ઋણાનુબંધ - 30 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 30

પ્રીતિ રૂમમાં હતી એટલે અજય તરત જ રૂમમાં ગયો હતો. પ્રીતિ બેડ પર બેઠી હતી. અજય પ્રીતિની મનની હાલતથી અજાણ પોતાની મસ્તીમાં જ હતો. એણે પ્રીતિને પોતાની બાહુપાશમાં જકડી લીધી હતી. પ્રીતિ પોતાની તકલીફને મનમાં જ રાખીને સહસ્મિત ચહેરે અજય સાથે નોર્મલ વર્તી રહી હતી. પ્રીતિને ઘરમાં બનેલ બનાવ થાકીને જોબ પરથી આવેલ અજયને કહેવો નહોતો, એ અજય દુઃખી થાય એવી કોઈ જ વાત કહેવા ઈચ્છતી નહોતી.

પ્રીતિના લગ્નને હજુ પંદર દિવસ પણ નહોતા થયા ત્યાં જ ઘરમાં નાનીનાની વાતોને સીમાબહેન મોટું રૂપ આપી રહ્યા હતા. આ વાત હવે પ્રીતિ એકદમ સમજી ચુકી હતી. પ્રીતિ હોશિયાર હતી આથી રાઈનો પહાડ થાય એ પહેલા જ વાતને પુરી કરવાની કોશિષ કરતી હતી.

પ્રીતિ ઘરના આ માહોલથી થાકી જતી હતી. એને વિચાર આવ્યો કે, અજય હનીમૂન માટેનું પૂછતાં હતા તો એમણે ક્યારની ટિકિટ બુક કરાવી એ હું આજ પૂછીશ કે જેથી મમ્મી જોડે જે ખોટી તકલીફ થાય છે એ સમય જતા અટકી જાય, અને મન પણ બહાર જવાથી ખુશ થઈ જાય!

પ્રીતિ અને અજય રાત્રે પોતાના રૂમમાં બેઠા હતા. પ્રીતિએ અજયને પૂછ્યું, "તમે હનીમૂનની વાત કરતા હતા ને, તો ટિકિટ બુક કરાવી?"

"ના, હજુ નથી કરાવી. મારી ઈચ્છા હતી કે આપણો આખો પરિવાર ફરવા જાય, પણ મમ્મી અને પપ્પા હમણાં ના પાડે છે, એ કહે છે કે લગ્નનો ખર્ચો થયો છે તો ખોટો ફરવાનો ખર્ચો શું કરવાનો? જાશું થોડા સમય પછી."

પ્રીતિ અજયની વાતથી સમસમી ઉઠી હતી. એ ચૂપ જ રહી પણ મનમાં અનેક પ્રશ્ન થવા લાગ્યા હતા. અજય દરેક વાતનો નિર્ણય પોતાના માતાપિતા કહે એમ જ લેતો હતો. હનીમૂન જેવી વાત પણ એમની ઇચ્છાનુસાર નક્કી થાય એ વાત પ્રીતિને ખુબ પરેશાન કરી રહી હતી. પ્રીતિ સમજતી બધું જ હતી પણ સમજદારી રાખી નજરઅંદાજ કરતી હતી. પહેલા એ ખુશ રહેતી હતી પણ હવે એણે ખુશ રહેવાનો દેખાવ કરવો પડતો હતો.

પ્રીતિએ આપી હતી એ પી.એચ.ડી. ની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું હતું. એ પાસ થઈ ગઈ હતી. એના એડમિશન માટે એ જે કોલજમાં ગઈ ત્યાં એ જ વર્ષે એના સરની ગાઈડશીપ મંજૂર થઈ હતી. નહિ તો અત્યાર સુધી પી.એચ.ડી. ના કોઈ ગાઈડ જ ત્યાં નહોતા. પણ આ વર્ષે જ એ સરની પણ ગાઈડશીપ મંજૂર થઈ હતી એટલે એ સર પહેલાં ગાઈડ બન્યાં અને પ્રીતિ એમની પહેલી વિદ્યાર્થિની બની. પ્રીતિ ખૂબ જ નસીબદાર હતી. વળી એ જ કોલેજમાં વેકેન્સી હોવાથી પ્રીતિને ત્યાં જ જોબ પણ મળી ગઈ હતી. પ્રીતિને અજય સાથેનું સહજીવન ફળ્યું હતું.

અજયને પણ એમડી કરવા માટે કોલજમાં એડમિશન મળી ગયું હતું. આમ પ્રીતિ પણ અજય માટે લક્કી સાબિત થઈ રહી હતી.

આમ બંને નવદંપતી પોતાના શરૂઆતના સમયને માણવાને બદલે હજુ બંને ભવિષ્યને ધ્યાનમાં રાખી ભણી જ રહ્યા હતા. આ બાબતે બંને સરખા હતા.

અજય આજ પ્રીતિને એ પાસ થઈ અને જોબ મળી એ ખુશીમાં બહાર જમવા માટે લઈ ગયો હતો. ભાવિની અને હસમુખભાઈને વહેવારીક કામથી બહાર ગામ જવાનું હોવાથી પ્રીતિ અને અજય બંને એકલા જમવા ગયા હતા. અજયે પ્રીતિને મેનુ કહેવા કહ્યું, પ્રીતિ હજુ બોલતી જ હતી ત્યાં અજય પણ પંજાબી ફાવશે એમ બંને જોડે બોલ્યા હતા. બંનેની ચોઇશ સરખી જ હતી એ બંનેને આજ ખબર પડતા બંને ખુશ થઈ ગયા કે આપણા બંન્નેની પસંદ મોટેભાગે સરખી જ હોય છે.

પ્રીતિને જોબ અને સ્ટડી બંને સાથે શરૂ થવાથી હવે પ્રીતિને ખુબ તકલીફ થતી હતી. ઘરનું કામ પણ બધું જ જાતે કરવાનું હતું. પ્રીતિ કોઈપણ કામવાળા ને કામ માટે શોધી લાવતી પણ સીમાબહેન રજાના દિવસોમાં આવે એટલે એ કામવાળા બહેન જોડે રૂપિયાની બાબતે અથવા ચોખ્ખાઇની વાત પર કચ કચ કરીને કાઢી મુક્તા હતા. પ્રીતિ રીતસર બધી જ બાજુથી ખેંચવા લાગી હતી. પ્રીતિને સીમાબહેનનું વલણ બિલકુલ સમજાતું જ નહોતું. સાસુજી હંમેશા વિરુધ્ધ જ રહે એ વાત પ્રીતિને ખુબ અકળાવતી હતી. આટલા મહિનાઓ બાદ આજ પ્રીતિએ હવે એના મમ્મીને વાત કરવા ફોન કર્યો હતો. સામેથી કુંદનબહેને ફોન ઉપાડ્યો હતો.
"હેલ્લો કેમ છે દીકરા? આજ તો આટલી જલ્દી સવારમાં ફોન કર્યો? આજ તારે જોબ પર નથી જવાનું?"

"હેલ્લો મમ્મી! હા જોબ પર જવાનું જ છે. અને હું જોબ પર જતા જ વાત કરી રહી છું. મારે તમને કંઈક વાત કરવી હતી."

"હા તો બોલ ને બેટા. એમાં આટલી બધી વિચારે છે કેમ?"

"મમ્મી, મારા સાસુનું વલણ કંઈક વિચિત્ર જ છે. એ હંમેશા હું જે કરું એની વિરુધ્ધ જ કરે. કામ કરવાવાળાને શોધી લાવી તો એને પણ કચકચ કરીને કાઢી મૂકે છે. હું એમનું આ વલણ સમજી શકતી નથી. સાથે પણ નથી રહેતા અને અહીં જે પણ કરવાનું હોય એના પર પણ એમનું જ વર્ચસ્વ એમને રાખવું હોય છે. એમની સાથે મારે ક્યારેય કઈ જ બોલવાનું નથી થયું છતાં તેઓ કેમ આમ કરે છે એ સમજાતું નથી. મમ્મી હું ખુબ થાકી જાવ છું."

" જો બેટા! થોડો સમય નવી જિંદગીની શરૂઆત છે તો તને સ્ટડીને જોબ તથા ઘરની જવાબદારી બધું જ અઘરું લાગશે, પણ જેમ તારો એ નિયમિત ક્રમ બની જશે એમ તું આરામથી એ બધું જ કરી શકીશ. ચિંતા ન કર તારા પ્રેમથી સીમાબહેન પણ કુણા પડી જ જશે, મને તારા પર વિશ્વાસ છે."

"હા, મમ્મી. હું એમ જ પ્રયત્ન કરું છું. ચાલો મમ્મી હું ફોન મુકું છું. હું કોલેજ પહોંચી ગઈ છું. બાય મમ્મી."

"બાય બેટા."

કુંદનબહેનનો વહેમ સાચો પડ્યો હતો. એમને ખ્યાલ આવી જ ગયો હતો કે સીમાબહેન કેમ આમ કરે છે, પણ પ્રીતિને જણાવીને એને દુઃખી કરવા નહોતા ઇચ્છતા આથી તેઓ ચૂપ રહ્યા હતા. કુંદનબેનને પ્રીતિની ખુબ ચિંતા થઈ રહી હતી. સીમાબહેન પોતાના વર્ચસ્વ હેઠળ જ પ્રીતિ રહે એમ ઇચ્છતા હતા. પ્રીતિ એમ જ રહેતી હતી. છતાં પરિવાર પ્રીતિને સરળતાથી સ્વીકારી લેતો હોવાથી પ્રીતિમાટે ઈર્ષાભાવ છલકતો કુંદનબેન જોઈ ચુક્યા હતા. પણ દીકરીને જ સમજાવી શકાય, એમાં સીમાબહેનને કઈ કહેવું યોગ્ય નહોતું લાગતું.

પ્રીતિને જેમ જેમ સમય જતો ગયો એમ બધા જ કામમાં ફાવટ આવવા લાગી હતી, પણ અજયને એ પૂરતો સમય આપી શકતી નહોતી. અજય અને પ્રીતિના સંબધો નો સમય કામ કરવામાં જતો રહેતો હતો. એનું પરિણામ એમ આવ્યું કે, અજયને સમય જતા જે પ્રીતિમાટે આકર્ષણ હતું એ ધીરે ધીરે ઘટવા લાગ્યું હતું.

પ્રેમની વસંતમાં પાનખરે પગરવ કર્યા
અનિચ્છાએ લીલીછમ લાગણી આડા હાથ ધર્યા
મનમાંતો સતત પ્રેમની ખેવના હતી અકબંધ
દોસ્ત! જવબદારીઓના તાબે મજબુર કર્યા.

સીમાબહેનના આવા વલણના લીધે પોતાના જ દીકરાની સુખી ઝીંદગીને તેઓ બગાડી રહ્યા હતા. સ્ત્રીઓની આવી વૃત્તિ ક્યારેક આખા પરિવારમાં અશાંતિનું બીજ રોપતી રહે છે. અહીં પણ એવું જ થઈ રહ્યું હતું.

હસમુખભાઈ આ બધું જ સમજી રહ્યા હતા. પણ એમને આમાં કઈ જ બોલવું ઠીક લાગતું નહોતું. તેઓ જાણતા જ હતા કે, પ્રીતિ બધું બરાબર જ કરે છે પણ જો એને સાથ આપે તો પ્રીતિને જ વધુ તકલીફ થાય એવું હતું. આથી હસમુખભાઈની મૌન રહેવું જ યોગ્ય લાગતું હતું. ખુબ ભાર એમણે પોતાના મન પર લઈ લીધો હતો.
રાત્રીના ભોજનમાં પ્રીતિએ કોબીનાથેપલાં બનાવ્યા હતા. બધાનેએ ખુબ ભાવ્યા હતા. જમીને
બધા થોડીવાર બેઠા હતા. હસમુખભાઈને ત્યારેજ થોડું ઠીક નહોતું,આથી તેઓ રૂમમાં આરામ કરવા ગયા હતા. અચાનક વહેલી સવારે એમની તબિયત બગડી, એમને ઉલટી થઈ અને આખું શરીર એમનું પાણી પાણી થઈ ગયું, પ્રીતિ વહેલી ઉઠીને કિચનમાં જઈ રહી હતી અને તેને પપ્પાને જોયા, એ તરત ત્યાં ગઈ હતી. પપ્પાની તબિયત વધુ ખરાબ થયેલ જોઈને એ તરત અજયને બોલાવવા દોડી હતી. અજય તો ડોક્ટર જ હતો, એ પાપોંણી ગંભીર હાલતને સમજી જ ગયો હતો. અને તરત એમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

શું હશે હસમુખભાઈને તકલીફ?
શું થશે પ્રીતિને આ પરિસ્થિતિમાં તકલીફ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