ખોફનાક ગેમ - 2 - 1 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 2 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“ભયાનક રાત”

ભાગ - 1

ગંગામૈયાની આરતીના ઝનકાર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય અને પ્રફુલ્લિત બનેલું હતું.

મેજર સોમદત્ત તથા કદમ ગંગામૈયાની આરતીનો લાભ લેવા માટે હરકી પૈડી પર સ્થિત ગંગામાતાનાં પાવન ચરણોમાં તેના મંદિરમાં ઉપસ્થિત થયા હતા.

ગંગામૈયાની આરતીની પ્રાગટ્યે ઉજ્જવલ અગ્નિની જ્વાળાના પ્રકાશથી મેજર સોમદત્તનો ચહેરો લાલ રતુંબડો અને સૌમ્ય લાગતો હતો.

હરિદ્વારા એટલે ભગવાનનાં ચરણોમાં તેની પાસે જવા માટેનો દરવાજો, હિમાલય એટલે ભગવાનનું નિવાસસ્થાન. બદ્રિનાથ, કેદારનાથ હિમાલયના બરફની ચાદરથી ઢંકાયેલા હિમાચ્છાદિત પર્વતો પર આવેલ છે. ભગવાન ભોલેનાથનું નિવાસસ્થાન કૈલાસ માનસરોવર પણ હિમાલયની ટોચ પર આવેલ છે. આ બધાં જ સ્થળો પર જવા માટે હરિદ્વારથી પસાર થવું પડે. હરિદ્વાર સંપૂર્ણ ગંગામૈયા કિનારે વસેલું ગામ છે. હરિદ્વારને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. ભારતનાં મોટામાં મોટાં અને પુરણો ભવ્ય હજારો મંદિર હરિદ્વારમાં આવેલા છે. અહીં આવેલ “ભારતમાતા”નું મંદિર સાત મજલાનું બનેલું મોટું મંદિર છે. અહીં ચારે તરફ મંદિરો જ નજરે ચડે.

હર કિ પૈડી (હરિ કી પૈડી) પર ગંગા નદીના ઘાટ પર ગંગૈમૈયાનું ભવ્ય મંદિર આવેલું છે અને લાખો શ્રદ્ધાળુ ભક્તો સાંજના ટાઈમે અહીં થતી ગંગામૈયાની આરતીનો લાભ લે છે.

આરતી પૂરી થતાં ગંગમૈયાના ચરણોનો સ્પર્શ માથા પર લઈને સોમદત્ત તથા કદમ ગંગા નદીના ઘાટ પર બનેલાં પગથિયાં પર બેસીને તે જાડા પૂંઠાના કાગળની બનેલી થાળમાં વચ્ચે દીવો રાખ્યો અને તેની ચારે તરફ ગુલાબનાં ફૂલને સજાવ્યાં અન કદમને ઈશારાથી દીપને પ્રગાટવવાનું કહ્યું. કદમે ખિસ્સામાંથી માચીસ બહાર કાઢીને દીવાસળી સળગાવી અને નીચે નમીને દીપ પ્રગટાવવા લાગ્યો. સોમદત્તે બંને હાથની છાજલી બનાવી દીવા પાસે ગોઠવી.

પ્રગટેલા દીપ સાથે થાળને બંને હાથે ઉપાડીને મેજર સોમદત્ત ઘાટનાં પગથિયાં ઊતરવા લાગ્યા. ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને મેજર સોમદત્તે થાળને ગંગામૈયાના પાણીમાં તરતો મૂક્યો અને બંને હાથેથી ખોભામાં પાણી લઈને તેને ધારા આપી. કદમ પણ તેનું અનુકરણ કરતો હતો.

ઘાટ પરથી બધા શ્રદ્ધાળુ ભક્તો દીપભર્યા થાળને પાણીમાં તરતા મૂક્તા હતા. ખળ...ખલ... વહેતા પાણીમાં ચારે તરફ ફલોથી ભર્યા થાળમાં પ્રગટાવેલા દીપો તરતા હતા. ખૂબ જ ભવ્ય નજારો લાગતો હતો.

મેજર સોમદત્ત બંને હાથ જોડી અને આંખો બંધ કરીને શ્રદ્ધથી ગંગામૈયાને પ્રણામ કરતા પ્રાર્થના કરતા હતા.

“હે મા.... ગંગામૈયા... મારી માતા... મને શક્તિ આપ મા... હે માતા તારા પાવન નીર જે ધરતી પર પડે છે, તે આ ધરતીમાતા મારી ભરત માતા..... મારો દેશ... મારું સ્વાભાવિમાન... મા... મારા દેશની રક્ષા કરવાની મને શક્તિ આપજે, મા... મારા દેશના દુશ્મનોના દાંત ખાટા કરી નાખું તેવું મને ઝનૂન આપજે, મા મારા દેશ... અને તારી રક્ષા કરતાં શહીદ થવાનું મારા ભાગ્યમાં આપજો મા... હર હર ગંગે.... હર હર ગંગે...” કહી શ્રદ્ધાથી માથું નમાવીને મેજર સોમદત્ત પગથિયાં ચડીને ઘાટ તરફ રવાના થયા. રવાના થયા. કદમ પણ તેની સાથે હતો.

“મૈયા... હો ગંગા મૈયા... મૈયા હો ગંગા મૈયા... હો... ઓ.... ઓ.. ગંગા મૈયા... મેં જબતક પાની રહે... મેરે સજના તેરી જિંદગાની રહે... યે કહાની રહે... મૈયાં.... હો ગંગા મૈયા...” મેજર સોમદત્ત ગીતની કડી ગણગણતા હતા. આજ તેઓ ખૂબ જ ખુશ હતાં. જ્યારે તેઓ શરૂઆતમાં લશ્કરમા નોકરી કરતાં હતા. ત્યારે તેમની ડ્યુટી લગભગ ગઢવાલથી કરીને આગળ ચાઈના બોર્ડર તથા બીજી તરફ આવેલ નેપાળની બોર્ડર પર રહેતી, ત્યારે તેઓ અવાર-નવાર હરિદ્વાર આવતા. તેમને હરિદ્વાર ખૂબ જ ગમતું. જ્યારે તેઓ અહીં આવતા ત્યારે અચૂક ગંગામૈયાની આરતીમાં ભાગ લેતા. તેમને ગંગા નદી અને તેના કિનારાનો પ્રદેશ ખૂબ જ ગમતો.

ઈ.કદમે ઘણા ટાઈમ પછી મેજર સોમદત્તને આટલા આનંદ અને મડમાં જોયા હતા.

બંને ચાલતા ચાલતા આગળ વધતા હતા. ગંગાનો ઘાટ ધીરે ધીરે દૂર થતો જતો હતો. સૂર્ય આથમી ગયો. ધીરે ધીરે ચારે તરફ અંધકાર છવાતો જતો હતો. વાતાવરણમાં પવનની ઠંડી શીત લહેરો ઊઠતી હતી. ખૂબ જ રમણીય વાતાવરણ હતું.

થોડીવાર પછી તેઓ હોટલ ‘જલવાહિની’માં પહોંચ્યા જ્યાં મેજર સોમદત્ત, કદમ, સાથે ઊતર્યા હતા. ડાઈનિંગ હોલમાં જઈને બંનેએ ફટાફટ જમી લીધું, પછી પોતાના રૂમમમાં જઈને કપડાં ચેન્જ કરી, ફટાફટ તેઓ નીચે ઊતર્યા અને જિપ્સી ગાડીમાં બેસીને દહેરાદૂન જવા માટે ઊપડી ગયા દહેરાદૂન હરિદ્વારથી 60 કિલોમીટર અંતરે આવેલું છે.

અત્યારે મેજર સોમદત્ત ખુદ ગાડી ચલાવી રહ્યા હતા અને કદમ તેની બાજુમાં બેઠો હતો.

