Khoufnak Game - 8 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 8 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

માનવભક્ષી આદિવાસીના પંજામાં

ભાગ - 1

ખાધા-પીધા વગર “બંધનગ્રસ્ત” અવસ્થામાં આંખો બંધ કરીને કદમ પડ્યો હતો. આથમતા સૂર્યનો લાલ પ્રકાશ ઝૂંપડામાં ફેલયેલો હતો. જે તેના ચહેરા પર પડોત હતો. કદમને ખૂબ જ તરસ લાગી હતી. પણ આખા દિવસમાં કોઈ તેની પૃછ્છી કરવા આવ્યું ન હતું. આખો દિવસ ઘાસના બિછાનામાં બંધનગ્રસ્ત હાલતમાં પડ્યા-પડ્યાં અકળાઈ ગયો હતો. અહીંથી કેમ છૂટકે તેના વિચાર કરતો તે પડ્યો રહ્.

અચાનક કોઈનો વાત કરવાનો અવાજ સંભળાયો... કદમના કાન સરવા થયા. તે એક ચિત્તે વાત સાંભળવા લાગ્યો.

આકુના... તાલા રામા વાકા માલા... તોલે... તોલે... પોલા... અમલા... વિચિત્ર ભાષામાં કોઈ વાત કરી રહ્યું હતું.

થતી વાતોનો અર્થ કદમ સમજી ન શક્યો. તે કોઈ પ્રાચીન જંગલી ભાષા હતી. ધીરે-ધીરે ઝૂંપડાનો દરવાજો ખૂલ્યો અને બે જંગલીઓ અંદર આવ્યા.

પાડા જેવા અમલમસ્ત અને કાળા મેશ જેવા તે જંગલીઓએ કમર ફરતે વેલાઓનાં પાંદડાં વીંટાળ્યાં. હતાં. માથા પર જાનવરનાં શીંગડાં લગાવેલાં હતાં. તેના પર પક્ષીઓનાં રંગીન પીછાંની કલગી લાગેલી હતી. ગળામાં પથ્થરના ખોપરી આકાર બનાવેલા મણકા પહેર્યા હતા. એકના હાથમાં ભાલો પકડેલો હતો અને બીજાના હાથમાં લીલા તોડેલા નારિયેળ અને પાંદડાંની બનાવેલી ડિશમાં જંગલી ફળો હતાં. નારિયેળને ઉપરના ભાગેથી કાપેલ હતાં.

બંને ઝૂંપડામાં આવીને કદમની સામે ઊભા રહ્યા. પછી એક જંગલી ઘૂંટણિયે બેસી કદમના હાથનાં બંધનો છોડી કદમને બેઠો કર્યો અને તેની સામે નારિયેળ અને ફળો રાખ્યા પછી તે ઊભો થયો અને ત્યારબાદ બંને કદમ સામે જોઈ વાતો કરવા લગ્યા.

તેઓ કદમ તરફ એવી રીતે જોઈ રહ્યા હતા. જેવી રીતે કેટલાય દિવસના ભૂખ્યા સાવજ સામે પડેલા પોતાના તાજા શિકારને જોતો હોય.

કદમ મનોમન કંપી ઊઠવો પણ પછી બી જ ક્ષણે તેણે પોતાના મનમાંથી બીક ખંખેરી નાખી અને તે હસવા લાગ્યો.

કદમને હસતો જોઈ બંને જંગલી તેની સામે કોઈ અજબ વસ્તુ પડી હોય તેમ કદમ તરફ હેરતથી જોઈ ર્યાં.

પોતાની સામે તાકી રહેલા જોઈ કદમે તેઓની સામે દાંતિયા ભર્યા પછી બોલ્યો. કાકુના....બાકુના... વાંદરીના... ગધેડીના કહેતા-કહેતા જંગલીઓ સામે જીભ કાઢી ડોળા તગતગાવા લાગ્યો.

કદમની તગતગતી આંખોની તાપ જીરવાતો ન હોય તેમ તરત બંને બહાર ચાલ્યા ગયા અને ઝૂંપડાના દરવાજા પાસે ચોકી કરતા ઊભા રહ્યા.

કદમ સમજી ચૂક્યો હતો કે તે જંગલીઓના પંજામાં ફસાઈ ચૂક્યો છે. શું પ્રલય, વિનય... વગેરે પણ આ જંગલીઓના પંજામાં ફસાયા હશે કે પછી...? તે આગળ વિચારી ન શક્યો. માથાને ઝાટકો આપી વિચારને ખંખેરી અને પછી ઉદરની અગ્નિને શાંત કરવા સામે પડેલ ફળો અને નારિયેલના પાણી પર તે તૂટી પડ્યો.

ભૂખ અને તરત છિપાતા તેના શરીરમાં નવી તાજગી આવી. ખુલ્લા હાથેથી તેણે કમરપટ્ટામાં હાથ નાખ્યો. તેની રિવોલ્વર ગુમ થયેલી હતી. હવે અહીંથી કેમ છટકવું તેના વિચારમાં તે પડી ગયો.

બહાર ઊભેલા બંને સાંઢ તેની એક-એક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. તેઓએ જોયું કે કદમે આહાર કરી લીધો છે કે તરત ફરીથી કદમના હાથોને વેલાના દોરડાથી બાંધી દીધા.

ધીમે-ધીમે જંગલમાં ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના સન્નાટાને તોડતો રાની પશઓની ત્રડોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ખોફનાક જંગલમાં ભયાનક જંગલાની વચ્ચે કદમ તે ઝૂંપડામાં બંધનગ્રસ્ત હાલતમાં પડ્યો હતો.

અચાનક ઝૂંપડાનો દરવાજો ખૂલ્યો અને પાંચ-છ જંગલીઓ અંદર આવ્યા એકના હાથમાં સળગતી મસાલ હતી. બેના હાથમાં ભાલા પકડેલા હતા.

ભયાનક અંધારામાં સળગતી મશાલના લાલ-પીળા પ્રકાશમાં તે જંગલીઓ પ્રેત જેવા વિકરાળ દેકાઈ રહ્યા હતા.

જંગલીઓ કદમને બાંધેલી હાલતમાં ઉપર ઉઠાવ્યો અને એ જ સ્થિતિમાં ઝૂંપડાની બહાર લઈ આવ્યા. ત્યારબાદ બહાર પડેલા વાસની ડોલીમાં કદમને સુવડાવ્યો પછી કદમના ગળામાં ફૂલોની માળાઓ પહેરાવી ચારે તરફ ફૂલો ગોઠવ્યાં અને છાતી પર એક માનવ ખોપરીને મૂકી.

ધમ....ધુબંગ... ધુબંગ... નગારાં વાગવા લાગ્યાં અને જંગલીઓ નગારાના તાલે નાચવા લાગ્યાં.

દહેશત ભરી આંખોએ કદમ તેઓની કાર્યવાહી ઈ રહ્યો. અંધકારમાં તેની ચારે બાજુ પ્રેતાત્માઓ નાચતા હોય તેવું લાગી રહ્યું હતું. અને છાતી પર પડેલી ખોપરી હસી રહી હોય તેવો ભાસ થતો હતો. કદમે આંખો બંધ કરી દીધી.

ત્યારબાદ જંગલીઓએ ડોલી ઉઠાવી અને નાચતા-ચિલ્લાતા આગળ ચાલવા લાગ્યાં. ધુબંગ.... ધામ... ધુબંગ... ભયાનક અવાજ સાથે ઢોલ વાગી રહ્યો હતો.

ગાઢ જંગલની નાની-મોટી ટેકરીઓ વટાવતા લગભગ દોડતા જ પ્રલય અને વિનય આગળ વધી રહ્યા હતા. નગારાનો ખોફનાક અવાજ વાતાવરણને ધ્રુજાવતો હતો. બંનેના હાથમાં રિર્વોલ્વર અધકરમાં ચમકતી હતી. અવાજ ખૂબ નજીક આવતો જતો હતો. ત્રણ-ચાર ટેકરીઓ વટાવી તેઓ એક મોટી ટેકરી પર ચડી જઇ પાછળ નીચેની તરફ નજર ફેરવી.

નીચે પહાડીઓ વચ્ચે આવેલ કેડી પર ચાંદનીના આછા પ્રકાશમાં સામેથી આવતા કાળા ઓળાઓ નજરે ચડ્યા. પ્રલય અને વિનય ફટાફટ કેડી પાસેના ઊંચા ઝાડ પર ચડી ગયા અને ઝાડની ઘટાદાર ઝુંડ વચ્ચે છુપાઇને જોઇ રહ્યા.

વેલાઓના પાંદડાંઓથી તેઓનો કમર નીચેનો ભાગ વીંટળાયેલો હતો કાળા મેશ જેવા શરીર પર માટીના લેપથી આડા-અવળા લીટા દોરેલા હતા. માથા પર જનાવરનાં શીંગડા અને વેલાઓથી રંગ-બેરંગી પક્ષીઓના પીંછાં ખોસ્યાં હતાં.

ગળામાં ખોપરી જેવા આકારના પથ્થરના મણકાની માળા પહેરેલી હતી. પહેલવાન જેવા બાંધાવાળા જંગલીઓ ભાલા અને તીર-કમઠાં હાથમાં લઇને આગળ ચાલી રહ્યા હતા. તેની પાછળના ચાર જંગલીઓ મોટો ઢોલ ઉપાડી ચાલતા હતા. બે જંગલીઓ તેઓના ખંભા પર બેઠા-બેઠા મોટાં પ્રાણીઓનાં હાડકાથી ઢોલ વગાડી રહ્યા હતા. તેની પાછળ પાંચ-છ જંગલીઓ એક લાકડાની ડોલી ઉઠાવીને આવી રહ્યા હતા. બે પાંચ આદિવાસીઓના હાથમાં મશાલ સળગતી હતી.

કાળઝાળ અંધકાર ભરી રાત ભેંકાર સન્નાટો અને તેમાં ડરામણો નગારાનો અવાજ સાથે-સાથે પ્રેતાત્મા જેવા જંગલીઓ...

એક ક્ષણ માટે તો બંનેના રોંગટા ઊભા થઇ ગયા.

ટાપુ પર ધીરે ધીરે ધુમ્મસનું આવરણ છવાતું જતું હતું. દૂર દૂરતની પહાડીઓ અને ડોલતાં ઊંચા-ઊંચા વૃક્ષો ભૂતાવળ જેવું ભયપ્રદ વાતાવરણ ઊભું કરતાં હતાં.

પ્રલય અને વિનય જે વૃક્ષ પર છુપાયા હતા તે વૃક્ષની નીચેની જંગલીઓ પસાર થયા. તે જ વખતે વાદળો વચ્ચે છુપાયેલ ચંદ્રમાં બહાર આવ્યા

નીચેથી જંગલીઓનો કાફલો પસાર થતાં જ બંનેની નજર ડોલીની અંદર પડી. ડોલીની અંદર નજર પડતાં જ બંને ચોંક્યા અને ધ્રુજી ઊઠ્યાં.

ભયનું કારણ ડોલીમાં સૂતેલ માણસો હતો. તે માણસ બીજું કોઇ નહીં પણ કદમ હતો. જંગલીઓને દરિયાના કિનારાથી થોડે દૂર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પોતાથી જુદી જ જાતના માનવને જોઇને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા હતા. પછી તેઓ કદમના દેહને કબીલામાં ઉઠાવી લાવ્યા હતા.

ત્યારબાદ જંગલીઓના સરદારે કબીલાના નિયમ પ્રમાણે પોતાના દેવતાને બલી ચડાવી દેવાનો આદેશ આપ્યો.

આ ટાપુ પર અજાણ્યા માનવને આવવાની મનાઇ હતી પણ ભૂલેચૂકે કોઇ આવી ચડે તો જંગલીઓ પોતાના દેવતાને બલી ચડાવી દેતા. લગભગ તો ટાપુના પ્રવાહનું ચુંબકીય તત્ત્વ જ તેઓનું કામ કરી દેતો.

જંગલીઓ આગળ વધી ગયા. થોડી પળો તો પ્રલય અને વિનયને શું કરવું...? તે સૂઝ્યું નહીં ? પછી તેઓ ચૂપાચૂપ ઝાડ પરથી નીચે ઊતરી ટેકરીઓ અને મોટાં મોટાં વૃક્ષની આડ લઇ જંગલીઓની પાછળ જવા લાગ્યા.

જંગલના ઊંડાણમાં વચ્ચે એક મોટા મેદાનમાં જંગલીઓ ભેગા થયા.

વાતાવરણ એકદમ ખોફનાક લાગી રહ્યું હતું.

સખ્ત પર્વતને કોતરીને એક મોટી ગુફા બનાવેલી હતી. તેના મોંનો આકાર માનવ ખોપરીનો બનાવેલો હતો. જાણે કોઇ ભયાનક દૈત્યની વિશાળ ખોપરી મૂકેલી હોય તેવું દેખાતું હતું. તે ખોપરીના આકારની ગુફા સામે થોડે દૂર એક વિશાળ દૈત્ય જેવા કિ દેવતાની લગભગ ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા બનેલી હતી. વિશાળ મૂર્તિનો દેખાવ ભયનાક હતો. તેના ચાર હાથ બનેલા હતા. એક હાથમાં માનવ ખોપરી મૂકેલી હતી. બીજા હથમાં ખડગ પકડેલું હતું. ત્રીજા હાથમાં એક મોટુ તપેલા જેવું વાસણ હતું. જેમાંથી આગ લબકારી મારી રહી હતી. ચોથા હાથમાં મોટો લોખંડનો ભાલો પકડેલો હતો. તે પ્રતિમાની આંખોએ આંખો નહીં પણ લાલ અંગારા સળગતા હોય તેવું લાગી રહ્યું હતું. તેના મોંમાંથી વરુના હોય તેવા ચાર દાંત નીકળેલા હતા. ચારે તરફ સળગતી મશાલો ગોઠવેલી હતી. તેનો લાલ-પીળો પ્રકાશ વાતાવરણમાં ફેલાયેલો હતો.

ખોપરીવાળી ગુફાની વચ્ચેના ભાગમાં પર્વતમાંથી જ કોતરી કાઢેલ એક મોટું સિંહાસન બનેલુ હતું. તે સિંહાસન પર સાત ફૂટની ઊંચાઇ અને ભરાવદાર દેહ ધરાવતો વીર પુરુષની છાપ ઊભી કરતો પહોળા સીનાવાળો એક આદમી બેઠો હતો. તેના ગળામાં ખોપરીઓની માળા હતી. હાથમાં ભાલો પકડેલો હતો. માથા પર વિકરાળ જંગલી પ્રાણીની અડધી કાપેલી ખોપરી હેલ્મેટની જેમ પહેરી હતી. ખોપરીની નીચેથી નીકળતાં તેના બાલ ઠેઠ તેના ઘૂંટણ સુધી ફેલાયેલા હતા. તેનો ચહેરો એકદમ શાંત અને સૌમ્ય લાગતો હતો.

ધાંગ...ધબાંગ...ધાગ...નગારાના શોર વચ્ચે નાચતા કૂદતા જંગલી મેદાનમાં કદમને લઇને આવી પહોંચ્યા...પ્રલય અને વિનય લપાતા-છુપાતા તેઓની પાછળ મેદાન પાસે પહોંચ્યા અને ત્યાં આવેલ એક ટેકરી પાછળ છુપાઇ જંગલીઓ શું કરે છે તે જોવા લાગ્યા.

“પ્રલય...જંગલીઓ ચોક્કસ કદમની બલિ ચડાવવા અહીં એકઠા થયા છે.”

“મને પણ એવું લાગી રહ્યું છે...” હોઠ ચાવતાં પ્રલય બોલ્યો.

“આપણે કોઇ પણ સંજોગોમાં કદમને છોડાવવો પડશે...”

“જંગલીઓ શું કરે છે તે જોવા દે. લાગ મળતાં આપણે ગોળીબાર કરતા કરતા ધસી જઇશું અને કદમને છોડાવી જંગલીમાં નાસી જઇશું...” પેટથી થોડા ઊંચા થઇ સામેની ટકફ નજર ફેરવતાં પ્રલયે કહ્યું.

ધીરે-ધીરે ટાપુ પર ગાઢ ધુમ્મસ છવાતુ જતું હતું.

જંગલીઓએ ડોલી નીચે ઉતારી ત્યારબાદ બધા જંગલીઓ કબીલાના સરદાર પાસે આવી માથું નમાવી પ્રણામ કર્યા અને તેની ભાષામાં કાંઇ વાતચીત કર્યાબાદ કદમને ડોલીમાંથી બહાર કાઢ્યો અને ત્યાં સ્થિત તેઓના દેવતાની મૂર્તિ પાસે બનાવેલ વેદીના બાજુમાં મૂકેલ સ્તંભ પાસે લાવ્યા અને સ્તંભ સાથે કદમને વેલાઓથી બાંધ્યો.

કદમ છૂટવા માટે ધમપછાડા કરતો હતો પણ તેની કોઇ જ અસર જંગલીઓ પર થતી ન હતી.

કદમને જે સ્તંભ સાથે બાંધવામાં આવ્યો હતો તે સ્તંભથી થોડા આગળ એક મોટો ગોળ ખાડો બનાવેલ હતો. જંગલીઓએ તે ખાડામાં લાકડા ભર્યા અને તેના પર ચરબી નાખી સળગાવ્યાં. લબકારા મારતી આગ સળગી ઊઠી અને પછી ફરીથી નગારાં વાગવાનાં શરૂ થયાં અને નગારાના તાલે જંગલીઓ તે સળગતી આગના અગ્નિકુંડ ફરતે નાચવા લાગ્યા અને ચારે તરફ હાથમાં મસાલો લઇ ઊભેલા જંગલીઓ બરાડા નાખતા કંઇક ગાવા લાગ્યા.

કાજળઘેરી ભયાનક અંધકારભરી રાત, ચારે તરફ નાચતા જંગલીઓ અને અગ્નિકુંડમાંથી ઊઠતી ભયાનક જવાળાનો લાલ ઘેરો પ્રકાશ...વાતાવરણ એકદમ બિહામણું લાગી રહ્યું હતું.

કદમ દહેશત ભરી ર્દષ્ટિએ જોઇ રહ્યો હતો. તેના શરીરમાં બીકથી ધ્રુજારી છૂટી રહી હતી. કચ્છની ધરાનો શૂરવીર સપૂત, મોતનો મરજીવો કદમ...અત્યારે લાચાર હતો. તે જંગલીઓ વચ્ચે ફસાઇ ગયો હતો આજ તેની સાથે કોઇ જ ન હતુ. જે હતા તે ક્યાં છે, કેવી હાલતમાં છે તેનો પણ ખ્યાલ ન હતો. તેને અચાનક અક્ષયચીનના જંગલોમાં તેઓ જંગલી ચીનાઓના હાથમાં ફસાયા હતા તે યાદ આવી ગયુંપણ ત્યારે તેમની સાથે સોમદત્ત સર, પ્રલય હતા. તેથી તે નિર્ભય હતો પણ અત્યારે તે એકલો હતો. બંધનગ્રસ્ત હાલતમાં હતો.

(ચીનની આડોડાઇ બંધ કરવા અને તેની સાન ઠેકાણે લાવવા ચીનમાં આવેલ એક ઝીલને તોડી પાડવા માટે મિશનમાં સોમદત્ત, પ્રલય, કદમ ચીનની ધરતી પર ઊતરી આવે છે. ભયાનક બર્ફિલા તુફાન અને ગાઢ જંગલમાં રખડતા મોતના મરજીવાની જીવ સટાસટનાં સાહસોની ગાથા એટલે “બર્ફિલું મોત” અચૂક વાંચવા વિનંતી.)

નગારાના અવાજોથી જંગલ ખળભળી ઊઠ્યું.

નગારાના અવાજ સાથે રાની પશુઓની ત્રાડો અને નગારાના અવાજથી બીને ચિચિયારી કરતાં પક્ષીઓના અવાજ પણ આવવા લાગ્યાં.

નગારાના તાલબંધ શોરનો અવાજ વધતો ગયો અને સાથે કોઇ ગીતોની કોરસ અને ચિચિયારીએ ખળભળાટ મચાવી દીધો. પ્રલય અને વિનય મોટા વૃક્ષોની આડ લઇને વધુ નજીક આવી રહ્યા હતા. તેઓના હાથમાં જકડાયેલી રિર્વોલ્વર કોઇ પણ ક્ષણે આગ ઓકવા તૈયાર જ હતી.

નાચગાન મોડી રાત્રી સુધી ચાલતાં રહ્યાં. પછી અચાનક કબીલાનો સરદાર ઊભો થયો અને બંને હાથ ઉપરની તરફ ઉઠાવીને જોરથી ત્રાડ પાડી. સિંહની ગર્જના જેવી ત્રાડની સાથે જ નગારા વાગતાં બંધ થયા. તે સાથે જ નાચ-ચીસાચીસ અને ગીતનો કોરસ બંધ થઇ ગયો.

એકાએક સર્વત્ર સન્નાટો છવાઇ ગયો.

ભયાનક જંગલ ઔર ડરામણું બની ગયું.

પછી બધા જ જંગલીઓ કબીલાના સરદારને સામે લાંબા થઇને સૂઇ ગયા અને કશુંક બબડવા લાગ્યા.

થોડીવાર પછી થોડી જંગલી સ્ત્રીઓ ત્યાં આવી. તે સ્ત્રીઓનો વાન કાળો હતો. પણ દેખાવે તે સુંદર લાગતી હતી. તે સ્ત્રીઓએ ગળાથી નીચે અને કમરની નીચે મોટાં પાંદડાઓનાં બનાવેલ વસ્ત્રો પહેર્યા હતાં. સ્ત્રીઓ કદમ પાસે આવી.

સ્ત્રીઓના હાથમાં એક લાકડાનો ખડગ હતો. તે ખડગમાં રહેલા કોઇ પ્રાણીના લોહીથી કદમને કપાળે ચાંદલો કર્યો અને ફૂલોથી માળા પહેરાવી.

સિંહાસન પર બિરાજમાન કબીલાના સરદારે તેની ભાષામાં કદમને બલિ ચડાવવાનો આદેશ આપ્યો અને ભીમના ભાઇ જેવો એક પહાડી દૈત્ય આગળ આવ્યો. તેના હાથમાં મોટો ચમકતો ધારિયો પકડેલો હતો. દૈત્ય કદમની પાસે આવીને ઊભો રહ્યો અને કશુંક બબડવા લાગ્યાં.

ફરીથી નગારાનો તાલબંધ અવાજ સન્નાટાભર્યા વાતાવરણમાં ગુંજી ઊઠ્યો.

‘હેય...હેય...તે કદમનો વધ કરવા જઇ રહ્યો છે.’

પ્રલયની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ. તેનો ચહેરો તપાવેલા તાંબા જેવો થઇ ગયો, તેના મોંમાંથી ગુરરાટી નીકળી રહી હતી. ક્રોધના આવેશમાં તેનું શરીર કંપી રહ્યું હતુ.

“વિનય...હું કદમને બચાવવા જાઉં છું. તું અહીંથી ગોળીબાર કરતાં પહેલાં તો કદમને મારવા જઇ રહેલ જંગલી પાડાને મારી દેજે, પછી સતત ફાયરિંગ કરતો રહેજે...” શર્ટને ઉતારી ફેંકતાં પ્રલય ટેકરી પરથી છલાંગ લગાવીને કૂદ્યો.

દેત્ય જેવા તે જંગલીએ કદમનો વધ કરવા છૂરો ઊંચો કર્યો.

“હે...એ...એ...એ...એય...” પ્રલયે જોરથી ચીસ પાડી અને તેની તરફ દોડ્યો.

“ધાંય...ધાંય...” ના અવાજ સાથે જંગલને ખળભળાવી નાખતો શોર મચાવતી વિનયની રિર્વોલ્વરમાંથી આગ ઓકતી ગોળી છૂટી અને કદમને મારવા ઊંચા થયેલાં જંગલીઓનાં હાથના બાવડામાં ઘૂસી ગઇ.

તે જંગલી દૈત્યના હાથમાંથી છૂરો નીચે પડી ગયો અને તેનો હાથ બાવડામાંથી તૂટી લટકી પડ્યો. બાવડામાંથી લોહીની ધારા છૂટી, દૈત્યના ગળામાંથી ચીસ સરી પડી. તે પોતાનો હાથ પકડીને અવાચક બની ઊભો રહ્યો. તેના ચહેરા પર દહેશતના ભાવ રેલાયા.

પ્રલયની જોરદાર ચીસ અને ગોળીના ધમાકાના અવાજથી જંગલનો વિસ્તાર ખળભળી ઊઠ્યો. જંગલીઓ ચમક્યા અને આશ્ચર્ય સાથે પ્રલયને જોઇ રહ્યા. નગારાના અવાજ બંધ થઇ ગયા.

દોડતા પ્રલયે જમ્પ મારી અને તે દૈત્ય પાસે પહોંચી ગયો અને પછી સૌએ કોતુંક નિહાળ્યું. પ્રલયે તે મહાકાય દૈત્યને બંને હાથના બાવડાની તાકાતથી અધ્ધર ઉઠાવ્યો. પ્રલયનો એક હાથ તે દૈત્યના બાવડા પર જકડાયેલો હતો અને બીજો હાથે તેની જાંઘ પર જકડાયેલો હતો.

અધ્ધર ઊંચકેલા તે જંગલીને ગોળ-ગોળ ફેરવતા પૂરા જોશ સાથે બેઠેલા કબીલાના સરદાર તરફ “ઘા” કર્યો.

તે જંગલીનો કદાવર દેહ ફૂટબોલના દડાની જેમ ઊછળતો કબીલાના સરદારના પગ પાસે ધડામ અવાજની સાથે પટકાયો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED