પ્રેમ વાસના - પ્રકરણ - 31 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વાસના - પ્રકરણ - 31

પ્રકરણ 31

પ્રેમ વાસના

સદગુણાબ્હેને પ્રશ્ન કર્યો મારાં પતિનો જીવાત્મા આટલો પવિત્ર હતો સદગતિ કરવામાં મદદરૂપ થયાં હતાં મારો પુત્ર અને થનાર પુત્રવધુ શા માટે આટલાં દુઃખી થયા ? અઘોરી બાબાએ કહ્યું "જો સાંભળો એનો જવાબ આપી તમારાં પ્રશ્નનું નિવારણ કરું છું. તમારાં પતિનાં આ પુણ્ય પ્રમાણે જીવ્યાં એમના કર્મો પ્રમાણે સદગતિ પામ્યાં. પૃથ્વી પર જ કોઇ જન્મ લે છે એને એનાં કર્મ પ્રમાણે ગતિ મળે છે.

જીવનયાત્રા દરમ્યાન સુખ-સાંપતિ -પ્રેમ વાસના -હવસ બધીજ જાતની ઇચ્છાઓ-મોહ -તરસ હોય છે એમાં પણ તમારું કર્મ તમારી દ્રષ્ટિ કામ કરે છે. આ છોકરીનાં જીવનમાં તમારો પુત્ર તો આવેલો પણ એક તરફી પ્રમનો પેલો પિશાચી આત્મા પણ દાખલ થયેલો એનામાં હવસ ભરી હતી એને પ્રેમ નથી એને આ છોકરીનાં શરીરનાં ભોગવટોજ કરવો હતો અને એની અતૃપ્ત ઇચ્છા જે શુક્ષ્મ હતી એ જાગૃત થઇ હતી એ એની પાછળ જ હતો અને અકસ્માતે મૃત્યું પામ્યો પરંતુ એનાં મૃત્યુ સમયે પણ એની દ્રષ્ટિ હવસ સંતોષવાની જ હતી એવું એ કર્મ એની સાથે આવ્યું એનો જીવ અવગતિ પામ્યો પણ હવસ સાથે જ રહી અને એણે મોકો મળતાં તેનાં ઉપર હુમલો કર્યો. હવસ સંતોષવાજ એ એની સતત પાછળ પડછાયાની જેમ જ હતો એનાં પર હુમલો થયો એ પ્હેલાં પણ એની પાછળ હતો જ પણ આને કોઇ એહસાસ નહોતો આ છોકરીને એની છડ્ઢી ઇન્દ્રીયથી અંદેશો આવી ગયો હોત કે કોઇ છાયા એનો પડછાયો બનીને પાછળ જ છે તો આટલું લાંબુ ના થાત. આ વૈભવીનો એના પ્રેમમાટેનો નકાર અને એ પ્રેતાત્માનું હવસનું વકરવું બધું એક સાથે થયું. પછી અઘોરીબાબાએ આંખો બંધ કરીને ધ્યાન ધર્યું. થોડીવાર પછી શાંત વાતાવરણમાં ધીમેથી આંખ ખોલીને કહ્યું કોલેજ સમયથી જે પિશાચી પ્રેતાત્મા તારી પાછળ હતોજ અને એ કાયમ અહીં સુધી આવતો પણ કોઇને કોઇ કારણસર ઘરમાં પ્રવેશી નહોતો શકતો એ આ બ્હેનની ઠાકોરજી ની સેવા હોય કે બીજું કોઇ કારણ. અથવા આ વૈભવનાં પ્રેમનું પ્રભાવી કારણ. પરંતુ જ્યારે તમે બંન્ને છોકરાઓ પ્રેમ કરવા માટે એ સમશાન પાસેની ઝાડી-જંગલમાં ગયાં.... એનું ત્યાંતો રહેઠાણ હતું. અને એનાં જેવા કેટલાંય અતૃપ્ત પ્રેતાત્માઓનો એ જંગલમાં સ્મશાનમાં વાસ છે. ઘણાં પ્રેતતો વરસોથી ત્યાં અતૃપ્તિમાં પીડાય છે એમની કોઇ વિધી નથી થઇ અને એમની સદગતિ નથી થતી એમનો એ જંગલમાં સ્માશાનમાં વાસ છે. અને તમે બંન્ને જણાં સંવાદી પ્રેમ સાથે સાથે શારિરીક પ્રેમ માટે તન્મય થયાં ત્યારે એણે તક ઝડપી અને જેવાં તમે ફક્ત પ્રેમ-કામનામય થયા અને એણે આ છોકરામાં પ્રવેશ કરી લીધો અને એનાં શરીર હવશ છોકરી સાથે મૈથુન કરવા પ્રયાસ કર્યો. પણ એ સમયે આ છોકરીને પાકો એહસાસ થયો કે આનાં શરીર સાથે બીજો કોઇ છે અને એની ચીસથી સ્થિતિ બદલાઇ ગઇ અને નવો નવો પ્રેત હોય એમ એણે શરીર છોડયું પરંતુ છેડો ના મૂક્યો સદાય પાછળને પાછળ જ રહ્યો. વૈભવ સામે જોઇ અઘોરીબાબાએ કહ્યું "વાત બરોબર છે ?

વૈભવે કહ્યું તમે જાણે સાક્ષાત સાથે હતાં એટલું સચોટ દર્શન તમે કહ્યું છે. બાપજી પણ હવે ઉતારો બહું થયું. બાબાજીએ કહ્યું "એ પછી દરેક ઘટનાં એની હવસ આ છોરીનાં ચિત્કાર મને ચિત્રપટની જેમ મારી આંખ સમક્ષ દેખાય છે પણ એનાં વર્ણન કરી નહીં શકું બધું ખૂબ વિચિત્ર વિભત્સ નગ્ન છે જે હું બાપ જેવો તમને છોકરાઓ સમક્ષ નહીં બોલી શકું પરંતુ હવે પછી જે વિધી છે એ ખૂબ ધ્યાનપૂર્વક થોડી વિચિત્ર છે. પણ કરવાની છે. કોઇ ભય ના રાખશો અમારી શક્તિ તમારાં બંન્નેની સાથે જ હશે એટલે જે રીતે મહારાજશ્રી પછી સમજવશે એ પ્રમાણે તમારે કરવાની જ છે. મહારાજશ્રી ફક્ત આ છોકરાને સમજાવશે છોકરો એની થનાર પત્નિને કહેશે સમજાવશે. આ વિધિ કદાચ ગળે ના ઉતરે એટલી વિચિત્ર છે પણ એજ અંતિમ ઉપાય છે. આ પિશાચ ખૂબ જીદ્દી, ધમંડી, નીચ અને કામ વાસના વાળો છે એની જ્યાં સુધી અધૂરી તૃપ્તિ એની સંપૂર્ણ સંતૃપ્તિમાં પરીવર્તીત નહીં થાય ત્યાં સુધી એ આ શરીર નહીં છોડે પાછળ પાછળ ભટક્યા કરશે. અને ત્યાંજ થોડા દૂર હવનયજ્ઞ દ્વારા પિશાચી માયાને કાબૂ કરવા માટે ઋચાઓ બોલીને વિધી કરીશું. એટલે જેવો તમારો પ્રયોગ પુરો થશે એજ ક્ષણે એ હવનકુંડની જે અગ્નિજવાળા હશે એમાં એનું પ્રેત સ્વરૃપ દેખા દેશે પછી એની પાસે કોઇજ બળ નહીં હોય અને અમે એને મંત્રોચ્ચારથી સ્વાહા કરીને પ્રેતયોનીમાંથી મુક્ત કરીશું. એની સદગતિ અને તમારી પીડામાંથી મુક્તિ.....

સદગુણાબ્હેનની આંખમાં આંસુ આવી ગયચાં. એમણે કહ્યું એક અપવિત્ર નીચ આત્મા કેટલા લોકોને હેરાન કરે છે અને આ છોકરાઓ એમ જ એનામાં ફસાયાં. વળી વધીને મનીષાબેન પણ સપડાયા આતો સામાન્ય માણસને કંઇ સમજાય નહીં એવી બધી વિધીની વિદ્ધતા છે. અમે લોકો તો બિમારી સમજીને ડૉક્ટર પાસે જઇએ આમાં આટલું કોણ જાણે ? અમારાં વેવાઇ તો કશામાં માનતાં નથી પણ હવે એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે આ દુનિયા ઉપર પણ કોઈ બીજી દુનિયા છે. કર્નલે હાથ જોડીને કહ્યું "બાપજી પુરો ખ્યાલ આવી ગયો છે નજરો નજર જોયું છે મારી પત્નિની પીડા અને એનું થતું રહી ગયેલું મોત આ છોકરીની પુણ્યઇ નડી ગઇ નહીંતર મનીષાને ખોઇ બેસત.

મનીષાબ્હેન - સદગુણાબ્હેનનાં ખભે માથું મૂકીને રડી રહ્યાં વૈભવીએ માં નાં ચહેરા અને માથા પર હાથ ફેરવવા માંડ્યો. વૈભવ આ દશ્ય જોઇ થોડો લાગણીસભર થઇ ગયો અને મનોમન પોતાનાં પિતાનાં આત્માને વંદી રહ્યો.

અઘોરીબાબાએ કહ્યું "તમને સાવધાન કરવા જ કહું છું. પરંતુ કોઇ જાતનો ડર ના રાખશો. અમારા બંન્નાં એટલે કે મારાં અને મહારાજશ્રીનાં અહીં હોવાથી અમારી હાજરીથી એ દુષ્ટ આત્મા શાંત છે વળી અહીં તાંત્રિક રૂચાઓનું અમે પઠન કર્યું છે એટલે એ સાવ બળવિહીન છે પણ અહીંજ એ હાજર છે આપણી બધી વાતો ધ્યાનથી એ પણ સાંભળે છે એની હાજરી સૂક્ષ્મ સ્વરૂપમાં હું સ્પષ્ટ નિહાળી શકું છું પણ એ ભલે સાંભળતો હવે એનો આ પ્રેતરૂપમાં અંત નજીક છે અને છેલ્લી વિધીમાં પછી એણે તને છોડવી જ પડશે અને એની પણ મુક્તિ થશે.

વૈભવીતો આ સાંભળીને આશ્વાસન હતું છતાં ખૂબ ડરી ગઇ. વૈભવ સાથે બધાં જ ચોંકી ગયાં. અને બોલ્યાં શું કરો છો હજી અહીં હાજર છે અને બધું સાંભળી રહ્યો છે ? પ્રભુ કોઇ ઉપાય કરો એને અહીંથી દૂર કરો. રાત્રીનો સમય છે અને અમે ખૂબ હેરાન થયાં છે હવે હદ થઇ છે એનો નાશ કરો એ નાશ કરો એ શબ્દ બોલાયાં એની સાથે જ રૂમમાં ઘણાં વેગ સાથે પવન ફૂંકાયો બધી ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત થવા લાગી અને અઘોરીબાબા પણ આશ્ચર્યથી જોઇ રહ્યાં એમનો હાથ ઊંચો થયો અને તાંત્રિક ઋચાઓ બોલવી શરૂ કરી.

હજી બધાને કંઇ સમજાય એ પહેલાં તો પિશાચે એનું રૂપ અને તાંડવ બતાવવાનું શરૂ કર્યું એ પવન વેગે આવીને વૈભવી પર હુમલો કરીને એને આડીપાડી દીધી. વૈભવે એને પકડી લીધી બચાવી પછડાતાં તો એણે વૈભવની આસપાસ જાણે પવનની આંધી બની આજુબાજુ ફરવા લાગ્યો વૈભવ સહી નહોતો શકતો અને ત્યાં અઘોરીબાબાએ ત્રાડ પાડી અને રૂચા સાથે પાણીનો છંટકાવ વૈભવ-વૈભવી ઉપર કર્યો અને અચાનક જ પવનનું તોફાન શાંત થઇ ગયું.

"તું નીચ પિશાચ તારી મરજી પ્રમાણે વર્તીશ એમ માને છે ? અને વિધી પૂર્વક તારી સદગતિ થાય એવાં પ્રયત્ન કરીએ છીએ અને તું ચંડાળ હજી શમતો નથી અને હુમલો કરે છે ? હું ધારુ તો ચપટીમાં તારી રાખ કરી શકું છું. તારી અપવિત્ર શરીર રાખ થયું પરંતુ તું નીચ જીવ પ્રેતયોનીમાં તારી હવસ સંતોષવા મેલી દુનિયામાં ગયો. હજી હું તારાં આ પ્રેત શરીરને જે સૂક્ષ્મ બળવાન છે એને ચપટીમાં વશ કરીને ભસ્મ કરી શકું છું. પણ અમે પવિત્ર આત્મા છીએ પરમાત્માએ શીખવેલાં રસ્તા પર ચાલીએ છીએ. અમને નિર્બળ ના સમજ તારી હવસ સંતોષીને તારો ઉધ્ધાર કરીશું. જેથી ફરીથી તારો જીવ ભટકે નહીં. તું કે બીજા હેરાન થાય નહીં. માટે શાંત પડ્યો રહેજે નહીંતર અમારી પાસે ઘણાંબીજાં રસ્તા છે માટે તારાં સુક્ષ્મ પરીધમાં જ રહે તાકાત બતા વાનો પ્રયત્ન જો ફરી વાર કર્યા તો સાચેજ ભસ્મ કરી દઇશ. તારું આ અતૃપ્ત શરીર કાયમ માટે પ્રેતયોનીમાં જ પ્રેતબનીને ભટકતું રહેશે તારી પાસે કોઇ શક્તિ નહીં હોય તું કોઇને રંજાડી નહીં શકે નહીં તારી સદગતિ થાય. આટલામાં સમજી જા......

અઘોરીબાબા બોલ્યા અને જાણે એકદમ શાંતિ પથરાઇ ગઇ પ્રેતાત્મા જાણે સમજી વિચારીને શાંત થઇ ગયો હોય એવું લાગ્યું અને પછી અઘોરીબાબએ કાળગણત્રીનું પુસ્તક કાઢ્યું અને બંન્ને છોકરાઓની સામે જોઇને કોઇ ગણિત ગણું અને આંગળીનાં વેઢાથી ગણત્રી કરીને મહારાજશ્રીની સામે જોયું અને ઇશારામાં કંઇક વાત કરી મહારાજશ્રી સમજી ગયાં અને એમણે હકારમાં માથું હલાવ્યું.

પ્રકરણ - 31 સમાપ્ત.

રોમાંચીત પ્રકરણ-32 વાંચો પ્રેમવાસના અનોખો બદલો અધૂરી તૃપ્તિનો.