પતિ પત્ની અને પ્રેત

(3.8k)
  • 332.3k
  • 115
  • 163.2k

વિરેન અને રેતાના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં હવે લોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન જ નહીં તેના આખા પરિવારે એમને સંમતિ આપી હતી. વર્ષો પછી લોકોએ સાચા લગ્ન જોયા હોય એવું લાગ્યું. લગ્નમાં કોઇને કોઇ કારણસર મોડું થઇ જતું અને એની સીધી અસર લગ્નની વિધિના સમય પર થતી.

Full Novel

1

પતિ પત્ની અને પ્રેત - 1

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧ વિરેન અને રેતાના લગ્ન થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં હવે લોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન ...વધુ વાંચો

2

પતિ પત્ની અને પ્રેત - 2

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨ વિરેનની કાર મુખ્ય માર્ગ પર આવી ત્યારે વરસાદનું વધી ગયું હતું. આજનો વરસાદ એને ભયાનક લાગી રહ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે વરસાદનું આવું રોદ્ર રૂપ જોયું ન હતું. વીજળીના ચમકારા સાથે તેના દિલમાં પણ ડરનો ચમકારો થઇ રહ્યો હતો. કંપની સાથેની વફાદારી તેને આજે જવા માટે મજબૂર કરી ગઇ હતી. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. વિદેશથી ડિલિગેશનને આજ સમય મળ્યો અને એમની સાથે જેણે જવાનું હતું એ આવા જ સમય પર બીમાર કેમ થયો? એવો અફસોસ વ્યક્ત કરતો વિરેન સંભાળીને કાર ચલાવી રહ્યો હતો. પોતાના લગ્ન હમણાં થયા ના ...વધુ વાંચો

3

પતિ પત્ની અને પ્રેત - 3

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩ વિરેનને ભારે વરસાદમાં નીકળી જોઇ રેતાના મનમાં એક ડર પેઠો અને તેનાથી વિરેનના નામથી ધીમી ચીસ પડાઇ ગઇ હતી. "વિરેન....સંભાળીને..." વહેલી સવારનો સમય હતો અને ઘરના બધાં જ ઊંઘતા હતા એટલે કોઇને રેતાનો અવાજ સંભળાયો ન હતો. તેના દિલમાં એક કસક ઊઠી. ન જાણે કેમ આ તોફાની વરસાદ તેના દિલમાં ડરનું તોફાન ઊભું કરી રહ્યો હતો. તેના મનમાં આશંકા ઊભી કરી રહ્યો હતો:"વિરેન, હેમખેમ પાછો આવી જશે ને..." ચારે તરફ અંધારાનું સામ્રાજ્ય હતું અને વરસાદનો અવાજ ભયાનકતા વધારી રહ્યો હતો. રેતાને પોતાના વિચારો પર ગુસ્સો આવ્યો. વિરેનને શું થવાનું હતું? આમ ગભરાયા કેમ ...વધુ વાંચો

4

પતિ પત્ની અને પ્રેત - 4

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪વિદેશી ડેલિગેશન સાથેની મુલાકાત પતાવીને વિરેન ફેકટરી પરથી ઘરે જવા નીકળ્યો ત્યારે તો એમ જ સમજતો હતો કે સીધો ઘરે જ જઇને ઊભો રહેશે. હજુ લગ્નના દિવસ આંગળીના વેઢે ગણાય એટલા જ થયા હતા. રેતા એની કાગડોળે રાહ જોતી હશે એની એને ખબર હતી. તે જલદી ઘરે પહોંચવા માગતો હતો. એ સાથે રેતાને સરપ્રાઇઝ આપવા એક સ્થળ જોઇ લેવા માગતો હતો. ફેકટરી પરથી કાર લઇને નીકળેલો વિરેન થોડે દૂર ગયો પછી એક વળાંક આવ્યો ત્યાં બીજા રસ્તે વળી ગયો. તેણે ઘડિયાળમાં જોયું અને એક કલાક મોડું થશે એવી ગણતરી કરી. તે કારને ઝડપથી ચલાવીને ...વધુ વાંચો

5

પતિ પત્ની અને પ્રેત - 5

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૫રેતાના માથા પર ચાંદલો ટકતો જ ન હતો. તેની સાથે હવે સાસુ દક્ષાબેનના ભયનાં બીજ રોપાઇ ચૂક્યા હતા. એક તરફ વિરેનના કોઇ સમાચાર ન હતા અને બીજી તરફ વહુનો ચાંદલો નીકળી જતો હતો. દક્ષાબેને બોલ્યા:"વહુ, કાળજી રાખો. એક નાનકડો ચાંદલો સચવાતો નથી. આ તો સૌભાગ્યનું ચિન્હ છે..."ગિનીતાએ બીજો ચાંદલો આપતા કહ્યું:"ભાભી, આ લો લગાવી દો... અને મમ્મી, તું અત્યારે બીજી વાત રહેવા દે. ભાભી કંઇ જાણી જોઇને ચાંદલો કાઢી નાખતા નથી. એમના કપાળ પરના પરસેવાના બિંદુઓને તો જો. એના કારણે ચાંદલો ટકતો નથી. એક તરફ ભાઇના કોઇ સમાચાર નથી એની ચિંતા છે ત્યારે તું ...વધુ વાંચો

6

પતિ પત્ની અને પ્રેત - 6

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૬રેતા 'વિરેન' ના નામની ચીસ પાડીને પથારીમાં બેઠી થઇ ગઇ. આજે ગિનીતા બાજુમાં જ સૂઇ ગઇ હતી. એ ગભરાઇને જાગી ગઇ. જોયું તો રેતા બે હાથ ફેલાવી 'વિરેન...વિરેન...' ની બૂમો પાડી જાણે એને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના કપાળ પર પરસેવો હતો. ડરથી તે ધ્રૂજી રહી હતી. ગિનીતાએ રેતાને હચમચાવી. "ભાભી...ભાભી...આંખો ખોલો...શું થયું છે?"રેતા એક આંચકા સાથે વાસ્તવિકતામાં આવીને આંખો ચોળતી આમતેમ જોવા લાગી. પોતે ઘરના બેડરૂમમાં હતી અને બાજુમાં ગિનીતા એના શરીરને હલાવી રહી હતી. 'ઓહ! તો શું પોતે સપનું જોઇ રહી હતી?" એક પળ તો તેને આ સપનું હતું એમ માની ...વધુ વાંચો

7

પતિ પત્ની અને પ્રેત - 7

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૭રેતાએ રોડ પર ચમકતી વસ્તુ જોઇ. તેને લાગ્યું કે એ કાચના ટુકડા છે. કિરણો તેના પર પડી રહ્યા હતા. એ કાચ કોઇ અકસ્માતમાં પડ્યા હોય શકે. તેણે કારને રોડની બાજુ પર લેવા કહ્યું. રોડ બહુ સાંકડો હતો. બંને તરફથી વાહનોની અવરજવર થતી હતી. ડ્રાઇવરે થોડે દૂર જઇ એક જગ્યાએ મુશ્કેલીથી કારને અડધી રોડ પર અને અડધી રોડની બાજુની કાચી જગ્યામાં પાર્ક કરી. તેણે બંનેને રોડ તરફ જ ઉતરવા તાકીદ કરી. બીજી બાજુ ઊંડી ખાઇ હતી. રેતા અને રિલોક કારમાંથી ઉતરીને કાચ પડ્યા હતા ત્યાં પહોંચ્યા. એક ટ્રક આવી એટલે તેની નજીક જતાં અટકી ગયા.રેતા ...વધુ વાંચો

8

પતિ પત્ની અને પ્રેત - 8

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૮વિરેનને કંઇ સમજાતું ન હતું. એ પોતે જ પોતાની ઓળખાણ કેમ પૂછી છે? આ સ્ત્રી હું સાજો થયા પછી મને બધું યાદ આવી જશે એમ કેમ કહી રહી છે? હું મારો ભૂતકાળ ભૂલી ગયો છું? મને કેમ કંઇ યાદ આવી રહ્યું નથી. આ સ્ત્રી ખરેખર છે કોણ? તે મને આટલો બધો પ્રેમ કેમ કરી રહી છે? એનું ચુંબન, એનો સ્પર્શ મને કોઇ બીજી જ દુનિયામાં લઇ જઇ રહ્યો છે. હું તેના મોહપાશમાં બંધાયેલો કેમ લાગું છું? એ છેજ કેટલી સુંદર અને નખરાળી. અત્યારે મને કહીને કેવી મટકાતી ચાલે જઇ રહી છે. તેના અંગેઅંગમાંથી મસ્તી ...વધુ વાંચો

9

પતિ પત્ની અને પ્રેત - 9

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૯રેતાએ રિલોકને અટકાવ્યો પણ એનો ગુસ્સો વ્યાજબી લાગતો હતો. ટેમ્પો ડ્રાઇવર શીવલાલે સુધી કહેલી બધી વાત દવાખાનું બંધ જોયા પછી અને ત્યાં મળેલા વૃધ્ધની વાતથી ખોટી ઠરતી હતી. રેતાએ રિલોકને અટાકાવ્યો છતાં તેણે શીવલાલની ફેંટ છોડી નહીં. તેને શીવલાલ પર ભારે ગુસ્સો આવતો હતો:"ભાભી, આ લાતોના ભૂત છે, વાતોથી માનશે નહીં. એણે આપણાને ગેરમાર્ગે દોર્યા છે. જો કાર ખીણમાં પડી ગઇ હોય તો અકસ્માત પછી એમાંથી વિરેન કેવી રીતે બચીને બહાર નીકળી શક્યો હોય? કાર ખીણમાં પડી ગયા પછી વિરેનને તેણે જોયો હોવાની વાત મને તો પહેલાંથી જ માનવામાં આવતી ન હતી. આપણે આને ...વધુ વાંચો

10

પતિ પત્ની અને પ્રેત - ૧૦

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦નાગદા જાણતી હતી કે વિરેન ઇજાગ્રસ્ત છે, એના શરીરમાં હજુ દુ:ખાવો છે. સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી રાહ જોવાનો સમય ન હતો. પોતાની કામુક અદાઓથી તેને વશમાં કરી લેવાનો હતો. જયારે ખબર પડી કે વિરેન અકસ્માતમાં તેની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે ત્યારે તે વધારે ખુશ થઇ હતી. હવે વિરેન પોતાના પર આધારિત હતો. પોતે જે કહે એ એણે માની લેવાનું હતું. તેના માટે પોતાનો આશય પૂરો કરવાનું સરળ બની ગયું હતું. પોતે જે કહેશે એ વાત વિરેન સ્વીકારી લેવાનો હતો. વિરેન તેના પર મોહિત થઇ રહ્યો હતો. પોતાની કાયાને શસ્ત્ર બનાવીને નાગદા આજે કામ ...વધુ વાંચો

11

પતિ પત્ની અને પ્રેત - ૧૧

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧જામગીરે કહ્યું કે દવાખાનામાં કોઇ નર્સ કામ કરતી જ ન હતી ત્યારે રેતાએ છોકરી કોણ હતી એવો સવાલ કર્યા પછી જામગીરના મોંમાંથી શબ્દો નીકળતા ન હતા. રેતાને ખ્યાલ આવી ગયો કે એમના દિલમાં ગભરાટ વ્યાપેલો છે. નર્સ છોકરીનું રહસ્ય કહેતાં એ ધ્રૂજી રહ્યા છે. કોઇ ડર એમને સતાવી રહ્યો છે. 'એ...એ....' કહેતાં જામગીર અટકી ગયા એટલે રેતાનો જીવ વધારે વ્યાકુળ બની ગયો. એણે જામગીરના બંને ખભા પકડી સહારો આપતી હોય એમ કહ્યું:"કાકા, કોણ હતી એ? તમે ગભરાશો નહીં. અમે બેઠાં છે....""બેટા.... એ.... એના વિશે કહેવું કે નહીં એની મૂંઝવણ છે. થોડો ડર પણ.... અનુભવું ...વધુ વાંચો

12

પતિ પત્ની અને પ્રેત - ૧૨

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨જામગીરના ચહેરા પર એ સમયના ભાવ આવી ગયા. ડો.ઝાલનની પોતાની પુત્રી ગાંડી ગઇ હોવાની વાતનું આશ્ચર્ય જામગીરના ચહેરા પર અત્યારે પણ એવું જ જોવા મળી રહ્યું હતું. બધાં એકચિત્ત થઇ જામગીરની વાત સાંભળી રહ્યા હતા. રેતા અને રિલોકના ચહેરા પણ નવાઇથી જામગીરને તાકી રહ્યા હતા. ત્યારે શિવલાલ કલ્પના કરતો હતો કે પોતે જે છોકરીને મળ્યો એ ખરેખર ડો.ઝાલનની ગાંડી છોકરી જયના જ હશે?જામગીર ડો.ઝાલન સાથેની એ મુલાકાતનું અનુસંધાન કરતાં બોલ્યા:"મેં નવાઇથી એમને પૂછ્યું કે તમને ક્યારથી એવું લાગે છે?"ડો.ઝાલને જવાબમાં કહ્યું કે હું એને સારવાર અપાવી પાછો ફર્યો એ પહેલાં ત્યાં મને અંદાજ આવી ...વધુ વાંચો

13

પતિ પત્ની અને પ્રેત - ૧૩

પતિ પત્ની અને પ્રેત- રાકેશ ઠક્કરપ્રકરણ- ૧૩જામગીરની વાતમાં રેતા અને રિલોકને રસ પડી રહ્યો હતો. બંને જામગીરની વાત મનોરંજન સાંભળી રહ્યા ન હતા. તેમની વાત સાથે કઇ રીતે વિરેનની વાત સંકળાવાની છે એમાં વધારે રસ હતો. જામગીરે ડૉકટર ઝાલનના લગ્નની વાત શરૂ કરવાની સાથે એમ પણ કહ્યું કે એમને ખબર ન હતી કે લગ્નનો નિર્ણય કેવો ભારે પડવાનો છે. જામગીરે વાતને આગળ વધારી.ડૉ.ઝાલન હંસા સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. આ વાત પુત્રી જયનાને કરવી કે નહીં એની મૂંઝવણમાં હતા. જયનાને સાચવવાની ખાતરી તો હંસા પાસેથી મેળવી લીધી હતી. બીજી તરફ જયના હંસાને મા તરીકે સ્વીકારશે કે નહીં ...વધુ વાંચો

14

પતિ પત્ની અને પ્રેત - ૧૪

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪નરવીર નાગદાને પત્ની તરીકે સ્વીકારી રહ્યો ન હતો. નાગદા એની પત્ની તરીકેનો ભોગવવા ઉતાવળી બની હતી. નાગદાએ પોતાના રૂપનો જાદૂ ચલાવી જોયો એમાં સફળ થઇ ન હતી. નાગદાને થયું કે આ કમાલનો પુરુષ છે. રૂપનો જામ એના મોં સુધી આપું છું છતાં તરસ્યો જ રહે છે. હું રૂપનો કટકો છું. મારો લટકો સવા લાખનો છે. કોઇપણ પુરુષને દિલથી ઘાયલ કરે એવી મારી કંચનવર્ણી કાયા છે. એનાથી નરવીર મોહિત થઇ રહ્યો નથી. મારા અંગેઅંગ ખીલતી ગુલાબની પાંખડીઓ જેવા છે. બીજો કોઇ પુરુષ હોય તો આવું દઝાડતું રૂપ જોઇને મારી કાયાને ભીંસી નાખે. આ નર દૂર ...વધુ વાંચો

15

પતિ પત્ની અને પ્રેત - ૧૫

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ચિલ્વા ભગતે મંગળસૂત્રને સાચવવાનું કહ્યું એટલે રેતાનો હાથ ગળામાં લટકતા મંગળસૂત્ર પર ગયો હતો. મંગળસૂત્ર કોઇ ઝૂંટવી લેવાનું હોય એમ તેણે જમણા હાથે એને છાતી પર દાબી દીધું હતું. ચિલ્વા ભગતે મને નહીં અને મારા મંગળસૂત્રને સાચવવાની વાત કેમ કરી? એવા અનેક પ્રશ્ન રેતાને થઇ રહ્યા હતા. રેતાને એટલું સમજાઇ રહ્યું હતું કે તેમની પાસે વિરેન અંગે નક્કી કંઇક તો માહિતી છે. એ વાતની એમને કેવી રીતે ખબર પડી કે હું એમની પાસે જવાની છું. મને તો જામગીરકાકા લઇને આવ્યા છે. જો જામગીરકાકા અમને મળ્યા ના હોત તો કદાચ શીવલાલને ખોટો ગણીને પરત ...વધુ વાંચો

16

પતિ પત્ની અને પ્રેત - ૧૬

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ નાગદાએ જામગીરને જોયા પછી તેના મનમાં જાતજાતના વિચાર આવી ગયા. પિતા ખાસ મિત્ર એવા જામગીરકાકા અહીં કેમ આવ્યા હશે? એ મારા આ ચહેરાને ઓળખતા નથી પણ હું પિતાના ઘરમાં જ રહું છું એટલે કોઇ શંકા ઊભી થઇ શકે છે. એવી કોઇ શંકાને જામગીરકાકાના મનમાં સ્થાન જ ના રહે એ માટે નાગદાએ મનથી સ્વસ્થ થઇ અજાણ્યા થઇ નવાઇથી પૂછ્યું:"કોણ છો તમે?"જામગીર નાગદાને જોઇ રહ્યા. તેનો ચહેરો જયના સાથે કોઇ રીતે મળતો આવતો ન હતો. ચિલ્વા ભગતે શા માટે અહીં મોકલ્યા છે એનો એમને અંદાજ આવી રહ્યો ન હતો. નાગદાને જવાબ આપતાં જામગીરે કહ્યું:"હું ગામનો એક ...વધુ વાંચો

17

પતિ પત્ની અને પ્રેત - ૧૭

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭જામગીરે રેતાને આશ્વાસન આપ્યું. જામગીર ચિલ્વા ભગતને સારી રીતે ઓળખતા હતા. એની શક્તિઓથી પરિચિત હતા. એમને વિશ્વાસ હતો કે ચિલ્વા ભગત રેતાને એનો પતિ પાછો અપાવશે. અલબત્ત એ સરળ ન હતું એ પણ સારી રીતે જાણતા હતા. બધાં ચિલ્વા ભગતના મકાન પાસે પહોંચ્યા. શિવલાલને કાર પાસે જવાનું કહી રેતા જીવાબેનને ત્યાં ગઇ અને લાવરું પાછું આપી પોતાના કપડાં પહેરીને પાછી ફરી ત્યારે જામગીર અને ચિલ્વા ભગત ગંભીર થઇને બેઠા હતા. રેતાએ ફરી રડવાનું શરૂ કરી દીધું. ચિલ્વા ભગત આંખો ખોલી આકાશ તરફ એક નજર નાખીને બોલ્યા:"બેન, તારું આ મંગળસૂત્ર સાચવજે. જ્યાં સુધી તારા ગળામાં ...વધુ વાંચો

18

પતિ પત્ની અને પ્રેત - ૧૮

પતિ પત્ની અને પ્રેત ૧૮ - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮રેતા અને રિલોકના પ્રશ્નો સાંભળી ચિલ્વા ભગત સહેજ હસ્યા અને થોડીવાર આંખો કરી કંઇક સ્મરણ કરતા હોય એમ બેસી રહ્યા. પછી બોલ્યા:"જામગીરકાકાએ મને જે વાત કરી હતી એના પરથી મને અંદાજ આવી ગયો હતો. એટલું જ નહીં મારી શક્તિઓએ પણ મને અહેસાસ કરાવ્યો કે ડૉ.ઝાલનની હત્યા જયનાએ જ કરી છે. જયના ભલે મૃત્યુ પામી છે પણ એનું પ્રેત ફરી રહ્યું છે. એની અધૂરી ઇચ્છા એના પ્રેતને આ વિસ્તારમાં ભટકાવે છે. ડૉ.ઝાલનના અંતિમ સંસ્કારની ગામલોકો વ્યવસ્થા કરી રહ્યા હતા ત્યારે જામગીરકાકા મને એક ખૂણામાં લઇ ગયા અને એમણે જે વાત કરી એ સાંભળીને કોઇપણ ...વધુ વાંચો

19

પતિ પત્ની અને પ્રેત - ૧૯

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯જામગીરની મજબૂરી જાણવાની બધાંની ઉત્સુક્તા વધી ગઇ હતી. ડૉ.ઝાલને જયનાની હત્યા કરી એ વાતની જામગીરને ખબર હતી છતાં તેમણે લોકોને જણાવી ન હતી. જામગીરની આંખોમાં દર્દ આંસુ બનીને છલકાયું. રેતાએ એમને રડવા દીધા. જામગીરે પોતાના પર કાબૂ મેળવી કહેવાનું શરૂ કર્યું:"બેટા, ડૉ.ઝાલન જે હંસા સાથે લગ્ન કરવા માગતા હતા એ મારી દીકરી જેવી હતી. મારા ભાઇ ગીગાગીરની એ દીકરી હતી. ઘણાં વર્ષોથી અમારી વચ્ચે સંબંધ નથી. મારા પિતાની જમીનના ભાગ પાડવામાં આવ્યા ત્યારે પરિવારમાં વિવાદ થયો હતો. અમે બધાં અલગ થઇ ગયા હતા. અમારી વચ્ચેનો સંબંધ કપાઇ ગયો હતો. મને ડૉ.ઝાલને જ્યારે કહ્યું કે ...વધુ વાંચો

20

પતિ પત્ની અને પ્રેત - ૨૦

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦રેતાએ પોલીસને જાણ કરવાનું કહ્યું એ પછી ચિલ્વા ભગત અને જામગીરકાકાની આંખો વચ્ચે વાત થઇ. એ જોઇ રેતાને શંકા ઊભી થઇ કે તેણે બંને પર ભરોસો કરીને કોઇ ભૂલ તો કરી નથી ને? તે આ વિસ્તારમાં અજાણી છે. અહીંના લોકોને જાણતી નથી. જયનાનું ભૂત ક્યારે શું કરી દે એ કહેવાય એમ નથી. તેણે આ બંને પર કોઇ જાદૂ કરી દીધો હોય તો હું ફસાઇ જાઉં. જયના આ બંનેને પોતાના તરફ કરી લેશે તો પોતે વિરેનને પાછો મેળવી શકશે નહીં. અત્યારે તો આ બંને પર જ બધો આધાર છે.રેતાની આંખોમાં પ્રશ્ન વાંચી ચિલ્વા ભગત બોલ્યા:"બેન, ...વધુ વાંચો

21

પતિ પત્ની અને પ્રેત - ૨૧

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧જામગીરે જોયું કે નાગદા ક્યાંક જવા નીકળી છે. એ ક્યાં ગઇ અને કામ માટે ગઇ એની કલ્પના કરતા જામગીર અચાનક થોડે દૂર કોઇની હલનચલનથી ચોંકી ગયા. તે નવાઇથી જોતાં વિચારવા લાગ્યા. આટલી રાત્રે અંધારમાં કોણ હશે? એ શું કરે છે એના પર નજર રાખવી પડશે. જામગીર ઝાડની ઓથે છુપાઇને નાગદાના ઘર પર નજર રાખવા સાથે એ તરફ પણ નજર કરતા હતા જ્યાં કોઇ હોવાનો ભાસ ઊભો થયો હતો. એ વ્યક્તિ ઝાડની ઓથેથી બહાર આવી અને નાગદાના ઘર તરફ જવા લાગી. જામગીરને પહેલાં તો થયું કે આ નાગદા જ તો નહીં હોય ને? તે રૂપ બદલીને ...વધુ વાંચો

22

પતિ પત્ની અને પ્રેત - ૨૨

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ચિલ્વા ભગતના ઘર પાસેનું વાતાવરણ ડરામણું ભાસતું હતું. કાચાપોચા દિલના માણસને ગભરાવી એવું હતું. ઘરની આસપાસ બધી સામગ્રી વેરવિખેર પડી હતી. કોઇ તોફાન આવી ગયા પછીની શાંતિ હતી. જામગીર કે રેતાને એવો આંચકો લાગ્યો કે કોઇ એક શબ્દ બોલી શક્યું નહીં. બંને એકબીજા સામે ડર અને આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.જામગીરને ખ્યાલ આવી ગયો કે નક્કી કોઇ મોટી ઘટના બની ગઇ છે. અગ્નિકુંડની રાખ તણખા સાથે હવાની લહેરખીમાં ઉડી રહી હતી. ચિલ્વા ભગતે સાધના માટે રાખેલી વસ્તુઓ ગમે ત્યાં પડી હતી. જામગીરે જોયું તો ઘરનો મુખ્ય દરવાજો તૂટીને બાજુ પર પડયો હતો. તે સાવચેતીથી આગળ ...વધુ વાંચો

23

પતિ પત્ની અને પ્રેત - ૨૩

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩રેતાને ક્યાંય ના જોઇને જામગીરને જયનાનો ડર લાગ્યો. જયનાનો હવે ભરોસો ન હતો. ભગતે રાત્રે જ ચેતવ્યા હતા. જયનાની સાથે તેમને શું વાત થઇ અને તેની ચુંગાલમાંથી તે કેવી રીતે બચી ગયા એ જાણવાનું બાકી છે ત્યારે આ નવી આફત આવી ગઇ છે. રેતાનો રૂમ ખુલ્લો રાખીને ભૂલ કરી છે. એને મારા રૂમમાં જ સૂવાનું કહેવાની જરૂર હતી અથવા મારે રાત્રે જાગતા રહીને ઘરની ચોકી કરવાની જરૂર હતી. રેતાએ સવાર સવારમાં ઉંઘ હરામ કરી દીધી છે. આ વાતની ખબર પહેલાં ચિલ્વા ભગતને કરવી પડશે.વિચાર કરતાં જામગીર ઝડપી પગલે ચિલ્વા ભગતના ઘર પાસે પહોંચ્યા ત્યારે ...વધુ વાંચો

24

પતિ પત્ની અને પ્રેત - ૨૪

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪નાગદાના મનમાં ખુશીનો પાર ન હતો. એ ખુશીથી અંગઅંગેમાં ઉત્સાહ અને ઉન્માદ મારવા લાગ્યો હતો. નરવીર તેની સાથે સંબંધ બાંધીને પોતાને પ્રેતમાંથી પત્ની બનાવી દે એની ઘણા દિવસોથી નાગદા રાહ જોતી હતી. આજે એ ઘડી આવી પહોંચવાની એંધાણી નરવીરનું વર્તન આપતું હતું. જયનાનું મૃત્યુ થયું અને તેની લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી ત્યારે તેના જીવને મોક્ષ ના મળ્યો અને પ્રેત બની ગઇ. પ્રેત બન્યા પછી જ્યારે તે પ્રેતનગરીમાં કાળરાજ ભૈરવ પાસે ગઇ અને પોતાની લગ્નની ઇચ્છા પૂરી કરવા માર્ગદર્શન માગ્યું ત્યારે તેને કાળરાજે કહ્યું કે તારે લગ્ન કરવા હોય તો પ્રેતયોનિમાંથી ફરી માનવરૂપમાં આવવું ...વધુ વાંચો

25

પતિ પત્ની અને પ્રેત - ૨૫

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫જામગીર ધારીને જશવંતભાઇનો ચહેરો જોવા લાગ્યા. એમના ચહેરા પરથી કોઇ ઓળખાણ મળતી હતી. તે આ અગાઉ ક્યારેય મળ્યા ન હતા. એમની દીકરીને શોધતા દૂરથી આવી પહોંચ્યા હોય એવું ચહેરા પરથી લાગતું હતું. બંનેના ચહેરા પર દીકરી ગૂમ થયાની ચિંતા અને પ્રવાસનો થાક દેખાતો હતો. જામગીર ઘર તરફ જઇ રહ્યા હતા. એમને રેતાની ચિંતા હતી ત્યાં આ અજાણ્યા દંપત્તિ એમની પુત્રીની ચિંતા લઇને આવી પહોંચ્યા હતા. પોતાની પુત્રીને જોઇ હોવાના તેમના સવાલનો કોઇ જવાબ એમની પાસે ન હતો. પણ તે દંપતીને નિરાશ કરવા માગતા ન હતા. એમણે કહ્યું:"હું અહીં નજીકમાં મારા ઘરે જઇ રહ્યો છું. ...વધુ વાંચો

26

પતિ પત્ની અને પ્રેત - ૨૬

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬નાગદા અને રેતાનો પહેલી વખત આમનો- સામનો થઇ રહ્યો ન હતો. અગાઉ સાથે તે નાગદા પાસે લાવરું લેવા આવી હતી. ત્યારે રેતાને પાકી ખબર ન હતી કે નાગદા જ એના પતિ વિરેનને લઇ ગઇ છે. અને નાગદાને અંદાજ ન હતો કે જેના પતિને તે પોતાનો પતિ બનાવવા પ્રયત્ન કરી રહી છે એ જ આ રેતા છે. આજે બંને એ વાતથી અવગત હતી. નાગદાને ખબર પડી ગઇ હતી કે વિરેન રેતાનો પતિ છે. અને રેતાને પાકો વિશ્વાસ હતો કે વિરેન નાગદાને ત્યાં છે. અને એટલે જ રેતા વહેલી સવારે નાગદાને ઉંઘતી ઝડપવા માગતી હતી. રેતાને ...વધુ વાંચો

27

પતિ પત્ની અને પ્રેત - ૨૭

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭નાગદાએ રેતાને ધક્કો મારી બહાર કાઢી મૂકીને ઘરનો દરવાજો બંધ કરી દીધો. પણ મનના દરવાજામાંથી વિચારોનું ટોળું દોડી આવ્યું. રેતા અહીં કેવી રીતે આવી ગઇ? તેણે મારા દરવાજાનું તાળું કેવી રીતે ખોલ્યું હશે? તેનું મંગળસૂત્ર મારી આંખો કેમ આંજી દેતું હતું? નરવીરને રેતા ઓળખાઇ ગઇ તો નહીં હોય ને? પછી એનું મન જ એને જવાબો આપવા લાગ્યું. નરવીરે રેતાને ઓળખી નહીં જ હોય. તેણે કહ્યું કે આ ગાંડી સ્ત્રી અગાઉ પણ ફરતી હતી અને તેના સાયબાની બૂમો પાડતી હતી. પોતે પરિસ્થિતિને બરાબર સંભાળી લીધી છે. રેતાને પોતાની શક્તિથી મગજ પર હળવો ભ્રમ આપી દીધો ...વધુ વાંચો

28

પતિ પત્ની અને પ્રેત - ૨૮

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮ચિલ્વા ભગતે રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવી દીધા પછી રેતાની ચિંતા થઇ. જયના પાસે જવા દઇને મોટું જોખમ લીધું હતું. હવે એ સિવાય કોઇ માર્ગ પણ ન હતો. રેતાએ જયનાનો સામનો કરવાનો જ હતો. એ પતિવ્રતા સ્ત્રી છે. પ્રેતની ચુંગાલમાંથી એના પતિને પાછા લાવવા એણે જ પોતાની સ્ત્રીશક્તિ વાપરવાની હતી. જયનાને વિશ્વાસથી મોકલી હતી. હજુ સુધી તે પાછી ફરી ન હતી. ચિલ્વા ભગતને અમંગળ કલ્પનાઓ થવા લાગી હતી. રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવ્યા પછી એકદમ વિચાર આવ્યો અને કહ્યું:"ભાઇ, એક મિનિટ ઊભો રહે હું પણ આવું છું...અને તારાથી એક વાત છુપાવી હતી તે કહી ...વધુ વાંચો

29

પતિ પત્ની અને પ્રેત - ૨૯

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯જશવંતભાઇ અને જાગતીબેન નાગદાને ત્યાં જઇને આવ્યાં અને કહ્યું કે ત્યાં એમની નહીં પરંતુ બીજી કોઇ છોકરી છે. એમની એ વાત જામગીર, ચિલ્વા ભગત અને રિલોકના માનવામાં આવતી ન હતી. ત્રણેય જણે જશવંતભાઇ પાસેની તસવીર જોઇ હતી. એમાં સ્વાલાનો ચહેરો અદ્દલ નાગદા જેવો જ હતો. જયનાના પ્રેતની આ કોઇ ચાલાકી લાગે છે.જશવંતભાઇ કહે:"તમારામાંથી કોઇ એક જણે અમારી સાથે આવવાની જરૂર હતી...તમને પણ ખાતરી થઇ ગઇ હોત કે ત્યાં સ્વાલા નથી. તમારા બધાંની કોઇ ગેરસમજ થતી લાગે છે. સ્વાલાને તમે કદાચ એકાદ વખત જોઇ હશે અને એ ત્યાંથી નીકળી ગઇ હશે. એવું પણ બની શકે કે ...વધુ વાંચો

30

પતિ પત્ની અને પ્રેત - ૩૦

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૦ચિલ્વા ભગત પાછળ રિલોક અને જામગીર ચાલવા લાગ્યા. રેતાને એકલી મોકલવા બદલ ચિલ્વા હવે અફસોસ થઇ રહ્યો હતો. રેતાને શોધવા માટે આખું ગામ ખુંદી વળવું પડશે. જશવંતભાઇ હમણાં જ નાગદાના ઘરની મુલાકાત લઇને આવ્યા છે. એમણે રેતાને જોઇ નથી. તે જામગીરકાકાના ઘરે પણ આવી નથી. ચિલ્વા ભગતે વિચારીને કહ્યું:"ચાલો, પહેલાં મારા ઘર પર નજર કરતા જઇએ. રેતા કદાચ ત્યાં મને મળવા આવી હોય અને રાહ જોતી હોય તો..."રિલોક અને જામગીર એમને અનુસર્યા.ચિલ્વા ભગતના ઘર પાસે કોઇ દેખાયું નહીં. રેતા અહીં આવી હોય એવું લાગતું ન હતું. ત્યાં એક મહિલા દોડતી આવી. તેના વેશ પરથી ...વધુ વાંચો

31

પતિ પત્ની અને પ્રેત - ૩૧

પતિ પત્ની અને પ્રેત ૩૧ - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧નાગદાએ નરવીરને ઘરની બહાર નીકળવાની કોઇ તક આપી ન હતી. તેની બધી સારી થાય પછી એને બહાર જવાની વાત કરી હતી. નાગદા ઇચ્છતી હતી કે નરવીર જલદી સંપૂર્ણ સ્વસ્થ ના થાય. અને ત્યાં સુધી એ એના બાળકની મા બનવાનું આયોજન કરી લે. આજે તે સ્વાલાના મા-બાપને મળવા બહાર ગઇ ત્યાં સુધીમાં નરવીર ક્યાંક નીકળી ગયો તેની ચિંતા સતાવવા લાગી. પોતે નરવીરને બહાર નીકળતા જોયો જ ન હતો. ઘરનો એક જ દરવાજો છે. તો પછી એ બહાર કેવી રીતે નીકળી ગયો? ફરીથી આખું ઘર શોધી વળ્યા પછી નાગદાને પાકી ખાતરી થઇ ગઇ કે નરવીર ...વધુ વાંચો

32

પતિ પત્ની અને પ્રેત - ૩૨

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨રેતા પાસેથી જયનાનું ભૂત મંગળસૂત્ર લઇ ગયું છે એ જાણી બધાના ચહેરા ડર છવાઇ ગયો. રિલોકને થયું કે રેતાએ બહુ મોટી ભૂલ કરી દીધી છે. એમાં એનો વાંક કાઢી શકાય એમ નથી. એણે વિરેનને મંગળસૂત્ર આપ્યું છે. એને છોડાવવા માટે જ તો એ આટલી મહેનત કરી રહી છે. જામગીરને થયું કે મંગળસૂત્ર ગયા પછી ચિલ્વા ભગતની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જયનાના ભૂત સામે રેતા માટે મંગળસૂત્ર એક અમોઘ હથિયાર જેવું હતું. મંગળસૂત્રને કારણે જયના એનું કંઇ બગાડી શકે એમ ન હતી. તેણે આ ભૂલ કરીને પોતાને જ મુસીબતમાં મૂકી દીધી છે."તમે ...વધુ વાંચો

33

પતિ પત્ની અને પ્રેત - ૩૩

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩રિલોકની સાથે રેતા પણ ચોંકી ગઇ હતી. રેતાએ હમણાં જ પહેરેલા પોતાના અસલી પર હાથ ફેરવ્યો. ચિલ્વા ભગત આંખો બંધ કરી ધ્યાન ધરીને જયનાના પ્રેતનો સામનો કરવા સજ્જ થઇ રહ્યા હતા.જામગીરે પોતાના ધ્રૂજતા હાથથી રિલોકનો હાથ પકડી લીધો ત્યારે તેનો હાથ પણ ડરથી ધ્રૂજતો હોવાનો અનુભવ કર્યો. જશવંતભાઇ અને જાગતીબેન પણ સતર્ક થઇ ગયા હતા. હવે પછીની ઘડીએ શું બનશે એ કોઇ કહી શકે એમ ન હતું.અચાનક સાધુના મુખેથી "ચિલ્વા..." નો ઉચ્ચાર સાંભળી ચિલ્વા ભગતે ચમકીને આંખો ખોલી અને ગુસ્સાથી બોલ્યા:"તું ગમે તેટલી ચાલાકી કરીશ પણ અમે તને ઓળખી ગયા છે...'સાધુ દાઢી પર હાથ ...વધુ વાંચો

34

પતિ પત્ની અને પ્રેત - ૩૪

પતિ પત્ની અને પ્રેત ૩૪ - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪ચિલ્વા ભગતને થયું કે શું પોતે પોતાના ગુરૂજીની પરીક્ષા કરવી પડશે કે સાચા છે કે નહીં? ઘણાં વર્ષ થઇ ગયા છે એટલે એમનો ચહેરો બદલાયો છે. પણ આ જયનાનું પ્રેત ચાલાક છે. જયનાને મારા ગુરૂજી વિશે ખબર હોય એવું બની શકે. તે નાની હતી ત્યારે ડૉકટર સાથે આવતી હતી. એ ગુરૂના રૂપમાં ઉપસ્થિત થઇને અમને તેના માર્ગમાંથી હઠાવી શકે છે. રેતા પણ વિચારવા લાગી કે ચિલ્વા ભગતના ગુરૂ દીનાનાથ ખરેખર આવ્યા છે કે જયનાની કોઇ ચાલ છે? જામગીર ગુરૂ દીનાનાથ વિશે જાણતા હોવા છતાં તેમને આ સંજોગોમાં વિશ્વાસ કરવાનું યોગ્ય લાગી રહ્યું ન ...વધુ વાંચો

35

પતિ પત્ની અને પ્રેત - ૩૫

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫ગૂરૂ દીનાનાથને રેતાના મંગળસૂત્ર પર અંગ્રેજી અક્ષરમાં નામ વાંચી નવાઇ લાગી હતી. અંગ્રેજી આવડતું ન હતું. તેમણે રેતાને લખાણ વિશે પૂછ્યું એટલે રેતાએ તરત જ ખુલાસો કર્યો:"ગુરૂજી, એ મારા પતિ 'વિરેન' નું નામ છે.""અચ્છા.." કહી એ કંઇક વિચારવા લાગ્યા. અને સહેજ ગંભીર થઇને બોલ્યા:"વિરેનની રાશિના ગ્રહો અત્યારે સારા નથી. તેના જીવન પર ખતરો મંડરાયેલો છે. આપણે એને બચાવવા ઝડપથી કંઇક કરવું પડશે..."ગુરૂ દીનાનાથની વાત સાંભળી બધા કરતાં રેતાના દિલની ધડકન ડરથી વધી ગઇ:"ગુરૂજી, તમે શક્તિશાળી છો. વિરેનને બચાવવા કોઇ ઉપાય કરો...""રેતા, તું નિરાશ કે હતાશ ના થઇશ. ગુરૂજીએ આવા કંઇ કેટલાયે ભૂત અને પ્રેતને ...વધુ વાંચો

36

પતિ પત્ની અને પ્રેત - ૩૬

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬ બધાંની આશા ચિલ્વા ભગત સાથે દીનાનાથ ઉપર હતી. રિલોકને ચિલ્વા ભગત પર પૂરો ભરોસો ન હતો. તે ગુરૂજીના આગમન પછી થોડો નિશ્ચિંત બન્યો હતો કે વિરેનને હવે બચાવી શકાશે. તેને જયના પાસેથી છોડાવી શકાશે. ગુરૂજીના આગમન પછી ચિલ્વા ભગત પણ ખુશ હતા. રેતાને બચાવવાના કાર્યમાં ગુરૂજીની મદદ મળશે એવો ચિલ્વા ભગતને ભરોસો હતો એનો રિલોકને અંદાજ આવ્યો હતો. જયનાને પડકારવામાં ગુરૂજીની મોટી મદદ મળવાની હતી. બંને જણ જ્યારથી ગયા ત્યારથી એમના માટે મોટી આશા રાખીને બેઠેલા જાગતીબેન અને રેતાને એ સાંભળીને સૌથી મોટો આંચકો લાગ્યો કે જેમના પર મદાર રાખીને બેઠા છે એ ...વધુ વાંચો

37

પતિ પત્ની અને પ્રેત - ૩૭

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭ "આપણે અહીં કેવી રીતે આવી ગયા?" નરવીર નવાઇથી નાગદાને પૂછી રહ્યો."આપણે સૂઇ પછી તું ઉંઘમાં ચાલવા લાગ્યો હતો. પહેલાં તું જંગલમાં કામ કરતો હતો એટલે તને આ વૃક્ષોની યાદ આવી ગઇ! તું ઉંઘમાં ચાલવા લાગ્યો અને હું તારી પાછળ પાછળ આવી. અહીં આવીને તું સૂઇ ગયો. હું તારી સાથે બેસી રહી. તને અહીં સારું લાગે છે. તું જલદી સ્વસ્થ થઇ રહ્યો છે. તને યાદ છે? આ વૃક્ષો પરથી ફળ-ફૂલ તોડવાનું કામ કરતો હતો?" આટલું બોલતાં નાગદા જાણે હાંફી ગઇ. તેણે વાર્તા તો બનાવી દીધી હતી. હવે નરવીર તેના પર કેટલો વિશ્વાસ કરશે એ બાબતે ...વધુ વાંચો

38

પતિ પત્ની અને પ્રેત - ૩૮

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ ચિલ્વા બંને કબૂતરને પોતાના થેલામાં નાખ્યા ત્યારે જીવતા હતા. અત્યારે બીજું કબૂતર અચેતન જેવું પડ્યું હતું. તેનામાં જરા પણ સળવળાટ ન હતો. ચિલ્વા ભગત ચમકીને બોલ્યા:"આ શું?" અને કબૂતરને બહાર કાઢી જોયું તો એની આંખો બંધ હતી. એ બેભાન હતું કે મૃત્યુ પામ્યું હતું એ તપાસવા લાગ્યા. બધા દોડીને ચિલ્વા ભગત પાસે આવી ગયા હતા. તેમને કબૂતર મૃત જણાતા કંઇક અમંગળની શંકા ઊભી થઇ રહી હતી. ગુરૂ દીનાનાથે કબૂતર તરફ જોઇને કહ્યું:"ચિલ્વા, કબૂતરમાં જીવ રહ્યો નથી. એને વિધિપૂર્વક અંતિમ વિદાય આપો. એ પક્ષીનું મોત આપણી બેદરકારીથી થયું છે. તારે ...વધુ વાંચો

39

પતિ પત્ની અને પ્રેત - ૩૯

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૯ ચિલ્વા ભગતનો સવાલ સાંભળીને ડર ઉભો થયો કે તે પોતાના વિચારમાં સફળ તો થશે ને? એક પ્રેત સાથે વાત કરવાની યોજનામાં કોઇ ભૂલ તો કરી રહ્યા નથી ને? ચિલ્વા ભગતને સવાલ થાય એ સ્વાભવિક હતું. તેમને જાગતીબેનની યોજના જાણવા કરતાં એમની ચિંતા હતી એટલે પૂછી રહ્યા હતા એનો ખ્યાલ આવી રહ્યો હતો. ચિલ્વા ભગત અને તેમના ગુરૂ જે અકસ્માતે જ અહીં આવી ચઢ્યા છે એમના નિસ્વાર્થ પ્રયત્નો પછી પણ બધા જ્યાંના ત્યાં જ છે. નાગદાએ કોઇને અત્યાર સુધી દાદ આપી નથી. તેણે પોતાનો હાઉ ઊભો કરી દીધો છે. આ સંજોગોમાં પોતે મોટું જોખમ ...વધુ વાંચો

40

પતિ પત્ની અને પ્રેત - ૪૦

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ નરવીરને ઝાડ પરથી ફળ તોડવાનો કોઇ અનુભવ ન હતો. તેને ઉત્સાહમાં ફળ જોઇ નાગદા ખુશ થઇ રહી હતી. પોતાની વાત નરવીરને સાચી લાગી રહી છે એનો નાગદાને આનંદ હતો. નરવીર ફેંકતો હતો એ ફળ ઝીલીને નાગદા તેની સાથેના જીવનના સપના જોવા લાગી હતી. ત્યાં પગમાં કાંટો વાગ્યો હોય એમ એને ઝાટકો લાગ્યો. તે ચીસ પાડી બેઠી:"ઓ મા..." અને નરવીર ગભરાઇને ઝાડ પરનું સંતુલન ગુમાવવા લાગ્યો. તેણે ઝાડની ડાળીઓ પકડવાનો પ્રયત્ન કર્યો પણ અનુભવ ન હોવાથી સફળ ના થયો અને નીચે પટકાયો.નાગદા પગમાં કંઇ થતા એને બચાવવા દોડી ના શકી. તેને પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું ...વધુ વાંચો

41

પતિ પત્ની અને પ્રેત - ૪૧

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧ વિરેન નાગદા સામે જોઇ જ રહ્યો હતો. તેનું રૂપ કોઇ પરી જેવું તેણે આટલી સુંદર સ્ત્રી અગાઉ જોઇ ના હોય એમ એની સામે જોતો હતો. તેને થયું કે અચાનક તે પરીલોકમાં આવી ગયો કે શું? આ કોઇ માયાવી સ્ત્રી તો નથી ને? પણ આ તો કોઇ ખંડેર જેવું જૂનું ઘર છે. આ રૂપવતી સ્ત્રી સામે હું શું કરી રહ્યો છું? હું તો...હું તો...હા, કાર ચલાવી રહ્યો હતો...શું કામ નીકળ્યો હતો?...હં... આ સ્ત્રીને ક્યાંય જોઇ નથી... એ મારી ખબર પૂછી રહી છે અને પ્રેમથી સંબોધન કરી રહી છે. મારો એની સાથે શું સંબંધ હશે? હું ...વધુ વાંચો

42

પતિ પત્ની અને પ્રેત - ૪૨

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨રેતાનો અવાજ સાંભળીને બધા ચમકી ગયા હતા. જાગતીબેનને થયું કે એમણે સ્પષ્ટ પાડી હોવા છતાં એ શા માટે આવી છે? અને ગીત ગાઇને કેમ વિક્ષેપ પાડી રહી છે? જો રેતાને રોકવામાં નહીં આવે તો પોતે ગોઠવેલી આખી બાજી બગડી જશે. પોતાના આયોજનમાં રેતાને કોઇ સ્થાન નથી. જાગતીબેન પાછળ ફરીને બોલ્યા:"રિલોક, નાગદા એના મકાનમાં આવી ગઇ લાગે છે. દરવાજો ખૂલી રહ્યો છે. આ રેતા કેમ વચ્ચે લંગર નાખી રહી છે. એનો દરવાજો રેતાને કારણે અડધો જ ખૂલ્યો છે. તારે મારી સાથે આવવાનું છે. પણ અત્યારે પહેલાં તું જઇને રેતાને અટકાવી દે. હું નાગદાના મકાન પાસે ...વધુ વાંચો

43

પતિ પત્ની અને પ્રેત - ૪૩

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ વિરેન નાગદાના બહાર જવાની રાહ જોઇ રહ્યો હતો. નાગદા કોઇ સ્ત્રીનો ગાતો અવાજ સાંભળીને અટકી ગઇ હતી. રેતાના ગીતનો અવાજ વિરેનના કાનમાં થઇ દિલને સ્પર્શી રહ્યો હતો. તેનું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. તે મનોમન બોલી ઉઠ્યો:"રેતા, તારો સાયબો તારી નજીકમાં જ છે. હું તને મળવા માટે તડપી રહ્યો છું. આ સ્ત્રી મને રહસ્યમય લાગી રહી છે. તેની સાથે સંઘર્ષમાં ઉતરવામાં અત્યારે ભલાઇ નથી. તે મને પોતાની અર્ધાંગિની માની રહી છે. મેં તારા સિવાય બીજા કોઇને ચાહી નથી કે બીજી સ્ત્રી વિશે વિચાર કર્યો નથી. તો પછી આ સ્ત્રીનો પતિ હું કેવી રીતે બની ...વધુ વાંચો

44

પતિ પત્ની અને પ્રેત - ૪૪

પતિ પત્ની અને પ્રેત ૪૪ - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪રેતાને પાછી ફરતી જોઇ રિલોક આગ્રહ કરતાં બોલ્યો:"રેતા, તારે ત્યાં જવું જોઇએ. જો જયનાના પ્રેતના વશમાં થઇ ગયા હશે તો એમની સાથે કંઇપણ થઇ શકે છે. એમણે ભલે તને ના પાડી હોય પણ મારું માનવું છે કે તારે એમની પાછળ જઇને રહસ્ય જાણવું જોઇએ. તારી પાસે તો પવિત્ર મંગળસૂત્ર છે. એ તારી રક્ષા કરશે. તને જયનાનું પ્રેત કોઇ હાનિ પહોંચાડી શકશે નહીં. તારા મંગળસૂત્ર સામે જયનાના પ્રેતના કોઇ મંત્ર કામ કરશે નહીં..." "રિલોક, રેતાને જવાની જરૂર નથી...' બોલીને આદેશ કરતા હોય એમ ચિલ્વા ભગતે ઇશારાથી એને પાછી ફરવા કહ્યું.રેતા આદેશનું પાલન કરતી હોય એમ ...વધુ વાંચો

45

પતિ પત્ની અને પ્રેત - ૪૫

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫ જાગતીબેન સાથેની ચર્ચા પછી નાગદાને વધારે વિચાર કરવાની જરૂર ઊભી થઇ તેને થોડીવાર પહેલાંની વાતો યાદ આવવા લાગી. તે મકાનમાંથી બહાર આવીને વૈદ્યને બોલાવવા જઇ રહી હતી. એક સ્ત્રીનો ગાવાનો અવાજ આવ્યો હતો. પરંતુ નજીક જઇને જોયું ત્યારે એ રેતા ન હતી. આ એ સ્ત્રી હતી જેને અગાઉ પોતે છેતરી હતી. પોતાનો સાચો ચહેરો ના દેખાય એવો ભ્રમ ઊભો કર્યો હતો. આ વખતે પોતે નજીક પહોંચી ચૂકી છે. અને અગાઉથી તેને છેતરવાનો કોઇ વિચાર કર્યો નથી. તેને બીજી વખત જોઇને દિલમાં અજબની લાગણીઓ ઉભરાવા લાગી હતી. નાગદાને થયું કે તેના ચહેરામાં કોઇ જાદૂ છે ...વધુ વાંચો

46

પતિ પત્ની અને પ્રેત - ૪૬

પતિ પત્ની અને પ્રેત ૪૬ - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬રેતાના આગ્રહને વશ થઇને રિલોકને નાગદાના ઘરમાં આવવું પડ્યું હતું. નાગદા અને નાગદાના ઘરમાં ગયા પછી રેતાથી રહેવાયું નહીં. તેને ગળા સુધી ખાતરી હતી કે વિરેન નાગદાના ઘરમાં જ હોવો જોઇએ. તેણે અગાઉ પણ ઘરમાં જતાં અટકાવી હતી. હવે આરપારની લડાઇ લડી લેવી છે. તેણે નક્કી કરે લીધું કે પતિને બચાવવા પોતાનું બલિદાન આપતાં ખચકાશે નહીં. જયનાના પ્રેતને એમની વચ્ચેથી દૂર કરીને જ રહેશે. માતાજીને પ્રાર્થના કરી કે અમારો પતિ-પત્નીનો જન્મોજનમનો નાતો હોય તો અમારી જોડીને ઉની આંચ આવવા દેશો નહીં.રિલોક ખચકાતો હતો. તેને જાગતીબેનમાં વિશ્વાસ હતો. જ્યારે રેતાએ એકલા જવાની વાત કરી ...વધુ વાંચો

47

પતિ પત્ની અને પ્રેત - ૪૭ (અંતિમ)

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ (અંતિમ) રિલોકને થયું કે જાગતીબેન પર વિશ્વાસ મૂકીને તેઓ છેતરાયા છે. એમની દીકરીને બચાવવા રેતાને બલિનો બકરો બનાવી રહ્યા છે. જાગતીબેનનું સાચું રૂપ આ જ છે? રેતાને પણ એ પોતાની દીકરી જેવી ગણતા હતા.જાગતીબેન તેને સમજાવતા હોય એમ બોલ્યા:"રિલોક, મારી પૂરી વાત જાણી લે. અહીં જ તારી મોટી ભૂમિકા છે. જો તું સાથ આપવાનું ના પાડીશ તો ઉકેલ લાવવાનું અત્યારે શક્ય જ બનવાનું નથી..."રિલોકને જાગતીબેનની કોઇ વાત સમજાતી ન હતી. તેની શંકાઓનું સમાધાન કરતા હોય એમ જાગતીબેન આગલ બોલ્યા:"રિલોક, પહેલાં એ કહે કે હું મારી દીકરી સ્વાલા માટે તારો હાથ માંગુ તો તારો જવાબ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો