ખોફનાક ગેમ - 1 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 1 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

  • અદભૂત પગલાં
  • ભાગ - 2
  • ‘તમે સરપંચને જાણ કરી તે સમય અને બેભાન પડેલા આ લોકોના દેહ તમને મળ્યા તે વચ્ચે કેટલા સમયનું અંતર હતું અને આ ચારમાંથી પહેલાં ભાનમાં કોણ આવ્યું, કેટલીવારમાં આવ્યું ?’ વિચારવશ હાલતમાં જમાદારે પૂછ્યું.

    ‘સાહેબ...અમે લાખા, ભચા, રૂખી અને રામીને બેભાન હાલતમાં જોયા કે તરત જ સરપંચ સાહેબને જાણ કરવા બે જણને દોડાવ્યા હતા અને લગભગ વીસ મિનિટમાં તો સરપંચ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તે ચારમાંથી લોખો જ ભાનમાં આવ્યો હતો. બાકી ભચો, રૂખી અને રામી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ભાનમાં આવ્યા હતાં.’

    ‘ઠીક છે, તમે જાવ તમારી જરૂર પડતાં હું બોલાવી લઇશ...’ જમાદારે કહ્યું.

    ‘ભલે...ભલે...’ સરપંચે હસતાં-હસતાં કહ્યું અને તે બંને બાજુના ખેતર તરફ વળ્યા.

    શું લાગે છે, જમાદાર સાહેબ...? જમાદાર સામે જોઇ સરપંચે પૂછ્યું.

    ‘સરપંચ...હજી ઘણી તપાસ બાકી છે. તારણ કાઢતાં વાર લાગશે...’ આજુ-બાજુ ચારે દિશામાં નજર ફેરવતાં જમાદાર બોલ્યો.

    ધીરે-ધીરે ધરતી પર સૂર્યનો સોનેરી પ્રકાશ ફેલાવવા લાગ્યો હતો. અંધકાર દૂર થતો જતો હતો.

    જમાદાર ઘટના સ્થળની આજુબાજુ જોતો જોતો આગળ વધ્યો. અચાનક આશ્ચર્યથી તેની આંખો પહોળી થઇ ગઇ.

    તેનાથી થોડે દૂર માનવના પગની છાપથી ઘણા જ મોટાં પગલાંઓની છાપ ભીની માટીમાં પડી હતી.

    ‘સરપંચ...ઓ સરપંચ અહીં આવજો તો...’ પગલાંની છાપ જોતાં જ જમાદારે રાડ નાખી સરપંચને બોલાવ્યા.

    સરપંચ ભીખાભાઇ ઉતાવળે પગલે જમાદાર પાસે આવ્યા.

    ‘સરપંચ, આ જુઓ...’ પગલાંની છાપ તરફ આંગળી ચીંધી નજદીક આવેલા સરપંચને જમાદારે કહ્યું.

    ‘અરે...આ શું છે...?’ આ...તો કોઇ માનવીના પગલાંની છાપ પડેલી છે. પણ...પણ આટલી મોટી છાપ...? જમાદાર સાહેબ...આ શું છે...?’ આશ્ચર્ય સાથે સરપંચ તે પગલાંની છાપ જોતાં-જોતાં બોલ્યાં.

    ‘હા...ભીખાભાઇ...આ માનવ પગલાંની જ છાપ છે. પણ આટલાં મોટા પગના પંજાની છાપ...? માનવીના આટલા મોટા પગ...? અશક્ય...હોઇ જ ન શકે...’

    બંને આશ્ચર્ય સાથે ઘૂંટણને જમીન પર ટેકવી બેઠા. બેઠા-બેઠા તે પગલાંની છાપને જોઇ જ રહ્યા.

    તે પાંચ પગલાં હતા. એક સાથે બે પગલાં, પછી જમણા પગના પંજાની છાપ પછી ડાબા પગની, પછી ફરીથી જમણા પગની.

    ‘આ તો અજુબા જેવુ છે. જમાદાર સાહેબ, લાખા ને ભચાવાળા બનાવને તમે આની સાથે સાંકળીને જુઓ તો તે લોકોની વાતમાં કાંઇ તથ્ય લાગે છે. નહીં...?

    ‘હા...ભીખાભાઇ, લાખાએ જે વાત કરી છે. તે પ્રમાણે કોઇ દૈત્યાકાર માનવી આકાશમાંથી ઊતરી આવ્યો હોય તો ચોક્કસ તેના જ પગના પંજાની આ છાપ હોવી જોઇએ. માટે તાત્કાલિક હેડક્વાર્ટરમાં જાણ કરવી પડશે.’

    ‘જમાદાર સાહેબ..ઘણાં વર્ષો પહેલાં અહીં ખૂબ જ ગીચ જંગલ હતું અને તેમાં ઘણી વખત અશ્વત્થામાને લોકોએ જોયાના દાખલા છે. કદાચ...ફરીથી તેવું બન્યું હોય...’

    ‘ભીખાભાઇ...એ બધી વાતો, મેં જોયું, કે તે જોયુ જેવું છે. આજના વિજ્ઞાન યુગમાં સાબિતી વગર કાંઇ જ કહી ન શકાય, આપણે આની પૂરી તપાસ કરવી જ રહી.’

    ‘શું થયું...શું થયું...ભગવાન અશ્વત્થામા આવ્યા હતા...?’ અચાનક ખેતરમાંથી આવી ચડેલ ચાર જણ જેમાં બે સવારના સરપંચે બોલાવ્યા હતા, તે હતા. તેઓએ સરપંચની અડધી વાત સાંભળી તરત આશ્ચર્ય સાથે પૂછ્યું.

    ‘જુઓ, અહીં પગલાંની છાપો મળી આવી છે. ખૂબ જ મોટી છે, પણ અશ્વત્થામાં આવ્યા હતા. તેવું કાંઇ જ નથી. આ પોલીસના તપાસનો વિષય છે. સમજ્યાને...અને તમે ખોટી વાતોને ન ફેલાવશો...’ કડક સ્વરે જમાદાર બોલ્યો.

    ‘‘ના...ના...જમાદાર સાહેબ અમે કાંઇ ન નથી બોલવાના...’’ આશ્ચર્ય સાથે પગલાંની છાપને જોતાં જોતાં તેઓ બોલ્યા.

    ‘‘વીરા...તમે ચારેય અહીં રહેજો, હું અને જમાદાર થાણા પર જઇએ છીએ. આ છાપોનુ ધ્યાન રાખજો. કોઇ ઢોર તેના પર પગ મૂકીને ભૂંસી ન નાખે..’’ સરપંચ બોલ્યા.

    તે ચારેને પંજાની છાપની દેખરેખ રાખવાનું કહીને સરપંચ અને જમાદાર પોલીસ થાણા તરફ ચાલ્યા.

    પોલીસ થાણે પહોંચીને તરત જમાદારે ડી.એસ.પી. વિશ્વંભર દયાલ શર્માને ફોન કર્યો અને ડી.એસ.પી. સાહેબને બધી વિગતની જાણ કરી.

    ડી.એસ.પી.એ કહ્યું કે અમે તરતમાં જ પોલીસ ફોજ સાથે આવીએ છીએ. આ એક અદ્દભૂત ઘટના છે. અમે આવીએ ત્યાં સુધી તમે તે પગલાંની છાપોનો ખ્યાલ રાખજો, જો જો તે છાપ ભુસાવી ન જોઇએ.

    ડી.એસ.પી. ને જાણ કરી ફરીથી જમાદાર ઘટના સ્થળે જવા રવાના થયો. જ્યારે તે ઘટના સ્થળે પાસે પહોંચ્યો ત્યારે તેનું માથું ફરી ગયું.

    પગલાંની છાપ પાસે ગામ લોકોનાં ટોળે ટોળાં ઊમટ્યા હતાં.

    થોડી જ વારમાં ગામમાં વાત ફેલાઇ ગઇ હતી કે વર્ષો પછી આપણા ગામમાં અશ્વત્થામાએ દર્શન આપ્યાં હતાં અને લાખાના ખેતરમાં ઊતર્યા હતા. તેના પગલાની છાપો હજુ ખેતરમાં મોજૂદ છે. અને પછી તો ગામના લોકો થોડા આશ્ચર્ય, થોડી શ્રદ્ધા, સાથે લાખાના ખેતરમાં ઊમટવા લાગ્યા.

    ‘ખસો...ચલો સૌ આઘા ખસો...આ શુ માંડ્યું છે...’ જમાદાર બરાડા નાખલા લાગ્યો અને ત્યાં એકઠા થયેલા લોકોની પકડી-પકડીને હટાવવા લાગ્યો.

    પગલાંની છાપની આજુ-બાજુમાં અગરબત્તી, દીવા સળગી રહ્યા હતા. ચારે તરફ કંકુ-ગુલાલનાં છાંટણાં થયેલાં હતાં અને પૈસા આસ-પાસ વેરાયેલા દેખાતા હતા.

    જમાદાર ગુસ્સાથી લાલચોળ થઇ ગયો.

    ‘હરામખોરો...આ શું માંડ્યું છે...પેલા ચાર જણા ક્યાં મરી ગયાં ?’ ધૂંઆ-પૂઆં થતાં જમાદાર બોલ્યા.

    ‘હા...સાહેબ અમે તો અહીં જ છીએ...’ વીરો બોલ્યો.

    ‘‘હરામખોરો...હું થાણે ગયો એટલીવારમાં ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો. સાલ્લાઓ પુલીસ થાણે લઇ જઇને પૂરી દઇશ અને હવે જો ગામના લોકો અહી વકર્યા છે ને તો ડંડા ખાશો.’’ ગામના લોકો તરફ જોઇ જમાદાર બોલ્યો.

    ગામના લોકો જમાદારી હાકલથી બી ગયા પણ ત્યાંથી ખસ્યા નહીં.

    ‘‘હવે મારું મોં શુ જુઓ છો, ભાગો અહીંથી નહીંતર ડંડો ઉપાડું...’’ જમાદાર તાડૂક્યો.

    ‘‘જમાદાર...ગામ લોકો નહી જાય...આ ગામની આસ્થાનો સવાલ છે. તમે મારવાની લૂખી ધમકી ન પો તો સારું છે...’’ અચાનક ટોળાની પાછળ આવી પહોંચેલ સરપંચ ભીખાભાઇ કડક શબ્દમાં બોલ્યા.

    ‘‘પણ...પણ...ભીખાભાઇ, આ એક અનોખી ઘટના છે. અને જ્યાં સુધી ડી.એસ.પી. સાહેબ આવે નહીં ત્યાં સુધી આ પગલાં સાચવવાની મારી જવાબદારી છે. આમ પૈસા...કંકુ, ગુલાલ નાખશો તો પગલાં ભૂંસાઇ જશે અને મારે જવાબ દેવા ભારી થઇ જશે.’’

    ‘‘પગલાંની છાપ ન ભૂંસાય તેના માટે હું સૌને જરૂરી સૂચન આપુ છું, કોઇ તે પગલાંની પાસે નહીં જાય, જમાદાર તમે ચિંતા ન કરો.’’ કહી સરપંચ ગામના લોકો તરફ કર્યો.

    ‘‘પગલાંની છાપ ન ભૂંસાય તેના માટે હું સૌને જરૂરી સૂચન આપું છું, કોઈ તે પલાંની પાસે નહીં જાય, જમાદાર તમે ચિંતા ન કરો.”

    કહી સરપંચ ગામના લોકો તરફ ફર્યો.

    “ગામવાસીઓ.... સૌને મારી વિનંતી છે, કે તે પગલાંની છાપથી દૂર નાખજો, જેમ આપણા સૌથી શ્રદ્ધાનો વિષય છે. તેમ જમાદાર સાહેબની જવાબદારીનો સવાલ છે.” સૌ સમે હાથ જોડી ભીખાભઈ બોલ્યા.

    ગામ લોકો સરપંચને ઘરના વડીલ જેટલું માન આપતા. તેથી સૌ પલાંની છાપથી થોડા દૂર રહીને જ દર્શન કર્યા. દૂર જ કંકુ, ગુલાલ, અગરબત્તી, નાળિયેર વધેર્યા. ગામના જુવાનિયા સાથે મળીને પગલાંની છાપને ઢોર-બકરાંથી બચાવવા તે પગલાંન છાપ ફરતે 20 X 20 નો રાઉન્ડ લેતી કાંટાની વાડ બનાવી નાખી.

    લગભગ બપોરના એક વાગ્યાના સમયે ડી.એસ.પી. વિશ્વંભર દયાલ શર્મા પોલીસ પાર્ટી સાથે ગામના પોલીસ તાણે આવી પહોંચ્યા.

    ગામના બે યવાનો તરત સાહેબને ઘટના સ્થળ પર લઈ આવ્યા. તરત જમાદાર તેમની સામે ચાલીને ગયો અને એટેન્શનમાં ઊભા રહી સેલ્યુટ મારી, પાછી બોલ્યો, “આવો સાહેબ... આ જુઓ ખરેખર માનવ-પગલાંનાં નિસાન છે. પણ મેં માનવના પગલા ક્યારેય આટલા મોટા જોયા નથી.”

    ડી.એસ.પી. શર્મા સાહેબ પણ આશ્ચર્ય સાથે જોઈ જ રહ્યા.

    ડી.એસ.પી. શર્મને પોલીસ બેડામાં સૌ જાદુગર શર્મા કહેતા. તેઓને આવી બાબતોમાં પર્સનલી ઈન્ટરેસ્ટ હતો. ઓફિસમાં જયારે નવરા બેઠા હોય ત્યારે તે જો મૂડમાં હોય તો એવા જાદના ખેલ બતાવતા કે સ દંગ રહી જતા.

    શર્મા સાહેબે પગલાને ફરતા એક રાઉન્ડ લગાવ્યો અને બધી જ એંગળીત નિરીક્ષણ કર્યું. રૂબરૂ જોયા પહેલા તો તેઓને એવું લાગ્યું હતું કે ગામના કોઈ વ્યક્તિનું નાટક હશે.

    જાદુના ખેલ તે હાથ ચાલાકી છે અને ભૂત પ્રેત કે આવી કોઈ અદભુત બનતી ઘટના માનવસર્જિત છે. તેવું તેઓ માનતા હતા પણ રૂબરૂ ઘટના સ્થળે પગલાની છાપ જોઈ તેઓ દંગ રહી ગયા.

    “જમાદાર.... સારું કર્યું તમે આ પગલાંની છાપ ફરતે વાડ બનાવી નાખી. આ ઘટનામાં કોઈ મોટો ભેદ છુપાયેલો હોય તેવું મને લાગે છે અને હા જેણે એ આ ઘટના રૂબરૂ જોઈ છે, તેઓને પોલીસ સ્ટેશને બોલાવો. હું તેની પૂરી વાત સાંભળવા માગું છું.”

    “સાહેબ.... ઘટના બન્યા પછી રૂબરૂ જોવાવાળા, ચારે જણ બેભાન થઈ ગયા અને તેઓને સરપંચ ભીખાભાઈને તાત્કાલિક મહેસણા હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા છે. હવે તેઓને રજા મળે અને અહીં આવે ત્યારે વાત થાય...” જમાદાર બોલ્યા.

    “સાહેબ.... સાહેબ... ઘટના જોવાવાળામાંથી એક જણ લાખો પાછો ઘરે હમણાં જ આવ્યો છે. તેને હોસ્પ્ટિલમાંથી છુટ્ટી મળી ગઈ છે અને તે થોડીવારમાં પાછો જવાનો છે. સાહેબ તેની પત્ની રામી હજી હોસ્પિટલમાં દાખલ છે.”

    “અરે... મારા ભાઈ તું લેક્ચર કર્યા વગર જ જલદી ગામમં જા અને લાખાને તેડી પોલીસ સ્ટેશને આવ...” જમાદાર બોલ્યા.

    થોડીવારમાં જ સૌ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. ગામનો તે માણસ લાખાને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો.

    “સાહેબ મારો કોઈ ગુનો થયો છે...?” પોલીસ સ્ટેશને આવી સાહેબ સામે હાથ જોડી બીકભર્યા અવજે લાખો બોલ્યો.

    “લાખા.... તારો કોઈ જ ગુનો નથી. આ ડી.એસ.પી.... સાહેબ છે અને રાત્રે તારા ખેતરમાં બનેલા બનાવની તપાસ માટે પધાર્યા છે. તું જરાય બીક કે ચિંતા રાખ્યા વગર સાહેબને રાતની ઘટના કહી સંભળાવ....” ખૂબ જ પ્રેમથી સરપંચ ભીખાભાઈએ લાખાને સમજાવો.

    “લાખાભાઈ બેસો અને મને તમારી સાથે બનેલી ઘટના કહો....” શર્મા સાહેબ બોલ્યા.

    “સાહેબ.... અમારે ત્યાં ખેતરમાં લાઈટના સપ્લાય રાત્રીના આવે છે. તેથી રાત્રીના જ મોટર ચાલુ કરી ખેતરમાં પાણી પિવડાવવું પડે છે. તે રાત્રે હું મારી પત્ની મારો મિત્ર ભચો અને તેની બેન રૂખી ચારે જણ ખેતરમાં પાણીવાળી રહ્યાં હતાં. અચાનક આકાશમાં તારો ખરે તેવો ઝબકારો થયો અને તે ઝબકારો ધીરે ધીરે ધરતી પર ઊતરવા લાગ્યો અને તે પ્રકાશ પુંજની વચ્ચે એક દૈત્યાકાર માનવી પણ સાથે ધરતી તરફ આવવા લાગ્યો. અમારાથી થોડા જ અંતરે તે જમીન પર ઊતર્યો હતો. તેના આખા શરીર પર ભયાનક રૂવાંટી હતી. તેનું મોં દૈત્ય જેવું હતું, અમે સૌ તેને જોઈને જ બહેહોશ બની ગયા હતા, પછી શું થયું તે ખબર નથી.” કહીને લાખાએ વિગતવાર પૂરી વિગત કહી સંભળાવી.

    “ઠીક છે. લાખાભાઈ તું હવે ભલે જા, અને હું મહેસાણામાં ડોક્ટર સાહેબને ફોન કરી ભલામણ કરી દઉં છું. ડોક્ટર મારો મિત્ર છે. તું ચિંતા ન કરતો.” ડી.એસ.પી. સાહેબ બોલ્યા.

    જમાદાર અને સરપંચ તો આ ભલા મામણસને જોઈ જ રહ્યા.

    લાખો હાથ જોડી ત્યાંથી રવાના થયો.

    સરપંચના ઘરેથી આવેલ ચાને ન્યાય આપી ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાં ફોન કર્યો અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વ્રજલાલભાઈ અબોટીને તરત ઉનાવા ગામમાં આવી તે પગલાંની છાપની જાંચ કરવાનો આદેશ આપયો. જમાદારને જરૂરી સૂચના આપી. ડી.સ.પી. શર્મા સાહેબ મહેસાણા જવા રવાના થયા.

    લગભગ સાંજના પાંચ વાગ્યાના સમયે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વ્રજલાલભાઈ અબોટી તથા તેમના મદદનીશ ફિઝિક્સ એનાલાયસીસ એક્સપર્ટ ડી.એમ. પટેલ ઉનાવા પહોંચ્યા. વ્રજલાલભાઈનું નામ પોલીસ બેડામાં પ્રસિદ્ધ હતું. તેમની કાર્યદક્ષતાથી ઘણા ખૂન-કેસો ઉકેલાયા હતા.

    વ્રજલાલભાઈ ઉનાવા પહોંચી સરપંચને મળવા ગ્રામ પંચાયત ઓફિસે પહોંચ્યા. ઓફિસરોને આવેલા જોઈ સરપંચ ભીક્ષાભાઈએ તેઓનું સ્વાગત કર્યું.

    “સરપંચ સાહેબ, અમે ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાંથી આવીએ છીએ. મને ડી.એસ.પી. સાહેબે મોલ્યો છે. મારું નામ વ્રજલાલ અબોટી અને આ મારા મદદનીશ ડી.એમ. પટેલ છે.”

    “પધારો.... પધારો.... સાહેબ હું તમારી જ વાટ જોતો હતો. મારું નામ ભીખાભાઈ,” હાથ મિલાવતાં સરપંચ બોલ્યા.

    “ભીખાભાઈ... આપણે ઘટના સ્થળે જઈએ. રાત્રીનું અંધારું થાય તે પહેલાં મારે જરૂરી તપાસ કરવી પડશે.”

    “એક કામ કરો સાહેબ પહેલા મારે ઘરે ચાલો, તમારો ઓતારો મારા ઘરે જ રાખેલ છે. તમારો સામાન ઘરે મૂકી ચા પી આપણે તરત ઘટના સ્થળે પહોંચી જઈશું.”

    “ઠીક છે, ભીખાભાઈ... પણ થોડી ઝડપ રાખજો. સંધ્યાટાણું થવા આવ્યું છે.” ઊભા થતાં વ્રજલાલભાઈ બોલ્યા.

    સરપંચના ઘરે ચા-પાણી પી સૌ ઘટના સ્થળે પહોંચ્યા.

    ***