Khoufnak Game - 9 - 2 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 9 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“માણસ કે જાનવર”

ભાગ - 2

જાનવરોને કાપકૂપ કરીને માનવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું દેખાતું હતું. જાનવરોના આગળનાં બંને પગને માનવીના હાથ જેવા બનાવવામાં આવ્યા હતા. પાછળનાં પગને સીધા કરીને ઊભા રહી શકે તેવી કાપકૂપ કરેલી હતી. રીતસર હાથના પંજા બનાવેલા હતા. કમરની સ્પાઈનલ કોડને પણ તે જાનવરો ટટ્ટાર ઊભા રહી શકે તેવી રીતે ઓપરેશનથી કાપકૂપ કરેલ હતી. તા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરી માનવને મળતો ચહેરો બનાવવાની કોશિશ કરેલી હતી.

ટૂંકમા જાનરોને કાપકૂપ કરી માનવ બનાવવા માટે તેમના પર કેટલીય સર્જરીઓ કરવામાં આવી હતી. ચીતરી ચડી જાય તેવા બેડોળ માનવી જેવા તેઓ લાગતા હતા.

ચાર માનવ પ્રાણીમાંથી એક વાઘને મળતું પ્રાણી હતું. એક રીંછને મળતું અને બે પ્રાણી ચિત્તાને મળતાં આવતાં હતાં.

હાથને વાળી લાંબા ટૂંકા કરી વાતો કરતાં ચારે પ્રાણીઓ વાનર પ્રાણીને એકાએક ધમકાવવા લાગ્યાં.

“હવે આપણે શું કરવું છે. ખાલી બેસી રહેવું નથી. આ બિચારા પ્રાણીઓના આવા હાલ-હવાલ કરનાર તે મોરીસ નામના છછુંદરને શોધી કાઢવો છે. પછી સાલ્લા પર સર્જરી કરી વાંદરો બનાવવો છે...” ગુસ્સાથી મુક્કો ઉગામતા કદમ બોલ્યો.

ગુસ્સાથી મુક્કા ઉગામતા કદમને જોઈ તે ચારે વિચિત્તર પ્રાણી માનવો આંખો તાણી-તાણીને તેની તરફ જોઈ રહ્યાં. પછી ચૂપા-ચૂપ આગળ ચાલતાં થયાં.

“સાલ્લા હરામખોરો, જાણે આપણે પરગ્રહમાંથી તેના બાપના રાજમાં આવી ગયા હોઈએ તેમ મારી સામે જોતાં હતાં.” કહી કદમ તેના ચાળા પાડવા લાગ્યો.

“કદમ...આપણે આ વાનરપ્રાણીને વિશ્વાસમાં લેવો પડશે તો જરૂર તેના ખુદા મોરીસ સુધી આપણે પહોંચી શકશું.” ઇશારાથી વાનર પ્રાણીને બાજુમાં બોલાવતાં પ્રલયે કહ્યું.

તે વાનર જેવું માનવ પ્રાણી પ્રલય પાસે આવીને ઊભું રહ્યું.

“તમે-તમે અમારા ભગવાન મોરીસ બાબુ જેવા લાગો છો...!” ચીપતા અવાજે વાનર માનવ બોલ્યો.

“અમે તારા ભગવાન મોરીસ જેવા જ છીએ અને તેને મળવા માટે અહીંયા આવ્યા છીએ. તું અમને તેમની પાસે લઇ જઇશ ?’ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતાં વિનય બોલ્યો.

તે વાનર-માનવે હાથની અદબવાળી આંખો બંધ કરીને કંઇક વિચારવા લાગ્યો પછી બોલ્યો, “મને ડર લાગે છે.”

“તું ચિંતા ન કર. અમે તારી સાથે જ છીએ, જો આ ‘ફટાકડી’ જેનાથી કોઇ પણને મારી શકાય છે...” તેના ખભા પર હાથ ફેરવતાં વિનયે તેને રિર્વોલ્વર બતાવી આશ્વાસન આપ્યું.

“આવું સાધન મેં “ભગવાન મોરીસબાબુ” પાસે પણ જોયું છે...’’ તે આશ્ચર્યથી રિર્વોલ્વરને તાકી રહ્યો.

‘આ ચાર “આવારા” તારા જ્ઞાતિબંધુઓ તને શું કહેતા હતા...?’’ કદમે પૂછ્યું.

“તેઓ મને ધમકાવતા હતા. કાલે રાત્રે તેઓ ચારેય મળીને એક સસલું મારીને ખાધું હતું. તે અમારા નિયમની વિરુદ્ધ છે. તેઓને ભયાનક સજા થશે. હંટર પડશે. મેં તેઓને સસલાને મારીને ખાતા જોયા હતા. એટલે મને કોઇને ન કહેવા માટે તેઓ ધમકાવતા હતા.” તે બોલતો હતો ત્યારે તેના મોંની હડપચી વિચિત્ર રીતે હાલતી હતી અને તે ખૂબ હાસ્યપ્રદ લાગતો હતો.

“સાલ્લાઓને કપડા પહેરાવીને અમેરિકનને વેચી મારવા જોઇએ...ખરેખર બીજા ગ્રહમાંથી આવ્યા હોય તેવા લાગે છે... “કદમે મોં મચકોડ્યું.

તું ચિંતા ન કર અમને તારા ભગવાન મોરીસબાબુ ક્યાં મળશે તે સ્થળ બતાવ પછી અમે તેની સાથે સમજી લેશું...” વાનર પ્રાણીને આશ્વાસન આપતાં પ્રલયે કહ્યું.

“ભલે તમે મારી સાથે ચાલો હું તમને ભગવાન મોરીસની લેબોરેટરી સુધી પહોંચાડી દઈશ પણ પહેલાં આ ચાર માનવોને દૂર જવા દો.”

“અરે... તું ડર નહીં યાર, આ તારા વાઘ, ચિત્તા, રીંછ માનવોની ઐસી કી તૈસી એને તો અમે ભડાકે દઈશું. તું ચિંતા ન કર અને ચાલ...” હાથની મુઠ્ઠીઓ ભીંસતાં કદમે દાત કચકચાવ્યા.

“તો ભલે ચાલો....” તે ચારે બહુ જ દુષ્ટ છે. તમે મારી રહ્યા કરજો.....“ વાનર માનવે બે પગે આગળ ચાલવા માંડ્યું. તેઓ બંને હાથ ખભામાંથી ખરી ગયા હોય તેમ લટકતા હતા.

“તમે આ ધુંવાણા કાઢતી ભૂંગળી પીતા હતો તે શું હતું....?” કદમ તરફ નજર ફેરવતાં તેણે પૂછયું.

“તેને સિગાટરેટ કહેવાય તેનાથી મગજને તાજગી મળે છે અને વાંદરાઓને પરીઓનાં સુંદર સ્વપ્ન આવે છે.” હોઠમાં હસતાં-હસતાં કદમ બોલ્યો.

“બરાબર... એટલે તને પરીઓનાં રોજ સ્વપ્ન આવે છે, એમને દિલ્હી પહોંચ પછી વાત છે. તારી...”

“અમારા ભગવાન પણ પીવે છે. મને એક આપશો...?” વાનર માનવ બોલ્યો.

“અમને તારા ભગવાનથી મળી લેવા દે પછી તને એકને બદલે બે આપીશ સમજ્યો...” કદમે કહ્યું.

વાતો કરતાં-કરતાં તેઓ ગીચ જંગલમાં આગળ વધતા હતા. રાત્રે વરસાદ પડવાથી ચારે તરફ કીચડ થઈ ગયો હતો. કીચડમાં પગ ખૂંપી જતા હતા. વળી અહીં પુષ્ળ પ્રમાણમાં ફાઈબરના તાર જેવા વેલાઓ લટકતા હતા. વેલાઓને હાથેથી હટાવીને તેઓ અંદર ઘૂસતા ગયા.

અચાનક સન્નાટાભર્યા વાતાવરણમાં ખખડાટીનો અવાજ આવ્યો.

અને પછી તેઓની સામે રીંછ માનવ, ચિત્તા-માનવ, અને વાઘ માનવ જે ગુફા પાસે વાનર માનવને ધમકાવતા હતા. તે ચારેય તેઓની સામે આવી રસ્તો રોકીને ઊભા રહ્યા.

તેઓનાંલક્ષણ જરાય સારાં લાગતાં ન હતાં.

તેઓ વાનર-માનવ સામે આંખો કાઢીને ઘૂરકવા લાગ્યા અને તેને ધમકાવવા લાગ્યા, વિનયને લાગ્યું કે જરૂર આ પ્રાણીઓ તેના પર હુમલો કરશે. તેથી તેણે પોતાની રિવોલ્વર કાઢીને હાથમાં મજબૂતાઈથી પકડી રાખી.

“આ લોકોને એમ લાગે છે, કે હું તમને લઈને ભગવાન પાસે તેની ફરિયાદ કરવા જાઉં છું. તેથી તેઓ કહે છે કે આગળ વધશો તો બધાને મારી નાખવામાં આવશે.” બીકથી ધ્રૂજતાં વાનર માનવ બોલ્યો.

પ્રલયે સૌની સામે જોઈને કહ્યું. “અમે ન તો તમારી ફરિયાદ કરવા જઈએ છીએ કે નથી તમારા દુશ્મન.... અમને જવા દ્યો નહીંતર આ મારા સાથીના હાથમાં ફટાકડી જોઈને...? તેનો એક ધડાકો થશે અમે તમે સૌ માર્યા જશો...”

ચારેય જંગલી પ્રાણી માનવો ખૂંખાર નજરે તેઓને તાકી રહ્યા.

અચાનક ચિત્તા માનવે, વાનરમાનવ પર હુમલો કર્યો અને તેને દબાવી દીધો. રીંછ માનવ અને વાઘમાનવે પણ પ્રલય, કદમ, વિનય પર હુમલો કરવાની તૈયારી કરી.

“ધડામ...” વિનયે રિવોલ્વરનો ગોળો દબાવી હવામાં ફાયર કર્યો અને જોરથી ચિલ્લાયો, “તમારે જીવતા રહેવું હોય તો જલદી ભાગી જાવ...”

જોરદાર ધડાકાના અવાજથી ચારેય પ્રાણી માનવો બી ગયા.

ચિત્તા માનવે, વાનર માનવને છોડી દીધો, ચારેય છલાંગ લગાવતા સામેની ગીચ ઝાડા ઝુંડમાં ઘૂસી ગયા.

વાનર માનવ નીચે જમીન પર પડ્યો-પડ્યો ધ્રૂજતો હતો. કદમે તેને ઊભો કર્યો અને આશ્વાસન આપી ન ગભરાવા માટે માંડ-માંડ સમજાવ્યો.

થોડીવાર પછી સૌ આગળ વધ્યા.

લગભગ એક કલાક સતત તેઓ ચાલતા રહ્યા.

આગળની ધરતી પીળા રંગની દેખાતી હતી. મોટાં-મોટાં વૃક્ષો પણ તડકામાં તપીને ભૂખરા થઈ ગયાં હતાં. ક્યાંક ક્યાંક ધરતીમાંથી ધીમા-ધીમા ધુમાડા નીકળતા હતા. ધુમાડાને લીધે તેઓની આંખોમાં જલન થતી હતી.

થોડા આગળ વધતાં સામેના ભાગમાં ઘુઘવાટ કરતા દરિયા દેવનાં દર્શન થતાં હતાં. દરિયાનાં પાણી પણ ભૂખરાં દેખાતાં હતાં.

“આજુ-બાજુ દંખનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો હોવો જોઈએ...” કદમે કહ્યું.

