પ્રેમ વાસના - પ્રકરણ - 19

પ્રકરણ - 19

પ્રેમ વાસના

            વૈભવીની મંમીએ જોયું કે લાઇટો ગઇ છે. રૂમની બારીઓ ખોલી નાંખી મચ્છરદાની બાંધી રાખી. એ બેડ પાસે આવ્યાં તો એમણે વૈભવીને કણસતી જોઇ એ બોલી રહી હતી કે ના મને ના અડ છોડ મને.... એમણે વૈભવીનાં ચેહરાં સામે જોયું અને એમનાથી મોટેથી ચીસ નંખાઇ ગઇ. વૈભવીની આંખો બંધ હતી પરંતુ એ સતત બબડી રહી હતી એની છાતી ખૂબ ઝડપી ઊંચી નીચી થઇ રહી હતી. એને જાણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. એનાં આખાં ચહેરા પર ખૂબ પ્રસ્વેદ બિંદુ છવાયેલાં હતાં ચહેરો જાણે સાવ કાળો પડી ગયો હતો.

       મનીષાબહેને જોરથી ચીસ પાડીને કહ્યું વૈભવી વૈભવી વૈભવીએ હંઅઅ કરીને જોરથી માથું ધુમાવ્યું અને આંખો પહોળી કરીને મંમીની સામે જોઇને સામે તરફ આંગળી કરીને બબડતી હતી મંમી... મંમી જો પેલાં ત્યાં બારીમાં ઉભો છે હમણાં સુધી મને સ્પર્શવા પ્રયત્ન કરતો હતો મંમી જો જો તું એને.... વૈભવી ખૂબ ગભરાઇને રડતી રડતી બોલી રહી હતી. વૈભવીની મંમીએ કહ્યું ક્યાં છે દીકરી ? અહીં તો કોઇ નથી. બારીઓ મેં હમણાં જ ખોલી લાઇટો ગઇ છે... તું કેમ આટલું રડે છે ? શું થયું ?      

       વૈભવીએ કહ્યું "માં લાઇટો નથી ગઇ આ શેતાને આવીને કંઇક કર્યું છે એ બારીમાં બેઠો છે જો માં એ મારી સામે મોટાં ડોળા કાઢી મને ડરાવી રહ્યો છે માં... માં... એટલામાં બારીઓ ફરીથી બંધ થઇ ગઇ લાઇટો ઝબૂકવા લાગી અને બંધ બારણે રૂમમાં જોરથી પવન ફૂંકાયો અને પિશાચી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો. મનીષાબહેન ખૂબ ગભરાઇ ગયાં દોડીને વૈભવી પાસે જતાં રહ્યાં અને વૈભવી એમને વળગી ગઇ ખૂબ જોરજોરથી રડવા લાગી અને એટલામાં મોટાં ચીસ અવાજે પિશાચ પ્રેત બોલ્યું હજીવાર છે. ખમ્મા કર જો હું શું કરું છું એમ કીધુ અને અને બારીઓ એકદમ ખૂલીને પછડાઇ એનાં કાચ તૂટી ગયાં અને વાવાઝોડું જાણે બારીથી બહાર નીકળી ગયું.

       આટલી અડધી રાત્રે આટલાં અવાજ થયાં માં દીકરી ખૂબ ગભરાઇ ગયાં. અને લાઇટો પણ પાછી આવી ગઇ અને એસી.નો ઘરર ઘરર... અવાજ આવવા લાગ્યો. બંન્ને જણાં થોડીવાર સહેમીને બેસી રહ્યાં. ક્યાંય સુધી કંઇ જ બોલ્યા નહીં એકબીજા સામે જોઇ રડતા રહ્યાં.

       મનિષાબહેને પછી હિંમત કરી તેઓ ઉભા થયાં બારીનાં કાચ તૂટેલાં ત્યાંથી સાવધાની પૂર્વક બહાર જોવા લાગ્યાં. બહાર નિરવ ડરામણી શાંતિ હતી એમએ તૂટેલી બારી બંધ કરવા પ્રયત્ન કર્યો અને પછી વૈભવીને કહ્યું દીકરા ચાલ અહીંથી બહાર જતાં રહીએ તારાં પાપાને ઉઠાડીએ એમનાં રૂમમાં સૂઇ જઇએ.

       વૈભવી ખૂબ ડરી હતી એણએ કહ્યું "મંમી મને ખૂબ જ ડર લાગી રહ્યો છે શું કરીશું ? આમતો દિવસ કેમ વિતશે ? અ સાલો રાત્રે હેરાન કરવા આવે છે. મંમી પાપાને બધીજ વાત કરીએ આનો કોઇ ઉકેલ લાવવો પડશે નહીંતર હું ડરની મારી જ મરી જઇશ.

       વૈભવીની મંમીએ કહ્યું તું ચિંતા ના કર ચલ રૂમની બહાર અને બંન્ને ડરતાં માર્યા રૂમની બહાર નીકળીને રૂમનો દરવાજો બંધ કર્યો. બહાર આવીને જોયું તો સામે... કર્નલ ઉભાં હતાં એમણે પૂછ્યું ? તમારાં રૂમમાંથી આટલો શેનો અવાજ આવતો હતો ? તમે અટલાં ડરેલા કેમ છો ? રડો છો કેમ શું થયું ?

       મનિષાબહેને કહ્યું "તમે પહેલાં તમારાં રૂમમાં ચલો ત્યાં બધી વાત કરીએ છીએ. ત્યાં જ મેઇન ડોર ઠોકવાનો અવાજ આવ્યો. મનિષાબહેન કહે મને ડર લાગે છે વૈબવી પણ નહીં ખોલે દરવાજો તમે જ જુઓ જઇને કોણ છે દરવાજે ?

       કર્નલ ક્યું ઓકે તમે લોકો રૂમમાં જાવ હું જોઊં છું. મનીષાબહેન કહે ના અમે ક્યાં નથી જવાનાં તમે ખોલો દરવાજો પહેલાં જુઓ કોણ છે ? કર્નલે કર્યું "આટલુ ડરવાનું શું ? ઓકે હું જોઊં છું કોણ છે અડધી રાત્રે ? કર્નલે દરવાજો ખોલ્યો તો સામે લક્ષ્મણ અને સાથે કોઇ બીજો પુરુષ ઉભો હતો.

       કર્નલે અકળાઇને પૂછ્યું "લક્ષ્મણ આ સમય છે અત્યારે બારણું ખખડાવવાનો ? તને ખબર નથી પડતી અડધી રાત છે ? અને તારી સાથે આ માણસ કોણ છે ? તમે લોકો અત્યારે શેના માટે આવ્યા છો ? કંઇ ડીસીપ્લીન જેવું જ નથી.

       લક્ષ્મણે હાથ જોડીને કહ્યું "સર, અમે બેબી બ્હેનનાં રૂમમાંથી મોટાં અવાજ આવતાં સાંભળ્યા એટલે ચિંતાથી દોડી આવ્યા ? કંઇ થયું ? કંઇ થયું નથી ને ? લાઇટ જતી રહેલી પાછી આવી ગઇ ? અને આ મારો ખાસ મિત્ર છે એ પણ મદદ માટે મારી સાથે દોડી આવ્યો. અને કર્નલ લક્ષ્મણ અને એનાં મિત્રને માથા થી પગ સુધી જોવા લાગ્યાં.

       મનિષાબહેન બધો વાર્તાલાપ સાંભળ્યો કર્નલ કંઇ બોલે એ પહેલાંજ એ બોલ્યાં "લક્ષ્મણ ઇકડે આ.. લક્ષ્મણ અંદર આવ્યો. એને નવાઇ લાગી શેઠાણી મરાઠીમાં કેમ બોલાવે છે ? મનિષાબહેનને પણ પછી ભાન થયું એ બોલ્યા અંદર આવ જો બેબીનાં રૂમમાં બારીનાં કાચ તૂટયાં છે ભરી લેને અને કર્નલને સોફા પર બેસવા કીધું અને એ બંન્ને જણાં સામે સોફા પર બેઠાં. સખારામ મુખ્ય દરવાજે એકબાજુમાં ઉભો રહેલો. લક્ષ્મણે સખારામને ઉભા રહેવા ઇશારો કર્યો અને એ કાચ ભરવા અંદર જતો રહ્યો.

       મનિષાબહેને કર્નલને કહ્યું "તમે સુવા ગયાં પછી અમે પણ બધાં બારી દરવાજા બંધ કરીને એસી. ચાલુ કરીને સૂઇ ગયાં. હતાં અને અચાનક એસી.માંથી અવાજ આવ્યો લાઇટો જતી રહી. હું ગભરાઇને ઉભી થઇ અને વૈભવી સામે જોયું અંધારામાં મને પહેલાં ખ્યાલ ના આવ્યો પરંતુ ઝબૂકતી લાઇટમાં મેં જોયુ એ કંઇક બબડી રહી છે એ ચહેરો અંધારામાં એકદમ ગભરાયેલો અને બીહામણો લાગી રહેલો અને મારાથી ચીસ નંખાઇ ગઇ અને પછી..... વૈભવી સાથે થયેલી બધીજ ઘટના અમણે કર્નલને કીધી. કર્નલ આશ્ચર્ય પામી ગયાં.

       એટલીવારમાં લક્ષ્મણ અંદર રૂમમાંથી કાચ ભરીને બહાર આવી ગયો અને ઝાડુ અને સુપડુ બધું મૂકવાનું ભૂલીને કર્નલ પાસે જ બેસી ગયો. એણે કહ્યું, સર મારું માનો આ બેબી પાછળ કોઇ પ્રેતાત્મા છે મને જાણ છે અને મેં એનો અવાજ અને બેબીની ચીસ પણ સાંભળી છે.

       લક્ષ્મણે આગળ જણાવતાં કહ્યું "સર આ સખારામ મારો ખાસ મિત્ર છે અને અમારાં સમાજમાં આગળ પડતો છે તમે હાજર નહોતાં ત્યારે પણ બેબી અને જમાઇરાજા સાથે ઘટના બની હતી અને અમે એનાં સાક્ષી છીએ મેં મારાં અને એ પિશાચી પ્રેતાત્માનાં અવાજો વગેરે સાંભળ્યાં છે. સર, એ તોફાની અને બીહામણી રાત હું નહીં ભૂલી શકું સર આમાં ઢીલુ ના મૂકાય આમાં તો બેબીનાં જીવનો સવાલ છે. આજે મેં ફરીથી એનો અવાજ સાંભળ્યો છે. સર આ બેબીની સામે તો જુઓ એમણો ઘરમાં આવી પિશાચી શક્તિ હાજર રહે એવું ના ચલાવી શકાય આનો કોઇને કોઇ ઉકેલ સમાધાન લાવવું જ પડશે.

       કર્નલ લક્ષ્મણની વાત સાંભળીને અંચબામાં પડી ગયાં એમણે લક્ષ્મણએ મિત્ર સખારામ અને વૈભવીની સામે વારાફરથી જોયાં કર્યું પછી બોલ્યાં આ બધુ શું ચાલી રહ્યું છે મને કંઇ સમજાતું નથી. આ પિશાચી પ્રેતાત્મા બધું શું છે ? અને અવાજ ચીસ જોવો સાંભળ્યો હતો હું પણ ઉઠીને બેબીનાં રૂમ તરફ આવેલો.

       હું કાલે અહીં લેડી પોલીસની વ્યવસ્થા કરુ છું ગનમેન સાથે જોઉં છું કોણ આવે છે ?  લક્ષ્મણે સાંભળીને તરત જ કહ્યું સર આમાં આખી મીલીટ્રી આવશે તો પણ નહીં ચાલે. મારું માનો તો આનો જે રીતે ઉકલ લાવી શકતો હોય એમ જ આવે અને આ સખારામ આમાં પાવરધો છે એ વિદ્યા જાણે છે એનાં ગુરુ મોટાં અધોરી છે અને સહયાદ્રીમાં એમનો મઠ છે.

       કર્નલ થોડાં અકળાઇ ગયાં. એમણે સખારામથી સામે જોયું સખારામે કર્નલની સામે જોતાં કહ્યું "સર તમે માનો ના માનો આ બધી શક્તિઓ જુદી જ છે અને એમાં વિધી અને કળથી કામ કરવું પડે. આમાં તમારી મીલટ્રી તાલીમ અને સ્વભાવ કામ નહીં કરે. આમ ને આમ છોકરી હાથથી ખોઈ બેસશો અને મેં લક્ષ્મણને હજી રાતેજ કહેલું કે હું સવારે નીકળી જઇશ પણ તારાં આ ઘરમાં પિશાચી પ્રેતાત્મા છે જે શુખ શાંતિ ઘરની ખેદાનમેદાન કરી નાંખશે. અને મારે આમાં કોઇ સ્વાર્થ નથી મને આ વિદ્યા પ્રાપ્ત છે અને ગુરુ આદેશ છે કે પોતાના કોઇ સ્વાર્થ અને લાલચ વિના સેવા કરવાની એટલે જ મેં લક્ષ્મણનું કામ કરવા હા પાડી છે બાકી તમારો જે વિચાર હોય એ જ.

       કર્નલ સખારામને સાંભળી રહ્યાં અને ચહેરાં ઉપર કુમાશ આવી થોડાં લાગણીસભર થઇને વૈભવી સામે જોઇ રહ્યાં અને આંખોમાં ઝળઝળીયા આવી ગયાં. એ ઉભા થઇને વૈભવીને પાસે આવ્યાં અને વૈભવી એમને કોટી વળગી ગઇ અને ધુસ્કે ધુસ્કે રડી ઊઠી. ત્યાંજ વૈભવનો ફોન રણક્યો......

       વૈભવીએ સ્ક્રીનમાં વૈભવનો ફોન જોયો અને તરત જ ઉપાડ્યો. એણે ડૂસ્કુ નાંખ્તાં કહ્યું "વિભુ અત્યારે કેમ ? વૈભવે કહ્યું શુ થયું છે ? મને ખૂબજ ગભરામણ થઇ ડર લાગ્યો ઉધ ઉડી ગઇ અને તને કોઇ તકલીફતો એહસાસ થયો એટલે ફોન કર્યો.......

પ્રકરણ-19 સમાપ્ત.

       કર્નલ કહ્યું વૈભવને કહે સવારે પ્હેલા અહીં આવે અને ફોન મૂક્યો. વાંચો આવતા અંકે પ્રેમ વાસના... અનોખો બદલો અધૂરી તૃપ્તિનો.....

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sudhirbhai Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

Dilip 3 અઠવાડિયા પહેલા

Verified icon

Ssb 4 અઠવાડિયા પહેલા

Verified icon

krina 1 માસ પહેલા

Verified icon

Kirti K Patel 1 માસ પહેલા