Runanubandh book and story is written by Falguni Dost in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Runanubandh is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઋણાનુબંધ.. - નવલકથા
Falguni Dost
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક વાંચેલ કથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે.
અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ અજય એ દરેક સબંધથી મુક્ત ન જ થઈ શક્યો, કારણકે એ સંબધો એના જીવનમાં અમુક ઋણાનુબંધથી જોડાયેલ હતા, છે અને રહેશે જ...
ઋણાનુબંધ એ સંપૂર્ણ પારિવાહિક ધારાવાહિક છે. જે કોઈ પણ વાંચે એમને અમુક અંશે એ જાણે પોતાનું જ પાત્ર હોય એવું ક્ષણિક લાગે એવું અહીં અજયનું પાત્ર છે. અજયના જીવનમાં ક્યાં સબંધનું ઋણાનુબંધ ચુકવતા એ અનેક તેના અંગત જીવનના સબંધોથી કેમ વિખૂટો હોવા છતાં ઋણ કેમ ચૂકવી રહ્યો છે એ જાણવા જોડાતા રહેજો 'ઋણાનુબંધ' ધારાવાહિક સાથે..
પ્રસ્તાવના ઋણાનુબંધ -આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક ...વધુ વાંચોકથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે.અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ
અજય મંદિરના પટાંગણે એમ પિલરના ટેકે બેઠો કે ભગવાનની સમક્ષ એ પોતાની નજર રાખી શકે. અજયે આંખને પટપટાવ્યા વગર એક નજરે જ પ્રભુની આંખમાં આંખ પરોવી એમની પાસેથી પોતાની પરિસ્થિતિને સાચવવા ઉર્જા લઈ રહ્યો હોય એમ પ્રભુના દર્શન કરી ...વધુ વાંચોહતો. અચાનક અજયને પોતાની મમ્મીની છબિ પ્રભુમાં તરવરી ઉઠી. અજયની અત્યાર સુધી સાચવી રાખેલી આંખ પરની પાળ તૂટીને આંસુ સરકીને એના ગાલને સ્પર્શ કરતા વહેવા લાગ્યા. અજય માટે એના મમ્મીનું સ્થાન ભગવાન તુલ્ય જ હતું, કદાચ એથી વિશેષ કહીએ તો પણ ખોટું નથી જ. પ્રભુને ક્યારેય પ્રત્યક્ષ એણે મહેસૂસ નહોતા કર્યા, પણ એના મમ્મીની દરેક લાગણી, સ્નેહ, હૂંફને એણે અનુભવી
અજયે મંદિરે દર્શન કરીને ત્યાંથી પોતાના ડિનર માટે એક ગુજરાતી રેસ્ટોરન્ટ પર પોતાની ગાડી ઉભી રાખી હતી. હસમુખભાઈ ઘરે હોય તો અજય ઘરે ટિફિન લઈને જતો નહિ તો અહીં જ રાત્રે જમતો હતો. હવે તો આ રેસ્ટોરન્ટવાળા લોકો સાથે ...વધુ વાંચોઅજયની આત્મીયતા બંધાઈ ગઈ હતી. કારણ કે, જ્યાં સુધી સીમાબેન હતા ત્યાં સુધી તેઓને ઘરે જમવાનું બંને વખત ગરમ ગરમ મળતું પણ હવે ઘરમાં કોઈ સ્ત્રી જ નહોતી અને આખો દિવસ અજયે કોલેજ લેક્ચર લેવાના. નવી પદ્ધતિઓ અને નવા ઉદભવતા રોગો તેમજ નવી મેડીસિન લોન્ચ થતી હોય એમના વિષે પણ સતત જાણકારી લેતું રહેવું પડે. એમાં ક્યાં ઘરે આવી રસોડું
હસમુખભાઈ અને અજય થોડી ક્ષણ એમ જ એકમેકને ભેટી રહ્યા બાદ એ બંન્ને એક ચાની કીટલી પર ચા અને નાસ્તો કરવા જાય છે. હસમુખભાઈ ગાંઠિયા અને સેવખમણી ખાવાના શોખીન હતા. આથી એમની પસંદનો નાસ્તો કરાવવા અજય તેમને ચા ની ...વધુ વાંચોપર લઈ જાય છે. કોલેજથી છૂટીને વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપમાં ત્યાં બેસી નાસ્તો કરતા અને ત્યારબાદ છૂટાં પડતા હતા. આજે પહેલીવાર સરને પણ ત્યાં જોઈને એ લોકોને અચરજ તો થયું જ હતું. વિદ્યાર્થીઓની અંદરોઅંદરની વાતો હસમુખભાઈના કાને પણ પડી જ હતી. એમના શબ્દો કંઈક આવા હતા, "આ ખડુસ સર આજે અહીં? આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? અરે જો તો સહી એના
અજય હસમુખભાઈને લાગણીવશ થઈને ભેટી પડ્યો હતો. મનના ખૂણામાં ધરબડાયેલી લાગણીમાં એક અંકુર આજ ફૂટી નીકળ્યું હોય એમ અજય ખુલી રહ્યો હતો. એને આજ પોતાના પપ્પા માટે ખુબ માન ઉદ્દભવી રહ્યું હતું. અજયને પોતાના પર રંજ પણ થયો કે, ...વધુ વાંચોપોતાના પિતાને રગેરગ ઓળખતો નથી. એમના મનને પારખી શક્યો નહીં. આજ સુધી કેટલી ખોટી છાપ પોતાના મનમા સંઘરી રાખી હતી. આજ પિતા પુત્રના આલિંગનમા જાણે બધી જ કડવાશ આજ દુર થઇ રહી હતી. અને એકબીજાને પોતાનાપણાની ઉજાઁ આપી રહી હતી. અજયના મનને ખુબ જ ટાઢક મળી રહી હતી. હસમુખભાઈ પણ અજયની છલકાતી આંખોથી અજયની મનઃસ્થિતિ સમજી ચુક્યા હતા. એમણે પણ