“એક વળાંક વળીને તેઓ આગળ વધ્યા. અહીં જંગલ થોડું ઓછા પ્રમાણમાં હતું. આગળના ખડકો લાવારસથી બનેલા હોય તેવું દેખાતું હતું. અહીંનું વાતાવરણ એકદમ અલગ તરી આવતું હતું. લાવાના પીળા ખડકોની લાંબી પર્વતમાળાની ટેકરીઓ શંકુ આકારની દેખાતી હતી. આગળ જતાં એક મોટી ટેકરી વચ્ચે ગુફા નજરે ચડી. તે ટેકરીનો આકાર ગોળ ગુંબજ જેવો હતો. જાણે પરગ્રહ પર બનાવેલ પ્રયોગશાળા હોય.”

વાનર માનવે તે મોટી ગુફા બતાવી. “અમારા ભગવાન મોરીસ આ ગુફામાં રહે છે... મને રજા આપો તો હું જાઉં...” કદમ તરફ નજર ફેરવી ઢીલા અવાજે તે બોલ્યો.

“તું દૂર જાતો નહીં, અહીં આજુબાજુમાં ખડા પાછળ છુપીને રહેજે નહીંતર પેલા માનવ પ્રાણીઓ તને હેરાન કરશે. અમે જલદી પાછા આવશું...” વાનર માવનના માથા પર હાથ ફેરવી પ્રલેય કહ્યું.

વાનર પ્રાણીએ આંખો પટપટાવી પ્રલય સામે એક નજર કરી પછી ડોકું ધુણાવી હા કહી, ત્યારબાદ પ્રલય, કદમ, વિનય ગુફા તરફ આગળ વધ્યા.

ફાઈબરના રેસા જેવા વેલાઓ ગુફાના મુખ પર છવાયેલા હતા.

કદમે તે વેલાઓને હાથથી દૂર કર્યા ત્યારબાદ ત્રણે ગુફામાં પ્રવેશ્યા. ખરેખર વિચિત્ર દુનિયામાં આવ્યા હોય તેવું તેઓને લાગતું હતું.

ગુફા કોઈ બનાવેલ ટનલ જેવી દેખાતી હતી. લગભગ ત્રીસ ફૂટના વ્યાસવાળી તે ગુફા લાંબી હતી. ત્રણે જણ ધીરે-ધીરે આગળ વધ્યા. સૌથી આગળ વિનય ચાલતો હતો અને તેના હાતમાં પકડેલી રિવોલ્વર ગમે તે ક્ષણે આગ ઓકવા તૈયાર હતી.

તેઓ હજુ થોડા ગળ વધ્યા હતા. ત્યાં જ અચાનક કર...કર... કર ઘરઘરાટીનો અવાજ ગુફાની દીવાલોમાંથી ફૂટતો હોય તેમ ગુંજવા લાગ્યો.

ત્રણે જણા ચોંકી ઊઠ્યા અને ચારે તરફ જોવા લાગ્યા. પણ અવાજ ક્યાંથી આવે છે તે નક્કી કરી ન શક્યા.

“વેલકમ... વેલકમ... મિ. પ્રલય... મિ. કદમ... મિ. વિનય.... સેબ્રા લેન્ટ ટાપુની ધરતી પર આપનું અમે સ્વાગત કરીએ છીએ...” ગુફામાં ચારે તરફ અવાજ ગુંજી ઊઠ્યો.

“ત્રણે આશ્ચર્યચક્તિ થઈ ગયા.”

ભારતથી ગુપ્ત રીતે તેઓ આ અજ્ઞાત ટાપુ પર આવ્યા હતા. છતાં તેઓનાં નામ સ્પષ્ટપણે અહીં લેવામાં આવ્યાં હતાં. તેનો અર્થ એવો થતો હતો કે જ્યારે તેઓ આ સફર પર નીકળ્યા ત્યારથી તેમના પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.

“મિ. તમે કોણ છો...? ક્યાં છો...? શું છો....? અને આ ટાપુ ક્યાં આવેલ છે, તેની અમને જરાય ખબર નથી, અમારી મોટરબોટને એક્સિડન્ટ નડતા અનાયાસે અમે આ ટાપુ પર આવી ચડ્યા છીએ...” કદમ એકી શ્વસે બોલી ગયો.

“મિ. કદમ... મારી જાણ બહાર આ ટાપુ પર કોઈ જ પગ મૂકી શકતું નથી, સમજ્યા... તમે સૌ આફ્રિકાથી જ મારી નજરમાં છો. અલબત્ત તમારું મિશન મને સમજાતું નથી...” ફરીથી ગુફામાં ઘોઘરો અવાજ ગુંજ્યો.

“મિ. મોરીસ... અમે તો અમારા ગુમ થયેલ સાથીની શોધમાં આવ્યા છીએ... બાકી અમે તમારા દુશ્મન નથી, નથી અમારે તમને કોઈ નુકસાન પહોંચાડવું...” ચારે તરફ નજર ફેરવતાં પ્રલેય કહ્યું.

“ગુડ... મિ. પ્રલય મારું નામ મોરીસ છે. તે પણ તમે જાણી લીધું બાકી રહી મને નુકસાન પહોંચાડવાની વાત તો આ ટાપુ પર મારા હુકમ સિવાય પાંદડું પણ હાલતું નથી. સમજ્યા અત્યારે તમે મારી હકુમતમાં છો માટે એવો કોઈ જ વિચાર ન કરતા...”

અવાજનો ધ્વનિ થતાં જ અચાનક ગુફાની બંને સાઈડની દીવાલો આછા ધરરરર... અવાજ સાથે હટી અને બંને તરફ રસ્તા બની ગયા. તેમાંથી સાત-આઠ કાળા લીંબાસવાળા બુરખાધારી સૈનિકો હાથમાં મશીનગન લઈને ધસી આવ્યા અને ત્રણેને ઘેરી લીધા.

મશીનગનના કુંદાથી ઈસારો રી એક સિપાઈએ તેઓને આગળ ચાલવાનું જણાવ્યું. કદમ, પ્રલય, વિનય આગળ વધ્યા. સિપાઈઓ તેઓને મશીનગનથી કવર કરીને એક ઈમારત પાસે લઈ આવ્યા.

ઇમારતનો આકાર ઉપરથી ગોળ ગુંબજ જેવો હતો. કાળા ગ્રેનાઈટ પથ્થરની તે ઇમારત બનેલી હતી. ખડકની બનેલી પુરાણી ગુફાઓની અંદર આટલી સરસ ઇમારત જોઈને ત્રણે આશ્ચર્યચક્તિ થઈ ગયા.

લાંબા પેસેજને પાર રી તેઓ એક મોટા રાઉન્ડ આકારના હોલ પાસે આવ્યા. તે હોલની દીવાલો અને દરવાજા મજબુત કાચના બનેલા હતા. દરવાજા પાસે પહોંચતાં તરત સ્લાઈડ ડોર આપો-આપ ખુલી ગયો.

તેઓને લઈને સૈનિકો હોલની અંદર પ્રવેશ્યા.

તે હોલ એકદમ સુંદર અને આધુનિક બનાવટનો હતો.

સામેના ભાગમાં પાંચ ફૂટની ઊંચાઈ પર એક સ્ટેજ બનાવેલું હતું. હોલની વચ્ચો-વચ્ચ એક મોટું રાઉન્ડ આકારનું કાચનું ટેબલ મૂકેલું હતું અને તેને ફરતા સોફા જેવી ખુરશીઓ ગોઠવેલી હતી. સામે બનેલા સ્ટેજની ગળ આછો વ્હાઇટ પડદો લાગેલો હતો. આખા હોલમાં ચંદ્રમાની ચાંદની જેવો આછો પ્રકાશ વેરાયેલો હતો પણ તે પ્રકાશ ક્યાંથી આવે છે તે દેખાતું ન હતું. સ્ટેજના પડદાની પાછળ ઈઝી ચેર પર એક માણસ બેઠેલો દેખાતો હતો.

‘વેલકમ... મિ. પ્રલય... એન્ડ પાર્ટી...’ એક કર્કશ અવાજ હોલમાં ગુંજી ઊઠ્યો.

ધીમે-ધીમે સ્ટેજ પરનો આછો સફેદ પડદો સરતો જતો હતો.

પડદો હટી જતાં સામે બેઠેલી વ્યક્તિનો ચહેરો હવે બરાબર દેખાતો હતો.

“સીટ ડાઉન...મિ. પ્રલય બેસો...” સ્મિતભર્યા ચહેરે તે બોલ્યો.

પ્રલય, કદમ અને વિનય તે રાઉન્ડ ટેબલ પાસે ગોઠવેલા સોફા ચેર પર બેસી ગયા. સિપાઇઓ મશીનગન તેઓની સામે તાકીને પાછળ ઊભા રહ્યા.

સામે સ્ટેજ પર બેઠેલી વ્યક્તિને જોઇને પ્રલય ચોંક્યો.

ખબર નહીં પણ તેને લાગી રહ્યું હતું કે આ વ્યક્તિને પોતે ક્યાંક જોઇ છે...મગજ પર ખૂબ જોર આપ્યા પછી પણ તે વ્યકિત કોણ છે, તે તેને યાદ આવતું ન હતું.

“મિ. પ્રલય...તમારી બુદ્ધિ અને અગાધ શક્તિની હું કદર કરું છું...આ ‘મોત નો ટાપુ’ છે, અહીં આવ્યા પછી કોઇ જ જીવતું રહી શકતું નથી. જે રીતે તમે અહીં સુધી પહોંચી આવ્યા તે કોઇ નાની સૂની વ્યક્તિનું કામ નથી. તમે ત્રણે બ્રિલયન્ટ છો. તારા જેવા સહસવીરથી જ દુનિયામાં ઇન્ડિયાનું નામ ગુંજે છે. અને તારા અને સોમદત્તના નામથી દુનિયાના ધુરંધર અપરાધીઓ કાંપે છે.”

“તે ખરેખર સાચી વાત કહી, તું પણ ગોરખ ધંધા મૂકીને સોમદત્તજીની મૂર્તિ બનાવી. તેની પૂજા કરવાનું શરૂ કરી દે. આ તને સાચો અને છેલ્લો ઉપાય બતાવું છું...” મઝાકના મૂડમાં કદમ બોલ્યો.

“મિ.કદમ તારી મઝાક બહુ સરસ છે. પણ હું સોમદત્તથી ડરતો નથી. પણ હા...સોમદત્ત અને તેની ટીમની શકિત મને મળી જાય તો મારું કામ ઘણું આસાન થઇ જાય...તમે જે પ્રાણીઓ અહીં જોયાં તે મારો વિજ્ઞાનની શોધનો અમૂલ્ય ભાગ છે. મેં પ્રાણીનો માનવ બનાવ્યાં છે. મારી આ શોધ માટે મેં કેટલાય વર્ષોની અગાધ મહેનત કરી છે. મારી શક્તિની મદદથી હું આ દુનિયા પર રાજ કરીશ...અને તે માટે મેં મારાં ચક્રો પણ ગતિમાન કરી દીધાં છે. દુનિયાના બધા જ દેશોમાં મેં મારાં મથકો બનાવવાનું શરૂ કર્યું છે. મારુ પહેલું મથક મેં નેપાળમાં બનાવ્યું હતું. મિ.પ્રલય તે તમારી મહેરબાનીથી નષ્ટ પામ્યું છે. ખેર...એની મને કોઇ ચિંતા નથી. તે ફરીથી બની જશે...પ્રલય તું સોમદત્ત અને તારા સાથીદારો મને સાથ આપો તો દુનિયાનો માલિક હું જલદી બનીને દેખાડી દઉં...”

“મને તો ફક્ત ગધેડા અને વાંદરા જ બનાવતા આવડે છે. તારી હાર્દિક ઇચ્છા હોય તો તને સરસ રૂપાળો ગધેડો બનાવી દઉં...” કદમ બોલ્યો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED