Khoufnak Game - 3 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 3 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

રહસ્યમય હવેલી

ભાગ - 1

નાગર કોટ...નેપાળનું ખૂબ સુંદર હિલ સ્ટેશન. લગભગ સો ખોરડાની વસ્તી ત્યાં છૂટા-છવાયા પર્વતો પર વસેલી છે. એક તરફ ઉત્તર દિશામાં ગીચ જંગલ ફેલાયેલું છે. તો બીજી તરફ મોટી ઝીલ આવેલી છે.

કાઠમંડુથી તે 32 કિલોમીટરના અંતરે આવેલુ છે. ભારતથી તિબેટ જવાના રસ્તા પર નાગરકોટ આવે, તેની ઊંચાઇ 2300 મીટર દરિયાની સપાટીથી આવેલી છે. બૌદ્ધ સાધુ મંજુશ્રી પ્રથમ ત્યાં ગયેલા.કહેવાય છે કે નાગરકોટનો પૂરો એરિયા પહેલા મોટી ઝીલ હતી. પણ ભૂતકાળમાં આવેલા કોઇ ભૂકંપની અસરથી તે પર્વતોનો ભાગ ઉપર આવી જતા નાગરકોટ બન્યું.વિશ્વના ટુરિસ્ટો નેપાળ ફરવા માટે આવે છે. અને તે સૌ નાગરકોટની અચૂક મુલાકાત લે છે.

નાગરકોટ પર ચારે તરફ સહેલાણીઓની ભીડ હતી. ચારે તરફ નાની-નાની સુદર ટેકરીઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને આજુ-બાજુ પામ,દેવદાર,સાગનાં ગગનચુંબી વૃક્ષો છવાયેલાં હતા. ટેકરીઓ પર ગાર્ડનમાં બનાવેલ ઘાસની લોનની જેમ ઘાસ છવાયેલું હતું અને હવામાં મથી તેમ લહેરાઇ રહ્યું હતું.

આકાશમાં દોડતાં વાદળો એકદમ નીંચા આવી ગયાં હતા. જાણે આકાશ નીચે ઊતરી આવ્યું હોય. ચારે તરફ ધુમ્મસ છવાયેલું હતુ. ખૂબ રમણીય સ્થળની મુલાકાતે સહેલાણીઓ ઊમટી પડ્યા હતા.

નાનાં બાળકો પતંગિયાની જેમ આમ થી તેમ દોડા-દોડી કરી રહ્યાં હતા.

કુલ્ફી...કુલ્ફીમલાઇ...પાણીપુરી...પકોડા...પેટીસ...જેવી બૂમો પાડતા ત્યાં નાસ્તાઓની ગાડી લઇ ઊભેલા નાસ્તાવાળાઓ સહેલાણીનઓને આકર્ષી રહ્યા હતા, ત્યાં ફરતા સૌ ખુશમિજાજમાં હતા. પણ...હેમાં આજ એકદમ ઉદાસ મને એક ટેકરી પર બેઠી હતી.

સવા પાંચ ફૂટની લંબાઇ, ગોરો વાન અને ખૂબસૂરત ગુલાબી તેનો ચહેરો એક વાર જોયા પછી કોઇ પણ જોતો જ રહી જાય, તેની લાંબી અને બદામી આંકો તેનો ચહેરાનું અનેરું આકર્ષણ હતુ. તેની ઉંમર લગભગ બાવીસ વર્ષની જણાતી હતી.

તે એકલી હતી, થોડી વાર ઉદાસ મને ટેકરી પર બેસ્યા પછી તે ઊભી થઇને રસ્તા તરફ ચાલવા લાગી.

‘મેડમ...’ કોઇએ અચાનક પાછળથી બૂમ પાડી.

ઝબકીને હેમાએ પાછળ ફરીને જોયું. તેની પાછળ એક ખૂબસૂરત યુવાન ઊભો હતો.

‘તમે મને બોલાવી...?’ આશ્ચર્ય સાથે હેમાએ પૂછ્યું.

‘મેડમ...તમારું બ્રેસલેટ તમારા હાથમાંથી પડી ગયું છે, લો...’ હાથ લંબાવી તે બોલ્યો.

‘ઓહ...મને ખ્યાલ જ નથી, થેંક્યુ...પણ એ બ્રેસલેટ મારા કોઇ કામનું નથી. તમે તે રાખી લ્યો અથવા જરૂરમંદ કોઇ ગરીબને આપી દ્યો, ઉદાસ ચહેરે હેમા બોલી.

‘ અરે...! મેડમ આ તો સોનાનું બ્રેસલેટ છે અને તમે કહો છો, તમારા કામનું નથી...?’ આશ્ચર્ય સાથે તે યુવાન બોલ્યો.

‘‘એક વખત દિલ તૂટી ગયા પછી તે સોનાનું હોય કે હીરાનું તે શું કામનું.’’ રોતલ અવાજે હેમા બોલી.

‘‘સોરી મેડમ...તમે બહુ જ દુ:ખી જણાવ છો...અગર તમારા દુ:ખમા હું આપને મદદ કરી શકું તો...જો કે તમે મને નથી ઓળખતા. તેમ હું પણ તમને નથી ઓળખતો. પણ આજની ઓળખાણ પછી આપણે મિત્રો તો બની શકીએ છીએ...મેડમ તમે ખોટું ન વિચારશો...’’ ખરા હ્રદય સાથે તે યુવાન બોલ્યો.

‘ખરી વાત છે, તમે મારા માટે અજાણ્યા છો, પણ તમે નેક દિલના ઇન્સાન લાગો છો. મને પણ એક સાચા મિત્રની જરૂર છે...’ હેમા બોલી.

‘મારું નામ કિશન છે. કિશન શેરપા...આ આટલી મોટી દુનિયામાં ઙં એકલો જ છું...’ હસતાં તે બોલ્યો. પછી આગળ કહ્યું ‘મેડમ, વાંધો ન હોય તો આપણે સામેની ટેકરી પર બેસીએ. હું દોડતો રાસબરી ડોલી લઇ આવું,’ કહી હેમાના જવાબની રાહ જોયા વગર તે કુલ્ફી લેવા દોડ્યો.

હેમા કિશને બતાવેલી ટેકરી પર જઇને બેઠી. થોડીવારમાં કિશન બે રાસબરી ડોલી લઇ આવ્યો. કેન્ડીનું રેપર ખોલી હેમાના હાથમાં આપતાં હસતાં બોવ્યો. ‘લ્યો આપણી મિત્રતાની પહેલી મુલાકાતનું મીઠું મોં અન મેડમ હવે તમારા આ મુરઝાયેલા ચહેરાને જરા હસતો કરો. હું તમને પ્રોમિસ આપું છું કે તમારા દુ:ખમાં ખરા દિલથી હું પાર્ટનર બનીશ. કહેતાં-કહેતાં તે અટક્યો અને હેમાના ચહેરા સામે જોવા લાગ્યો.

‘મેડમ...આપણે મિત્ર બન્યા છતાં આપનું નામ તો હું જાણતો નથી.’

‘મારું નામ હેમા છે...હું ભારતની રહેવાસી છું.’ કેન્ડી ચુસતા હેમા બોલી.

‘કિશન, હું અવિનાશ નામના મારા મિત્રને દિલથી ચાહતી હતી અને કોલેજમાં સાથે જ અભ્યાસ કરતાં હતા. પણ અવિનાશ બેવફા નીકળ્યો. અમારી જ કોલેજની એક રમા નામની છોકરી સાથે તે નાસી ગયો ને પાછળથી તેની સાથે લગ્ન પણ કરી લીધાં. કિશન, તેમે રમાના બાપની અઢળક સંપત્તિ જોઇ પણ મારો પ્રેમ ન જોયો. મારી દુનિયા વેરાન થઇ ગઇ. મેં તેની સાથે સંસાર માંડવાનું સુંદર સ્વપ્નાં જોયા હતાં. તે બધાં તૂટી ગયાં. એટલે મેં તેમે મને આપેલું બ્રેસલેટ તારી પાસે રાખવાનું કહ્યું હતું. કિશન આ દુનિયામાં હું એકલી પડી ગઇ છું...’કહેતાં હેમાની આંખમાંથી આસું ધાર સ્વરૂપે વહેવા લાગ્યાં.

‘હેમાં...તું એકલી નથી, હું છુંને તારો મિત્ર...’ આંગળીથી હેમાના આંસુ લૂછતાં કિશન બોલ્યો.

ત્યારબાદ કિશન અને હેમાની મુલાકાતો થતી રહી અને તે મુલાકાતોએ તે બંના દિલને પ્રેમ નામની દુનિયાની શ્રેષ્ઠ વસ્તુથી ધડકતાં કરી દીધાં.

કિશન નાગરકોટનો વતની હતો. તેના પિતા જમીનદાર હતા.તેની માતો તો કિશનને બચપણના દિવસોમાં જ તેને બાપના સહારે છોડીને ચાલી ગઇ હતી.

કિશનના પિતાનું પાંચ વર્ષ પહેલાં દેહાંત થયું હતું. કિશન તેમનું એક જ સંતાન હતો. પિતાના મૃત્યુ પછી કિશન એકલો પડી ગયો.તે ભણેલ હતો. પમ નાગરકોટ કે આજુ-બાજુના કોઇ વિસ્તારમાં તેને લાયક નોકરી મળે તેમ ન હતી. કિશનના પિતાની નાગરકોટમાં ગામથી થોડે દૂર નિર્જન વિસ્તારમાં મોટી હવેલી હતી. ચારે તરફ ફેલાયેલા ગાઢ જંગલ અને ટેકરીઓ વચ્ચેના રમણીય નિર્જન વિસ્તારમાં આવેલી તે હવેલી અને હવેલીથી આગળ પહાડીઓ પર તેનાં ખેતરો આવેલાં હતાં. હવેલી મોટી હતી. કિશને હવેલીનો અમુક ભાગ પોતે માટે રાખીને બાકીનો ભાગ એક વિદેશથી જંગલમાં સંશોધન કરવા આવેલ લોકોને ભાડે આપી દીધી હતી. દશ હજારના ભાડામાંથી આરામથી કિશનનું ગુજરાન ચાલતું હતું. હેમા અવાર-નવાર કિશનના ઘરે જતી. બંને હવેલીની આસપાસનાં જંગલોમાં કલાકોના કલાકો રખડતાં રહેતાં, એક વખત બંને જંગલમાં ફરતાં હતાં. ત્યારે હેમાએ એક વિચિત્ર માનવીને જોયો હતો. હેમા તો ગભરાઇ ગઇ હતી પણ કિશને તેને સાંત્વના આપતાં કહ્યું હતું કે અહીંનું જંગલ ખૂબ વિચિત્ર છે. કેટલીય વખત આવા જાનવર જેવા વિચિત્ર માનવોને તેમણે જોયા છે. પણ ક્યારેય તેણે મને નુકસાન પહોંચાડ્યું નથી. અહીં એક અફવા પણ ફેલાયેલી છે કે અહીંના જંગલોમાં પરગ્રહ વાસી એલિયેન્સો અવાર-નવાર આવે છે.’’ કિશનની વાતથી હેમાં ચોંકી ઊઠી હતી. પણ મોં પર નોર્મલ ભાવ બતાવી કિશનનો હાથ પકડીને તે ચાલવા માંડી હતી.

હેમાએ કિશનને કહ્યું હતું કે હવે તેને ભારત પાછા જવું છે. ભારતમાં તેના મમ્મી,પપ્પા,ભાઇ તેની વાટ જુએ છે. અને ભારત પાછા ફરવા માટે પપ્પાનો બે વખત મોબાઇલ પણ આવ્યો હતો. પણ કિશને ખૂબ જ આગ્રહ કરીને, હેમાને થોડા દિવસ રોકાઇ જવાનું કહેતાં, હેમા રોકાઇ ગઇ અને તે દિવસે કિશને હેમા જે હોટલ પર રોકાઇ હતી. ત્યારથી તેનો સામન પોતાની હવેલીમાં લાવીને હેમાને હવેલીમાં જ રહેવા માટે પોતાની લાઇબ્રેરીવાળો કમરો આપી દીધો અને હેમાએ ઇન્કાર કર્યા વગર હવેલી પર રહેવાનું સ્વીકાર્યું.

‘અરે ભઇલા...કેમ છો.?’

પ્રલયના મોબાઇલમાં રિંગટોન વાગતાં તરત પ્રલયે મોબાઇલ ઓન કર્યો અને સામેથી તાનીયાનો ટહુકા જેવો અવાજ સંભળાયો.

‘અરે તાનીયા...શું વાત છે, ઘણા સમય પછી ભાઇ યાદ આવ્યો.કેમ છો?’

તું કેમ છે, સોમદત્ત સર. કદમ બધા મઝામાં.’

‘અરે...જકાશ...ભઇલા.તું કેમ છો અને વાંદરો શુ કરે છે...?’

‘અમે તો આનંદમાં હિલોળા લઇએ છીએ. અહીં નેપાળમાં ફરી રહ્યા છીએ અને રહી વાત વાંદરાની તો અહીં ચારે તરફ જંગલ ફેવાયેલું છે. આપણો વાંદરો તો બસ જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ પર ઠેકડા મારે છે અને લોકોએ નાખેલા ચણા અને કેળાં ખાય છે...’તીરછી નજરે આદિત્ય સામે જોઇ હસતાં-હસતાં પ્રલય બોલ્યો.

‘અબે ઓ લંગુર...જો મને વાંદરો કહ્યો ને તો તારું થોબડું રંગી નાખીશ સમજયો.’ ઊકળી ઊઠતા આદિત્ય બોલ્યો.

‘ તું મારા પર શું કરવા ગુસ્સે થાય છે, તને જેણે બંદર કહ્યો તેનું થોબડું રંગી બતાવ...’ વધુ ચીડાવવાના આશયથી પ્રલય બોલ્યો.

‘કોણ છે તે દુષ્ટ...? કોણ છે તે અઘોરપાપી...? તેને મારી સામે હાજર કર...પ્રલય હું તેને જોઇ લઇશ...’

‘તને બંદર કહેનારા તે દુષ્ટ...પાપી...તાનીયા છે. લે કરવી છે તેનાથી વાત...’ આદિત્ય સામે મોબાઇલ લંબાવતાં પ્રલય બોલ્યો.

‘એ સાલ્લી...નાકચઢ્ઢી...હું જોઇ લઇશ તેને...દે મોબાઇલ આપ મને...’મોબાઇલને હાથમાં લેતાં આદિત્ય ઊકળ્યો.

‘હલ્લો...બાનીયા...તે-તે મને બંદર કહ્યો...?’ મોબાઇલને કરડી ખાવો હોય તેમ મોંમાં ઘુસાડતાં આદિત્ય બોલ્યો.

‘લે બોલ...બંદરને બંદર ન કહું તો શુ ગધેડો કહું હેં અને સાંભળ મારું નામ બાનીયા નથી તાનીયા છે.’

‘તને બાનીયા, ગાઇયાં, ભેશ્યા...બધુ કહીશ જો હવે મને બંદર કહ્યો છે તો જોઇ લેજે. તારું નાક કરડી ન ખાઉં તો મારું નામ...’

‘બંદર નહીં...વા મારા બંદર વા...’ આદિત્યનું વાક્ય તાનીયાએ પૂરું કર્યું પછી મોબાઇલમાં તાનીયાનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. માંડ-માંડ પોતાનું હાસ્ય રોકતાં તે બોલી, ‘આદિત્ય...તને હું બંદર નથી કહેતી પણ કદમે કહ્યું હતું કે પ્રલય સાથે વાંદરાની પૃચ્છા કરજે, બોલ...હવે તારે જે કહેવું હોય તે કદમને કહેજે.’

‘ઐસી...તૈસી એ સાલ્લા કદમની...હું તેને જોઇ લઇશ. એક વખત મારા હાથમાં તો આવવા દે. તેના બે પગ વચ્ચે માથું કરી નાખીશ.’ ગુસ્સાથી હાથની મૂઠી વળી ટિપોય પર પછાડતાં આદિત્ય રોષપૂર્વક બોલ્યો.

‘ધ્યાન રાખજે કદમ કચ્છની ધરતીનું પ્રાણી છે. કદાચ તે જ તેને મુરઘો ચચચ...મુરઘો શું બંદર ન બનાવી દે...’ હસતાં તાનીયા બોલી.

‘એય...મને અને કદમને જગાડવાની કોશિશ ન કર...’ સમજ્યો, કદમનું ઉપરાણું લીધું તો મીરચી તો તને લાગી છે અને આ શબ્દો કદમના નથી, તારા પોતાનાં છે. હું તને ઓળખું છું.

‘ અબે ઓય..બાનીયા...હલ્લો...હલ્લો...’આદિત્ય મોબાઇલ પર રાડો નાખતો રહ્યો પણ સામા છેડેથી તાનીયાએ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.

‘‘આ સાલ્લો મોબાઇલ...મને એમ થાય છે કે ગટરમાં ફેંકી આવું અને ભેગ તાનીયાને પણ...?’

‘બસ...બસ...હવે વાંદરા આ મોબાઇલ તારો નથી મારો છે અને રહી તાનીયાની વાત તો તે ભારતમાં બેઠી છે. આપણે નેપાળમાં છીએ. ચાલ મારો મોબાઇલ મને આપ...’ હાથ લંબાવી પ્રલય બોલ્યો.

આદિત્યએ મોબાઇલ પ્રલયના હાથમાં આપ્યો કે તરત ફરીથી મોબાઇલ રણકી ઊઠ્યો. પ્રલયે સ્ક્રીન પર નજર ફેરવી. તે તાનીયાનો જ ફોન હતો. મોબાઇલને ઓન કરતાં તે બોલ્યો.

‘બોલ...હવે આદિત્ય પછી મારો નંબર તો નથી લાગ્યો...?’

‘ભઇલા...હવે ઝડપથી મારી વાત સાંભળી લે, અત્યારે મજાક કરવાનો મારી પાસે સમય નથી. સાંભળ તું અને આદિત્ય અત્યારે જ ઊપડો અને નાગરકોટ પહોંચી જાવ. ત્યાં નાગરકોટમાં હોટલ ‘સનરાઇઝ’માં તમારો કમરો બુક છે. ત્યાં તમારે હોલ્ટ કરવાનો છે. તે હોટલ કાઠમંડુથી નાગરકોટ જતાં રસ્તામાં જ આવશ. તે હોટલ પછી નાગરકોટનો રસ્તો ચાર કિલોમીટરનો છે.ત્યારબાદ તમારે નાગરકોટ જવાનું છે. નાગરકોટની ઉત્તર દિશામાં જંગલ ફેલાયેલું છે. તે જંગલની શરૂઆત થાય છે, તે એરિયામાં એક પુરાણી હવેલી આવેલી છે. તમારે તેને ચેક કરવાની છે અને ત્યાં થતી ભેદી હિલચાલ પર નજર રાખવાની છે. બરાબર...ચાલો ત્યારે મારી પાસે સમય નથી. જેમ બંને તેમ જલ્દી નાગરકોટ જવા માટે રવાના થઇ જાવ...’ વાત પૂરી થતાં જ તાનીયાનો અવાજ આવતો બંધ થઇ ગયો. પ્રલય ‘‘તાનીયા...તાનીયા...’’ કહેતો રહ્યો પણ સામેથી તાનીયાએ સેલફોન ડિસકનેક્ટ કરી નાખ્યો હતો.

પ્રલય અને આદિત્ય આજ સવારના વહેલા કાઠમંડુ આવ્યા હતા. કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેઓ ઊતર્યા ત્યારે સવારના છ વાગ્યાનો સમય થયો હતો. આકાશમાં ધીરે ધીરે ઉજાસ ફેલાઇ રહ્યો હતો. મંદ મંદ ઠંડો પવન વાઇ રહ્યો હતો. કાઠમંડુનું આકાશ વાદળોથી ઘેરાયેલું હતું.

એરપોર્ટની વિધિ પતાવ્યા બાદ બંને બહાર આવ્યાં અને ત્યાંથી ટેક્ષી કરી સીધા કાઠમંડુ સિટી તરફ જવા ટેક્ષીમાં રવાના થયાં. ત્રિભુવન એરપોર્ટ સિટીથી અઢી કિલોમીટરના અંતરે આવેલું હતું.

ટેક્ષી કાઠમંડુના રિંગરોડ પર સરકી રહી હતી. કાઠમંડુને ફરતી ખૂબસૂરત વૃક્ષો અને ફૂલોનાં ઝાડોથી સુશોભિત પોલીસ ડબલ રોડવાળો રિંગરોડ બનેલો છે. ટેક્ષી સોની સ્પીડે દોહી રહી હતી. લગભગ અડધા કલાકમાં જ તેઓ કાઠમંડુની ફાઇવ સ્ટાર હોટલ મહારાજામાં આવી પહોંચ્યા. લીલાછમ ઘાસથી છવાયેલી પોર્ચ પર પસાર થતા તેઓ હોટલમાં પ્રવેશ્યા. હોટલની ચારે તરફ સુંદર ગાર્ડન બનેલું હતું અને તાજા પડેલા વરસાદની સુંદર ફૂલો ચારે તરફ ખીલેલાંહતાં.

હોટલમાં કમરો લઇ તેઓ ઝડપછી નાહી-ધોઇ તૈયાર થયા. નાસ્તો પણ તેઓએ રૂમ પર જ ગાવી લીધો હતો. તેઓ ફ્રેશ થઇ બહાર નીકળ્યા ત્યારે સવારના આઠ વાગ્યાનો સમય થયો હતો. ચારે તરફ સોનેરી તડકો ફેલાયેલો હતો. ટેક્ષી કરીને તેઓ ભગવાન પશુપતિનાથનાં દર્શન કરવા રવાના થયા. ટેક્ષી ગૌશાલા ચોકથી જમણી તરફ વળી વાદા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઇને પશુપતિનાથ રોડ તરફ વળી ગઇ અને ઝડપથી મંદિર તરફ આગળ વધી.

ટન...ટન...ટન...ઘંટનાદના અવાજથી વાતવરણ ભક્તિમય બનેલું હતું. ચારે પરત કપાળ પર ચાંદલા કરેલા લોકો આમથી તેમ જઇ રહ્યા હતાં. મંદિરના પ્રાંગણમાં નારિયેળ, ફૂલ, પૂજાનો થાળ વેચવાવાળાઓની લાઇનબંધ હાટડીઓ હતી. પ્રલય અને આદિત્યે પૂજાના થાળ ખરીદ્યા પછી સૌ સાથે દર્શનની લાઇનમાં ઊભા રહી ગયા.

પશુપતિનાથ એટલે ભગવાન શિવનું સ્વરૂપ.

પશુપતિનાથનું મંદિર બાગમતી નદીના કિનારે આવેલું છે.

ખૂબ ઊંચાઇ પર હોવાથી હીના વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરેલી રહે છે. બાગમતી નદીની ચારે તરફ ગાઢ જંગલ ફેલાયેલું છે.

એક વખત ભગવાન શિવ બાગમતી નદીના કિનારાના જંગલોમાં બળદનું સ્વરૂપ લઇને છુપાઇ ગયા. દેવી-દેવતાઓ સૌ ભગવાનને શોધવા નીકળી પડ્યા. એક દોડતા-નાસતા બળદને જોઇને દેવતાઓએ તે બળદને પકડવા માટે તેના શીંગને મજબૂતાઇથી પકડી રાખ્યું. બળદનું શીંગ તૂટી પડ્યું અને ભગવાન શિવ પોતાનું દ્વદ્ર સ્વરૂપ ધારણ કરી સૌ સમક્ષ ઊભા રહ્યા. ભગવાનના માથા પરથી લોહીની ધારા વહી રહી હતી. સૌ દેવતાઓ ભગવાનના ચરણમાં પડી ગયા અને માફી માંગી. ભોળાનાથે સૌને માફ કર્યા અને સૌ સાથે કૈલાસ પાછા ફર્યા. ભગવાન શિવના બળદના સ્વરૂપમાં તે તૂટેલું શીંગ ત્યાં જ રહી ગયું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED