પ્રેમ વાસના - પ્રકરણ - 8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 8

પ્રેમવાસના

પ્રકરણ-8

વૈભવે અત્યારે કાર કાઢી પાર્કીગમાંથી અને મંમી અને વૈભવી બેસી ગયાં એટલે કાર હંકારી મૂકી વૈભવીનાં ઘર તરફ સદગુણાબ્હેન પાછલી સીટ પર બેસીને વિચારી રહ્યાં આ છોકરાઓ આટલો આગ્રહ ના કર્યો હોત તો હું નિર્ણય કરી શકી હોત ? એનાં પાપા હતાં તો કોઇ ફીકર નહોતી અત્યારે બધાનો ખ્યાલ રાખવો પડે છે. આસપાસ રહેતાં પડોશી-સગાવ્હાલા-સમાજ બધાં શું બોલશે કહેશે એવાં વિચારો આવતાં હતાં આજે મેં નિર્ણય લીધો સારુ જ કર્યું કોઇ વચ્ચે પંચાત કરવા આવશે હું સ્પષ્ટ કહું જ મોંઢે સંભળાવી દઇશ.

વૈભવી અને વૈભવ કંઇક વાતોમાં હસી પડ્યાં પછી વૈભવીએ માં તરફ નજર કરતાં કહ્યું "મા હજી શેનાં વિચારોમાં છો ? બધુ ફગાવી દો ચિંતાને બધુ હવે આનંદમાં જ રહેવાનું છે તમને હું તમારી સાથે જ છું બધાંજ વિચાર-નિર્ણયમાં સ્વાભીવક રીતે વૈભવતો હોય જ. આપણે આજે ખૂબ મજા કરીશું.

વૈભવે કહ્યું "ચાલો તમારાં આટલો વાર્તાલાપમાં તો વૈભવીનો ફલેટ પણ આવી ગયો. લો મંમી પણ બારણું ખોલીને ઉભા છે રાહ જોવે છે. ગ્રાઉન્ડફલોર પર ફલેટ હોવાનો આ ફાયદો છે સીધીજ એન્ટ્રી ના પગથિયા ના લીફટ ચલો મેમસાબ માર્શલ માનવેન્દ્રસિંહનું ઘર આવી ગયું ત્રણે જણાં હસતાં હસતાં કારમાંથી બ્હાર નીકળ્યાં. અને માનસીબ્હેન વૈભવીની મંમી આવકારવા તૈયાર જ ઊભાં હતાં.

બધાં આનંદ સાથે ઘરમાં ગયાં અને માનસીબ્હેને ફલેટનો દરવાજો બંધ કર્યો વૈભવીએ કહ્યું તમે લોકો બેસો હું ફ્રેશ થઇને આવું છું. અને બંન્ને મંમીઓને હું અલ્ટીમેટન આપું છું કે તમારે કંઇ જ કરવાનું નથી બધું જ કામ હું કરીશ.

માનસીબ્હેન કહે, બેટાં તારે પણ કંઇજ નથી કરવાનું મેં આપણી કલબની મેસમાંથીજ બધું ઓર્ડર કરીને મંગાવી લીધું છે ડોન્ટ વરી તું ફ્રેશ થઇને આવ પછી આપણે સાથે જ બેસી જઇશું.

વૈભવે કહ્યું "વૈભવી તું ફ્રેશ થવા જા મોડું ના કર એમ કહીને વૈભવીને ફ્રેશ થવા મોકલી પછી વૈભવીએ માનસીબેન ને કહ્યું "મંમી ફ્રીઝમાં છે ને ? માર્શલ સરનો ક્વોટા ?

માનસીબેન સદગુણાબ્હેન સામે જોઇને કહ્યું "હા હા છે પણ પેલી જાણશે તો ખીજાશે. સદગુણાબ્હેન કહે "દીકરા શું જરૂર છે ? વૈભવે કહ્યું માં પ્લીઝ હું ક્યાં કાયમ લઊં છું ? આજે મૂડ છે અને માર્શલ સર હોય ત્યારે એમને બસ કંપની આપુ છું અને ક્યારેક મંમી પણ કંપની આપે છે. માનસીબ્હેન કહે એય ચાડી ના ખા એતો એનાં પપ્પા ખૂબ આગ્રહ કરે ત્યારેજ બાકી હું નથી લેતી. સદગુણાબ્હેન કહે એ તમારો નિર્ણય છે કેમ તમે ગભરાવ છો તમારો નિર્ણય તમારે કરવાનો તમારાં પતિ તમને કહે પછી બીજાઓથી શું ફરક પડે છે ?

આમે મેં 3 માસ પછી નીકળવાનો નિર્ણય લીધો જ ને જુઓને છોકરાઓની સમજાવટથી જ હું નિર્ણય લઇ શકી. એમનાં ચહેરાં પર આત્મ સન્માન અને દ્ઢ નિશ્ચયતાં દર્શન થતાં હતાં. માન્સીબ્હેન કહે તમે સાચું જ કહ્યું લોકો તો બોલ્યા કરે એમને શું ધંધો છે આપણાં માટે આપણું કુટુંબ જ અગત્યનું છે અને હું એમની સાથે પાર્ટી ફંકશનમાં જઊં ત્યારે એ આગ્રહ કરે તો પણ નથી જ લેતી ફક્ત ઘરે અને એકલાં સાથે હોઇએ ત્યારેજ એ મારો નિર્ણય છે એટલે એ બ્હાર હવે મને ઓફર પણ નથી કરતાં

મને મારી મર્યાદાની ખબર છે મારે એમને કંપની આપવાની મતલબ છે સમાજમાં મારે હું ખૂબ એડવાન્સ છું બતાવવામાં કોઇ રસ નથી એમની સાથેનાં સ્ટાફનાં ઘણાં બધાની વાઇફ પીએ છે અને ઘણીવાર ખૂબ પીવે તાયફા પણ કરે છે મને કહે છે મીસીસ માર્શલ આપ નહીં લો ? વાઇન તો લો પ્લીઝ પણ મારો જવાબ સાંભળીને ફરીવાર કંઇ બોલે જ નહીં.

આ બધી વાતો થતી હતી ત્યાં સુધીમાં તો વૈભવ ફ્રીંઝમાંથી બીયરનું ટીન બહાર લાવીને પીવા બેસી ગયો. મનિષાબ્હેને ઉભા થઇને એને બાઉલમાં બે ત્રણ જાતનાં ફરસાણ આપ્યાં એયે વૈભવ ટીવી ચાલુ કરીને ધીમા અવાજે ગીતો સાંભળવા લાગ્યો અને વૈભવીની રાહ જોવા લાગ્યો.

મનીષાબહેને કહ્યું વૈભવ તું કહે પછી જમવાની તૈયારી કરીશું તું તારે એન્જોય કર વૈભવીને હું સમજાવી દઇશ. થેક્યું મંમી વૈભવે કહ્યું હું જ મનાવી લઇશ મારી ડાર્લીંગને .... માં બોલી એમ હજી તો ચાલુ કર્યું છે અને તારું ઇગ્લીશ ચાલુ એમ કહી બધાં એક સાથે હસી પડ્યાં.

વૈભવી ફ્રેશ થઇને આવીને બધાને એક સાથે હસતા જોઇને આશ્ચર્ય પામી એણે કહ્યું "શું થયું આમ બધા આટલું બધું હસો છો મને તો કહો તો હું પણ હસું. એની નજર પછી વૈભવ પર પડી અને એણે કહ્યું "તું આવીને તરત ચાલુ થઇ ગયો એણે સદગુણાબ્હેન તરફ જોઇ કહ્યું "મંમી તમે ના ના પાડી ? જોને હવે ક્યાંય સુધી ઉઠશે નહીં. આમ કેમ કરે તું વૈભવ ? વૈભવે કહ્યુ " અરે બેબી ચીલ.. આજનાં દિવસે તું ના ના પાડીશ. પ્લીઝ એણે બંન્ને મંમીઓ તરફ ઇશારો કરીને કહ્યું "હું બહાર બાલ્કનીમાં વૈભવી સાથે બેઠો છું તમે લોકો ટીવી પર જે સીરીયલ કે કંઈ પણ જોવું હોય જુઓ પ્લીઝ અને પછી વૈભવીને ઇશારો કરીને બાઇટ્રસનાં બાઉલ અંદર બેડરૂમની બાલ્કનીમાં લેવાં કીધાં જેવી એ લઇને અંદર ગઇ અને વૈભવે બીજા બે બીયરનાં ટીન લઇને એની પાછળ ગયો.

મીનાષીબ્હેને સદગુણાબહેન સાથે વાત કરીને એ જે જોતાં હોય એ સીરીયલ મૂકીને બંન્ને વાતો સાથે સામે ટીવી જોવામાં મશગૂલ થયાં.

વૈભવીએ કહ્યું "અરે તું બીજા બે ટીન લઇને આવ્યો ? શું માંડ્યું છે એમ બોલતાં બોલતાં બેડરૂમનાં દરવાજો બંધ કર્યો. વૈભવે હસ્તાં હસતાં કહ્યું " થેંક્યુ ડાર્લીંગ ચાલ હવે બધુ બોલ બોલ ના કર એમ કહીને એક ટીનનું ચીલ તોડીને વૈભવીને ચુંબન સાથે આપ્યું વૈભવી કહે "નો નો મારે નથી પીવું પ્લીઝ વૈભવે કહ્યું " એય પ્લીઝ આજનાં દિવસે ના ના પાડે અને તું ક્યાં પ્હેલીવાર પીવે છે ? આપણે ઘણીવાર સાથે બીયર પીધો છે ઇવન તારાં પાપા સાથે પણ પીધો છે પછી આજનાં દિવસે તું કેમ ના પાડે છે ?

વૈભવીએ સ્મિત સાથે આંખો મચાવતાં કહ્યું "તું તો ખૂબ જ લૂચ્ચો છે તારી બધી જ વાત કોઇને કોઇ રીતે મનાવી જ લે છે. વૈભવે કહ્યું "ચીયર્સ ડાર્લીગ એમ કહીને બંન્ને જણાએ ચીયર્સ કહીને એકમેકનાં હાથને આંટી મારીને પોતાનાં ટીન એકબીજાનાં હોઠો પર મૂકીને પ્હેલી સીપ મારી... વૈભવીએ ઓહો... ખૂબ સ્ટ્રોગ છે કહીને મોં બગાડ્યું. વૈભવે તરત જ એનાં હોઠ પર હોઠ મૂકીને ચૂસ્ત ચુંબન લીધું અને કહ્યું વાહ શું મીઠાં છે આઇ લવ યું કહીને એને પ્રેમ કરવા લાગ્યો.

વૈભવ અને વૈભવી અલકમલકની વાતો કરતાં આનંદ સાથે બીયરની ઠંડી ઠંડી ચૂસ્કીઓ લઇ રહેલાં અ બંનેનો ગરમ ગરમ શ્વાસ નીકળી રહેલા એ લોકોએ સાથે બેસીને બિન્દાસ બીયરનો ફાઇ કેઝ લગાવ્યો પછી વૈભવીએ વૈભવને કહ્યું "એય મારાં મીઠું હવે બહુ થયું પછી અહીંથી ચાલીને બહાર પણ નહીં જવાય અને હજી જમવાનું બાકી છે માં બહાર રાહ જોવો છે. વૈભવે કહ્યું ચિંતા ના કર એ લોકો બહું સમજે જ છે એલોકોને ખાલી કહી દે એ લોક જમી લે આપણને વાર લાગશે પ્લીઝ.

વૈભવી ઉભી થઇ અને બારણું ખોલીને ત્યાં જ ઊભાં ઉભા કહ્યું મંમી તમે લોક જમી લેજો પ્લીઝ હજી વૈભવને વાર છે એટલે અમે પછી શાંતિથી જમીશું એમ કહી જવાબની રાહ જોતાં ચિતાં જ એણે ઘડામ દઇ દરવાજો બંધ કર્યો. બંન્ને મંમીઓ સમજી ગઇ અને તેઓ જમવાની તૈયારીમાં લાગી ગયાં.

વૈભવે વૈભવીને ચાલતી આવતી જોઇ અને એણે નશીલી અવાજે કહ્યું "વાહ મારી ખૂબસૂરત ડોલ શું તારી સેક્ષી ચાલ છે કહેવું પડે આજે તો મારે તને ખૂબ પ્રેમ કરવો છે અને પરમ તૃપ્તિ અનુભવી છે. ક્યા બાત હૈ એમ કહીને વૈભવીને પ્રેમ કરવાં ઉભો થઇ ગયો હતો.

વૈભવીએ કહ્યું "એય મારાં રાજા ધીરજ રાખ હજી મારી બીયર અધૂરી છે થોભ... હું કપડાં બદલી લઊં એટલે વૈભવ મોટાં ડોળા કાઢીને બોલ્યો. કાય ઝાલા ? તૂમા કોઇ માહિતી હૈ ? આઇ વોન્ટ યુ જસ્ટ નાઊ.. આઇ ડોન્ટ વોન્ટ ટુ વેઇટ આઇ હેવ ઓલરેડી સ્પોઈલડ માય ટાઇમ ... આઇ લવ યુ ડાર્લીંગ આવીજાને તારાં કપડાં તો હું જ ઉતારીશ આજે તું નહી જ એમ કહીને વૈભવે - વૈભવીનાં હાથમાંથી બીયરનું ટીન લઇને પોતે ગટગટાવી ગયો અને એની નાઇટીને એવી જોરથી ખેંચીકે ફાટવા સાથે વૈભવીનાં ગળામાં ઘસરકો થઇ ગયો.

વૈભવી વૈભવનું આવું રૂપ જોઇને સાવ ડઘાઇ ગઇ અને વૈભવ કંઇ પણ સાંભળ્યા વિના એનાં ઉપર તૂટી પડ્યો.

પ્રકરણ - 8 સમાપ્ત.

વૈભવે આગળ વૈભવી સાથે શું કર્યું કેમ આમ કયું . આવુ કારણ શું છે એ જાણવા રસપ્રદ પ્રકરણ-9 આગળ વાંચો - પ્રેમવાસના એક બદલો અધૂરી તૃપ્તિનો ...

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Nimisha Patel

Nimisha Patel 1 વર્ષ પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 વર્ષ પહેલા

Sangita Doshi

Sangita Doshi 1 વર્ષ પહેલા