પ્રેમ વાસના - પ્રકરણ - 28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વાસના - પ્રકરણ - 28

પ્રકરણ - 28

પ્રેમ વાસના

અઘોરીબાબાને સાંભળીને બધાંજ અચરજ પામ્યા. એના બાપનું ઋણ મહારાજશ્રીએ ઉતકારવાનું છે વળી એમનાં અને મહારાજશ્રીનાં ગુરુ ગુરુભાઇ થાય. છેવટે ગંગા તો ભલે ગમે ત્યાં વહે નીકળે છે એક હીમાલયથી જ સદગુણાબ્હેનને પણ નવાઇ લાગી કે વૈભવનાં પિતાનું ઋણ ઉતારવાનું છે ? અઘોરીબાબા બોલે એટલે સત્ય જ હોય અને એમણે કહેલું કે આ વિદ્યુત સિવાયનો બીજો પ્રેતાત્મા પિશાચ તો મનિષાબહેને કારણે આવ્યો છે એટલે શું જતાવવા માંગે છે ? બધાં વિચારમાં પડી ગયાં.

સિધ્ધાર્થનાં આવ્યા પછી ફોરેન્સીકવાળાએ બધાં પુરાવા લઇ લીધેલાં પણ સાવચેતી રીતે રૂપે સીલ કરેલાં એ કર્નલની વિનંતીથી ખોલી નાંખ્યા અને અઘોરીબાબાને પણ જરૂર હતી. તેઓએ વધારે રૂમ ખૂલ્યાં પછી ફરીથી એજ દ્રશ્ય જોયું કે બધુંજ સુવ્યવસ્થિત રીતે જ પાછું ગોઠવાઇ ગયેલું અને આ દ્રશ્ય જોયું એજ સમયે મહારાજશ્રી પણ આવી ગયાં હતાં. કર્નલે એમને અઘોરીબાબાની બાજુમાં જ સન્માન ભર્યું સ્થાન આપ્યું. ઇન્સપેક્ટર સિધ્ધાર્થ અને ફોરન્સીકવાળા કર્નલને સમજાવીને પછી નીકળી ગયાં કંઇ પણ જરૂર પડે કહેવા જણાવ્યું અને હજી બે કોન્સ્ટેબલ ત્યાં મૂકીને જ જઊં છું એમ કહીને નીકળી ગયાં.

સદગુણાબ્હેન મહારાજશ્રી પાસે આવીને રીતસર રડી જ પડ્યાં અને એમની ગેરહાજરીમાં છેલ્લાં દિવસોમાં શું શું ધટના બની ગઇ એ બધું જ સંક્ષેપ્તમાં મહારાજશ્રી અને અઘોરીબાબાને જણાવ્યું અઘોરીબાબાએ સાંત્વન આપતાં કહ્યું હવે ચિંતામુક્ત થઇ જાવ હવે અહીં અમારાં બંન્નેની હાજરી છે અને હવે કોઇ ભય રાખવાની જરૂર નથી. અમે કહીએ એ પ્રમાણે તમારે બધું કરવાનું છે.

કર્નલ મનીષાબ્હેન અને સદગુણાબ્હેન બંન્ને વૈભવ વૈભવી એક સાથે જ બોલી ગયાં તમે જે કહેશો એ કરીશું. પણ હવે આ બલાથી છોડાવો અમને આ પિશાચનાં ત્રાસથી મુક્ત કરવો. સદગુણાબ્હેન કહે અમારાં જીવ અને જીવનની શાંતિ હવે તમારાં હાથમાં છે અમને હવે બચાવી લો અને તમારી બધીજ આજ્ઞા-વિધી વિધાન માનવાં અને કરવા માટે તૈયાર છીએ.

અઘોરીબાબાએ કહ્યું "તો એનાં માટે તમારે કાળજું કઠણ કરવું પડશે અને વૈભવ અને વૈભવીએ અમે જે પ્રયોગ બતાવીએ એમણે ડર વિના એમની જાતે જ કરવો પડશે. બોલો મંજૂર છે ? અમે તમને શક્તિ આપીશું. રક્ષા કરીશું પરંતુ તમારું કર્મ તો તમારે પોતે જ કરવું પડશે. બોલો.......

વૈભવે કહ્યું "પ્રભુ તમે કહેશો એ હું કરવા તૈયાર છું અને મને વૈભવી પુરો સાથ આપશેજ. તમે જે કહેશો જેવો કહેશો એ પ્રયોગ અમે કરવા તૈયાર છીએ આપ હુકુમ કરો.

અઘોરી બાબા બે ઘડી વૈભવની આંખોમાં જોયા કર્યું પછી એની આંખોમાં આત્મવિશ્વાસના દર્શન કર્યા પછી એમણે આંખો બંધ કરીને ગણગણવા લાગ્યાં.....

"દિશા દક્ષિણ...ઘેરો કાળો વર્ણ, અઘોર સ્વરૃ મહાદેવ. દક્ષિણામ્નાય એની કૃપાકૃતિ કર્ણરૂપ, વિદ્યા અહમ....બગલામુખી, કાળ ભૈરવી (વશિની) ત્વરિતા...,.. પાશવભાવ... પછી થોડીવાર શાંત મુદ્દામાં સમાધી કરી રહ્યાં.

બધાંની ત્થા મહારાજશ્રીની નજર અઘોરીબાબા તરફ હતી બધાનાં હાથ આપો આપ એમની તરફ જોડાઇ ગયાં હતાં. અને ધીમે રહીને એમણે આંખો ખોલી અને રૂમ તરફ ત્રાટક કર્યું ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી હોય એમ બધાં બેઠાં હતાં એ જમીનમાં કંપન થવા માંડ્યું અને પેટાળમાંથી કોઇ અવાજ આવ્યો હોય એવું થવા લાગ્યું રાત્રીનો પ્રથમ પ્રહર હતો છતાં જાણે અચાનક બધે શાંતિ પથરાઇ ગઇ કંપન બંધ થયું અને એમની ખૂલેલી આંખ બાબાની ફરીથી બંધ થઇ એમણે કહ્યું " બચ્ચા અહીંથી તારે જ્યાં જવાનું છે એ તને સમય થયે સમજાવીશ. તમારે બંન્ને જણાએ એકલાં જ જવાનું છે. અમે પણ સાથે આવીશું. પણ એક હદ આવતાં અમે રોકાઇ જઇશું. ત્યાંથી આગળ ફક્ત તમારે એકલા એજ જવાનું છે અને હું જે પ્રયોગ બતાવીશ એ તમારે બંન્નેએ મધ્ય રાત્રીની એકાંતમાં કરવાનું છે અને એ પ્રયોગ સફળ થયા પછી તમે પિશાચી મૃત પ્રેતાત્માની ચૂંગલમાંથી છૂટી જશો અને એ પ્રેતાત્મા પણ પ્રેત યોનીમાથી મુક્ત થઇ જશે. આમ તમે બંન્ને જણાં મુક્ત થશો અને તમારાં હાથે એક પ્રેત મુક્ત થઇને એની યોનીમાં પાછો જશે. અઘોરીબાબાની વાત સાંભળીને થોડી વારતો ઘરમાં સન્નાટો છવાઇ ગયો. સદગુણાબ્હેનતો સાવ ડરી ગયાં. એમણે મહારાજશ્રી તરફ નજર કરી પણ એ સાવ વિમુક્ત ભાવે જોઇ રહેલાં. મનીષાબ્હેન અને કર્નલ પણ વિચારમાં પડી ગયાં આ છોકરાઓ એકલાં જશે ? કંઇ થશે તો મદદ કરનાર કોણ ? સખારામ સાંભળીને રાજી થયો એને પ્રયોગની જાણ હતી.

વૈભવ-વૈભવી એકબીજા સામું જોઇ રહ્યાં. વૈભવે વૈભવીનો હાથ હાથમાં લઇને હિંમત આપવા પ્રયત્ન કર્યો. વૈભવીની આંખમાં આંસુ આવી ગયાં. વૈભવે બધાની સામે કહ્યું "વૈભવી આપણે રોજ મરવું અને રોજ પિશાચને વશ થઇને નીચ કામ કરવાં અને એમની અધૂરી તૃપ્તિનાં શિકાર બની પીડાવું એનાં કરતાં આજે બાપજી જે કહે એ પ્રયોગ કરીજ નાંખીએ હવે આવું નથી જીવવુ નથી પીડાવું હજી આપણી જીંદગી શરૂ થઇ છે એ પહેલાંજ આવાં દિવસો જોવાનાં આવ્યાં છે મારાથી નહીં જોવાય નહીં સેહાવય આજે જે કરવાનું આવશે આપણે સાથે મળીને કરીશું પૂર્ણ કરીશું.

મહારાજશ્રીએ વૈભવને કહ્યું "શાબાશ દીકરા તું આજે આ પ્રયોગ કરીને કાયમી પીડામાંથી મુક્ત થાય એ બાબા ઇચ્છે છે પરંતુ આ પ્રયોગનું કર્મ તો તમારે જાતે જ કરવું પડશે. પણ હિમત ના હારતાં અમારી શક્તિ-આશીર્વાદ તમારું સંપૂર્ણ રક્ષણ કરશે. અમે થોડેક દૂર સમાધીમાં ઉભાજ હોઇશું. તમારું કર્મ પુરું થયે તમે આવી જજો. અને બાબાની આજ્ઞા છે કે હું તમને કંઇક કહું એમણે મનીષાબેન સામે જોઇને કહ્યું. બાબાએ મહારાજશ્રીની સામે જોઇને ઇશારામાં સંમતિ સૂચક આદેશ કર્યો.

મનીષાબ્હેન તમારી અનાયાસે અને અજાણતમમાં થયેલી ભૂલે તમારે ભોગવવાનું આવ્યું છે. ધ્યાનમાં બેસીને બધી તમારી ગતિવિધી અમે નિહાળી છે આતો સારાં નસીબ છે કે તમે બચી ગયાં છો. જ્યારે તમે મંદિર અને મારાં આશ્રમે આવેલાં ત્યારે શું થયેલું ? ઘરેથી મંદિર આશ્રમ આવતાં રસ્તામાં તમને પૂરો પરચો મળેલો અને વૈભવે ગાડી ઝડપમાં ચલાવતાં કંઇ અથડાયેલું પછી તમારાં કાચ પર લોહી ફેલાયેલું વરસાદમાં ધોવાયું એવું બધુ તમે જોયેલું હું ના મળતાં તમને મારાં શિષ્ય મદને શ્રીફળ ભસ્મ બધું આપેલું એ ભસ્મ પણ અમારાં બન્નેનાં મહાન ગુરુ અઘોરનાથજીનાં યજ્ઞની ભસ્મ હતી. તમે લોકો પાછાં જવા બેઠાં તમે ડ્રાઇવીંગ કરવાનું નક્કી કરેલું ત્યારે તમારાંથી અજાણતા ભૂલ થઇ હતી તમે આ લોકોને કહ્યું હું ડ્રાઇવ કરું છું તમે બધાં બેસી જાવ..... યાદ છે ? તમારી ગાડીમાં એ સમયે બે પિશાચ હતાં જ એક વિદ્યુત અને બીજો.... જેને તમે આદેશ કર્યો અને એ તમારી સાથે જ તમારાં ઘરે આવી ગયો. તમે જ્યારે આવી શક્તિઓમાં ફસાઇ જાવ ત્યારે આવું સંબોધન કદી ના કરાય કે બેસી જાવ, આવજો, જજો કંઇ પણ આ પિશળાચી શક્તિઓ કોઇ બોલાવે એની વાસનામાં જ હોય છે અને પાછો આ જીવ પણ અધૂરી તૃપ્તિથી પીડાતો હતો અને તમે એને આમંત્રણ આપી દીધું. ભલે અજાણતાં જ અને વિસ્મય જનક ત્થા ઘૃણાસ્પદ ઘટના અમે પણ પહેલીવાર જોઇએ બે પિશાચી પ્રેતાત્મા એમની હવસ અને વાસના સંતોષવા બે શરીરમાં પ્રવેશ્યા વૈભવ અને વૈભવીમાં એ લોકોએ અંદર અંદર એમની હવસ સંતોષી છતાં અતૃપ્ત રહ્યાં અને વિદ્યુત નામનો પ્રેતાત્મા છે એણે વૈભવીનાં શરીરમાં રહેલાં પ્રેતને ના સ્વીકાર્યો આવું બધું પ્રથમવાર નથી અનુભવ્યું આવું થાય છે પણ પેલા બીજા અતૃપ્ત જીવે જે... એ મનીષાબ્હેનનાં ઉપર હુમલો કર્યો અને તમારાથી તૃપ્ત થવાં પ્રયત્ન કરવા લાગ્યો અને એમાં એક મોટી ઘટનાં આ અગમ્ય અતૃપ્ત દુનિયામાં બની ગઇ..... આટલું બોલી મહારાજશ્રી શાંત થઇ ગયાં એમને પણ આટલું કહેતાં કહેતાં જાણે અથાગ શ્રમ વર્તાઇ રહ્યો....

અઘોરીબાબાએ મહારાજશ્રીને શાંત રહેવા કહ્યું અને બોલ્યાં તમારો જીવ જતાં બચ્યો એજ એક મોટી વાત છે અને ઇશ્વરની કૃપા અને કોઇ આ છોકરાઓ માટે પુણ્ય નડી ગયાં. તમે બચી ગયાં. વૈભવીએ પૂછ્યું "હાથ જોડીને બોલી બાબા પણ એવું શું થઇ ગયું ? કેમ વાત અધૂરી રાખી ? બાબાએ કહ્યું "ધીરજ રાખ દીકરી આ પીરસેલું જમવાનું નથી કે આટલી ઉતાવળ કરે છે. શાંત રહે અને બાબાનું અકળામણવાળું વાક્ય સાંભળી વૈભવી ચૂપ થઇ ગઇ. સદગુણાબ્હેનથી ના રહેવાયું. એમણે કહ્યું "કાંઇ નહીં તમે જ્યારે જણાવશો ત્યારે જાણીશું પણ એક વાતતો મને સમજાવો કે આ વૈભવનાં પિતાનું ઋણ ઉતારવાનું છે એટલે ?

અઘોરીબાબાએ મહારાજશ્રી સામે જોયું મહારાજશ્રીએ સદગુણાબ્હેને કહ્યું" તું પણ શાંત રહે દીકરી સમય આવ્યે બધુંજ કહીશું બધું જ જણાવીશું અત્યારે તો જે કરવાનું છે એ પ્હેલાં કરી લઇએ. એમ કહીને એમણે સખારામને બોલાવ્યો અમે એમણે સખારામનાં કાનમાં કંઇક સૂચના આપી અને કહ્યું તું તૈયારી કર અને સવિતા પાસે ઘડામાં પાણી મંગાવ્યું તથા જવનાં દાણાં, કપૂર અને સોપારી મંગાવ્યાં.

પ્રકરણ - 28 સંપૂર્ણ

આગળની વિધી અને ઘટનાઓ અકલ્પનીય છે વાંચો પ્રકરણ-29

પ્રેમ વાસના.... અનોખો બદલો અધૂરી તૃપ્તિનો