Prem Vasna - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વાસના - પ્રકરણ - 17

પ્રકરણ - 17

પ્રેમવાસના

કર્નલ બધાની વાતો સાંભળીને ઉભા થઇ ગયાં અને કહ્યુ બધાં નિશ્ચિંત અને ડર વિના રહો એવું ફરી કહી નહીં થાય હું હવે હમણાં રજા જ મૂકી

છે. ખબર નહીં કયા કારણે લંબાવીશ પણ રીટાર્યડ થવાની નજીક છું એટલે મને વાંધો નહીં આવે અને પછી ઉઠીને પોતાનાં બેડરૂમની બાલ્કનીમાં જઇને બેઠાં.

મનીષાબ્હેને ટીવી ચાલુ કર્યું અને વૈભવીની સામે જોયું વૈભવીએ કહ્યું "માં પાપા માની નથી રહ્યાં પરંતુ હું મારાં બેડરૂમમાં એકલી નથી સૂવાની તારે મારી સાથે સૂવૂ પડશે. ભલે એમને કોઇ ડર કે એની સચ્ચાઇ દેખાઇ નથી રહી પરંતુ મેં તો મારી નરી આંખે જોયું છે હું કેવી રીતે ભૂલી શકું મારાં પર વિત્યું છે. મનીષાબ્હેને કહ્યું "ભલે તું ડર નહીં તારાં પાપાનો સ્વભાવ અને મનની મજબૂતાઇ એટલી છે કે... એનો સોલ્જર છે અને એવી કડક તાલીમ મળેલી છે પણ મેં પર રોડ પર જોયુ છે અનુભવ્યું છે તું સૂતાં પ્હેલાં ફરીથી અગરબતી કરી લેજે અને જા તારે ફ્રેશ થઇ કપડાં બદલવાં હોય તો પરવારીને આવીજા.

લક્ષ્મણે કહ્યું "બેન રસોઇ તૈયાર છે સવિતા કહે છે કે પીરસે કે હજી વાર છે ? મનીષાબ્હેન કિં બોલવા જાય ત્યાંજ કર્નલનો સતાવહી અવાજ આવ્યો "લક્ષ્મણ" મનીષાબ્હેન કહે જા તને બોલાવે છે એમનું લઇને જ જા એજ કામ હશે.

લક્ષ્મણ છતાં રૃબરૃ ગયો કર્નલે ઇસારાથી ડ્રીંક લાવવા કહ્યું લક્ષ્મણે કહ્યું મી લાવતો. એમ કહીને એણે કાયમની જેમ બોટલ ગ્લાસ સોડા આઇસક્યુબ બાઇટીંગ બધુ જ ટ્રેમાં લઇને જ્યાં બેઠાં હતાં ત્યાં બાલક્નીની ટીપોય પર મૂકી આવ્યો. સર જમવાનું પછી તમે કહો ત્યારે લાવું... તૈયાર જ છે.

કર્નલે કહ્યું "ઓય લક્ષ્મણ કાય ઝાલા ? હજી પીવાતો દે પછી જમવાની વાત અને તારી મેમ અને વૈભવી બેબીને મોકલ અને તમે લોકોને જમી લેવું હોય જમી લો મને વાર છે

લક્ષ્મણ "હો સાહેબ કરતો ગયો અને કર્નલે પેગ બનાવીને પીવાનું ચાલુ કર્યું અને મીનાક્ષીબ્હેન સંદેશો આપીને એ કીચનમાં ગયો. એણે એની પત્નિ સવિતાને કહ્યું "સવિતા આપણે જમી લઇએ અહીં બદાને વાર છે અને મેં ખાસ કામ માટે સખારામને બોલાવ્યો છે એ આપણાં રૂમ પર આવીને તું અહીં પરવારીને પછી આવજે હું ઘરે વ્હેલો પહોચીશ.

સવિતા-લક્ષ્ણમ સામે આશ્ચર્યથી જોઇ રહી. એણે કહ્યું સખારામ ભાઉ ? એમને કેમ બોલાવ્યા ? અને કર્નલ શાબ તો પીવા બેઠાં એમની સેવામાં તારે રહેવું નહીં પડે ? અને તારે અત્યારથી જમી લેવું છે ? ઘરમાં લોકો કેટલા ટેન્સનમાં છે.

લક્ષ્મણે કહ્યું "એ લોકો માટે તો સખારામને બોલાવ્યો છે. એ કંઇક રસ્તો બતાવશે. સર તો માનતાં નથી પરંતુ સવિતા મેં રાત્રે જે થયું એનાં અવાજ અને પેલાં પિશાચને બોલતો સાંભળ્યો છે. સાલા આમચી મરાઠીમાં બોલતો હતો અને સખારામ આવા નિવારણમાં એક્ષપર્ટ છે મેડમને હું વાત કરીશ. કર્નલ સરને નહીં કહેવાય આ વૈભવી બેબીને નાને થી મોટી કરી છે આપણે તો કોઇ સંતાન નથી મને મારી દીકરી જેવુ હેત છે.

સવિતાએ કહ્યું "ઠીક છે હું અહીં સંભાળી લઇને તમે સખારામભાઉ સાથે વાત કરી લો અને પછી યોગ્ય સમયે મેડમને વાત કરજો. ભાઉએ ઘણાંના આવા પ્રોબ્લેમ સોલ્વ કરેલાં છે મારી બ્હેનની દીકરીને અમરાવતીમાં કેવું થયેલું ? હજી એ યાદ કરીને મારાં રૃવાટાં ઉભા થઇ જાય છે સખારામ ભાઉ અને એમનાં પેલાં અઘોરી ના હોત તો એ દેવાંશી મરી ગઇ હોત. આ લોકો વાત કરતાં હતાં અને મનિષાબ્હેને કહ્યું અમે લોકો સાહેબ સાથે છીએ તમે લોકો જમી લેજો અને સવિતા હું કહું પછી અમારું પીરસ જે.

લાગ જોઇને લક્ષ્મણે કહ્યું "મેડમ મારાં રૂમ પર મારો એક સંબંધી આવવાનો છે હમણાં મેં સવિતાને કામ જોઇ લેવા કહ્યું છે એની પાસે સમય નથી હોતો પરંતુ મારી ખાસ મિત્રતા અને આગ્રહથી આવે છે હું જમીને રૂમ પર જઉ છું. એ વહેલો નીકળી જશે પછી હું પાછો આવી જઇશ.

મીનાક્ષીબ્હેને કહ્યું ભલે તું જઇ આવો સવિતા તો અહીં જ છે ને ? પણ એવું શું કામ છે કે અત્યારે છેક રાત્રે મળવા આવે છે ? બધુ બરાબર છે ને ?

લક્ષ્મણે કહ્યું "હાં હાં બધુ બરાબર છે એ અમરાવતીથી અહીં આવવાનો હતો એટલે એનો ફોન હતો કે ટ્રેઇન રાત્રે ઉતારશે એટલે સીધો રૂમ પર આવશે.

મીનાક્ષીબહેને વધુ રસ ના લેતા કહ્યું "ભલે ઠીક છે." મનિષાબહેન અને વૈભવી બંન્ને જણાં કર્નલ પાસે જઇને બેઠા ત્યાં સુધીમાં કર્નલે બે પેગ પુરા કરીને ત્રીજો બનાવી રહ્યાં હતાં. એણે વૈભવી સામે જોઇને પૂછ્યું "બોલ દીકરા તને હવે કેવું લાગે છે ? તારાં ઘરમાં અવવલ દરજ્જાનો કર્નલ બેઠો છે તારો બાપ છે અને તને ડર કેવો ? ઠીક છે બધું મનમાંથી કાઢી નાંખ. વૈભવીએ એમની સામે જોઇને કહ્યું "હાં પાપા કર્નલે કહ્યું "જો વૈભવ સારો છોકરો છે હું જાણું છું અને તારી પસંદગી હતી. અને મને પણ પસંદ આવેલો એટલેજ આપણે તારાં સંબંધ માટે હા પાડી છે. હજી કોઇ પ્રોબ્લેમ હોય તો ચોખવટ કરજે તમારું વેવિશાળ હજી હવે થવાનું છે.

મનિષાબ્હેને વચ્ચે બોલતાં કહ્યું તમે પણ શું છોકરી સાથે આવી વાત કરો છો ? વૈભવથી કોઇ પ્રોબ્લેમ જ નથી કર્નલ એમને અટકાવતાં કહ્યું " એને બોલવા દઇશ ? મેં પ્રસ્ન એને કર્યો છે તને નહીં એને નિખાલસાથી બોલવા દે મારે એને સાંભળવી છે. વૈભવી કર્નલ સામે જોઇ રહી પછી બોલી.

"પાપા વૈભવ ખૂબજ સારો છે મારો ખૂબ ખ્યાલ રાખે છે મને તો સર્વથી ઉપર ગણે છે એની મંમીતો સ્વભાવ ખુબ ખૂબ સારો અને મને તો હાથમાં ને હાથમાં રાખે છે. એનાં પાપાનું અચાનક મૃત્યું થયું એટલે વિવાહ લંબાઇ ગયો હું એની સાથે જ કરીશ. બીજું મારી સાથે જે કંઇ થયું છે એમાં વૈભવ જવાબદાર નથી પછી તમે જે માની નથી રહયાં એવું ડીસ્કશન મારે નથી કરવું.

કર્નલ કહ્યું "ઠીક છે હવે ફરીથી વૈભવ અંગે પ્રશ્ન નહીં કરું પણ મેં એક નિર્ણય કર્યો છે મારો આસીસ્ટન્ટ છે એની વાઇફ બંન્ને આપણને મળવાં આવવાનાં છે મને લાગે એ તને મદદમાં આવશે.

મનીષાબ્હેન કહે "એ લોકો મદદમાં આવી શકે એટલે ? કર્નલે કહ્યું "અત્યારે એની કોઇ ચર્ચા નથી કરવી પરંતુ એ સમયે વાત કરીશું ? ચાલો મારુ પીવાનું પત્યું છે તમે રસોઇ પીરસવાની તૈયારી કરો સાથે બેસીને જમી લઇએ કેટલાંય સમયે સાથે જમવા મળશે મને મારી ડાર્લીગ વૈભું સાથે કેમ દિકરા સાચું ને ? વૈભવી હસી પડી ક્યું હાં સારું કીધું પાપા આવા ટેન્શનમાં એતો જાણે યાદ જ ના આવ્યું કર્નલ કર્યું "જો કેવી હસાવી દીધી મારી ડોલ ને ?

બધા હસતાં હસતાં ડાઇનીંગ ટેબલ પર આવી ગયાં અ વાતો કરતાં કરતાં જમી લીદું. જમ્યા પછી કર્નલે કહ્યું "મારો કોઇ ન્યુઝ કે કંઇ અત્યારે સાંભળ્વું નથી ટ્રાવેલ કરીને આવ્યો છું દીકરા એટલે રૂમમાં જઊં થોડી લોંગપ્લે સાંભળીશ પછી સૂઇ જઇશ. મનીષાબ્હેને કહ્યું "તમે જાવ હું આજે વૈભવીની સાથે સૂઇ જઇશ. કર્નલે કહ્યું "કેમ ? એ તો મારી બ્રેવ ગર્લ છે મનીષાબ્હેને કહ્યું "ના આજનો દિવસ... કર્નલ કંઇ વધારે કહ્યું નહીં અને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.

મનીષાબ્હેને સવિતાને બધું પરવારીને રૂમ પર જતાં રહેવા કહીને વૈભવી સાથે એનાં રૂમમાં આવી ગયાં. કર્નલનાં રૂમનાં લોંગ પ્લે વાગી રહી હતી એનાં ગીતો સંભળાતા હતાં. ગણાં સમયે ઘરમાં સાયગલનો સ્વર ગૂંજી રહ્યો હતો.

મનીષાબ્હેને જઇને તરત જ બેડ પર લંબાવ્યું ચોમાસાનાં કારણે ભેજ અને બાફ વર્તાઇ રહેલો. વૈભવીને એસી ચાલુ કરવાં કર્યું અને બોલ્યાં તું પણ કંઇક ગીત બીત મૂકતો મનમાં કોઇ બીજાં વિચારો જ ના આવે. વૈભવીએ રૂમની બધી જ બારી બારણાં બંધ કરી ચેક કર્યા અને શ્રીફળ જે રૂમમાં હતું ત્યાં અગરબતી કરીને પછી એસી. ચાલુ કર્યું ભસ્મ કાપાળે ચાંદલો કરીને સૂવા માટે બેડ પર આવી.

************

સખારામ લક્ષ્મણની રૂમ પર આવી ગયો હતો એને ચા પાણી કરાવી જમવાનું પૂછ્યું સખારામે ક્યું ના મારે આજે જમવાનું નથી હું અહીં ધ્યાનમાં બેસીશ. તું મને બધીજ વાત જણાવ શું શું હતું એ રાત્રે ઉપર રૂમમાં ?

લક્ષ્મણે બધીજ વાત સમજાવી અને પછી વૈભવીએ જે કીધેલું એ સમયે એ અનુભવ અને પોતે સાંભળેલો અવાજ મરાઠી નાં સંવાદ બધું જ કર્યું... સખારામે એકાગ્રતા કરી અને થોડીવારમાં એનાં ડોળાં પીળા પીળાં ડરાવના થયા હોય એમ થયાં એવો લક્ષ્મણને ક્યું "અરે વો પ્રેતતો અભી ઘરમેં હી હૈ યે લોગ સલામત નહીં હૈ કુછના કુછ હોને વાલા હૈ. એમ કહીને ચૂપ થઇ ગયો. લક્ષ્મણ ગભરાઇને એને સાંભળી રહ્યો અને એમાંથી બે હાથ થોડાઇ ગયાં બોલ્યાં - ભાઊ, ભાઊ....

પ્રકરણ- 17 સમાપ્ત

આગળ રોમાંચભરી સફર ચાલુ વાંચો પ્રકરણ-18 પ્રેમવાસના બદલો અધુરી તૃપ્તિનો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED