Khoufnak Game - 8 - 4 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 8 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

માનવભક્ષી આદિવાસીના પંજામાં

ભાગ - 4

વિનયે સ્ફૂર્તિથી રિર્વોલ્વરને ખિસ્સામાંથી બહાર કાઢી આ બંને હાથમાં મજબૂતાઇથી પકડી.

ભયાનક વેગ સાથે ધસી આવતા ગેંડાએ ત્રાડ નાખી અને જયાં વિનય ઊભો હતો. ત્યાં માથું નમાવીને હુમલો કર્યો. વિનય ખૂબ જ ઝડપથી ઝાડની એક તરફી ફરી ગયો.

‘ધડામ...’ અવાજ સાથે વિશાળકાય ભયાનક ગતિથી તે મોટા ઝાડ સાથે અથડાયો.

કડડડ...ભૂસ...ના અવાજ સાથે એ ઝાડ ગેંડાની ભયાનક તાકાતથી તૂટ્યું અને વિનય તરફ નમીને પડ્યું વિનયે છલાંગ લગાવી અને નીચે તૂટી પડતા ઝાડથી તે માંડ-માંડ બચ્યો.

ફરીથી પોતાનો શિકાર છટકી જતાં ગેંડો રોષે ભરાયો અને ભયાનક ઘુઘવાટ કરતો તેના મોટા થડ જેવા પગ પછાડવા લાગ્યો.

વિનય પરસેવાથી રેબઝેબ થઇ ગયો. તેણે દોટ મૂકી ભાગવા માંડયું. પણ ગેંડો સરળતાથી તેનો પીછો છોડે તેમ ન હતો. એક મોટી રાઉન્ડ લગાવી તે વિનયની પાછળ દોડવા લાગ્યો.

ગેંડાની દોડવાની ઝડપ ઘણી હતી. થોડીવારમાં તો તે વિનયની નજીક પહોંચી ગયો.

વિનયે રિર્વોલ્વરને પોતાના હાથમાં મજબૂત રીતેપકડી પછી તે એકાએક ખૂબ જ સ્ફૂર્તિથી તે પોતાના જમણા પગની પેંડીથી અર્ધગોળ ફર્યો અને પોતાની પાછળ ધસી આવતા ગેંડાના કપાળનુ નિશાન લઇને ગોળી છોડી.

ધડામ...ધડામ...ગોળીઓના શોરથી જંગલ ખળભળી ઊઠ્યું. અવાજ સાથે છૂટેલી રિર્વોલ્વરની બે ગોળી ગેંડાના કપાળમા ઘૂસી ગઇ. ત્યારબાદ વિનયે ઝડપથી એક તરફ ફરીને દોટ મૂકી.

“ઓ...ઓ...ઓ...ઉ...ઉ” ભયાનક વેગ સાથે ધસી આવતા તે વિશાળ મહાકાય ગેંડાએ ત્રાડ નાખી અને વેગથી પોતના આગળના પગને ધરતી સાથે પછાડવા લાગ્યો. તેની દોટ અટકી ગઇ હતી. તેના કપાળમાંથી લોહીની ધારા વહેતી હતી. પછી તે માથું નીચું કરીન ઊભો રહ્યો.

રિર્વોલ્વર તાકીને વિનય તેનાથી થોડે દૂર ઊભો-ઊભો હાંફતો હતો, તેનું પૂરું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું.

માથું નમાવીને ઊભેલા તે ગેંડાની આંખો ધીરે-ધીરે મીંચાવા લાગી. તેની આંખમાંથી આસુંની ધારા વ્હેતી હતી, અને પછી અચાનક ‘ધડામ’ ના અવાજ સાથે તે ધરતી પર પછડાયો. બે મિનિટ તરફડિયાં મારી તે શાંત થઇ ગયો.

મોં પર બાઝેલ પરસેવાને લૂછતો વિનય તેની નજદીક આવ્યો. તેણે જોયું,ગેંડો મૃત્યુ પામ્યો હતો. પછી પાસેના એક વૃક્ષ નીચે આંખો મીંચીને બેસી ગયો. તેને દોડવાથી ખૂબ જ થાક લાગ્યોહતો.

થોડીવારના આરામ પછી નજદીકના ઝરણામં હાથ-મોં ધોઇ પાણી પીધું અને પછી તે પાછો ફરવા લાગ્યો.

વિચારી-વિચારી પ્રલય કંટાળ્યો હતો. સામે ઊભેલા શિખરને પાર કરી.બીજી તરફ જવાનો કંઇ જ ઉપાય સૂઝતો ન હતો. બપોરના આજુબાજુ ફળો ઉતારી લાવી તેણે ખાધાં અને પાણી પી એક ઘટાદાર વૃક્ષ નીચે તે સૂતો હતો. ધીરે-ધીરે વાતા ઠંડા પવનમાં તેની આંખો ઘેરાઇ ગઇ. અચાનક તેના માથા પર કાંઇક પડતાં તેની નીંદર ઊડી ગઇ. ઝડપથી બેઠા થઇને તેણે આજુબાજુ જોયું તો તેની આસપાસ અર્ધ ખાધેલ ફળો પડ્યાં હતાં, ઉપર નજર કરી તો આસપાસના વૃક્ષો પર વાંદરા કૂદકા મારતા હતા.

પ્રલયે તેની પાસે પડેલ એક અર્ધ ખાધેલ ફળને ઉઠાવ્યું અને પછી હસતા-હસતા તે બેઠો હતો. તેની બાજુમાં આવેલ નાળિયેરી પર કૂદકા મારી ઉપર ચડતા એક વાંદરાનું નિશાન લઇને જોરથી ફળને ઘા કર્યું. ‘ધાંડ’ કરીને તે ફળ વાંદરાની પીઠ પર વાગ્યુ.

ચીં...ચીં...ચીં...ચીં...ઇઇ...’ વાંદરાએ પ્રલય સામે દાંતિયા કર્યા પછી ઝાડ ઉપર ચડી ગયો અને ઉપર નાળિયેળને બંને હાથેથી પકડીને તોડવા લાગ્યો.

પ્રલય ખડખડાહટ હસી પડ્યો.

‘અબે ઓ બંદરની ઓલાદ તારા બાપથીય નાળિયેળ નહીં તુટે રહેવા દે, સાલ્લા ખચ્ચર...’

છંછટાયેલા વાંદરાએ પ્રલય સામે દાંતિયા કર્યાં અને પછી પ્રલયે તેનું અપમાન કર્યું હોય...તેની મર્દનગીને લલકારી હોય...તેવા ઝનૂન સાથે નાળિયેળને હાથના પંજાથી પકડીને પોતના દાંત ભરાવીને તોડવા લાગ્યો.

‘શાબાશ...સાલ્લા...તારામાં હોય તેટલું જોર લગાવ.’ હસતાં-હસતા પ્રલયે રાડ નાખી.

વાંદરાએ પોતના દાંતની મદદથી ઝાડ પરથી નાળિયેરીનો આખરે તોડી પાડ્યું, અને પછી ગર્વથી માથું ઊંચું કરી પ્રલય સામે જોઇ ચિચિયારી પાડવા લાગ્યો અને પછી પ્રલયને ખડખડાટ હસતો જોઇ પ્રલય પર નાળિયેરનો છૂટો ઘા કર્યો.

‘શાબાશ...જાંબુવન...શાબાશ, ધન્ય છે તારી જનેતાને...પોતા પર ઝીંકાયેલા નાળિયેરને બંને હાથેથી કેચ કરતા પ્રલય બોલ્યો, અન પછી ઊભા થઇને હાથ-મોં ધોવા માટે ઝરણા તરફ ચાલવા લાગ્યો.

ઝરણા પાસે પહોંચીને પ્રલયે નાળિયેરને પાણીમાં ‘ઘા’ કર્યું.

છપાક...અવાજ સાથે નાળિયેર પાણીમાંપડ્યું અને પાણી સાથે તરતું-તરતું આગળ વધવા લાગ્યું.

ઝરણા પાસે બેસી હાથ-મોં ધોંતા પ્રલય તરત જતા નાળિયેરને જોઇ રહ્યો.

ઝરણાનું વ્હેણ જે સામે બનેલી કુદરતી શિખરની દીવાલમાં બનેલા મોટા બાકોરામાંથી પસાર થઇ આગળવધતું હતું. નાળિયેર પાણી સાથે વહેતું-વહેતું દે બાકોરમાં સમાઇ ગયું.

અને...પ્રલયના દિમાગમાં ઝબકારો થયો.

‘વા...હનુમાનજી...વા...’તમે વાંદરાને મૂકીને અમને સામે પાર જવાનો રસ્તો શોધી આપ્યો.

પ્રલય ખુશ થઇ ગયો. તરત જતા નાળિયેરે પ્રલયને રસ્તો બતાવ્યો હતો. ઝરણાંનું પાણી જે રસ્તેથી તે દીવાલરૂપી શિખરને સામે પાર જાય છે. તે વોકરામાં થઇને જરૂર સામે પાર નીકળાતું હશે. બાકોરું મોટું ન હતું. પણ એક માણસ ચાલીને અંદર જઇ શકે તેટલું પહોંળું હતું.

સૂર્ય પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. ધરતીના પટ પર ધીરે-ધીરે અંધકાર છવાતો જતો હતો.

પહેલાં કદમ આવ્યો.

તે થાકીને લોથ-પોથ થઇ ગયો હતો. જંગલમાં અટવાઇ ગયેલા મુસાફર જેવા તેના દિદાર દેખાતા હતા.

‘પ્રલય...હું આ દીવાલને કોરે-કોરે ફરતો ઠોઠ અંદર જંગલના ઊંડાણમાં ચક્કર મારી આવ્યો પણ સામે પાર જવા માટે કોઇ જ રસ્તો ન મળ્યો.’ થાકેલી હાલતમાં પ્રલયની બાજુમાં બેસતાં કદમે કહ્યું.

‘કદમ...તું થાકી ગયોછે, વિનય આવે ત્યાં સુધી આરામ કર પછી બધી વાત કરશું,

પ્રલયે કહ્યું.

થોડીવારમાં જ જંગલમાં ઊગેલા ઘાસના બિછાનામાં થાકેલો કદમ સૂઇ ગયો. લગભગ એક કલાક બાદ વિનય ત્યાં પહોંચ્યો, ત્યારે ચારે તરફ અંધકાર છવાઇ ગયો હતો. વિનયના આવતા પ્રલયે કદમને જગાડ્યો.

‘શું થયું વિનય, તને રસ્તો મળ્યો...?’ બાજુમાં આવીને બેઠેલ વિનય તરફ જોઇ કદમ બોલ્યો.

‘રસ્તો તો ન મળ્યો પણ યમરાજનો દૂત મળી ગયો હોત...’ કહેતાં વિનયે તેને ભટકાયેલાં ગેંડાવાળી બધી હકીકત જણાવી.

‘અરે...વિનય તને તો ગેંડો મળ્યો હતો, પણ મને તો અજગર ગળી ગયો હતો.’ હસતાં-હસતાં કદમે એક સિગારેટ સળગાવી.

‘જા...જા...જૂઠા...અજગરનું મોત આવ્યું હતું કે તને ગળી જાય. તને પચાવી જવાની તાકાત અજગરમાં ક્યાંથી હોય ભાઇ...’

‘સાચું કહું છું પ્રલય, ખરેખર હું જગંલમાં એક જગ્યાએ થાક ખાવા બેઠો હતો અને એક મહાકાય અજગરે મને પકડી લીધો હતો. કહેતાં કદમે પૂરી વાત જણાવી.

કદમની વાત સાંભળી બંને છક થઇ ગયાં.

‘શાબાશ કદમ...ખરેખર તું ભારતમાતાનો વીર યોદ્ધો છે. તું મારો સાથી છો, તેનો મને ગર્વ છે. તારા સિવાય કોઇની તાકાત નથી કે અજગરના મોંમાં ગયા પછી જીવતો બહાર આવી શકે...’

‘વિનય અને મને તો કોઇ ઉપાય મળ્યો નથી, પ્રલય...તેં કોઇ રસ્તો શોધી કાઢ્યો...’ સિગારેટનો એક ઊંડો દમ ભરતાં કદમે પૂછ્યું.

‘ઉપાય મળી ગયો છે...કદમ અને તે ઉપાય શોધવવા મને એક વાનરે મદદ કરી...’ કહેતાં પ્રલયે તમામ હકીકત જણાવી, પછી ઊભા થઇ આગળ વ્હેતા ઝરણા પાસે કદમ અને વિનયને લઇ જઇ તે બોલ્યો, જુઓ આ ઝરણું આગળ વધી દીવાલ તરફ જાયછે. અને એક બાકોરામાંથી પસાર થઇને આ દીવાલને સામે પાર જાય છે. અત્યારે અંધકારમાં કશુંનહીં દેખાય, આમે રાત પડી ગઇ છે. રાત્રીના આગળ વધવામાં ખતરો છે.’

‘ તારી વાત સાચી છે. આ ટાપુ પર ચારે તરફ મોતનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અહીંની રાત્રી ઘણી ખતરનાક હોય છે. કાલ સવારના આગળ વધશું.’ સિગારેટનો છેલ્લો દમ ભરી ઠૂંઠાને ઝરણાના પાણીમાં ‘ઘા’ કરતાં કદમે કહ્યું.

તે રાત્રી સૌએ ઝરણાના કિનારે ખુલ્લા પટમાં મોટુ તાપણું સળગાવીને આરામ કર્યો. રાત્રીના ટાપુ પર ધુમ્મસ છવાઇ ગયું અને નિશાચર પ્રાણીઓના ભયાનક અવાજથી રાત્રે ખળભળી ઊઠી.

વાતો કરતા-કરતા મોડી રાત્રીના કદમ અને વિનય સૂઇ ગયા. પ્રલય સવારના ઉજાસ ફેલાયો. ત્યાં સુધી જાગતો બેઠો હતો. વ્હેલી સવારના વિનયને જગાડી તે સૂઇ ગયો.

સૂર્યનો પ્રકાશ ટાપુ પર ફેલાતાં સૌ નાહી-ધોઇને તૈયાર થઇ ગયા. ફળોનો આહાર કરીને ઝરણાના પાણીમાં સૌ સામે પાર જવા માટે ઊતરી પડ્યા.

પાણીનો વેગ બહુ ન હતો. ઘૂંટણ-ઘૂંટણ સુધીના પાણીમાં તેઓ બાકોરા તરફ આગળ વધ્યા.

સૌથી આગળ કદમ હતો, પછી વિનય અને પાછળ પ્રલય હાલ્યો આવતો હતો, કદમના હાથમાં નહી કિનારેથી શોધી લાવેલ બે ચકમક પથ્થર હતા. બંને હાથેથી મંજીરા વગાડતો હોય તેમ કદમ પથ્થરને એકબીજા સાથે ઘસતો હતો અને તેની આગના તણખલા પેદા થતા હતા અને અંધારી ગુફામાં થોડો અજવાસ રેલાતો હતો.

જેમ જેમ આગળ વધતા જતા હતા તેમ તેમ ગુફા અંધારી અને અવાવરુ બનતી જતી હતી. ગુફામાં રહેલા ભેજને લીધે એક જાતની દુર્ગંધ પણ આવતી જતી હતી. ચારે તરફ કરોળિયાના બંધાયેલાં જાળાં તેઓના મોં અને હાથ પર ચોંટતા હતા. ગુફાની છત પર ચામાચિડિયાં ઊંધાં લટકતાં હતાં અને તેઓના ચાલવાના અવાજથી ભયભીત થઇને ફટફટ કરીને ઊડી જતાં હતાં. ક્યારેક-ક્યારેક મોં સાથે અથડાઇ પણ પડતાં હતાં.

થોડ-થોડી વારે કદમ ઊભો રહેતો અને ચકમક પથ્થર ધસી તેના તથા પ્રકાશમાં ચારે તરફનું નિરીક્ષણ કર્યા બાદ આગળ વધતો હતો. કેટલીય વખત કદમે પોતાની આજુબાજુના પાણીમાં સાપને સરી જતા જોયા હતા પણ તે મનને મક્કમ કરીને આગળ વધતા જતા હતા.

જેમ-જેમ તેઓ આગળ વધતા જતા હતા, તેમ તેમ પાણીનું સ્તર ઊંચું વધતું જતું હતું. અત્યારે તેઓને કમર સુધી પાણી આવતું હતું.

કોને ખબર કેટલો સમય ગયો, કેટલું ચાલ્યા, બસ પાણીમાં ચાલતા જ રહ્યા, ન ક્યાંય બેસવાનું, ન ઊભા રહેવાનું, બસ અંધારી ગુફામાં ચાલતા રહેવાનું એટલું સારું હતું કે પાણીના વ્હેણની સાથે ચાલવાનું હતું. તોય તેઓ થાકીને લોથ-પોથ થઇ ગયા હતા. ખંડેર જેવી તે ગુફામાં કેટલાય ટર્ન આવ્યા, કેટલીય વખત ગુફા પહોળી કે સાંકડી થતી. પણ તેઓ ચાલતા જ રહ્યા આખરે ગુફાનો છેડો આવ્યો, પેલે પારથી આછો પ્રકાશ ગુફામાં રેલાતો હતો.

તે બાજુનો ગુફાનો છેડો બહુ જ સાંકડો હતો, એક માણસ પણ તેમાંથી પસાર થઇ શકે તેમ ન હતો.

‘માય ગોડ’ આટલા નાના બાકોરામાંથી પસાર થઇને જઇ શકાય તેમ નથી...આપણી બધી મહેનત પર પાણી ફરી વળ્યું...’ નિરાશ થતાં વિનય બોલ્યો.

‘તારી વાત સાચી છે, આપણે કાંઇક વિચારવું પડશે, વળી અહીંની જગ્યા સાંકડી હોતાં પાણી પણ ઘણું ભરાય છે. જો ઉપરથી પાણીનો પ્રવાહ થોડો પણ વધ્તો તો આપણી કબર પાણીમાં જ થઇ જશે...’ હોઠ ચાવતાં કદમે કહ્યું.

‘વાત સાચી છે. પણ...પણ...હવે પાછા વળી જવાનું પણ ખૂબ જ મુશ્કેલ છે. આપણે અત્યારે ખૂબ થાકી ગયા છીએ અને પાણીના પ્રવાહની સામે ચાલીને પાછા જવું મુશ્કેલ છે. આપણે જલદી કાંઇક વિચારવું પડશે...’ પ્રલયે બાકોરા પાસે હાથ ફેરવતાં કહ્યું.

‘ઠીક છે, આપણે આ બાંકોરાને મોટો કરવાનો પ્રયત્ન કરીએ,’ કહેતાં કદમે બૂટના તળિયે છુપાયેલી છૂરી કાઢી અને બાકોરાની આસપાસની જગ્યા ખોતરવા લાગ્યો.

પ્રલય અને વિનયે પણ અણીદાર પથ્થર શોધીને બાકોરાની આસપાસ ધડાધડ કરતા મારવા લાગ્યા.

દીવાલ મચક આપતી ન હતી અને પાણીમાં તેઓનું જોર પણ ઓછું લાગતું હતું, થોડી જ વારમાં સૌ થાકી ગયા. સૌના માથા પરથી પરસેવાની ધારો નીતરવા લાગી.

અચાનક પાણીનું સ્તર થોડું વધ્યું.

ત્રણેના ખંભાથી ઉપર પાણીની સપાટી વધી.

‘પ્રલય...પાણી વધી રહ્યું છે...શું કરશું...? થોડીવારમાં જ આપણી કબર થઇ જશે...’ બેબાકળા બનેલ કદમે ચીસ ભર્યા અવાજે કહ્યું.

‘કાંઇક વિચાર...ગમે તેમ કરીને આપણે બાકોરાને મોટું કરવું પડશે...ચાલો ઝડપથી તાકાત લગાડો સાથે સાથે વિચારવાનું પણ શરૂ કરો...’ પ્રલય મોટા પથ્થરને બંને હાથેથી પકડી ઘણની જેમ મારતાં બોલ્યો.

‘એક મિનિટ, એક મિનિટ..તમે બંને થોડા પાછળ હટીજાવ, મારી પાસે રિર્વોલ્વર છે. ચાલો...’ અચાનક વિનયને રિર્વોલ્વર યાદ આવી. તેના ચહેરા પર રોનક ફરી વળી.

સૌ થોડા પાછળ હટી ગયા.

કદમે વિનય પાસેથી રિર્વોલ્વર લઇ બાકોરાની દીવાલનું નિશાન લઇને ધડા-ધડ ફાયર કર્યા.

ધુમ...ધુમ...ધુમ...પાણીમાં થતા ફાયરના વિચિત્ર અવાજ આવ્યા, સાથે દારૂગોળાની દુર્ગંધ પણ ગુફામાં ઊભરાઇ.

ધડાકા સાથે પથ્થરના ટુકડા ઊડ્યા અને બાકોરાની સાઇડની દીવાલમાં તિરાડ પડી.

પ્રલયે તરત કદમ પાસેથી છૂરી લઇને દીવાલમાં પડેલી તિરાડમાં ભરાવી તાકાત લગાવી અને દીવાલની તિરાડના તે સાઇડના બે પથ્થર પોતાની જગ્યાએથી ખસી ગયા.

ત્યારબાદ પથ્થરની મદદથી સાઇડની દીવાલ ત્રણે મળી તોડી પાડી.

લગભગ કલાકની મહેનત પછી ખૂબ જ મુશ્કેલીથી એક મણસ પસાર થઇ શકે. તેટલો રસ્તો થયો. પહેલા પ્રલય પછી વિનય અને કદમ એક પછી એક માંડ-માંડ બીજી તરફ નીકળ્યા. બહાર ખુલ્લી હવામાં આવતાં સૌએ હાશકારો અનુભવ્યો. અઘાત મહેનત પછી ત્રણે શિખરરૂપી દીવાલને સામે પાર આવી ગયા.

મંદ-મંદ ઠંડો પવન વાઇ રહ્યો હતો. ત્રણેનાં પૂરાં શરીર પાણીથી ભીંજાયેલા હતા. તેઓ ઝરણાના કિનારે એક મોટો પથ્થર પર આવીને બેઠા. થાક સાથે ત્રણેને ભૂખ પણ લાગી હતી.

વિનય આજુબાજુ જંગલમાંથી ફળો તોડી આવ્યો. સૌએ ત્યાં બેસીને તેનો આહાર કર્યો. પછી આગળનો પ્રોગ્રામ વિચારવા લાગ્યા.

ધીરે-ધીરે સાંજ ઢળી રહી હતી. સૂર્યનો લાલ ગોળો સામે દેખાતાં ઊંચા-ઊંચા શિખરોની અંદર ડૂબતો જતો હતો. સાંજ ઢળતાં જ ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાતું જતું હતું. શિખરની આ તરફ ધુમ્મસની માત્રા વધુ હતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. ગમે તે સમયે વરસાદ તૂટી પડે તેવું લાગતું હતું. ધુમ્મસમાં મોટા પહાડો અને જંગલ ઓગળી રહ્યાં હતાં.

‘પ્રલય...આ તરફ ધુમ્મસનું પ્રમાણ વધારે છે. જો અહીંથી પહેલા પહાડ કે જંગલ કાંઇ જ દેખાતું નથીં.

‘હા...ધુમ્મસ ગાઢ છે. વળી આજ વરસાદ તૂટી પડે તેવું લાગે છે. આપણે રાત વિતાવવા માટે કાંઇક વ્યવસ્થા કરવી પડશે.’

‘ ના કદમ...અત્યારે અંધકાર છવાઇ ગયો છે અને ગાઢ ધુમ્મસ પણ છે. આપણે જંગલમાં જવું નથી. અજાણ્યા વિસ્તારમાં કોઇ પણ આફત વહોરવી પડે તે કરતાં રાત્રી અહીં જ વિતાવી દઇએ તે બહેતર છે.

‘પ્રલયની વાત સાચી છે, હું થોડાં લાકડાં એકઠાં કરી આવુ. આપણે તાપણું સળગાવી અહીં જ ઝરણાના કિનારે રાત્રી ગાળી નાખીશું...’ ઊભા થતા વિનય બોલ્યો પછી લાકડાં વીણવા ચાલ્યો.

સવારના લગભગ ચાર વાગ્યાના સમયે વરસાદ તૂટી પડ્યો.ત્રણેની નીંદર ઊડી ગઇ. વરસાદ પડતાં જ તાપણું હોલવાઇ ગયું અને ચારે તરફ ગાઢ અંધકાર છવાઇ ગયો, ત્રણે વરસાદમાં પલળતા-પલળતા બેસી રહ્યા.

સવાર પડી. સૂર્યનારાયણે થોડીવાર માટે દર્શન આપ્યાં અને જંગલનું વાતાવરણ પક્ષીઓના કલરવ અને ઝરણાના મધુર ખડખડાટથી મહેંકી ઊઠ્યું. ફરીથી આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાવા લાગ્યું.

સવારનો નિત્યક્રમ પતાવી ત્રણે સફર પર જંગલ તરફ વધ્યા. અહીનું જંગલ તો એકદમ ગાઢ હતું. ધરતીના કોઇ ખૂણામાં અંધકાર ભરી નવી દુનિયા હોય તેવુ લાગી રહ્યું હતું. બપોર પડતાં પડતાં તો તેઓ જંગલના ઊંડાણમાં પહોચી ગયા. ધીરે-ધીરે સૂર્ય પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો.

‘મને લાગે છે આજ સુધી અહીં જંગલમાં કોઇ પ્રવેશ્યું નહીં હોય...’ એક મોટા વેલાને પકડી થાક ખાવા ઊભા રહેતાં વિનયે કહ્યું.

તારી વાત સાચી છે. જંગલો જોતાં તે એવું જ લાગે છે. અહીંની દુનિયા જ વિચિત્ર હોય તેવું દેખાય છે.’ ધરતી પર બેસતાં કદમ બોલ્યો.

‘આપણે આપણી મંજિલથી નજીક આવી ગયા હોઇએ તેવું લાગે છે. હવે થોડા જ સમયમાં કોઇ ભયાનક ષડયંત્ર અને કોઇ મોટું રાજ બહાર આવશે તેવુ મને લાગે છે.’ પ્રલય ગંભીર ચહેરે બોલ્યો.

‘પ્રલય...મને તો આદિત્ય મળી જાય તો બસ બાકી બધું જોઇ લેવાશે...’ બોલતાં-બોલતાં અચાનક કદમ ચમક્યો અને એક ઝાડ પર આશ્ચર્ય સાથે જોઇ રહ્યો.

‘કદમ...’

શિસસસ...હોઠ પર આંગળી મૂકી બોલતાં વિનયને અટકાવીને કદમે તે ઝાડ તરફ આગળી તાકી પ્રલય અને વિનયને ઇશારો કર્યો.

પ્રલય અને વિનય પણ આશ્ચર્ય સાથે તે તરફ જોઇ રહ્યા. ઘટાદાર એક મોટા ઝાડની ડાળ ઉપર એક વિચિત્ર પ્રાણી ઊભું-ઊભું ઝાડમાંથી ફળ તોડીને ખાઇ રહ્યું હતું, તેનો દેખાવ વાંદરાને મળતો આવતો હતો. તે બે પગે ઊભા રહીને માણસની જેમ હાથમાં ફળ લઇને ખાતું હતું. તે ન તો વાનર હતો કે ન માણસ હતો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED