ખોફનાક ગેમ - 11 - 4 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 11 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ટાપુનો અંત

ભાગ - 4

આદિત્યની બાજુમાં બેઠેલો કદમ ઝડપથી ઊભો થયો અને કમરમાં ખોસેલી રિર્વોલ્વરન ખેંચી કાઢી. ધાંય...ધાંય...ગોળીઓનો અવાજ પડઘા પાડતા ગુંજી ઊઠ્યો અને બાકોરા જેવા ભાગમાંથી નીકળતા બે મહાકાય કરોળિયા ત્યાં જ ઢગલા થઇ ગયા. પ્રલય અને ગોરીલા-માનવ ભયાનક ઝનૂન સાથે લડી રહ્યા હતા. બીજા બે ગોરીલા-માનવ પ્રલય તરફ આગળ વધી રહ્યા હતાં. આગળ વધી રહેલા ગોરીલા-માનવ તરફ નિશાન તાકી કદમે ગોળીબાર કર્યો. ગોળીઓ ગોરીલા-માનવના કપાળમાં ઘૂસી ગઇ. બે-ચાર ક્ષણ તો તે બંને આગળ વધતા રહ્યા પછી અચાનક લથડ્યા અને પાછળની તરફ ઊથલી પડ્યા.

“હરામખોર...તારા જાનવરને કંટ્રોલ કર. નહિંતર તારી ખોપરીના ભુક્કા કરી નાખીશ.” ગુસ્સાથી જડબાને ભીંસતાં મેજર સોમદત્તે મોરીસના કપાળ પર રિર્વોલ્વરની નળીને વધુ ભીસ આપી.

“ખડખડાટ અટ્ટહાસ્ય ફેલાવતો મોરીસ અચાનક અટકી ગયો. ”મેજર સોમદત્ત...આ બધા જીવજંતુ અને જાનવરો છે. તે ગુસ્સે ભરાયા પછી કોઇના કંટ્રોલમાં આવતા નથી. હું તેઓનો માલિક છું. તું મને તેની સામે મારી નાખીશ. તો પછી તે બધા તમને જીવતા નહિં છોડે.”

“ના...મિ.મોરીસ...તું આ ધરતી પરનો બોજ છે. હવે તેને જીવવો ન રખાય.” અમારું જે થવાનું હોય તે થાય તારા મૃત્યુ પછી ધરતી પર તારે જે આંતક ફેલાવવો છે. તેના તો અંગ્નિસંસ્કાર થઇ જશે...અલવિદા દોસ્ત જો તારી આ શક્તિનો સદ્દઉપયોગ કર્યા હોત તો ધરતી પર તારું નામ અમર થઇ જાત...ચાલ...જે થયું તેં પણ હવે તારે ઉપર જઇને તારાં કર્મોનો હિસાબ આપવાનો છે...’’ સોમદત્તનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો અને તેની આંખો લાલ અંગારા જેવી થઇ ગઇ હતી.

ખોફ અને ભયથી મોરીસનો ચહેરો તરડાઇ ગયો. દહેશત સાથે તે મેજર સોમદત્તન તાકી રહ્યો. તેના કપાળ પરતી પરસેવાના રેલા નીકળતા હતા.

“અલવિદા...ધરતીના દુશ્મન...” કહેતાંની સાથે જ સખથ હાથેથી પકડેલી રિર્વોલ્વરની ટ્રેગર પર તેની આંગળીઓ દબાઇ. ધડામ...ધડામ...ના અવાજ સાથે આગના તણખા વેરતી કેટલીય ગોળીઓ નીકળી અને મોરીસનાં ભેજામાં સમાઇ ગઇ.

આશ્ચર્યે અને ખોફભરી નજરે મોરીસ સોમદત્ત તરફ જોઇ રહ્યો પછી તેની ફાટેલી આંખો ધીરે-ધીરે બિડાઇ ગઇ અને નીચે પછડાયો.

ધુડુડુડુ...અચાનક ઘરઘરાટીનો અવાજ સાથે ધરતીમાં કંપન પેદા થયું અને પછી તે વધતું ગયું.

“પ્રલય...કદમ...જલદી ભાગો...વિનય આદિત્યને ઉપાડી લે...” ચિલ્લાતાં મેજર સોમદત્તે કૂદકો માર્યો. તે સ્ટેજ જેવી જગ્યા પરથી નીચે આવ્યા અને જ્યાં પ્રલય,કદમ, આદિત્ય અને વિનય ઊભા હતા તે તરફ દોડ્યા.

પ્રલય સાથે લડી રહેલા ગોરીલા-માનવોને કદમે ગોળી મારી ઠંડો કરી દીધો હતો.

ધુડડડડુડુમ...ધડામ...ધડામ...પહાડીઓ પર વિસ્ફોટ થઇ રહ્યા હતા અને ધમધમતો લાવા ચારે તરફ રેલાતો જતો હતો. ભયાનક ધરતીકંપની પહાડીઓ ધ્રુજી રહી હતી.

“ચાલો ભાગો...ભયાનક ધરતીકંપ થઇ રહ્યો છે. આ પહાડીઓ તૂટી પડે તે પહેલા બહાર નીકળી જાઓ...” લગભગ ધક્કામુક્કી મારી બધાને બહાર ધકેલતા સોમદત્ત ચિલ્લાતા હતા. ધરતીકંપથી તે પહાડીની ગુફામાં મોટા-મોટા પથ્થરો ધૂળ સાથે નીચે આવતા હતા. પથ્થરોના મારાથી બચતા સૌ હોલમાંથી બહાર આવી એક સાંકડી તિરાડમાંથી બહાર જવા અંધાધૂંધ દોડી રહ્યા હતા. ધૂળ એટલી ઊડતી હતી કે ધૂળ-ધુમાણ ને લીધે વાતાવરણમાં કોઇ દેખાતું ન હતું. ચારે તરફથી મોત તેઓને ગળી જવા મથી રહ્યું હતું. પ્રલય આદિત્યને પકડીને દોડી રહેલા વિનય પાસે પહોંચી આદિત્યને પોતાના ખભા પર ઝપડથી બેસાડી દીધો.

“ભાગો..જલદી કરો...આ તરફ ચાલો” ચિલ્લાતા સોમદત્તનો અવાજ તરડાઇ જતો હતો.

મેજર સોમદત્ત સૌની આગળ એવી રીતે દોડી રહ્યા હતા કે જાણે ત્યાંના એક-એક રસ્તાથી પરિચિત હોય.

પડતા પથ્થર ઊડતી કરચલીઓથી ઠેરઠેર જગ્યાએ તેઓને જખ્મ થયા હતા અને તેમાંથી લોહીની ટસરો ફૂટી હતી.

ધૂળથી તેઓ પૂરા ભરાઇ ગયા હતા. ઊડતી ધૂળો આંખોમાં પણ જતી હતી. સૌ જીવ પર આવીને દોડી રહ્યા હતા. ધરતીકંપના મારાથી હોલવાળો ગુફાનો ભાગ પૂરો ધ્વંસ થઇ ગયો અને અંદરથી ચીસોના અવાજ ગુંજતા હતા. તેઓ એકાદ મિનિટ પણ મોડા પડ્યા હોત તો સૌની કબર ત્યાં જ બની ગઇ હોત.

તે ગલી જેવી સાંકડી તિરાડ આગળ જતાં પહોળી થતી જતી હતી. હવે આસમાન પણ દેખાતું હતું.

“આપણે પહાડીની બહાર આવી ચૂક્યા છીએ. દોડો...ઝડપ કરો...ક્ષણ બે ક્ષણમાં પહાડી પૂરી ધ્વંસ થઇ જશે...ચાલો ભાગો...” સોમદત્તનો ચહેરો ધૂળ અને પડતા ચીરામાંથી વહેતા લોહીની લીધે ભયાનક લાગતો હતો તેના બાલ અસ્ત વ્યસ્ત થઇ ગયા હતા. ઠેક-ઠેકાણેથી કપડાં ચિરાઇ ગયાં હતાં. સૌ મુઠ્ઠીઓ વાળીને દોડતા હતા. સૌના એવા જ હાલ હતા.

સામે આવેલી એક મોટી શિલા પર મેજર સોમદત્ત જમ્પ મારીને ચડી ગયા પછી હાથથી પકડી પકડી સૌને ઉપર ખેંચી લીધા. હવે તેઓ તે પહાડીની બહાર આવી ગયા હતા. શિલાની બીજી તરફ કૂદકો મારી બધા ઊતરી પડ્યા અને સોમદત્તની પાછળ સામે દેખાતા મેદાન તરફ દોડવા લાગ્યા.

મેદાનમાં પહોંચ્યા ત્યારે સૌ બેહાલ થઇ ગયા હતા. શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. જાણે હમણાં ફેફસાં તૂટી જશે. તેવું લાગતું હતું.

“જુઓ… જુઓ… સામે...” દહેશત અને ખોફભરી આંખે સૌને પહાડી તરફ નિર્દેશ કરતા કદમ બોલ્યો.

સૌ ખોફ સાથે તે ર્દશ્ય જોઇ રહ્યા હતા. મોરીસના ગુપ્ત નિવાસ સ્થાન વાળી તે પહાડી ધીરે-ધીરે ધરતીમાં ગરકાવ થતી જતી હતી. મોટી-મોટી શિલાઓ ચારે તરફ ઊછળી રહી હતી. આસપાસની ઊંચી ટેકરીઓ પરથી હજુ લાવા નીકળી રહ્યો હતો. લાવા સાથે નીકળતાં કાર્બન અને આગના ધુમાડા સાથે મલબાની ધુળોથી આકાશ ભરાઇ ગયું હતું. તે જ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો હતો. સાથો-સાથ ચારે તરફ ઊડતા ધમ-ધમતા લાવાને લીધે જંગલ પણ સળગવા લાગ્યું હતું અને જંગલમાં પ્રાણીઓના ચિત્કારો ગુંજતા હતા.

સુઉઉઉ...ગતિથી ફૂંકાતો ગરમ પવન સૌને દઝાડતો હતો. સાથે-સાથે ઊડતા ઝાડના પાંદડા ડાળખાં તેઓના શરીર પર અથડાઇને ચોંટતા હતાં.

“સર...આ પહાડી તો ધરતીમાં ગરકાવ થતી જાય છે. ”

“પ્રલય... આ ટાપુ ધરતીકંપથી બનેલો છે અને મને લાગે છે આજે તે ધરતીકંપ અને જવાળામુખીથી ધરતીમાં પાછો સમાઇ જશે...અમુક વર્ષો પછી કોઇને ખ્યાલ પણ નહિ આવે કે અહીં ટાપુ હતો. ” તેઓના અવાજ વાતાવરણમાં ઊભરાતા વિસ્ફોટ, ચીસો અને તોફાની પવનના સુસવાટામાં દબાઇને જાણ ઊંડી ગુફામાંથી આવતો હોય તેવા જણાતો હતો.

“જુઓ સામે...નાની નાની ટેકરીઓ દેખાય છે. તે ટેકરીઓની વચ્ચે આવતા મેદાનમાં હેલિકોપ્ટર પડ્યું છે. આપણે ઝડપથી ત્યાં પહોંચવાનું છે.” દોડતાં-દોડતાં તેઓ બોલ્યાં.

તેજ વેગ સાથે સૌ દોડતા જતા હતા. તેઓ થોડી જ વારમાં ટેકરીઓ પરથી પસાર થઇ તે મેદાનમાં આવ્યા. મેદાન વચ્ચે એક હેલીપેડ બનેલું હતું. અને ત્યાં હેલીકોપ્ટર પડ્યું હતું. સૌ જલદી હેલીકોપ્ટરમાં બેસી જાવ પાયલોટ સીટનો દરવાજો ખોલતાં કદમ બોલ્યો. કદમ પાટલોટ સીટ પર બેઠો સૌ ફટાફટ હેલિકોપ્ટરના કી-બોર્ડના નોર્બ પર ફરતો હતો. ઘર...ઘર...ઘર...હેલિકોપ્ટરની મોટી પાંખો ફરવા લાગી અને પછી સ્ટાર્ટ થયેલું હેલિકોપ્ટર ધરતી પરથી અધ્ધર ઊંચકાયું. સૌએ નિરાંતનો શ્વાસ લીધો. ધીરે ધીરે સૌના ઊખડી ગયેલા શ્વાસ રેગ્યુલર થયા તથા ફાટ ફાટ થતું મગજ શાંત થવા લાગ્યું.

અચાનક કદમના ખભા પર બાર જેવું લાગ્યુ. તેણે નજર ફેરવી “અરે...આ બાજ અહીં ક્યાંથી આવી ગયું...?” આશ્ચર્ચ અને પ્રેમભરી નજરે તે બાજને તાકી રહ્યો.

“કદમ...એ તારી પાછળ ઊડતું અહીં આવી ગયું હતું. મેં તેને સાથે લઇ લીધું...” હસતાં હસતાં સોમદત્તે આગળ કહ્યું. કદમ તે તારો મિત્ર બનવા માંગે છે.

“ખરેખર...? સર હું તેને મારી સાથે જ રાખીશ અને તેને ટ્રેનિંગ આપી તૈયાર પણ કરીશ.” બાજ પર પ્રેમથી કદમે હાથ ફેરવ્યો પછી હેલિકોપ્ટર એ આકાશમાં ઊંચું લીધું અને પછી ટાપુની ઉપર તે ચક્કર મારવા લાગ્યું.

ટાપુ ચારે બાજુ આગની જવાળાઓ લબાકાર મારતી દેખાઇ રહી હતી. સાથે સાથે આંધી આવી હોય તેવું ધુમ્મસભર્યુ વાતાવરણ છવાઇ ગયું હતું. મોરીસના ગુપ્ત નિવાસસ્થાનવાળી પહાડીઓ નેસ્ત-નાબૂદ થઇ ગઇ હતી. ધરતીકંપ અને જવાળામુખીએ બધું તબાહ કરી નાખ્યું હતુ. ટાપુનો તે તરફનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. તે ઊંચી દીવાલ જેવી પહાડીઓ ધરાશય થઇ ગયેલી દેખાતી હતી. ટાપુ પર બે-ત્રણ ચક્કર લગાવીને કદમે હેલિકોપ્ટર મોમ્બાસા તરફ મારી મૂક્યું.

“સર...તમે મોરીસના ગુપ્ત નિવાસસ્થાને કેવી રીતે આવી પહોંચ્યા...?’’ પ્રલયે પૂછ્યુ.

“પ્રલય...હું આફ્રિકાથી તમારી સાથે જ હતો. મોમ્બાસા તમે પહોંચ્યા ત્યાંથી લગાતાર તમારી સાથે હતો. હું તમારી પહેલાં મોમ્બાસા આવી પહોંચ્યો હતો. મોમ્બાસામાં મારી નજરે ડેનિયલ ચડી ગયો હતો. હું તો પોર્ટની ખાડી પર તપાસ કરતો હતો તે અજ્ઞાત ટાપુ પર જવાના રસ્તાની, પણ મને બે-ત્રણ જણે ડેનિયલ તરફ આંગળી ચીંધી હતી. ત્યારબાદ હું ડેનિયલની પાછળ પડી ગયો અને તેને જહાજના કેપ્ટનના રૂપમાં મળ્યો અમે બંને મિત્રતાના દાવે ખૂબ જ દારૂ પીધો. પછી નશામાં તેણે મને ઘણું-ઘણું જણાવ્યું. ત્યારબાદ તમે મોમ્બાસા આવ્યા પછી મોગલોના સ્વરૂપમાં હું તમને મળ્યો અને ડેનિયલ સુધી લઈ ગયો. એક ઊંડો શ્વાસ લઈ મેજર સોમદત્ત આગળ બોલ્યા ત્યારબાદ હું સફરમાં આ ટાપુ પર આવ્યા ત્યાં સુધી સાથે જ હતો. ટાપુ પર બોટની ટક્કર થતાં ડેનિયલ દોડી-દોડીને જમ્પ મારીને બોટની ગતિ સાથે શરીરને ગતિમય કરી સરળતાથી ટાપુ પર કૂદી પડ્યો. ત્યારબાદ વોકી-ટોકીથી તેણે આદેશ આપ્યો અને થોડીવારમાં જ તેના માણસો હેલિકોપ્ટર લઈને આવ્યા. સોનાની પેટીઓ અને ટાપુ પર વેરાયેલ સોનું લઈને ચાલ્યાં ગયાં. જતાં જતાં એક દિવાસીને તેઓ મારી તેનું માથું-મોઢું છૂંદી નાખી ડેનિયલનાં કપડાં પહેરાવી દીધાં. ત્યારબાદ ડેનિયલ પણ તેની સાથે જ ચાલ્યો ગયો. જો કે તે ડેનિયલનો ડુપ્લિકેટ હતો તે તો ડેનિયલની વાત સાંભળ્યા પછી ખબર પડી. મેં તમને ત્રણેને તપાસ્યા. તમે ત્રણેય બરાબર હતા અને ભાનમાં આવી રહ્યા હતા. હું જંગલમાં પાણી અને ખાવાનું કંઈક લઈ આવવા માટે ગયો. જ્યારે પાછો આવ્યો ત્યારે તમે ડેનિયલની લાશ પાસે બેસીને ચેક કરતાં હતાં. અલબત્ત ત્યારે કદમ ગુમ થઈ ગયો હતો તેને જંગલીઓ ઉપાડી ગયા હતા. તમને બંનેને બરાબર જોઈ મને વિચાર આવ્યો કે તમારાથી અલગ રહીને આગળ હશુ જેથી કોઈ સંકટ આવે તો તમને દૂર રહીને મદદ કરી શકું ત્યાર પછી હું તમારી સાથે તમારો પડછાયો બનીને સાથે રહ્યો હતો.

તમને ખબર ન પડે તેમ તમે જ્યારે જંગલીના પંજામાં ફસાયા ત્યારે હું ત્યાં હતો. તમને કેમ છોડાવ્યા તેનો વિચાર કરતો તેઓના દેવતાની મૂર્તિ પાસે છુપાયો હતો. કુતૂહલવશ મેં તે દેવતાની પ્રતિમાને ચકાસી તો મને પ્રતિમાની અંદર જવાનો માર્ગ મળ્યો હું અંદર ઘૂસી ગયો. મૂર્તિ બનાવનારે તે જંગલીઓને પોતાના કંટ્રોલમાં રાખવા મૂર્તિની અંદર એવી કળોની ગોઠવણ કરી હતી કે અંદરથી મૂર્તિના હાથ દબાવી શકાય. અંદરથી બોલતા જાણે મૂર્તિ બોલતી હોય તેવું લાગે અને તેની આંખો પણ ફરાવી શકાય. મૂર્તિ પાસે જ્યારે છુપાયો હતો ત્યારે ત્યાં બે –ચાર આદિવાસીઓ વાતો કરતા હતા. તે ખૂબ જ પ્રાચી ભાષા હતી. જગતની ઘણી ભાષાનું જ્ઞાન મને છે. જે તમને બચાવવા માટે કામે લાગ્યું. મૂર્તિની અંદર ઘુસી જઈને તેની કળો દબાવતાં તેના હાથ હાલવા લાગ્યા. અંદર બનેલા ભૂંગળામાં જોર-જોરથી રાડો નાખી સરદારને ચેતવણી આપી કે આ મારા (એલે કે તેઓનો ભગવાન) મૂકેલા દૂત છે અને તમને આકાશમાંથી ઊતરી આવતી આફતોથી રક્ષણ કરવા માટે આવ્યા છે. આ પહેલાં આવું ક્યારેય બન્યું ન હતું.

મૂર્તિના હાલતા હાથ આંખ અને બોલતી મૂર્તિને જોઈને ખરેખર તે માની ગયો કે તેનો દેવતા હુકમ આપી રહ્યો છે.

“વાહ સર વાહ” તમે તો કમાલ કરી. હવે જરૂર છે એક મહારાણીની જે તમારી સિંહાસનની બાજુમાં બિરાજમાન હોય.” ... પાછળ સૂતેલો આદિત્ય હસ્યો.

“ચૂપ સાલ્લા... પહેલાં સાજો થઈ જા પછી તારી વાત છે...” કદમ બોલ્યો.

“હા...હા... કદમ... યાર તારી તો ભારતમાં વાટ જોવા એક ચકલી બેઠી હશે. ચી...ચી...ચી... કરતી પણ મારું શું....?”

“તારા માટે એક વાંદરી, જેનું સ્વરૂપ સ્ત્રીનું બનાવેલ હોય તેવી શોધી રાખી છે... હું ફરીથી આ ટાપુ પર આવીશ ત્યારે તારા માટે લેતો આવીશ...” મૂછમાં હસતા પ્રલય બોલ્યો.

“બાપ રે...” યાર તું આ ટાપુ પરની કોઈ વાત કરતો જ નહિ. આ ટાપુ પર આવ્યા પછી યાતનાઓ જ વેઠી છે.”

“હેલિકોપ્ટથી તને નેપાળથી સીધા અહીં જ લાવ્યા હતા?”

“હા... નેપાળથી મને અહીં લાવ્યા હતા. મને સારું-સારું ખાવાનું આપતા હતા. પણ માનસિક ટોર્ચર પણ બહુ જ કરતા હતા, તને માણસમાંથી જાનવર બનાવી જંગલમાં છોડી દેશું, તને કરોળિયાનું સ્વરૂપ આપી દઈશ...” બધું યાદ આવતાં આદિત્ય દહેશતથી આંખો બંધ કરી બોલ્યો.

“સારું, તું તે ટાપુ પર વાંદરો બનીને ફરતો હોત તો ક્યારેક ક્યારેક અમે પિકનિક મનાવવા ટાપુ પર આવત, તને જંગલી કન્યા સાથે લગ્ન પણ કરાવી આપત.” વાતાવરણને હળવું કરવા કદમ બોલ્યો. સૌ હસી પડ્યા.

હેલિકોપ્ટર ચોમ્બાસા તરફ આગળ વધી ગયું. તેઓનું મિશન સફળ રહ્યું. દુનિયા પર તોળાતો એક ભયાનક ખતરો ટળી ગયો પણ પાલનપુરના તે નાનકડા ગામ ઉનાવામાં દેખાયેલ પગલાંની છાપ કોની હતી? કોણ હતો તે પગલાંનો પાડનાર...?

સૂર્ય આથમતા જ લાલ હિંગોળિયો કલર કાળાશમાં ફેરવાઇ ગયો. અંજાર પર વરસાદ પૂર જોશ સાથે તૂટી પડ્યો હતો.

વ્રજલાલભાઇ પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા વરસાદની ઝાપટોમાં ભીંજાતા ઊંડા વિચારમાં ખોવાઇ ગયા હતા.

તેમને યાદ આવ્યું હતું પાલનપુરનું તે ગામ ઉનાવા...અત્યારે તો તેઓ રિટાયર્ડ થઇ ગયા હતા પણ તેના મગજમાં તે ઘટના હજુ સચવાયેલી પડી હતી. તે વિચારી રહ્યા હતા.

‘‘આવી જ કાળઝાળ અંધારી તે રાત હતી...ઉનાવાના પાદરમાં આવેલા ખેતરોમાં અચાનક આકાશમાંથી એક પ્રકાશ પુંજ ધરતી પર ઊતરી આવ્યો હતો. જેની શોધખોળ (તૈકિકાત) તેઓએ કરી હતી. તે આકાશમાંથી ઊતરી આવેલ મહાકાય માનવ સ્વરૂપ, જેનાં પગલાંની છાપ હજુ તેઓ પાસે સાચવેલી પડી હતી...અત્યારે તેઓના હાથમાં જ હતી. તેઓએ તનતોડ મહેનત કરી હતી તે રહસ્ય શોધવાની પણ...

તે રહસ્ય રહસ્ય જ રહ્યું હતું. આજ સુધી તેઓ કાંઇ જ જાણી શક્યા ન હતા. શું હતું તે...? વર્ષો વીતી ગયા પણ તે ઘટના તેઓના મગજમાંથી ભૂંસાતી ન હતી. તેઓની નોકરીના સમય દરમિયાન તે એક જ કેસ વણઉકેલ્યો રહી ગયો હતો.

‘‘ભૂ...ભૂર્વ સ્વ તત્સવી તુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધી મહિ ધિયોયોન: પ્રચોદયાત્’’ અચાનક ઝબકીને તેઓ વિચારધારામાંથી બહાર આવ્યા. તેના મોબાઇલની રિંગ વાગી રહી હતી. તેઓ બાલ્કનીમાંથી ઊભા થઇ તરત જ રૂમમાં આવ્યા. મોબાઇલને ઉપાડ્યો. નવા જ નંબર હતા.

‘‘હલ્લો...’’

કોણ...?

‘‘હા હું વ્રજલાલભાઇ અબોટી બોલું છું બોલો ?

નમસ્તે...વ્રજલાલભાઇ મારે ઉનાવાની ઘટના વિશે થોડું જાણવું હતું.’’

‘‘બોલો...શું જાણવા માંગો છો...?’’ ઉત્સાહ સાથે વ્રજલાલભાઇ બોલ્યા.

હા..તમે પણ વ્રજલાલભાઇને 94272 21648 પર ફોન કરી શકશો. જો તમને ઉનાવાની ઘટના વિશે કાંઇ જાણવાની તાલાવેલી આ કથા વાંચ્યા પછી લાગી હોય તો.

સમાપ્ત