું. ત્યારબાદ બંને ઝડપથી સમુદ્રના તળિયા તરફ સરકવા લાગ્યા.

“હલ્લો... હલ્લો... પ્રલય... વિનય... સંભળાય છે...?” વાયરલેસ સેટ મોં પાસે રાખી કદમ બોલતો હતો.

“હા... કદમ તારો અવાજ અમને મીઠો લાગે છે...” હસતાં હસતાં વિનય બોલ્યો.

“કદમ... અમે લગભગ તળિયે પહોંચવાની તૈયારીમાં જ છીએ...” નીચેની તરફ નજર ફેરવી પ્રલય બોલ્યો.

સમુદ્રના ઊંડાણમાં વાયરલેસની ફ્રિકવન્સી બરાબર મળતી ન હોવાથી તેઓનો અવાજ ધીમે અને ઘોઘરો સંભળાતો હતો.

પ્રલેય ચારે તરફ દૃષ્ટિ ફેરવી સમુદ્રના તળિયાનું દૃશ્ય જોયું.

હેડલાઈટની ચાંદની ભર્યા લખલૂંટ પ્રકાશમાં સમુદ્રનું તળિયું અનેર ચમક સાથે ચમકી રહ્યું હતું. પાણી એકદમ શાંત હતું. ચારે તરફ મેદાન છવાયેલું હતું. ચંદ્રના પ્રકાશમાં ચમકતી રણની રેતી જેમ તળિયાની સફેદ મખમલ જેવી રૂપેરી રેતી ચમકી રહી હતી. આજુબાજુ નાની રેતીના ઢગલા જેવી ટેકરીઓ ફેલાયેલી હતી. સમુદ્રના તળિયે ફેલાયેલી છીપલાંની રંગ-બે રંગી અનેરી દુનિયા ચારે તરફ નજરે પડતી હતી. ખૂબ જ સુંદર સમુદ્રના જીવો ચારે તરફ ઘૂમી રહ્યા હતાં. રંગી માછલીઓ તેની ફેઈશ પ્લેટને કિશ કરતી ગમ્મત કરી રહી હતી. અંદરનું વાતાવરણ એકદમ શાંત હતું. શાંત વાતાવરણમાં સમુદ્રની અંદર પેદા થતો એક ધીમો અનોખો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. તે સિવાય સિલિન્ડરમાંથી નીકળતા ઓક્જિસજનની આછી સરસરાટીનો અવજ ફેલાયેલો હતો.

“હલ્લો... કદમ અમે સમુદ્રના તળિયે પહોંચી ગયા છીએ. હવે આગળ વધી ગ્રેટ એલીઝાની તપાસ કરશું...” સમુદ્રના તળિયે ચારે તરફ ર્દષ્ટિ ફેરવતાં વાયરલેસ ઓન કરી પ્રલય ઊંચા અવાજે બોલ્યો.

“ઓ.કે... પ્રલય ટેક કેર... તને જરા જેવું પણ જોખમ લાગે તો તરત મને જાણ કરજે...” કદમે કહ્યું.

“ઓ...કે...” કહેતાંની સાથે હેલ્મેટમાં રહેતી સ્વીચ દબાવી વાયરલેસ સેટ બંધ કરી વિયને ઈશારો કર્યો, પછી બંને આગળ વધ્યા.

લગભગ વીસ મિનિટનો સમય થયો હતો. તેઓને સમુદ્રના તળિયે આવ્યાને હવે તેઓને છાતી પર થોડો ભાર વરતાઈ રહ્યો હતો. પંદર મિનિટમાં તળિયે ચક્કર લગાવતાં તેઓ મોટરબોટથી દૂર નીકળી ગયા હતાં. પ્રલયે વોટરપ્રુફ રિસ્ક વોચમાં સમય જોયો. પછી વિનય સાથેના વાયરલેસનો કોન્ટેક્ટ ઓન કર્યો.

“હલ્લો... પ્રલય તને ક્યાંય ગ્રેટ એલીઝા દેખાયું...?” વિનયે સેટ ઓન કરી તરત પૂછ્યું. વિનયનો અવાજ પ્રલયને ઊંડા કુવામાંથી આવી રહ્યો હોય તેવો લાગ્યો.

‘વિનય... અત્યાર સુધી તો ક્યાંક નજરે નથી ચડ્યુ. આપણે લગાતાર વીસ મિનિટથી સમુદ્રના તળિયામાં છીએ હવે ફક્ત દસ જ મિનિટ આપણે નીચે રહી શકશું. આપણે આજ પહેલો દિવસ છે. તેથી ત્રીસ મિનિટથી વધુ ન રહેવાય, ચાલ થોડા આગળ જઈએ...’ આગળની દિશા તરફ હાથ લાંબો કરી પ્રલય બોલ્યો.

અને બંને ધીરે ધીરે આગળ વધ્યા. મોટી શિલા જેવી બે ટેકરી વટાવી તેઓ તેના પાચળના ભાગમાં પહોંચ્યા. પાછળના ભાગમાં નીચે મોટી ખીણ જેવી ઊંડાઈ દેખાઈ. લગભગ ચાલીસ ફૂટની ઊંડાઈ હતી.

“પ્રલય... હવે શું કરશું નીચે ખાઈમાં ઊતરવું છે કે પાછા પાણીની સપાટી પર જવું છે...” વિનયે પૂછ્યું.

પ્રલેય તરત રિસ્ટવોચ તરફ નજર ફેરવી.

“વિનય પાંચ મિનિટ છે. આ ખાઈની આસ-પાસ ચક્કર લગાવી આવીએ.” કહી પ્રલય આગળ વધ્યો. વિનય તેની પાછળ જવા લાગ્યો.

સમુદ્રમાંથી એકધારી ગતિએ એક વિચિત્ર પ્રકારનો ધ્વનિ આવતો હતો. થોડા આગળ જતાં તેનાથી થોડેક દૂર એક આકાર તેને દેખાયો. તે ખડક જેવા દેખાતા લાંબા આકાર પર લીલ અને દરિયાઈ વનસ્પતિ ફૂટી નીકળેલી હતી. તે ખડકનો આકાર જૂની બાંધણીના વહાણ જેવો હતો. તેનો કલર પથ્થર અને લાકડાના કલરને મળતો આવતો હતો.

“અહીં કાંઈક લાગે છે, વિનય...!”

“હા... મને તો તે જ જહાજ લાગે છે...”

પ્રલય અને વિનય સામે દેખાતા તે ખડક જેવા આકાર પાસે આવ્યા. ખરેખર તે કોઈ તૂટેલું જહાજ જ હતું, જ્યાં તે પડ્યું હતું. ત્યાં ચારે તરફ રેતી ફેલાયેલી હતી અને રેતી પર જહાજના તૂટેલા ભંગાર ચારે તરફ વિખરાયેલા પડ્યા હતા અને તેના પર છીપલાં અને દરિયાઈ જળચરો બાઝેલાં પડ્યાં હતાં.

ધીરે ધીરે બંને તેની પાસે જઈ પહોંચ્યા. નજદીક પહોંચ્યા બાદ ધીરે ધીરે આજાબુજાની વસ્તુ તથા જહાજનો આકાર સ્પષ્ટ દેખાવા લાગ્યો. યુદ્ધ વખતે થયેલ તોપમારાથી જહાજનો આગળનો મોરો તૂટી પડેલો હતો. તેનો કૂવાથંભ તૂટીને તેના પર પડ્યો હતો. જહાજનું સ્ટ્રેક્ચર આખું વિખાઈ ગયું હતું. એક તરફ આછા અક્ષરમાં “એલી” ફક્ત એટલું જ વંચાઈ રહ્યું હતું.

“વિનય... જો સામે આછું-આછું લખેલું વંચાય છે, એલી...” એટલે તેનો મતલબ એલીઝા થાય છે. આપણું લક્ષ આ જ જહાજ છે.

“હા... પ્રલય... આ જ ખજાનાવાળું જહાજ છે. હવે આપણે અંદર પ્રવેશ કરશું કે પછી...?”

“ના, વિનય.... આપણે ટાઈમ ઓવર થયો... જેમ બને તેમ આપણે જલદી ઉપર જવું જોઈએ.”

“ઓ.કે... ચાલ...” વિનય બોલ્યો, ત્યારબાદ બંને મરજીવાના પોષાકમાં લગાવેલ વાલ્વ ખોલવા લાગ્યા. જેથી તે પોષાકની અંદર રબરની ચેમ્બરમાં ઓક્સિજન ભરી જાય અને તેને ઉપર જવામાં સરળતા રહે. તેટલું કર્યા પછી બંને ઝડપથી ઉપરની તરફ જવા લાગ્યા. જેમ જેમ ઉપર જવા લાગ્યા તેમ તેમ પાણીમાં સૂર્યપ્રકાશ દેખાવા લાગ્યો. ઉપર આવવામાં તેઓને ઘણી મહેનત કરી પડી. વચ્ચે એક વખત થાક ખાવા પણ રોકાવું પડ્યું હતું. છેવટે તેઓ મોટર-બોટથી થોડે દૂર પાણીની સપાટી પર બહાર નીકળ્યા.

કદમે તરત મોટરબોટને તેઓની પાસે લેવડાવી અને બંનેને હાથ પકડી મોટરબોટની ડેક પર ખેંચી ધા. પ્રલય અને વિનય બોટના ડેક પર થોડીવાર એમને એમ સૂતા રહ્યા. પાંચ મિનિટ પછી કદમે તેઓના હેલ્મેટ, ગોતાખોરીનો પોષાક, સિલિન્ડર વગેરે દૂર કર્યા.

“હલ્લો... મિ. પ્રલય શું ગ્રેટ એલીઝા મળ્યું...?” થોડીવાર પછી ડેનિયલે ઉત્તેજનાપૂર્વક પૂછ્યું.

“હા... ડેનિયલ સાહેબ... તમારું જહાજ તો મળી ગયું પણ તેના અંદરનો ખજા શોધવાનો બાકી છે...” હાંફતાં પ્રલય બોલ્યો.

બીજા દિવસે સવારનો નિત્યક્રમ પતાવી તેઓ ઝડપથી તૈયાર થયા અને જહાજને ખાડીમાંથી બહાર કાઢી ખજાનાવાળા જહાજવાળા સ્થળે પહોંચ્યા. ખુશનુમાં સવાર હતી. મંદ-મંદ ઠંડો પવન વાઈ રહ્યો હતો. ઊગતા સૂર્યનો તડકો આહ્લાદક લાગી રહ્યો હતો. આકાશ એકદમ સ્વચ્છ હતું. દરિયો શાંત હતો.

આજ પ્રલય સાથે કદમ દરિયાના તળીયે પડેલા જહાજમાંથી ખજાનો કાડવા માટે જવાનો હતો આજની તૈયારી રૂપે મોટા દોરડાના રોલ અને ખજાનો મૂકવા માટે બનાવેલા મોટા કોથળાને દોરીમાં ભરાવા માટે હૂક વગેરે ડેનિયલે તૈયાર રાખ્યું હતું.

પ્રલય અને કદમ મોટરબોટના ડેક પર બેઠા હતા. વિનય તેઓને (સ્કુબા ડ્રાઇવિંગ શુટ) મરજીવાનો પોષાક પહેરવામાં મદદ કરી રહ્યો હતો. માથા પર હેલ્મેટ, કમર પર ઓક્સિજન સિલિન્ડર, મોં પર ઓક્સિજન માસ્ક, પગમાં અલગ પ્રકારન બૂટ, વાયરલેસ સેટ, વગેરે બધું કમ્પ્લેટ કર્યા પછી કમરમાં લગાવેલ બેલ્ટમાં વિનયે દોરડાના છેવાડે લગાવેલું હૂક પ્રલય, કદમના બેલ્ટમાં અલગ-અલગ ભરાવ્યા.

કદમે ફેસપ્લેટમાંથી બહાર નજર ફેરવી. માંગલો ડેક પાસે ઊભો-ઊભો હોઠ ચાવી રહ્યો હતો. ડેનિયલ આજ ખૂબ જ ઉત્તેજના સાથે ખુશ જણાતો હતો. વિનયના ચહેરા પર થોડું ટેન્શન છવાયેલું દેખાઈ આવતું હતું.

“હલ્લો.... હલ્લો... પ્રલય, કદમ બંને રેડી છો....?” વાયરલેસ સેટ ઓન કરી વિનયે પૂછ્યું.

બંનેએ ફ્રેશપ્લેટમાંથી વિનય તરફ નજર ફેરવી જોયું, પછી બંને સાથે બોલ્યા. “વિનય... અમે રેડી છીએ ઓ.કે. ચિંતા ન કરતો. ત્યારબાદ બંનેએ બોટના ડેક પર બેસી ડૂબકી લગાવી અને દરિયાના પાણી પર તરવા લાગ્યા. બાદમાં વિનય તરફ અંગૂઠો લાંબો કરી ઓ.કે.નો સંકેત આપી નીચે ઊતરવા લાગ્યા.”

“કદમ.... હું અને વિય કાલ દરિયાના તળિયે આવ્યા હતા. પણ આજ તારો પહેલો દિવસ છે. તને જરા પણ તકલીફ જેવું લાગેત તો તરત જાણ કરજે.” હેલ્મેટની અંદર લગાવેલ વાયરલેસ સેટમાંથી પ્રલય બોલ્યો.

“પ્રલય.... હું તો રહ્યો કચ્છનો છોરુ, દરિયો તો અમારા ઘર આંગણાનો કહેવાય અને મેં દરિયાના પાણીમાં વધુ વખત રહેવાની પ્રેક્ટિસ પણ કરેલ છે. ચિંતા ન કરીશ.”

બંને વાતો કરતાં કરતાં નીચે ઊતરી રહ્યા હતા.. આજ ડેનિયલે ડૂબેલા જહાજવાળા સ્થળની ઉપર જ મોટરબોટને થોભાવી હતી. તેથી તેઓને જહાજ શોધવા ક્યાંક જવું ન પડ્યું. ધીરે ધીરે બંને જહાજના કઠોડા પાસે ઊતર્યા.

“હેલ્લો... વિન. સંભળાય છે...?” વાયરલેસ સેટ ઓન કરી કદમ બોલ્યો.

“યસ... કદમ બોલ... હું સાંભળી રહ્યો છું. નીચે બધું બરાબર છે...?”

“હા... અમે જહાજના કઠોડા પાસે ઊતરી આવ્યા છીએ. હવે દોરડાના હૂકને કઠોળિયાના સળિયા સાથે ભરાવી અમે જહાજની અંદર પ્રવેશ કરશું...” પ્રલય સેટ ચાલુ કરી વિનયનો અવાજ સાંભળ્યા બાદ બોલ્યો.

“ઓ.કે... પ્રલય હવે તમે બંને વાયરલેસને ઓન રાખજો બંધ ન કરતાં...” ઉત્સુકતાપૂર્વક વિનય બોલ્યો.

“ઓ. કે... કહી પ્રલય તથા કદમ જહાજના કઠોડા પાસે પહોંચ્યા. આકાશ ચોખ્ખું હતું. સૂર્યનો આછો પ્રકાશ નીચે ફેલાયેલો હતો. બંને જહાજના આગળના તૂટેલા મોરા પાસે પહોંચ્યા. તૂટેલા મોરાની આસપાસ કાટ જેવા ક્ષાર તથા લીલના ઘર તથા છીપલાં બાઝેલાં હતા. એક લોખંડના પાઈપકને પકડી બંને જહાજની અંદર પહોંચ્યા.

ત્યાં જ લોખંડના પાઈપ સાથે દોરડાના હૂકને ભરાવી બધો સામાન ત્યાં જ નીચે રહેવા દઈ બંને જહાજની અંદરની તરફ આગળ વધ્યા.

જહાજનાં અંદરના ભાગમાં ચારે તરફ ગાઢ અંધકાર છવાયેલો હતો. પ્રલેય કદમને ઇશારો કરી બેટરી ચાલુ કરવા કહ્યું અને પોતે પણ હેલ્મેટ ઉપર લાગેલ બેટરીની સ્વીચ દબાવી. ચારે તરફ ચાંદની વો સફેદ પ્રકાશ ફેલાયો.

“કદમ... આપણે જહાજના ભંડાકિયામાં ઊતરવું પડશે, સોનું ચોક્કસ ભંડકિયામાં જ રાખેલું હશે...” ભંડકિયામાં જવા માટેના દરવાજા તરફ આગળના વધતાં પ્રલય બોલ્યો.

“તારી વાત સાચી છે. સોનું નીચે ભંડકિયામાં જ મૂકેલ હોય ચાલ...” કહી કદમ પણ તેની પાછળ ચાલવા લાગ્યો. ગાઢ સન્નાટાભર્યું વાતાવરણ હતું.

બંને ભંડકિયાના દરવાજા પાસે આવ્યા. ભંડકિયાના દરવાજા પર જૂની બનાવટનું મોટું તાળું લાગેલું હતું. કદમે પોતાની પીઠ પર લાગેલ કોશ જેવો પાઈપ ખેંચી કાઢ્યો અને લગાવેલા તાળાના નકુચામાં ભરાવ્યો. લોખંડના નકુચામાં કાટ જામી ગયેલો હતો. થોડા પ્રયત્ન પછી નકુચો તૂટી ગયો. ભંડિકાયાના દરવાજા મિજાગરા પર કાટ જામેલ હોવાથી દરવાજો પણ એકદમ જામ થયેલો હતો. કદમે દરવાજાના મિજાગરા ઉપર કોશ ભરાવી. ત્યારબાદ તે તથા પ્રલય જોર કરી કોશને નીચેની તરફ દબાવવા લાગ્યા. પાણીમાં તેઓનું જોર નહિવત હતું. ભયાનક સન્નાટામાં “કટ”ના અવાજ સાથે ભંડકિયાનો દરવાજો નીચેની તરફ લટકી ઝૂલવા લાગ્યો.

“કદમ.... નીચે પગથઇયાં વર્ષોથી પાણીમાં પડ્યાં રહેવાથી સડી ગયાં હશે. જરા ધ્યાન રાખજે નીચે ઊતરતા લાગી ન જાય.” કહી પ્રલય ભંડકિયાના દરવજા બારસાખ પર હાથ ભરાવી નીચેની તરફ તરતો ઊતરવા લાગ્યો. કદમ પણ તેની પાછળ નીચે ઊતર્યો. બંને પાણીમાં તરતા-તરતા ભંડાકિયાના હોલમાં આવ્યા. નીચે ભંડાકિયાનો કમરો મોટો હતો. ચારે તરફ વેર-વિખેર સામાન પડ્યો હતો. વચ્ચે ક્ષાર અને લીલના જામેલા થર વચ્ચે મોટી પેટીઓ પડી હતી.

કરોડો રૂપિયાનો ખજાની પાણીમાં સડતો હતો.

ભંડકિયાની ફર્શ પર ઊતર્યા બાદ બંનેએ એર-બેગમાં વાલ્વ ખોલી તેમાં રહેલા ઓક્સિજનને થોડો ઓછો કર્યો. ત્યારબાદ ભંડકિયાની ફર્શ પર ધીરે-ધીરે ચાલવા લાગ્યા. ચાલતાં-ચાલતાં બંને તે પડેલી મોટી પેટીઓ પાસે આવ્યા.

અચાનક પાણીમાં તેઓના પગની નીચે આછો સળવળાટ થયો. કદમને પગ નીચે કાંઈ સરી રહ્યું હોય તેવું લાગ્યું. બંને ચોંક્યા. કદમે માથું નીચું નમાવી જોવાની કોશિશ કરી પણ હેલ્મેટમાં લગાવેલી ટોર્ચનો પૂરો પ્રકાશ નીચે આવતો ન હતો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED