પ્રેમ વાસના - પ્રકરણ - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ વાસના - પ્રકરણ - 20

પ્રકરણ - 20

પ્રેમ વાસના

કર્નલ થોડાં ઢીલા પડ્યાં. સખારામને સાંભળીને કંઇક વિચારમાં પડ્યાં. વૈભવીને ગળે વળગાળી અને આશ્વાસન આપતાં હતાં અને વૈભવનો ફોન આવ્યો. બધાં વિચારમાં પડ્યાં અત્યારે ફોન ? વૈભવીએ ફોન ઉપાડ્યો અને પૂછયું "વિભુ અત્યારે ? વૈભવે પહેલાંજ પૂછ્યું "ત્યાં બધુ બરાબર છે ? મને ગભરામણ થઇ ઊંઘ ઉડી ગઇ અને ચિતાં થઇ તને કોઇ તકલીફનો એહસાસ થયો અને સમયનાં જોયો સીધો ફોન કર્યો.

વૈભવીથી વાત કરતાં જ ડૂસ્કૂ નંખાઇ ગયું. એનાંથી એટલું જ બોલાયું વિભુ કંઇ ઠીક નથી વિભુ તુ અંહી આવી જા. કર્નલે એના હાથમાંથી ફોન લઇ કીધું. "કંઇ ચિંતા ના કરીશ અત્યારે ના આવીશ પરંતુ સવારે સીધો અહીંજ આવી જજે. કાલે વાત કરીશું હવે બધું અહીં બરાબર છે કાલે આવ વાત કરીશું કહીને ફોન મૂકી દીધો.

કર્નલે બધાને કહ્યું ચાલો અડધી રાત થઇ છે બધાં પાછાં સૂઇ જઇએ અને લક્ષ્મણ તું અને સખારામ પણ સવારે હાજર રહેજો આપણે વાત કરીશું. અત્યારે આ સમયે બીજી કોઇ વાત કરવી નથી. બેબી ગભરાયેલી છે તમે જાવ લક્ષ્મણ સખારામ પાછળ રૂમ પર જતાં રહ્યાં. કર્નલે વૈભવી અને મીનાક્ષી બ્હેનને એમનાં રૂમમાં સૂવા બોલાવી લીધાં.

વૈભવી અને મનીષાબેન કર્નલનાં રૂમમાં સૂઇ ગયાં. કર્નલને ઊંઘ ના આવી તેઓ પોતાની સિગાર સળગાવીને બાલ્કનીમાં રોકીંગ ચેર પર બેસી ધૂમસેર છોડી રહ્યાં અને ઊંડા વિચારોમાં પડી ગયાં.

**************

વૈભવ વહેલોજ આવી ગયો એણે કાર રોડ સાઇડ પાર્ક કરીને ઘરમાં આવે તે પહેલાં જ પાછળ લક્ષ્મણનાં રૂમમાં ગયો એનાં પર રાત્રે જ લક્ષ્મણનો ફોન આવી ગયો હતો.

લક્ષ્મણ વૈભવને જોઇને બેસવા માટે ખુરશી આપી. વૈભવે જોયું કે બીજો કોઇ માણસ એટલે કે સખારામ પણ બીજી ખુરશી પર બેઠો હતો. લક્ષ્મણે ઉભાં ઉભા જ કહ્યું "જમાઇબાબુ કાલે રાત્રે ફરીથી ચીસાચીસ થયેલી પણ તમારી સાથે થયું એવું નહોતું પણ પેલા પિચાશી આત્માનો અવાજ મેં સાંભળેલો અને આ સખારામભાઉ બધુ જાણકાર છે એટલે બેબીના ચિંતામાં સરને પૂછ્યાં વિનાં જ બોલાવેલાં અત્યારે સાહેબે એમને પણ બોલાવ્યા છે. ભાઉ મેં તમને સીધા અહીં એટલે બોલાવ્યા છે સખારામે તમને કંઇ કહેવું છે. સરની સામે વાત કરવાની મજા નહીં આવે એટલે અંદર જતાં પહેલાં તમને અહીં રૂમ પર બોલાવ્યા.

વૈભવે થોડાં આશ્ચર્ય સાથે કહ્યું કેમ ? શું થયું એવું શું છે કે ? તમે મને એકલાને કહેવા માંગો છો ?

સખારામે ગંભીર અવાજે કહ્યું "જમાઇ બાબુ આ પિચાશી આત્મા એક નથી પણ બે જણાં છે અને બંન્ને જણાં સ્ત્રી વાસનાનાં ભૂખ્યા છે મને પહેલાં એક જણની જ હાજરી વર્તાતી હતી પણ આ રાત્રે મેં બરાબર ધ્યાનમાં જોયું છે ખૂંખાર મૃતાત્માઓ છે અને વાસના ભૂખ્યા છે અને બંન્ને એક સાથે આવે છે કાલે તો એ પાછા તરત નીકળી ગયાં એ કારણ સમજાતું નથી પણ ફરીવાર એમનો હૂમલો ચોક્કસ હશે.

વૈભવે કહ્યું ત્યાં અમારાં મંદિરનાં મહારાજશ્રીનું શ્રીફળ છે એટલે કદાચ ટકી નહીં શક્યા હોય. સખારામે કહ્યું કે કદાચ હોઇ શકે પણ આ પિચાશી પ્રેતાત્માઓ નબળા નથી કે સામાન્ય વિધીમાં કે પ્રયોગમાં વશ થાય અથવા હુમલોના કરે આ ખૂબ શક્તિશાળી છે અને બંન્ને જણાં ખૂબ અતૃપ્ત છે.

વૈભવ સાંભળીને થોડો ગભરાયો... એનાં ચહેરાં પર ભય છવાયો એણે સખારામને કહ્યું "આનો શું ઉપાય ? આતો અહીં તોફાન મચાવે કે બધાને નુકશાન પહોંચાડે કેવી રીતે કાબુ કરવો ? સખારામે કહ્યું " મારાં ગુરુ પ્રખર અઘોરી છે હું એમને જઇને વાત કરું અને એમની પરવાનગી મળે તો મારાથી વિધી થાય અને આ લોકોનું જોર જોતાં મારાં એકલાનું કામ નથી આમાં ગુરુજીનો સાથ પણ લેવો પડે.

વૈભવે કહ્યું "જે કરવું પડે તે કરો જે ખર્ચ થાય એ આપવા પણ હું તૈયાર શું મેં ભોગવેલું છે અને નજરે જોયેલું છે વૈભવીની પીડા હું નહીં જોઇ શકું. આનો કોઇ ઉપાય અચૂક કરો.

સખારામે કહ્યું "હું પૈસા માટે કંઇજ નથી કરી રહ્યો કે નથી અમે પૈસા લેતાં આવાં કામનાં પણ સંબંધ લક્ષ્મણ સાથે એવો છે અને ખાસ ખાનગી વાત તમને કહું મારાં અઘોરી ગુરુને આવાં પ્રેતાત્માની જરૂર હોય છે એમની અઘોરી સાધનામાં શું ઉપયોગ કરે મને પણ ખબર નથી પરંતુ એ જીવોનો અંતે છૂટકરો થાય છે અને પ્રેતયોનીમાંથી મૂક્ત થાય છે. પરંતુ આ બધું હું કર્નલ સર કે સ્ત્રીઓની સામે ના કહી શકું એટલે અગાઉથી જ તમને કહેવા માટે બોલાવ્યા છે એ લોકો વધુ ડરે નહીં એટલે જ તમને જણાવ્યું છે કે એક નહીં બે પિશાચી પ્રેતાત્મા છે.

વૈભવે બંન્નેનો આભાર માન્યો અને વાત કોઇને ન કહેવાથી વાત માની લીધી અને કહ્યું હું ઘરમાં જઉં છું અને પછી તમને બોલાવે તમે આવી જજો એમ કહીને વૈભવ ઘરમાં આવ્યો.

વૈભવે ઘરનો બેલ વગાડ્યો અને મનિષાબહેને દરવાજો ખોલ્યો. વૈભવને જોઇને હાશકારો થયો કહ્યું અંદર આવીજા દીકરા. વૈભવી હજી ઊંઘે છે અને કર્નલ પણ હજી બાથરૂમમાં છે.

વૈભવે બધીજ વિગત પૂછી અને મનીષાબહેને અક્ષરસ બધી જ વાત કરી. વૈભવે કહ્યું તમે કંઇ જોયું ? મનીષાબહેન કહે ના મેં કઇ જ નથી જોયું મેં વૈભવીનો ચહેરો જોઇને .... હું ડરી અવાજે કંઇક બોલી ગયો. વૈભવી કહે છે માં એ ધમકી આપી ગયો પણ મને બે ઓળા દેખાતાં હતાં એવું બોલી પણ પછી ખબર નહીં એકદમ ચૂપ થઇ ગયેલી.

વૈભવ બીજી અચરજ ભરી વાત એ છે કે મહારાજશ્રીનું શ્રીફળ આખું કાળુ થઇ ગયું છે જાણે ભસ્મથી ભરેલું હોય એ ના સમજાયું એ લોકોનાં ગયાં પછી મેં તો હજી હમણાં સવારે જોયું વૈભવ વિચારમાં પડી ગયો. ઉઠીને તરત જ એ બેડરૂમમાં ગયો અને એની જગ્યાએ જાણે રાખનો ઢગલો હતો એ વિસ્મય પામી ગયો અને મનીષાબહેન પાછળ જ આવેલાં એતો સાવ નવાઇ પામી ગયાં ક્યું મેં શ્રીફળ કાળુ પડેલું જોયેલું હમણાં સવારે જ અત્યારે રાખનો ઢગલો ? એ ગભરાયા બોલ્યા ચાલ તું બહાર નીકળ અને કર્નલને બોલાવું છું વૈભવ કર્નલનાં રૂમમાં ગયો ત્યારે વૈભવનો અવાજ સાંભળીને ઉભા થઇ ગયેલા કર્નલ પણ ફ્રેશ થઇને બહાર આવ્યાં.

વૈભવ તું આવી ગયો ? વૈભવે નીચો નમી પગે લાગ્યો અને કર્નલે બાથ ભરીને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા કર્નલે કહ્યું તું અને વૈભવી પછી બહાર આવો હું અને મનીષા બહાર બેઠાં છીએ સવિતાને કહે કે આપણાં માટે ચા નાસ્તાની તૈયારી કરે મને ખબર નહીં આજે ખૂબ ભૂખ લાગી છે. એમ કહીને કર્નલ અને મનીષાબહેને બહાર ડ્રોઇંગરૂમમાં ગયાં.

મનીષાબહેન રૂમનો દરવાજો બંધ કરીને બહાર ગયાં. વૈભવ સૂતેલી વૈભવી પાસે આવીને બેઠો. વૈભવી ખૂબ ડરેલી અને થાકેલી અને અર્ધો ઊંધમાં હોય એવી હતી. વૈભવ જેવો પાસે આવ્યો એ તરતજ એને વીંટળાઇ ગઇ બોલી મને છોડીને હવે તારે ક્યાંય નથી જવાનું આમ એકલી મૂકીને કેમ જતો રહ્યો તને ખબર નથી મને કેટલો ડર લાગે છે ? તારાં વિના આમ હું મરી જઇશ.

વૈભવે કહ્યું "એય બેબી એમ નહીં જઉ તને મૂકીને અને એકબીજાનાં વિના કંઇ થવાનું નથી એમ કહીને વૈભવીની આંખો ચૂમી. ગાલ ચૂમીને હોઠ પર હોઠ મૂકી દીધાં. વૈભવીને વૈભવનાં સ્પર્શથી અનોખો આનંદ, નિશ્ચિતતા અને સલામતી અનુભવાતી હતી એણે વૈભવને ખૂબ જ વ્હાલ કરતાં વધુ વળગી ગઇ અને વૈભવનાં હોઠને ચૂમતાં ચૂસવા લાગી બંન્ને જણાં મધુરસમાં લીન થઇ ગયાં. વૈભવીને એ ગળામાં -નાક પર કાન પાછળ બધેજ ચૂમવા લાગ્યો ખૂબ વ્હાલ કરવા લાગ્યો.

વૈભવીતો વૈભવને સાવ સમર્પિત થઇ ગઇ. વૈભવે એ વ્હાલ કરતાં કહ્યું "એકમીનીટ ઉભા થઇ એણે દરવાજો લોક કર્યો પછી પોતાનાં વસ્ત્રો હટાવ્યાં. અને વૈભવીને પણ નિર્વસ્ત્ર કરી અને બંન્ને પ્રેમી પંખીડા એકબીજામાં સંપૂર્ણ પરોવાઇ ગયાં ભય પ્રેત, બધું જ ભૂલીને એકબીજાને પ્રેમનાં સહકાર આપવા માંડ્યાં.

વૈભવે કહ્યું લવ યુ તારાં વિના સાવ અધુરો છું ડાર્લીંગ વૈભવીએ કહ્યું એય વિભુ હું ફક્ત તનેજ સર્મપિત છું અને બંન્નેનાં શ્વાસની ઉત્તરોઉતર ગતિ વધતી ગઇ બંન્ને સંપૂર્ણ મૈંથુનમાં લીન બનીને પરાકાષ્ઠાનો આનંદ લઇ રહ્યાં. વૈભવ અને વૈભવી બંન્ને એ જાણે કેટલાય દિવસનો વિરહ વિયોગ પુરો કરીને તન મનનો મદમસ્ત સંપૂર્ણ તૃપ્તિનો આનંદ માણી લીધો.

વૈભવી વૈભવને વળગી રહી અને બોલી હું તને હવે ક્યાંય નહીં જવા દઊ મારાં રક્ષણની જવાબદારી ફક્ત તારી જ છે. વૈભવે કહ્યું "હુંજ છું હું જ રખેવાળ તારો હું જ જવાબદારી લઇશ બધી અને ત્યાં સખારામની બૂમે બધાને ચોંકાવ્યાં.

પ્રકરણ -20 સમાપ્ત.

સખારામે ઘરમાં આવીને તરજ બૂમ પાડી એ બોલ્યો તમે લોકો બહાર આવી જાવ નહીંતર કંઇક આગળ... વૈભવ અને વૈભવી એકબીજા સામે જોઇ રહ્યાં. અને ..... વાંચો પ્રકરણ ... 21

પ્રેમવાસના એટલે બદલો અધૂરી તૃપ્તિનો

રેટ કરો અને રિવ્યુ આપો

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

Seema Shah

Seema Shah 8 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા