ખોફનાક ગેમ - 7 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 7 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ખૌફનાક ટાપુ પર

ભાગ - 3

બોટ કિનારા સાથે અથડાઇ એ જ સેકન્ડ પ્રલય, કદમ સૌએ જમ્પ મારી હતી. જમ્પ મારતાં સૌ અધ્ધર ઊછળ્યા હતા અને પછી ટાપુની ધરતી પર ફેંકાયા. તેઓની ચેતના લુપ્ત થઇ ગઇ. નીચે ધરતી પર પછડાવાથી ગંભીર ઇજાઓ પણ થઇ હતી. શરીરમાં છોલાવાથી ચારે તરફ લોહી નીકળી રહ્યું હતું. ડેનિયલનું માથું ફાટી ગયું હતું. ડેનિયલનું સોનું પણ દરિયામાં અને ટાપુની ધરતી પર વિખરાઇ ગયું. કોણ જીવિત છે, કોણ ગંભીર ઘાયલ છે, કોઇને કાંઇ જ ખબર ન હતી. સૌ બેભાન હાલતમાં પડ્યા હતા. ભયાનક મોતનું તાંડવ જોવા માટે તે ભયાનક ટાવુ પર કોઇ જ હાજર ન હતું.

કદમ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેનો દેહ દરિયાની રેતીને બદલે કોઇ ઘાસના બનાવેલા ઝૂંપડામાં પોતાની જાતને પડેલો જોઇ, આંખો ખોલતાં થોડીવાર તો કદમ પોતે ક્યાં છે તેની ખબર ન પડી. ત્યારબાદ ધીરે ધીરે બધું યાદ આવવા લાગ્યું. યાદ કરવાથી તેના મગજ પર સતત જોર પડતું હતું. તેના માથામાંથી પીડાના સણકા ઊપડતા હતા. તેનું આખું શરીર જકડાઇ ગયું હતુ. ધીરે ધીરે...કદમે પોતાન શરીરને હલાવવાની કોશિશ કરી પણ આશ્ચર્ય વચ્ચે તેનું આખું શરીર જકડાયેલું હતુ. તેના હાથ-પગ હાલ્યાં નહીં. કદમે પોતાનું માથું ઊંચુ કરી ચારે તરફ જોવાની કોશિશ કરી તો તે અચંબામાં પડી ગયો. તે એક ઝૂંપડામાં ઘાસના બિછાના પર પડ્યો હતો અને તેના હાથ-પગ કોઇ વેલાની રસ્સીઓથી બંધાયેલા હતા.

કદમે જોર કરી પોતાના હાથ-પગ છોડાવવા ઘણી કોશિશ કરી પણ વેલાના રસ્સા ઢીલા થવાને બદલે ટાઈટ થતા જતા હતા.

કદમે હાથ-પઘ છોડાવવાની કોશિશ પડતી મૂકી અને આંખો બંધ કરી વિચારવા લાગ્યો. તેને એટલી તો સમજ પડી ગઈ હતી કે તે કોઈનો કેદી બન્યો છે પણ પ્રલય... વિનય... મોગલો... ડેનિયલ...નું શું થયું હશે...? તેઓ જીવતા હશે કે પછી...? કદમે માથાને ઝાટકો આપી આગળનો વિચાર ખંખેરી નાખ્યો.

ગુમનામ ટાપુની ધરતી પર સૂર્યનો તાપ વરસી રહ્યો હતો. બપોરનો સૂર્ય મધ્યમાં પહોંચ્યો હતો. તે વેરાન ધરતી પર દરિયાકિનારેથી થોડે દૂર ઝાડીમાં પ્રલય અને વિનયનો વેભાન દેહ પડ્યો હતો. તેનાથી થોડે દૂર એક પથ્થર પાસે ડેનિયલનો ક્ષીત-વિક્ષીત લોહી-લુહાણ દેહ પડ્યો હતો.

સુસવાટાભેર વાતો પવન ઝાડીમાંથી પસાર થતા સુઉઉઉ...નો કંપનભર્યો અવાજ ગુંજતો હતો. વેરાન ધરતી પર બેભાન હાલતમાં પડેલા પ્રલય અને વિનયના ચહેરા પર સૂર્યનો તડકો પડતો હતો.

સૂર્યના પ્રખર તાપની અસરથી પ્રલયનો દેહ સળવળ્યો.

ધીરે-ધીરે તે ભાનમાં આવી રહ્યો હતો.

થોડા સમયમાં જ તે ભાનમાં આવી ગયો. તેનું આખું શરીર તૂટી રહ્યું હતું. હાથ-પગ છોલાયેલા અને જખ્મમાંથી નીકળેલું લોહી સુકાઈને શરીર પર, કપડાં પર ચોંટી ગયું હતું.

થોડીવાર તો તે એમ ને એમ પડી રહ્યો. ત્યારબાદ તે ધીરે ધીરે બેઠો થયો અને ચારે તરફ નજર ફેરવી.

તેનાથી થોડે દૂર વિનય બેહોશીની હાલતમાં પડ્યો હતો. તરત પ્રલય તેની પાસે પહોંચ્યો. પ્રલેય વિનયને તપાસ્યો, વિનય બરાબર હતો. ફક્ત બેભાન અવસ્થમાં હતો. તરત પ્રલયે આગળ વધી દરિયાનું પાણી ખોબામાં ભર્યું અને પછી વિનય પાસે આવીને તેના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો.

સમુદ્રના ખારા પાણીના છંટકાવથી વિનય સળવળ્યો અને ધીરે-ધીરે ભાનમાં આવવા લાગ્યો. થોડીવારમાં જ વિનયે આંખો ખોલી. તેની આંખોની સામેનું ધૂંધળું ર્દશ્ય ધીરે ધીરે સાફ થવા લાગ્યું અને તેના પર ઝૂકેલા પ્રલયનો ચહેરો તેની નજર સામે સાફ દેખાવા લાગ્યો. ત્યારબાદ પ્રલયના ટેકાથી ધીરે ધીરે તે બેઠો થયો.

“ વિનય...કેમ લાગે છે...હવે...?” ટેકો દેકાં પ્રલયે પૂછ્યું.

“મને બરાબર છે પણ પ્રલય...કદમ...મોગલો...ડેનિયલ ક્યાં છે...? તેઓનું શું થયું...?” ચારે તરફ ર્દષ્ટિ ફેરવતાં તે બોલ્યો.

“તારાથી થોડીવારમાં પહેલાં જ હું ભાનમાં આવ્યોછું. ભાનમાં આવતાં જ તારા પર નજર પડી. તું બેભાન હતો એઠલે તરત તને ભાનમાં લાવવાની કોશિશ કરી. બાકી કદમ...મોગલો...ડેનિયલ...ની તો મને પણ ખબર નથી. તું બરાબર હોતા આપણે તપાસ કરીએ...”

“હું બરાબર છું...ચાલ આપણે તપાસ કરીએ...” કહેતાં વિનય ઊભો થયો બંને દરિયાકિનારે-કિનારે આગળ વદ્યા. દરિયા કિનારે ચારે તરફ ગાઢ જંગલ છવાયેલું દેખાઇ રહ્યું હતું. દરિયાના પાણીના ખખડાટ અને પવવનના સુસવાટાના અવાજ સિવાય ચારે તરફ નીરવ સન્નાટો ફેલાયેલો હતો.

થોડે દૂર આગળ વધતાં જ તેઓને ડેનિયલની લાશ જોવા મળી. તેનો દેહ એક પથ્થર શિલા પર પડ્યો હતો અને તેનું માથું છુંદાઇ ગયું હતું. ચારે તરફ લોહીના રેલા ફેલાયેલા દેખાતા હતા.

પ્રલય લાશ પાસે બેસી જઇને નિરીક્ષણ કરવા લાગ્યો.

“વિનય...ડેનિયલની લાશ કોઇ રહસ્યમય ઘટના બની હોય તેની ચાડી ખાય છે.”

“યસ...પ્રલય મને પણ તેવું જ દેખાય છે...” તેની પાસે બેસતાં વિનય બોલ્યો.

“જો વિનય...ડેનિયલના ચહેરાને જોતાં એવું લાગે છે કે તેનો ચહેરો કોઇએ પથ્થર મારી-મારીને છૂંદી નાખ્યો હોય...” લોહીથી ખરડાયેલા પથ્થરને શોધવા ચારે તરફ નજર ફેરવતા પ્રલયે કહ્યુ.

“વિનય...આજુ-બાજુ તપાસ કર કોઇ પથ્થર પડ્યો છે. જેના વડે ડેનિયલનો ચહેરો કોઇએ પથ્થર મારી છૂંદી નાખ્યો હોય...”

વિનય ઊભો થયો અને આજુ-બાજુ ફરી વળ્યો પણ તેને એવો કોઇ જ પથ્થર મળ્યો નહીં, અહીં તો એવો કોઇ જ પથ્થર નથી જેના વડે કોઇએ આ કૃત્ય કર્યું હોય...પણ તેવું પણ બને કે પથ્થર દરિયામાં પધરાવી દીધો હોય...’’ પ્રલય પાસે આવતાં વિનયે કહ્યું.

“હા...એવું પણ બની શકે...” વિચારમાં ગૂંથાયેલા પ્રલયે ઊભા થતાં કહ્યું.

“તે એક વાતનું માર્ક કર્યું પ્રલય...?”

“શું...?”

“પ્રલય...મને થોડે દૂર એક સોનાનો ટુકડો મળ્યો. જો આ રહ્યો, કદાચ કોઇ સોનાનો ખજાનો ઉઠાવી ગયો હોય અને ડેનિયલને મારી નાખ્યો હોય.”

“હં...એવું બની શકે પણ તેના માટે આપણે મોટર બની તપાસ કરવી પડશે, પણ તેના પહેલાં આપણે કદમને શોધવો છે. બાકી બધું પછી વિચારશું, ચાલ...” સોનાના ટુકડાને સમુદ્રના પાણીમાં ઘા કરતાં પ્રલય બોલ્યો અને પછી બંને ડેનિયલની લાશને જોતા જોતા આગળ ચાલવા લાગ્યા. સુસવાટા મારતા પવનની સાથે ઊડતી રેતી ધીરે-ધીરે ડેનિયલની લાશ પર ફેલાતી જતી હતી અને ડેનિયલનો દેહ રેતીમાં ઢંકાતો જતો હતો.

ઘણા સમય સુધી તેઓએ સમુદ્રના કિનારે ચારે તરફ તપાસ કરી. તેઓ જ્યાં બેહોશ પડ્યા હતા તેનાથી થોડે દૂર આગળ જંગલ તરફ તેને મોટરબોટનો સળગતો ભંગાર મળી આવ્યો પણ તેમાં કદમ કે મોગલોના દેહમાં કાંઇ જ ચિહ્ન મળ્યાં નહી. દરિયા કિનારે-કિનારે આજુ-બાજુ પણ ક્યાંય તેઓનો દેહ મળ્યો નહી. મોટરબોટના ભંગારમાં ક્યાંય સોના ભરેલી પેટીઓ પણ તેઓને જોવા ન મળી.

બંને થાકી અને એક ટેકરી પર આવીને બેઠી.

તેઓના ચહેરા પર નિરાશા વરતાતી હતી. શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું અને મોટરબોટના સળગી ગયેલા ભંગારના મેશથી તેઓના ચહેરા અને કપડાં ખરડાઇ ગયાં હતા.

તેઓની સામે ઘૂઘવાતી સમુદ્ર હતો. ચારે તરફ વેરાની છવાયેલી હતી. બંને ડેનિયલની લાશને અને તેના ખરાબ અંતને જોતા ગમગીન ચહેરે બેઠા હતા. સમુદ્રમાં ભરતી હતી. સમુદ્રનાં પાણી કિનારા તરફ ધસમસતા ઊછળી રહ્યાં હતાં અને શોર મચાવતાં હતા.

અચાનક મોટા પહાડ જેવાં મોજાં ધસી આવ્યાં અને વળતી પળે તેની સાથે ડેનિયલની લાશને સમુદ્રમાં લેતાં ગયાં.

પ્રલય અને વિનય ટેકરી પર બેઠાં-બેઠાં તે ર્દશ્ય જોઇ રહ્યાં હતાં. તેઓને એવો ભાસ થઇ રહ્યો હતો કે જાણે ડેનિયલનો આત્મા તેઓ પાસે આવીને ઊભો છે અની કહી રહ્યો છે. “અલવિદા દોસ્તો...મેં તમને વાયદા પ્રમાણે આ વેરાના ટાપુ પર પહોંચાડી દીધા છે.” અને પછી જાણ એક અટ્ટહાસ્ય ફેલાઇ ગયું તેઓની ઠેકડી ઉડાડતું...

એક ઊંડો શ્વાસ લઇ પ્રલય ઊભો થયો અને બોલ્યો, “ચાલ આપણે અંધારું થાય તે પહેલાં કદમને શોધી કાઢીએ...”

બંને ટેકરી પરથી ઊતરી સામે દેખાતા ઘનઘોર જંગલ તરફ ચાલવા લાગ્યા. જંગલ એકદમ ગીચ વૃક્ષોથી છવાયેલું હતું. એકવાર ઘુસ્યા પછી બહાર ક્યાંથી નીકળવું તેનો ખ્યાલ પણ ન આવે, તેવું ગીચ જંગલ હતું. ઊંચા-ઊંચા ફેલાયેલી જંગલી વૃક્ષો વચ્ચે ઘુસતા તેઓ આગળ વધ્યા, ગીચ વૃક્ષો પર ચારે તરફ ક્યાંય ઊંચાઇએથી નીચેની તરફ જંગલી વેલાઓ અજગરની જેમ લટકતા હતા. જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા. તેમ ઊંડે ઊંડે જંગલ ગાઢ થતું જતું હતું. અંદર સૂર્યનો પ્રકાશ પણ આવી શકતો ન હતો. એવી ગીચ ઝાડી હતી. જંગલમાં ચારે તરફથી રાની પશુઓના ભયાનક અવાજો ઊઠતા હતા. વૃક્ષો પર ચારે તરફ વાંદરાઓ ચિચિયારી નાખતા આમથી તેમ ઉછળતાં હતાં. ગીચ ઝાડીમાં બંને રસ્તો કરતા કરતા આગળ વધતા રહ્યા.

બંનેએ આખા દિવસમાં કાંઇ જ ખાધું ન હતું. કદમ, મોગલોને શોધવા માટે ચારે તરફ દોડા-દોડી કરતા રહ્યા હોવાથી બંનેના ચહેરા પર થાક વરતતો હતો. તેઓના લોહી ખરડાયેલા ચહેરા પર ધૂળ ચોંટી ગઇ હતી. હોઠ સુકાઇ ગયા હતા. કપડાં ઠેકઠેકાણેથી ફાટી ગયાં હતા. એટલું સારું હતું કે બંને પાસે પોત પોતાની રિર્વોલ્વર સુરક્ષિત હતી. થાકેલા અને તૂટી પડેલા બંને એક મોટા વૃક્ષના થડ પર જઇ બેઠા.

“વિનય આજુ-બાજુ તપાસ કરીએ મને ખૂબ જ તરસ લાગી છે. ગળામાં સોસ પડે છે. ક્યાંયથી પાણી મળી જાય તો સારું...” સારું હોઠ પર જીભ ફેરવતાં પ્રલય બોલ્યો.

“તું અહીં નિરાંતે બેસ હું આજુ બાજુ પાણીની તપાસ કરી આવું. મને પણ તરસ લાગી છે...” કહેતાં વિનય ઊભો થયો અને આગળ વધ્યો.

ગીચ ઝાડીમાં પસાર થતા ખખડાટના અવાજથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીએ અચાનક પાંખો ફફડવતાં ઊડી જતાં અને શાંત વાતાવરણના સન્નાટામાં પક્ષીના ફફડાટથી વાતાવરણ ઔર ભયાનક બની જતું હતું.

ઊભા જંગલમાં આગળ જતાં પાણીના ખડખડાટનો ધીમો-ધીમો અવાજ શાંત વાતાવરણમાં નિરંતર સંભળાતા વિનય તે તરફ આગળ વધ્યો. પણ અચાનક પ્રાણીની ત્રાડના અવાજથી તેના પગ થંભી ગયા. તરત કમરપટ્ટામાં ભરાવેલી રિર્વોલ્વર તેણે ખેંચી કાઢી.

આગળ એક પાણીનું ઝરણું ખડખડાટના અવાજ સાથે વહેતું હતું. વિનય જોયું તો ઝરણાના કિનારે એક દીપડો પાણી પી રહ્યો હતો. વિનય ચૂપચાપ એક મોટા વૃક્ષના થડ પાછળ છુપાઇ ગયો. તેણે પોતાની રિર્વોલ્વરને હાથમાં મજબૂત રીતે પકડી રાખી અને દીપડાના જવાની વાટ જોવા લાગ્યો.

થોડીવાર પછી દીપડો પાણી પી જંગલની અંદર ચાલ્યો ગયો.

હાશકારો અનુભવી વિનય વૃક્ષની પાછળથી બહાર આવ્યો અને ઝરણા પાસે આવી એક પથ્થર પર બેઠો અને હાથ-મોં ધોઇ પછી ખોબે-ખોબે પાણી પીવા લાગ્યો. તરસ છીપાતાં તેના શરીરમાં થાક થોડો ઓછો થયો અને સ્ફૂર્તિ આવી પછી તે પ્રલય પાસે પાછો ફર્યો. પ્રલયને તે ઝરણા પાસે લઇ ગયો. પ્રલયે પણ હાથ-મોં ધોઇ ખોબે-ખોબે પાણી પી તરસ છિપાવી. ત્યારબાદ બંને ઝરણાના કિનારે એક પથ્થર પર બેઠા.

સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો જતો હતો. તેમ તેમ અંધકાર છવાતો જતો હતો. સાંજના પોતાના માળામાં પાછા ફરતા પક્ષીઓનાં કલરવ વચ્ચે જંગલી નિશાચર પ્રાણીઓની ત્રાડો પણ ચારે તરફ ગુંજતી હતી.

પ્રલય અને વિનયે દરિયા કિનારાની આસ-પાસનું જંગલ ખૂંદી નાખ્યું હતું, પણ તેઓને કદમ કે મોગલોના કોઇ જ સગડ મળ્યા નહીં. શું કદમ અને મોગલો સમુદ્રમાં તણાઇ ગયા કે પછી જંગલી પ્રાણીના ભોગ બની ગયા કાંઇ જ સમજાતું ન હતું.

“પ્રલય...રાત્રીનો સમય થવા આવ્યો છે. રાત્રીના જંગલી પ્રાણીઓથી બચવા માટે આપણે કોઇ સુરક્ષીત જગ્યા શોધી કાઢવી પડશે.”

“વિનય...રાત્રી ગાળવા માટે આપણે આપણી તૂટી ગયેલી બોટ પાસે જઇએ,જો તે દિશામાં હજુ પ્રકાશ દેખાય છે. ત્યાં હજુ તૂટી પડેલ બોટનાં લાકડાં સળગતાં હશે. રાત્રી ગાળવા માટે આપના માટે તે જ સુરક્ષિત જગ્યા છે. આગને લીધે રાત્રે કોઇ જંગલી પ્રાણી ત્યાં નહીં આવે.”

“ઠીક છે તો ચાલે આપણે ત્યાં ચાલીએ...” ઊભા થતાં વિનય બોલ્યો અને બંને તરફ ચાલવા લાગ્યા.

તેઓ બોટના ભંગાર પાસે પહોંચ્યા. ત્યારે ધરતીના પડ પર અંધકાર પોતાનું સામ્રાજય ફેલાવી ચૂક્યો હતો. બોટની ડીઝલ ટેન્ક ફાટતાં લાગેલી આગ હજુ સુધી સળગતી હતી. બંનેએ આજુ-બાજુ ભરી સુમસામ રાતના સળગતી આગ, જાણે તેઓ કોઇ સ્મશાનમાં બેઠા હોય તેવુ ભયભર્યું વાતાવરણ પેદા કરતી હતી. દરિયો ભયાનક ઘુઘવાટનો શોર મચાવતો હતો. બંને સળગતી આગના તાપણા પાસે પડેલા પથ્થર પર બેઠા. ભૂખ લાગી હતી પણ ખાવા માટે કશું જ ન હતું. શરીર પર લાગવાની પીડા, થાક અને માનસિક તનાવને લીધે બંનેના ચહેરા પીળા પડી ગયા હતા.

ધુમ...ધુમ...ધબાંગ...ધામ...ધામ...

અચાનક બંને ચોંકી ઊઠ્યા.

જંગલના ઊંડાણમાંથી ધુમ...ધુમ...ધબાંગ...એક ખાસ રિધમથી નગારાં વાગી રહ્યાં હતા.

“પ્રલય...તને નગારાનો અવાજ સંભળાય છે...?”

“હા...દૂર દૂર ક્યાંક જંગલમાં નગારાં વગાડતું હોય તેમ લાગે છે...” ચોંકી ઊઠતાં પ્રલય ઊભો થઇ ગયો અને બોલ્યો...’’ જરૂર ક્યાંક માનવ વસ્તી હોવી જોઇએ. આપણે ત્યાં જઇને તપાસ કરવી જોઇએ...’’

બંને ઊભા થયા અને જે તરફથી જંગલમાં નગારાનો અવાજ આવી રહ્યો હતો. તે તરફ લપાતા-છુપાતા આગળ વધ્યા, બંનેના હાથમાં રિર્વોલ્વર ચમકતી હતી.

અચાનક જાણે બી ગયો હોય તેમ ચંદ્રના ઘટાદાર વાદળોની વચ્ચે છુપાઇ ગયો અને ભયાનક ગાઢ જંગલમાં હાથ ને હાથ ન દેખાય તેવો ગાઢ અંધકાર ફેલાઇ ગયો.

ગાઢ અંધકાર અને સન્નાટા ભર્યા વાતાવરણમાં વાગતો ભયાનક અને ભેદી ધુમ… ધુમ… ધબાંગ… નગારાનો અવાજ...

શરીરના રૂંવાટાં ઊભા કરી દે તેવું ખોફનાક વાતાવરણ છવાઇ ગયું.

“વિનય...નગારાનો અવાજ બતાવે છે કે આગળ જરૂર કોઇ આદિવાસીઓના કબીલા હોવા જોઇએ. ખોપરીની નિશાનીવાળા જંગલી આદિવાસીઓના કબીલાનો પત્તો કદાચ ત્યાં જ આપણને લાગી જાય. આપણે ત્યાં લપાતા-છુપાતા પહોંચી જઇને અને જોઇએ. તે આદિવાસીઓ જંગલી છે કે સુધરેલા, અથવા તે માનવભક્ષી આદિવાસીઓ પણ હોઇ શકે. આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે...”

“હા...સાવધાની પૂર્વક ત્યાં પહોંચવું પડશે. જો તેના હાથમાં પડી ગયા તો આપણને શેકીને ખાઈ જશે...” માનવભક્ષી આદિવાસીઓના વિચારથઈ વિનયના રૂંવાટા ઊભાં થઈ ગયાં.

“જો... તે તરફના ભાગમાં પ્રકાશ દેખાય છે. નગારાનો અવાજ પણ તે તરફથી આવે છે....” થોડા આગળ વધ્યા બાદ એક તરફ દૂર-દૂર આગની જ્વાળાઓનો પ્રકાશ દેખાતાં આંગળી ચીંધી પ્રલયે કહ્યું.

ધીરે-ધીરે બંને તે તરફ આગળ વધ્યા.

ભયાનક સન્નાટાને ચીતરતો ધમ... ધમ... ધબાંગ... નગારાનો ખોફનાક અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો.

***