પ્રેમ વાસના - પ્રકરણ - 11

પ્રકરણ - 11

પ્રેમ વાસના

                   વૈભવીએ વૈભવનાં શરીરમાં પ્રેવશેલાં વિદ્યુતનાં પ્રેતને જોયો એ સમજી ગઇ આ એજ વિદ્યુતનો આત્મા છે જે કોલેજમાં એની પાછળ પડેલો વૈભવીને પામવા એણે આકાશપાતાળ એક કરેલાં. એણે વિદ્યુતને લાત મારી જે વૈભવના શરીરને વાગી પરંતુ એની પાસે બીજો ઉપાય નહોતો ભસ્મ પોતાનાં અને વૈભવનાં કપાળે નાંખી અને વિદ્યુત મોટાં અવાજ સાથે અદશ્ય થયો અને વૈભવનું શરીર ધડામ દઇને પલંગ પર પડ્યું હતું.

       વાતાવરણ એકદમ શાંત થઇ ગયું. વૈભવી ફાટી આંખે બધું જોઇ રહી હતી. એનો શ્વાસ ધામણની જેમ ચાલી રહેલો એનાં મગજ પર ચઢેલો નશો ક્યારનોય ઉતરી ગયેલો અને એનાં રૂમનાં દરવાજો ઠોકવાનો અવાજ આવ્યો એને ડર લાગી રહેલો એણે કપડાં પહેર્યાં અને વૈભવનાં શરીર પર રજાઇ ઓઢાડીને દરવાજો ખોલ્યો સામે મંમી, માં અને લક્ષ્મણ બધા ઉભાં હતાં. એણે મંમીને જોઇને મોટી બૂમ પાડીને વળગી ગઇ અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. મંમીને ચોક્કસ થયું છે કે રૂમમાં કંઇક અમંગળ થયું છે એણે કહ્યું "શું થયું વૈભુ કેમ રડે છે ? વૈભવ ક્યાં છે ? મંમીએ અનેક પ્રશ્ન કર્યા પણ વૈભવી ખૂબ રડી રહી હતી. સદગુણાબ્હેને ઉત્યુક્તાથી રૂમ તરફ જોયું અને અંદર જઈને જોયું તો વૈભવ ઘસઘસાટ ઊંઘે છે અને રજાઇ ઓઢેલી છે વાત સમજાઇ ગઇ એટલે પાછા બહાર આવીને વૈભવીને કહ્યું "શાંત થા દીકરા શું થયું કેમ રડે છે આટલું બધુ ખટખટાવાનો બહાર મોટે મોટેથી તારાં બોલવાનો અને ચીસોનો અવાજ આવતો હતો પ્હેલાંતો ચાલુ ટીવીમાં ખબર ના પડી પછી ટીવી બંધ થતાં બધુ સંભળાયુ અમે દોડતાં આવીને તમારાં રૂમનું બારણું ખખડાવ્યું શું થયું કહેને........

       વૈભવી થોડી સ્વસ્થ થઇ લક્ષ્મણે આવીને પાણી આપ્યું વૈભવીએ બે ઘુંટ પીને કહ્યું કહું છું એમ કહીને ડ્રોઇગરૂમમાં સોફા ઉપર બેસી ગઇ હજી એનાં આંસુ સૂકાતાં નહોતાં અને આંખોમાં હજી ડર હતો. લક્ષ્મણે કહ્યું કોઇ મરાઠીમાં બોલતું હોય એવું મેં સાંભળ્યુ બેબીની ચીસો સાંભળી હું અંદર દોડી આવ્યો.

       વૈભવીએ કહ્યું "મંમી, માં, વૈભવે કંઇ નથી કર્યું પણ કંઇક અજબ બની ગયું તમે સાચું નહીં માનો હું અને વૈભવ વાતો કરી રહેલાં બીયર પી રહેલાં અને વૈભવ મારી સાથે પ્રેમ કરી રહેલો અને અચાનક એનો અવાજ ચહેરો બદલાઇ ગયો એ એકદમ ઝનૂની બની ગયો બહાર વરસાદ ખૂબ પડતો હતો અમારાં રૂમની બંધ બારીઓ ખૂલીને અથડાવા લાગી હતી... માં... એમ કહીને ડરની મારી ફરીથી રડી ઉઠી.... એણે કહ્યું માં એ વૈભવ નહીં પણ મારી કોલેજનો વિદ્યુત હતો..... મંમી એતો મરી ગયે બે વર્ષ થઇ ગયાં છે છેલ્લાં વર્ષમાં અને કોલેજ ટુરમાં ગયા હતાં ત્યારે જ... માં આવું કેવી રીતે બને ? એણે વૈભવ પર પુરો કાબૂ કરી લીધેલો અને મારી લાજ લૂંટવા..... માં એ કોઇ પ્રેત છે વિદ્યુતનો આત્મા કાલે આવેલો માં મને ખૂબ ડર લાગે છે મને બચાવો. કોઇ ડોક્ટરને બતાવીએ વૈભવ અત્યારે અંદર બેભાન છે કે ઊંધી રહ્યો છે મને નથી ખબર મને ખૂબ ડર લાગે છે એ વારે ઘડીએ વચ્ચે વચ્ચે મરાઠીમાં બોલતો હતો એ વિદ્યુત પણ મરાઠી હતો માં..... વિદ્યુત માળગંવકર મને અને વૈભવને બચાવો...

       મનિષાબ્હેન અને સદગુણાબ્હેન સાંભળીને સડક થઇ ગયાં એ લોકો પણ ડરી ગયાં. સદગુણાબ્હેન લક્ષ્મણને લઇને અંદર રૂમમાં દોડી ગયાં. મનિષાબ્હેન વૈભવીને સાંત્વન આપી રહ્યા હતાં. અંદર જઇને જોયું તો વૈભવ રજાઇમાં ઘસઘસાટ ઊંધી રહેલો. લક્ષ્મણની મદદથી એને કપડાં પ્હેરાવ્યાં અને એમણે વૈભવ તરફ સતત જોયાં કર્યું અત્યારે વૈભવમાં બીજા કંઇ લક્ષણ ન્હોતાં એમણે પાણી છાંટીને વૈભવને ઉઠાડવા પ્રયત્ન કરેલો. રાત્રીનાં 3 વાગી ગયાં હતાં થોડો વખતમાં પરોઢ થવાની હતી વૈભવે ઉઠવા પ્રયત્ન કર્યો પણ આંખ જ ખૂલતી નહોતી.

       લક્ષ્મણે કહ્યું "માં તમે એમને સૂવાદો હમણાંજ આવી ઘટના બની છે એમનું શરીર પણ ખૂબ થાકેલું છે. થોડો વખત પછી ઉઠાડીશું અને સદગુણાબ્હેનનાં આંખમાંથી આંસુ સરી પડ્યાં લક્ષ્મણને કહ્યું મારાથી નહીં જોવાય તમે અહી બેસો હું મંદિરમાં ઠાકોરજી પાસે જઇને બેસું અને તેઓ વૈભવની સેવામાં જઇન બેઠાં. ઠાકોરજી સમક્ષ પ્રાર્થના અને પશ્ચાતાપ કરવાં લાગ્યાં.

       ઠાકોરજીને નતમસ્તક થઇ પ્રાર્થના કરી કે મારાં દિકરામાં કોઇ ભટકતી આત્મા હોય તો દૂર કરો પ્રભુ એની રક્ષા કરો. વાંક, બધો મારોજ છે મારી ભૂલે વૈભવ સાથે આવું થયું છે. વૈભવનાં પપ્પાનાં ગયાં પછી પહેલીવાર ઘરની બહાર પગ મૂક્યો છે અને અહીં આવીને દારૂ પીધો ? મારી જાત અભડાવી છે મારાં વિચાર સંસ્કાર ક્યાં ગયાં ? શાણપણ મારું દારૂમાં ધોવાઇ ગયું. મારાં ઠાકોરજીને નહીં ગમ્યુ હોય. આ લોકોનું કલ્ચર મીલીટ્રીનું છે એ લોકો ડ્રીંક કરે સ્વાભાવીક છે પાર્ટીઓ થતી હોય બધુ સામાન્ય લાગે પણ મારે શા માટે આવી શરૂઆત કરવી પડી ? મારે દારૂનું  પ્રાપ્તશ્ચીત કરવું પડશે. ઠાકોરજી મને માફ કરો મારાં દીકરાની સંપૂર્ણ રક્ષા કરો. આમ ઠાકોરજીને વિનવી રહ્યાં.

       મનીષાબ્હેનને વૈભવી છોડતી નહોતી. એણે કહ્યું મંમી વૈભવને કોઇને બતાવવું પડશે એને કોઇ નુકશાન ના પ્હોચવું જોઇએ. પેલો વિદ્યુત મારી પાછળ હતો અને વેઠે છે અત્યારે વૈભવ… માં અને તમે કંઇક વિચારો રસ્તો કાઢો નહીંતર અમારું તો હજી જીવન શરૂ નથી થયું અને અંત આવી જશે એ પિશાચ અમારો જીવ લઇ લેતાં નહીં અચકાય.

       સદગુણાબ્હેન સેવામાંથી આવ્યા. વૈભવી બોલીએ સાંભળ્યુ એમણે કહ્યું "બેટા ચિંતાના કરીશ. આતો રસ્તો નીકળશે અને તમે બંન્ને કાયમ માટે સુરક્ષિત થશો જ. એકવાર વૈભવ જાગે એની સાથે ચર્ચા કરીએ પછી નિર્ણય કરીએ પણ ડરવાની જરૂર નથી જ રસ્તો કાઢીશું જ તમારું જીવન બગડવા નહીં દઊ.

       એટલામાં વૈભવનો કણસવાનો અવાજ આવ્યો લક્ષ્મણે જોયું વૈભવને કોઇક પીડા છે અને  ધીમા અવાજે કંઇક બોલી રહ્યો છે એણે સદગુણાબ્હેનને બૂમ પાડી બોલાવતાંજ સદગુણાબ્હેન દોડીને ત્યાં ગયાં અને વૈભવનું માથું પોતાનાં ખોળામાં લઇને એનાં માથે હાથ ફેરવવા માંડ્યા. થોડીવાર વૈભવ આંખ મીચીને કણસતો રહ્યો. જાણે એનું શરીર ખૂબ વજનદાર થઇ ગયું હોય એમ હલી પણ શકતો નહોતો.

       સદગુણાબ્હેને પ્રેમથી હાથ ફેરવતાં પૂછ્યું "વૈભવ દીકરા, આંખ ખોલ તો - વૈભવ.... વૈભવ... વૈભવ સાંભળી રહેલો પણ જાણે પાંપણ પર મણનો ભાર હોય એમ ખોલી નહોતો શકતો. એણે ખૂબ પ્રયત્ન પછી આંખ ખોલીને જોયું માં બેઠી છે એણે ધીમે રહીને હોઠ ફફડાવ્યા... માં તું ? મને શું થયું છે ? વૈભવી ક્યાં છે ? એની આંખો અને માથા પર નશાની અસર હતી. સદગુણાબ્હેને કહ્યું બધાં અહીં જ છે કંઇ નહીં તું આરામ કર દીકરા પછી વાત એમ કહીને હાથ ફેરવવા માંડ્યાં.

       વૈભવ પણ ખૂબ થાકેલો હોય એમ ફરીથી સૂઇ ગયો રાત્રીનાં 4.00 વાગ્યાં હતાં. સદગુણાબ્હેનની પાસેજ મનિષાબ્હેન અને વૈભવી પણ આવી ગયાં. મનીષાબ્હેને લક્ષ્મણને લઇને સૂચવ્યું જરૂર હશે બોલાવશે. એમ કહી બન્ને જણાં રૂમમાં આવી ગયાં. માંએ કહ્યું વૈભવી તું પણ ડર નહીં એ જે કંઇ હશે એનો નિકાલ આવી જશે. મનીષાબ્હેને વૈભવીને ખોળામાં માથું મૂકીને એને ઊંઘાડવા માંડી. એસી. તેજ કર્યું અને લાઇટો ચાલુ જ રાખી વૈભવ અને વૈભવી બંન્ને જણાં ફરીથી ઘસઘસાટ ઊંઘી ગયાં પછી બંન્ને વેવણ બ્હાર બાલ્કનીમાં આવીને બેઠી. સદગુણાબ્હેન કહ્યું તમે પણ કોઇ ચિંતા ના કરશો અને મનીષાબ્હેનની આંખમાં આંસુ આવી ગયાં આ પછી નવી શું ઉપાધી આવી ? સદગુણાબેન કહે મારે તો સતત ચાલુ છે હજી હમણાં એનાં પાપા ગયાં છે માંડ આ લોકોને કારણે ઘરમાં ખુશીયાં આવી હતી અને પાછી કોઇની નજર લાગી અને ફરીથી..... પણ હું મારી ભૂલનું પણપ્રાશ્ચિત કરીશ અને મારાં દીકરા અને મારી વહુને આ તકલીફમાંથી છોડાવીશ મારાં છોકરાને કોઇ ક્યારેય હેરાન નહીં કરી શકે.

       સવાર પડવાની જ રાહ જોઊં છું એમ આગળ બોલતાં સદગુણાબ્હેને કહ્યું સવારે જ મહારાજને બોલાવીશ એમને નહીં ફાવે તો બંન્ને છોકરાઓને લઇને એમની પાસે જઇશ પણ આનો નિકાલ લાવી દઇશ.

       મનિષાબેન, સદગુણાબ્હેનની વાત સાંભળી રહ્યાં અને શેનું પ્રાયશ્ચીત કરવાનાં એ ના સમજ્યા અને તેઓ પણ કોઇ ઊંડા વિચારમાં ઉતરી ગયાં. એમણે પોતાનો ફોન લઇને કોઇક મેસેજ લખીને મોકલી દીધો. સદગુણાબ્હેને પણ એ જોયું પણ કંઇ પૂછ્યું નહીં એમને વૈભવીની જ ચિંતા હતી.

પ્રકરણ -11 સમાપ્ત

       બીજે દિવસની સવાર પડે એની રાહ જોવાતી હતી અને સવારે શું થશે ? મહારાજ શું કહેશે ? શું નિવારણ છે ? મનીષાબહેન આટલી રાત્રે કોને મેસેજ કર્યો ? સદગુણાબહેને જોયું તોય પૂછ્યું નહીં એમણે એમનાં પ્રાયશ્ચિતની પણ વાત ના કરી.       વાર્તાની રોમાંચીત સફર ચાલુ છે વાંચો પ્રકરણ-12

       પ્રેમ વાસના…. એક બદલો અધુરી તૃપ્તિનો…

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jalpa Sheth 19 કલાક પહેલા

Meena Kavad 3 દિવસ પહેલા

Rachana Agrawal 4 દિવસ પહેલા

Pinkal Pokar 4 દિવસ પહેલા

Jagruti Munjariya 6 દિવસ પહેલા