ધીરે ધીરે હરિદ્વાર દૂર જતું જતું હતું. રસ્તો પહાડી ધારીવાળો હતો. વચ્ચે આવતી નદીને પાસ કરીને ઋષિકેશ થઈને તેઓ નરેન્દ્રનગરના રસ્તાથી આગળ વધતા દહેરાદૂન તરફ વધતા રહ્યા.

લગભગ બે કલાકની મુસાફરી કરીને તેઓ દહેરાદૂન પહોંચ્યા.

જવાહર ચોક વટાવીને જમણી તરફ વળી જઈ તેઓ બી.એસ.એફ.ના કેમ્પ તરફ આગળ વધ્યા. દહેરાદૂનની ખૂબસૂરત સડકો પરથી પસાર થતા નંદની સરોવર તરફ વળી જઈને ત્યાંથી લગભગ અડધા કિલોમીટરના અંતરે આવેલ ગંગાનગર કોલોનીની બાજમાં બી.એસ.એફ.ના મુખ્યાલયના ગેટ તરફ વધી ગયા.

ગેટ પાસે આવીને તેમણે ગાડી ઊભી રાખી કે તરત ગેટ પર ઊભેલો શસ્ત્રધારી બી.એસ.એફ.ના એક જુવાન તેની પાસે આવ્યો.

“સર... આપનો ‘આઈડેન્ટી કાર્ડ’ બતાવશો.” આદર સાથે તે બોલ્યો.

“ચોક્કસ મિત્ર.....” ગાડીને બંધ કરી નીચે ઊતરતાં મેજર સોમદત્ત બોલ્યા અને શર્ટના ખિસ્સામાંથી પોતાનો ‘આઈડેન્ટી કાર્ડ’ કાઢીને તે યુવાનના હાથમાં આપ્યો.

આઈ કાર્ડ ચેક કરીને પરત આપતાં અટેન્શનમાં આવી તે યુવાન બોલ્યો, “વેલકમ સર” બી.એસ.એફ. આપનું સ્વાગત કરે છે.

મેજર સોમદત્ત ફરીથી ગાડીમાં બેઠા અને ગેટ પસાર કરીને મુખ્યાલયમાં કેપ્ટન મિત્રા સાહેબની ઓફિસમાં પહોંચ્યા.

એ ખૂબ જ ખાનગી બેઠક હતી.

જેમાં પોલીસ કમિશનર રાજેન્દ્ર વ્યાસ તથા કેન્દ્રના ગૃહ સચીવ તથા બી.એસ. એફ.ના કેપ્ટન મિત્રા સાહેબ ઉપસ્થિત હતાં.

આ ત્રણે ખૂબ જ આતુરતાપૂર્વક મેજર સોમદત્તની રાહ જોતા બેઠા હતા.

આખરે મેજર સોમદત્ત તથા ઈ. કદમ આવી પહોંચ્યા.

આવતાંની સાથે જ મેજર સોમદત્તે ખૂબ વિનય સાથે કહ્યું ‘સોરી સર’ મને આવતાં થોડું મોડું થયું. હરિદ્વાર આવતા ગંગામૈયા આરતીનાં દર્શન કરવા ગયો હતો. ‘સોરી’... આમ સૌને મારી વાટ જોવી પડી.

“એવું નથી મેજર સોમદત્ત” કમિશનર બોલી ઊઠ્યા, હકીકતમાં અમે દસ મિનિટ પહેલાં જ આવ્યા છીએ અને એટલા માટે કે તમારા આવતા પહેલા અમે કાંઈક નિર્ણય કરી શકે. ‘એની વેલ....’ આપ બેસો અને પહેલાં તમને “રો”ના અધ્યક્ષ બન્યા તેના અભિનંદન....” ઊભા થઈ હસ્તધૂનન કરતાં કમિશનર બોલ્યા.

ત્યારબાદ મિત્રા સાહેબે પગ મેજર સોમદત્તને અભિનંદન આપ્યા.

કેન્દ્રીય ગૃહ સચિવ તો મેજર સોમદત્તને દિલ્હીમાં જ મળી ચૂક્યા હતા અને ત્યારે જ તેઓએ મેજર સોમદત્તને અભિનંદન આપ્યા હતા. અલબત્ત તેઓએ મેજર સોમદત્ત સાથે હાથ મિલાવ્યા અને કદમને પણ અભિનંદન આપ્યા.

“યોશ્યુડ સર”... ચેર પર બેસતાં મેજર સોમદત્તે કમિશનર સામે જોઈને બોલ્યા.

મેજર સોમદત્ત... ગુજરાતમાં મહેસાણાના એક ગામ ઉનાવામાં બનેલી ઘટનાનો તે રિપોર્ટ ગૃહ ખાતામાં મોકલાવેલ તે અદભુત ઘટના હતી પણ તેનું રહસ્ય એ રહસ્ય જ રહી ગયું. ખેતરમાં કામ કરતા લોકોએ પંદર ફૂટની લંબાઈના માનવીને અવકાશમાંથી ધરતી પર ઊતરતો જોયો અને તેઓ બેભાન બની ગયા. ત્યારબાદ ત્યાં માનવ-કદથી મોટા કદના પગલાની પાંચ છાપ મળી આવી પણ વરસાદ પડતાં તે પગલાંની છાપ ભૂંસાઈ ગઈ. ન તેના ફોટા વાઈ શક્યા કે ન તેના આકાર પી.ઓ.પી.ના બીબા બનાવી ઉપસાવી શક્યા. પગલાંની છાપ પરથી માટીના સેમ્પલ જીઓ લોજિકલ પૃથક્કરણ માટે મોકલાવવામાં આવ્યા કે કદાચ તે પૃથ્વીથી બહાર પરગ્રહની વાસી હોય તો જીઓ લોજિકલ એનાલાયસિસમાં પૃથ્વી બહારના રજકણોના તત્ત્વો મળી આવે. પણ તે રિપોર્ટમાં પણ એવું કંઈ જ આવ્યું નહીં. ફકત ત્યાંના ફિંગર પ્રિન્ટ બ્યુરોવાળાઓએ કાચ પર લીધેલ તેનો સ્ક્રેચ એક અવશેષ પૂરતો રહ્યો.”

“ઘટનાના રિપોર્ટ મળતાં તું પણ સ્થળ અને ત્યાંના ઓફિસરો તથા જેમણે નજરોનજર તે ઘટના નિહાળી તેને મળી આવ્યો પણ તને જાણવા જેવું કંઈ જ મળ્યું નહીં. તારા બધા રિપોર્ટ મને મળ્યા તે તારા રિપોર્ટ ગૃહખાથામાં મોકલાવ્યા. તેનું મેં ધ્યાનથી વાંચન કર્યું છે. એક લાંબો શ્વાસ લઈ ગૃહસચિવ એક મિનિટ મૌન રહ્યા પછી આગળ બોલ્યા. તારા રિપોર્ટનો, ઇસરોમાં એક વૈજ્ઞાનિક જેવો મારો અંગત મિત્ર છે. તેમને પણ મોકલ્યા. તેઓ પણ અસમજમાં ચડી ગાય હતા. કોઈને તે પગલાંની છાપ બાબતમાં કાંઈ સમજણ પડી ન હતી. હવે તે આકાશમાંથી ઉતરી આવેલ માનવીવાળી ઘટના શું સત્ય હતી, કે લોકોનો ભ્રમ હતો. ભ્રમ હતો તો તે પગલાંની છાપ કેવી રીતે બની, શું કોઈ માનવ સર્જિત ષડ્યંત્ર હતું કે કોઈ કુદરતનો કરિશ્મા”, સૌ સામે જોઈ ગૃહ સચિવે વાત પૂરી કરી. સૌ મૌન રહીને વિચારી રહ્યા. રૂમમાં એકદ શાંતિ છવાયેલી હતી. ફક્ત ઘડિયાળના ટીક... ટીક... નો અવાજ આવી રહ્યો હતો.

“હં.. મિ... રાજેન્દ્ર, હવે અહીં બનેલ ઘટનાની વાત કરો.”

વિચારોમાંથી બહાર આવતાં ગૃહસચિવ કમિશનર સામે જોઈને બોલ્યા.

“સર... અહીં ચારે તરફ પહાડીઓ અને ગીચ જંગલો આવેલાં છે. અહીંના લોકો પહાડો પર છૂચાછવાયાં મકાનો બનાવીને રહે છે. અહીં જંગલમાં એક બનાવ બન્યો અને તેનો રિપોર્ટ મને મળ્યો. રિપ્રોટ વાંચી મેં તે સ્થળ અને આજુબાજુના એરિયામાં રૂબરૂ જઈને તપાસ કરી અને તપાસના અંતે મારે આપને તથા મેજર સોમદત્તજીને અહીં બોલાવવા પડ્યા. સર.... અહીંથી બદ્રીનાથ જવાના રસ્તામાં આવેલ ચમોલી જિલ્લાની આ વાત છે.”

“ચમોલી....?” મેજર સોમદત્ત એકાએક ચોંકી ઊઠ્યા.

‘‘કેમ...સોમદત્ત...ચમોલીના નામથી તમે ચોંકી ઊઠ્યા...?’’ મિત્રા સાહેબે પૂછ્યું.

‘‘ ચમોલી...ચમોલીથી પાંચ કિલોમિટર આગળ મેઠાણાં ગામ છેં, ત્યાં મારા ગુરુજી શ્રી રામેશ્વરનંદ સરસ્વતીચંદનો આશ્રમ છે અને હું વર્ષના એક બે વખત ત્યાં જાઉં પણ છું...એટલે...’’

‘‘મેજર સોમદત્ત...છેલ્લે તમે મેઠાણાં ક્યારે ગયા હતા ?’’

‘‘ છેલ્લે હું ફેબ્રુઆરીમાં ગયો હતો, કેમ...?’’

‘‘મેજર સોમદત્ત સર...આ બનાવ પણ મેઠાણાં ગામની નજીક બનેલો છે અને એ જૂન મહિનાની વાત છે.’’

‘‘ચમોલીના આજુ-બાજુના વિસ્તારમાં અમુક લોકોએ ગજબના દૈત્ય જેવા માનવોને જોયાના અમને રિપોર્ટ મળ્યા છે. માણસથી મોટા કદના અને આખા શરીરમાં જાનવર જેવી રૂવાંટીવાળા જેઓનો આકાર માનવનો હોય છે. પણ તેઓના ચહેરો ભયાનક જંગલી જાનવરો જેવા દેખાય છે. હવે તે દેખાયેલ માનવો શું હિમાલયમાં અતિ ઉંચાઇ અને ઊંડાણના રહેતા યતિ, માનવ કે આદિમાનવ છે કે પછી કોઇ બીજા ગ્રહોમાંથી ધરતી પર ઊતરી આવેલ એલિયન્સ, તિબેટ બોર્ડર...ભારત અનેચીન બોર્ડર વચ્ચેનો એરિયા જે એરિયામાં ચમોલીનો વિસ્તાર પણ આવે છે તો તે એરિયામાં ઘણી વખત લોકોએ ઊડતી રકાબીઓ યાને કી યુ.એફ.ઓ.ને જોયા છે અને પરગ્રહ પરના માનવીઓ આ વિસ્તારમાં એરબેઝ બનાવી રહ્યો છે. એવું ઘણાનું માનવું છે. આ એક સંશોધન છે. ખરેખર શું થઇ રહ્યું છે. તે આપણે તપાસ કરવાની છે...’’ એટલું કહીને કમિશનર રાજેન્દ્ર ચૂપ થઇ ગયા.

‘‘મેજર સોમદત્ત...આપણા ગૃહ ખાતમાં આવેલ રિપોટો પ્રમાણે ભારતની ધરતી પર યુ.એફ.ઓ.ના જોયાના દાખલાનું આ લિસ્ટ છે. સૌ સાંભળો...’’ ગૃહ સચિવ એક ફાઇલ હાથમા લઇ તેનાં પાનાં ઉથલાવતા કહ્યું. ‘‘2007 માં 28મી મેના બેંગ્લોરમાં અફઝલખાન નામની એક વ્યક્તિ જે બેંગ્લોરના જયનગર એરિયામાં કોઇ કામ અંગે ગઇ હતી. જયનગર એરિયા ભીડભાડથી દૂર સોસાયટીનો એરિયા હતો. અફઝલખાન પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. રસ્તો સૂમસામ હતો. કોઇ એકલદોકલ વાહન જ સામે આવતું હતું. ધીરે ધીરે ચાલતો અફઝલખાન સિસોટી પર કોઇ ફિલ્મી ધૂન ગાતો હતો. રાત્રીનો નવ વાગ્યાનો સમય હતો. સર્વત્ર અંધકાર છવાયેલો હતો. ગરમીનો એકદમ ઉકળાટ થતો હતો. બેફિકરાઇથી આકાશ તરફ નજર રાખી તારામંડલને નીરખતાં-નીરખતાં ગીતની ધૂન પર મસ્ત બની તે જઇ રહ્યો હતો અને અચાનક એક ઉલ્કા જેવો પ્રકાશ ઝડપથી આકાશમાં એક દિશાથી બીજી દિશામાં જઇ રહ્યો હતો. અફજલખાનને આકાશ, તારા, ચંદ્ર, ખરતી ઉલ્કાઓ નિહાળવાનો ખૂબ શોખ હતો. ચાલતા-ચાલતાં તે અટકીને તે પ્રકાશપુંજને જોઇ જ રહ્યો. પ્રકાશપુંજ ધરની તરફ આવી રહ્યોહતો. તેનો આકાર ત્રિકોણકાર હતો. તે અચાનક બનીને જોઇ જ રહ્યો. પણ બે ચાર મિનિટ પછી તે દેખાતો બંધ થઇ ગયો હતો.

‘હવે બીજી ઘટના પર ધ્યાન દઇએ.’

‘તા.30-10-2007 કલકત્તા.’

‘ઇસ્ટન મેટ્રો પોલીટન બાયપાસ પાસે ઘણા લોકોએ એક ગોળ આકારની ચમકતી રકાબી જેવા પદાર્થને આકાશમાં તરતો જોયો હતો. આ વિસ્તાર ભીડભાડવાળો હોવાથી ઘણા જ લોકો એકઠા થઇ ગયા હતા. ઘણા લોકોએ તેનું વીડિયો પણ લીધો હતો.

ત્યારબાદ ત્રીજી ઘટના.

તા.26-1-2001

‘ કોલકાતા વેસ્ટ બેંગોલ વિસ્તાર હતો, બિહાર અને પશ્ચિમ બંગાળની બોર્ડરનો.’

‘ઇન્ડિયન એરફોર્સનું એક ફાઇટર પ્લેન આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું અને બોર્ડર એરિયા ચેક કરી રહ્યું હતું.

પાયલોટ આકાશમાં તરતાં વાદળાંઓના ટુકડાઓને જોઇ રહ્યો હતો. સૂર્યનો લાલાચોર અને મોટો દેખાતો ગોળો ધરતીની ક્ષિતિજ પર ધીરે...ધીરે...ડૂબી રહ્યો હતો. તેનાં કિરણોથી આકાશમાં તરતાં વાદલો લાલ દેખાતાં હતા. ખૂબ જ રમણીય દેખાવ હતો. પાયલોટ એકદમ તલ્લીનતાથી ર્દશ્યોને જોઇ રહ્યો હતો. ડૂબતા સૂર્યની હવે ફક્ત ગોળ રિંગ જ નજરે પડતી હતી. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો. અચાનક પાયલોટ ચમક્યો.

આકાશ પર ઝબકારા મારતી એક તેજસ્વી વસ્તુ પશ્ચિમ દિશા તરફથી આવી રહી હતી.

પ્રકાશથી ઝળહળતી તે વસ્તુની ગતિ બહુ ન હતી.

પાયલોટે જિજ્ઞાસાવશ પ્લેનને તેની તરફ ગતિથી આગળ વધાર્યું. તે વસ્તુ જેમ જેમ નજદીક આવતી જતી હતી. તેમ તેમ તેનો આકાર સ્પષ્ટ થતો જતો હતો. ગોળ થાળી જેવી તે વસ્તુની કિનારી હીરાના પ્રકાશની જેમ ચમકી રહી હતી.

‘‘હલ્લો...હલ્લો...યસ જેટ નેય બોલો...શું સંદેશો છે...?’’

‘‘હલ્લો...સર હું એરપોર્ટથી 25 ડિગ્રી એશેનીટિક્સ માઇસ પશ્ચિમ તરફ જઇ રહ્યો છું. મેં અવકાશમાં એક વિચિત્ર વસ્તુને જોઇ છે. તમે રડાર સેટ કરો સર...’’

‘‘ઓ.કે...યસ...વાઉ! તમારા ફાઇટરની સામેની દિશામાં એક ગોળ ટપકું દેખાઇ રહ્યું છે. હલ્લો...હલ્લો તમને શું દેખાય છે.?’’

યસ...સર...મારા ફાઇટરની ગતિની સામે દિશાથી એક તરતી ઉડન તસ્કરી રકાબી જેવી વસ્તુ ધીરે ધીરે મારા તરફ આવી રહી છે સર...

‘‘પાયલોટ...કમાન્ડર...તમે ચેક કરો તે શું છે...? અમે પણ રડારમાં તેને પકડી પાડી છે. નિરંતર ચેક કરતા રહો અને રિપોર્ટિંગ આપતા રહો.’’

‘‘યસ સર...પાયલોટે કહ્યું, પણ પછી થોડી જ ક્ષણોમાં તે ચમકતી રકાબી આકાશના અંધકારમાં વિલીન થઇ ગઇ. જાણે ઇલેક્ટ્રિક પ્રકાશ આપતા બલ્બની એકાએક સ્વીચ ઓફ કરવામાં આવે અને અંધકાર છવાઇ જાય તેમ તે એકાએક ગુમ થઇ ગઇ અને રડારમાં પણ તે દેખાતી બંધ થઇ ગઇ.’’

‘‘આ બધા બનાવો ભારતમાં બનેલા છે. જેનો રિપોર્ટ ગૃહખાતાને મળેલ છે. આવા બનાવો ઘણા અલગ અલગ દેશોંમાં બન્યા છે. તુર્કીમાં તો 2-2-2010 થી 10-12-10 સુધીના લગભગ 1496 યુ.એફ.ઓ.જોયાના બનાવ બન્યા છે. અને 371 બનાવોની વિડિયો શુટિંગ પણ ઉતારવામાં આવી હતી.

આવો તો ઘણા જ બનાવો બનતા રહે છે. ક્યાંક યુ.એફ.ઓ જોયાના બનાવ બનેલ છે, તો ક્યાંક એલિયન્સ જોયાના બનાવો પણ બનેલા છે.

‘સર...આમાં ઘણું બધું માનવસર્જિત પણ હોઇ શકે છે. તેવુ મારું માનવું છે.’ પહેલી વખત કદમ બોલ્યો.

કરેક્ટ...મિ. કદમ, બસ આ જ વાત આપણે જાણવી જરૂરી છે કે યુ.એફ.ઓ. અને એલિયન્સના બનાવોમાં કેટલું તથ્ય છે...’ કેપ્ટન મિત્રા બોલ્યા.

મેજર સાહેબ...પાલનપુરવાળી ઘટનમાં તમે ક્યું તારણ કાઢ્યું. કમિશનરે સોમદત્ત સામે જોતાં પૂછ્યું.

***