Khoufnak Game - 10 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 10 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

પ્રયોગશાળામાં વિસ્ફોટ

ભાગ - 1

નોકરની વાત સાંભળીને મુરારીબાબુ સન્નાટામાં આવી ગયાં. પ્રલય, કદમ, વિનય પણ ચોંકી ઊઠ્યા.

“શું થવા બેઠું છે, જ સમજાતું નથી. “બબડાટ કરતા મુરારીબાબુ પ્રયોગશાળાની બિલ્ડિંગમાંતી ગુફાવાળા રસ્તે ઝડપથી બહાર આવ્યા. તેમની પાછળ લગભગ દોડતા-દોડતા પ્રલય સાથે સૌ બહાર આવ્યા.

ગુફાના મુખની સામે તરફ ફેલાયેલી ટેકરીઓ પર આવેલાં વૃક્ષો માટેના એક ઝાડ પર તે સિપાઇઓની લાશો ઊંઘા મોંએ લટકી રહી હતી. નોકરની મદદથી કદમે લાશોને નીચે ઉતરાવી. લાશોને ગુફાના મુખ પાસે આવેલી સપાટ ધરતી પર સુવડાવી, ત્યારબાદ લાશ પાસે ઘૂંટણિયા બેસી કદમ તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. પ્રલય અને વિનય પણ તેની પાસે ઊભા હતા.

કોઇએ બંને સિપાઇઓની ગળાની મેઇન નસ(આર્ટરી) કાપી નાખીને મારી નાખ્યા હતા. ત્યારબાદ રેશમની દોરી પગ પર બાંધી ઊલટા ઝાડ પર લટકાવી દીધા હતા.

“મિ. કદમ...શું લાગે છે. આ લોકોને કોણે મારી નાખ્યા...?”

“સર...કોઇએ આ બંને સિપાઇઓનું ખૂન કરી નાખ્યું છે અને આ પ્રાણી માનવનું કામ નથી પણ ઇન્સાનનું જ કામ છે...” લાશ પાસેથી ઊભા થતાં કદમે કહ્યું.

“અહીં આજ સુધી મારી ઇચ્છા વગર પાંદડું પણ હાલતું નથી, અને...આજ કોઇએ મારા જ સિપાઇઓનું ખૂન કરી નાખ્યું...”

“ખબર નહીં પણ સર...આ તમારા ગ્રુપના માણસોમાંથી જ કોઇનું કામ છે. ખેર...તમારો આસિસ્ટંટ ક્યાંય દેખાતો નથી...? મુરારીબાબુ ક્યાં છે તે...?” પ્રલયે વેધક નજરે મુરારીબાબુ સામે જોયું.

“કાલે તે રીંછ માનવ, ચિત્તા માનવ, વાઘ માનવોને શોધવા મારી સાથે જંગલમાં આવ્યા હતો. જંગલમાં અમે છૂટા પડી ગયા હતા. ત્યારબાદ તેનું શું થયું તે મને ખબર નથી.”

“તો...તો...સૌથી પહેલું કામ તેને શોધવાનું કરવું જોઇએ...” વિનયે કહ્યું.

“તારી વાત સાચી છે. પણ પહેલાં આપણે થોડી તપાસ કરી લઇએ.” કહેતાં કદમ મુરારીબાબુ તરફ ફર્યો. મુરારીબાબુ તમારા નોકરો તથા બધા સિપાઇઓને બોલાવો, મારે તેઓને પૂછપરછ કરવી છે.

“ઠીક છે...આપણે સૌ પ્રયોગશાળામાં જઇએ. ત્યાં જ સૌને હું બોલાવી લઉં છું...” ગુફા તરફ ચાલતા મોરારીબાબુ બોલ્યા.

કદમે બધા જ સિપાઇઓ તથા નોકર-ચાકરોને બોલાવીને સતત પૂછ-પરછ કરી પણ થયેલાં ખૂનો વિશે કોઇ જ સુરાગ હાથમાં ન આવ્યો.

“મુરારીબાબુ...આપણે હવે તમારા આસિસ્ટંટની તપાસ કરવી જોઇએ. આ ખૂન તેમણે કર્યું હોય તે પણ બની શકે અથવા તેનું ખુન થઇ ગયું હોય તે પણ બની શકે...” પૂછ-પરછ કરી કરીને કંટાળેલા કદમે મુરારીબાબુને કહ્યું.

“ઠીક છે...ચાલો હું પણ તમારી સાથે જ આવું છું.” મુરારીબાબુ ઊભા થયા.

સવારનો સૂર્ય ધીરે-ધીરે આસમાનમાં ઉપર ચડી આગળ વધી રહ્યો હતો. પ્રલય, કદમ, વિનય મુરારીબાબુ સાથે તેમના આસિસ્ટંટને શોધવા જંગલમાં આગળ વધી રહ્યા હતા. જંગલમાં રખડીને તેઓ ટાપુના પાછળના ભાગમાં દરિયાકિનારા તરફ આગળ વધી ગયા. આ બાજુ ચારે તરફ નાની-મોટી ટેકરીઓ ફેલાયેલી હતી. અહીં જંગલનું પ્રમાણ ઓછું હતું.

અચાનક પ્રલયની નજર એક ઊંચી ટેકરી પર પડી. તે ચોંકી ઊઠ્યો, ટેકરીની ટોચ પર આગના લબકારા નીકળી રહ્યા હતા.

“સામે જુઓ ત્યાં...” આંગળી ચીંધી પ્રલયે બતાવ્યું, ત્યાં આગના લબકારા નીકળી રહ્યા છે.

મુરારીબાબુએ ચમકીને તે તરફ નજર કરી. આગના લબકારા જોઇ તેઓના ચહેરા પર ચિંતાની રેખા ફરી વળી, તેઓ બોલ્યા, “મિ. પ્રલય આ આખો ટાપુ જવાળામુખીથી બનેલો છે અને સામે જે આગની જવાળાઓ દેખાય છે તે ખતરાની નિશાની છે. મને બરાબર લાગતું નથી...ચોક્કસ જવાળામુખી સક્રિય થયો હોય તેવું લાગે છે. ટૂંક સમયમાં ટાપુ પર જવાળામુખી ફાટી નીકળે તેવાં ચિહ્નો દેખાય છે. જવાળામુખી ફાટી નીકળે તે પહેલાં આપણે આ ટાપુ છોડી દેવો પડશે...”

“મુરારીબાબુ...ટાપુ છોડી દેતાં પહેલાં અમારે આદિત્યને શોધવાનો છે. જો આદિત્ય તમારી પાસે હોય તો તે ક્યાં છે તે જલદી બતાવો.”

‘મિ. કદમ...આવો આપણે સામે દેખાતા ઝાડના છાંયડામાં બેસીએ...’’ કહેતાં મુરારીબાબુ એક ટેકરીની કેડી પર ચાલવા લાગ્યા. સૌ તે ટેકરી પર ઝાડના છાંયડામાં બેઠા.

“મિ. પ્રલય...મુરારીબાબુ અને મોરિસ બંને અલગ અલગ વ્યક્તિઓ છે...”

“શું...?” કહેતાં સૌ આશ્ચર્યથી ઊછળી પડ્યા.

“હા...મિ...મોરીસ આ ટાપુ પરના સામ્રાજ્યના મુખ્ય સૂત્રધાર છે...”

“એટલે...એટલે...આ ટાપુ પર ચાલતા ષડયંત્રના સૂત્રધાર તમે નહીં પણ બીજું કોઇ છે,એમને...?” વેધક નજરે કદમ મુરારીબાબુને તાકી રહ્યો.

“હા...મિ.કદમ...જ્યારે મારી અદંર દુનિયા પ્રત્યે વેર લેવાનો અગ્નિ સળગી રહ્યો હતો ત્યારે તે અગ્નિને દાવાનળ બનાવવાનું કામ મિ. મોરીસે કર્યું હતું. તેઓ જ મને આ ટાપુ પર લાવ્યા હતા. મારી પ્રયોગશાળા પણ તેઓએ જ ઊભી કરી દીધી હતી. મિ. મોરીસ...મારા વૈજ્ઞાનિક સંશોધનના સાથથી દુનિયા પર સામ્રાજ્ય ચલાવવા માંગતા હતા. તેઓને દુનિયાના સર્વસત્તાધીશ બનવું છે. મેં તેઓને પૂરેપૂરો સાથ આપ્યો છે...” દુ:ખી અવાજે તેઓ બોલ્યા, તેઓના અવાજમાં પોતે કરેલાં પાપનુ પશ્ચાતાપ ઓગળીને નીકળી રહ્યું હતું.

“તેનો મતલબ એવો થયો કે આદિત્યનું અપહરણ મિ. મોરીસના ઇશારા પર કરવામાં આવ્યું હતું...?” વિનયે પૂછ્યું.

“હા..મિ.વિનય...ભારતની જાસૂસી સંસ્થા “રો””ના વડા મેજર સોમદત્ત તેઓની પાછળ પડી ગયા હતા. નેપાળમાં તમે લોકોએ અમારા મિશનને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. નેપાળે મુખ્ય મથક બનાવીને મિ.મોરીસ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા આજુ-બાજુના રાષ્ટ્રો પર આધિપત્ય જમાવવા માંગતા હતા.’’

“મુરારીબાબુ...ખાલી જાનવરોને માણસ જેવા બનાવવાથી દુનિયા પર રાજ નથી કરી શકાંતુ.”

“મિ. વિનય...જાનવરોને માણસ જેવા બનાવવાનું તે તો મારો આવિષ્કાર છે. પણ મિ. મોરીસ તો તેનાથી પણ બે કદમ આગળ વધેલા છે. અહીં બેઠા-બેઠા દુનિયા પર ભય ફેલાવી શકાય તેવા ઘણા આવિષ્કારો તેઓએ કર્યા છે. દા.ત. વિશાળકાય કરોળિયા...કોઇ માની જ ન શકે કે ચિત્તા, વાઘ, રીંછ જેટલા કદના આદમખોર, કરોળિયા હોય...અને જો તેવા માનવભક્ષી કરોળિયાઓને માનવવસ્તી પર છોડી દેવામાં આવે અને તે પણ સેંકડોની સંખ્યામાં તો શું પરિસ્થિતિ સર્જાય...? કરોળિયા...ડાયનાસોર જેવી મોટી છીપકલીઓ...આદમખોર માનવભક્ષી મોટા કીડાઓ...”

“માયગોડ...આટલું ખતરનાક મિશન ટાપુ પર ચાલી રહ્યું છે...?” ભયનું એક લખલખું કદમના શરીરમાં ફરી વળ્યું.

“મુરારીબાબુ, તો આદિત્ય મિ. મોરીસના પંજામાં છે. એમને દહેશતભર્યા સ્વરે વિનયે પૂછ્યું.

“હા...મિ...વિનય...અને આદિત્યને છોડાવવા એટલે જ બહુ જ કઠિન કામ છે, મોતના મોંમાં ઘુસવું પડસે તેમને...”

“મુરારીબાબુ...આદિત્યને છોડાવવા માટે તો અમે ધરતીને ચીરીને પાતાળમાં પણ જઇ શકીએ તેમ છીએ. મોતના મોંમાં ઘૂસવાનું તો અમારું કામ છે. તમે ખાલી મોરીસના અંડ્ડાનો પત્તો અમને બતાવો પછી બધું અમે ફોડી લેશું...મિ. મોરીસને તેની માયાજાળ સહિત નેસ્તનાબૂદ કરી નાખશું...” ગુસ્સાથી કાંપતા પ્રલય બોલ્યો.

“મિ. પ્રલય...સામે દેખાતી પહાડીઓ છે ને જ્યાં અત્યારે અગ્નિની જવાળાઓ નીકળી રહી છે. તેની પાછળ મોટી-મોટી પહાડીઓ જે ધુમ્મ્સમાં અહીંથી આછી-આછી દેખાઇ રહી છે. તે પહાડીઓની અંદર મોરીસનું સામ્રાજ્ય ફેલાયેલું છે.”

“ઠીક છે. મુરારીબાબુ અમે કાલે સવારના આદિત્યને છોડાવવા તે દુર્ગમ પહાડીઓ તરફ નીકળી જશુ, તમે કાલ ભારત પાછા જવા માટે તૈયારી કરી નાખજો.” ટેકરી પરથી ઊભા થતાં પ્રલય બોલ્યો.

તે જ ક્ષણે અચાનક ચિચિયારીઓનો અવાજ જોર-શોરથી ગુંજવા લાગ્યો અને પછી એક જોરદાર ધમાકો થયો અને માનવ ચીસ ગુંજી ઊઠી.

ચારે જણ ટેકરી પરથી જમ્પ લગાવી ને જે તરફ ચીસનો અવાજ આવ્યો હતો તે તરફ દોડ્યા.

થોડા આગળ જતાં જ તેઓએ ર્દશ્ય નિહાળ્યું. અને તેઓ સન્નાટામાં આવી ગયા. તેઓથી થોડે દૂર એક સિપાઇની લાશ પડી હતી અને એક ચિત્તા માનવ તેના પેટ પર બેસીને તેનું શરીર ફાડી માંસના લોચો ખાઇ રહ્યો હતો.

‘ધડામ...’ અવાજ સાથે મુરારીબાબુની રિર્વોલ્વર ગુંજી ઊઠી અને તે ચિત્તામાનવ તે સૈનિકના શરીર પરથી ઉછળીને એક તરફ પટકાયો. તેની ખોપરી પર ગોળી વાગંતા તેના માથામાંથી લોહીની ધાર થઇ. બે મિનિટ તે તરફડ્યો પછી શાંત થઇ ગયો. મુરારીબાબુનો ચહેરો ગુસ્સા અને હતાશથી તમતમતો હતો.

સાંજ પડવા આવી હતી. સામેની પહાડીઓ પરથી આગના લાલચોળ લબકારા નીકળી રહ્યા હતા. તેને લીધે વાતાવરણમાં લાલાશ ફેલાયેલી હતી અને ધુમ્મસ સાથે કાર્બન પણ ફેલાતો જતો હતો. છેવટે થાકી કંટાળીને મુરારીબાબુના આસિસ્ટંટને શોધવાનું પડતું મૂકીને તેઓ સૌ પ્રયોગશાળા તરફ પાછા ફર્યા.

તેઓ ગુફા પાસે પહોંચ્યા કે તરત ત્યાં રહેલા સિપાઇઓએ તેઓને ઘેરી લીધાં. ત્યાંનો આખો માહોલ બદલાઇ ચૂક્યો હતો.

“આ બધું શું થઇ રહ્યું છે...તમારી હિંમત કેમ થઇ મારી સામે રાયફલો તાકવાની...?” ગુસ્સાથી મુરારીબાબુ થરથરી ઊઠ્યા.

“મુરારીબાબુ...ત...તમે...હવે આ લોકોના માલિક નથી....નથી આ સામ્રાજ્યના ભગવાન...તમે મારા કેદી છો...તમારી હસ્તી અત્યારે એક ગુલામ જેટલી છે...દુશ્મનો સાથે હાથ મિલાવી તમે ખૂબ જ ખોટું કર્યું છે. મિ. મુરારાબાબુ, મિ. મોરીસને પણ મેં સંદેશો મોકલાવી દીધો છે. હવે આ ટાપુ પર મારો કબજો છે. અહીં બધાં પ્રાણીઓનો ભગવાન હું છું. તેઓ મારા કહ્યા પ્રમાણે જ કરશે...” ગુફાની દીવાલોમાંથી ધ્રુજતો અવાજ વાતાવરણમાં ગુંજી ઊઠ્યો.

“અરે...આ તો તમારા આસિસ્ટંટ સ્નેકબોનનો અવાજ છે...” આશ્ચર્ય સાથે વિનય બોલ્યો.

“તમે સાચું જ કહ્યું, મિ.વિનય...પણ હવે હું મુરારીબાબુનો આસિસ્ટંટ નથી...આ ટાપુનો માલિક છું. મેં જ પ્રાણી માનવોને મુરારીબાબુ વિરુદ્ધ ભડકાવ્યા હતા. મેં જ મોરારીબાબુના વિશ્વાસુ સૈનિકોને મારી નાખ્યા છે...” ફરીથી ધ્રુજતો અવાજ ગુંજ્યો.

“સા...હરામખોર...મારી પાસે જ કામ શીખીને મારી સામે થાય છે.” ક્રોધથી તમતમતા અવાજે મુરારીબાબુ બોલ્યા.

“સમય...સમયની વાત છે. મિ.મોરારીબાબુ, જિંદગીભર તમારી સામે મેથી છોલાવવા અહીં આ ગુમનામ ભયાનક ટાપુ પર નહોતો આવ્યો. મારે તો ફક્ત તમારી વિદ્યાને શીખવી હતી. તમારા પ્રયોગોને સમજવા હતા. મારે પણ મહાન વૈજ્ઞાનિક, એક નિષ્ણાંત કોસ્મેટિક સર્જન બનવું હતું. ખેર...!” સિપાઇઓ હથિયાર કબ્જે કરી લ્યો અને સૌને કેદ કરી લ્યો.

તરત જ તેઓને ઘેરીને ઊભેલા સિપાઇઓએ તેમની રિર્વોલ્વર પોતાના કબ્જામાં લઇ લીધી અને પછી તેઓને કોર્ડન કરીને અંદર લઇ ગયા.

પ્રયોગશાળામાં તે કોન્ફરન્સ હોલમાં મુરારીબાબુની તે પડદા પાછળની ખુરશી પર સ્નેકબોન બેઠો હતો. તેની સામે નીચેના ભાગમાં પડેલી ખુરશીઓ પર કેદી જેવી હાલતમાં મુરારીબાબુ,પ્રલય, કદમ અને વિનય બેઠા હતા.

“મુરારીબાબુ...પહેલાંથી જ મારો આ પ્લાન હતો...” સ્નેકબ્રોન કહી રહ્યો હતો,તમે જ્યારે મને ન્યૂયોર્કમાં મળેલી કોન્ફરન્સમાં મળ્યા અને તમે મને મારી તમારી અનોખી શોધ વિશે જણાવ્યું ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તમારો વિશ્વાસ પેદા કરી, તમારા આસિસ્ટંટ તરીકે તમારી સાથે રહી પૂરૂ કામ શીખીને હું દુનિયાનો મહાન વૈજ્ઞાનિક બનીશ. તમે સ્થળ પણ એવું પસંદ કર્યું જે દુનિયાથી દુર અજ્ઞાત ટાપુ પર હોય અને તમે કરેલ શોધની કોઇને ખબર જ ન આવે, મેં તેનો લાભ લેવાનું નક્કી કર્યું, પૂરું કામ શીખી જઇને હું એક મહાન વૈજ્ઞાનિકના રૂપમાં દુનિયા સામે આવવા માંગતો હતો અને મારા આંતકથી દુનિયાને ધ્રુજાવવા માંગતો હતો.

“સાલ્લા કમજાત...તારા જેવા માણસોને લીધે જે મને માણસ જાત પર નફરત થઇ ગઇ હતી. મેં તને મારા દીકરાની જેમ રાખ્યો હતો. આજ સવારના જ મેં મનથી નક્કી કર્યું હતું કે આ પ્રયોગશાળા તને સોંપીને હું મારા દેશ ભારત ચાલ્યો જઇશ. સારું થયું છેલ્લી ઘડીએ તારું સાચું સ્વરૂપ મારી સામે ઉજાગર થઇ ગયું...” તેઓ ગુસ્સાથી કાંપતા હતા.

“મિ.સ્નેકબોન...સવારના તે બે સિપાઇઓના ખૂન તમે જ કર્યા હતાં...?”

“હા, મિ.કદમ...તેઓ મુરારીબાબુના અંગત સિપાઇઓના ના હતા, અને તેઓ મારી સાથે જોડાવવાનો ઇન્કાર કરતા હતા. તે બે સિવાય લગભગ બીજા બાહ સિપાઇઓની હાલત પણ તે સિપાઇઓ જેવી જ થઇ છે... ”

“મિ.સ્નેકબોન...તમે હવે અમારું શું કરવા માંગો છો...?” વિનય બોલ્યો.

“તમે ત્રણ અને મુરારીબાબુને હું મારા પ્લાનમાં જોડાઇ જવા માટે હાર્દિક આમંત્રણ આપું છુ. જો કે..”

“સ્નેકબોન...હું તારા કહ્યા પ્રમાણે ક્યારેય નહીં કરું તારાથી થાય તે કરી લેજે...” તેની વાત વચ્ચેથી કાપી નાખતાં મુરારીબાબુ ચિલ્લાયા.

“સિપાઇઓ આ ચારેને એક કમરામાં બંધ કરી નાખો. આ લોકોનું શું કરવું તે પછી વિચારશું...” કહેતાં સ્નેકબોન તેના સિંહાસન પરથી ઊભો થયો અને પડદા પાછળ ચાલ્યો ગયો.

કમરામાં ગાઢ અંધકાર છવાયેલો હતો. ચારેને હાથ-પગેથી બાંધી તે ઓરડામાં ધકેલી દેવામાં આવ્યા હતા. અહીંથી કેમ છટકવું તેનો વિચાર કદમના દિમાગમાં ઘૂમી રહ્યો હતો. અચાનક તીવ્ર સન્નાટામાં ટક...ટક...જેવો અવાજ આવ્યો, કદમ સફાળો બેઠો થઇ ગયો. કમરામાં કોઇ ઘૂસી આવ્યું હોય તેવું લાગ્યું. ગાઢ અંધકારમાં આંખોને તાણી-તાણીને તેમણે ચારે તરફ નજર ફેરવી અને તેનો ચહેરો આનંદથી ખીલી ઊઠ્યો. તેનો દોસ્ત વાનર માનવ અંધકારમાં દીવાલને ઓથે-ઓથે છુપાતો તેની પાસે આવીને ઊભો રહ્યો હતો. થોડી મહેનત પછી વાનર-માનવે કદમનાં બંધનો છોડી નાખ્યાં. ત્યારપછીના થોડા સમય બાદ સૌ બંધનમુક્ત હતા. કદમ તે વાનર માનવના માથા પર વહાલથી હાથ ફેરવી રહ્યો હતો. ખરેખર તે તેનો વિશ્વાસુ દોસ્ત બની ગયો હતો.

સૌ પોતપોતાના જકડાયેલા હાથ-પગ હલાવીને લોહી છૂંટુ કરી રહ્યા હતા.

“પ્રલય...આપણે જેમ બને તેમ જલદી અહીંથી નાસી છૂટવું જોઇએ, હવે આપણી પાસે સમય ઓછો છે...” કદમ ધીમા અવાજે કહ્યું.

“તારી વાત સાછી છે, બેટા આપણે જલદી આ ટાપુને અલવિદા કરવો પડશે...” મુરારીબાબુ બોલ્યા.

“તમે સૌ દરવાજા પાછળ છુપાઇ જાવ, હું દરવાજા પર ટકોરા મારું છું. અવાજ સાંભળીને સિપાઇઓ દરવાજો ખોલી અંદર આવે કે તરત તમે સૌ તેના પર તૂટી પડજો...” દરવાજા પાસે ઊભી વિનય ટકોરા મારવા લાગ્યો. તેના સિવાય સૌ દીવાલ સરસા ઊભા રહ્યા.

ટક..ટક..ટક...ના અવાજ સાથે સિપાઇઓ આશ્ચર્યથી ઊછળી પડ્યા. તેઓએ ચારેને દોરીથી મુસ્કુરાટ બાંધેલ હતા. તેઓ ચારે જણ છૂટી શકે તેમ ન હતા. તો અંદરથી ટકોરા કોણ પાડી રહ્યું છે. ટકોરાના અવાજથી કુતૂહલને વશ થઇને સમજ્યા વિચાર્યા વગર તેઓ અંદર ઘૂસી આવ્યા.

જેવા સિપાઇઓ અંદર આવ્યા કે તરત પ્રલય અને કદમ તેના પર તૂટી પડયા અને તેઓને અંદર ખેંચી લીધા, બંને સિપાઇઓને તેમણે મારી-મારીને અધમૂઆ કરી દીધા, પછી દોરીથી હાથ-પગ બાંધી તેઓ કમરાની બહાર નીકળી ગયા ને કમરો બહારથી બંધ કરી દીધો.

લોબીમાં સન્નાટો પ્રસરેલો હતો. ચારે જણ ચૂપાચૂપ બિલ્લી પગે આગળ વધ્યા. લોબી પાર કરી તેઓ મેઇન હોલ પાસે આવ્યાં. મેઇન હોલમાં સાત સિપાઇઓ બેઠા હતા. તેઓ બધા બેધ્યાન રીતે બેઠા-બેઠા વાતો કરતા હતા. પ્રલય, કદમ અને વિનય ચૂપાચપ તેઓની પાછળ આવ્યા અને પછી સિપાઇઓ કાંઇ વિચારે-સમજે તે પહેલાં પાછળથી તેમના પર તૂટી પડ્યા.

હોલમાં કોલાહલ અને ધમાચકડી મચી ગઇ, સાત-આઠ સિપાઇઓ સામે પ્રલય, કદમ અને વિનય ભયાનક ટક્કર લઇ રહ્યા હતા. તેઓ ખૂબ જ ઝનૂન સાથે લડતા હતા. મુક્કા અને લાતોના પ્રહારથી તેઓએ સૈનિકોના હાથ-પગ અને જડબાં તોડી નાખ્યા. બે-ત્રણ સૈનિકો બેહોશ થઇને નીચે પટકાયા.

તે જ વખતે સ્નેકબોન હોલમાં પગ મૂક્યો. રાડા-રાડ અને ચીસોના અવાજ સાંભળીને હોલમાં આવી રહ્યો હતો. હોલમાં શું થઇ રહ્યું છે તે સમજે-વિચારે તે પહેલાં જ મુરારીબાબુએ પોતાનું હન્ટર ઉપાડ્યું અને સ્નેકબોન તરફ ધસી આવ્યા.

સ્પાર્ક...સા...સા...સ્પાર્ક...ના અવાજ સાથે હન્ટરના સ્નેકબોનાન શરીર પર વીંઝાવા લાગ્યું.

“સાલ્લા...કમજાત...મારો આસિસ્ટંટ બનીને મારો જ બાપ થવાની કોશિશ કરે છે...આજ તો તને જીવતો નહીં છોડું

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED