પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો

(8.3k)
  • 230.8k
  • 359
  • 151.1k

પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો નહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય

Full Novel

1

પ્રેમ વાસના - પ્રકરણ - 1

પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો નહીં, વૈભવી થોડી અકળાઇ "વિભુ જ્યારથી આપણે બાઇક લઇને નીકળ્યા છીએ એક શબ્દ તારાં મોઢેથી નથી સાંભળ્યો આ શેનું મૌનવ્રત લીધું છે મને અકળામણ થાય છે બોલને... વૈભવે બાઇક થોડી ધીમી કરી અને કહ્યું" વૈભુ મને આજે કંઇ ગમી નથી રહ્યું મને જ નથી ખબર પડી રહી કે મને શું થાય છે ? સાચું કહું તો ગઇકાલ રાત્રીથી મને કોઇ અગમ્ય એહસાસ થાય છે પીડા થાય ...વધુ વાંચો

2

પ્રેમ વાસના - પ્રકરણ - 2

પ્રકરણ - 2 પ્રેમવાસના એય. વિભુ લવ યું.. .. ચલ હજી કેટલે છે આપણે ? વૈભવે કહ્યું અરે કેમ ઉતાવળ છે ? આપણે આપણો સાથ અને પ્રેમ માણતાં માણતાં જઇ રહ્યાં છીએ કેમ તને શેની ઊતાવળ છે ? વૈભવે આંખ મીચકાવીને પૂછ્યું... વૈભવીએ કહ્યું જાને લૂચ્ચા તને તો એવાંજ વિચાર આવે છે. ચલ બાઇક ચલાવ મારે શાંતિથી તારાં ખોળામાં માથું મૂકીને આપણાં ભવિષ્યનાં સોનેરી સપના જોવાં છે વૈભવ કહે એવું નહીં સોનેરી ભવિષ્યનાં મીઠાં સ્વપ્ન જોવાં છે. વૈભવી કહે બેસ બધું એકનું એકજ મોટો સાહિત્યકાર ના જોયો હોય તો એમ કહીને બાઇક ચલાવતાં વૈભવને વળગી પડી અને એનાં ...વધુ વાંચો

3

પ્રેમ વાસના - પ્રકરણ - 3

પ્રેમવાસના પ્રકરણ -3 વૈભવ વૈભવીની ચીસ સાંભળીને એકદમ શુબ્દ થઇ ગયો એનું પ્રેમની પરાકાષ્ઠામાંથી અચાનક ઠંડુગાર થઇ ગયું. વાસનામય ગરમ શરીરને આધાત લાગ્યો. વૈભવ વૈભવીની વિસ્ફારીત આંખો એનામાં થીજી ગયેલો ભય જોવા લાગ્યો. વૈભવીની આંખો કહી રહી હતી વાચા સાવ હણાઇ ગઇ હતી એનાં ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. વૈભવે પછી ઉપર તરફ જોયું તો પીપળાનું વિશાળ વૃક્ષ હતું અને વાવાઝોડા જેવો પવન વાઇ રહેલો એને બીજું કંઇ નજરે ના ચઢ્યું એણે ભય સાથે વૈભવીને હચમચાવી પૂછ્યું "શું થયું વૈભુ કેમ આમ ? તે શું જોયું શેનો ભય છે ? ? વૈભવીની ફાટી ગેયેલી આંખોમાંથી ભયનાં આંસુ ...વધુ વાંચો

4

પ્રેમ વાસના - પ્રકરણ - 4

પ્રેમવાસના પ્રકરણ-4 વૈભવ અને વૈભવીએ લોખંડનાં ગોળાકાર મોટાં ઝાપાનાં વીકેટ ગેટમાંથી મંદિરનાં પ્રવેશ કર્યો. અંદર સામેજ આરામ ખુરશી પર બેઠલાં મોટી સફેદ દાઢીવાળા સંત સમાન મહારાજ બેઠાં હતાં એમને પગે લાગીને આશીર્વાદ લીધાં. વૈભવીએ નમસ્કાર કરીને આશીર્વાદ લીધાં અને અગ્નિભૂષ્ણ મહારાજે આશીર્વાદ તો આપ્યાં એને પરંતુ એની સામે જોવાં લાગ્યાં. તેઓ જાણે વૈભવીને વાંચી રહ્યાં હતાં. તેઓ એકદમજ એમની ખુરશીમાંથી ઉભા થઇ ગયાં અને તુરંત યજ્ઞશાળા તરફ ઝડપથી ગયાં અને હવનકૂંડમાંથી ભસ્મની મૂઠી ભરીને ત્વરિત ગતિએ વૈભવી પાસે આવ્યાં અને વૈભવ અને વૈભવી બંન્નેનાં માથા પર ભસ્મ નાંખી અને ભસ્મનો કપાળે ચાંલ્લો કર્યો. વૈભવી તો ડઘાઇ ગઇ ...વધુ વાંચો

5

પ્રેમ વાસના - પ્રકરણ - 5

પ્રકરણ - 5 પ્રેમ વાસના રૂમમાં આવીને વૈભવે વૈભવીને પ્રેમ આલીંગન આપી સલામત રીતે રૂમ બંધ કરીને વૈભવીને એહસાસ આપ્યો કે આપણે સુરક્ષિત જગ્યાએ છીએ કોઇ ચિંતા ના કરે. વૈભવીએ રૂમમાં આવી સામાન મૂક્યાં પછી વૈભવ પ્રેમ આલીંગન આપી રહેલો એને સરપાવમાં એણે વૈભવને ચૂમી લીધો પછી મનની શંકાનું સમાધાન કરવાં પૂછી જ લીધું "આ રૂમમાં તો આપણે બે જ જણાં છીએ ને ? વૈભવે વૈભવીની આંખોમાં આંખો પરોવીને કહ્યું "હાં ડાર્લીંગ આપણે બે જ છીએ નિશ્ચિતં રહે. વૈભવી વૈભવનાં બાહુપાશમાં હતી વૈભવ પણ એને નિરખી રહેલો. વૈભવીને જોતાં જોતાં વૈભવને એ ભયની પળો યાદ આવી ગઇ. ...વધુ વાંચો

6

પ્રેમ વાસના - પ્રકરણ - 6

પ્રેમવાસના પ્રકરણ-6 વૈભવીએ લાડ કરતાં વ્હાલનાં વળે કહ્યું "વિભુ ફરીવાર આપણી સાથે અઘટીત ઘટનાં જ ના થાય એવું માર્ગદર્શન મહારાજ પાસે લઇ લઇશું અને અહીં આવ્યાં પછી મને નિશ્ચિંત રક્ષણની અનૂભૂતિ થાય છે આવી નિશ્ચિંતતામાં પ્રેમ કરવાની પણ મજા આવે. આપણે આપણી પ્રેમતિથીની મસ્ત મદહોશ મંદુરજની આજે જ માણી લઇએ તારાં પ્રેમમાં પડ્યાં પછી હું સાવ પારદર્શી થઇ ગઇ છું મને કોઇ શરમ-સંકોચ કે કોઇ મર્યાદાની સીમા નડતી નથી બસ ફક્ત તારામાંજ સાવ જ પરોવાઇ ગઇ છું. અને તારી સાથે જન્મોનો પ્રેમ માણી લેવા માટે તત્પર છું ખૂબ માણું અને તને બધીજ રીતે સંપુર્ણ તૃપ્ત કરું એજ મારી ...વધુ વાંચો

7

પ્રેમ વાસના - પ્રકરણ - 7

પ્રેમવાસના પ્રકરણ-7 વૈભવ-વૈભવી રૂમમાંથી સામાન લઇને બહાર આવ્યાં અને મંદિર પાસે આવ્યાં. આરતી હમણાંજ પુરી થઇ હતી. થોડાં માણસોનો સમૂહ દર્શન કરી રહેલો આરતી અને પ્રસાદ લેવાની રાહમાં ઉભાં હતાં. મદને આરતી કર્યા પછી પ્રથમ અગ્નિભૂષણ મહારાજ પાસે આવ્યો અને પ્રથમ એમને આપી. મહારાજે આરતી લીધી આંખ મીચીને કોઇ શ્લોક ગણગણ્યા અને પછી બીજા સેવકે થાળીમાંથી પ્રસાદ મહારાજને આપ્યો મહારાજે મીંચેલી આંખેજ પ્રસાદ લીધો અને પછી પ્રસાદ ખાઇને આંખો ખોલી સામે વૈભવ ઉભો હતો. વૈભવે અને વૈભવીએ પણ આરતી અને પ્રસાદ લીધો. મદન અને બીજો સેવક આરતી અને પ્રસાદની થાળી લોકોનાં સમૂહ માટે મંદિર તરફ લઇ ગયાં. અને ...વધુ વાંચો

8

પ્રેમ વાસના - પ્રકરણ - 8

પ્રેમવાસના પ્રકરણ-8 વૈભવે અત્યારે કાર કાઢી પાર્કીગમાંથી અને મંમી અને વૈભવી બેસી એટલે કાર હંકારી મૂકી વૈભવીનાં ઘર તરફ સદગુણાબ્હેન પાછલી સીટ પર બેસીને વિચારી રહ્યાં આ છોકરાઓ આટલો આગ્રહ ના કર્યો હોત તો હું નિર્ણય કરી શકી હોત ? એનાં પાપા હતાં તો કોઇ ફીકર નહોતી અત્યારે બધાનો ખ્યાલ રાખવો પડે છે. આસપાસ રહેતાં પડોશી-સગાવ્હાલા-સમાજ બધાં શું બોલશે કહેશે એવાં વિચારો આવતાં હતાં આજે મેં નિર્ણય લીધો સારુ જ કર્યું કોઇ વચ્ચે પંચાત કરવા આવશે હું સ્પષ્ટ કહું જ મોંઢે સંભળાવી દઇશ. વૈભવી અને વૈભવ કંઇક વાતોમાં હસી પડ્યાં પછી વૈભવીએ માં તરફ નજર કરતાં ...વધુ વાંચો

9

પ્રેમ વાસના - પ્રકરણ - 9

પ્રકરણ - 9 પ્રેમ વાસના વૈભવ-વૈભવી બંન્ને જણાં બીયરનાં ટીન પુરાં કરવાં લાગ્યાં વૈભવે આવેશમાં આવીને વૈભવીની નાઇટી ખેંચી અમે એને પ્રેમ કરવાની ઉત્કટતા બતાવી વૈભવીનાં ગળામાં લાલ ઘસરકો અંકિ ગયો વૈભવે કાંઇ જોયા વિના બડબડાટ કરતો એનાં પર ટૂટી પડ્યો. વૈભવી વૈભવનું રૂપ જોઇ ડઘાઇ ગઇ એને થયું આ વૈભવ શું કરે છે ? એણે વૈભવને વાળી લેવા માટે કંઇક વિચાર્યું અને પછી બોલી એય જંગલી જરા કાબૂમાં આવ મારી બીયર હજી બાકી છે અને મારે હજી બીજી પીવી છે અહીંયા નથી ફ્રીઝમાંથી લાવવી પડશે. વૈભવે થોડો નરમ પડ્યો એણે કહ્યું "અરે વાહ તારે હજી ...વધુ વાંચો

10

પ્રેમ વાસના - પ્રકરણ - 10

પ્રેમ વાસના પ્રકરણ -10 નશામાં ચકચૂર એવાં વૈભવ વૈભવી એકબીજા સાથે એલકમલકની કરી રહ્યાં હતાં સાથે સાથે પ્રેમાળ સ્પર્શ કરી આનંદ લઇ રહ્યાં હતાં. વૈભવીએ કહ્યું "વૈભવ આજે ખૂબ મજા આવી રહી છે જાણે આપણી તિથી ઉજવાઇ ગઇ સરસ રીતે મંમી પણ આજનો દિવસ રોકાવા આવ્યા મને ખૂબ ગમ્યું. વૈભવે કહ્યું સાચેજ સારું થયું મને એમ હતું કે મંમી અહીં માને પણ આપણી લાગણી જોઇને સમજી ગયાં અને સમાજ કે રીતરીવાજની પરવા વિના જ માની ગયાં. આઇ લવ માય મધર. વૈભવી કહે સાચેજ મંમી ખૂબ મહાન છે એમનાં સ્વભાવ અને સંસ્કાર થી હું ધાયલ છું કારણ કે ...વધુ વાંચો

11

પ્રેમ વાસના - પ્રકરણ - 11

પ્રકરણ - 11 પ્રેમ વાસના વૈભવીએ વૈભવનાં શરીરમાં પ્રેવશેલાં વિદ્યુતનાં પ્રેતને જોયો એ સમજી ગઇ આ એજ વિદ્યુતનો આત્મા છે જે કોલેજમાં એની પાછળ પડેલો વૈભવીને પામવા એણે આકાશપાતાળ એક કરેલાં. એણે વિદ્યુતને લાત મારી જે વૈભવના શરીરને વાગી પરંતુ એની પાસે બીજો ઉપાય નહોતો ભસ્મ પોતાનાં અને વૈભવનાં કપાળે નાંખી અને વિદ્યુત મોટાં અવાજ સાથે અદશ્ય થયો અને વૈભવનું શરીર ધડામ દઇને પલંગ પર પડ્યું હતું. વાતાવરણ એકદમ શાંત થઇ ગયું. વૈભવી ફાટી આંખે બધું જોઇ રહી હતી. એનો શ્વાસ ધામણની જેમ ચાલી રહેલો એનાં મગજ પર ચઢેલો નશો ક્યારનોય ઉતરી ગયેલો અને એનાં રૂમનાં દરવાજો ...વધુ વાંચો

12

પ્રેમવાસના - પ્રકરણ - 12

પ્રકરણ-12 પ્રેમવાસના વૈભવ વૈભવી એમની માંની કાળજી અને પ્રેમથી ઘસઘસાટ ઉંધી ગયાં કશું થયું જ નથી. મનીષાબહેન અને સદગુણાબહેન પછી બહાર બાલ્કનીમાં બેઠાં વાતો કરવા લાગ્યા. સદગુણાબહેન મનીષાબેન ખાત્રી આપી છે બંન્ને છોકરાઓને સલામત રીતે આ દુઘર્ટના અને તકલીફમાંથી બહાર કાઢીને ઝંપશેજ. મનીષાબેનની આંખમાં આંસુ આવી ગયાં બંન્ને જણાં થયેલ બીનાનો ઘટનાનો ખરખરો કરી રહ્યાં. મનીષાબ્હેન મોબાઇલમાંથી આટલી પરોઢે કોઇને મેસેજ કર્યો અને સદગુણાબ્હેન જોઇ રહેલાં કોઇ પ્રતિક્રીયા ના આપી અને સવાર પડવાની રાહ જોઇ રહ્યાં. વૈભવ-વૈભવી બંન્ને જણાં અમુક આંતરે સમયે કણસવાનો અને વૈભવી હીસકા ઊંઘમાં ભરતીઓનાં અવાજ આવ્યાં. મનીષાબહેન અને સદગુણાબહેન એક પળ નાં સૂઇ ...વધુ વાંચો

13

પ્રેમ વાસના - પ્રકરણ - 13

પ્રકરણ - 13 પ્રેમ વાસના વૈભવ કાર માટે અથાગ પ્રયત્ન કરી રહેલો ગાડી ચાલુ હતી એનજીન અવાજ કરી કામ કરતું હતું પરંતુ ગાડી એક ઇંચ આગળ વધતી નહોતી. વૈભવ ગભરાયો હતો. ત્યાં વૈભવીએ ચીસ પાડીને કહ્યું "વિભુ સામે જો કોઇ સફેદ કપડામાં આપણને હાથ કરે છે. વૈભવે જોયું એનાં હાથ સ્ટીયરીંગ ઉપર જ થીજી ગયાં જાણે શરીરમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં ડરનો પડછાયો સ્પષ્ટ જણાતો હતો એને અમંગળ વિચાર આવવા લાગ્યાં. વૈભવની કાર એજ જગ્યાએ હતી ત્યાં વૃક્ષોના આચ્છાદીત વિસ્તારમાં એનો ...વધુ વાંચો

14

પ્રેમ વાસના - પ્રકરણ - 14

પ્રકરણ-14 પ્રેમવાસના વૈભવ વૈભવી અને બંન્ને માં આશ્રમ સુધી ગયાં જ નહોતાં સામે મહારાજશ્રીનો ખાસ સેવક મદન સામે મળી ગયો અને સદગુણાબ્હેને મહારાજશ્રીને મળવા માટે વાત કરી તો એણે કહ્યુ કે મહારાજશ્રીને એમનાં ગુરુજીનો સંદેશ આવતાં રાત્રીમાં જ હરીદ્વાર જવા માટે નીકળી ગયાં હતા. આ સાંભળીને બધાં જ હૈયા બેસી ગયાં ખૂબ નિરાશ થઇ ગયાં. સદગુણાબ્હેન કહે હું પણ એમને ગઇકાલ બપોરથી ફોન પર વાત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી ના આશ્રમનો ફોન લાગ્યો ના ગુરુજીનો મદને કહ્યું તમારી વાત સાચી છે આશ્રમનો ફોન તો બે દિવસથી બંધ છે ખૂબ વાવાઝોડુ આવ્યું ત્યારથી બધી જ લાઇનો ...વધુ વાંચો

15

પ્રેમ વાસના - પ્રકરણ - 15

પ્રકરણ-15 પ્રેમવાસના વૈભવ વૈભવી મંદિરનાં ગર્ભગૃહની બહાર માંબાબાનો સ્વરૃપ સામે બેઠાં હતાં વૈભવી વૈભવને બધી વાત સાચીજ અક્ષરે અક્ષર જણાવી રહી હતી. વૈભવ તું બીયરનાં ચાર ટીન લઇને માં અને મંમી સાથે વાત કરીને રૂમમાં આવ્યો. આપણે બંન્ને જણાં બીયર પીને ખૂબ મસ્તી કરી રહ્યાં હતાં. એટલો બધો બંન્ને જણને પ્રેમ ઉમડયો હતો કે એની કોઇ સીમા નહોતી. આપણે બંન્ને જણાં એકબીજાને પ્રેમ કરવામાં લીન હતાં. પ્રેમતિથીના ઉન્માદમાં આપણએ બંન્ને જણાં એકબીજાને વસ્ત્રવિહીન કરીને ઉત્તેજના પૂર્વક ખૂબ મર્દન કરીને તનમન પરોવીને ખૂબ પ્રેમ કરી રહેલાં. ક્યાંય કોઇ દોરી બંધાઇ નહોતી બધી જ છુટી ગયેલી મર્યાદા શું હોય ...વધુ વાંચો

16

પ્રેમ વાસના - પ્રકરણ - 16

પ્રકરણ - 16 પ્રેમ વાસના મનિષાબહેન આદેશનાં જ બધાને ગાડીમાં બેસવા કહ્યુ વૈભવ અને વૈભવી કંઇજ બોલ્યા વિના બંન્ને જણાં પાછળની સીટ પર બેસી ગયાં બધાં ગાડીમાં બેઠાં અને મનિષાબ્હેને ભગવાનનું નામ લઇને ગાડી સ્ટાર્ટ કરી અને બધાંનાં હૈયા ઉચ્ચક જીવે ધબકવા લાગ્યાં. સદગુણાબ્હેનનો આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા લાગ્યાં ક્યાંય સુધી મોન રહ્યાં પછી બોલ્યાં. કેવા નસીબ છે આટલી મુસીબતમાં મહારાજશ્રી મળ્યાં નહીં. મિનાક્ષીબ્હેને કહ્યું "તમે ડરો નહીં અને મન મજબૂત રાખો મન મજબૂત હશે તો તમને કોઇ ડરાવી હરાવી નહીં શકે. એનાં પાપા કહે છે તમે લોકો ભણેલા ગણેલાં આવી કેમ ભૂલ કરો ...વધુ વાંચો

17

પ્રેમ વાસના - પ્રકરણ - 17

પ્રકરણ - 17 પ્રેમવાસના કર્નલ બધાની વાતો સાંભળીને ઉભા થઇ ગયાં અને કહ્યુ બધાં નિશ્ચિંત અને ડર વિના રહો ફરી કહી નહીં થાય હું હવે હમણાં રજા જ મૂકી છે. ખબર નહીં કયા કારણે લંબાવીશ પણ રીટાર્યડ થવાની નજીક છું એટલે મને વાંધો નહીં આવે અને પછી ઉઠીને પોતાનાં બેડરૂમની બાલ્કનીમાં જઇને બેઠાં. મનીષાબ્હેને ટીવી ચાલુ કર્યું અને વૈભવીની સામે જોયું વૈભવીએ કહ્યું "માં પાપા માની નથી રહ્યાં પરંતુ હું મારાં બેડરૂમમાં એકલી નથી સૂવાની તારે મારી સાથે સૂવૂ પડશે. ભલે એમને કોઇ ડર કે એની સચ્ચાઇ દેખાઇ નથી રહી પરંતુ મેં તો મારી નરી આંખે જોયું છે ...વધુ વાંચો

18

પ્રેમ વાસના - પ્રકરણ - 18

પ્રકરણ-18 પ્રેમ વાસના ઘરમાં એકદમ શાંતિ પથરાઇ ગઇ હતી બધાં પોત પોતાનો ઘેરી નીંદરમાં હતાં. ક્યાંય કોઇ અવાજ નહીં. વૈભવી પાપાનાં રૂમનાં એમને સાયગલની લોગંપ્લે ઓટો સ્ટોપ પર મૂકીને સૂઇ ગયેલી એને ખબર હતી પાપા સાંભળતા સાંભળતાં સૂઇ જવાનાં છે એ રૂમમાં આવીને અગરબત્તી કરી ભસ્મ કરીને મંમી નો હાથ પકડીને સૂઇ ગયેલી. થોડીવાર આમ તેમ પડ્યા ફેરવ્યા કર્યા પછી ક્યારે નીંદર આવી ગઇ એને જ ખબર ના પડી. ************* સખારામે જે રીતે ડોળા પહોળાં કરીને કહ્યું કે એ પ્રેતાત્મા અહીં આ ઘરમાં જ છે અને આજુબાજુમાં જ ફર્યા કરે છે આ ઘર પર સંકટ છે જ ...વધુ વાંચો

19

પ્રેમ વાસના - પ્રકરણ - 19

પ્રકરણ - 19 પ્રેમ વાસના વૈભવીની મંમીએ કે લાઇટો ગઇ છે. રૂમની બારીઓ ખોલી નાંખી મચ્છરદાની બાંધી રાખી. એ બેડ પાસે આવ્યાં તો એમણે વૈભવીને કણસતી જોઇ એ બોલી રહી હતી કે ના મને ના અડ છોડ મને.... એમણે વૈભવીનાં ચેહરાં સામે જોયું અને એમનાથી મોટેથી ચીસ નંખાઇ ગઇ. વૈભવીની આંખો બંધ હતી પરંતુ એ સતત બબડી રહી હતી એની છાતી ખૂબ ઝડપી ઊંચી નીચી થઇ રહી હતી. એને જાણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. એનાં આખાં ચહેરા પર ખૂબ પ્રસ્વેદ બિંદુ છવાયેલાં હતાં ચહેરો જાણે સાવ કાળો પડી ગયો હતો. મનીષાબહેને જોરથી ચીસ પાડીને ...વધુ વાંચો

20

પ્રેમ વાસના - પ્રકરણ - 20

પ્રકરણ - 20 પ્રેમ વાસના કર્નલ થોડાં ઢીલા પડ્યાં. સખારામને સાંભળીને કંઇક પડ્યાં. વૈભવીને ગળે વળગાળી અને આશ્વાસન આપતાં હતાં અને વૈભવનો ફોન આવ્યો. બધાં વિચારમાં પડ્યાં અત્યારે ફોન ? વૈભવીએ ફોન ઉપાડ્યો અને પૂછયું "વિભુ અત્યારે ? વૈભવે પહેલાંજ પૂછ્યું "ત્યાં બધુ બરાબર છે ? મને ગભરામણ થઇ ઊંઘ ઉડી ગઇ અને ચિતાં થઇ તને કોઇ તકલીફનો એહસાસ થયો અને સમયનાં જોયો સીધો ફોન કર્યો. વૈભવીથી વાત કરતાં જ ડૂસ્કૂ નંખાઇ ગયું. એનાંથી એટલું જ બોલાયું વિભુ કંઇ ઠીક નથી વિભુ તુ અંહી આવી જા. કર્નલે એના હાથમાંથી ફોન લઇ કીધું. "કંઇ ચિંતા ના કરીશ અત્યારે ...વધુ વાંચો

21

પ્રેમ વાસના - પ્રકરણ - 21

વૈભવ અને વૈભવીએ તનની તૃપ્તિનો આનંદ માણી લીધો. બંન્ને ખૂબ ખુશ અને તૃપ્ત હતાં. વૈભવીએ કહ્યું "સવારમાં આવીને જ પિયુ મારો દિવસ સવારી લીધો. વૈભવે એનાં હોઠ ચૂમતાં કહ્યું હું તો તારોજ તરસ્યો છું બધાં રૂપમાં તને જ પામી જઇશ તને ક્યારેય નહીં છોડું બસ પ્રેમ કરતો રહીશ અને તૃપ્ત થતો રહીશ અને પાછી અધૂરી તૃપ્તિની તડપે પાછો પ્રેમ કરીશ. વૈભવીએ કહ્યું "એય તને જ સમર્પિત છું બસ તારીજ બાવરી છું તું જ છે બસ તું જ પારો વિભુ પ્રિયતમ બંન્ને જણાં આમ પરોવાયેલા એક મેકમાં હતાં અને સખારામે બૂમ પાડી.... તમે લોકો બહાર આવી જાવ એ ...વધુ વાંચો

22

પ્રેમ વાસના - પ્રકરણ - 22

સખારામે વૈભવને પ્રશ્ન પૂછયો એ સાથે જ વૈભવે ચીસ અવાજે કહ્યું "એય અમારી અંગત વાત પૂછનાર તું કોણ ચંડાળ નીકળ અને સખારામ ચેતી ગયો એણે મંત્રોચ્ચાર સાથે પાણી છાંટ્યુ વૈભવ શાંત થઇ ગયો. વૈભવી વૈભવની બાજુમાં જ બેઠી હતી એણે સખારામ સામે ધીમે ધીમે આંખ ઉંચી કરી એની આંખોમાં લાલ ચિનગારી હતી એણે ભયાવ્હ અવાજે પુરુષનાં અવાજમાં સખારામને કહ્યું "કેમ પેલીને બહાર મોકલી ? અંદર બોલાવ નહીંતર હું બહાર જઇશ તો તોફાન મચી જશે. લક્ષ્મણનો અવાજ જ બંધ થઇ ગયો એ ખૂબ ડરી ગયો એણે સખારામને કહ્યું "ભાઉ હું બહાર જઊં છું મારી સમજની બહાર છે આ ...વધુ વાંચો

23

પ્રેમ વાસના - પ્રકરણ - 23

સિધ્ધાર્થે રૂમનાં દરવાજાને ઘક્કો માર્યો અને આસાનીથી ખૂલી ગયો અંદર રૂમમાં જઇને જોતાં કોઇ જ હતું નહીં. એની પાછળ કર્નલ-લક્ષ્મણ અને સખારામ આવ્યાં. અને પછી રૂમમાં આવીને જોયું તો આખો રૂમ-બેડ-બધું જ સુવ્યવસ્થિત હતું કયાંય એવાં ચિન્હ નહોતાં કે અહીં થોડો સમય પ્હેલાં કોઇ ઘટના બની હોય. સિધ્ધાર્થે બાલ્કનીનો દરવાજો ખોલી જોયું ત્યાંય કોઇ નહોતું ત્યાં બહાર ટેબલ ઉપર કર્નલની ચીરુટનું પેકેટ અને લાઇટર હતાં બાકી કંઇ નહોતું ત્યાં પણ બધું બરાબર હતું. સિધ્ધાર્થે કહ્યું "કર્નલ સર આ શું છે અહીં તો કોઇ નથી. અને અહીં રૂમ અને બધુ જોતાં બધુ જ બરાબર અને નોર્મલ છે અહીં ...વધુ વાંચો

24

પ્રેમ વાસના - પ્રકરણ - 24

સખારામનાં ગયાં પછી કર્નલ પરવશતા અનુભવી રહ્યાં મીલીટ્રીનો માણસ હોવાં છતાં મજબૂત મનોબળ તુટી રહેલું. જે વસ્તુ માન્યતા કયારેય નથી સ્વીકારી નથી એ નજર સામે બની રહ્યું છે અને એમાંય પોતાની દીકરી સામે છે અને તેનો થનાર પતિ બંન્ને જણાને આમ પીડાતાં જોવાઇ નથી રહ્યું તેઓએ બંન્ને સ્ત્રી સામે જોયું તેઓ બિચારી અવસ્થામાં હતાં. સવિતા મનીષાબ્હેનને સાંતવન આપી રહી હતી. કર્નલને ચિંતા હતી કે બંન્ને છોકરાઓ અંદર રૂમમાં બંધ છે શું ચાલી રહ્યું હશે અંદર એ વિચારતાં આખાં શરીને પસીનો છૂટી રહ્યો હતો. કર્નલે લક્ષ્મણની સામે જોયું એ તિરૃપાય ઉભો હતો. સદગુણાબ્હેને મહારાજશ્રીને ફોન કરેલો. સદનસીબે તેઓ ...વધુ વાંચો

25

પ્રેમ વાસના - પ્રકરણ - 25

વૈભવે કોઇ બીજા મૃતાત્મા પ્રેતને નાગપાલ કહીને બોલાવ્યો અને એને તિરસ્કારતા કહ્યું "તું હટ અહીંથી તને તો મનીષામાં રસ તુ કેમ વૈભવીને ? અને પહેલીવાર અંદર અંદર જાણે તૂ તા જોઇ લક્ષ્મણ આ બધું જોઇ સાંભળીને અચજરમાં પડી ગયો. ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ નાં આવ્યાં પછી કર્નલે વિનંતી કરી મારી પત્ની મનીષા અંદર પેલાં પિશાસોનાં હાથમાં છે અને દીકરી હોસ્પીટલમાં મોકલી… મારી મદદ કરો. સિધ્ધાર્થે બધાને એક સાથ દરવાજા પર જોર કરવાં કહ્યું અને દરવાજો ખૂલ્યો નહીં પરંતુ તૂટીને એક બાજુ પડ્યો. અને અંદરનું આવું બિહામણું દ્રશ્ય કોઇએ વિચાર્યું નહોતું. મનીષાબ્હેન દરવાજાની પાછળ લટકેલાં હતાં અને દરવાજો ખૂલતો નહોતો. ...વધુ વાંચો

26

પ્રેમ વાસના - પ્રકરણ - 26

પ્રકરણ - 26 પ્રેમ વાસના ફોરેન્સીફ લેબ નો સ્ટાફ આવીને રૂમની તલસ્પર્શી કરી અને બધાં જરૂરી પુરાવા એકઠાં કર્યો. કેમેરા બેડ પર પડેલો જોયો અને ઉત્સુતાંથી અંદર શુ રેકોર્ડડ છે એ જોવા કેમેરાં ચાલુ કર્યો તો કંઇ અજીબ જ રેકોર્ડ થયેલું જોયું. એમાં મનીષાબેન સાથે કાળો ઓળો જોવા મળેલ- વૈભવી અને વૈભવી પણ સાથે હતાં અમુક દ્રશ્યનાં વૈભવ વૈભવીને ચૂમી રહેલાં અને વૈભવીની સાથે કોઇ કાળો ઓળો દેખાતો હતો કહ્યું સ્પષ્ટ નહોતું પણ આજુબાજુનાં રોડમાં કાળા કીબાંગ દ્રશ્યમાં ગોલ્ડન યલો અને કેસરી અને લીલાં રંગના શેડ દેખાતાં હતાં જે કોઇ આકૃતિ દર્શાવતા હતાં પરંતુ કશું જ સ્પષ્ટ નહોતું. ...વધુ વાંચો

27

પ્રેમ વાસના - પ્રકરણ - 27

અઘોરીબાબાને લઇને સખારામ જ્યારે ઘરે આવ્યો કર્નલને હાશની અનૂભૂતી થઇ. એમને લાગુ કે કોઇ બચાવવાનું આવ્યું અંદરને અંદર તેઓ રહ્યાં હતાં. એક મીલીટ્રી કર્નલ બધી રીતે બળીયા હોવાં છતાં આવી શક્તિ સામે નિરૂપાય હતાં પોતાને બધી રીતે જાણે નિર્બળ માની બેઠાં હતાં. અઘોરી બાબાએ આવીને કહ્યું "અહીં તો હજી હાજર છે અને સખારામ કર્નલ અને વૈભવીનાં રૂમ પાસે લઇ ગયો અને એમણે જોયું રૂમ પોલીસે સીલ કરેલાં હતાં અને અઘોરી બાબાએ કંઇક મંત્ર વિધીને પાણી છાંટ્યુ થોડીવારમાં એ રૂમમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યાં. અઘોરીએ એ સાંભળીને ખડખડાટ હસવા માંડ્યુ અને એ હસવામાં અગ્રિન જેવો ક્રોધ હતો. એમણે ...વધુ વાંચો

28

પ્રેમ વાસના - પ્રકરણ - 28

પ્રકરણ - 28 પ્રેમ વાસના અઘોરીબાબાને સાંભળીને બધાંજ અચરજ પામ્યા. એના બાપનું મહારાજશ્રીએ ઉતકારવાનું છે વળી એમનાં અને મહારાજશ્રીનાં ગુરુ ગુરુભાઇ થાય. છેવટે ગંગા તો ભલે ગમે ત્યાં વહે નીકળે છે એક હીમાલયથી જ સદગુણાબ્હેનને પણ નવાઇ લાગી કે વૈભવનાં પિતાનું ઋણ ઉતારવાનું છે ? અઘોરીબાબા બોલે એટલે સત્ય જ હોય અને એમણે કહેલું કે આ વિદ્યુત સિવાયનો બીજો પ્રેતાત્મા પિશાચ તો મનિષાબહેને કારણે આવ્યો છે એટલે શું જતાવવા માંગે છે ? બધાં વિચારમાં પડી ગયાં. સિધ્ધાર્થનાં આવ્યા પછી ફોરેન્સીકવાળાએ બધાં પુરાવા લઇ લીધેલાં પણ સાવચેતી રીતે રૂપે સીલ કરેલાં એ કર્નલની વિનંતીથી ખોલી નાંખ્યા અને અઘોરીબાબાને ...વધુ વાંચો

29

પ્રેમ વાસના - પ્રકરણ - 29

પ્રકરણ - 29 પ્રેમ વાસના અઘોરીબાબ અને મહારાજશ્રીએ જેટલું કહેવાનું સમજાવવાનું હતું બધું પ્રમાણસર કહી દીધું. પછીથી સખારામને બોલાવીને કાનમાં સૂચના આપી. સખારામે હાથ જોડીને કહ્યું "હું બધી તૈયારી કરું છું અને સવિતા પાસે જવનાં દાણાં, કપૂર, તાંબાનાં લોટામાં પાણી મંગાવ્યું અને ત્રણ નંગ સોપારી મંગાવી, મહારાજશ્રીએ અઘોરીબાબાને પૂછ્યું બે કે ત્રણ સોપારી ? અઘોરીબાબાએ સદગુણાબ્હેન તરફ નજર કરીને ઇશારાથી સમજાવ્યું મહારાજશ્રી સમજી ગયાં અને હાથ જોડાઇ ગયાં કહ્યું "હા માફ કરો સમજી ગયો. અઘોરીબાબા અને મહારાજશ્રીની ચેષ્ટા કોઇને સમજાઇ નહોતી રહી છતાં કાયમી શાંતિ મળે એ માટે કૂતૂહૂલતાથી બધા બધું જોઇ સાંભળી રહ્યાં હતાં. થોડીવાર ચૂપકીદી છવાયેલી ...વધુ વાંચો

30

પ્રેમ વાસના - પ્રકરણ - 30

પ્રકરણ -30 પ્રેમવાસના મનીષાબહેન અને કર્નલ રાહતનો દમ ખેંચ્યો હાશ થઇ કે પ્રેતતો ગયું હવે આ છોકરાઓની મુક્તિ એ પિશાચથી થાય એટલે ગંગા ન્હાયા. સદગુણાબ્હેનની ધીરજ ના રહી એમણે કહ્યું "બાપજી હવે આ છોકરાઓ નું શું એમની વિધી કરાવોને ...... અઘોરીબાબાએ કહ્યું એમની હજી વાર છે એમનું વિધી વિધાન થાય તે પ્હેલાં એક વિધી હજી બાકી છે અને અમારે એ પહેલાં કરવી છે તમારા પતિનાં આત્માએ અમારાં ઉપર મોટો ઉપકાર કરેલો છે એનું ઋણ ઉતારવાનું છે અને એ મહાન આત્મા અત્યારે ખૂબ ખુશ થશે આનંદમાં રહેશે એમની તો સદગતિ થઇ જ છે અને સાથે સાથે બીજા બે જીવની ...વધુ વાંચો

31

પ્રેમ વાસના - પ્રકરણ - 31

પ્રકરણ 31 પ્રેમ વાસના સદગુણાબ્હેને પ્રશ્ન કર્યો મારાં પતિનો જીવાત્મા આટલો પવિત્ર સદગતિ કરવામાં મદદરૂપ થયાં હતાં મારો પુત્ર અને થનાર પુત્રવધુ શા માટે આટલાં દુઃખી થયા ? અઘોરી બાબાએ કહ્યું "જો સાંભળો એનો જવાબ આપી તમારાં પ્રશ્નનું નિવારણ કરું છું. તમારાં પતિનાં આ પુણ્ય પ્રમાણે જીવ્યાં એમના કર્મો પ્રમાણે સદગતિ પામ્યાં. પૃથ્વી પર જ કોઇ જન્મ લે છે એને એનાં કર્મ પ્રમાણે ગતિ મળે છે. જીવનયાત્રા દરમ્યાન સુખ-સાંપતિ -પ્રેમ વાસના -હવસ બધીજ જાતની ઇચ્છાઓ-મોહ -તરસ હોય છે એમાં પણ તમારું કર્મ તમારી દ્રષ્ટિ કામ કરે છે. આ છોકરીનાં જીવનમાં તમારો પુત્ર તો આવેલો પણ એક તરફી ...વધુ વાંચો

32

પ્રેમ વાસના - પ્રકરણ - 32

પ્રકરણ-32 પ્રેમવાસના અઘોરીબાબાની ચેતવણીનાં સૂરમાં આપેલી ધમકી કામ કરી ગઇ પ્રેત શાંત થઇ ગયું. પછી અધોરીબાબાએ કાળગણિતનું પુસ્તક હાથમાં લીધું આજનો દિવસ તિથી, કાળ, ચોઘડીયું. નક્ષત્ર અને બધું જોયું પછી છોકરાઓનો ઓરા માપતાં હોય એમ એમને જોઇને વેઢાથી ગણત્રી કરીને જાણે પળ નક્કી કરી દીધી અને એ વિધીની પળને બાંધી દીધી. પછી મહારાજશ્રીની સામે જોયું અને મહારાજશ્રી ઇશારો સમજી ગયાં એમણે હાથમાં ભસ્મ લીધી અને વૈભવી-વૈભવનાં કપાળે અને માથા પર લગાડી દીધી. કળશમાંથી જળ લઇને તાંત્રિક મંત્ર ભણીને જળ છાંટયું પછી વૈભવને ઉદ્દેશીને કહ્યું "વૈભવ દીકરા તું એકલો જ મારી પાછળ પાછળ આવ એમ કહીને તેઓ ...વધુ વાંચો

33

પ્રેમ વાસના - પ્રકરણ - 33

પ્રકરણ - 33 પ્રેમ વાસના મહારાજશ્રી વૈભવને સમજાવી રહેલાં. વૈભવ ખૂબજ આશ્ચર્ય ધ્યાનપૂર્વક સાંભળી રહેલો. મહારાજશ્રીએ કહ્યું વૈભવ એ જળનાં કરેલાં પવિત્ર વર્તુળમાં ગયાં પછી તું અને વૈભવી સંપૂર્ણ સુરક્ષિત છો. એ વર્તુળની બહાર અમારાં હવનયજ્ઞમાં પિશાચની આહૂતી અપાઇ જાય એનો જીવ સદગતિ થાય પછી મોટો પ્રચંડ અવાજ થશે તે પછી જ તમારે આ વર્તુળની બહાર આવવાનું છે એ ખાસ ધ્યાન રહે. વૈભવ હવે હું તને જે સમજાવવા જઇ રહ્યો છું એ વિધી વિધાન તને જરા વિચિત્ર અને કઢંગુ લાગશે પરંતુ આપણે ત્યાં અહીં પ્રેતયોનીની વિધીમાં અઘોરી શક્તિને વધુ શક્તિમાન પ્રજવલિત કરવા માટે આવું બધું થતું હોય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો